GSEB Solutions Class 6 Maths Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Ex 14.3

   

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Ex 14.3 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Ex 14.3

પ્રશ્ન 1.
કોઈ પણ \(\overline{P Q}\) દોરો. \(\overline{P Q}\)ને માપ્યા સિવાય, \(\overline{P Q}\)ની નકલની રચના કરો.
ઉત્તરઃ
GSEB Solutions Class 6 Maths Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Ex 14.3 1

  1. જેની લંબાઈ જાણતા નથી તેવો \(\overline{P Q}\) દોરો.
  2. એક રેખા l દોરો. રેખા l પર બિંદુ A લો.
  3. પરિકરની અણી P બિંદુ ઉપર મૂકી \(\overline{P Q}\) જેટલું માપ લો.
  4. પરિકરની અણી A બિંદુ ઉપર મૂકી PQ જેટલા માપનો રેખા l ઉપર ચાપ દોરો. રેખા l ને ચાપ જ્યાં છેદે તે બિંદુને B કહો.
    આમ, રેખા l પર AB એ PQની લંબાઈ જેટલો રેખાખંડ છે.

GSEB Solutions Class 6 Maths Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Ex 14.3

પ્રશ્ન 2.
કોઈ રેખાખંડ \(\overline{A B}\) આપેલો છે, જેની લંબાઈ તમે જાણતા નથી. જેની લંબાઈ \(\overline{A B}\)ની લંબાઈ કરતાં બમણી હોય તેવો રેખાખંડ \(\overline{P Q}\) રચો.
ઉત્તરઃ
GSEB Solutions Class 6 Maths Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Ex 14.3 2

  1. જેની લંબાઈ જાણતા નથી તેવો \(\overline{A B}\) આપેલો છે.
  2. એક રેખા l દોરો. તેના ઉપર એક બિંદુ P લો.
  3. પરિકરની અણી A ઉપર અને પેન્સિલની અણી B ઉપર મૂકો. આ માપ એ \(\overline{A B}\)ની લંબાઈ જેટલું છે.
  4. પરિકરની અણી બિંદુ P ઉપર મૂકી રેખા l ઉપર ચાપ દોરો. ચાપ રેખા lને જ્યાં છેદે તે બિંદુને C કહો.
  5. વળી, પરિકરનું માપ તેટલું જ રાખી પરિકરની અણી બિંદુ C ઉપર મૂકી રેખા l ઉપર બીજો ચાપ જમણી બાજુ દોરો. આ ચાપ રેખા l ને જ્યાં છેદે તે બિંદુને Q કહો.
    આમ, \(\overline{P Q}\) એ એવો રેખાખંડ છે જેની લંબાઈ \(\overline{A B}\)ની લંબાઈ કરતાં બે ગણી છે.
    અર્થત PQ = 2AB

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *