Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 11 બીજગણિત Ex 11.3 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 11 બીજગણિત Ex 11.3
પ્રશ્ન 1.
દરેક અંકનો એકથી વધુ ઉપયોગ ન થાય તે રીતે 5, 7 અને 8ના અંકોની (ચલરહિત) જુદી જુદી અભિવ્યક્તિ કરો. માત્ર સરવાળા, બાદબાકી અને ગુણાકારની ક્રિયાનો ઉપયોગ કરો: (સૂચનાઃ ત્રણ શક્ય અભિવ્યક્તિ 5 + (8 – 7), 5 – (8 – 7), (5 × 8 + 7 છે. બીજી અભિવ્યક્તિઓ બનાવી લખો.)
જવાબ:
અહીં, આપણે આપેલા ત્રણે અંકોનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ અંકનું પુનરાવર્તન કરવાનું નથી. ઉપર આપેલી અભિવ્યક્તિ સિવાયની અભિવ્યક્તિ નીચે મુજબ છેઃ
(1) (5 + 70 + 8
(2) (5 × 7) × 8
(3) 7 + (5 × 8)
(4) 5 + (7 × 8)
(5) (8 – 5) +7
(6) (8 – 7) + 5
(7) (8 – 7) × 5
(8) (7 – 5) + 8 વગેરે
પ્રશ્ન 2.
નીચેનામાંથી કઈ અભિવ્યક્તિ માત્ર આંકડાકીય છે?
(a) y + 3
(b) (7 × 20) – 8z
(c) 5 (12 – 7) + 7 × 2,
(d) 5
(e) 3x
(f) 5 – 5n
(g) (7 × 20) – 5 × 10) – 45 + p
જવાબ:
ઉપર આપેલી અભિવ્યક્તિમાં (c) અને (d) અભિવ્યક્તિ એવી છે કે તેમાં કોઈ પણ ચલનો ઉપયોગ થયો નથી.
અર્થાત્ (c) અને (d) અભિવ્યક્તિઓ માત્ર આંકડાકીય બનેલી છે.
પ્રશ્ન 3.
નીચેની અભિવ્યક્તિમાંની ક્રિયાઓ (સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર) ઓળખી, આ અભિવ્યક્તિ શું દર્શાવે છે તે કહોઃ
(a) z + 1, z – 1, y + 17, y – 17
(5) 17y, \(\frac{y}{17}\), 52
(c) 2y + 17, 2y – 17
(d) 7m, -7m + 3, -7m – 3
જવાબ:
પ્રશ્ન 4.
નીચેના દરેકની અભિવ્યક્તિ આપો?
(a) 7ને pમાં ઉમેરતાં
(b) 7ને pમાંથી બાદ કરતાં
(c) pને 7 વડે ગુણતાં
(d) pને 7 વડે ભાગતાં
(e) 7ને – mમાંથી બાદ કરતાં
(f) -pને 5 વડે ગુણતાં
(g) -pને 5 વડે ભાગતાં
(h) pને -5 વડે ગુણતાં
જવાબ:
(a) p + 7
(b)p – 7
(c) 7p
(d) \(\frac{p}{7}\)
(e) (- m) – 7
(f ) (-p) × 5 અથવા – 5p
(g) \(\frac{-p}{5}\)
(h) p × (5) અથવા – 5p
પ્રશ્ન 5.
નીચેની વિગતોની અભિવ્યક્તિ કરોઃ
(a) 11ને 2mમાં ઉમેરતાં
(b) 11ને 2mમાંથી બાદ કરતાં
(c) yના 5 ગણામાં 3 ઉમેરતાં
(d) yના 5 ગણામાંથી 3 બાદ કરતાં
(e) yને -8 વડે ગુણતાં
(f) yને -8 વડે ગુણી મળતા પરિણામમાં 5 ઉમેરતાં
(g) yને 5 વડે ગુણી મળતા પરિણામને 16માંથી બાદ કરતાં
(h) yને -5 વડે ગુણી મળતા પરિણામમાં 16 ઉમેરતાં
જવાબઃ
(a) 2n + 11
(b) 2m – 11
(c) (5 × y) + 3 અથવા 5y + 3
(d) (5 × y) – 3 અથવા 5y – 3
(e) [y × (-8)] અથવા – 8y
(f) [y × (-8)] + 5 અથવા -8y + 5
(g) 16 – (y × 5) અથવા 16 – 5y
(h) [y × (- 5)] + 16 અથવા – 5y + 16
પ્રશ્ન 6.
(a) એક કરતાં વધુ વખત ક્રિયાઓનો ઉપયોગ ન કરવામાં આવે તે રીતે t અને 4નો ઉપયોગ કરી અભિવ્યક્તિ લખો. દરેક અભિવ્યક્તિમાં t હોવો જોઈએ.
(b) માત્ર બે જ ક્રિયાઓનો ઉપયોગ કરી અંકો y, 2 અને 7ની અભિવ્યક્તિ કરો. દરેક અભિવ્યક્તિમાં y હોય જ.
જવાબઃ
(a) t + 4, t – 4, 4t, \(\frac{t}{4}\), \(\frac{4}{t}\), 4 – t
(b) 2y + 7, 2y – 7, 7y + 2, 7y – 2, \(\frac{y}{2}\) + 7, \(\frac{y}{2}\) – 7, \(\frac{y}{2}\) + 2, \(\frac{y}{2}\) – 2