GSEB Solutions Class 6 Science Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ  Textbook Questions and Answers, Textbook Activities Pdf.

કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ Class 6 GSEB Solutions Science Chapter 16

GSEB Class 6 Science કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

1.

પ્રશ્ન 1.
લાલ અળસિયાં દ્વારા ક્યો કચરો ખાતરમાં રૂપાંતરિત થતો નથી?
ઉત્તરઃ
પૉલિથીનની કોથળીઓ, કાચના ટુકડા, ઍલ્યુમિનિયમ ઑપર, લોખંડનો ભંગાર, પ્લાસ્ટિકનાં રમકડાં જેવા જૈવ-અવિઘટનીય પદાર્થો લાલ અળસિયાં વડે કમ્પોસ્ટ ખાતરમાં રૂપાંતરિત કરી શકાતા નથી.

પ્રશ્ન 2.
શું તમે તમારા કમ્પોસ્ટ ખાડામાં લાલ અળસિયાં સિવાય અન્ય સજીવોને જોયા છે? જો હા, તો ! તેઓનાં નામ જાણવાનો પ્રયત્ન કરો. તેનું ચિત્ર પણ દોરો..
ઉત્તરઃ
હા, કમ્પોસ્ટ ખાડામાં લાલ અળસિયાં સિવાય મૃતોપજીવી ફૂગ-મોલ્ડ તથા કેટલાક બૅક્ટરિયા જોવા મળે ફૂગછે, જે માઇક્રોસ્કોપથી જોઈ શકાય છે. આ સજીવો જેવ વિઘટનીય પદાર્થોનું વિઘટન કરે છે.
GSEB Solutions Class 6 Science Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ 1

2. ચર્ચા કરો

પ્રશ્ન 1.
શું કચરાનું વ્યવસ્થાપન માત્ર સરકારની જ જવાબદારી છે?
ઉત્તરઃ
ના, કચરાનો નિકાલ કરવો એ ફક્ત સરકારની જ જવાબદારી નથી, પરંતુ જનતાની પણ જવાબદારી છે. જો જનતા કચરો ડસ્ટબિનમાં ન નાખે અને ગમે ત્યાં ફેંકે તો ગંદકી ફેલાય તથા તેવા કચરાનો યોગ્ય નિકાલ થઈ શકે નહિ. સ્વચ્છતા જાળવવી એ જનતા એટલે કે આપણી જવાબદારી છે. આથી કચરો ડસ્ટબિનમાં ફેંકવો જોઈએ જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ કચરાનો યોગ્ય નિકાલ કરી શકે.

GSEB Solutions Class 6 Science Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 2.
શું કચરાના વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓને ઓછી કરવી સંભવ છે?
ઉત્તરઃ
હા, કચરાના નિકાલને લગતી સમસ્યાઓ હળવી કરવાનું શક્ય છે. આ માટે આપણે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:

 1. કચરો હંમેશાં કચરાપેટીમાં જ નાખવો. ગમે ત્યાં કચરો ફેંકવો નહિ. આનું ચુસ્ત પાલન કરવું તેમજ અન્ય પાસે પણ પાલન કરવા સમજાવવું.
 2. કચરાને બે ભાગમાં વિભાજિત કરવો:
  1. કોહવાટ પામે તેવો (જેવવિઘટનીય) કચરો અને
  2. કોહવાટ ન પામે તેવો (જેવ-અવિઘટનીય કચરો). આ બંને કચરાને અલગ મૂકેલી કચરાપેટીમાં નાખવા.
 3. પ્લાસ્ટિક ક્યરો, લોખંડનો ભંગાર તથા કાચની શીશીઓ ભંગાર વેચનારને આપવી જેથી તેનું પુનઃનિર્માણ કરી શકાય.

3.

પ્રશ્ન 1.
ઘરમાં વધેલા ખોરાકનું તમે શું કરો છો?
ઉત્તર:
ઘરમાં વધેલા ખોરાકને રેફ્રિજરેટરમાં રાખીને જરૂર વખતે તેનો ઉપયોગ કરીએ છીએ. વળી વધેલા એઠવાડ તથા શાકભાજીને કમ્પોસ્ટ ખાતરના ખાડામાં નાખી માટીથી ઢાંકી દઈએ છીએ. થોડા વખતમાં ખાતર તૈયાર થાય જેનો યોગ્ય ઉપયોગ કરી શકાય.

પ્રશ્ન 2.
જો તમને અથવા તમારા મિત્રને કોઈ પાર્ટીમાં પ્લાસ્ટિકની પ્લેટ કે કેળનાં પાંદડાં પર ખાવાનો વિકલ્પ આપવામાં આવે, તો તમે કોને પસંદ કરશો અને કેમ?
ઉત્તરઃ
અમે કેળનાં પાંદડામાં જમવાનું પસંદ કરીશું. કારણ કે, પ્લાસ્ટિકની પ્લેટમાં મૂકેલો ગરમ ખોરાક આરોગ્ય માટે હાનિકારક છે. કેળના પાંદડામાં મૂકેલો ગરમ ખોરાક આરોગ્ય માટે હાનિકારક નથી. વળી, કેળનાં પાંદડાનું વિઘટન સહેલાઈથી થતું હોવાથી તેનો નિકાલ પણ સરળ છે.

GSEB Solutions Class 6 Science Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

4.

પ્રશ્ન 1.
વિવિધ પ્રકારના કાગળના ટુકડાઓને ભેગા કરો. તપાસ કરો કે તેમાંથી કોનું પુનઃનિર્માણ કરી શકાય છે?
ઉત્તરઃ
સમાચારપત્રોના કાગળ, નોટબુક અને ચોપડીના કાગળ, મૅગેઝિનના કાગળ, જાહેરાતના કાગળ વગેરેનું પુનઃનિર્માણ કરી શકાય છે. જ્યારે ચળકાટવાળા અને પ્લાસ્ટિક કોટેડ કાગળનું પુનઃનિર્માણ થઈ શકતું નથી.

પ્રશ્ન 2.
લેન્સની મદદથી એ તમામ કાગળના ટુકડાઓનું પરીક્ષણ કરો કે જેને તમે ઉપરના પ્રશ્ન માટે ભેગા કર્યા હતા. શું તમે કાગળની નવી શીટ અને પુનઃનિર્માણ કરેલ કાગળમાં કોઈ ભેદ દેખાય છે?
ઉત્તરઃ
પુનઃનિર્માણ કરેલા કાગળ જાડા, રફ, ભૂખરા, રેસાવાળા અને ચળકાટ વિનાના દેખાય છે; જ્યારે મૂળ કાગળ પાતળો, સફેદ, લીસો, ચળકાટવાળો અને રેસા વિનાનો દેખાય છે.

5.

પ્રશ્ન 1.
પૅકિંગમાં ઉપયોગ થતી વિવિધ સામગ્રીને ભેગી કરો. તેમાંથી પ્રત્યેકનો કયા કાર્ય માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો? સમૂહમાં ચર્ચા કરો.
ઉત્તર:
પૅકિંગમાં ઉપયોગ થતી વિવિધ સામગ્રીઓ જેવી કે થરમૉકોલ, ભેટમાં આપવાની વસ્તુ પર લપેટેલા કાગળ, રંગબેરંગી કાગળ, ઍલ્યુમિનિયમ ફોઇલ, બિસ્કિટ તથા ચૉકલેટના કાગળ વગેરે.

 1. ટીવી, ફ્રીઝ, ઍરકૂલર વગેરેના પૅકિંગમાં થરમૉકોલ વપરાય છે.
 2. રંગબેરંગી કાગળ ભેટ આપવાની વસ્તુઓ ઉપર લગાડવામાં વપરાય છે.
 3. ઍલ્યુમિનિયમ ફૉઈલ ગરમ ખોરાક ઠંડો ન થાય તે માટે પૅકિંગમાં થાય છે.
 4. ચળકતા કાગળનો ઉપયોગ બિસ્કિટ, ચોકલેટ તેમજ નાસ્તાના પૅકિંગમાં વપરાય છે.

GSEB Solutions Class 6 Science Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 2.
એક એવું ઉદાહરણ આપો જેમાં પેકેજિંગનું પ્રમાણ ઓછું કરી શકાતું હોય.
ઉત્તરઃ
રમકડાં, ચૉકલેટ, કપડાં, બૂટ-ચંપલ વગેરે ખોખામાં કે પૅકેજિંગ બૉક્સમાં ખરીદવાને બદલે થેલીમાં ખરીદીને પેકેજિંગનું પ્રમાણ ઘટાડી શકાય.

પ્રશ્ન 3.
પેકેજિંગથી કચરાનું પ્રમાણ કેવી રીતે વધી જાય છે. આ વિષય પર એક વાર્તા લખો.
ઉત્તરઃ
આજે આપણે વસ્તુઓની ખરીદી મૉલ કે મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાંથી કરીએ છીએ. તેમાં શાકભાજી, કઠોળ, નાસ્તાની વસ્તુઓ, પીણાં, ઘી, દૂધ, સાબુ, ડિટરજન્ટ વગેરે પ્લાસ્ટિકની થેલીઓ, પૉલિથીનની થેલીઓ, ઍલ્યુમિનિયમ ફૉઇલમાં, ધાતુનાં પતરાંના કૅનમાં અને પ્લાસ્ટિકની બૉટલમાં મળે છે. આપણે તેને ઘેર લાવી મોટા ભાગની વસ્તુઓ રેફ્રિજરેટરમાં કે ડબામાં ભરી તેનાં પેકેજિંગ કચરા તરીકે નાખી દઈએ છીએ.

અમારા પડોશી બે-ત્રણ ગૃહિણીઓ મૉલમાં ખરીદી કરે છે અને પેકેજિંગ પદાર્થો કચરા તરીકે નાખી દે છે. તેઓના ફેકેલા કચરાથી ડસ્ટબિન છલકાઈ જાય છે. તેમાંથી કેટલાક કચરો ગાયો અને કુતરા ફેદે છે અને વેરણછેરણ કરે છે. આ કચરો રસ્તા પર ફેલાય છે. તેમાંથી પ્લાસ્ટિકની થેલી અને અન્ય કચરો ખુલ્લી ગટરમાં જતા ગટર ભરાય છે. એકવાર સોસાયટીના સભ્યોની આ અંગે મિટિંગ મળી અને તેમને સમજાવવામાં આવ્યા. હવે તેઓ અને બીજા આ અંગે સજાગ બનતાં આ પ્રશ્ન ઉકેલાઈ ગયો.

GSEB Solutions Class 6 Science Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 6.
તમે શું વિચારો છો? રાસાયણિક ખાતરના સ્થાને કુદરતી ખાતર- (કમ્પોસ્ટ)નો ઉપયોગ ઉત્તમ છે? શા માટે?
ઉત્તરઃ
હા, રાસાયણિક ખાતરના સ્થાને કુદરતી ખાતર(કમ્પોસ્ટ)નો ઉપયોગ ઉત્તમ છે.

કારણઃ

 1. રાસાયણિક ખાતર રાસાયણિક પદાર્થોમાંથી બને છે. તેનો ઉપયોગ જમીનના સજીવો માટે નુકસાનકારક છે. જ્યારે કમ્પોસ્ટ ખાતર જૈવ-વિઘટનીય કચરામાંથી બને છે. આમ, તે કચરાનો યોગ્ય નિકાલ કરવાની ઈકો-ફ્રેન્ડલી પદ્ધતિ છે.
 2. રાસાયણિક ખાતર મોંઘા છે અને તેના ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે અને જમીન પ્રદૂષિત થાય છે. જ્યારે કમ્પોસ્ટ ખાતર બનાવવા ખાસ કોઈ ખર્ચ કરવો પડતો ન હોવાથી સસ્તા છે. વળી તેના ઉપયોગથી જમીનનું બંધારણ સુધરે છે અને જમીન પ્રદૂષિત થતી નથી.

GSEB Class 6 Science કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ Textbook Activities

‘પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ’

પ્રવૃત્તિ 1:

આપેલ કચરાને

 1. કોહવાટ (વિઘટન) પામે તેવો કચરો અને
 2. કોહવાટ (વિઘટન) ન પામે તેવો કચરો એમ બે વિભાગમાં વહેંચવો જરૂરી છે.

સાધન-સામગ્રીઃ ઘરનો દરેક પ્રકારનો એકઠો કરેલો કચરો – જેમાં રસોડાનો કચરો જેવા કે શાકભાજી અને ફળોના નકામા અને બગડેલા ભાગો, ઇંડાનાં કોચલાં, વધેલો ખોરાક (એંઠવાડ), ચાના કૂચા, સમાચારપત્ર, સૂકાં પાંદડાં, કાગળની થેલીઓ, કપડાંના ટુકડા, ખીલીઓ, જૂનાં પગરખાં, પૉલિથીનની થેલીઓ, કાચના ટુકડા, ઍલ્યુમિનિયમના રેપર અને પ્લાસ્ટિકના તૂટેલાં રમકડાં.

પદ્ધતિઃ

 1. આપેલ કચરાને બે વિભાગમાં વહેંચો.
 2. વિભાગ 1માં રસોડાનો કચરો, શાકભાજી અને ફળોના નકામા અને બગડેલા ભાગો, ઈંડાનાં કોચલાં, વધેલો ખોરાક (વાડ), ચાના કૂચા, સમાચારપત્ર, સૂકાં પાંદડાં અને કાગળની થેલીઓ લો.
 3. વિભાગ 2માં કપડાંના ટુકડા, પૉલિથીનની થેલીઓ, કાચના ટુકડા, ઍલ્યુમિનિયમના રેપર, ખીલીઓ, જૂનાં પગરખાં અને પ્લાસ્ટિકના તૂટેલાં રમકડાં લો.
 4. વિભાગ 1ના બે ઢગલા કરો. વિભાગ 2ના બે ઢગલા કરો.
 5. આ ચાર ઢગલાને અનુક્રમે A, C, B અને D લેબલ લગાવો. ઢગલા C અને Dને પ્લાસ્ટિકની કોથળીમાં ભરી તેનું મોં ચુસ્ત રીતે બાંધી દો.
 6. જમીનમાં ચાર ખાડા કરી ચાર ઢગલાને જુદા જુદા ખાડામાં મૂકો. તેના પર માટી ઢાંકી દો.
 7. ચાર દિવસ પછી માટી ખસેડી આ ચારેય ખાડામાં મૂકેલી વસ્તુઓનું બારીકાઈથી નિરીક્ષણ કરો. તેની નોંધ કરો.
 8. આ જ રીતે 6 દિવસ પછી, 2 અઠવાડિયા પછી અને 4 અઠવાડિયા પછી વસ્તુઓનું નિરીક્ષણ કરો.

GSEB Solutions Class 6 Science Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

તમારાં અવલોકનો કોષ્ટકમાં નોંધો.
કોષ્ટક 8.1ઃ કચરાની ઢગલીઓમાં શું પરિવર્તન આવ્યું?
GSEB Solutions Class 6 Science Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ 2

નિર્ણય :
આપેલ કચરાને

 1. કોહવાટ (વિઘટન) પામે તેવો કચરો અને
 2. કોહવાટ (વિઘટન) ન પામે તેવો કચરો એમ બે વિભાગમાં વહેંચવો જરૂરી છે.

પ્રવૃત્તિ 2:

વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવું. સાધન-સામગ્રી શાકભાજી અને ફળોના નકામા ભાગો, લાલ અળસિયાં, છાપાના કાગળ, લીલા પાંદડાં, રેતી, પાણી.
GSEB Solutions Class 6 Science Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ 3
પદ્ધતિઃ

 1. એવી જગ્યા પસંદ કરો, જ્યાં બહુ ગરમી કે બહુ ઠંડી ન હોય તથા ત્યાં સીધો સૂર્યપ્રકાશ મળતો ન હોય.
 2. આ જગ્યા પર આશરે 30 સેમી ઊંડો ખાડો કરો.
 3. ખાડાના તળિયે 1 સેમી કે 2 સેમી જાડું પડ બને પણ તેમ રેતી પાથરો.
 4. રેતીના પડ પર શાકભાજીનો કચરો, ફળની છાલ, ચાના કૂચા, ઘાસ, લીલાં પર્ણો, કાગળ, ભૂસું, સૂકું છાણ પાથરો.
 5. તેના પર થોડું પાણી છાંટી પડને ભીનું કરો.
 6. આ પડને દબાવો નહિ પણ પોચું રાખો જેથી તેને હવા અને ભેજ મળે.
 7. તેના પર કેટલાંક લાલ અળસિયાં મૂકો.
 8. તેમના પર શણનો કોથળો કે ઘાસ વડે હળવેથી ઢાંકી દો.
 9. લાલ અળસિયાંને જરૂરી ખોરાક તરીકે શાકભાજીનો કચરો, ફળોના ટુકડા, ચાના કૂચા અને ઘાસને લગભગ 2-3 સેમી ઊંડાઈએ મૂકો.
 10. કેટલાક દિવસો પછી ખાડામાં રહેલા પદાર્થોને ધીમે ધીમે હલાવતા રહો.
 11. ચાર અઠવાડિયાં પછી ખાડો ઉઘાડી તેનું નિરીક્ષણ કરો.

અવલોકનઃ
ખાડામાં પોચું, માટી જેવું કાળું દ્રવ્ય જોવા મળે છે.

GSEB Solutions Class 6 Science Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

નિર્ણયઃ
લાલ અળસિયાંની મદદથી વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *