GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3

   

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3

પ્રશ્ન 1.
DE = 3 સેમી, DP = 3 સેમી અને m\(\angle \mathbf{E D F}\) = 90° હોય તેવો ∆DEF રચો.
જવાબઃ
GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3 1
રચનાના મુદ્દા:

  1. 5 સેમી લંબાઈનો રેખાખંડ DE દોરો.
  2. માપપટ્ટી અને પરિકર વડે \(\overline{\mathrm{DE}}\)ને D બિંદુએ \(\overrightarrow{\mathrm{DA}}\) લંબ રચો. જેથી m\(\angle \mathbf{E D F}\) = 90° થાય.
  3. માપપટ્ટી અને પરિકર વડે \(\overrightarrow{\mathrm{DA}}\) ઉપર DF = 3 સેમી થાય એવું બિંદુ મેળવો.
  4. \(\overline{\mathrm{FE}}\) દોરો.
    આમ, ∆DEF એ માગ્યા મુજબનો ત્રિકોણ છે.

GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3

પ્રશ્ન 2.
એક સમદ્વિબાજુ ત્રિકોણ રચો જેમાં બંને સમાન બાજુનાં માપ 6.5 સેમી અને તેમની વચ્ચેનો ખૂણો 110°નો હોય.
જવાબઃ
GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3 2
રચનાના મુદ્દા:

  1. 6.5 સેમી લંબાઈનો \(\overline{\mathrm{EF}}\) દોરો.
  2. કોણમાપકનો ઉપયોગ કરી \(\overline{\mathrm{EF}}\)ના F બિંદુએ 110°ના માપનો ખૂણો બનાવતું \(\overrightarrow{\mathrm{FX}}\) રચો.
  3. માપપટ્ટી અને પરિકર વડે \(\overrightarrow{\mathrm{FX}}\) ઉપર બિંદુ D એવું મેળવો કે જેથી FD = 6.5 સેમી થાય.
  4. \(\overline{\mathrm{ED}}\) દોરો.
    આમ, ∆DEF એ માગ્યા મુજબનો ત્રિકોણ છે.

GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3

પ્રશ્ન 3.
BC = 7.5 સેમી, AC = 5 સેમી અને m\(\angle \mathbf{C}\) = 60° હોય તેવો ∆ABC રચો.
જવાબઃ
GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3 3
રચનાના મુદ્દા:

  1. 7.5 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરો.
  2. \(\overline{\mathrm{BC}}\)ના C બિંદુએ માપપટ્ટી અને પરિકર વડે 60°ના માપનો ખૂણો બનાવતું \(\overrightarrow{\mathrm{CX}}\) રચો.
  3. માપપટ્ટી અને પરિકર વડે \(\overrightarrow{\mathrm{CX}}\) ઉપર બિંદુ A એવું મેળવો કે જેથી CA = 5 સેમી થાય.
  4. AB રેખાખંડ દોરો.
    આમ, ∆ABC એ માગ્યા મુજબનો ત્રિકોણ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *