Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.4 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.4
પ્રશ્ન 1.
શાળાના 120 વિદ્યાર્થીઓ ફી તાસમાં કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે, તેનો સર્વે કરવામાં આવ્યો :
પસંદગીની પ્રવૃત્તિ | વિદ્યાર્થીઓની સંખ્યા |
રમવું | 45 |
વાર્તાની ચોપડી વાંચવી | 30 |
ટીવી જોવું | 20 |
સંગીત સાંભળવું | 10 |
ચિત્ર દોરવું | 15 |
એક એકમ લંબાઈ = 5 વિદ્યાર્થીઓ લઈ ઉપર દર્શાવેલ માહિતીનો લંબ આલેખ દોરો.
કઈ પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે?
જવાબ:
આલેખપત્ર ઉપર પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓ OX અને OY દોરો.
\(\overrightarrow{O X}\) ઉપર સરખા અંતરે માહિતીના પ્રમાણમાં ઊભા લંબચોરસ રચવાના છે.
પ્રત્યેક માહિતી દીઠ સરખી પહોળાઈનો ઊભો લંબચોરસ રચીશું.
1 એકમ લંબાઈ = 5 વિદ્યાર્થીનું પ્રમાણમાપ લેતાં, Y-અક્ષ પર ઊભા લંબચોરસની લંબાઈ નીચે પ્રમાણે થાય.
- રમતની પ્રવૃત્તિ માટે : 45 ÷ 5 = 9 એકમ
- વાંચનની પ્રવૃત્તિ માટે : 30 ÷ 5 = 6 એકમ
- ટીવી જોવાની પ્રવૃત્તિ માટે : 20 ÷ 5 = 4 એકમ
- સંગીત સાંભળવાની પ્રવૃત્તિ માટે : 10 ÷ 5 = 2 એકમ
- ચિત્ર દોરવાની પ્રવૃત્તિ માટે : 15 ÷ 5 = 3 એકમ
આગળના પેજ પરની વિગત પરથી આલેખપત્રમાં લંબ આલેખ નીચે પ્રમાણે બને:
વિદ્યાર્થીઓ રમત સિવાય વાર્તાની ચોપડી વાંચવાનું વધુ પસંદ કરે છે.
પ્રશ્ન 2.
એક દુકાનદારે સળંગ છ દિવસ દરમિયાન વેચેલ ગણિતની ચોપડીઓની માહિતી નીચે દર્શાવેલ છેઃ
તમારી પસંદગીનું પ્રમાણમાપ લઈ ઉપરની માહિતીનો લંબ આલેખ દોરો.
જવાબ:
આલેખપત્ર ઉપર પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓ OX અને OY દોરો.
\(\overrightarrow{O X}\) ઉપર સરખા અંતરે માહિતીના પ્રમાણમાં ઊભા લંબચોરસ રચવાના છે.
પ્રત્યેક માહિતી દીઠ સરખી પહોળાઈનો ઊભો લંબચોરસ રચીશું.
1 એકમ લંબાઈ = 10 ચોપડીઓનું પ્રમાણમાપ લેતાં, ઊભા લંબચોરસની લંબાઈ નીચે પ્રમાણે થાય ?
- રવિવારે ગણિતની ચોપડીઓનું વેચાણ : 65 ÷ 10 = 6.5 એકમ
- સોમવારે ગણિતની ચોપડીઓનું વેચાણ : 40 ÷ 10 = 4 એકમ
- મંગળવારે ગણિતની ચોપડીઓનું વેચાણ : 30 ÷ 10 = 3 એકમ
- બુધવારે ગણિતની ચોપડીઓનું વેચાણ : 50 ÷ 10 = 5 એકમ
- ગુરુવારે ગણિતની ચોપડીઓનું વેચાણ : 20 ÷ 10 = 2 એકમ
- શુક્રવારે ગણિતની ચોપડીઓનું વેચાણ : 70 ÷ 10 = 7 એકમ
ઉપરની વિગત પરથી આલેખપત્રમાં લંબ આલેખ નીચે પ્રમાણે બને :
પ્રશ્ન 3.
નીચેનું કોષ્ટક એક ફેક્ટરીમાં વર્ષ 1998થી 2002 દરમિયાન તૈયાર કરેલ સાઈકલની સંખ્યા દર્શાવે છે. તમારી પસંદગીનું માપ લઈ આપેલી માહિતી માટે લંબ આલેખ દોરો.
(a) કયા વર્ષમાં સૌથી વધુ સાઈકલ તૈયાર કરવામાં આવી હતી?
(b) કયા વર્ષમાં સૌથી ઓછી સાઇકલ તૈયાર કરવામાં આવી હતી?
જવાબ:
આલેખપત્ર ઉપર પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓ OX અને OY દોરો.
\(\overrightarrow{O X}\) ઉપર સમાન અંતરે માહિતીના પ્રમાણમાં ઊભા લંબચોરસ રચવાના છે.
પ્રત્યેક માહિતી દીઠ સરખી પહોળાઈનો ઊભો લંબચોરસ રચીશું.
1 સેમી = 100 સાઇકલનું પ્રમાણ લેતાં, ઊભા લંબચોરસોની લંબાઈ નીચે પ્રમાણે થાય :
- 1998ના વર્ષમાં તૈયાર કરેલ સાઇકલ: 800 ÷ 100 = 8 સેમી
- 1999ના વર્ષમાં તૈયાર કરેલ સાઇકલ: 600 ÷ 100 = 6 સેમી
- 2000ના વર્ષમાં તૈયાર કરેલ સાઇકલ: 900 ÷ 100 = 3 સેમી
- 2001ના વર્ષમાં તૈયાર કરેલ સાઇકલ: 1100 ÷ 100 = 11 સેમી
- 2002ના વર્ષમાં તૈયાર કરેલ સાઇકલ: 1200 ÷ 100 = 12 સેમી
આપેલ વિગત પરથી આલેખપત્રમાં લંબ આલેખ નીચે પ્રમાણે બને:
લંબ આલેખ પરથી સ્પષ્ટ છે કે
(a) 2002ના વર્ષમાં સૌથી વધુ સાઇકલો તૈયાર કરવામાં આવી હતી.
(b) 1999ના વર્ષમાં સૌથી ઓછી સાઇકલો તૈયાર કરવામાં આવી હતી.
પ્રશ્ન 4.
એક શહેરનાં જુદાં જુદાં વયજૂથની સંખ્યા ધરાવતી વ્યક્તિઓની સંખ્યા દર્શાવતું કોષ્ટક નીચે આપેલ છે:
ઉપરની માહિતીને આધારે લંબ આલેખ તૈયાર કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(1 એકમ લંબાઈ = 20 હજાર વ્યક્તિ લો.)
(a) કયાં બે વયજૂથમાં સરખી વસ્તી હશે?
(b) 60 અને તેથી વધારે ઉંમર ધરાવતી બધી વ્યક્તિઓને સિનિયર સિટિઝન કહેવામાં આવે છે. આ શહેરમાં કેટલા સિનિયર સિટિઝન છે?
જવાબ:
આલેખપત્ર ઉપર પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓ OX અને OY દોરો.
\(\overrightarrow{\mathrm{OX}}\) ઉપર સરખા અંતરે માહિતીના પ્રમાણમાં ઊભા લંબચોરસ રચવાના છે.
પ્રત્યેક માહિતી દીઠ સરખી પહોળાઈનો ઊભો લંબચોરસ રચીશું.
1 એકમ લંબાઈ = 20 હજાર વ્યક્તિઓ લેતાં, ઊભા લંબચોરસની લંબાઈ નીચે પ્રમાણે થાયઃ
- 1થી 14 વર્ષ માટે: 2,00,000 ÷ 20,000 = 10 એકમ
- 15થી 29 વર્ષ માટે: 1,60,000 ÷ 20,000 = 8 એકમ
- 30થી 44 વર્ષ માટે : 1,20,000 ÷ 20,000 = 6 એકમ
- 45થી 59 વર્ષ માટે: 1,20,000 ÷ 20,000 = 6 એકમ
- 60થી 74 વર્ષ માટે : 80,000 ÷ 20,000 = 4 એકમ
- 75 વર્ષથી વધારે માટે : 40,000 ÷ 20,000 = 2 એકમ
આપેલ વિગત પરથી આલેખપત્રમાં લંબ આલેખ નીચે પ્રમાણે બને:
આલેખપત્ર ઉપરથી સ્પષ્ટ છે કે
(a) 30 – 44 અને 45 – 59 વર્ષની વયજૂથની વ્યક્તિઓની સંખ્યા સરખી છે.
(b) સિનિયર સિટિઝન (60 વર્ષ તથા તેથી વધારે ઉંમરના)ની સંખ્યા =
80,000 + 40,000 = 1,20,000