Gujarat Board GSEB Textbook Solutions Class 6 Social Science Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ Textbook Exercise and Answers.
ચાલો, ઇતિહાસ જાણીએ Class 6 GSEB Solutions Social Science Chapter 1
GSEB Class 6 Social Science ચાલો, ઇતિહાસ જાણીએ Textbook Questions and Answers
1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો:
પ્રશ્ન 1.
પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો?
A. કાપડ
B. કાગળ
C. ભૂર્જ વૃક્ષની આંતરછાલ
D. ચામડું
ઉત્તર:
C. ભૂર્જ વૃક્ષની આંતરછાલ
પ્રશ્ન 2.
નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? 6
A. અભિલેખો
B. તામ્રપત્રો
C. ભોજપત્રો
D. વાહનો
ઉત્તર:
D. વાહનો
પ્રશ્ન 3.
નીચેનામાંથી ક્યાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?
A. અભિલેખો
B. કાગળ પરનાં લખાણ
C. કાપડ પરનાં લખાણ
D. વૃક્ષનાં પાન પર લખેલ લખાણ
ઉત્તર:
A. અભિલેખો
2. ટૂંકમાં ઉત્તર આપો:
પ્રશ્ન 1.
B.C.નો અર્થ સમજાવો.
ઉત્તર:
B.C.ને અંગ્રેજીમાં Before Christ કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. ઉદાહરણ તરીકે, 2000 ઈ. સ. પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનાં 2000 વર્ષ.
પ્રશ્ન 2.
A.D.નો અર્થ સમજાવો.
ઉત્તર:
A.D.ને અંગ્રેજીમાં Anno Domini કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં વર્ષો એમ કહેવાય. ઉદાહરણ તરીકે, ઈ. સ. 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં 2000 વર્ષ.
પ્રશ્ન 3.
ભારતના સૌથી જૂના સિક્કા કયા છે?
ઉત્તર :
ભારતમાં ઈ. સ. પૂર્વે 5મી સદીના ‘પંચમાર્ક’ સિક્કા સૌથી જૂના સિક્કા છે.
પ્રશ્ન 4.
ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે?
ઉત્તર:
તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓનાં હાડકાં, પ્રવાસવર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે.
3. યોગ્ય રીતે ‘અ’ વિભાગની વિગતોને ‘બ’ વિભાગની વિગતો સાથે જોડી ઉત્તર આપો:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) અભિલેખ | (1) ઈ. સ. પૂર્વે |
(2) ભોજપત્ર | (2) ઈસવીસન |
(3) તામ્રપત્ર | (3) ભૂર્જ નામના વૃક્ષની છાલ |
(4) B.C. | (4) તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ |
(5) A.D. | (5) પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) અભિલેખ | (5) પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ |
(2) ભોજપત્ર | (3) ભૂર્જ નામના વૃક્ષની છાલ |
(3) તામ્રપત્ર | (4) તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ |
(4) B.C. | (1) ઈ. સ. પૂર્વે |
(5) A.D. | (2) ઈસવીસન |