GSEB Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ

   

Gujarat Board GSEB Textbook Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ

GSEB Class 12 Biology ઉદ્વિકાસ Text Book Questions and Answers

પ્રશ્ન 1.
ડાર્વિનના પસંદગીવાદના પરિપ્રેક્ષ્યમાં બેક્ટરિયામાં જોવા મળતી પ્રતિજૈવિક પ્રતિકારકતાનું સ્પષ્ટીકરણ કરો.
ઉત્તર:
ડાર્વિનિઝમ પ્રમાણે મિશ્ર વસતિમાં જે સજીવો વધુ સારી રીતે અનુકૂલિત થઈ શકતા હોય તે ટકી રહે છે અને વસતિના કદમાં વધારો કરે છે. આવું જ ઍન્ટિબાયૉટિક જે રોગ પ્રેરતાં બૅક્ટરિયાનો નાશ કરે છે તેમાં જોવા મળે છે. જ્યારે બૅક્ટરિયાની વસતિ ચોક્કસ ઍન્ટિબાયોટિકનો સામનો કરે છે ત્યારે જે તેનાથી સંવેદનશીલ હોય તે નાશ પામે છે પણ પ્રતિકારકતા ધરાવતા જીવે છે. જીવંત બૅક્ટરિયા ઝડપથી વૃદ્ધિ પામે છે કારણ કે પ્રતિસ્પર્ધક બૅક્ટરિયા મૃત્યુ પામ્યા હોય છે. બેક્ટરિયાની આખી વસતિ પ્રતિરોધક બને છે અને આવા બૅક્ટરિયા સામે બૅક્ટરિયા બિનઅસરકારક બને છે.

પ્રશ્ન 2.
સમાચારપત્રો અને લોકપ્રિય વૈજ્ઞાનિક લેખોમાંથી કોઈ નવા અશ્મિઓની શોધ અથવા ઉવિકાસ સંબંધિત મતભેદોની જાણકારી પ્રાપ્તકરો.
ઉત્તર:
અભ્યાસ સૂચવે છે કે ચિમ્પાન્ઝી મનુષ્ય કરતાં વધુ ઉવિકસિત છે. એમાં કોઈ શક નથી કે મનુષ્ય ખૂબ જ પ્રગતિશીલ જાતિ છે. પણ મનુષ્યનાં અને ચિમ્પાન્ઝીનાં 14,000 જનીનોની સરખામણી દર્શાવે છે કે પ્રાકૃતિક પસંદગી બળની આપણા એપિતરાઈપર મોટી અસરથઈછે.

સંશોધકોની શોધ સામાન્ય ધારણાને પડકારે છે કે આપણું મોટું મગજ અને ઉચ્ચ બુદ્ધિશક્તિ પ્રાકૃતિક પસંદગીની ભેટ છે. મનુષ્ય અને ચિપ્સ, સામાન્ય એપ પૂર્વજ કરતાં જુદો ઉવિકાસ માર્ગ 5 મિલિયન વર્ષ પહેલાં અનુસર્યા. બંનેમાં ફેરફારો થતા ગયા જેથી ટકી રહેલા યોગ્યતમ દ્વારા ભાવિ પેઢીમાં તેમનાં જનીનો વહન પામ્યાં. પણ USનો અભ્યાસ દર્શાવે છે કે મનુષ્ય ચિમ્પાન્ઝી કરતાં નોંધપાત્ર રીતે ઓછી સંખ્યામાં સકારાત્મક જનીનો ધરાવે છે.

પ્રશ્ન 3.
જાતિ શબ્દની સ્પષ્ટવ્યાખ્યા આપવા પ્રયત્ન કરો.
ઉત્તર:
જાતિ એટલે સમાન પ્રકારના સજીવોનો સમૂહ જે અન્ય જાતિના સભ્યોથી અલગ પડે છે, જે મુક્ત રીતે આંતરપ્રજનન કરી શકે છે, પ્રમાણમાં સ્થાયીપણું દર્શાવે છે. વર્ગીકરણનો નાનામાં નાનો એકમ છે.

GSEB Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 4.
માનવ- ઉર્વિકાસનાં વિભિન્ન પાસાંઓને શોધો (સંકેતઃ મગજનું કદ અને કાર્ય, કંકાલ – બંધારણ, ખોરાકની પસંદગી વગેરે).
ઉત્તર:
મનુષ્યના ઉદૂવિકાસમાં થતા ફેરફારો નીચે પ્રમાણે છે:

  1. ચહેરો ચપટ
  2. શરીરના વાળમાં ઘટાડો
  3. ટટ્ટાર મુદ્રા માટે કરોડસ્તંભમાં વળાંકો
  4. દ્વિપાદીય હલનચલન, પગ કરતાં હાથ ટૂંકા
  5. મગજના કદમાં વધારો, વધુ બુદ્ધિમત્તા
  6. રાંધેલો આહાર ખાય, મિશ્રાહારી.

પ્રશ્ન 5.
ઇન્ટરનેટ અને લોકપ્રિય વૈજ્ઞાનિક લેખો દ્વારા શોધો કે શું માનવ સિવાયના કોઈ પ્રાણીઓમાં સ્વ- સભાનતા છે?
ઉત્તર:

  1. મનુષ્યના સ્તરની સ્વજાગૃતતા અન્ય પ્રાણીઓમાં જોવા મળતી નથી.
  2. આમ છતાં, કેટલાંક પ્રાણીઓમાં થોડા અંશે સ્વ-સભાનતા હોવાની શક્યતા નકારી શકાય નહીં.
    નોંધઃ (વિદ્યાર્થીઓએ ઇન્ટરનેટ અને લેખો દ્વારા જાતે માહિતી મેળવવા પ્રયત્ન કરવો.)

પ્રશ્ન 6.
ઇન્ટરનેટ સંસાધનોનો ઉપયોગ કરીને આજના આધુનિક 10 પ્રાણીઓ અને તેમનાં પ્રાચીન અશ્મિઓની જોડ બનાવો. બંનેનાં નામ આપો.
ઉત્તર:
વિવિધ પ્રકારના પક્ષીઓ -આર્કિયોપ્ટેરીસ

પ્રશ્ન 7.
9વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિઓનાં ચિત્રો દોરવાની પ્રેક્ટિસ કરો.
ઉત્તર:
કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પસંદ કરો જે તમે પ્રમાણમાં સેહલાઈથી દોરી અને નામનિર્દેશન કરી શકો અને આ આકૃતિઓને શ્રેષ્ઠ બનાવવા અભ્યાસ કરો. તમે તમારાં શિક્ષકો, માતા-પિતા અથવા ઇન્ટરનેટની મદદથી સરળ પ્રાણી અને વનસ્પતિની આકૃતિઓ શોધી શકો છે.

પ્રશ્ન 8.
અનુકૂલિતપ્રસરણનું એક ઉદાહરણ વર્ણવો.
ઉત્તર:
મેલાપોગસ ટાપુ પર જોવા મળતાં ડાર્વિન્સ ફિન્ચ તરીકે ઓળખાતાં પક્ષીઓની ચાંચમાં તેમના ખોરાકના આધારે (કટાહારી, ફળાહારી વગેરે) વિવિધતા જોવા મળે છે.

પ્રશ્ન 9.
શું આપણે માનવ-ઉવિકાસને અનુકૂલિતપ્રસરણ કહી શકીએ?
ઉત્તર:
ના. કારણ કે મનુષ્યના ઉદૂવિકાસ દરમિયાન મગજના કદ, કંકાલતંત્રની રચના, ખોરાકની પસંદગી અને સામાજિક તથા સાંસ્કૃતિક ઉવિકાસ ભાગ ભજવે છે. જ્યારે અનુકૂલિત પ્રસરણ દરમિયાન ઉત્પત્તિ, પાયાની રચના અને અંગોનો વિકાસ સમાન હોય છે, ફક્ત
બાહ્યાકારરચનામાં ફેરફાર જોવા મળે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 10.
વિવિધ સંસાધનો જેવા કે શાળાનું પુસ્તકાલય અથવા ઇન્ટરનેટનો ઉપયોગ અને તમારા શિક્ષક સાથે ચર્ચા કરી કોઈ પણ એક પ્રાણીના ઉવિકાસીયતબક્કા શોધો. જેમકે ઘોડો.
ઉત્તર:

  • ઘોડાના ઉવિકાસીય તબક્કાઓ: ઓહપ્પસ – મીસોહીમ્પસ – મેર્નીચીપ્પસ–પ્લીઓહીuસ-ઇક્વસ.
  • ઉર્વિકાશીય ભાતઃ
    1. શરીરનાં કદમાં વધારો
    2. ડોક લાંબી થવી
    3. ઉપાંગોની લંબાઈમાં વધારો
    4. ત્રીજી આંગળીમાં વધારો થવો.
    5. ઘાસ ચરવા માટે જડાની બંધારણીય રચનાની જટિલતામાં વધારો થવો.

GSEB Class 12 Biology ઉદ્વિકાસ NCERT Exemplar Questions and Answers

બહુવિકલ્પ પ્રશ્નો (MCQs)

પ્રશ્ન 1.
નીચે આપેલપૈકી કોનો ઉપયોગ વાતાવરણીય પ્રદૂષણ સૂચક તરીકે થાય છે?
(A) લેપિડોપ્ટેરા
(B) લાઈકેન્સ
(C) લાયકોપરસીકોન
(D) લાયકોપોડિયમ
જવાબ
(B) લાઈકેન્સ
લાઈકેન્સ વાતાવરણના પ્રદૂષક સૂચક તરીકે ઉપયોગી છે. તેઓ પ્રદૂષિત વિસ્તારોમાં વૃદ્ધિ પામતા નથી. કારણ તેઓ (ખાસ કરીને ફાયકોબાયન્ટ) નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ પ્રત્યે સંવેદન શીલ છે. તેથી કાર્બનિક ખોરાકનું સંશ્લેષણ કરી શકતા નથી કે યોગ્ય વૃદ્ધિ પામતા નથી.

પ્રશ્ન 2.
સ્વયંભૂઉત્પત્તિનો વાદ દશવિ છે કે,
(A) માત્ર જીવંતસ્વરૂપોમાંથી જ જીવન સર્જાયું છે.
(B) જીવની ઉત્પત્તિ જીવંત અને નિર્જીવબંનેમાંથી થઈ શકે છે.
(C) માત્ર નિર્જીવ સ્વરૂપમાંથી જ સજીવનું નિર્માણ થાય છે.
(D) જીવની ઉત્પત્તિ સ્વયંભૂ થઈ છે, તે જીવંત કે નિર્જીવમાંથી નથી
થઈ.
જવાબ
(C) માત્રનિર્જીવ સ્વરૂપમાંથીજ સજીવનું નિર્માણ થાય છે.
સ્વયંભૂ ઉત્પત્તિવાદનો સિદ્ધાંત દર્શાવે છે કે જીવન નિર્જીવ સ્વરૂપમાંથી ઉત્પન્ન થાય છે તેને અજીવજનનવાદ પણ કહે છે.

લુઈસ પાશ્ચરે કરેલા પ્રયોગોના આધારે આ વાદને નકારવામાં આવ્યો અને તેણે દર્શાવ્યું કે જીવની ઉત્પત્તિ જીવંત સ્વરૂપમાંથી જ થાય છે (પૂર્વઅસ્તિત્વ ધરાવતા જીવન).

પ્રશ્ન 3.
પ્રાણીસંવર્ધન અને વનસ્પતિસંવર્ધનનું ઉદાહરણ કયું છે?
(A) પ્રતિવર્તી ઉવિકાસ
(B) કૃત્રિમ પસંદગી
(C) વિકૃતિ
(D) નૈસર્ગિક પસંદગી
જવાબ
(B) કૃત્રિમ પસંદગી
તે કૃત્રિમ પસંદગીના ઉદાહરણ છે. કૃત્રિમ પસંદગીની પ્રક્રિયામાં સંવર્ધક તેવા સ્વરૂપના વિકાસ માટે પસંદગી કરે છે જે કેટલાંક ઇચ્છિત આનુવંશિક લક્ષણો ધરાવે છે.

પ્રશ્ન 4.
ઉવિકાસ માટે અશ્મિભૂતવિધાનાપુરાવાકોના સંદર્ભે હોય છે?
(A) ભૃણના વિકાસ
(B) સમમૂલક અંગો
(C) અશ્મિઓ
(D) કાર્યસદશ અંગો
જવાબ
(C) અશ્મિઓ
અશ્મિભૂતવિદ્યાકીય ઉવિકાસના પુરાવાઓ અશ્મિઓમાંથી મળતા પુરાવાઓ છે. અશ્મિઓ ભૂતકાળમાં સંગ્રહિત થયેલા સજીવો કે તેનાં અવશેષો છે. અશ્મિઓના અભ્યાસને અશ્મિભૂતવિદ્યા કહે છે.

પ્રશ્ન 5.
હેલ, ચામાચીડિયું, ચિત્તો અને માનવના અગ્રઉપાંગની અસ્થિઓની રચનાઓ સમાન છે, કારણકે…….
(A) એક સજીવ બીજાનો ઉદ્ભવ પ્રેરે છે.
(B) તેઓ સામાન્ય પૂર્વજમાંથી ઉદ્ભવે છે.
(C) તેઓ સમાન કાર્ય ધરાવે છે.
(D) તેઓ જૈવરાસાયણિક સમાનતા ધરાવે છે.
જવાબ
(B) તેઓ સામાન્યપૂર્વજમાંથી ઉદ્ભવે છે.
હેલ, ચિત્તો, ચામાચીડિયું અને મનુષ્યનાં અગ્ર ઉપાંગના અસ્થિઓ સમાન રચના ધરાવે છે. કારણ તેઓ સામાન્ય પૂર્વજમાંથી ઉદ્ભવે છે. આ રચનાદેશ અંગો છે જેમાં વિવિધ કાર્ય જોવા મળે છે પણ તેના વિકાસની ભાત સમાન હોય છે. તે ભિન્ન ઉદૂવિકાસનાં ઉદાહરણ છે.

GSEB Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 6.
કાર્યસદેશ અંગો સર્જાવાનું કારણ …………
(A) અપસારી (વિભિન્ન દિશામાંથી) ઉવિકાસ
(B) કૃત્રિમ પસંદગી
(C) જનીનિકવિચલન
(D) અભિસારી (એકદિશામાંથી) ઉદૂવિકાસ
જવાબ
(D) અભિસારી (એકદિશામાંથી) ઉવિકાસ
કાર્યસદશ અંગોની ઉત્પત્તિ અભિસારી ઉવિકાસના કારણે થાય છે આ અંગો સમાન કાર્યો દર્શાવે છે પણ તે રચનાકીય અને ઉત્પત્તિની રીતે અલગ હોય છે. ઉદા. કીટકની પાંખ (અધિચર્મીય છે) – ઉડ્ડયન, પક્ષીની પાંખ (અગ્ર ઉપાંગનું રૂપાંતર) – ઉડ્ડયન.

પ્રશ્ન 7.
(p + q)2 = p2 + 2 pq + q2 = 1 આ સમીકરણનો ઉપયોગ કોનું પ્રતિનિધિત્વ કરે છે?
(A) વસતિ જનીનવિદ્યા
(B) મૅન્ડેલિયન જનીનવિદ્યા
(C) બાયોમેટ્રીક્સ
(D) આવીય જનીનવિદ્યા
જવાબ
(A) વસતિ જનીનવિદ્યા
(p + q)2 = P2 + 2pq + q2 = 1 સમીકરણ વસતિ જનીન વિદ્યામાં વપરાય છે. આ હાર્ડ-વિનબર્ગના સિદ્ધાંતનું ગાણિતીય નિર્દેશન છે. આ સિદ્ધાંત દર્શાવે છે કારકોની આવૃત્તિ વસતિમાં સ્થિર હોય છે અને પેઢી દર પેઢી સાતત્ય દર્શાવે છે. ઉદા., જીનપુલસતત રહે છે.

પ્રશ્ન 8.
એન્ટિબાયોટિક – પ્રતિરોધક બેકટેરિયાનું નિર્માણ શાનું ઉદાહરણ છે?
(A) સાનુકૂલિત પ્રસરણ
(B) સ્થળાંતરણ (ટ્રાન્સડક્શન)
(C) વસ્તીમાં પૂર્વસ્થાપિત ભિન્નતા
(D) અપસારી ઉવિકાસ
જવાબ
(C) વસ્તીમાં પૂર્વ સ્થાપિત ભિન્નતા
ઍન્ટિબાયૉટિક પ્રતિકારક બૅક્ટરિયાનું આગમન વસતિમાં પૂર્વસ્થાપિત ભિન્નતાનું છે જ્યારે બૅક્ટરિયાની વસતિ ચોક્કસ ઍન્ટિબાયોટિકના સંપર્કમાં આવે છે. જે સંવેદનશીલ હોય તે મૃત્યુ પામે છે પણ કેટલાક વિકૃતિ ધરાવતા બૅક્ટરિયા ઍન્ટિબાયોટિક માટે પ્રતિકારકતા દર્શાવે છે. ઝડપથી પ્રતિકારકતા પૂરું પાડતા જનીનનો વ્યાપથાય છે અને આખી વસતિ પ્રતિકારકતા દર્શાવે છે.

પ્રશ્ન 9.
સજીવનો ઉર્વિકાસ દશવિ છે કે સજીવસ્વરૂપો તેમાંથી સ્થળાંતર પામવાની ક્ષમતા ધરાવે છે.
(A) જમીનથી પાણી
(B) શુષ્ઠભૂમિથી ભીની જમીન
(C) મીઠાં પાણીથી દરિયાઈ પાણી
(D) પાણીથી જમીન
જવાબ
(D) પાણીથી જમીન
જીવનો ઉવિકાસ દર્શાવે છે કે જીવંત સ્વરૂપો પાણીની જમીન તરફ સ્થળાંતર પામવાની ભાત દર્શાવે છે. પૂર્વ પૃષ્ઠવંશીઓ મત્સ્ય હતાં (જે ફક્ત પાણીમાં રહેતાં). કેટલાંક મત્સ્ય ક્રમશઃ ઉભયજીવીઓમાં પરિવર્તન પામ્યાં (જે જમીન અને પાણી બંનેમાં રહી શકે છે). કેટલાંક ઉભયજીવીઓ સરિસૃપમાં રૂપાંતરિત થયા (જે જમીન પર રહે છે). આમ, જીવંત સ્વરૂપો પાણીથી જમીન તરફવિકાસ પામતાં જણાય છે.

પ્રશ્ન 10.
અપત્યસવીને વધારે ઉર્વિકસિતગણવામાં આવે છે. કારણકે,
(A) નવજાત શિશુ સારસંભાળથી વંચિત રહીને ઉછેરપામે છે.
(B) જાડા કવચ દ્વારા નવજાત શિશુ રક્ષણ પામે છે.
(C) માતાના શરીરમાં નવજાત શિશુ રક્ષણ પામે છે અને જન્મ બાદ તેની જીવિતતા માટેની સંભાળ લેવામાં આવે છે.
(D) ગર્ભ તેના વિકાસ થવા માટે લાંબો સમય લે છે.
જવાબ
(C) માતાના શરીરમાં નવજાત શિશુ રક્ષણ પામે છે અને જન્મ બાદ તેની જીવિતતા માટેની સંભાળ લેવામાં આવે છે.
અપત્યપ્રસવતામાં શિશુને માતાના શરીરમાં રક્ષણ મળે છે. જન્મ બાદ તેની દેખભાળ શરૂ થાય છે તેથી તેના ટકી રહેવાની તકો/સંજોગો વધે છે. ઉદા., સસ્તન. માટે આ પદ્ધતિ વધુ ઉર્વિકાસિત છે જયારે અંડપ્રસવતામાં અંડકોષનો વિકાસ વાતાવરણમાં થતો હોય છે. અંડકોષ કઠણ કૅલ્શિયમના કવચથી આવરિત હોય છે. શિશુના ટકી રહેવાની તકો ઓછી જોવા મળે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 11.
અશ્મિઓ સામાન્યરીતે શામાંથી પ્રાપ્ત થાય છે?
(A) અવસાદી ખડકોમાંથી
(B) અગ્નિકૃત ખડકોમાંથી
(C) રૂપાંતરિત ખડકોમાંથી
(D) કોઈ પણ પ્રકારના ખડકોમાંથી
જવાબ
(A) અવસાદી ખડકોમાંથી
સામાન્ય રીતે અશ્મિઓ અવસાદી ખડકોમાં મળે છે, કારણ કે તેનું નિર્માણ માટી, રેતી, કાંપ કે કૅલ્શિયમ કાર્બોનેટના કરોડો વર્ષથી ક્રમિક રીતે જમા થવાના કારણે તળાવ કે દરિયા જેવા પ્રદેશોમાંથી થયું હોય છે. તેના નિર્માણ દરમિયાન મૃત પ્રાણીઓ દરિયા કે તળાવમાં તણાઈનીચે ડૂબી ગયા હોય અને ખડક નીચે દટાઈ ગયાં હોય જે લાખો વર્ષો પછી અશ્મિ સ્વરૂપે સંગ્રહિત જોવા મળે છે.

પ્રશ્ન 12.
MN રુધિરજૂથતંત્ર માટે M અને N ના વૈકલ્પિક કારકોની આવૃત્તિ અનુક્રમે 0.7 અને 0.3 અનુક્રમે છે, તો MN રુધિરજૂથ ધરાવતા સજીવોની અપેક્ષિત આવૃત્તિ કેટલી હોઈ શકે?
(A) 42%
(B) 49%
(C) 9%
(D) 58%
જવાબ
(A) 42%
MN રુધિરજૂથ ધરાવતા સજીવોની સંભવિત આવૃત્તિ 42% હોઈ શકે.
હાર્ડ-વિનબર્ગના સમીકરણ પ્રમાણે p2 + 2 pq + q2 = 1
જ્યાં P = M કારકની આવૃત્તિ P = સમયુગ્મી પ્રભાવી સજીવોની આવૃત્તિ
q = N કારકની આવૃત્તિ q2 = સમયુગ્મી પ્રચ્છન્ન સજીવોની આવૃત્તિ
2pg = વિષમયુગ્ગી સજીવોની આવૃત્તિ
તો (0.72)2 + (0.3)2 + 2pq = 1
0.49 + 0.09 + 2pq = 1
2pq = 0.42 =વિષમયુગ્મી સજીવોની આવૃત્તિ.

પ્રશ્ન 13.
ફૂદામાં કયા પ્રકારની ઔધોગિક મેલેનીઝમ પસંદગી જોવા યળે (moth, Biston bitulalia) ?
(A) સ્થાયી
(B) દિશાકીય
(C) હાનિકારક
(D) કૃત્રિમ
જવાબ
(B) દિશાકીય
ફૂદાં (બિસ્ટોન બીટુલેરિયા)માં દિશાકીય ઔદ્યોગિક મેલેનીઝમ પસંદગી જોવા મળે છે. આની નીચે આવૃત્તિના વિતરણના એક છેડે રહેલા સજીવો ઘણા આછાં હોય અને તેથી આવા સજીવોની સંખ્યા બીજી પેઢીમાં વધતી જણાય.

પ્રશ્ન 14.
માનવ વિકાસની સૌથી સ્વીકાર્ય ઉવિકસીયરેખા કઈ છે?
(A) ઑસ્ટ્રેલોપિથેક્સ → રામાપિથેક્સ → હોમો સેપિયન્સ → હોમો હેબિલિસ
(B) હોમો ઇરેટ્સઝ → હોમો હેબિલિસ → હોમો સેપિયન્સ
(C) રામાપિથેક્સ → હોમો હેબિલિસ → હોમો ઇરેટ્સ → હોમો સેપિયન્સ
(D) ઑસ્ટ્રેલોપિથેક્સ → રામાપિથેક્સ → હોમો ઇરેટ્સ → હોમો હેબિલિસ → હોમો સેપિયન્સ
જવાબ
(C) રામાપિથેક્સ → હોમો હેબિલિસ → હોમો ઇરેટ્સ → હોમ સેપિયન્સ

  • મનુષ્યનો ઉવિકાસ અને લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે:
    1. રામાપિથેક્સ : 14-15 mya વચ્ચે, ટટ્ટાર પશ્ચ ઉપાંગ પર પ્રાયોપિથેક્સમાં ઉત્પન્ન થયા.
    2. ઑસ્ટ્રેલોપિથેક્સઃ ગુફાઓમાં 4-15 mya, મિશ્રાહારી સંપૂર્ણ રીતે ક્રિપગી હોમીનીડ.
    3. હોમો હેબિલિસ : સૌપ્રથમ મનુષ્ય જેવાં માંસાહારી ન હતા. મગજની ક્ષમતા 650-800 cc.
    4. હોમોઇરેટ્સઃ 1.5 mya સુધી જીવંત મગજની ક્ષમતા 900 cc, માંસાહારી.
    5. હોમો સેપિયન્સ : મગજની ક્ષમતા 1450, ટટ્ટાર મુદ્રા, સીધાં ઉપાંગો.

પ્રશ્ન 15.
નીચે આપેલપૈકી કયું એક ઉદાહરણ જોડતી જાતિ માટેનું છે?
(A) લોબ માછલી
(B) ડોડો પક્ષી
(C) દરિયાઈનિંદણ
(D) ચિમ્પાન્ઝી
જવાબ
(A) લોબ માછલી
લોબમાછલી જોડતી કડીનું ઉદાહરણ છે. લગભગ 350 mya દરમિયાન મજબૂત અને ટટ્ટાર મીનપક્ષ ધરાવતી માછલી જમીન પરથી પાણીમાં જઈ શકતી હતી. તેઓને લોબ મત્સ્ય કહેવાય અને તેમાંથી ઉભયજીવીઓ વિકાસ પામ્યા. જે જમીન અને પાણી બંનેમાં રહી
શકે છે. ઉદા. સલાકાન્થ.

GSEB Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 16.
કોલમ – I માં આપેલ વૈજ્ઞાનિકને કોલમ – II માં આપેલ તેમના વિચાર સાથે જોડો.

કોલમ – I કોલમ – II
(a) ડાર્વિન (i) અજીવજનનવાદ
(b) ઓપેરિન (ii) અંગોની ઉપયોગિતા અને બિનઉપયોગિતા
(c) લેમાર્ક (ii) ખંડીયવિચલનવાદ
(d) વેગનર (iv) નૈસર્ગિક પસંદગી દ્વારા ઉવિકાસ

(A) (a – i), (b – vi), (c – ii), (d – iii)
(B) (a – iv), (b – i), (c – ii), (d – iii)
(C) (a – ii), (b – iv), (c – iii), (d – i)
(D) (a – iv), (b – iii), (c – ii), (d – i)
જવાબ
(B) (a – iv), (b – i),(c – ii), (d – iii)

પ્રશ્ન 17.
1953 માં એસ. એલ. મિલરે પ્રયોગશાળામાં આદિ પૃથ્વી જેવી પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું હતું અને પ્રાયોગિક પુરાવા દ્વારા જણાવ્યું હતું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા નિર્જીવ કાર્બનિક અણુઓમાંથી પ્રથમ સજીવ સ્વરૂપનું નિર્માણ થાય છે. આદિ પૃથ્વીની પરિસ્થિતિઓ સર્જવામાં કોનો સમાવેશ થાય છે?
(A) નીચું તાપમાન, જવાળામુખી વંટોળ, ઓક્સિજનસભર વાતાવરણ
(B) નીચું તાપમાન, જવાળામુખી વંટોળ, રિડ્યુસિંગ વાતાવરણ
(C) ઊંચું તાપમાન, જવાળામુખી વંટોળ, નોનરિડ્યુસિંગવાતાવરણ
(D) ઊંચું તાપમાન, જવાળામુખી વંટોળ, CH4, NH3 વગેરે યુક્ત રિડ્યુસિંગ વાતાવરણ
જવાબ
(D) ઊંચું તાપમાન, જ્વાળામુખી વંટોળ, CH4, NH3 વગેરે યુક્ત રિડ્યુસિંગ વાતાવરણ
યુરી મિલરના પ્રયોગ વડે આદિ પૃથ્વી પરની પરિસ્થિતિનું નિર્માણ ઉત્તેજી રાસાયણિક ઉદૂવિકાસની સંભાવનાની કસોટી દર્શાવી. આ આદિ પૃથ્વીની પરિસ્થિતિમાં ઊંચું તાપમાન, લાવા, રિડ્યુસિંગ વાતાવરણ CH4 અને NH3 ધરાવતું હોય તેનો સમાવેશ થયો હતો. છેવટે તેમણે શોધ્યું કે મોટી સંખ્યામાં કાર્બનિક સંયોજનો, એમિનો ઍસિડ જેવાં કે એલેનીન, ગ્લાયસીન, એસ્પાર્ટિક ઍસિડ, રાસાયણિક ઉવિકાસ દરમિયાન સંશ્લેષિત થઈ શક્યા હશે.

પ્રશ્ન 18.
અર્ધીકરણીય પુનઃ સંયોજનની વિકૃતિઓ દરમિયાન જોવા મળતી
ભિન્નતાઃ
(A) યાદચ્છિક અને અદિશીય
(B) યાદચ્છિક અને દિશાકીય
(C) યાદચ્છિક અને નાની
(D) યાદચ્છિક, નાની અને દિશાકીય
જવાબ
(A) વાદચ્છિક અને અદિશીય
અર્ધીકરણમાં પુનઃ સંયોજનમાં વિકૃતિ દરમિયાન સર્જાતી ભિન્નતાઓ યાદચ્છિક અને અદિશીય છે. હ્યુગો – દૂ -ત્રીસે તેના પ્રીમરોઝ પરના કાર્ય દ્વારા સૂચવ્યું કે જે વિકૃતિ એટલે જે એકાએક ભિન્નતા દ્વારા જાતિ નિર્માણમાં ફેરવાય છે. તેણે સૂચવ્યું કે વિકૃતિ એકાએક, આનુવંશિક અને આગામી પેઢીમાં સાતત્યદર્શાવે છે.

અતિ ટૂંકજવાબી પ્રશ્નો (VSQs)

પ્રશ્ન 1.
અશ્મિભૂત સજીવ સ્વરૂપોની લાક્ષણિકતાઓ શી છે?
ઉત્તર:
સખત ભાગો ધરાવતા સજીવોનું અશ્મિરૂપ, અન્ય કરતાં ઝડપથી થવાની શક્યતા છે. જેટલું દ્રવ્ય સખત તેની જાળવણી યોગ્ય રીતે થાય. કોમળ ભાગનું અશ્મિકરણ ભાગ્યે જ થાય છે. દા.ત., પક્ષીઓ અને ટેરોસોરના અસ્થિ ખૂબ જ હલકાં અને પોલાં, ઉડ્ડયન માટે અનુકૂલિત હોય છે. તેમનો અશ્મિનો રેકર્ડ ખૂબ ઓછો છે, સસ્તનોનાં અસ્થિઓ જીવન દરમિયાન ખનિજીકરણ પામતાં હોય છે.

પ્રશ્ન 2.
શું જલીય જીવંત સ્વરૂપો અશ્મિભૂત થયા હતા? જો હા હોય તો શું આપણને આવા અશ્મિઓક્યાંથી પ્રાપ્ત થયાં છે?
ઉત્તર:
હા. જલીય જીવંત સ્વરૂપો અશ્મિભૂત થયા હતા. હકીકતમાં સ્થલજ સજીવો કરતાં જલજ સજીવોમાં વધુ અશ્મિરૂપ જોવા મળે છે. આવા અશ્મિઓ પહાડો પર ઊંડા દરિયાના તળની સરખામણીમાં જોવા મળે છે. આનું કારણ છે કે જે ખડકો પર અશ્મિઓ મળે છે તે પહેલાં સમુદ્રના તળિયે હતાં. પૃથ્વીના પોપડાની પ્લેટોમાં થતાં ફેરફારોને કારણે આવાં ખડકો દરિયાની બહાર ઊંચકાઈ આવે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 3.
સરળ સજીવો કે જટિલ સજીવો આપણે જ્યારે કહીએ છીએ ત્યારે તેનો સંદર્ભશો હોય છે?
ઉત્તર:
આ શબ્દ સજીવોને તેમના ઉવિકાસીય ઇતિહાસ અનુસાર વર્ગીકૃત કરવા વપરાય છે. સરળ સજીવ’ એવાં સજીવો છે કે સરળ રચનાકીય અને કાર્યકારી આયોજન ધરાવે છે, આદિ તરીકે ગણાય છે. જટિલ સજીવોમાં ઊંચું અને જટિલ સ્તરનું બંધારણીય અને કાર્યકારી આયોજન જોવા મળે છે. તેઓ સરળ સજીવમાંથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.

પ્રશ્ન 4.
જીવંતવૃક્ષની ઉંમર આપણે કેવી રીતે જાણી શકીએ?
ઉત્તર:
જીવંત વૃક્ષની ઉંમર નિશ્ચિત કરવા નીચેનાં પગલાં લઈ શકીએ :

  1. જમીનની ઉપર (4-5)થી વૃક્ષનો ઘેરાવો માપવો.
  2. થડના વ્યાસની ગણતરી કરવી. તે માટે ઘેરાવાને 3.14 વડે ભાગી અને પછી 2 વડે ભાગતાં ત્રિજ્યા મળશે.
  3. વૃદ્ધિ પરિબળ નક્કી કરવું. વૃક્ષનો વૃદ્ધિ પરિબળ એટલે તેના દ્વારા થતી વાર્ષિક ઘેરાવાની વૃદ્ધિ અથવા તો એ જ જાતિનું મૃત્યુ વૃક્ષના વલયની ગણતરી દ્વારા મેળવી શકાય
  4. ઘેરાવા અને વૃક્ષની સરાસરી વૃદ્ધિ કારકનો ગુણાકાર કરતાં આપણે વૃક્ષની અંદાજિત ઉંમર વર્ષમાં નક્કી કરી શકીએ છીએ.

પ્રશ્ન 5.
અભિસારી ઉવિકાસ માટેનું એક ઉદાહરણ આપો અને તેઓ જે લક્ષણો તરફ અભિસરણ પામે છે તે લક્ષણોને ઓળખો.
ઉત્તર:
અસંબંધિત પ્રાણીઓ સમાન સ્વરૂપ કે રચના દર્શાવતા હોય છે તેમના સહિયારા વાતાવરણને અનુકૂલિત હોય તેને અભિસારી ઉવિકાસ કહે છે. દા.ત., ઑસ્ટ્રેલિયન માર્સેપિયન્સ અને સસ્તન જેમ કે પ્લેસેન્ટલ વરુ અને ટામિનીયન વરુ. આ બે સસ્તનનાં ઉપવર્ગ ચોક્કસ ખોરાક, પ્રચલન અને આબોહવા માટે સમાન રીતે અનુકૂલિત થાય છે. તેમનો દેખાવ, પ્રચલન, ખોરાક અને શિકારની સમાનતા પણ પ્રજનનની અલગ પદ્ધતિ તેમના દૂરનાં ઉવિકાસના સંબંધનું પ્રતિબિંબ યોગ્ય રીતે દર્શાવે છે.

પ્રશ્ન 6.
આપણે અશ્મિની ઉંમર કેવી રીતે જાણી શકીએ?
ઉત્તર:
અશ્મિની ઉંમર રેડિયોમેટ્રિક ડેટિંગથી થઈ શકે. આ પદ્ધતિનો આધાર કુદરતી રીતે મળતાં રેડિયોઍક્ટિવ સમસ્થાનિકો અને તેની વિઘટન પેદાશ વચ્ચેની સરખામણી છે, જેમાં પ્રાપ્ત વિઘટન દરનો ઉપયોગ કરાય છે. સૌથી વધુ જાણીતી પદ્ધતિ રેડિયોકાર્બન ડેટિંગ, પોટેશિયમ આર્ગોન તેમજયુરેનિયમ-લીડડેટિંગ છે.

પ્રશ્ન 7.
સાનુકૂલિતપ્રસરણ માટેની ખૂબ જ અગત્યની પૂર્વશરત શી છે?
ઉત્તર:
અનુકૂલિત પ્રસરણને પ્રોત્સાહિત કરતી સ્થિતિમાં જીવનની ઘણી વિવિધતાની ઉત્પત્તિ, અનુકૂલિત પ્રસરણની ઘટના દ્વારા એવા સમયગાળામાં થઈ હતી જયારે નિવસનીય જગ્યા વિવિધતા માટે સુલભ હતી. બે પ્રાથમિક ક્રિયાવિધિ જેના દ્વારા નિવસનીય જગ્યા સુલભ થાય.

  1. સજીવોમાં થતા આંતરિક ફેરફારો
  2. બાહ્ય અસરો જેમાં વાતાવરણના ફેરફારો અને અલગ પડેલાં ભૂમિનાં જથ્થાનું વસાહતીકરણ.

GSEB Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 8.
ખડકની ઉંમર આપણે કેવી રીતે જાણી શકીએ?
ઉત્તર:
વર્ષોમાં ખડકોની ઉંમરને સંપૂર્ણ (Absolute) વય કહે છે. તે કેટલાક તત્ત્વોના રેડિયોઍક્ટિવ વિઘટનના આધારે નક્કી થાય છે. દા.ત., યુરેનિયમ, જયાં વિઘટનથી સીસું (pb) બને છે. યુરેનિયમનો પિતૃ અણુ સીસાનાં બાળ અણુમાં નિર્ધારિત સમયે ફેરવાય છે. આ સમયગાળાને વિઘટન સાતત્ય કહે છે. પિતૃ-બાળ અણુનો ગુણોત્તર જથ્થામાં ફેરવાય છે જેને માપી શકાય છે. રેડિયોઍક્ટિવનો અડધો સમયગાળો પિતૃ અણુના અર્ધ ભાગનું બાળ અણુમાં રૂપાંતર થવા માટેનો સમય) ખડકની વયનિર્ધારિત કરવા માટે વપરાય છે.

પ્રશ્ન 9.
જ્યારે આપણે કાર્યાત્મક મહાઅણુઓ (દા.ત. પ્રોટીન -ઉન્સેચક, અંતઃસ્રાવ, ગ્રાહી, એન્ટિબોડી તરીકે)ની વાત કરીએ છીએ. તેમનો ઉર્વિકાસકઈતરફથઈ રહ્યો છે?
ઉત્તર:
કાર્યાત્મક મહાઅણુઓ જટિલ સજીવના નિર્માણ માટે વિકસિત થાય છે. એવા અનેક પુરાવાઓ છે જે સરળથી જટિલ જીવનસ્વરૂપોમાં સમાન પૂર્વકતા દર્શાવે છે. દા.ત., હિસ્ટોન પ્રોટીન એક કે બે એમિનો ઍસિડના તફાવત સાથે બધા જ સુકોષકેન્દ્રીમાં, અમીબાથી હેલ કે મનુષ્ય સુધી ખૂબ યોગ્ય રીતે સંગ્રહીત થયેલ છે. બધાં જ જાણીતા જીવંત સ્વરૂપોમાં જનીન સંકેત લગભગ સરખો છે (બેક્ટરિયાથી આર્કિયા અથવા પ્રાણીઓ વનસ્પતિઓમાં).

પ્રશ્ન 10.
કેટલીક વસ્તીમાં, ત્રણ જનીન પ્રકારની આવૃત્તિ નીચે જણાવેલી છે?

જનીન પ્રકાર: BB Bb bb
આવૃત્તિ: 22% 62% 16%

વૈકલ્પિક કારકોB અનેbની આવૃત્તિ શું હોઈ શકે છે?
ઉત્તર:
હાર્ડ-વિનબર્ગનું સમીકરણ = p2 + 2pq + q2 = 1
B ની સંભવિત આવૃત્તિ = BB + \(\frac{1}{2}\)Bb
= [22 + \(\frac{62}{2}\)]%
= 53%

bની સંભવિત આવૃત્તિ = bb + Bb\(\frac{1}{2}\)
= [16 + \(\frac{62}{2}\)]%
= 47%

પ્રશ્ન 11.
પાંચપરિબળો જે હાર્ડ-વિનબર્ગના સંતુલનને અસર કરે છે, તેમાંના ત્રણ કારકો જનીનપ્રવાહ, જનીનિક વિચલન અને જનીનિક પુનઃસંયોજન છે, તો બીજાનેકારકોકયા છે?
ઉત્તર:

  • બીજા બે પરિબળો જે હાર્ડ-વિનબર્ગના સમતુલનને અસર કરે છે તે વિકૃતિ અને પ્રાકૃતિક પસંદગી છે. વિકૃતિ સજીવોમાં એકાએક રીતે થતો આનુવંશિક ફેરફાર છે જે સજીવના જીનોમમાં ન્યુક્લિક ઍસિડના બેઇઝ અનુક્રમમાં થતા ફેરફારથી સર્જાયછે.
  • સૂક્ષ્મજીવીય પ્રયોગો દર્શાવે છે, પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભદાયક વિકૃતિ જ્યારે પસંદ કરાય છે ત્યારે નવા દેખાવસ્વરૂપનું નિર્માણ કરે છે. કેટલીક પેઢી પછી આ જાતિ નિર્માણમાં પરિણમે છે. તેથી જનીન અને કારકોની આવૃત્તિમાં ફેરફાર જોવા મળેછે.
  • પ્રાકૃતિક પસંદગીની ઘટનામાં જે સજીવો આનુવંશિક વિવિધતા ધરાવતા હોય તે વધુ ટકી રહેવા, પ્રજનન કરવા અને મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરવા અન્ય સજીવો કરતાં વધુ યોગ્યતા દર્શાવે છે. તે સ્થાયીકરણ, દિશીય પરિવર્તન કે વિક્ષેપ તરફ દોરે છે.

પ્રશ્ન 12.
પાયાની અસર એટલે શું?
ઉત્તર:

  • હાર્ડી – વેઈનબર્ગ સમતુલાને અસરકર્તા પાંચ પરિબળો છે : જનીન પ્રવાહ/જનીન સ્થળાંતરણ, જનીનિક વિચલન (genetic drift), વિકૃતિ, જનીનિક પુનઃસંયોજન અને પ્રાકૃતિક પસંદગી છે.
  • જયારે વસતિના કોઈ પણ ભાગનું અન્ય ભાગની વસતિમાં સ્થળાંતર થાય છે ત્યારે મૂળભૂત અને નવી વસતિની જનીન આવૃત્તિમાં ફેરફાર પામે છે. નવા જનીનો વૈકલ્પિક કારકો નવી વસતિમાંથી ઉમેરાય છે અને જૂની વસતિમાંથી દૂર થાય છે.
  • જો જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો તે જનીન પ્રવાહ છે. આ સમાન ફેરફારો જો તક દ્વારા થતાં હોય તો તેને જનીનિક વિચલન કહે છે.
  • કેટલીક વાર નવી વસતિના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં મોટા ફેરફારો હોય તો તે ભિન્ન જાતિ તરીકે વર્તે છે. મૂળભૂત વિચલિત (drifted) વસતિસ્થાપક બને છે અને સ્થાપક અસર (founder effect) કહે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 13.
ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સમાંથી કયા માનવને વધુ મળતો આવે છે?
ઉત્તર:

  • રામાપિથેક્સ મનુષ્ય સાથે વધુ સામ્યતા ધરાવતા હતા. તે પશ્ચ ઉપાંગ વડે ટટ્ટાર ચાલતા હતા. કઠણ બીજ અને કઠોળ આધુનિક મનુષ્યની જેમ ખાતા. તેમનાં જડબાં અને દાંત મનુષ્ય જેવા હતા. તેમનો વિકાસ ડ્રાયોપિથેક્સમાંથી થયો જેને મનુષ્ય અને એપના સામાન્ય પૂર્વજ તરીકે ગણવામાં આવે છે.
  • ડ્રાયોપિથેક્સ, એપ જેવા વધુ હતાં (હાથ અને પગની સરખી લંબાઈ વડે).

પ્રશ્ન 14.
પ્રથમ હોમિનીડ લેટિનમાં કયા નામથી ઓળખાતો હતો?
ઉત્તર:
પ્રથમ હોમિનીડ હોમો હેબિલિસ તરીકે ઓળખાતા હતા. મગજની ક્ષમતા 650-800 cc હતી. તેઓ ઘણું કરીને માંસભક્ષી ન હતા.

પ્રશ્ન 15.
રામાપિથેક્સ, ઓસ્ટ્રેલોપિથેક્સ અને હોમો હેબિલિસમાંથી કયો એક માંસખાતો નહતો?
ઉત્તર:
હોમો હેબિલિસ માંસભક્ષી ન હતા. આ પ્રાણી સૌપ્રથમ માણસ જેવા હતા. મગજની ક્ષમતા 650-800 ccહતી.

ટૂંકજવાબી પ્રકારના પ્રશ્નો

પ્રશ્ન 1.
જો તમે લુઇસ પાશ્ચર પ્રયોગોને યાદ કરો, તો પૂર્વ અસ્તિત્વ ધરાવતાં સજીવમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે તે સિદ્ધ થાય છે. શું આપણે આ ચોક્સપણે જાણી શકીએ કે પૂર્વ અસ્તિત્વ ધરાવતાં સજીવમાંથી નવા સજીવની ઉત્પત્તિ થાય છે. નહિ તો, આપણે આ પ્રશ્નનો જવાબ ક્યારેય ન આપી શક્યા હોત કે પ્રથમ જીવસ્વરૂપ કઈ રીતે સર્જાયા? સમજાવો.
ઉત્તર:
હા. આપણે આને આ રીતે સુધારી શકીએ કે જીવન પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. પૃથ્વી પર સૌપ્રથમ જે જીવન અસ્તિત્વમાં આવ્યું તે દેખીતી રીતે રાસાયણિક ઉવિકાસનું પરિણામ હતું. દા.ત., જીવનની ઉત્પત્તિ અકાર્બનિક અણુમાંથી કાર્બનિક અને પછી જટિલ અણુઓના નિર્માણથી થઈ. છેવટે તે સરળ કોષ, સરળ સજીવ અને સમય જતાં જટિલ વિકાસમાં પરિણમી. પણ એક વાર જીવન ઉત્પન્ન થયા બાદ અજીવજનનવાદનું કાર્ય પૂરું થયું. જીવની ઉત્પત્તિ જીવજનનવાદ દ્વારા જ થાય છે. એટલે પૂર્વઅસ્તિત્વ ધરાવતાં જીવનમાંથી નવું જીવન ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 2.
વૈજ્ઞાનિકો એમ સમજે છે કે ઉવિકાસ ક્રમિક રીતે થાય છે. પરંતુ લુપ્તતા, જે ઉવિકાસનો એક ભાગ છે, તે અચાનક અને એકાએક ચોક્કસ સમૂહમાં જોવા મળતી પ્રક્રિયા છે. ટિપ્પણી કરો કે કુદરતી આફત જાતિઓની લુપ્તતા માટેનું કારણ બની શકે છે.
ઉત્તર:

  • હા, કુદરતી આફત જાતિઓના લુપ્ત થવાનું કારણ બની શકે છે. જેમ નવી જાતિઓ હંમેશાં પરિવર્તાય નિવસનીય તંત્રના વસવાટો માટે ઉવિકાસ પામે છે તેમ જૂની જાતિઓ અદશ્ય થાય છે પણ લુપ્તતાનો દરસતત હોતો નથી.
  • છેલ્લા 500 મિલિયન વર્ષોમાં 50-90% અથવા તેથી વધુ જાતિ પૃથ્વી પરથી જીયોલૉજીકલ આંખના પલકારામાં લુપ્ત થઈ ગઈ છે. ઘણીવાર આવી વિશાળ લુપ્તતા કુદરતી હોનારતોને કારણે હોય છે.
  • સૌથી વધુ અભ્યાસ કરાયેલ સામુદાયિક લુપ્તતા 65 મિલિયન વર્ષ અગાઉ ક્રીટેસીયસ અને પેલીયોસીન ગાળા દરમિયાન જોવા મળ્યું જેમાં ડાયનોસોર્સ નાશ પામ્યા અને સસ્તન ઝડપથી વિવિધતા સાથે ઉર્વિકાસિત થયા. જવાળામુખી, મોટા એસ્ટેરાઇસ અને પૃથ્વી પર કોમેટના હુમલાના શક્ય કારણો મનાય છે.

પ્રશ્ન 3.
શા માટે નવસર્જિત ઓક્સિજન, કારકસજીવસ્વરૂપો માટેનો વિષારી આધાર છે?
ઉત્તર:

  • નવસર્જિત ઑક્સિજન ખૂબ ઝેરી છે અને વિવિધ જૈવઅણુઓ સાથે પ્રક્રિયા કરી શકે છે. નવસર્જિત ઑક્સિજન કાયમી ઑક્સિડાઇઝીંગ એજન્ટ છે. તે પુષ્કળ પ્રમાણમાં સક્રિય છે અને ઝડપથી જારક જીવંત સ્વરૂપોના કોષોમાં રહેલા વિવિધ પ્રકારના અણુઓ જેમ કે, DNA, પ્રોટીન સાથે પ્રક્રિયા કરે છે. તેથી તેને ઝેરી કહેવાય છે.
  • તે વિકૃતિ પ્રેરી શકે અને ખામીયુક્ત પ્રોટીન બનાવી શકે છે. તે જ રીતે જો તે પ્રોટીન કે ઉન્સેચકોની સાથે પ્રક્રિયા કરી તેને વિઘટિત કરે તો ઘણા ચયાપચયના માર્ગ પર અસર થાય છે.

પ્રશ્ન 4.
ભિન્નતાનું નિર્માણ અને અસ્તિત્વ દિશાહીન છે, જ્યારે નૈસર્ગિક પસંદગી અનુકૂલનના સંદર્ભે દિશાયુક્તછે. ટિપ્પણી કરો.
ઉત્તર:

  • ભિન્નતાનું નિર્માણ અને અસ્તિત્વ દિશાહીન છે, કારણ તે અનિશ્ચિત રીતે એકાએક ઉદ્ભવે છે. જે વિવિધતા સજીવોને તેમના વાતાવરણમાં અનુકૂલન માટે મદદરૂપ થાય છે તેબીજી પેઢીમાં ઊતરે છે.
  • નૈસર્ગિક પસંદગી સૌથી વધુ નિર્ણાયક ઉવિકાસીય પ્રક્રિયા છે. તે દિશાયુક્ત છે. કારણ તે એક જ માર્ગ તરફ દોરે છે. જે યોગ્ય અનુકૂલિત સજીવોની પસંદગી અને વસવાટ દર્શાવે છે. પ્રાકૃતિક પસંદગી યોગ્યતમની ચિરંજીવિતા અને અયોગ્ય જે ત્યાંની પર્યાવરણીય સ્થિતિને અનુકૂળ ના હોય તેની લુપ્તતા દર્શાવે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 5.
ઔધોગિક ક્રાંતિ દરમિયાન ઇંગ્લેન્ડમાં દાંઓની ઉવિકાસીય વાર્તા’ પ્રતિવર્તી ઉવિકાસની ઘટના દશવેિ છે. આ વિધાનની સ્પષ્ટતા કરો.
ઉત્તર:

  • છેલ્લી સદીમાં ઇંગ્લેન્ડના ઔદ્યોગિક વિસ્તારમાં આછાં રંગના ફૂદાં બીસ્ટોન બીટુલેરિયા ઝાડના થડ પર જોવા મળતા હતા. ઝાડનું થડ સફેદ રંગના લાઈકેન્સથી આવરિત હતું જેથી ભક્ષક પક્ષીઓની નજરથી આછા રંગનાં ફૂદાં બચી શક્યા.
  • ઔદ્યોગિકીકરણ પછી, ઝાડના થડ ધુમાડાથી આવૃત્ત થઈ ગયાં જેને કારણે પક્ષીઓ દ્વારા સફેદ ફૂદાં સરળતાથી શિકાર થઈ ગયા. પણ ઘેરા રંગના ફૂદાં, ઘેરા બેક ગ્રાઉન્ડને કારણે દૃષ્ટિગોચર થતાં નહીં અને તેમની સંખ્યા વધતી ગઈ.
  • પણ હાલનાં વર્ષોમાં ઔદ્યોગિક પ્રદૂષણમાં ઘટાડો થતાં ફરી ઝાડનાં થડ પર લાઈકેન્સની વૃદ્ધિ જોવા મળી અને તેથી આછા રંગનાં ફૂદાંની વસતિમાં વધારો નોંધાયો.
  • આમ, ઇંગ્લેન્ડમાં ફૂદાંની ઉવિકાસીય વાર્તા દર્શાવે છે. ઉવિકાસ દેખીતી રીતે પ્રતિવર્તી (Reversible)છે.

પ્રશ્ન 6.
“ઉવિકાસ અને નૈસર્ગિક પસંદગી કેટલીક અન્ય ક્રિયાઓનું અંતિમ પરિણામ છે. પરંતુ તેઓ પોતે ક્રિયાઓ નથી.” વિધાનની ચર્ચા કરો.
ઉત્તર:

  • ઉવિકાસ આપણને જીવનનો ઇતિહાસ સમજવામાં મદદ કરે છે. આપણે ઉવિકાસને ઉવિકાસીય ફેરફારોની ભાત તેમજ પ્રક્રિયા તરીકે પણ જોઈ શકીએ છીએ. – આપણે જે વિશ્વ જોઈએ છે તે જૈવિક અને અજૈવિક ઉદ્વિકાસીય સફળતાની વાર્તા છે. જ્યારે આપણે આ વિશ્વની વાર્તા વર્ણવીએ છીએ ત્યારે આપણે ઉવિકાસને પ્રક્રિયા તરીકે વર્ણવીએ છીએ.
  • બીજી બાજુ જ્યારે આપણે પૃથ્વી પરના જીવનની ઘટના વર્ણવીએ છીએ ત્યારે આપણે તેનું પ્રાકૃતિક પસંદગી પ્રક્રિયાને કારણે બનતી ઘટના તરીકે વર્ણન કરીએ છીએ. પ્રાકૃતિક પસંદગી સજીવો અને પર્યાવરણીય સ્થિતિમાં જોવા મળતી ઇચ્છિત/લાભદાયક વિવિધતાને પરિણામે જોવા મળતી ઘટના છે.
  • આમ, આપણે ઉવિકાસ કે પ્રાકૃતિક પસંદગીને પ્રક્રિયા કે તેનું પરિણામ ગણવું તે માટે સ્પષ્ટ નથી.

પ્રશ્ન 7.
વસ્તીની વૈકલ્પિક આવૃત્તિને અસર કરતાં કોઈ પણ ત્રણ કારકો જણાવી, તેમનું વર્ણન કરો.
ઉત્તર:
વૈકલ્પિક આવૃત્તિ પર અસર કરતાં પરિબળો નીચે પ્રમાણે છેઃ

(i) વિકૃતિઃ આ એકાએક જોવા મળતા આનુવંશિક ફેરફારો છે જે જનીનિક વિવિધતા માટેના પ્રાથમિક સ્રોત હોઈ શકે. તે બે પ્રકારના છે (a) રંગસૂત્રીય વિકૃતિ – રંગસૂત્રની સંખ્યા કે આકારમાં થતાં ફેરફારોને કારણે જોવા મળે છે. (b) જનીન વિકૃતિ – જનીન રચના અને અભિવ્યક્તિમાં ન્યુક્લિઓટાઇડમાં ઉમેરણ, લુપ્તતા, પૂરકતા, ફેરફાર/બદલાવને કારણે થતો ફેરફાર છે.

(ii) યાદેચ્છિક પ્રજનન: કેટલાંક પસંદગી કરાયેલ લક્ષણો ધરાવતા સજીવો વચ્ચે વારંવાર પ્રજનનના કારણે જનીન આવૃત્તિ બદલાય છે. દા.ત., વધુ ચળકતા રંગવાળા નર પક્ષીની માદા પક્ષી દ્વારા પસંદગી, બીજી પેઢીમાં ચળકતા રંગની જનીન આવૃત્તિમાં વધારો દર્શાવશે.

(iii) જનીન પ્રવાહ (જનીન સ્થળાંતરણ): જનીન પુલની અંદર અને બહાર કારકોની ગતિ દર્શાવે છે. યજમાન વસતિનું બહારથી આવેલા સજીવો સાથેનું પ્રજનન, જનીન પુલમાં નવા કારકોનો વધારો કરે છે.

પ્રશ્ન 8.
જનીનપ્રવાહ પેઢીઓ સુધી જોવા મળે છે. મનુષ્યમાં જનીનપ્રવાહ ભાષાકીય અંતરાયો સર્જી શકે છે. જો આપણી પાસે એવી કોઈ તફનીકી હોય જેના દ્વારા વિશ્વની ભિન્ન વસ્તીઓની વિશિષ્ટ વૈકલ્પિક આવૃત્તિઓનું માપન કરી શકાય, તો શું આપણે પૂર્વઇતિહાસ એમ ઇતિહાસમાં મનુષ્યના સ્થળાંતરણ માટેની ભાતને ભાખી શકતા નથી?તમે સહમત છો કે અસહમત? તમારા જવાબ માટેની સમજૂતી આપો.
ઉત્તર:

  • હા. અમે સહમત છીએ. જનીન પ્રવાહ, ભૌગોલિક અવરોધોને પસાર કરી પેઢીઓથી ચાલે છે. આપણે વિશ્વની જુદી જુદી વસતિમાં ચોક્કસ કારકોની આવૃત્તિનો અભ્યાસ કરીએ તો આપણે મનુષ્યની પૂર્વઇતિહાસ અને ઇતિહાસમાં મનુષ્યના સ્થળાંતર માટેની ભાતનું અનુમાન કરી શકીએ છીએ.
  • હ્યુમન જીઓગ્રાફિકલ પ્રોજેક્ટ હાથ ધરાયા છે જે ચોક્કસ જનીન | રંગસૂત્ર | કણાભસૂત્રીય DNAનાં ડેટાનો ઉપયોગ કરી મનુષ્યનો ઉવિકાસીય ઇતિહાસ અને સ્થળાંતરીય ભાત માટે અભ્યાસ કરી રહ્યા છે.

પ્રશ્ન 9.
તમે નીચે આપેલા શબ્દોની સમજૂતી કેવી રીતે આપશો? જાતિ, – જાત, સંવર્ધકોકે ભિન્નતા.
ઉત્તર:

  • આપેલા શબ્દોના અર્થનીચે પ્રમાણે છે :
  • જાતિઃ આ વર્ગીકરણ તંત્ર છે જેના દ્વારા મનુષ્યને મોટાં અને દૂરના વસતિ અથવા જૂથમાં શરીર રચના, સાંસ્કૃતિક, ભૌગોલિક, ઐતિહાસિક અને ધાર્મિક સંબંધોના આધારે વર્ગીકૃત કરાય છે.
  • જાતઃ તે પાલતું પ્રાણીઓનું ચોક્કસ જૂથ છે જે સમાન દેખાવ, વર્તણૂક અને બીજી લાક્ષણિકતાઓ ધરાવે છે જે તેને તે જ જાતિનાં અન્ય પ્રાણીઓથી અલગ કરે છે. આની ઉત્પત્તિ પસંદગીમાન પ્રજનન દ્વારા થાયછે.
  • સંવર્ધકો: આ વનસ્પતિ કે વનસ્પતિ સમૂહ છે જે ઇચ્છિત લક્ષણો માટે પસંદ કરાય છે જે પ્રસરણ દ્વારા જળવાય છે. સંવર્ધકનો અર્થ સંવર્ધિત વિવિધતા થાય છે.
  • ભિન્નતાઃ વનસ્પતિ સૃષ્ટિમાં કુદરતી રીતે ભિન્નતા ઉત્પન્ન થાય છે અને તેના બીજમાંથી ઉત્પન્ન થતી વનસ્પતિ તે જ પ્રકાર ધરાવે છે.

પ્રશ્ન 10.
જ્યારે આપણે ‘યોગ્યતમની ચિરંજીવિતા’નો ઉલ્લેખ કરીએ, તો એનો અર્થ
(a) જેઓ યોગ્યતમ છે તેઓ જ માત્ર જીવિત રહી શકે. અથવા
(b) જેઓ જીવિત છે તેઓયોગ્યતમ છે? સમજાવો.
ઉત્તર:

  1. અસ્તિત્વ માટેના સંઘર્ષમાં જે સજીવો વધુ ઇચ્છિત વિવિધતાઓ ધરાવે છે તેમને અન્ય સજીવો જેમને ઓછી અનુકૂળ વિવિધતા પ્રાપ્ત થઈ હોય તેની સરખામણીમાં સ્પર્ધાત્મક ફાયદો થાય છે.
  2. તેઓને યોગ્ય ગણવામાં આવે છે તેથી તે જીવિત રહી શકે છે, પ્રજનન કરે છે. આ સજીવો બીજા કરતાં વધુ સંતતિ ઉત્પન્ન કરેછે.

GSEB Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 11.
મેન્ડેલિયન વસ્તી માટેની રચના કરતાં માપદંડોની મુખ્ય ત્રણ લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
મૅન્ડેલિયન વસ્તી માટેની રચના કરતા માપદંડ

  1. વસતિ પૂરતા પ્રમાણમાં મોટી હોવી જરૂરી
  2. વસતિ લિંગી પ્રજનન દ્વારા સજીવોમાં મુક્ત રીતે જનીન દ્રવ્યના વહન માટેની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ.
  3. સ્થળાંતરણ નહિવત્ અથવા શૂન્ય હોય.

પ્રશ્ન 12.
સ્થળાંતર પસંદગીને વધારશે કે અસ્પષ્ટ કરશે.” આ વિધાનની સમજૂતી આપો.
ઉત્તર:

  • સજીવોના એક સ્થળેથી અન્ય સ્થળ તરફની ગતિને સ્થળાંતરણ કહે છે. તે અલગ વસતિઓમાં સજીવોની ગતિ હોઈ શકે (બહિસ્થળાંતરણ) અથવા ચોક્કસ વસતિમાં સજીવોનું આગમન (અંતઃ સ્થળાંતરણ). સ્થળાંતરણ, કેટલાક આવા કારકો દાખલ કરે છે. જે સજીવમાં અનુકૂલિત, લાક્ષણિક હોય જે પ્રાકૃતિક પસંદગી પામ્યા હોય. આમ, પસંદગીની તકો વધારે છે.
  • તે જ પ્રમાણે બહિસ્થળાંતરણ દ્વારા કેટલાંક કારકો દૂર થાય છે. વધુ યોગ્ય અનુકૂલન આપે છે. અંતઃ સ્થળાંતરણ એવા કેટલાક કારકો લાવે છે જે પ્રકૃતિ દ્વારા પસંદ ન કરાયેલાં લક્ષણો દર્શાવે છે. દા.ત., પસંદગીની અસ્પષ્ટ અસર.
  • આમ, તે યોગ્ય રીતે જ કહી શકાય છે કે સ્થળાંતરણ પસંદગીની અસરોને વધારશે કે અસ્પષ્ટ કરે છે.

દીર્ઘજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
વસ્તીમાં વૈકલ્પિક આવૃત્તિઓનો સરવાળો હંમેશાં અચળ હોય છે. આ નિયમનું નામ આપો. આ મૂલ્યને અસર કરતાં પાંચ પરિબળો કયાં છે?
ઉત્તર:

  • આપેલ વસતિમાં જનીનના વૈકલ્પિક સ્વરૂપો કે જનીન સ્થાનની આવૃત્તિ શોધી શકાય છે. આ આવૃત્તિઓ સ્થાયી અને પેઢીઓ સુધી સતત જળવાઈ રહે છે.
  • હાર્ડ-વેઇનબર્ગસિદ્ધાંત દર્શાવે છે કે વસતિમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી જળવાઈ રહે છે.
  • જનીન સેતુ (gene pool) એટલે કે વસતિમાંના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો અચળ રહે છે તેને જનીન સમતુલન કહે છે.
  • બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિના સરવાળાને 1, વ્યક્તિગત આવૃત્તિઓને p, q નામ આપાય છે. દ્વિકીયમાં p અને q જે વૈકલ્પિક કારકતઅનેaની આવૃત્તિ ધરાવે છે.
  • વસતિમાં AAવ્યક્તિગત સજીવોની આવૃત્તિp2ને છે. આ જ રીતેaqએ અનેq2અને Aaને 2pqતરીકે દર્શાવાય છે.
  • આથી, P2 + 2pq + q2 = 1
  • જ્યારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત કિંમતથી અલગ હોય તો તે ઉવિકાસીય ફેરફારની વ્યાપકતા દર્શાવે છે.
  • આનું અર્થઘટન આ રીતે કરાય છે કે હાર્ડો-વેઇનબર્ગ સમતુલામાં ખલેલ એટલે એક વસતિમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફારના પરિણામ સ્વરૂપ વિકાસ થાય છે.
  • હાર્ડી – વેઈનબર્ગ સમતુલાને અસરકર્તા પાંચ પરિબળો છે : જનીન પ્રવાહ/જનીન સ્થળાંતરણ, જનીનિક વિચલન (genetic drift), વિકૃતિ, જનીનિક પુનઃસંયોજન અને પ્રાકૃતિક પસંદગી છે.
  • જયારે વસતિના કોઈ પણ ભાગનું અન્ય ભાગની વસતિમાં સ્થળાંતર થાય છે ત્યારે મૂળભૂત અને નવી વસતિની જનીન આવૃત્તિમાં ફેરફાર પામે છે. નવા જનીનો વૈકલ્પિક કારકો નવી વસતિમાંથી ઉમેરાય છે અને જૂની વસતિમાંથી દૂર થાય છે.
  • જો જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો તે જનીન પ્રવાહ છે. આ સમાન ફેરફારો જો તક દ્વારા થતાં હોય તો તેને જનીનિક વિચલન કહે છે.
  • કેટલીક વાર નવી વસતિના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં મોટા ફેરફારો હોય તો તે ભિન્ન જાતિ તરીકે વર્તે છે. મૂળભૂત વિચલિત (drifted) વસતિસ્થાપક બને છે અને સ્થાપક અસર (founder effect) કહે છે.

પ્રશ્ન 2.
અપસારી ઉવિકાસવિશે ઊંડાણપૂર્વક સમજૂતી આપો. તેની પાછળ રહેલપ્રેરકબળ કયું છે?
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ 1

  • તુલનાત્મક અંત:સ્થ રચના અને બાહ્યાકાર વિદ્યા હાલના અને અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા તેવા સજીવો વચ્ચે સમાનતા અને અલગતાદર્શાવે છે.
  • આ સમાનતાના આધારે નક્કી કરી શકાય છે કે હાલના સજીવો સમાન પૂર્વજોમાંથી ઊતરી આવ્યા હશે.
  • (a) રચનાસદેશ્યતા | સમભૂલકતા (homology) : વ્હેલ, બોગનવેલ (2) કુકરબીટા ચામાચીડિયું, ચિત્તા અને માનવમાં (બધાં જ સસ્તન) અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાત સરખી હોય છે પણ આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો ભિન્ન કાર્યો કરે છે. તેઓ અંતઃસ્થ રચનાકીય સમાનતા ધરાવે છે.
  • આ પ્રાણીઓનાં અગ્ર ઉપાંગમાં ભૂજાસ્થિ, અરીયપ્રકોઠાસ્થિ, માનવ ચિત્તો મણિબંધાસ્થિઓ, પશ્ચમણિબંધાસ્થિઓ અને અંગુલ્યસ્થિઓ હોય છે.
  • આમ, આ પ્રાણીઓમાં સમાન રચના ધરાવતાં અંગોનો વિકાસ થયો પણ તે જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા. આને અપસારી (divergent) ઉવિકાસ કહે છે અને આ રચનાઓ સમમૂલક કે રચના દશ હોયછે.
  • સમમૂલકતા સમાન પૂર્વજો દર્શાવે છે.
  • વનસ્પતિઓમાં બોગનવેલનાં કંટક અને (કુકરબીટા) કોળાનાં પ્રકાંડસૂત્રરચના દશ અંગછે.
  • (b) કાર્યસદેશતા (Analogous): અંત:સ્થ રચનાઅલગ હોય પણ કાર્યની દષ્ટિએ સમાનતાદર્શાવતા હોય છે.
  • ઉદા., પક્ષી અને પતંગિયાની પાંખ. પક્ષીની પાંખ અગ્ર ઉપાંગનું રૂપાંતરિત સ્વરૂપ છે, પતંગિયાની પાંખ અધિચર્મીય રૂપાંતરણ છે.
  • આવી કાર્યસદશ રચનાઓ કેન્દ્રાભિસારી ઉવિકાસ (convergentevolution) દર્શાવે છે.
  • કાર્યસદેશ રચનાઓનાં અન્ય ઉદાહરણ :
    1. ડોલ્ફિનની ફિલપર્સ, પેંગ્વિનના ફિલપર્સ
    2. ઓક્ટોપસની અને સસ્તનની આંખ
    3. બટાકા (પ્રકાંડ), શક્કરિયા (મૂળ).
  • આના પરથી કહી શકાય કે સમાન નિવાસસ્થાનોને કારણે સજીવોના જુદા જુદા સમૂહએક જ પ્રકારનાં અનુકૂલનો દર્શાવે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 3.
તમે ઇંગ્લેન્ડમાં પેપર (Pepper) ફૂદાઓની વાર્તાનો અભ્યાસ કરી ચૂક્યાં છો. શું ઉધોગોને દૂર કરાય તો ફૂદાઓની વસ્તી પર તે કેવી રીતે અસર કરશે? તેની ચર્ચા કરો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ 2

  • ઇંગ્લેન્ડમાં 1850 પહેલાં એટલે કે ઔદ્યોગિકીકરણ પહેલાં સફેદ પાંખો ધરાવતાં ફૂદાં (બીસ્ટોન બીટુલેરિયા) ઘેરી પાંખો ધરાવતાં ફૂદાં (બીસ્ટોન કાર્બોનેરિયા) કરતાં વધુ પ્રમાણમાં જોવા મળતાં હતાં.
  • આનું કારણ હતું, કે વૃક્ષોના થડ પર આછા રંગની લાઈકેન્સ વૃદ્ધિ પામતી હતી જેની પશ્ચાભૂમિકામાં આછા રંગ ધરાવતાં ફૂદાં શિકારી પક્ષીઓને જલદી જોવા મળતા નહિ, તેમની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી હતી.
  • 1920માં ઔદ્યોગિકીકરણ પછી, ઝાડના થડ ધુમાડા અને મેશના કારણે કાળાં પડતાં ગયાં આ સ્થિતિમાં ઘેરા રંગનાં ફૂદાં શિકારી પક્ષી સામે રંગ અનુવર્તન દર્શાવતા હોઈ બચી શક્યાં. તેમની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી જ્યારે આછા રંગનાં ફૂદાં ઘેરી પશ્ચાદ્ ભૂમિમાં સહેલાઈથી ઓળખાઈ જતા હોઈ ઝડપથી શિકાર પામતાં તેમની વૃક્ષોના થડ ઉપર સફેદ પાંખયુક્ત ફૂદાં અને ઘેરી સંખ્યામાં ઘટાડો થયો.
  • જે ફૂદાં રંગઅનુકૃતિ (camouflage) કરી શક્યા તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા.
  • જ્યાં ઔદ્યોગિકીકરણ નથી થયું એવા ગ્રામ્ય વિસ્તારોમાં ઘેરા રંગવાળા દાંની સંખ્યા ઓછી છે. આ દર્શાવે છે કે મિશ્ર વસતિમાં તેઓ વધુ સારું અનુકૂલન સાધી, અસ્તિત્વ ટકાવી શકે છે અને વસતિના કદમાં વધારો કરે છે.

પ્રશ્ન 4.
ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં ચાવીરૂપ મુદ્દાઓ કયા છે?
ઉત્તર:
ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના ચાવીરૂપ મુદ્દાઓ નીચે પ્રમાણે છે:

  • વધુ સંતતિનું ઉત્પાદન : સજીવો પોતાની જાતિની સાતત્યતા જાળવવા માટે જન્મજાત પ્રજનન ક્ષમતા ધરાવે છે. એવું જોવા મળ્યું છે કે સજીવો ટકી રહે તેનાં કરતાં વધુ સંખ્યામાં ઉત્પન્ન . થાય છે (દા.ત., દેડકા એકસાથે 300-400 ઈંડાં મૂકે છે. જોકે ટકી રહેતાં બાળદેડકાની સંખ્યા 4થી 5 જ રહે છે.)
  • અસ્તિત્વ માટેનો સંઘર્ષ સજીવો ભૌમિતિક પ્રમાણમાં ગુણન પામે છે જ્યારે ખોરાક અને સ્થાન હંમેશાં મર્યાદિત હોય છે.
  • ભિન્નતા : વસતિના સભ્યોની સંખ્યામાં કદ, આકાર અને લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે. જોકે તે બહારથી સમાનતા દર્શાવે છે. કોઈ પણ બે સજીવ સરખાં હોતાં નથી. આ વિવિધતા ક્રમિક છે અને અનુકૂલિત લક્ષણો ધરાવતી હોય તે બીજી પેઢીમાં વહન પામે છે.
  • યોગ્યતમની ચિરંજીવિતા અને પ્રાકૃતિક પસંદગી અસ્તિત્વના સંઘર્ષ દરમિયાન જે સજીવ ટકી રહે છે તે ફાયદાકારક વિવિધતા દર્શાવે છે અને બદલાતા વાતાવરણ સાથે વધુ અનુકૂલિત થાય છે તેને પ્રાકૃતિક પસંદગી કહે છે.
  • જાતિની ઉત્પત્તિઃ પ્રાકૃતિક પસંદગીને કારણે વંશમાં લક્ષણોમાં ફેરફારો જોવા મળે છે જે લાંબા ગાળે મૂળ જાતિને લવિકાસિત કરી નવી જાતિમાં ફેરવાયછે.

પ્રશ્ન 5.
ચોક્કસભૌગોલિક વિસ્તાર (જેમકે રણપ્રદેશોમાં વસતાં બે સજીવો સમાન સાનુકૂલિત પ્રસરણ ધરાવે છે. આ ઘટનાને ઉદાહરણો દ્વારા સમજાવો.
ઉત્તર:

  • આપેલી ઘટના કેન્દ્રાભિસારી ઉવિકાસની છે. જયાં અસંબંધિત સજીવો સ્વતંત્ર રીતે સમાન લક્ષણો સમાન વાતાવરણને કારણે, ઉર્વિકાસિત છે. દા.ત., (i) શાર્ક અને ડોલ્ફિનનો હોડી આકાર. (સ્ટ્રીમલાઈન) શાર્ક એ મત્સ્ય છે જ્યારે ડોલ્ફિન સસ્તન છે. પણ બંને માટે પાણીમાં સરળ ગતિ માટે હોડી આકાર જરૂરી બને છે.
  • આમ, સમાન વસવાટ, સમાન ઉર્વિકાસિત લક્ષણો સજીવોમાં વિવિધ જૂથોમાં પ્રેરે છે, પણ કાર્યો સમાન હોય છે.
  • (ii) પર્ણકંટકો (રૂપાંતરિત પણે) અને કાંટો (રૂપાંતરિત પ્રકાંડ) બંને સરખાં દેખાય છે, વનસ્પતિને રક્ષણ આપે છે. પણ તે જે વનસ્પતિમાં હોય છે તે ખૂબ દૂરથી સંબંધિત હોય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 6.
આપણે કહીએ છીએ કે, બધાં જ સજીવો માટે ઉવિકાસ એક સતત ચાલતી ઘટના છે. શું માનવપણ ઉવિકસિત થઈ રહ્યો છે? તમારા જવાબની યથાર્થતા જણાવો.
ઉત્તર:

નવાં સંશોધનો સૂચવે છે, આધુનિક ટેકનોલૉજી અને ઔદ્યોગિકીકરણ હોવા છતાં મનુષ્યનો ઉદ્વિકાસ ચાલુ છે. છેલ્લા 10, 000 હજાર વર્ષ કે તેથી વધુ આપણા ઉવિકાસનો દર 100 ગણો વધ્યો છે. જેણે જનીનોમાં વિકૃતિ અને પ્રાકૃતિક પસંદગીની તકો વધારી છે.

કેટલીકચાવી, જેમનુષ્યનો ઉવિકાસ દર્શાવે છે.

(i) લેક્ટોઝની સહનશીલતા ઐતિહાસિક રીતે જે જનીન મનુષ્યમાં લેક્ટોઝના પાચનનું નિયમન કરતું હતું તે બંધ થઈ ગયું છે, કારણ શિશુઓને માતાના દૂધ પર આધારિત નથી રખાતાં. પણ આફ્રિકા અને ઉત્તરીય યુરોપ વિસ્તારમાં પુખ્ત મનુષ્યો વિકૃતિના કારણે લેક્ટોઝ સહનશીલતા તેમના ખોરાકમાં ધરાવે છે જે 5,000 થી 6,000 વર્ષ પહેલાંની છે.

(ii) ડહાપણની દાઢઃ આપણા પૂર્વજોના જડબાં આપણા કરતા મોટા તેમની લેક્ટોઝના ખોરાકની ટેવને કારણે હતા. અત્યારે આપણા જડબાં નાનાં છે અને ડહાપણની દાઢ ખૂબ અસરગ્રસ્ત છે એવું અંદાજાય છે કે આવનાર વસતિમાં તે અદૃશ્ય થઈ જશે.

પ્રશ્ન 7.
જો ડાર્વિન મેડલના કાર્યથી જ્ઞાત હોત તો, તેઓ ભિન્નતાનો ઉદ્ભવ સમજાવી શક્યા હોત?” – ચર્ચા કરો.
ઉત્તર:
હા. જો ડાર્વિનને મૅન્ડલના કાર્યની જાણ હોત તો તે ભિન્નતાનો ઉદ્ભવ યોગ્ય રીતે સમજાવી શક્યા હોત. ડાર્વિને જોયેલાં વસતિમાં સજીવોના જુદા જુદા પ્રકારોને તે જનીન અને કારકોના વિવિધ પ્રકાર સાથે જોડી શક્યા હોત. જનીન અભિવ્યક્તિ ખૂબ અનુકૂલિત લક્ષણ તરીકે કુદરતી રીતે પસંદ થાય છે અને પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે (અન્ય ઓછા અભિવ્યક્ત થતાં ઉર્વિકાસિત લક્ષણોની તુલનામાં).

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *