Gujarat Board GSEB Textbook Solutions Class 11 Chemistry Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 11 Chemistry Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ
GSEB Class 11 Chemistry રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ Text Book Questions and Answers
પ્રશ્ન 1.
નીચેના મોલર દળ ગણો : (H, C અને Oનાં પરમાણ્વીય દળ અનુક્રમે 1.0079, 12.01 અને 16.00 u છે.)
(i) H2O (ii) CO2 (iii) CH4
ઉકેલ:
(i) H2Oનું મોલર દળ = 2 (Hનું પરમાણ્વીય દળ) + 1 (Oનું પરમાણ્વીય દળ)
= 2 (1.0079 u) + 1 (16.00 u)
= 18.0158 u
(ii) CO2નું મોલર દળ = 1(Cનું પરમાણ્વીય દળ) + 2 (Oનું પરમાણ્વીય દળ)
= 1 (12.01 u) + 2 (16.00 u)
= 44.01 u
(iii) CH4નું મોલર દળ = 1 (Cનું પરમાણ્વીય દળ) + 4 (Hનું પરમાણ્વીય દળ)
= 1 (12.01 u) + 4 (1.0079 u)
= 16.0416 u
પ્રશ્ન 2.
સોડિયમ સલ્ફેટ(Na2SO4)માં રહેલાં જુદાં જુદાં તત્ત્વોના દળ ટકા ગણો. (Na, S અને Oના પરમાણ્વીય દળ અનુક્રમે 22.99, 32.06 અને 16.00 u છે.)
ઉકેલ:
Na2SO4નું મોલર દળ
= 2 (Naનું પરમાણ્વીય દળ) + 1 (Sનું પરમાણ્વીય દળ) + 4 (Oનું પરમાણ્વીય દળ)
= 2 (22.99 u) + 1 (32.06 u) + 4 (16.00 u)
= 142.04 u
= 45.06%
પ્રશ્ન 3.
આયર્નના એક ઑક્સાઇડ, જેમાં દળથી 69.9 % આયર્ન અને 30.1 % ડાયઑક્સિજન છે, તો તે ઑક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. [Fe અને Oના પરમાણ્વીય દળ અનુક્રમે 55.85 અને 16.0 u છે. ]
ઉકેલઃ
∴ પ્રમાણસૂચક સૂત્ર Fe2O3 થશે.
પ્રશ્ન 4.
ઉત્પન્ન થયેલ કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ ગણો, જ્યારે (i) 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે. (ii) 1 મોલ કાર્બનને 16 ઠ્ઠ ડાયઑક્સિજનમાં બાળવામાં આવે છે.
(iii) 2 મોલ કાર્બનને 16 ઠ્ઠ ડાયઑક્સિજનમાં બાળવામાં આવે છે.
ઉત્તર:
(i) સમીકરણ પરથી 1 મોલ કાર્બનને બાળવામાં આવે, તો 44 g CO2(g) ઉત્પન્ન થાય છે.
(ii) સમીકરણ પરથી 32 g O2(g)માંથી 44 g CO2(g) મળે.
∴ 16 g O2(g)માંથી 22 g CO2(g) મળે.
(iii) અહીં, O2 એ મર્યાદિત પ્રક્રિયક હોવાથી \(\frac{16}{32}\) = 0.5 મોલ)
1 મોલ O2(g)માંથી 44 g CO2(g) મળે.
∴ 0.5 મોલ O2(g)માંથી 22 g CO2(g) મળે.
પ્રશ્ન 5.
500 mL 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ(CH3COONa)નું દળ ગણો. (સોડિયમ એસિટેટનું મોલર દળ 82.0245 g.mol-1 છે.)
ઉકેલ:
∴ દ્રાવ્યનું દળ = 0.375 × 82.0245 × 0.500
= 15.38 g
પ્રશ્ન 6.
નાઇટ્રિક ઍસિડનો એક નમૂનો જેની ઘનતા 1.41 g.mL-1 અને નાઇટ્રિક ઍસિડના દળ ટકા 69 % છે. આ નમૂનામાં નાઇટ્રિક ઍસિડની સાંદ્રતા મોલ પ્રતિલિટરમાં ગણો.
ઉકેલ:
નાઇટ્રિક ઍસિડના દળ ટકા 69 %નો અર્થ 100 g દ્રાવણમાં 69 g HNO3 (દ્રાવ્ય) છે. ઘનતા 1.41 g.mL-1.
હવે, HNO3નું આણ્વીય દળ
= 1 (H) + 1 (N) + 3 (O)
= 1 (1.0079) + 1 (14.0067) + 3 (16.00)
= 63.0146 g.mol-1
= 15.44 M
પ્રશ્ન 7.
100 g કૉપર સલ્ફેટ(CuSO4)માંથી કેટલું કૉપર મેળવી શકાય? Cuનું પરમાણ્વીય દળ 63.54 u તથા CuSO4નું મોલર દળ (આણ્વીય દળ) 159.6 g.mol-1 છે.
ઉકેલ: 159.6 g CuSO4માં 63.54g Cu છે.
∴ 100 g CuSO4માં (?)
∴ \(\frac{100 \times 63.54}{159.6}\) = 39.81 g Cu
પ્રશ્ન 8.
આયર્ન ઑક્સાઇડનું આણ્વીય સૂત્ર ગણો. જેમાં આયર્ન અને ઑક્સિજનના દળ ટકા અનુક્રમે 69.9 અને 30.1 છે. (Fe અને Oનાં પરમાણ્વીય દળ અનુક્રમે 55.85 અને 16.00 u તથા Fe2O3નું આણ્વીય દળ 159.8 g.mol-1)
ઉકેલ:
પ્રશ્ન નંબર (3) મુજબ પ્રમાણસૂચક સૂત્ર Fe2O3 થશે. હવે,
Fe2O3નું પ્રમાણસૂચક સૂત્રદળ = 2 (Fe) + 3 (O)
= 2 (55.85) + 3 (16.00)
= 159.7 g / સૂત્રદળ
= \(\frac{159.8}{159.7}\) = 1
હવે, આણ્વીય સૂત્ર = n (પ્રમાણસૂચક સૂત્ર)
= 1 (Fe2O3) = Fe2O3
પ્રશ્ન 9.
નીચેની માહિતીનો ઉપયોગ કરીને ક્લોરિનનું સરેરાશ પરમાણ્વીય દળ ગણો :
ઉકેલ:
Cl નું સરેરાશ પરમાણ્વીય દળ
= \(\frac{(75.77 \times 34.9689)+(24.23 \times 36.9659)}{75.77+24.23}\)
= 35.452 u
પ્રશ્ન 10.
ઇથેન(C2H6)ના 3 મોલ માટે નીચેનાની ગણતરી કરોઃ
(i) કાર્બન પરમાણુના મોલની સંખ્યા
(ii) હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા
(iii) ઇથેનના અણુની સંખ્યા
ઉકેલઃ
(i) 1 મોલ ઇથેન(C2H6)માં 2 મોલ કાર્બન પરમાણુ છે.
∴ 3 મોલ ઇથેન(C2H6)માં 3 × 2 = 6 મોલ કાર્બન પરમાણુ હશે.
(ii) 1 મોલ ઇથેન(C2H6)માં 6 મોલ હાઇડ્રોજન પરમાણુ છે.
∴ 3 મોલ ઇથેન(C2H6)માં 3 × 6 = 18 મોલ હાઇડ્રોજન પરમાણુ હશે.
(iii) ઍવોગેડ્રો મુજબ,
1 મોલ C2H6 = 6.022 × 1023 C2H6ના અણુ
∴ 3 મોલ C2H6 = (?)
= 3 × 6.022 × 1023
= 18.066 × 1023
= 1.8066 × 1024 અણુ
પ્રશ્ન 11.
જો 20 g ખાંડ (C12H22O11) પૂરતા પાણીમાં ઓગાળી અંતિમ કદ 2 L કરવામાં આવ્યું, તો ખાંડની સાંદ્રતા molL-1માં ગણો. (ખાંડનું આણ્વીય દળ 342 g.mol-1)
ઉકેલ:
સાંદ્રતા મોલ / લિટરમાં એટલે મોલારિટી (M)
= \(\frac{20}{342 \times 2}\) = 0.0292 M
પ્રશ્ન 12.
જો મિથેનોલની ઘનતા 0.793 kg·L-1 હોય, તો તેનું 2.5 L 0.25 M દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈશે? (મિથેનોલનું આણ્વીય દળ 32 g·mol-1)
ઉકેલ:
મિથેનોલની ઘનતા = 0.793 kg·L-1
= 0.793 × 103g·L-1
હવે, મોલારિટી =
= \(\frac{0.793 \times 10^3 \mathrm{~g} \cdot \mathrm{L}^{-1}}{32 \mathrm{~g} \cdot \mathrm{mol}^{-1}}\)
= 24.781 mol/litre
હવે, M1V1 = M2V2
∴ V1 = \(\frac{\mathrm{M}_2 \mathrm{~V}_2}{\mathrm{M}_1}\)
= \(\frac{0.25 \times 2.5}{24.781}\)
= 0.02522 L
= 25.22 mL
જ્યાં, M1 = 24.781 M
V1 = ?
M2 = 0.25 M
V2 = 2.5 L
પ્રશ્ન 13.
એક ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છે. દબાણનો SI એકમ પાસ્કલ (pascal – Pa) નીચે પ્રમાણે દર્શાવી શકાય :
1 Pa = 1 N·m-2 તથા 1N = 1 kg·ms-2
જો દરિયાની સપાટી પર હવાનું દબાણ 1084 g·cm-2 હોય, તો દબાણ પાસ્કલમાં ગણો.
ઉકેલ:
દબાણ = 1034.g · cm-2 × 9.8 m s-2
હવે, દબાણને SIમાં ફેરવવા માટે gને kgમાં તથા cm2ને m2માં ફેરવતાં, 1 g = 10-3 kg તથા 1 cm2 = (10-2 m)2 = 10-4m2 થાય.
હવે, દબાણ = \(\frac{1034 \times 10^{-3} \mathrm{~kg} \times 9.8 \mathrm{~m} \cdot \mathrm{s}^{-2}}{10^{-4} \mathrm{~m}^2}\)
= 101832.0 N m-2 (∵ 1 N = 1 kg.m s-2)
= 101832 Pa (∵ 1 Pa = N m-2)
= 1.01332 × 105 Pa
પ્રશ્ન 14.
દળનો SI એકમ શું છે? તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?
ઉત્તર:
દળનો SI એકમ કિલોગ્રામ (kg) છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે.
પ્રશ્ન 15.
નીચેના પૂર્વગોને તેમના ગુણક સાથે સરખાવો :
પૂર્વગ – ગુણક
(i) માઇક્રો – 106
(ii) ડેકા – 109
(iii) મેગા – 10-6
(iv) ગીગા – 10-15
(v) ફૅટો – 10
ઉત્તર:
પ્રશ્ન 16.
અર્થસૂચક અંક અંગે તમે શું સમજો છો?
ઉત્તર:
અર્થસૂચક અંક એ અર્થપૂર્ણ અંક છે, જે ચોકસાઈપૂર્વક જ્ઞાત હોય છે. અનિશ્ચિતતાનો નિર્દેશ કેટલાક અંક લખીને કરવામાં આવે છે, જેમાં છેલ્લો અંક અનિશ્ચિત ગણાય છે.
દા. ત., 11.2 mL લખીએ તો તેમાં 11 નિશ્ચિત છે, જ્યારે 2 અનિશ્ચિત છે અને છેલ્લા અંકની અનિશ્ચિતતા ± થશે.
પ્રશ્ન 17.
પીવાના પાણીનો એક નમૂનો ખરાબ રીતે ક્લોરોફૉર્મ (CHCl3) વડે સંદૂષિત થયેલ છે. CHCl3 સ્વભાવે કૅન્સરજન્ય છે. સંદૂષિતતાનું સ્તર (પ્રમાણ) 15 ppm (દળથી) હતું.
(i) આને દળ ટકામાં દર્શાવો.
(ii) પાણીના નમૂનામાં ક્લોરોફૉર્મની મોલાલિટી ગણો. (CHCl3નું આણ્વીય દળ 119.5g.mol-1 છે.)
ઉકેલઃ
(i) 15 ppmનો અર્થ 106g દ્રાવણમાં 15 g દ્રાવ્ય છે.
∴ દળ ટકા = × 100
= \(\frac{15}{10^6}\) × 100
= 1.5 × 10-3 %
હવે, 1.5 × 10-3 % એટલે 100 g (પાણીના)
નમૂનામાં 1.5 × 10-3 g ક્લોરોફૉર્મ છે.
(ii)
= \(\frac{1000 \times 1.5 \times 10^{-3}}{119.5 \times 100}\)
= 1.25 × 10-4
પ્રશ્ન 18.
નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો :
(i) 0.0048
(ii) 234,000
(iii) 8008
(iv) 500.0
(v) 6.0012
ઉત્તર:
પ્રશ્ન 19.
નીચેનામાં અર્થસૂચક અંક કેટલા છે?
(i) 0.0025
(ii) 208
(iii) 5005
(iv) 126.000
(v) 500.0
(vi) 2.0034
(vii) 126000
ઉત્તર:
પ્રશ્ન 20.
નીચેનાનું ત્રણ અર્થસૂચક અંક સુધી સંનિકટન કરો :
(i) 34.216
(ii) 10.4107
(iii) 0.04597
(iv) 2808
ઉત્તર:
(i) 34,216 → 34.2
(ii) 10.4107 → 10.4
(iii) 0.04597 → 0.0460
(iv) 2808 → 2810
પ્રશ્ન 21.
જ્યારે ડાયનાઇટ્રોજન અને ડાયઑક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે જુદાં જુદાં સંયોજનો બને છે. આની માહિતી નીચે પ્રમાણે મળેલ છે :
ડાયનાઇટ્રોજનનું દળ | ડાયઑક્સિજનનું દળ |
(i) 14 g | 16 g |
(ii) 14 g | 32 g |
(iii) 28 g | 32 g |
(iv) 28 g | 80 g |
(a) ઉપરની પ્રાયોગિક માહિતીમાં રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ પળાયો છે? તેનું નિવેદન કરો.
(b) નીચેનાં પરિવર્તનો (રૂપાંતરણો) માટે ખાલી જગ્યા પૂરો :
(i) 1km = …………. mm = …………… pm
(ii) 1mg = …………… kg = ……………… ng
(iii) 1mL = …………….. L = …………….. dm3
ઉત્તર:
(a) ઉપરોક્ત માહિતી ગુણક પ્રમાણના નિયમનું પાલન કરે છે.
(b) (i) 106, 1015
(ii) 10-6, 106
(iii) 10-3, 10-3
પ્રશ્ન 22.
જો પ્રકાશની ઝડપ (વેગ) 3.0 × 108ms-1 હોય, તો 2.00 nsમાં પ્રકાશે કાપેલું અંતર ગણો. (1 ns = 10-9s) ઉકેલ:
2.00 ns 2.00 × 10-9
હવે, કાપેલું અંતર = વેગ × સમય
= 3 × 108ms-1 × 2 × 10-9 s
= 6.00 × 10-1 m
= 0.600 m
પ્રશ્ન 23.
પ્રક્રિયા : A + B2→ AB2માં નીચેના પ્રક્રિયા મિશ્રણોમાં સીમિત પ્રક્રિયક હોય, તો ઓળખી બતાવો :
(i) Aના 300 પરમાણુ + Bના 200 અણુ
(ii) 2 mol A + 3 mol B
(iii) Aના 100 પરમાણુ + Bના 100 અણુ
(iv) 5 mol A + 2.5 mol B
(v) 2.5 mol A + 5 mol B
ઉકેલ:
પ્રક્રિયા : A + B2→ AB2 માટે
આપેલ પ્રક્રિયામાં A અને B2ના મોલ સમાન (1, 1) છે. આથી ……..
(i) Aના 200 પરમાણુ એ Bના 200 અણુ સાથે પ્રક્રિયા કરે છે. આથી B એ સીમિત પ્રક્રિયક બને.
(ii) સમીકરણ મુજબ,
1 મોલ A એ 1 મોલ B સાથે પ્રક્રિયા કરે છે.
∴ 2 મોલ A એ 2 મોલ B સાથે પ્રક્રિયા કરશે.
આથી A એ સીમિત પ્રક્રિયક બને.
(iii) કોઈ જ સીમિત પ્રક્રિયક નથી.
(iv) 2.5 મોલ B એ 2.5 મોલ A સાથે જ પ્રક્રિયા કરશે.
∴ અહીં, B એ સીમિત પ્રક્રિયક બને.
(v) 2.5 મોલ A એ 2.5 મોલ B સાથે જ પ્રક્રિયા કરશે.
∴ અહીં, A એ સીમિત પ્રક્રિયક બને.
પ્રશ્ન 24.
નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા ઉત્પન્ન કરે છે :
N2(g) + 3H2(g) → 2NH3(g)
(i) જો 2.00 × 103g ડાયનાઇટ્રોજન એ 1.00 × 103 g ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે, તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો.
(ii) બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે?
(iii) જો હા, તો કયો પ્રક્રિયક અને તેનું દળ કેટલું હશે?
ઉકેલઃ
(i)
સમીકરણ પરથી,
28 g N2 એ 6g H2 સાથે પ્રક્રિયા કરે છે.
∴ 2 × 103g N2 એ (?)
∴ \(\frac{2 \times 10^3 \times 6}{28}\) = 428.57 g H2
આ જ પ્રમાણે,
28 ગ્રામ N2 એ 34g NH3માંથી ઉત્પન્ન થાય છે.
∴ 2 × 103g N2 એ (?)
∴ \(\frac{2 \times 10^3 \times 34}{28}\) = 2428.57 g
= 2.42 × 103g NH3
(ii) હા. અહીં, H2 એ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે.
(iii) પ્રક્રિયા પામ્યા વગરના H2નું દળ
= 571.43 g
= 5.72 × 102 g
પ્રશ્ન 25.
0.50 mol Na2CO3 અને 0.50 M Na2CO3 કેવી રીતે જુદા પડે છે? (Na2CO3નું મોલર દળ = 106 g.mol 1)
ઉકેલ:
0.50 mol Na2CO3 = 0.50 × 106
= 53 g Na2CO3
0.50 M Na2CO3 એટલે 1 લિટર (1000 mL) દ્રાવણમાં 53 g Na2CO3 છે.
પ્રશ્ન 26.
જો ડાયહાઇડ્રોજન વાયુના 10 કદ એ ડાયઑક્સિજન વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરે છે, તો પાણીની બાષ્પનું કેટલું કદ ઉત્પન્ન થશે?
ઉકેલ:
ગૅલ્યુસેકના નિયમ મુજબ, સમીકરણ પરથી,
2 કદ H2(g) એ 1 કદ O2(g) સાથે પ્રક્રિયા કરી 2 કદ H2O(g) બનાવે છે.
∴ 10 કદ H2(g) એ 5 કદ O2(g) સાથે પ્રક્રિયા કરીને 10 કદ H2O(g) બનાવશે.
પ્રશ્ન 27.
નીચેનાને પાયાના એકમોમાં ફેરવો :
(i) 28.7 pm (ii) 15.15 pm (iii) 25365 mg
ઉકેલ:
(i) 1 pm = 10-12 m
∴ 28.7 pm = \(=\frac{15.15 \mathrm{pm} \times 10^{-12} \mathrm{~m}}{1 \mathrm{pm}}\)
= 2.87 × 10-11m
(ii) 1 pm = 10-12 m
∴ 15.15 pm = \(\frac{15.15 \mathrm{pm} \times 10^{-12} \mathrm{~m}}{1 \mathrm{pm}}\)
= 1.515 × 10-11 m
(iii) 1 kg = 103g અને 1 g = 103 mg પરથી,
1 mg = 10-6 kg
∴ 25365 mg = \(\frac{25365 \times 10^{-6}}{1}\)
= 2.5365 × 10-2kg
પ્રશ્ન 28.
નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે?
(i) 1 g Au(s) (પરમાણ્વીય દળ = 197 u)
(ii) 1 g Na(s) (પરમાણ્વીય દળ = 23 u)
(iii) 1 g Li(s) (પરમાણ્વીય દળ = 7 u)
(iv) 1 g Cl2(g) (પરમાણ્વીય દળ = 71 u)
ઉકેલ:
(i) 1 g Au = \(\frac{1}{197}\) મોલ Au
\(\frac{1}{197}\) × 6.022 × 1023 Au પરમાણુ
= 3.05 × 1021
(ii) 1 g Na = \(\frac{1}{23}\) મોલ Na
\(\frac{1}{23}\) = 1 × 6.022 × 1023 Na પરમાણુ
= 2.61 × 1022
(iii) 1 g Li = \(\frac{1}{7}\) મોલ Li
\(\frac{1}{7}\) × 6.022 × 1023 Li પરમાણુ
= 8.60 × 1022
(iv) 1 g Cl2 = \(\frac{1}{71}\) મોલ Cl2 અણુ
\(\frac{1}{7}\) × 2 × 6.022 × 1023
= 1.69 × 1022
આમ, અહીં 1 g Li માં સૌથી વધુ પરમાણુઓ હશે.
પ્રશ્ન 29.
એક દ્રાવણ જેમાં ઇથેનોલના મોલ-અંશ 0.040 છે, તે દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી ગણો.
ઉકેલ:
મોલારિટી એટલે 1 લિટર જલીય દ્રાવણમાં ઓગળેલા ઇથેનોલ(દ્રાવ્ય)ના મોલ.
હવે, 1 લિટર પાણીના મોલ =
= \(\frac{1000 \mathrm{~g}}{18 \mathrm{~g} \cdot \mathrm{mol}^{-1}}\)
= 55.55 mol
હવે, મોલ-અંશોનો સરવાળો 1 થવાથી
Xપાણી + Xઇથેનોલ
∴ Xપાણી = 1 – Xઇથેનોલ
= 1 – 0.040 = 0.96
∴ 53.328 + 0.96 nઇથેનોલ = 55.55
∴ 0.96 nઇથેનોલ = 55.55 – 53.328 = 2.222
∴ nઇથેનોલ = \(\frac{2.222}{0.96}\) = 2.3145 mol
અહીં, ઇથેનોલના 2.3145 મોલ 1 L દ્રાવણમાં હોવાથી ઇથેનોલની મોલારિટી = 2.3145 M થશે.
પ્રશ્ન 30.
12C પરમાણુનું દળ ઠ્ઠમાં કેટલું હશે?
ઉકેલ:
= \(\frac{12 \mathrm{~g}}{6.022 \times 10^{23}}\)
= 1.9927 × 10-23 g
પ્રશ્ન 31.
નીચેની ગણતરીથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક હશે?
(i) \(\frac{0.02856 \times 298.15 \times 0.112}{0.5785}\)
(ii) 5 × 5.364
(iii) 0.0125 + 0.7864 + 0.0215
ઉકેલઃ
(i) \(\frac{0.02856 \times 298.15 \times 0.112}{0.5785}\)
= 1.64857108 ≈ 1.65
[નોંધ : અર્થસૂચક અંકના ગુણાકાર અને ભાગાકારના નિયમ મુજબ 0.112માં રહેલ અર્થસૂચક અંક 3થી વધારે દર્શાવી શકાય નહિ.]
આમ, ઉપરોક્ત કિંમત માટે અર્થસૂચક અંક 3 થશે.
(ii) 5 × 5.364 = 26.82 મળે છે.
∴ અર્થસૂચક અંક 4 થશે.
(iii) 0.0125 +0.7864 + 0.0215 = 0.8204 મળે છે.
∴ અર્થસૂચક અંક 4 થશે.
પ્રશ્ન 32.
કુદરતી રીતે મળતા આર્ગોનનું મોલર દળ નીચેના કોષ્ટકમાં આપેલ માહિતી પરથી ગણો :
સમસ્થાનિક | સમસ્થાનિકીય મોલર દળ | પ્રચુરતા |
36Ar | 35.96755 g.mol-1 | 0.337 % |
38Ar | 37.96272 g.mol-1 | 0.063 % |
40Ar | 39.9624 g.mol-1 | 99.600 % |
ઉકેલ:
Arનું મોલર દળ
\(\begin{gathered}
(0.337 \times 35.96755)+(0.063 \times 37.96272) \\
+(99.600 \times 39.9624) \\
\hline 0.337+0.063+99.600
\end{gathered}\)
= 39.948 g.mol-1
પ્રશ્ન 33.
નીચેનામાંના દરેકમાં પરમાણુની સંખ્યા ગણો :
(i) Arના 52 મોલ (ii) Heના 52 (iii) Heના 52 g
ઉકેલ :
(i) 1 મોલ Ar = 6.022 × 1023 Ar પરમાણુ
∴ 52 મોલ Ar = 52 × 6.022 × 1023
= 3.131 × 1025 Ar પરમાણુ
(ii) 4u He = 1 He પરમાણુ
∴ 52 u He = \(\frac{52 \times 1}{4}\) = 13 He પરમાણુ
(iii) 4g He = 1 મોલ He
= 6.022 × 1023 He ૫૨માણુ
∴ 52 g He = \(\frac{52 \times 6.022 \times 10^{23}}{4}\)
= 7.8286 × 1024 પરમાણુ
પ્રશ્ન 34.
એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ એ C અને H ધરાવે છે. તેના થોડા પ્રમાણને ઑક્સિજનની હાજરીમાં બાળતાં 3.38 g CO2 અને 0.690 g H2O આપે છે અને અન્ય કોઈ નીપજ આપતું નથી. આ વેલ્ડિંગ વાયુનું 10.0 L કદ (STPએ માપન કરેલ) 11.6g વજન દર્શાવે છે, તો (i) પ્રમાણસૂચક સૂત્ર (ii) વાયુનું મોલર દળ (iii) આણ્વીય સૂત્ર શોધો.
ઉકેલઃ
(i) 44 g CO2 = 12 g ‘C’
∴ 3.38 g CO2 = \(\frac{12 \times 3.38}{44}\) = 0.9218 g ‘C’
આ જ પ્રમાણે,
18 g H2O = 2 g ‘H’
∴ 0.690 g H2O = \(\frac{0.690 \times 2}{18}\)
= 0.0767 g ‘H’
હવે, C અને Hનું કુલ દળ = 0.9218 + 0.0767
= 0.9985 g થાય.
તેથી ‘C’ના % = \(\frac{0.9218}{0.9985}\) × 100 = 92.32%
તથા ‘H’ના % = \(\frac{0.0767}{0.9985}\) × 100 = 7.68%
∴ પ્રમાણસૂચક સૂત્ર : CHથશે.
(ii) 10 Lનું STP એ દળ = 11.6 g
∴ 22.4 Lનું STP એ દળ = \(\frac{11.6 \times 22.4}{10}\)
= 25.984 g
≈ 26 g
∴ વાયુનું મોલર દળ = 26 g.mol-1 = 26 u થશે.
(iii) CHનો પ્રમાણસૂચક સૂત્રદળ = 1 (C) + 1 (H)
= 1 (12) + 1 (1)
= 13 g / સૂત્રદળ
= \(\frac{26}{13}\)
∴ n = 2
હવે, આણ્વીય સૂત્ર = n (પ્રમાણસૂચક સૂત્ર)
= 2 (CH) = C2H2
પ્રશ્ન 35.
કૅલ્શિયમ કાર્બોનેટ જલીય HCI સાથે પ્રક્રિયા કરે છે અને નીચેની પ્રક્રિયા પ્રમાણે CaCl2 અને CO2 આપે છે :
CaCO3(s) + 2HCl(aq) → CaCl2(aq) + CO2(g) + H2O(l)
25 mL 0.75 M HCI સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે CaCO3નું કેટલું દળ જોઈશે?
ઉકેલ:
સૌપ્રથમ HClનું દળ શોધીએ.
સમીકરણ પરથી,
2 × 36.5 g HCl એ 100 g CaCO3 સાથે પ્રક્રિયા કરે છે.
∴ 0.6844 g HCl એ (?)
∴ \(\frac{0.6844 \times 100}{2 \times 36.5}\) = 0.9375 g CaCO3 જોઈએ.
પ્રશ્ન 36.
પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયૉક્સાઇડ(MnO2)ની જલીય હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરી ક્લોરિન બનાવવામાં આવે છે :
4HCl(aq) + MnO2(s) →2H2O(l) + MnCl2(aq) + Cl2(g)
5.0 g ભેંગેનીઝ ડાયૉક્સાઇડ સાથે HClના કેટલા ગ્રામ પ્રક્રિયા g કરશે?
(HCI અને MnO2નું આણ્વીય દળ અનુક્રમે 36.5 અને 87 g.mol-1)
ઉકેલઃ
સમીકરણ પરથી,
87 g MnO2 એ 4 × 36.5 g HCl સાથે પ્રક્રિયા કરે છે.
∴ 5.0 g MnO2 એ (?)
∴ \(\frac{5 \times 4 \times 36.5}{87}\) = 8.40 g HCl