GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના

GSEB Class 11 Biology સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના Text Book Questions and Answers

પ્રશ્ન 1.
વિવિધ પ્રકારની વર્ષશનલી પેશીઓનાં સ્થાન અને કાર્ય જણાવો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત સ્થ રચના 1
(1) વર્ધનશીલ પેશી : વનસ્પતિઓમાં વૃદ્ધિ મોટેભાગે ક્રિયાશીલ (સક્રિય) કોષ વિભાજનના ચોક્કસ વિસ્તારો પૂરતી મર્યાદિત છે. સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને વર્ષનશીલ પેશીઓ કહે છે. (Meristos divided : વિભાજન પામવું)

(2) વર્ષનશીલપેશીના પ્રકાર : વનસ્પતિઓ વિવિધ પ્રકારની વર્ષનશીલ પેશીઓ ધરાવે છે.

(a) અગ્રીય વર્ધનશીલ પેશીઓ (apical meristems) :

  • મૂળ તથા પ્રરોહના અગ્રસ્થ ભાગમાં રહેલી અને પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી વર્ષનશીલ પેશીઓને અગ્રીય વર્ધનશીલ પેશીઓ કહે છે.
  • મૂળની અગીય વર્ષનશીલપેશીઓ મૂળની ટોચના ભાગે રહેલી છે જયારે પ્રરોહની અગીય વર્ષનશીલપેશીઓ પ્રકાંડ અથના મોટાભાગના પ્રદેશમાં અમુક અમુક અંતરે રહેલી છે.
  • પક્ષના નિમલ અને પ્રકાંડના વિસ્તરણ દરમિયાન, પ્રરોહની અઝીય વર્ષનશીલ પેશીના કેટલાક કોષો નીચેની તરફ ગોઠવાઈ કલકલિકાનું નિર્માણ કરે છે,
  • આવી કલિકાઓ પર્વોની કક્ષમાં પણ હાજર હોય છે અને શાખા કે પુષ્પ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે.

(b) આંતરવિષ્ટ વર્ષનશીલ પેશી (Intercalary meristem) :

  • પરિપક્વ પેશીઓ (સ્થાયી પેશીઓ)ની વચ્ચે આવેલી વર્ષનશીલ પેશીને આંતરવિષ્ટ વર્ષનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે.
  • આ પેશીઓ ઘાસમાં અને શાકાહારી ચરતા પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલા વનસ્પતિના ભાગોની જગ્યાએ પુનઃનિર્માણ પામતાં ભાગોમાં રહેલી છે.
  • પ્રાથમિક વર્ષનશીલ પેશીઓ :
    અઝીય વર્ષનશીલપેશી અને આંતરવિષ્ટ વર્ષનશીલ પેશી બંને પ્રાથમિક વર્ષનશીલ પૈશીઓ છે, કારણ કે તેઓ વનસ્પતિ જીવનની શરૂઆતમાં દેખાય છે અને પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણમાં ભાગ લે છે.

(c) Allu la Vell (Secondary or lateral meristem):

  • ઘણી વનસ્પતિઓના મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગમાં આવેલી વર્ષનશીલ પેશીઓ. કે જે ચોક્કસ રીતે કાષ્ટીય અન્ન ઉત્પન્ન કરે છે અને પ્રાથમિક વર્ષનશીલ પેશીના નિર્માણ પછી દેખાય છે તેને દ્વિતીય એથવા પાર્ષીય વર્ષનશીલ કહે છે.
  • તેઓ નળાકાર વર્ષનશીલ પેશીઓ છે,
  • ઉદાહરણ પુલીય (fasicular) વાહિયા , આંતરપુલીય (interfascicular) એધા અને વર્લંધા (cork combium) પાર્ષીય વર્ષનશીલ પેશીઓનાં ઉદાહરણ છે.
  • તેઓ દ્વિતીયક પેશીઓના નિર્માણ માટે જવાબદાર છે.

GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના

પ્રશ્ન 2.
ત્વક્ષેધા પેશીઓ બનાવે છે કે જે ત્વક્ષાનું નિર્માણ કરે છે. શું તમે આ વાક્ય સાથે સહમત છો ? સમજાવો.
ઉત્તર:
(1) વાહિએધાની સક્રિયતાને કારણે પ્રકાંડનાં ઘેરાવામાં સતત વધારો થવાથી બાહ્યબાહ્યકીય (Outer cortical) અને અધિસ્તરીયસ્તરો પણ દબાણ વધવાને પરિણામે તૂટી જાય છે અને તેને બદલે નવા રક્ષણ કરતા કોષીયસ્તરો પૂરા પાડવાની જરૂરિયાત ઊભી થાય છે. તેથી વહેલા કે પછી સામાન્ય રીતે બાહ્યકના અન્ય પ્રદેશમાં વર્ધનશીલપેશી બને છે. જેને ત્વક્ષીયએધા કે ત્વક્ષેધા કહે છે.

(2) ત્વક્ષેધા હંમેશા બાહ્યક પ્રદેશમાં વિકાસ પામે છે.

(3) ત્વક્ષેધા એ બે જાડા સ્તરો ધરાવે છે.

(4) તે સાંકડા, પાતળી દીવાલયુક્ત અને લગભગ લંબચોરસ કોષોની બનેલી છે.

(5) ત્વૌધા બંને બાજુએ કોષો ઉમેરે છે.

(6) બહારના કોષો છાલ કે ત્વક્ષામાં વિભાજિત થાય છે જ્યારે અંદરના કોષો દ્વિતીય બાહ્યક કે ઉપત્વક્ષામાં વિભાજન પામે છે.

(7) કોષદીવાલમાં સુબેરિનની જમાવટને કારણે ત્વક્ષાના કોષો પાણી માટે અપ્રવેશશીલ છે. દ્વિતીય બાહ્યકના કોષો મૃદુતકીય છે.

(8) આમ, ત્વક્ષેધા, ત્વક્ષા અને ઉપ–ક્ષા એકત્રિત થઈને બાહ્યવલ્કનું નિર્માણ કરે છે.

પ્રશ્ન 3.
પદ્ધતિસરની રૂપરેખાઓ સહિત કાષ્ટીય આવૃત્તબીજધારી વનસ્પતિઓનાં પ્રકાંડમાં થતી દ્વિતીયવૃદ્ધિની ક્રિયાવિધિ સમજાવો. તેની લાક્ષણિકતાઓ શું છે?
ઉત્તર:
(1) અંતઃ પુલીયએધા : દ્વિદળી પ્રકાંડમાં, પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહકની વચ્ચે એધાના કોષો આવેલા હોય છે તને અંતઃપુલીય એધા કહે છે.

(2) આંતરપુલીય એધા : મજ્જાશુ કે મજ્જાકિરણોના કોષો પુલીય એધાના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે અને આંતરપુલીય એધાના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે અને આંતરપુલીય એધાનું નિર્માણ કહે છે.

(3) એધાવલય : આથી, અંતઃ પુલીય એધા અને આંતરપુલીયએધા જોડાઈ સળંગ એધાવલયનું નિર્માણ કરે છે.

(4) એધાવલયની ક્રિયાશીલતા : એધાવલય ક્રિયાશીલ બનતાં અંદરની અને બહારની એમ બંને બાજુએ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન થવાની શરૂઆત કરે છે.

(5) દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક : મજજા તરફ વિભાજન પામતી એધાના કોષો દ્વિતીયક જલવાહકમાં પરિપક્વન પામે છે અને પરિઘવર્તી એધાના કોષો દ્વિતીયક અન્નવાહકમાં પરિપક્વન પામે છે.

(6) સંઘટિત જથ્થો : સામન્ય રીતે એધા એ બહારની બાજુ કરતાં અંદરની બાજુએ વધુ ક્રિયાશીલ હોય છે. જેને પરિણામે, દ્વિતીય અન્નવાહકની સાપેક્ષે વધુ પ્રમાણમાં દ્વિતીય જલવાહક ઉત્પન્ન કરે છે અને તેનો સંઘટિત જથ્થો બને છે. આ સ્થિતિએ દ્વિતીય જલવાહક પ્રકાંડનો મુખ્ય ભાગ બને છે.

(7) દ્વિતીયક જલવાહકના સતત નિર્માણ અને સંચયને લીધે દબાણ સર્જાય છે અને આ દબાણને કારણે પ્રાથમિક અન્નવાહક અને દ્વિતીયક અન્નવાહક ધીમેધીમે કચડાઈ જાય છે.

(8) પ્રાથમિક જલવાહક લાંબા સમય સુધી કેન્દ્રમાં કે કેન્દ્રની આસપાસ અંકબંધ (યથાવત) કહે છે.

(9) દ્વિતીયક મજ્જાકિરણો : એધા કેટલીક જગ્યાએ દ્વિતીયક અન્નવાહક અને દ્વિતીય જલવાહકને બદલે અનુક્રમે બહારની અને અંદરની બાજુ અરીય રીતે લંબાયેલી મૃદુતકકોષોની સાંકડી પટ્ટીઓ બનાવે છે. આ પટ્ટીઓ દ્વિતીયક મજ્જાકિરણો છે.

(10) વસંત કાષ્ઠ (પૂર્વકાષ્ઠ) : વસંતઋતુમાં એધા ખૂબ જ ક્રિયાશીલ હોય છે અને વધુ પ્રમાણમાં વિશાળ અવકાશયુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે. આ ઋતુ દરમિયાન બનતા કાષ્ઠને વસંતકાષ્ઠ કે પૂર્વકાષ્ઠ કહે છે.

(11) શરદકાષ્ઠ (માજીકાષ્ઠ) : શિયાળામાં એધા ક્રિયાશીલ હોય છે અને સાંકડી જલવાહિનીઓ ધરાવતા થોડાંક પ્રમાણમાં જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે અને આ કાઇને શરદકાષ્ઠ કે માજીકાઇ કહે છે.

(12) વસંતકાષ્ઠ આછા રંગનું હોય છે તથા ઓછી ઘનતા ધરાવે છે. જ્યારે શરદકાષ્ઠ ઘેરા રંગનું તથા વધુ ઘનતા ધરાવે છે.

(13) વાર્ષિક વલયો : બે પ્રકારના કાષ્ઠો કે જે એકાંતરે કેન્દ્રાનુવર્તી વલયોમાં દેખાય છે. જે વાર્ષિકવલયો બનાવે છે. કાપેલા પ્રકાંડમાં જોવા મળતાં વાર્ષિકવલયો વૃક્ષની ઉંમરનો અંદાજ આપે છે

(14) ત્વક્ષેધા : વાહિએધાની સક્રિયતાને કારણે પ્રકાંડનાં ઘેરાવામાં સતત વધારો થવાથી બાહ્ય બાહ્યકીય અને અધિસ્તરીય સ્તરો પણ દબાણ વધવાને પરિણામે આ સ્તરો તૂટી જાય છે અને તેને બદલે નવા રક્ષણ કરતા કોષીય સ્તરો પૂરા પાડવાની જરૂરિયાત ઊભી થાય છે. તેથી પહેલા કે પછી સામાન્ય રીતે બાહ્યકના અન્ય પ્રદેશમાં વર્ધનશીલ પેશી બને છે, જેને ત્વક્ષીય એધા કે ત્વક્ષેધા કહે છે.

(15) ત્વૌધા બંને બાજુએ કોષો ઉમેરે છે. બહારની તરફ ત્વક્ષા અને અંદરની તરફ ઉપત્વક્ષા બને છે.

(16) બાહ્યવલ્ક : ત્વક્ષેધા, ત્વક્ષા અને ઉપત્વક્ષા એકત્રિત થઈને બાહ્યવલ્કનું નિર્માણ કરે છે.

(17) ત્વમૈધાની ક્રિયાશીલતાને લીધે પરિઘવર્તી પ્રદેશ તરફ ત્વક્ષેધાથી બાકીના સ્તરો પર દબાણ ઉત્પન્ન થાય છે અને આખરે આ સ્તરો મૃત બની ધીમે-ધીમે નાશ પામે છે.

(18) છાલ : તે અપ્રિવિધિય શબ્દ છે કે જે દ્વિતીયક અન્નવાહક સહિત વાહિએધાથી બહારની બધી પેશીઓ માટે ઉલ્લેખાય છે. છાલ એ બાહ્યવલ્ક અને દ્વિતીય અન્નવાહક જેવી પેશીઓના પ્રકારોની સંખ્યા સૂચવે છે.

(19) વાતછિદ્ર : ત્વક્ષેધા નિયત જગ્યાએ વિભાજન પામી ત્વક્ષાના કોષોને બદલે ગાઢ રીતે ગોઠવાયેલા મૃદુતકકોષો ઉત્પન્ન કરે છે. આ મૃદુતકીય કોષો ત્વરિત રીતે ભંગાણ પામી બહિર્ગોળ આકારની ખુલ્લી રચના બનાવે છે જેને વાતછિદ્રો કહે છે. વાતછિદ્રો દ્વારા બહારના વાતાવરણ અને પ્રકાંડની આંતરિક પેશી વચ્ચે વાયુઓની આપલે થાય છે. તેઓ મુખ્યત્વે કાઠીય વૃક્ષોમાં હોય છે.

પ્રશ્ન 4.
નીચેનાના અંતઃસ્થ રચનાકીય તફાવતો સ્પષ્ટ કરતી નામનિર્દેશિત આકૃતિ દોરો.
(a) એકદળીમૂળ અને દ્વિદળીમૂળ
(b) એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડ
ઉત્તર:
(a) એકદળી મૂળ અને દ્વિદળી મૂળ
GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત સ્થ રચના 2

(b) એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડ
GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત સ્થ રચના 3

GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના

પ્રશ્ન 5.
તમારી શાળાના બગીચામાંથી લાવેલ વનસ્પતિના તરૂણ પ્રકાંડનો અનુપ્રસ્થ છેદ લો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તેનું નિરીક્ષણ કરો. તમે કેવી રીતે નક્કી કરશો કે તે એકદળી પ્રકાંડ છે કે દ્વિદળી? કારણ આપો.
ઉત્તર:
દ્વિદળી પ્રકાંડના આડા છેદમાં જોવા મળતી વિશિષ્ટતાઓ :

  1. અધસ્તરની તરત જ નીચે સ્થૂલકોણક કોષોના કેટલાક સ્તરોનું બનેલું અધઃસ્તર છે.
  2. પરિચક્ર એ અંતઃસ્તરની નીચેની બાજુએ અને અન્નવાહકની ઉપર દઢોત્તકપેશીના અર્ધચંદ્રાકાર સમૂહોના સ્વરૂપમાં આવેલું
  3. વહિપુલોની વચ્ચે. અરીય રીતે ગોઠવાયેલા મૃદુતકકોષોના કેટલાક સ્તરો આવેલા છે જે મજ્જા કિરણો રચે છે.
  4. વાહિપુલો મોટી સંખ્યામાં વલયમાં ગોઠવાયેલા.
  5. દરેક વાહિપુલ સહસ્થ, વર્ધમાન અને અંતરારંભી આદિદારૂયુક્ત
  6. પ્રકાંડના કેન્દ્રસ્થ ભાગમાં વધુ આંતરકોષીય અવકાશયુક્ત ગોળાકાર મૃદુતકકોષો વિપુલ પ્રમાણમાં આવેલા હોય છે. જે મજાનું નિર્માણ કરે છે.

એકદળી પ્રકાંડના આડા છેદમાં જોવા મળતી વિશિષ્ટતાઓ :

  1. આધારોત્તક પેશી (આધારપેશી) બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર, મજજા અને મજાકિરણો જેવા વિવિધ ભાગોમાં જુદા પાડી શકાતી નથી. મોટી અને સ્પષ્ટ મૂદુસ્તકીય આધારપેશી ધરાવે છે.
  2. તેમાં દઢોતકીય અધઃસ્તર અને મોટી સંખ્યામાં આવેલા દઢોતકીય પૂલકંચુક આવરિત છૂટા છવાયા વાહિપુલ જોવા મળે છે.
  3. વહિપુલો સહસ્થ અને અવર્ધમાન છે.
  4. સામાન્ય રીતે પરિઘવર્તી વાહિપુલો કેન્દ્રમાં સ્થિત વાહિપુલો કરતાં નાનાં હોય છે.
  5. અન્નવાહક મૃદુતક ગેરહાજર હોય છે.
  6. વાહિપુલોમાં પાણી ભરેલા ભંગજાત વિવરો આવેલા હોય છે. ઉપરોક્ત લક્ષણોને આધારે દ્વિદળી પ્રકાંડમાં અને એકદળી પ્રકાંડને જુદા તારવી શકાય છે.

પ્રશ્ન 6.
વનસ્પતિનો અનુપ્રસ્થ છેદ નીચેના અંતઃસ્થ રચનાકીય લક્ષણો દર્શાવે છે :
(a) સહસ્થ, છૂટાછવાયા અને દઢોત્તકીય પૂલકંચુકથી ઘેરાયેલા વાહિપુલો
(b) અન્નવાહક મૃદુતક ગેરહાજર છે. તમે તેને શું ઓળખાવશો?
ઉત્તર:
એકદળી પ્રકાંડ

પ્રશ્ન 7.
શા માટે જલવાહક અને અન્નવાહકને જટિલ પેશીઓ કહે છે?
ઉત્તર:

  1. જટિલ પેશીઓ એક કરતાં વધુ પ્રકારના કોષોની બનેલી છે અને ભેગા મળીને એક એકમ તરીકે કાર્ય કરે છે.
  2. જલવાહકપેશી એ જલવાહિનીકી, જલવાહિની, જલવાહકતંતુઓ અને જલવાહક મૃદુતકની બનેલી છે.
  3. અન્નવાહકપેશી એ ચાલની નલિકાઓ, સાથીકોષો, અન્નવાહક મૃદુત્તક અને અન્નવાહક તંતુઓની બનેલી છે.
  4. આમ, જલવાહક અને અન્નવાહકપેશી એક કરતાં વધુ પ્રકારના કોષોની બનેલી હોવાથી તેમને જટિલ પેશી તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 8.
વાયુરંધ્ર પ્રસાધન શું છે? નામનિર્દેશિત આકૃતિસહિત વાયુરંધ્રોની રચના સમજાવો.
ઉત્તર:
(1) વાયુરંધ્ર પસાધન : વાયુરંધ્રછિદ્ર, રક્ષકકોષો અને તેમની આસપાસ સહાયક કોષો ભેગા મળીને બનતી રચનાને વાયુપ્રપસાધન કહેછે.

(2) વાયુરંધ્રની રચના :

  • દ્વિદળી વનસ્પતિઓમાં દરેક વાયુરંધ્ર એ બે વાલ આકારના કોષોનું બનેલું છે જેને રક્ષકકોષો તરીકે ઓળખવામાં આવે છે. એકદળી વનસ્પતિઓમાં રક્ષકકોષો ડમ્બેલ આકારના હોય છે.
  • રક્ષકકોષોની બહારની દીવાલો પર્ણપ્રીય છિદ્રોથી દૂર) પાતળી છે તથા અંદરની દીવાલો પર્ણપ્રીય છિદ્રો તરફની) ખૂબ જ જાડીછે.
  • રક્ષકકોષો હરિતકણો ધરાવે છે.
  • ક્યારેક, રક્ષકકોષોના સાનિધ્યમાં રહેલા કેટલાક અધિસ્તરીય કોષો તેમના આકાર અને કદમાં વિશિષ્ટ બને છે. તેમને સહાયકોષો તરીકે ઓળખવામાં આવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત સ્થ રચના 4

પ્રશ્ન 9.
સપુષ્પ વનસ્પતિઓમાં ત્રણ મુખ્ય પેશીતંત્રોનાં નામ આપો. દરેક તંત્રમાં પેશીના નામ આપો.
ઉત્તર:
સપુષ્પ વનસ્પતિઓમાં જોવા મળતા પેશીતંત્ર અને પેશી તંત્રમાં જોવા મળતી પેશીઓ
(a) અધિસ્તરીય પેશીતંત્ર :
તે મૃદુતકપેશીનું બનેલ.

(b) આધાર (આધારોત્તક) પેશીતંત્ર :
તે મૃદુત્તક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢોતક પેશી જેવી સરળ પેશીઓનું બનેલ છે.

(c) વાહક (સંવહન) પેશીતંત્ર:
તે જલવાહકપેશી અને અન્નવાહકપેશી જેવી જટિલ પેશીઓનું બનેલ છે.

પ્રશ્ન 10.
વનસ્પતિ અંતઃસ્થ રચનાનો અભ્યાસ આપણને કેવી રીતે ઉપયોગી છે ?
ઉત્તર:
મૂળ પ્રકાંડ અને પર્ણોના પેશીય આયોજનને સારી રીતે સમજવા માટે આ અંગોના પરિપક્વ પ્રદેશોનો અનુપ્રસ્થ છેદ લઈ અભ્યાસ કરવો અનુકૂળ છે.

GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના

પ્રશ્ન 11.
બાહ્યવલ્ક શું છે? દ્વિદળી પ્રકાંડમાં બાહ્યવલ્કનું નિર્માણ કેવી રીતે થાય છે?
ઉત્તર:
(1) ત્વક્ષેધા : વાહિએધાની સક્રિયતાને કારણે પ્રકાંડનાં ઘેરાવામાં સતત વધારો થવાથી બાહ્ય બાહ્યકીય અને અધિસ્તરીય સ્તરો પણ દબાણ વધવાને પરિણામે આ સ્તરો તૂટી જાય છે અને તેને બદલે નવા રક્ષણ કરતા કોષીય સ્તરો પૂરા પાડવાની જરૂરિયાત . ઊભી થાય છે. તેથી પહેલા કે પછી સામાન્ય રીતે બાહ્યકના અન્ય પ્રદેશમાં વધુનશીલપેશી બને છે. જેને ત્વક્ષીયએધા કે ત્વક્ષેધા કહે છે.

(2) વક્ષેધા હંમેશા બાહ્યક પ્રદેશમાં વિકાસ પામે છે. ત્વક્ષેધા એ બે જાડા સ્તરો ધરાવે છે. તે સાંકડા, પાતળી દીવાલયુક્ત અને લગભગ લંબચોરસ કોષોની બનેલી છે.

(3) ત્વક્ષા અને ઉપ-ક્ષા : ત્વક્ષેધા બંને બાજુએ કોષો ઉમેરે છે. બહારના કોષો છાલ કે ત્વક્ષામાં વિભાજિત થાય છે.
જ્યારે અંદરના કોષો દ્વિતીય બાહ્યક કે ઉપ–ક્ષામાં વિભાજન પામે છે.

(4) કોષદીવાલમાં સુબેરિનની જમાવટને કારણે ત્વક્ષાના કોષો પાણી માટે અપ્રવેશશીલ છે. દ્વિતીય બાહ્યકના કોષો મૃદુતકીય છે.

(5) બાહ્યકવલ્ક : વક્ષેધા, વક્ષા અને ઉપવક્ષા એકત્રિત થઈને બનતી રચના બાહ્યવલ્ક તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 12.
નામ-નિર્દેશિત આકૃતિની મદદથી પૃષ્ટવક્ષીય પર્ણની આંતરિક રચના વર્ણવો.
ઉત્તર:
પૃષ્ટવક્ષીય (દ્વિદળી) પર્ણની આંતરિક રચના

પૃષ્ઠવણીય પર્ણનો અનુમ0 છેદ તેના પર્ણફલક (Lamina) માં મુખ્યત્વે અધિસ્તર, મધ્યપર્વશી અને વાહકતંત્ર જેવા ત્રણ ભાગો દશવિ છે,

(1) અધિસ્તર :

  • તે બંને એટલે કે પર્ણની ઉપરની સપાટી ઉપરી અધિસ્તર – Adaxial epidermis) અને પર્ણની નીચેની સપાટી (અધ: અધિસ્તર – abaxial epidermis) ને ઢાંકે છે અને સ્પષ્ટ (Conspicuoins) ક્યુટિકલ ધરાવે છે.
  • સામાન્ય રીતે અધઃઅધિસ્તર (અપાશીય અધિસ્તર) એ ઉપરી અધિસ્તર (એમ્પલીય અધિસ્ત૨) કરતાં વધારે પ ો ધરાવે છે. એટલે કે અધ:અપિસ્ત૨મો ઉપરી અધિસ્તરની સાપેક્ષે પર્ણરંદ્રોની સંખ્યા વધારે હોય છે.
  • પછીથી કદાચ વાયુરંધ્રોનો ભાવ પણ હોઈ શકે છે.

(2) મધ્યપપેશી (Mesophyll tissue) ;

  • ઉપરી અધિરનર અને અધ:અધિસ્તર વચ્ચેની પેશીને મધ્યપર્ણપેશી કહે છે.
  • મધ્યપર્ણપેશી હરિતક્ષો ધરાવે છે.
  • તે મૃદુતક કોષોથી બનેલી છે.
  • આ પેશી પ્રકાશસંશ્લેષણ માટે જવાબદાર છે.
  • તે બે પ્રકારના કોષો ધરાવે છે.
    (a) મૃદુતકીય લંબોત્તક (Paliyade)
    (b) મૃદુતકીય શિથિલોત્તક (Spongy)

(a) મૃદુતકીય લંબોકે :
ઉપરી અધિસ્તર તરફ મૃદુતકીય લેબોતક એ લંબાયેલા કોષોની બનેલી છે કે જેઓ અનુલંબ રીતે અને એકબીજાને સમાંતરે ગોઠવાયેલા છે.

(b) મૃદુતકીય શિથિલોત્તક :

  • અંડાકાર કે ગોળ અને શિથિલ રીતે ગોઠવાયેલી મૃદુતકીયે શિથિલત્તકે એ લાંબોતક કોષોની નીચે સ્થાન પામેલી છે અને અધઃઅધિસ્તર (Lower epidermis) સુધી વિસ્તરિત છે.
  • આ કોષોની વચ્ચે ઘણી સંખ્યામાં મોટી જગ્યાઓ અને વાતઅવકાશો આવેલા છે.

GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત સ્થ રચના 5

(3) વાર્ડકતંત્ર :

  • વાહકતંત્રમાં વાહિપુલો સમાવિષ્ટ છે કે જે શિરાઓ (Veins) અને મધ્યશિરા (midrib)માં. જોઈ શકાય છે.
  • વાણિપુલોનું કદ એ શિરાઓના કદ પર આધારિત છે.
  • દ્વિદળી પર્ણોના જાલાકાર શિરાવિન્યાસ (Reticulate versation) માં શિરાઓની જાડાઈમાં વિવિધતા છે,
  • વાઢિપુલો જાડી દીવાલોવાળા પુલકંચુક કોષો (Bundle sheath cells)ના સ્તરોથી આવૃત્ત (ધેરાયેલા છે.
    (જલવાહકપેશી ઉપરી અધિસ્તર તરફ અને અન્નવાહકપેશી અધ: અધિસ્તર ત૨ફ ગોઠવાય છે.)

GSEB Class 11 Biology સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના NCERT Exemplar Questions and Answers

બહુવિકલ્પી પ્રશ્નો (MCQ)

પ્રશ્ન 1.
કાયમી આસ્થાપિત સ્લાઈડ બનાવવા માટે, પ્રકાંડના આડા છેદને પ્રથમ સેફેનીન અને ત્યારબાદ ફાસ્ટગ્રીન અભિરંજકથી બેવડા અભિરંજિત કરતાં, જલવાહકપેશી અને અન્નવાહક પેશીના અભિરંજકની રંગ શું હશે?
(a) લાલ અને લીલા
(b) લીલા અને લાલ
(c) નારંગી અને પીળો
(d) જાંબલી અને નારંગી
ઉત્તર:
(a) લાલ અને લીલા

પ્રશ્ન 2.
નીચેના જોડકાં જોડી, સાચો વિકલ્પ પસંદ કરો :

(A) વર્ધનશીલ (i) પ્રકાશસંશ્લેષણ, સંગ્રહ
(B) મૃદુતક પેશી (ii) યાંત્રિક આધાર
(C) સ્થૂલકોણક પેશી (iii) સક્રિય વિભાજિત કોષો
(D) દઢોતક પેશી (iv) વાયુરંધ્ર
(E) અધિસ્તરીય પેશી (v) કઠકો

(a) (A) – (i), (B) – (ii), (C) – (v), (D) – (i), (E) – (iv)
(b) (A) – (iii), (B) – (i), (C) – (ii), (D) – (v), (E) – (iv)
(c) (A) – (ii), (B) – (iv), (C) – (v), (D) – (i), (E) – (iii)
(d) (A) – (v), (B) – (iv), (C) – (iii), (D) – (ii), (E) – (i)
ઉત્તર:
(b) (A) – (iii), (B) – (i), (C) – (ii), (D) – (v), (E) – (iv)

(A) વર્ધનશીલ (iii) સક્રિય વિભાજિત કોષો
(B) મૃદુતક પેશી (i) પ્રકાશસંશ્લેષણ, સંગ્રહ
(C) સ્થૂલકોણક પેશી (ii) યાંત્રિક આધાર
(D) દઢોતક પેશી (v) કઠકો
(E) અધિસ્તરીય પેશી (iv) વાયુરંધ્ર

પ્રશ્ન 3.
નીચેના જોડકાં જોડી સાચો વિકલ્પ પસંદ કરો.

(A) ક્યુટિકલ (i) રક્ષકકોષો
(B) ભેજગ્રાહી કોષો (ii) એકસ્તરીય
(C) વાયુરંધ્ર (iii) મીણનું સ્તર
(D) અધિસ્તર (iv) ખાલી રંગવિહીન કોષો

(a) (A) – (iii), (B) – (iv), (C) – (i), (D) – (ii)
(b) (A) – (i), (B) – (ii), (C) – (iii), (D) – (iv)
(C) (A) – (iii), (B) – (i), (C) – (iv), (D) – (i)
(d) (A) – (ii), (B) – (i), (C) – (i), (D) – (iv)
ઉત્તર:
(a) (A) – (iii), (B) – (iv), (C) – (i), (D) – (ii)

(A) ક્યુટિકલ (iii) મીણનું સ્તર
(B) ભેજગ્રાહી કોષો (iv) ખાલી રંગવિહીન કોષો
(C) વાયુરંધ્ર (i) રક્ષકકોષો
(D) અધિસ્તર (ii) એકસ્તરીય

GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના

પ્રશ્ન 4.
નીચેનામાંથી પેશીતંત્ર ઓળખો.
(a) મૃદુતક પેશી
(b) જલવાહક પેશી
(c) અધિસ્તર
(d) અન્નવાહક પેશી
ઉત્તર:
(a) મૃદુતક પેશી

પ્રશ્ન 5.
આ પેશીના કોષો જીવંત અને કોણીય દીવાલ ધૂલિત છે. તેઓ યાંત્રિક આધાર પણ પૂરો પાડે છે. આ પેશી –
(a) જલવાહક પેશી
(b) દઢોતક પેશી
(c) સ્થૂલકોણક પેશી
(d) અધિસ્તર
ઉત્તર:
(c) સ્થૂલકોણક પેશી

પ્રશ્ન 6.
મૂલાધિસ્તર એ સમકક્ષ છે –
(a) પરિચક્ર
(b) અંતઃસ્તર
(c) અધિસ્તર
(d) મધ્યરંભ
ઉત્તર:
(c) અધિસ્તર

પ્રશ્ન 7.
આડછેદમાં સહસ્થ અને ખુલ્લા વાહિપુલ જોવા મળશે –
(a) એકદળી મૂળ
(b) એકદળી પ્રકાંડ
(C) દ્વિદળી મૂળ
(d) દ્વિદળી પ્રકાંડ
ઉત્તર:
(d) દ્વિદળી પ્રકાંડ

પ્રશ્ન 8.
શાના કારણે આંતરપુલીયએધા અને ત્વક્ષેધા નિર્માણ પામે છે ?
(a) કોષવિભાજન
(b) કોષભિન્નતા
(c) કોષવિભેદન
(d) પુર્નવિભેદન
ઉત્તર:
(a) કોષવિભાજન

પ્રશ્ન 9.
ત્વક્ષેધા અને ત્વક્ષા અનુક્રમે સૂચવે છે –
(a) છાલ અને ત્વક્ષીય એધા
(b) ત્વક્ષીય એધા અને છાલ
(C) દ્વિતીય બાહ્યક અને છાલ
(d) છાલ અને દ્વિતીય બાહ્યક
ઉત્તર:
(b) ત્વક્ષીય એધા અને છાલ

પ્રશ્ન 10.
સપુષ્પી વનસ્પતિના ભાગોની નીચેનામાંથી કઈ જોડમાં અધિસ્તર ગેરહાજર છે ?
(a) મૂળની ટોચ અને પ્રરોહની ટોચ
(b) પ્રરોહ કલિકા અને પુષ્પીયકલિકા
(c) અંડક અને બીજા
(d) પર્ણદંડ અને પુષ્પદંડ
ઉત્તર:
(a) મૂળની ટોચ અને પ્રરોહની ટોચ

GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના

પ્રશ્ન 11.
4 શાખાઓ અને 26 પર્ણો ધરાવતી વનસ્પતિની ડાળીમાં કેટલી પ્રરોહ અગ્રસ્થ વર્ધનશીલ પેશી હાજર હોઈ શકે?
(a) 26
(b) 1
(c) 5
(d) 30
(e) 4
ઉત્તર:
(c) 5.

પ્રશ્ન 12.
નીચેનામાંથી કઈ વનસ્પતિનો લાકડાનો ટુકડો જલવાહિની ધરાવતો નથી ?
(a) સાગ (Teak)
(b) આંબો (Mango)
(c) પાઈન (Pine)
(d) પાય (Palm)
ઉત્તર:
(c) પાઈન (Pine)

પ્રશ્ન 13.
જ્યારે વનસ્પતિ પેશી અભિરંજિત કરી જોતાં, કોષોની કોષદીવાલમાં હેમીસેલ્યુલોઝ અને પેક્ટિન હાજર જોવા મળે છે, આ પેશી
(a) સ્થૂલકોણક પેશી
(b) દઢોતક પેશી
(c) જલવાહક પેશી
(d) વધુનશીલ પેશી
ઉત્તર:
(a) સ્થૂલકોણક પેશી

પ્રશ્ન 14.
તંતુઓ શેમાં ગેરહાજર જોવા મળે છે ?
(a) દ્વિતીય અન્નવાહક પેશી
(b) દ્વિતીય જલવાહકપેશી
(c) પ્રાથમિક જલવાહક પેશી
(d) પર્ણો
ઉત્તર:
(d) પર્ણો

પ્રશ્ન 15.
જ્યારે આપણે બટાકા ગ્રંથિલની છાલ કાઢીએ ત્યારે આપણે દૂર કરીએ –
(a) બાહ્યવલ્ક
(b) અધિસ્તર
(c) ક્યુટિકલ
(d) રસકાષ્ઠ
ઉત્તર:
(a) બાહ્યવલ્ક

પ્રશ્ન 16.
પ્રકાંડનો જલવાહિનીવિહીન ટુકડો કે જે મુખ્ય ચાલનીકલિકા ધરાવે તે આધારિત છે
(a) પાયનસ
(b) નિલગીરી
(c) ઘાસ
(d) ટ્રોકોડેડ્રોન (Trochodendron)
ઉત્તર:
(0) ટ્રોકોડેન્ડ્રોન (Trochodendron)

GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના

પ્રશ્ન 17.
નીચેનામાંથી કયા કોષ પ્રકાર દ્વારા હંમેશા પરિનતિક પ્રકારનું કોષ વિભાજન (anticlinal celdivison) થાય ?
(a) દ્વિતીય મજ્જાશું
(b) મૂળટોપ
(c) પ્રોટોડર્મ (અધિત્વક)
(d) ત્વક્ષેધા
ઉત્તર:
(d) ત્વક્ષેધા

પ્રશ્ન 18.
દ્વિદળી મૂળમાં ઝડપી વૃદ્ધિ દરમ્યાન પ્રાથમિક જલવાહકપેશીની શું સ્થિતિ જોવા મળે છે?
(a) તે ધરી (અક્ષ)ના કેન્દ્રમાં જળવાય રહે છે.
(b) તે કચડાય જાય છે.
(c) તે કચડાય જાય અથવા ના પણ કચકાય.
(d) તે પ્રાથમિક અન્નવાહકની ફરતે ગોઠવાય છે.
ઉત્તર:
(a) તે ધરી (અક્ષ)ના કેન્દ્રમાં જળવાય રહે છે.

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
પ્રકાશસંશ્લેષણ અને ખોરાકસંગ્રહનું કાર્ય કરતી પેશી કઈ છે?
ઉત્તર:
મૃદુતક પેશી

પ્રશ્ન 2.
આદિદારૂ એ પહેલા નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટક છે. આદિદારૂ એ અન્નવાહક પેશીની નજીક ગોઠવાયેલ હોય તે જલવાહક પેશીની ગોઠવણી કયા નામે ઓળખાય ?
ઉત્તર:
બહિરારંભી (Exarch) જલવાહક પેશી

પ્રશ્ન 3.
અન્નવાહક મૃદુતકના કાર્ય જણાવો.
ઉત્તર:
અન્નવાહક મૃદુતક એ પોષક પદાર્થો તેમજ રાળ, ક્ષીર અને ગ્લેષ્મ જેવા અન્ય પદાર્થોનો સંગ્રહ કરે છે.

પ્રશ્ન 4.
પર્ણની સપાટી પર આવેલ રચના, જેની મદદથી વનસ્પતિ પાણીનો વ્યય અટકાવે છે, પરંતુ મૂળમાં તેનો અભાવ જોવા મળે છે.
ઉત્તર:
અધિસ્તરની બહારની બાજુ આવેલ મીણયુક્ત ક્યુટિકલનું જાડું આવરણ.

પ્રશ્ન 5.
પાણીના વ્યય અટકાવવા માટેનું વનસ્પતિના અધિસ્તરીય કોષનું રૂપાંતરણ શું છે?
ઉત્તર:
ભેજગ્રાહી કોષ

GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના

પ્રશ્ન 6.
નીચેના વનસ્પતિના ભાગો શેમાં જોવા મળે ?
(a) અરીય વાહિપુલ
(b) બહુસૂત્રી જલવાહકપેશી
(c) સુવિકસિત મજ્જા
ઉત્તર:
(a) અરીય વાહિપુલ : મૂળમાં જોવા મળે.
(b) બહુસૂત્રી જલવાહક પેશી : એકદળી મૂળમાં જોવા મળે.
(c) સુવિકસિત મજ્જા : દ્વિદળી પ્રકાંડ અને એકદળી મૂળમાં જોવા મળે.

પ્રશ્ન 7.
કયા કોષો પાણીનો વ્યય અટકાવવા પર્ણને અંદરની બાજુએ વીંટળાવામાં સહાયક બને છે ?
ઉત્તર:
ભેજગ્રાહી કોષો (યાંત્રિક કોષો)

પ્રશ્ન 8.
એધાવલયની રચના જણાવો.
ઉત્તર:
દ્વિદળી પ્રકાંડમાં પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહકની વચ્ચે એધાના કોષો આવેલા હોય છે. તેને અંતઃપુલીય એધા (પ્રાથમિક વર્ધનશીલ પેશી) કહે છે.

  1. મજ્જાશું કે મજ્જાકિરણોના કોષો પુલીય એધાના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે અને આંતરપુલીય એધા (દ્વિતીય વર્ધનશીલ પેશી)નું નિર્માણ કરે છે.
  2. આથી અંત:પુલીય એધા અને આંતરપુલીય એધા જોડાઈ સળંગ એધાવલયનું નિર્માણ કરે છે.

પ્રશ્ન 9.
ત્વમૈધા અને ઉપત્વક્ષ વચ્ચેનો મુખ્ય કાર્યાત્મક ભેદ જણાવો.
ઉત્તર:
ત્વમૈધા વર્ધનશીલપેશી છે જ્યારે ઉપત્વક્ષા સ્થાયી પેશી છે.

  1. ત્વમૈધાની ક્રિયાશીલતાને લીધે બાહ્યમધ્યરંભ વિસ્તારમાં દ્વિતીયક વૃદ્ધિ થાય છે.
  2. ત્વમૈધા પરિનતિક પ્રકારનું વિભાજન દર્શાવી કેટલાક કોષો બાહ્ય બાજુએ અને કેટલાક કોષો અંદરની બાજુએ નિર્માણ પામે છે.
  3. અંદરની બાજુએ નિર્માણ પામતા આ કોષો ઉપત્વક્ષા તરીકે ઓળખાય.
  4. આ કોષો મૃદુતકમાં વિભેદન પામે છે અને ક્યારેક હરિતકણ પણ ધરાવે છે. તેઓ દ્વિતીય બાહ્યક તરીકે પણ ઓળખાય છે.

પ્રશ્ન 10.
વનસ્પતિના પરિઘીય વિસ્તારમાંથી શરૂ કરી આપેલ ભાગોને તમે ક્રમાનુસાર ગોઠવો. ત્વક્ષા, ત્વક્ષેધા, ઉપત્વચા
ઉત્તર:
ત્વક્ષા એ ત્વૌધા દ્વારા બહારની તરફ નિર્માણ પામતું સ્તર છે. જે છાલ તરીકે પણ ઓળખાય.
ઉપત્વક્ષા એ ત્વક્ષેધા દ્વારા અંદરની તરફ નિર્માણ પામતું સ્તર છે જે દ્વિતીયક બાહ્યક તરીકે પણ ઓળખાય.

પ્રશ્ન 11.
વૃક્ષની છાલને જો દૂર કરીએ તો વનસ્પતિના કયા ભાગો દૂર થાય છે ?
ઉત્તર:
જૂના મંતવ્ય અનુસાર, ત્વક્ષેધાની બહાર આવેલી બધી જ પેશીને છાલ કહે છે. આ મંતવ્ય મુજબ છાલ મોટે ભાગે મૃતપેશીનો સમાવેશ કરે છે.

  1. આધુનિક મંતવ્ય મુજબ અનુસાર, છાલ એ પારિભાષિક શબ્દ છે. એટલે કે દ્વિતીય અન્નવાહકનો સમાવેશ કરતાં વાહિએધાની બહાર આવેલી દરેક પેશી. આ મંતવ્ય મુજબ છાલ સજીવ અને નિર્જીવ એમ બંને પેશીનો સમાવેશ કરે છે.
  2. બાહ્ય છાલને રાહ્યટીડોમ (Rhyticome) (મૃતકોષોનો સમૂહ) અને અંતરછાલને દ્વિતીય અન્નવાહક કહે છે.
  3. આમ, વૃક્ષની છાલને દૂર કરતાં બાહ્ય છાલ અને અંતરછાલના ભાગ દૂર થાય.

GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના

પ્રશ્ન 12.
વનસ્પતિના ભાગનો આડો છેદ લઈ તેના લક્ષણો માઈક્રોસ્કોપમાં જ્યારે નીચે મુજબના જોવા મળે.
(a) અરીય વાહિપુલ
(b) ચસૂત્રી, બહિરારંભી જલવાહકપેશી, તો વનસ્પતિનો કયો ભાગ હોય ?
ઉત્તર:
દ્વિદળી મૂળનો આડોછેદ લેતાં, માઈક્રોસ્કોપમાં અરીય વાહિપુલ અને ચર્તસૂત્રી, બહિરારંભી જલવાહકપેશી જોવા મળે છે.

પ્રશ્ન 13.
સખતકાષ્ઠ અને નરમકાષ્ઠ શું દર્શાવે છે?
ઉત્તર:
સખતકાઇ ને દ્વિદળી કાર્ડ તરીકે પણ ઓળખાય.

  1. આ કાષ્ઠ જલવાહિની ધરાવે અને તેથી તેને છિદ્રિષ્ઠકાષ્ઠ (Porus wood) કહે છે.
  2. પાક તેમાં જલવાહિનીકીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. (5% થી પણ ઓછું)
  3. જલવાહકતંતુઓ મોટી સંખ્યામાં જોવા મળે.
  4. આ કાષ્ઠ સાથે કાર્ય કરવું કઠિન બને છે.

જયારે;

  1. નરમ કાઇ એ અનાવૃત બીજધારી કાર્ડ તરીકે પણ ઓળખાય. આ કાષ્ઠમાં જલવાહિનીનો અભાવ હોય પરિણામે તેને અછિદ્રી કાઇ (non-Porous Wood) કહે છે.
  2. તેમાં જલવાહિનીકીનું પ્રમાણ 90–95% જોવા મળે.
  3. તેમાં જલવાહકતંતુઓ ઓછી સંખ્યામાં આવેલા છે.
  4. પરિણામે, આ કાષ્ઠ સાથે કાર્ય કરવું સરળ બને છે.

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
જ્યારે આપણે પીચ (Peach) કે નાસપતિ (Pear) જેવા ફળ ખાઈએ છીએ ત્યારે, દાંતમાં ભરાઈ જતી પથ્થર જેવી રચનાને શું કહેવાય?
ઉત્તર:
પીચ કે નાસપતિ જેવા ફળ ખાવાથી દાંતમાં ભરાતી આ પથ્થર જેવી રચના કંઠકો (અબ્દિકોષો) તરીકે ઓળખાય. તે ગોળાકાર કે અંડાકાર, ખૂબ જ સાંકડા અવકાશ ધરાવતા, અતિશય શૂલિત કોષો છે.

પ્રશ્ન 2.
છાલનો વ્યાપારિત સ્રોત શું છે ? વનસ્પતિમાં તે કેવી રીતે નિર્માણ પામે છે ?
ઉત્તર:
જ્વરક્સ સુબેર (Quercis Suber – ઓક) વ્યાપારિક ત્વક્ષા મેળવવા માટેનો સ્રોત છે. આ વનસ્પતિમાં પ્રકાંડમાં પ્રથમ ત્વક્ષેધા અધિસ્તરમાં ઉદ્દભવે છે. આ ત્વક્ષેધા વનસ્પતિ ઉપર ચોક્કસ સમય સુધી સ્થાપિત રહે છે. પરંતુ જયારે વૃક્ષ 20 વર્ષ જૂનું બને ત્યારે પ્રથમ બાહ્યવલ્ક બને, જે વીરગીન છાલ (Virgin Cork) તરીકે ઓળખાય કે જે દૂર થાય છે ત્યારબાદ, વક્ષેધાનું નવું સ્તર બાહ્યકમાં ખૂબ અંદરની તરફ નિર્માણ પામે કે જે છાલ નિર્માણ વધુ ઝડપી બનાવે. આ છાલ દસ વર્ષ બાદ જયારે વ્યાપારિક મૂલ્ય માટે પૂરતી જાડી બને ત્યારે દૂર કરવામાં આવે છે.

પ્રશ્ન 3.
નીચે વનસ્પતિરેસાઓના નામ આપેલ છે, વનસ્પતિના કયા ભાગમાંથી
તે મેળવવામાં આવે છે?
(a) કોઈર (Coir)
(b) હેમ્પ (Hemp)
(c) કોટન (Cotton)
(d) જટ (Jute)
ઉત્તર:
(a) Coir : તે કુદરતી રેસા (તંતુ) છે જે નાળિયેરમાંથી મળે છે. નાળિયેરના તંતુઓ સપાટીય રેસા પ્રકારના છે. તે રેસામય મધ્ય ફલાવરણમાંથી મેળવવામાં આવે છે.

(b) Hemp? તે કેનાબીસ સટાઈવાના પરિચક્રમાંથી મળી આવતા કાષ્ઠતંતુઓ છે. પરિચક્રમાંથી મળતા આ તંતુઓ ને પરિવાહકતંતુઓ કહેવાય આવે છે.

(c) Cotton : તે સપાટી તંતુઓ છે. કપાસના આ તંતુઓ બીજાવરણની બાહ્યવૃદ્ધિ છે.

(d) Jute : તે કોરકોરસ કેસુલારીસ (કાથો) (Corchorus Capsularis) ના કાષ્ઠતંતુઓ છે, જે પ્રકાંડની દ્વિતીય અન્નવાહક પેશીમાંથી મળી આવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના

પ્રશ્ન 4.
અનાવૃત્તબીજધારી અને આવૃત્તબીજધારી વનસ્પતિના વાહકપેશીતંત્રમાં જોવા મળતા ભિન્ન લક્ષણો જણાવો.
ઉત્તર:
(1) આવૃત્ત બીજધારીમાં જલવાહકપેશી ઘટકો જેવા કે જલવાહિનીકી, જલવાહિની જલવાહકતંતુઓ અને જલવાહક મૃદુતકની બનેલી છે જ્યારે અનાવૃત બીજધારી વનસ્પતિમાં જલવાહકપેશીમાં જલવાહિનીનો અભાવ હોય છે.

(2) આવતબીજધારીમાં અન્નવાહક પેશી ઘટકો જેવા કે ચાલનીનલિકા, સાથીકોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓની બનેલી છે. જ્યારે અનાવૃત બીજધારી વનસ્પતિમાં અન્નવાહકપેશી આબ્યુમિનયુક્ત કોષો અને ચાલની કોષો ધરાવે છે. તેઓમાં ચાલનીનલિકાઓ અને સાથીકોષોનો અભાવ હોય છે.

પ્રશ્ન 5.
ચોક્કસ કાર્ય માટે વનસ્પતિમાં અધિસ્તરીય કોષો રૂપાંતરિત થાય છે. આવી રચનાઓના નામ અને કાર્ય જણાવો.
ઉત્તર:
(1) પ્રકાંડરોમઃ અધિસ્તરના કોષો ઘણા રોમ ધરાવે છે. પ્રરોહતંત્રમાં આવેલા પ્રકાંડરોમ સામાન્યતઃ બર્ડિકોષીય છે. તેઓ શાખિત કે અશાખિત તથા કોમળ કે સખત હોઈ શકે છે. તેઓ સ્રાવી પણ હોઈ શકે છે. પ્રકાંડરોમ બાષ્પોત્સર્જનના કારણે થતો પાણીનો વ્યય અટકાવવામાં મદદરૂપ થછે. તે રક્ષણમાં તેમજ બીજ અને ફળના વિકિરણમાં મદદ કરે છે.

(2) મૂળરોમ : અધિસ્તરીય કોષોના વિસ્તરણને કારણે મૂળરોમ ઉત્પન્ન થાય છે. તે રસધાની યુક્ત જીવરસ ધરાવે છે. પાતળી દીવાલ સેલ્યુલોઝ અને પેક્ટિનના દ્રવ્યોની બનેલી હોય છે. મૂળરોમ હંમેશા એકકોષીય હોય છે.
કાર્ય : તે જમીનમાંથી પાણી અને ખનીજદ્રવ્યોનાં શોષણમાં મદદ કરે છે.

પ્રશ્ન 6.
બગીચાના ઘાસ (Cyandon dactylon) ની ઝડપ વૃદ્ધિ અટકાવવા વારંવાર તેને કાપવું જરૂરી છે. કઈ પેશી તેની ઝડપી વૃદ્ધિ માટે જવાબદાર છે ?
ઉત્તર:
બગીચાનું ઘાસ (Cyndon dactylon) ભૂસ્તારી દ્વારા જમીનની સપાટી પર ઝડપથી પથરાય છે. તેથી તે સમગ્ર જમીન સપાટીને આવરી લે છે. પરિણામે, તે બગીચામાં લેન્ડસ્કેપીંગ માટે ઉપાડાય છે.

  1. વર્ષનશીલપેશી બગીચાના ઘાસની ઝડપી વૃદ્ધિ માટે જવાબદાર છે. અગ્રીય કલિકાની હાજરીમાં તેની નજીકની કક્ષીય કલિકાની વૃદ્ધિ અટકે છે. આ ઘટનાને અગ્રીય પ્રભાવિતા કહેવાય.
  2. જ્યારે ઘાસનો અગ્રભાગ (અઝીય ઘાસ) કાપવામાં આવે છે, ત્યારબાદ ઝડપથી ઘાસની કક્ષીય શાખાઓ વિકાસ પામે છે. જે તેને વધુ ગુચ્છદાર બનાવે છે.

પ્રશ્ન 7.
વનસ્પતિ માટે તેના અસ્તિત્વને ટકવા માટે પાણી જરૂરી છે, પરંતુ જ્યારે પાણીની વધુ માત્રા હોય, ત્યારે વનસ્પતિ મૃત્યુ પામે છે – સમજાવો.
ઉત્તર:
વનસ્પતિમાં કાર્બોદિતના સંશ્લેષણ માટે (પ્રકાશસંશ્લેષણ) પાણી અનિવાર્ય છે.

  1. વનસ્પતિના જીવનને ટકાવી રાખવા પણ પાણી જરૂરી છે.
  2. પરંતુ પાણીની વધુ માત્રાને પરિણામે વનસ્પતિ મૃત્યુ પામે છે. પાણીની વધુ માત્રાને કારણે ભૂમિકણોની વચ્ચે રહેલ હવા દૂર થાય છે. જેથી, વનસ્પતિના મૂળ શ્વસન માટે O2 મેળવી શકતા નથી. પરિણામે, મૂળરોમકોષો મૃત્યુ પામે છે.
  3. મૂળરોમ દ્વારા પાણી અને ખનીજક્ષારોનું શોષણ અટકે છે.
  4. આમ, વત્પતિ મૃત્યુ પામે છે.

પ્રશ્ન 8.
વૃક્ષના પડનો આડો છેદ લઈ જતાં, કેન્દ્રાનુવર્તી વલયો જોવા મળે, જે વૃદ્ધિવલયો તરીકે ઓળખાય છે. આ વલયો કેવી રીતે નિર્માણ પામે છે ? આ વલયોનું મહત્ત્વ શું છે ?
ઉત્તર:
એધાની સક્રિયતા એ ઘણા દેહધાર્મિક કે પર્યાવરણીય પરિબળોના નિયમન હેઠળ થાય છે. સમશીતોષ્ણમાં વર્ષ દરમિયાન આબોહવાકીય પરિસ્થિતિ એકસરખી હોતી નથી.

  1. વસંતઋતુમાં એધા ખૂબ જ ક્રિયાશીલ હોય છે અને વધુ પ્રમાણમાં વિશાળ અવકાશયુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે. આ ઋતુ દરમિયાન બનતા કાષ્ઠને વસંતકાષ્ઠ (Spring Wood) કે પૂર્વકાષ્ઠ (Early wood) કહે છે.
  2. શિયાળામાં એધા ઓછી ક્રિયાશીલ હોય છે અને સાંકડી જલવાહિનીઓ ધરાવતા થોડાંક પ્રમાણમાં જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે અને આ કાષ્ઠને શરદ કાષ્ઠ (Autumn Wood) કે માજીકાષ્ઠ (Late wood) કહે છે.
  3. વસંતકાષ્ઠ આછા રંગનું હોય છે તથા ઓછી ઘનતા ધરાવે છે જ્યારે શરદકાષ્ઠ ઘેરા રંગનું તથા વધુ ઘનતા ધરાવે છે.
  4. બે પ્રકારના કાષ્ઠો કે જે એકાંતરે કેન્દ્રાનુવર્તી (Concentric) વલયોમાં દેખાય છે જે વાર્ષિક વલયો બનાવે છે.
  5. કાપેલા પ્રકાંડમાં જોવા મળતા વાર્ષિક વલયો વૃક્ષની ઉંમરનો અંદાજ આપે છે.

પ્રશ્ન 9.
કેટલાક ઘરડા વૃક્ષની જાતિઓના થડ ઘણા થડના જોડાવાથી બનેલા દેખાય છે તે દેહધાર્મિક દૃષ્ટિ કે અંતઃસ્થ રચનાની દૃષ્ટિએ અસામાન્યતા (અનિયમિતતા) છે ? સવિસ્તાર સમજાવો.
ઉત્તર:

  • કેટલીક દ્વિદળીમાં અનિયમિત દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે. જે અસામાન્ય (અનિયમિત) સ્થાને રહેલ એધાની સામાન્ય ક્રિયાશીલતા દર્શાવે છે.
  • સામાન્ય રીતે વાહિએધા એ વર્તુળીય હોય છે, પરંતુ કેટલીક વનસ્પતિના પ્રકાંડમાં તે ગડીમય હોય છે. જે બાદમાં તૂટે છે. અને એકબીજાથી અલગ પડે છે. દરેક ગડી એક અલગ સંપૂર્ણ વાહિપુલના નિર્માણ માટે જ. જવાબદાર હોય છે. પ્રકાંડમાં અસંખ્ય વાહિપુલ રચાય છે.
    ઉદા., સેનિયા, બોહિનીઆ

GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના

પ્રશ્ન 10.
વાયુછિદ્ર (વાત છિદ્ર) અને વાયુરંધ્ર વચ્ચેનો તફાવત (ભેદ) જણાવો.
ઉત્તર:

વાયુ છિદ્ર વાયુરંધ્ર
(1) વાયુછિદ્ર વનસ્પતિના છાલ પર આવેલા હવાઈ છિદ્રોછે. (1) વાયુરંધ્ર વનસ્પતિના હવાઈ ભાગોમાં મોટેભાગે જોવા મળતી વિશિષ્ટ અધિસ્તરીય રચના છે.
(2) વાતછિદ્ર વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિ પછી જોવા મળે એટલે કે મુખ્યત્વે કાઠીય વૃક્ષોમાં હોય છે. (2) વાયુદ્ધ વનસ્પતિની પ્રાથમિક રચનામાં જોવા મળે છે. એટલે કે તે છોડ, સુપ વગેરેમાં હાજર મળે છે.
(3) તે મોટેભાગે પ્રકાંડના વિસ્તાર ઉપર જોવા મળે છે. (3) તે મોટે ભાગે પર્ણોની નીચેની સપાટી ઉપર જોવા મળે છે.
(4) તે રક્ષક કોષો ધરાવતા નથી. (4) તે રક્ષક કોષો ધરાવે છે.
(5) તેઓનું ખૂલવું નિયમિત નથી. (5) તેઓનું ખૂલવું અને બંધ થવું નિયમિત હોય છે.

પ્રશ્ન 11.
કાર્ય જણાવો.
(a) ચાલની નલિકા
(b) આંતરપુલીયએધા
(c) સ્થૂલકોણકપેશી
(d) વાયુતક પેશી (Aerenchyma)
ઉત્તર:
(a) ચાલનીનલિકા : ચાલનીનલિકા લાંબી, નલિકાકાર રચનાઓ છે. ચાલની પટ્ટીકાના છિદ્રો દ્વારા ચાલનીનલિકા કોષરસીયતંતુઓ વડે ખોરાકના ઘટકોનું વહન કરે છે.

(b) આંતરપલીય એધા : તે દ્વિતીય વર્ધનશીલ પેશી છે. મજ્જશું કે મજ્જાકિરણોના કોષો પુલીય એધાના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે અને આંતરપુલીય એધાનું નિર્માણ કરે છે. આંતરડુલીય એધા અને અંતઃપુલીય એધા જોડાઈને સળંગ એધાવલયનું નિર્માણ કરે છે.

(c) સ્થૂલકોણક પેશી : તે વનસ્પતિના વૃદ્ધિ પામતા અંગોની સ્થિતિસ્થાપકતા જાળવી રાખે છે. uma તે યાંત્રિક મજબૂતાઈ પણ પૂરી પાડે છે. હરિતકણની હાજરીને કારણે સ્થૂલકોણક પેશીમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા થાય છે.

(d) વાયૂતક પેશી : જલજ વનસ્પતિમાં ખૂબ મોટા આંતરકોષીય અવકાશો ધરાવતી મૃદુતક પેશી વાયુતક પેશી તરીકે ઓળખાય, જે જલ જ વનસ્પતિને તારકતા પૂરી પાડે છે.

પ્રશ્ન 12.
વાયુરંધ્રીય છિદ્ર બે વૃક્કાકાર (મૂત્રપિંડ આકારના) રક્ષક કોષોથી ઘેરાયેલા હોય છે. રક્ષક કોષોની ફરતે ગોઠવાયેલા અધિસ્તરીય કોષોના નામ જણાવો. રક્ષક કોષો અને અધિસ્તરીય કોષોનો તફાવત આપો. તમારા જવાબને આકૃતિ દોરી, ઉદાહરણ આપી સ્પષ્ટ કરો.
ઉત્તર:
(1) રક્ષક કોષોના સાનિધ્યમાં રહેલા કેટલાક અધિસ્તરીય કોષો તેમના આકાર અને કદમાં વિશિષ્ટ બને છે અને તેમને સહાયકકોષો (Subsidiary cells) તરીકે ઓળખવામાં આવે છે.

(2) રક્ષક કોષો અને અધિસ્તરીય કોષો વચ્ચેનો તફાવત

રક્ષક કોષો અધિસ્તરીય કોષો
(i) તે વાલ આકારના કે મૂત્રપિંડ આકારના હોય છે. (i) ડમ્બેલ આકારના રક્ષક કોષોની બહારની બાજુ ત્રિકોણાકાર અધિસ્તરીયકોષો આવેલા છે.
(ii) તે હરિતકણ ધરાવે છે. (ii) તે હરિતકણ ધરાવતા નથી.
(iii) તે કદમાં નાના છે. (iii) તે કદમાં મોટા છે.
(iv) રક્ષક કોષોની છિદ્ર તરફની અંદરની દીવાલ જાડી જ્યારે છિદ્રથી દૂરની બહારની દીવાલ પાતળી હોય છે. (iv) અધિસ્તરીય કોષોની દીવાલો પાતળી હોય છે.

(3) દ્વિદળી વનસ્પતિમાં વાયુરંધ્રની રચનામાં રક્ષક કોષો વૃક્કાકાર (વાલ આકારના) અને એકદળી વનસ્પતિમાં વાયુદ્ધની રચનામાં રક્ષક કોષો
ડમ્બેલ આકારના જોવા મળે છે. આ રક્ષક કોષોની ફરતે અધિસ્તરીય કોષો ગોઠવાયેલા હોય છે.
GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત સ્થ રચના 6

પ્રશ્ન 13.
અંતઃ સ્થરચનાની દૃષ્ટિએ દ્વિદળી પર્ણ [Peepal (ficus religiosa)]અને એકદળી પર્ણ [Maize (Zea mays)]નો તફાવત જણાવો. તફાવત દર્શાવતી નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત સ્થ રચના 7
GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત સ્થ રચના 8

પ્રશ્ન 14.
પામ એકદળી વનસ્પતિ છે. હજુ આ વનસ્પતિ પહોળાઈમાં (પરિઘમાં) વધારો દર્શાવે છે, શા માટે અને કેવી રીતે ?
ઉત્તર:
પામ (Palm) જેવી કેટલીક એકદળી વનસ્પતિના પ્રકાંડમાં અસામાન્ય દ્વિતિયક વૃદ્ધિ જોવા મળે છે.

  1. આ વનસ્પતિમાં પ્રકાંડમજ્જા એધા વિના વધે છે.
  2. આ વનસ્પતિની અગ્રીય વધનશીલ પેશી વિશિષ્ટ પ્રકારની હોય છે. જેને પ્રાથમિક ઘટ્ટ પેશી તરીકે ઓળખાય છે.
  3. આ અગ્રીય વધનશીલ પેશી એ વનસ્પતિની વૃદ્ધિ અને પહોળાઈ વિસ્તરણ માટે જવાબદાર છે.

GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના

મોટા જવાબી પ્રશ્નો (LSQ)

પ્રશ્ન 1.
બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાય શું સૂચવે છે ?
પુષ્પના આયામ છેદ અને અનુપ્રસ્થ છેદમાં જોવા મળતાં વિવિધ પ્રકારના જરાયુવિન્યાસ દોરી સમજાવો.
ઉત્તર:
બીજાશયમાં પોલાણમાં જે સ્થાનેથી બીજાંડ કે અંડકો ઉદ્ભવે છે તેને જરાયુ કહે છે.

(a) ધારાવર્તી જરાયુવિન્યાસ : આ જરાયુવિન્યાસમાં બીજાશય એક કોટરીય હોય છે અને બીજાશયની દીવાલની અંદરની ગડીઓ પર બીજાંડ ગોઠવાય છે.
દા.ત., વાલ, વટાણા

(b) ચર્મવર્તી જરાયવિન્યાસ : આ જરાયુવિન્યાસમાં બીજાંડ બીજાશયની અંદરની દીવાલમાં અથવા પરિઘવર્તી ભાગમાં વિકસે છે. બીજાશયમાં કૂટપટનું નિર્માણ થાય છે.
દા.ત., રાઈ, દારૂડી

(c) અક્ષવર્તી જરાયુવિન્યાસ : આ જરાયુવિન્યાસમાં બીજાશયના કેન્દ્રમાં વિકસેલી ધરી પર બીજાંડો ગોઠવાય છે. બીજાશય કોટરોમાં વિભાજિત થયેલા હોય છે. આ કોટરોની સંખ્યા સ્ત્રીકેસરની સંખ્યા પર આધારિત હોય છે.
દા.ત., ટામેટું, જાસૂદ

(d) મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ : આ જરાયુવિન્યાસમાં અંડકો મુખ્ય અક્ષ ઉપર ઉત્પન્ન થાય છે, જે બીજાશયના તલભાગેથી ઉત્પન્ન થાય છે.
તે બીજાશયની દીવાલના પડદાથી મુક્ત હોવાથી મુક્ત કેન્દ્રસ્થ તરીકે ઓળખાય છે.
દા.ત., ડાયાન્થસ

(e) તલસ્થ જરાયુવિન્યાસ : આ જરાયુ વિન્યાસમાં બીજાશયમાં તલ ભાગે આવેલા જરાયુ પર એક જ બીજાંડ ગોઠવાય છે.
દા.ત., સૂર્યમુખી

(f) બહિસ્થ (ઉર્ધ્વસ્થ) જરાયુવિન્યાસ : આ પ્રકારનો જરાયુવિન્યાસ બહુસ્ત્રીકેસરી, બહુકોટરીય યુક્ત સ્ત્રીકેસરચક્રમાં જોવા મળે છે. અંડકો અંદરની સંપૂર્ણ સપાટી પર કે કોટરની દીવાલ પર જોડાયેલા હોય છે.
દા.ત., નિષ્ફીઆ
GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત સ્થ રચના 9

પ્રશ્ન 2.
સખત ગરમી અથવા શરદઋતુમાં પાનખર વનસ્પતિઓ પોતાના પર્ણો ખેરવે છે. પર્ણો ખેરવાની આ પ્રક્રિયા પતનક્રિયા તરીકે ઓળખાય. પણે ખરવાની ક્રિયા પર્ણપતન) દરમિયાન કયા વિઘટનાત્મક ફેરફારો સંકળાયેલ છે ?
ઉત્તર:
વનસ્પતિના પર્ણ, પુષ્પ અને ફળ ખરી પડવાની પ્રક્રિયાને તેમનું ‘પતન’ કહેવાય.

  1. વનસ્પતિના પર્ણ, પુષ્પ અને ફળ જેવા અંગોમાં વિશિષ્ટ પતન સ્તર વિકાસ પામે છે. આ પતન સ્તરના કોષો વિઘટનાત્મક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ નબળા બની જાય છે. આ કારણસર, આ સ્થળે નબળાઈ સર્જાય છે.
  2. યોગ્ય સમયે ત્યાંથી પર્ણ, પુષ્પ કે ફળ તૂટી જાય છે અને પતન પામે છે.
  3. પતન મેરવામાં અંતઃસ્ત્રાવી અસંતુલન મહત્ત્વનો ભાગ ભજવે છે.
  4. તંદુરસ્ત પર્ણમાં ઓક્ઝિનનું સંકેન્દ્રણ વધુ હોય છે. જીર્ણતા દરમ્યાન તેનું સંકેન્દ્રણ ઘટે છે અને ઈથિલિન તથા એબ્લિસિક એસિડ જેવાં વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધે છે.
  5. ઈથિલિન અને એન્નિસિક એસિડ જેવા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધતાં તેમની અસર હેઠળ કોષોને સાંકળતી પેક્ટિનની બનેલી મધ્યપટલ દીવાલ તેમજ સેલ્યુલોઝની કોષદીવાલનું વિઘટન થાય છે.
  6. આવા ફેરફારો થતાં પતન થાય છે.

પ્રશ્ન 3.
પાયનસ સદાહરિત વનસ્પતિ (વૃક્ષ) છે – સમજાવો.
ઉત્તર:
પાયનસ વનસ્પતિ એ બીજાણુજનક અવસ્થા છે તે મોટા વૃક્ષ સ્વરૂપે ઉગે છે. આ વનસ્પતિ એકસદની છે. તે બારેમાસ લીલી રહેતી બહુવર્ષાયુ વનસ્પતિ છે.

  1. તેની વૃદ્ધિ અગ્રકલિકા દ્વારા થાય છે. પ્રકાંડ પર ઉત્પન્ન થતાં શલ્કી પર્ણોની કક્ષમાંથી ચક્રાકાર રીતે શાખાઓ ઉત્પન્ન થાય છે. તેથી, વૃક્ષનો આકાર શંકુ જેવો લાગે છે.
  2. પાયનસની બીજાણુજનક અવસ્થા પ્રભાવી અને સ્વતંત્ર છે. તે મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે.
  3. પાયનસમાં લાંબા, પાતળા અને સોયાકાર પલ્લવપણ આવેલા છે. તે પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. તેઓની સપાટી લીસી હોય છે. આ પલ્લવપણ બાષ્પોત્સર્જન માટેની સપાટી ઘટાડે છે. આ દર્શાવે છે કે તેઓ મનિવાસી છે.
  4. પાયનસ સદારહિત વનસ્પતિ છે એટલે કે તેના પર્ણો પાનખર વનસ્પતિની માફક એક સાથે ખરી પડતાં નથી. આ પર્ણો 3 થી 4 વર્ષ સુધી વૃક્ષ પર રહે છે અને ત્યારબાદ શાખા ખરી પડવાથી તેની સાથે તેઓ પણ ખરી પડે છે.

પ્રશ્ન 4.
એક પેન્સિલ બોક્સ તમારા હાથમાં લઈ, તેને એક વનસ્પતિના કોષ તરીકે રજૂ કરો. તમે તેને કેટલા પ્રકારે વિભાજિત કરી શકશો? આ વિભાજન રેખીય આકૃતિ દ્વારા રજૂ કરો.
ઉત્તર:
(a) દ્વિપાર્થસમમિતિ : જો પેન્સિલ બોક્સ (વનસ્પતિકોષ)ને કોઈ એક ધરી બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરે તો તેવી સમમિતિને દ્વિપાર્શ્વ સમમિતિ કહે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત સ્થ રચના 10

(b) અરીય સમમિતિ : જો પેન્સિલ બોક્સ (વનસ્પતિ કોષ)ને મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી ત્રિજ્યાવર્તી દિશાઓમાં એક કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરે તો તેને અરીય સમમિતિ કહે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત સ્થ રચના 11

પ્રશ્ન 5.
આપેલ શબ્દ સમજાવો.
ઉત્તર:
(a) પ્લાઝમોડેસ્મેટા (પ્લાઝમાડેસ્મોસીસ) : સ્ટ્રેસબર્ગર (1901) વૈજ્ઞાનિકે આ નામ આપ્યું જે બે પાસપાસેના વનસ્પતિકોષ વચ્ચેનું કોષ૨સીય જોડાણ છે, જે કોષદીવાલ અને મધ્ય પટલમાં આવેલા હોય છે.
GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત સ્થ રચના 12

(b) મધ્યપટલ : બે નજીકના કોષોને સાંકળતી પ્રાથમિક દીવાલો વચ્ચે પેક્ટીનનો બનેલો મધ્યપટલ હોય છે. જે બે કોષો વચ્ચે સેતુ રચેછે.
GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત સ્થ રચના 13

(c) દ્વિતીય દિવાલ : તે દૃઢ, જાડી, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી હોય છે. (વર્ધમાન કોષમાં ગેરહાજર હોય છે.) કોષની અંદરની બાજુએ કોષરસપટલ તરફ આવેલ છે. સૂક્ષ્મતંતુ એ કોષની લાંબી અક્ષને સમાંતર આવેલા હોય છે. હેમીસેલ્યુલોઝનું પ્રમાણ ઓછું હોય છે. (25%) પ્રોટીન અને લિપિડ ગેરહાજર અથવા ઓછા પ્રમાણમાંહોય છે.
GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત સ્થ રચના 14

GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના

પ્રશ્ન 6.
ભેદ (તફાવત) જણાવો.

(a) અંતરારંભી જલવાહકપેશી અને બહિરંભી જલવાહક પેશી
ઉત્તર:
(a)

અંતરારંભી જલવાહકપેશી બર્વિરારંભી જલવાહક પેશી
પ્રકાંડમાં, આદિદાર કેન્દ્ર તરફ (મજ્જાકીય) અને અનદારૂ પરિઘવર્તી દિશામાં સ્થિત હોય છે. આ પ્રકારની પ્રાથમિક જલવાહકને અંતરારંભી (Edarch) કહે છે. મૂળમાં, આદિદારૂ પરિઘવર્તી દિશામાં અને અનુદારૂ કેન્દ્ર તરફ (મજજાકીય) સ્થિત છે. આ પ્રકારની પ્રાથમિક જલવાહકને બર્વિરારંભી (exarch) કહે છે.

(b) મધ્યરંભ અને વાહિપુલ :

મધ્યરંભ વાહિપુલ
મધ્યરંભ એ મજાયુક્ત કે મજાવિહીન અંતઃસ્તર દ્વારા આવરિત વાહકપેશીનો સંપૂર્ણ કેન્દ્રિય સમૂહ છે. જલવાહકપેશી અને અન્નવાહકપેશીના સમૂહને વાહિપુલ કહેવામાં આવે છે. તેઓ એધાયુક્ત કે એધાવિહીન હોય છે.

(c) આદિદારૂ અને અનુદારૂ : મા આદિદારૂ

આદિદારૂ અનુદારૂ
પ્રથમ નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકોને આદિદારૂ કહે છે. પછીથી નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકોને અનુદારૂ કહે છે.
પ્રકાંડમાં આદિદારૂ કેન્દ્ર તરફ (મજ્જા તરફ) અને મૂળમાં આદિદારૂ પરિઘ તરફ ગોઠવાયેલા હોય છે. પ્રકાંડમાં અનુદારૂ પરિઘ તરફ અને મૂળમાં અનુદારૂ કેન્દ્ર તરફ (મજ્જા તરફ) ગોઠવાયેલા હોય છે.

(d) અંતઃપુલીય એધા અને આંતરડુલીય એધા :

અંતઃપુલીય એધા આંતરડુલીય એધા
દ્વિદળી પ્રકાંડમાં પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહકની વચ્ચે એધાના કોષો આવેલા હોય છે. તેને અંતઃપુલીય એધા કહે છે. મજ્જાંશુ કે મજ્જા કિરણોના કોષો પુલીય એધાના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે અને આંતરપુલીય એધાનું નિર્માણ કરે છે.
તે પ્રાથમિક વર્ષનશીલ પેશી છે. તે દ્વિતીય વર્ધનશીલ પેશી છે.

(e) ખુલ્લા (વર્ધમાન) અને બંધ (અવર્ધમાન) વાહિપુલ :

ખુલ્લા (વર્ધમાન) વાહિપુલ બંધ (અવર્ધમાન) વાહિપુલ
દ્વિદળી વનસ્પતિઓનાં પ્રકાંડમાં, જલવાહક અને અન્નવાહક પેશીઓની વચ્ચે એધા હાજર હોય છે. એધાની હાજરીના કારણે આવા વાહિપુલો એ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક પેશીઓનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. આથી તેને ખુલ્લા (વર્ધમાન) વાહિપુલ કહેવાય છે. એકદળી વનસ્પતિઓમાં, જલવાહક અને અન્નવાહક પેશીઓની વચ્ચે એધા ગેરહાજર હોય છે. એધાની ગેરહાજરીને કારણે તેને બંધ (અવર્ધમાન) વાહિપુલ કહેવાય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના

(f) પ્રકાંડરોમ અને મૂળરોમ :

પ્રકાંડરોમ મૂળરોમ
પ્રકાંડરોમ સામાન્યતઃ બહુકોષીય છે. તેઓ શાખિત કે અશાખિત તથા કોમળ કે સખત હોઈ શકે છે. તેઓ સ્રાવી પણ હોઈ શકે છે. મૂળરોમ એ એકકોષીય લંબાયેલા અધિસ્તરીય કોષો છે.
પ્રકાંડોમ બાષ્પોત્સર્જનના કારણે થતો પાણીનો વ્યય અટકાવવામાં મદદરૂપ છે. મૂળરોમ જમીનમાંથી પાણી અને ખનીજ દ્રવ્યોના શોષણમાં મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *