GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન Textbook Questions and Answers, Textbook Activities Pdf.

પ્રકાશ, પડછાયો અને પરાવર્તન Class 6 GSEB Solutions Science Chapter 11

GSEB Class 6 Science પ્રકાશ, પડછાયો અને પરાવર્તન Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેના બૉક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી અપારદર્શક પદાર્થોને સમજી શકાય:
GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન 1
ઉત્તર:
GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન 2

પ્રશ્ન 2.
નીચેના પદાર્થોને અપારદર્શક, પારદર્શક કે પારભાસક અને પ્રકાશિત કે અપ્રકાશિતમાં વર્ગીકૃત કરોઃ
હવા, પાણી, ખડકનો ટુકડો, ઍલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીડી, ધુમાડો, સાદ કાચની પ્લેટ, ધુમ્મસ, લોખંડનો લાલચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યુબ, દીવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટૉર્ચ, સેલોફેન પેપર, તારનું ગૂંચળું કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો, ચંદ્ર,
ઉત્તર:
(1)

અપારદર્શકઃ ખડકનો ટુકડો, ઍલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, સીડી, લોખંડના લાલચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યૂબ, દીવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટૉર્ચ, તારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો, ચંદ્ર.
પારદર્શક: હવા, પાણી, સાદા કાચની પ્લેટ, સેલોફેન પેપર.
પારભાસકઃ પ્લાસ્ટિકનું પડ, ધુમાડો, ધુમ્મસ.

GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

(2)

પ્રકાશિત લોખંડનો લાલચોળ ટુકડો, પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યૂબ, ગેસ બર્નરની જ્યોત, પ્રકાશિત ટૉર્ચ, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો.
અપ્રકાશિત હવા, પાણી, ખડકનો ટુકડો, ઍલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીડી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, છત્રી, દીવાલ, કાર્બન પેપર, કાર્ડબોર્ડ, સેલોફેન પેપર, તારનું ગૂંચળું, ચંદ્ર.

પ્રશ્ન 3.
શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો કે જેને એક રીતે પકડવામાં આવે, તો વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો પડે?
ઉત્તરઃ
હા, આવું બની શકે. આ માટે નાની ટૉર્ચ અને નક્કર નળાકાર જોઈએ.

વર્તુળાકાર પડછાયો મેળવવા માટે વર્તુળાકાર નાની ટૉર્ચ ચાલુ કરી તેની સામે પડછાયો નક્કર નળાકારને આડો પકડી તેનો પડછાયો ભીંત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો વર્તુળાકાર મળશે.
GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન 3
લંબચોરસ પડછાયો મેળવવા માટે લંબચોરસ નાની ટૉર્ચ ચાલુ કરી તેની સામે પડછાયો નક્કર નળાકારને શિરોલંબ ઊભો પકડી તેનો પડછાયો ભીંત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો લંબચોરસ મળશે.
GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન 4

GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 4.
સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાશે?
ઉત્તરઃ
ના. અરીસામાં પ્રતિબિંબ દેખાશે નહિ.
કારણ સંપૂર્ણ અંધારાવાળો રૂમ છે. આપણા શરીર પર પ્રકાશ પડતો નથી. તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહિ. પરિણામે અરીસામાં આપણું પ્રતિબિંબ રચાશે નહિ.

GSEB Class 6 Science પ્રકાશ, પડછાયો અને પરાવર્તન Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:

આપેલ પદાર્થોની પારદર્શકતા તપાસવી.
પદાર્થો: પેન્સિલ, રબર-દડો, લખવાનો કાગળ, રબર, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, નોટબુક, દૂધિયો કાચ, પૂંઠું, કાચનો ટુકડો, સ્ટીલની વાડકી, તેલિયો કાગળ.
પદ્ધતિઃ

  1. આપેલ પદાર્થોમાંથી એક પછી એક પદાર્થ વારાફરતી લઈ કોઈ દૂરની વસ્તુ જોવાનો પ્રયાસ કરો.
  2. દૂરની વસ્તુ લીધેલ પદાર્થમાંથી સ્પષ્ટ દેખાય છે, ઝાંખી દેખાય છે કે બિલકુલ દેખાતી નથી તે તપાસી, અવલોકનોની કોષ્ટક 11.1માં નોંધ કરો.
    કોષ્ટક 11.1: પદાર્થોની પારદર્શકતા
    GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન 5

નિર્ણયઃ
પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને કાચનો ટુકડો પારદર્શક છે, દૂધિયો કાચ અને તેલિયો કાગળ પારભાસક છે તથા રબર, નોટબુક, પૂઠું અને સ્ટીલની વાડકી અપારદર્શક છે.

GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રવૃત્તિ 2:

પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે ત્યારે તેનો પડછાયો પડે છે તે દર્શાવવું.
પદાર્થો: ચોપડી, પથ્થર જેવા અપારદર્શક પદાર્થો.
પદ્ધતિઃ

  1. એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખો.
  2. જમીન પર શું દેખાય છે તેનું અવલોકન કરો.

અવલોકન:
જમીન પર ઘેરો કાળો ભાગ દેખાય છે.

નિર્ણય:
પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે ત્યારે તેનો પડછાયો પડે છે.

પ્રવૃત્તિ 3:

પડછાયો હંમેશાં પડદા પર મળે છે તે દર્શાવવું.
પદાર્થો: ટૉર્ચ, કાર્ડબોર્ડ, સફેદ બોર્ડ.
પદ્ધતિઃ

  1. આ પ્રવૃત્તિ તમારે અંધકારમાં કરવાની છે. રાત્રિના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ.
  2. તમારી સાથે ટૉર્ચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ.
  3. ટૉર્ચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો.
  4. તમારા મિત્રના ચહેરાને પ્રકાશના માર્ગમાં આવે તે રીતે મૂકવા કહો.
  5. તમારા મિત્રના માથાનો પડછાયો જોવા પ્રયત્ન કરો.
  6. તમે તમારા મિત્રના માથાનો પડછાયો જોઈ નહિ શકો.
  7. હવે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો. શું હવે કાર્ડબોર્ડ પર પડછાયો દેખાય છે?

અવલોકનઃ
હવે કાર્ડબોર્ડ પર પડછાયો જોવા મળે છે.

નિર્ણય:
પડછાયો હંમેશાં પડદા પર મળે છે. (પડછાયો ઝીલવા પડદા તરીકેનું કોઈ માધ્યમ ન હોય તો પડછાયો જોઈ ન શકાય.)

GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રવૃત્તિ 4:

વસ્તુના પડછાયા પરથી વસ્તુના ચોક્કસ આકારનો ખ્યાલ આવતો નથી તે દર્શાવવું.
સાધન-સામગ્રી: ખુરશી.
પદ્ધતિઃ

  1. તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકો.
  2. ખુરશીનો પડછાયો જુઓ.
  3. શું ખુરશીનો પડછાયો ખુરશીના આકારનું ચોક્કસ ચિત્ર રજૂ કરે છે?
  4. તે જ ખુરશીને થોડી ગોળ ફેરવો અને તેના પડછાયાનું કદ જુઓ.

અવલોકનઃ
તે જ ખુરશીનું થોડી ગોળ ફેરવતાં તેના પડછાયાના કદમાં ફેરફાર થાય છે.

નિર્ણયઃ
વસ્તુના પડછાયા પરથી વસ્તુના ચોક્કસ આકારનો ખ્યાલ આવતો નથી.

પ્રવૃત્તિ 5:

પિનહૉલ કેમેરા બનાવવા અને તેના વડે વસ્તુઓના પ્રતિબિંબ જોવા.
સાધન-સામગ્રી: બે સહેજ નાનાં-મોટાં ખોખાં, ચપ્પ, ડ્રેસિંગ પેપર, કાળું કપડું.
પદ્ધતિઃ

  1. બે એવાં ખોખાં લો કે જેથી એક ખોખું વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર બીજાની અંદર સરકી શકે.
  2. બંને ખોખાંની એક બાજુને કાપી નાખો.
  3. મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ પર બરોબર વચ્ચે એક નાનું કાણું પાડો. [આકૃતિ (a)].
  4. નાના ખોખામાં વચ્ચેથી 5થી 6 સેમીનો ચોરસ કાપી લો.
  5. ખોખાના આ ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપરથી ઢાંકી દો. [આકૃતિ (b)].
  6. નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે. [આકૃતિ (c)].

GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

તમારો પિનહૉલ કૅમેરા ઉપયોગ માટે તૈયાર છે.

પિનહોલ કૅમેરા વડે વસ્તુઓનાં પ્રતિબિંબ જોવાં:

  1. પિનહૉલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ.
  2. તમે તમારું માથું અને પિનહૉલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો.
  3. હવે થોડા અંતરે સૂર્યના તડકામાં રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઈમારતને પિનહૉલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો.
  4. જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ટ્રેસિંગ પેપર પર ચિત્ર સ્પષ્ટ જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ ખસેડો.
    GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન 6

પ્રવૃત્તિ 6:

પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું.
સાધન-સામગ્રી : વાળી શકાય તેવી રબરની પાઇપ, મીણબત્તી.
પદ્ધતિઃ

  1. મીણબત્તી સળગાવી એક ટેબલ પર ઊભી મૂકો.
  2. મીણબત્તીની સામે રબરની પાઇપનો એક છેડો રાખો.
  3. રબરની પાઇપના બીજે છેડેથી મીણબત્તી જુઓ.
  4. જ્યારે તમે મીણબત્તી તરફ જોતાં હોવ ત્યારે રબરની પાઇપને થોડી વાંકી વાળો. શું હવે મણીબત્તી દેખાય છે?

અવલોકનઃ
રબરની પાઇપ વાળતાં મીણબત્તી દેખાતી નથી.

નિર્ણય:
પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.
GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન 7

પ્રવૃત્તિ 7:

અરીસો તેના પર પડતા પ્રકાશનાં કિરણોની દિશા બદલે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી: ટૉર્ચ, અરીસો.
પદ્ધતિઃ

  1. તમારા મિત્રને અંધારા રૂમના એક ખૂણામાં ઊભો રાખી તેના હાથમાં અરીસો પકડવાનું કહો.
  2. બીજા ખૂણામાં તમે હાથમાં ટૉર્ચ પકડીને ઊભા રહો.
  3. ટૉર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટૉર્ચ ચાલુ કરો.
  4. તમારી આંગળીઓને વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો, જેથી તમને પ્રકાશનો કિરણપુંજ મળી શકે.
    GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન 8
  5. તમારા મિત્રે પકડી રાખેલા અરીસા તરફ કિરણપુંજને પડવા દો.
  6. બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે તે જુઓ.
  7. હવે, ટૉર્ચની દિશા એવી ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે.

અવલોકન:
ટૉર્ચ દ્વારા ફેકેલો પ્રકાશ અરીસા વડે પરાવર્તન પામી મિત્ર પર પડે છે.

નિર્ણયઃ
અરીસો તેના પર પડતાં પ્રકાશનાં કિરણોની દિશા બદલી શકે છે.

GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રવૃત્તિ 8:

પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા વડે પરાવર્તન પામે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ થરમૉકોલની શીટ, કાંસકો, અરીસો, ટૉર્ચ.
પદ્ધતિઃ

  1. મોટી થરમૉકોલની શીટ લો.
  2. થરમૉકોલ શીટની એક બાજુ પર કાંસકો તેના દાંતા ઉપર તરફ રહે તેમ લગાવો.
  3. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીજી બાજુ અરીસો ત્રાંસો લગાવો.
  4. અરીસા અને કાંચકા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો.
  5. કાંસકાની સામે ટૉર્ચ રાખી કાંસકામાંથી પસાર થાય એ રીતે ટૉર્ચમાંથી પ્રકાશ પસાર કરો.

કાંસકા અને અરીસા વચ્ચે શી ભાત જોવા મળી?
GSEB Solutions Class 6 Science Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન 9
આિકૃતિઃ પ્રકાશની સુરેખ ગતિ અને અરીસા વડે તેનું પરાવર્તન

અવલોકનઃ
કાંસકાના દાંતામાંથી પસાર થતા પ્રકાશનાં કિરણો અને અરીસા વડે પરાવર્તન પામતાં પ્રકાશનાં કિરણો વડે આડી-ઊભી રેખાઓની ભાત જોવા મળે છે.

નિર્ણય:
આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસા વડે પરાવર્તન થવાની ક્રિયા વિશે ખ્યાલ આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *