Gujarat Board GSEB Textbook Solutions Class 11 Maths Chapter 10 રેખાઓ 10.1 Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 11 Maths Chapter 10 રેખાઓ 10.1
પ્રશ્ન 1.
યામ-સમતલમાં – 4, 5), (0, 7), (5, – 5) અને (– 4, – 2) શિરોબિંદુઓવાળો ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ શોધો.
ઉત્તરઃ
ધારો કે, A (– 4, 5), B (0, 7), C (5, – 5) અને D (– 4, − 2) ચતુષ્કોણનાં શિરોબિંદુઓ છે.
યામ-સમતલમાં ચતુષ્કોણ ABCD નીચેની આકૃતિમાં દર્શાવેલ છેઃ
ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ
= ΔABCનું ક્ષેત્રફળ + ΔACDનું ક્ષેત્રફળ
= \(\frac{1}{2}\)|-4 (7+5)+0(- 5 − 5) + 5 (5 − 7)| +\(\frac{1}{2}\)|-4(-5+2)+ 5 (−2 −5) − 4 (5 + 5)|
= \(\frac{1}{2}\)|- 4 (12) + 0 + 5 (-2)| + \(\frac{1}{2}\) |− 4 (− 3) + 5 (− 7) − 4 (10)|
= \(\frac{1}{2}\)|-48 – 10| + \(\frac{1}{2}\)|12 – 35 – 40|
= \(\frac{1}{2}\) (58) + \(\frac{1}{2}\) (63)
= \(\frac{121}{2}\) ચોરસ એકમ
પ્રશ્ન 2.
એક સમબાજુ ત્રિકોણનો પાયો X-અક્ષ પર એવી રીતે આવેલો છે કે તેનું મધ્યબિંદુ ઊગમબિંદુ છે. આ સમબાજુ ત્રિકોણની બાજુ 20 હોય, તો તેનાં શિરોબિંદુઓ શોધો.
ઉત્તરઃ
ઉપરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,
ધારો કે, સમબાજુ ત્રિકોણ ABCનો પાયો AB Y-અક્ષ પર આવેલો છે અને તેનું મધ્યબિંદુ ઊગમબિંદુ છે.
હવે, સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ 24 છે.
∴ AB = 21
∴ OA = a અને OB = a
A (0, a) અને B (0, – a) થશે.
ΔABC સમબાજુ ત્રિકોણ હોવાથી શિરોબિંદુ C એ \(\overline{\mathrm{AB}}\)નાં લંબદ્વિભાજક પર હોય. આથી અહીં, બિંદુ X-અક્ષ પર હશે.
ધારો કે, C (x, O) છે. વળી, AC = ત્રિકોણની બાજુની લંબાઈ = 2a છે.
AC = 2a
∴ \(\sqrt{(x-0)^2+(0-a)^2}\) = 2a
∴ x2 + a2 = 4a2
∴ x2 = 3a2
∴ x = + 3 a
∴ C (√3 a, 0) અથવા C (−√3a, 0) થશે.
આમ, ΔABCનાં શિરોબિંદુઓ (0, a), (0, – a) અને (√3 a, 0) અથવા (0, a), (0, – a) અને (− √3a, 0) થશે.
પ્રશ્ન 3.
જ્યારે (i) Pg, Y-અક્ષને સમાંતર હોય (ii) Pg, X-અક્ષને સમાંતર હોય ત્યારે બિંદુઓ P (x1, y1) અને (x2, y2) વચ્ચેનું અંતર શોધો.
ઉત્તરઃ
P (x1, y1) અને (x2, y2) હોય, તો
PQ = \(\sqrt{\left(x_2-x_1\right)^2+\left(y_2-y_1\right)^2}\) …………………….. (1)
(i) P, Y-અક્ષને સમાંતર હોય ત્યારે બિંદુ P અને ઊના × યામ સમાન હોય.
આથી પરિણામ (1)માં x1 = x2 લેતાં,
PQ = \(\sqrt{0+\left(y_2-y_1\right)^2}\)
∴ PQ = |y2 – y1|
(ii) PQ, X-અક્ષને સમાંતર હોય ત્યારે બિંદુ P અને છુના y યામ સમાન હોય.
આથી પરિણામ (1)માં y1 = y2 લેતાં,
PQ = \(\sqrt{\left(x_2-x_1\right)^2+0}\)
∴ PQ = |x2 − x1|
પ્રશ્ન 4.
(7, 6) અને (3, 4)થી સમાન અંતરે હોય એવું X-અક્ષ પરનું બિંદુ શોધો.
ઉત્તરઃ
ધારો કે, A (7, 6) અને B (3, 4) છે.
ધારો કે, P (x, O) બિંદુ A અને Bથી સમાન અંતરે આવેલું X-અક્ષ પરનું બિંદુ છે.
∴ PA = PB
∴ \(\sqrt{(x-7)^2+(0-6)^2}=\sqrt{(x-3)^2+(0-4)^2}\)
∴ x – 14x + 49 + 36 = x – 6x + 9 + 16
∴ −14x + 85 = – 6x + 25
∴ – 8x = – 60
∴ x = \(\frac{15}{2}\)
∴ માગેલ બિંદુ (\(\frac{15}{2}\), o) છે.
પ્રશ્ન 5.
P (0, − 4) અને B (8, 0)ને જોડતા રેખાખંડના મધ્યબિંદુ અને ઊગમબિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો.
ઉત્તરઃ
ધારો કે, P (0, − 4) અને B (8, 0)ને જોડતા રેખાખંડનું
∴ મધ્યબિંદુ M (x, y) છે.
∴ x = \(\frac{0+8}{2}\) = 4 અને y = \(\frac{-4+0}{2}\) = -2
∴ M (4, − 2) થશે.
હવે, ઊગમબિંદુ O (0, 0) છે.
∴ રેખા OMનો ઢાળ = \(\frac{-2-0}{4-0}\) (∵ ઢાળ = \(\frac{y_2-y_1}{x_2-x_1}\))
= \(\frac{-2}{4}=\frac{-1}{2}\)
આમ, માગેલ રેખાનો ઢાળ = \(\frac{-1}{2}\)
પ્રશ્ન 6.
પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે (4, 4), (3, 5) અને (−1, −1) કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે.
ઉત્તરઃ
ધારો કે, A (4, 4), B (3, 5) અને C (– 1, − 1) એ ΔABCનાં શિરોબિંદુઓ છે.
∴ રેખાખંડ ABનો ઢાળ X રેખાખંડ ACનો ઢાળ = – 1 × 1 = -1
∴ રેખાખંડ AB એ રેખાખંડ ACને લંબ છે.
∴ ∠BAC કાટખૂણો છે.
∴ ΔABC કાટકોણ ત્રિકોણ છે.
પ્રશ્ન 7.
એક રેખા Y-અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં 30નો ખૂણો બનાવે, તો તે રેખાનો ઢાળ શોધો.
ઉત્તરઃ
અહીં, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેખા Y-અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં 30નો ખૂણો બનાવે છે.
∴ આ રેખા X-અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં θ = 120°નો ખૂણો બનાવશે.
∴ રેખાનો ઢાળ = tan θ
= tan 120°
= tan (180° – 60°)
= – tan 60°
= -√3
આમ, આપેલી રેખાનો ઢાળ -√3 છે.
પ્રશ્ન 8.
જો બિંદુઓ (x, – 1), (2, 1) અને (4, 5) સમરેખ હોય, તો ની કિંમત શોધો.
ઉત્તરઃ
ધારો કે, A (x, 1), B (2, 1) અને C (4, 5) સમરેખ બિંદુઓ છે.
∴ ABનો ઢાળ = BCનો ઢાળ
પ્રશ્ન 9.
અંતર સૂત્રનો ઉપયોગ કર્યા વગર બતાવો કે (– 2, − 1), (4, 0), (3, 3) અને (−3, 2) સમાંતરબાજુ ચતુષ્કોણનાં શિરોબિંદુઓ છે.
ઉત્તરઃ
ધારો કે, A (– 2, − 1), B (4, 0), C (3, 3) અને D (– 3, 2) ચતુષ્કોણનાં શિરોબિંદુઓ છે.
અહીં, ABનો ઢાળ = CDનો ઢાળ અને
BCનો ઢાળ = ADનો ઢાળ
∴ AB || CD BC || AD
∴ ABCD સમાંતરબાજુ ચતુષ્કોણ છે.
પ્રશ્ન 10.
(3, − 1) અને B (4, – 2)ને જોડતી રેખા અને X-અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો.
ઉત્તરઃ
ધારો કે, A (3, − 1) અને B (4, − 2) છે.
∴ ABનો ઢાળ = \(\frac{-2-(-1)}{4-3}=\frac{-1}{1}\) = -1
ધારો કે, રેખા AB, X-અક્ષની સાથે 6 માપનો ખૂણો બનાવે છે.
∴ રેખા ABનો ઢાળ = tan θ = – 1
∴ tan θ = – tan 45° = tan (180° – 45°) = tan 135°
∴ θ = 135°
આમ, માગેલ ખૂણાનું માપ 135° છે.
પ્રશ્ન 11.
જો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ ૮ હોય અને tan o = હોય અને બે રેખાઓ પૈકીની એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતાં બે ગણો હોય તો તે બે રેખાઓના ઢાળ શોધો.
ઉત્તરઃ
ધારો કે, એક રેખાનો ઢાળ m છે.
∴ બીજી રેખાનો ઢાળ 2m થશે.
બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ જ છે.
∴ 3m = 1 + 2m2 અથવા −3m = 1 + 2m2
∴ 2m2 – 3m + 1 = 0 અથવા 2m2 + 3m + 1 = 0
∴ (m – 1) (2m − 1) = 0 અથવા (m + 1) (2m + 1) = 0
∴ m = 1 અથવા m = \(\frac{1}{2}\) અથવા m = – 1 અથવા m = –\(\frac{1}{2}\)
હવે, બે રેખાઓના ઢાળ m અને 2m છે.
mની કિંમતો 1, \(\frac{1}{2}\), − 1 અને −\(\frac{1}{2}\) લેતાં,
માગેલી બે રેખાઓના ઢાળ (1 અને 2) અથવા (\(\frac{1}{2}\) અને 1) અથવા (−1 અને −2) અથવા (−\(\frac{1}{2}\) અને -1) છે.
પ્રશ્ન 12.
એક રેખા (x1, y1) અને (h, k)માંથી પસાર થાય છે. જો આ રેખાનો ઢાળ m હોય, તો સાબિત કરો કે k – y1 = m (h – x1).
ઉત્તરઃ
ધારો કે, A (x1, y1) અને B(h, k)માંથી પસાર થતી રેખાનો ઢાળ m છે.
∴ રેખા ABનો ઢાળ = \(\frac{k-y_1}{h-x_1}\) = m
∴ k – y1 = m (h − x1)
આમ, માગેલું પરિણામ સાબિત થાય છે.
પ્રશ્ન 13.
જો ત્રણ બિંદુઓ (h, 0), (a, b) અને (0, k) એક રેખા પર આપેલા હોય, તો સાબિત કરો કે \(\frac{a}{h}+\frac{b}{k}\) = 1.
ઉત્તરઃ
ધારો કે, A (h, 0), B (a, b) અને C (0, k) એક રેખા પર આવેલા છે.
∴ ABનો ઢાળ = BCનો ઢાળ
∴ \(\frac{b-0}{a-h}=\frac{k-b}{0-a}\)
∴ \(\frac{b}{a-h}=\frac{k-b}{-a}\)
∴ -ab = (k – b) (a – h)
∴ – ab = ak – hk – ab + bh
∴ 0 = ak – hk + bh
∴ ak + bh = hk
∴ \(\frac{a k}{h k}+\frac{b h}{h k}\) = 1
∴ \(\frac{a}{h}+\frac{b}{k}\) = 1
પ્રશ્ન 14.
વસ્તી અને સંગત વર્ષનો એક આલેખ નીચે આપેલ છે. રેખા ABનો ઢાળ શોધો અને તેનો ઉપયોગ કરી વર્ષ 2010માં વસ્તી કેટલી હશે તે શોધો.
ઉત્તરઃ
અહીં, A (1985, 92) અને B (1995, 97) રેખા પર આવેલાં બે બિંદુઓ છે.
∴ રેખા ABનો ઢાળ = \(\frac{97-92}{1995-1985}\)
= \(\frac{5}{10}=\frac{1}{2}\)
ધારો કે, વર્ષ 2010માં વસ્તી x કરોડ હશે.
હવે, બિંદુ C (2010, x) એ રેખા AB ૫ર આવે.
∴ A, B, C સમરેખ બિંદુઓ છે.
∴ ABનો ઢાળ = BCનો ઢાળ
∴ \(\frac{1}{2}=\frac{x-97}{2010-1995}\)
∴ \(\frac{1}{2}=\frac{x-97}{15}\)
∴ 15 = 2x – 194
∴ 2x = 209
∴ x = 104.5
આમ, વર્ષ 2010માં વસ્તી 104.5 કરોડ હશે.