Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ
GSEB Class 11 Biology વનસ્પતિ સૃષ્ટિ Text Book Questions and Answers
પ્રશ્ન 1.
લીલના વર્ગીકરણનો આધાર શું છે ?
ઉત્તર:
રંજકદ્રવ્યકણોની હાજરી કે ગેરહાજરી એ મુખ્ય લીલના વર્ગીકરણનો આધાર છે.
- ક્લોરોફાયસી : ક્લોરોફિલa અને ક્લોરોફિલ-b, તેમાં હાજર હોય છે, જે લીલા રંગ માટે જવાબદાર છે. ક્લોરોફાયસીને નીલહરિત લીલ પણ કહે છે.
- ફીયોફાયસી : ક્લોરોફિલ-2 અને C તથા ફ્યુકોઝન્વીન જોવા મળે છે. ફયુકોઝેન્થીન બદામી રંગ માટે જવાબદાર છે. ફીયોફાયસીને બદામી લીલ પણ કહેછે.
- રોડોફાયસી : ક્લોરોફિલ-a અને d તથા ફાઈકોઇરિશ્રીન જોવા મળે છે. ફાઈકોઇરિશ્રીન લાલ રંગ આપે છે. રોડોફાયસીને રાતી લીલ પણ કહે છે.
પ્રશ્ન 2.
લીવરવર્ટ, મોસ, હંસરાજ, અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓના જીવનચક્રમાં ક્યારે અને ક્યાં અર્ધીકરણ થાયછે ?
ઉત્તર:
લીવરવર્ટ, મોસ અને હંસરાજમાં લિંગી પ્રજનન દરમિયાન બીજાણુ જનક અવસ્થામાં એકકીય જન્યુઓ બીજાણુ માતૃકોષના અર્ધીકરણને કારણે ઉત્પન્ન થાય છે.
અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીમાં અર્ધીકરણ ક્રિયા પરાગાશય અને બીજાશયમાં અનુક્રમે પરાગરજ અને અંડકના નિર્માણ દરમિયાન બને છે.
પ્રશ્ન 3.
સ્ત્રીજન્યુધાની ધારણ કરતી ત્રણ વનસ્પતિના નામ આપો. તેમાંથી કોઈ એકનું જીવનચક્ર સંક્ષિપ્તમાં વર્ણવો.
ઉત્તર:
દ્ધિઅંગી, ત્રિભંગી અને અનાવૃત બીજધારી સ્ત્રીજન્યુધાની ધારણ કરે છે.
* અનાવૃત બીજધારીનું જીવનચક્ર :
પ્રજનન : અનાવૃત બીજધારી વિષમજવુક છે. તેઓ એકકીય મહાબીજાણુઓ અને લઘુબીજાણુઓ (સૂક્ષ્મ બીજાણુઓ) ઉત્પન્ન કરે છે. બે પ્રકારના બીજાણુઓ લઘુબીજાણુધાનીમાં ઉદ્ભવે છે. બીજાણુધાનીઓ જે શિથિલ કે સંઘટિત શંકુ સ્વરૂપમાં અક્ષ પર કુંતલાકાર રીતે ગોઠવાયેલા બીજાણુપર્ણો પર નિર્માણ પામે છે.
નરજન્યુઃ લઘુબીજાણુપર્ણ અને લઘુબીજાણીધાની ધારણ કરતા શંકુને લઘુબીજાણુધારક કે નરશંકુ કહે છે. લઘુબીજાણુઓથી નરજન્યુજનક પેઢી વિકસે છે કે જે ખૂબ જ ઘટાડો પામેલ (અવનત થયેલ) કોષો પૂરતી સીમિત છે. આ કોષોની સંખ્યામાં ઘટાડો પામેલ જન્યુજનકને પરાગરજ કહે છે. લઘુબીજાણુધાનીમાં પરાગરજનો વિકાસ થાય છે.
માદાજન્ય : અંડકો કે મહાબીજાણુધાની સાથે મહાબીજાણુપર્ણો ધારણ કરતા શંકુને મહાબીજાણુધારક કે માદાશંકુ કહે છે.
ફલન : લઘુબીજાણુધાનીમાંથી પરાગરજ મુક્ત થાય છે. તે પવન દ્વારા વહન પામી મહાબીજાણુપર્ણો પર પેદા થયેલા ખુલ્લા અંડકોના છિદ્રો સાથે સંપર્કમાં આવે છે. તે અંડકમાં રહેલ સ્ત્રીજન્યુધાની તરફ વિકાસ પામી (લંબાઈ) પરાગનલિકા બનાવે છે, જે નરજન્યુઓનું વહન કરે છે અને સ્ત્રીજન્યુધાનીના મુખ પાસે તેમના દ્રવ્યો (નરજન્યુઓ સહિત) મુક્ત કરે છે. ફલનને અનુસરી, ફલિતાંડનો ભ્રૂણમાં અને અંડકો બીજમાં વિકસે (પરિણમે) છે.
પ્રશ્ન 4.
નીચેનાની સૂત્રગુણકતા જણાવો :
મોસનો પ્રતંતુકીય કોષ, દ્વિદળીઓમાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર, મોસના પ્રપર્ણ કોષ, હંસરાજનો પ્રસુકાયક કોષ, માર્કેન્શિયામાં ક્રૂડમલી કોષ, એકદળીનો વર્ધનશીલ કોષ, લીવરવર્તનો અંડકોષ અને હસંરાજનું ફલિતાંડ.
ઉત્તર:
- મોસનો પ્રતંતુકીય કોષ – દ્વિકીય
- દ્વિદળીઓમાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર – ત્રિકીય
- મોસના પ્રપર્ણ કોષ – એકકીય
- હંસરાજનો પ્રસુકાયક કોષ – એકકીય
- માર્કેન્શિયામાં ક્રૂડમલી કોષ – એકકીય
- એકદળીનો વર્ધનશીલ કોષ – દ્વિકીય
- લીવ૨વર્ટનો અંડકોષ – દ્વિકીય
- હંસરાજનું ફલિતાંડ – દ્વિકીય
પ્રશ્ન 5.
લીલ અને અનાવૃત બીજધારીઓની આર્થિક અગત્યતા વિશે નોંધ લખો.
ઉત્તર:
લીલની આર્થિક અગત્યતા :
- પૃથ્વી પર લગભગ કુલ કાર્બનડાયોક્સાઇડના અડધા કાર્બનડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશસંશ્લેષણથી લીલ દ્વારા થાય છે.
- પ્રકાશસંશ્લેષી સજીવો હોવાથી તેઓ તેમના આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ વધારે છે.
- તેઓ મહત્ત્વના શક્તિસભર સંયોજનોના પ્રાથમિક ઉત્પાદકો છે કે જે બધાં જ જલીય પ્રાણીઓના પોષણચક્રનો આધારસ્તંભ છે. પોરફાયરા, લેમિનારિયા, સરગાસમ જેવી ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે.
- કેટલીક દરિયાઈ બદામી અને રાતી લીલ વધુ માત્રામાં હાઇડ્રોકેલોઇડ્સ (જલગ્રાહક કલિલ પદાર્થ) ઉત્પન્ન કરે છે. દા.ત., આલ્જિન (બદામી લીલ) અને કેરાજીન (લાલ લીલ) કે જે વ્યાવસાયિક રીતે ઉપયોગી છે.
- અગર એ જેડિયમ અને ગ્રેસીલારિયામાંથી મળતું એકમાત્ર વ્યાવસાયિક ઉત્પાદન છે, જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને આઇસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં ઉપયોગી છે.
- ક્લોરેલા અને સપાઇરુલિના એકકોષીય, પ્રોટીનસભર લીલ છે અને અવકાશયાત્રીઓ પણ પૂરક આહાર તરીકે તેનો ઉપયોગ કરે છે.
* અનાવૃત બીજધારીની આર્થિક ઉપયોગિતા :
- તે મોટેભાગે સુશોભન માટે વપરાય છે. ખાસ કરીને પાઈનસ, સીડાસ જેવી વનસ્પતિ પોચાં લાકડાં તરીકે બાંધકામમાં અને પેકિંગમાં વપરાય છે.
- ટેક્સસમાંથી પ્રાપ્ત ટેક્ષોલ અને એન્ટિ-કેન્સર ડ્રગ્સ તરીકે વપરાય છે.
- અસ્થમા, બ્રોન્કાઇટીસની સારવારમાં વપરાતું એફ્રિટીન એ એફિસની ઘણી જાતિમાંથી પ્રાપ્ત થાય છે. પાઈનસ જીઆરડીઆના બીજ ખાદ્ય છે.
- રેઝિનનો વ્યાવસાયિક દૃષ્ટિએ ઉપયોગ સીલીંગ વેક્સ અને વોટરપ્રુફ રંગ તરીકે થાય છે. રેઝિનનો પ્રકાર ટર્પેન્ટાઇન પાઈનસની જુદી જુદી જાતિમાંથી પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન 6.
અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી બંને બીજ ધરાવે છે. ત્યારે તેમને શા માટે અલગ રીતે વર્ગીકૃત કરાય છે ?
ઉત્તર:
અનાવૃત બીજધારીમાં બીજ નગ્ન (આવરણવિહીન) હોય છે. એટલે કે કોઈપણ પ્રકારનું આવરણ બીજની ફરતે ધરાવતા નથી, જયારે આવૃત બીજધારીમાં મોટેભાગે તેઓ ફળ દ્વારા આવરિત હોય છે. આવરણની હાજરી કે ગેરહાજરીને કારણે વિકીર્ણની વિવિધ પદ્ધતિઓ અને ફલનની પ્રક્રિયામાં જોવા મળે છે. આથી તેમને અલગ રીતે વર્ગીકૃત કરાય છે.
પ્રશ્ન 7.
વિષમબીજાણુતા શું છે ? તેની અગત્યતા વિશે સંક્ષિપ્તમાં ટિપ્પણી કરો. બે ઉદાહરણ આપો.
ઉત્તર:
વિષમબીજાણુતા એ એક જ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતાં બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થવાની ઘટના છે. આ બીજાણુઓ કદમાં જુદા પડે છે. નાનાને સૂક્ષ્મબીજાણુ (લઘુબીજાણુ) અને મોટાને મહાબીજાણુ કહે છે. લઘુબીજાણુ નરજન્યુજનક અને મહાબીજાણુ માદાજન્યુજનક ઉત્પન્ન કરે છે. આ ઘટના બીજપ્રકૃતિ તરીકેનું પૂર્વચિહ્ન છે, જે ઉદવિકાસમાં મહત્ત્વનો તબક્કો માનવામાં આવે છે.
આનવૃત બીજધારી અને આવૃત બીજધારીમાં આ પ્રકારના બીજનું નિર્માણ થાય છે.
પ્રશ્ન 8.
યોગ્ય ઉદાહરણ સાથે નીચેના શબ્દો સંક્ષિપ્તમાં સમજાવો.
(i) પ્રતંતુ,
(ii) પુંજન્યુધાની,
(iii) સ્ત્રીજન્યુધાની,
(iv) દ્વિવિધ જીવનચક્ર,
(v) બીજાણુપર્ણ,
(vi) સમજવુતા.
ઉત્તર:
(i) પ્રતંતુ : મોસના જીવનચક્રની પ્રથમ અવસ્થા છે, જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે. તે વિસર્પી (ભૂપ્રસારી), લીલી, શાખિત અને ઘણી વાર તંતુમય હોય છે.
(ii) પુંજન્યુધાની : દ્ધિઅંગી અને ત્રિઅંગીમાં જોવા મળતા નર લિંગી અંગને પુંજન્યુધાની કહે છે. તે વંધ્ય કોષોથી ઘેરાયેલ રચના છે. તે લઘુબીજાણુ માતૃકોષથી વીંટળાયેલ હોય છે, જેમાંથી નરજન્ય ઉત્પન્ન થાય છે.
(iii) સ્ત્રીજન્યુધાની : તે માદા લિંગી અંગ છે, જે દ્ધિઅંગી, ત્રિઅંગી અને અનાવૃત બીજધારીમાં જોવા મળે છે, જે ચંબુ આકારની અને એક અંડકોષ ઉત્પન્ન કરતી રચના છે.
(iv) દ્વિવિધ જીવનચક્ર : આ શબ્દ અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિના જીવનચક્ર માટે વપરાય છે. તેમાં દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર તબક્કો છે. જન્યુજનક તબક્કો એટલે કે થોડાંક એકકોષીય એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાયછે.
(v) બીજાણુપર્ણ : ત્રિભંગી બીજાણુજનક એ બીજાણુધાની ધારણ કરે છે, જે પર્ણ જેવી સંરચનાઓ પર જોડાયેલા રહે છે, જેને બીજાણુપર્ણ કહે છે.
(vi) સમજન્યતા : બાહ્યકારવિદ્યાની દૃષ્ટિએ સમાન જન્યુઓ લિંગી પ્રજનનની ક્રિયામાં જોડાવાની ક્રિયાને સમજવુક કહે છે. આનો અર્થ એ છે કે જન્યુઓ સમાન કદનાં હોય છે, પરંતુ કાર્ય જુદું હોય છે. આ પ્રકારનું પ્રજનન સામાન્ય રીતે સ્પાયરોગાયરામાં જોવા મળે છે.
પ્રશ્ન 9.
નીચેનાનો ભેદ સ્પષ્ટ કરો :
(i) રાતી (લાલ) લીલ અને બદામી (કથ્થાઈ) લીલ
(ii) લીવરવર્ટ અને મોસ
(iii) સમબીજાણુક અને વિષમબીજાણુક ત્રિઅંગી
(iv) યુગ્મક અને ત્રેવડું જોડાણ :
ઉત્તર:
(i) રાતી (લાલ) લીલ અને બદામી (કથ્થાઈ) લીલ :
રાતી (લાલ) લીલ | બદામી (કથ્થાઈ) લીલ |
રાતી લીલનો સમાવેશ રોડોફાયસી વર્ગમાં કરવામાં આવે છે. | બદામી લીલનો સમાવેશ ફીઓફાયસી વર્ગમાં કરવામાં આવેછે. |
તેમાં સંગ્રહિત ખોરાક તરીકે ફ્લોરિડીઅન સ્ટાર્ચ હોય છે. | તેમાં સંગ્રહિત ખોરાક તરીકે ઝેનિટોલ અને લેમિનારન હોયછે. |
તેમાં રંજકદ્રવ્યો તરીકે ક્લોરોફિલ-a, d તથા ફાયકોઇરિથ્રીન હોયછે. | તેમાં રંજકદ્રવ્યો તરીકે ક્લોરોફિલ-a, c અને ફ્યુકોઝેન્થીન હોય છે. |
તેની કોષદીવાલ સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલીસલ્ફેટ એસ્ટરની બનેલી છે. | તેની કોષદીવાલ સેલ્યુલોઝ અને આલ્જિનની બનેલી છે. |
કશાનો અભાવ હોય છે. | કશા જોવા મળે છે. |
(ii) લીવરવર્ટ અને મોસ
લીવરવર્ટ | મોસ |
તેઓ એકકોષીય સુકાય ધરાવે છે. | તેઓ બહુકોષીય સુકાય ધરાવે છે. |
તેમાં ક્યારેક સ્કેલ જોવા મળે છે. | તેમાં સ્કેલનો અભાવ હોય છે. |
તેઓ સામાન્ય રીતે પૃષ્ટવક્ષીય છે. પત્રમય સભ્યો એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પર્ણ જેવી નાની નાની સંરચનાઓ ધરાવેછે. | તે વિસર્પી, લીલી, શાખિત અને ઘણી વાર તંતુમય હોય છે. |
કુડમલી પ્યાલાઓ જોવા મળે છે. | કુડમલી પ્યાલાઓનો અભાવ હોય છે. |
બીજાણુજનક અલ્પ માત્રામાં પ્રકાશસંશ્લેષી પેશી ધરાવે છે. | બીજાણુજનક પુષ્કળ માત્રામાં પ્રકાશસંશ્લેષી પેશી ધરાવે છે. |
(iii) સમબીજાણુક અને વિષમબીજાણુક ત્રિઅંગી :
સમબીજાણુક ત્રિઅંગી | વિષમબીજાણુક ત્રિઅંગી |
તેઓ એકસમાન બીજાણુઓ ધરાવે છે. | તેઓ બે પ્રકારના બીજાણુઓ ધરાવે છે. લઘુબીજાણુઓ અને મહાબીજાણુઓ. |
તેઓ દ્વિલિંગી જન્યુઓ ઉત્પન્ન કરે છે. | તેઓ એકલિંગી જન્યુઓ ઉત્પન્ન કરે છે. |
(iv) યુગ્મક અને ત્રેવડું જોડાણ :
યુગ્મક (ફલિતાંડ) | ત્રેવડું જોડાણ |
આવૃત બીજધારી વનસ્પતિમાં નરજન્યુના અંડકોષ સાથેના જોડાણની પ્રક્રિયાને પરિણામે યુગ્મક બને છે. | આવૃત બીજધારી વનસ્પતિમાં નરજન્યુના દ્વિકીય દ્વિતીયક કોષકેન્દ્ર સાથેના જોડાણની પ્રક્રિયાને કારણે પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર (ત્રિકીય જોડાણ) બને છે. |
પ્રશ્ન 10.
તમે એકદળી વનસ્પતિઓને દ્વિદળીઓથી કેવી રીતે જુદી કરશો ? એકદળી વનસ્પતિ
ઉત્તર:
પ્રશ્ન 11.
નીચે આપેલ જોડકાં બનાવો. (કૉલમ – I સાથે કૉલમ – II).
કૉલમ – I | કૉલમ – II |
(a) ફ્લેમિડોમોનાસ | (i) મોસ |
(b) સાયકસ | (ii) ત્રિઅંગી |
(c) સેલાજીનેલા | (iii) લીલ |
(d) ફેગ્નમ | (iv) અનાવૃત બીજધારી |
ઉત્તર:
(a – ii), (b – iv), (c – ii), (d – i)
પ્રશ્ન 12.
અનાવૃત બીજધારી વનસ્પતિઓની મહત્ત્વની લાક્ષણિકતાઓ વર્ણવો.
ઉત્તર:
અનાવૃત બીજધારીના મહત્ત્વના લક્ષણો :
- આ વનસ્પતિના બીજ ફળમાં આવરિત હોતા નથી.
- વનસ્પતિનું કદ મધ્યમથી ઊંચા વૃક્ષ કે સુપ સ્વરૂપે, મહાકાય રેડવૃક્ષ, સીક્વોઇયા એ દુનિયાનું સૌથી ઊંચું વૃક્ષ છે.
- સોટીમય મૂળતંત્ર ધરાવે છે.
- સાયકસમાં પ્રવારમૂળ જોવા મળે છે, જે નાઇટ્રોજનના સ્થાપનની ક્રિયા સાથે સંકળાયેલ છે.
- પ્રકાંડ શાખિત (પાઈનસ, સીડ્રસ) કે અશાખિત (સાયકસ) હોય છે.
- પર્ણો સાદા (પાઈનસ) કે સંયુક્ત (પીંછાકાર-સાયકસ), પોં સોયાકાર, જાડા ક્યુટિકલયુક્ત અને નિમગ્ન વાયુરંધ્રો ધરાવે છે, જે પાણીનો વ્યય ઘટાડવામાં મદદરૂપ છે.
- અનાવૃત બીજધારી વિષમબીજાણુક છે. તે બે પ્રકારના બીજાણુઓ ધરાવે છે. લઘુબીજાણુ અને મહાબીજાણુ.
- પુષ્પ ગેરહાજર, લઘુબીજાણુપર્ણો અને મહાબીજાણુપર્ણો સંઘટિત બની નરશંકુ અને માદાશંકુ બનાવે છે.
- પરાગનયન મોટેભાગે પવન દ્વારા થાય છે. પરાગરજ અંડકના અંડપ્રસાધન સુધી અંડછિદ્ર દ્વારા પહોંચે છે.
- નર અને માદાજન્યુજનક એ બીજાણુજનક પર આધારિત છે.
- ફલનને અનુસરી ફલિતાંડનો દ્વિકીય ભૂણમાં અને અંડકો બીજમાં વિકસે છે. આ બીજ ઢંકાયેલા હોતા નથી.
GSEB Class 11 Biology વનસ્પતિ સૃષ્ટિ NCERT Exemplar Questions and Answers
બહુવિકલ્પી પ્રશ્નો (MCQ)
પ્રશ્ન 1.
સાયનોબેક્ટરિયાને ………………………. માં વર્ગીકૃત કરાય છે.
(A) પ્રોટીસ્ટા
(B) વનસ્પતિ
(C) મોનેરા
(D) લીલ
ઉત્તર:
(A) પ્રોટીસ્ટા
પ્રશ્ન 2.
બે અસમાન જન્યુકોષોનું સંયોજન થવાને ……………………………. કહે છે.
(A) અંડજન્યુક
(B) સમજવુક
(C) વિષમજવુક
(D) પ્રાણીજન્યુક
ઉત્તર:
(C) વિષમજવુક
પ્રશ્ન 3.
સંલગ્નક (holdfast), છત્રીકા વૃત (stipe) અને પ્રપર્ણ (frond) ……………………… માં વનસ્પતિદેહ ધરાવે છે.
(A) લાલ લીલ
(B) હરિત લીલ
(C) બદામી લીલ
(D) ઉપરના તમામ
ઉત્તર:
(C) બદામી લીલ
પ્રશ્ન 4.
વનસ્પતિ સુકાય પ્રકારનું આયોજન ધરાવે છે તે મૂલાંગો ધરાવે છે અને એકકીય (m) છે. તેને જીવનચક્ર પૂર્ણ કરવા માટે પાણીની જરૂર હોય છે, કારણ નરજન્યુ ચલ છે. તે જે સમૂહમાં હોય તેને ઓળખો.
(A) ત્રિઅંગી
(B) અનાવૃત બીજધારી
(C) એકદળી
(D) દ્ધિઅંગી
ઉત્તર:
D) દ્ધિઅંગી
પ્રશ્ન 5.
પ્રદેહ એટલે ……………………..
(A) સુકાયના વિકાસ પહેલાં ત્રિઅંગીમાં ઉત્પન્ન થતી રચના.
(B) બીજાણુજનક મુક્તજીવી રચના ત્રિઅંગીમાં જોવા મળે.
(C) ત્રિઅંગીમાં જોવા મળતી જન્યુજનક મુક્તજીવી રચના.
(D) ત્રિઅંગીમાં ફલન બાદ નિર્માણ પામતી આદિ રચના.
ઉત્તર:
(C) ત્રિઅંગીમાં જોવા મળતી જન્યુજનક મુક્તજીવી રચના.
પ્રશ્ન 6.
આ સમુદાયની વનસ્પતિઓ દ્વિતીય અને ચરમ સ્થિતિને પહોંચી વળવા યોગ્ય અનુકૂલન પામેલ હોય છે. તે શંકુ તરીકે નિર્માણ પામતી સંઘનિત રચના જે બીજાણુપત્રોથી બને છે તેમાં વૃદ્ધિ પામે છે. આ જૂથ ……………………. વનસ્પતિનું છે.
(A) એકદળી
(B) દ્વિદળી
(C) ત્રિઅંગી
(D) અનાવૃત બીજધારી
ઉત્તર:
(D) અનાવૃત બીજધારી
પ્રશ્ન 7.
આવૃત બીજધારીમાં લૂણપુટ ………………………… ધરાવે છે.
(A) 8 કોષો
(B) 7 કોષો અને 8 કોષકેન્દ્રિકા
(C) 8 કોષકેન્દ્રિકા
(D) 7 કોષો અને 7 કોષકેન્દ્રિકા
ઉત્તર:
(B) 7 કોષો અને 8 કોષકેન્દ્રિકા
પ્રશ્ન 8.
જો સપુષ્પી વનસ્પતિમાં દ્વિકીય સંખ્યા 36 હોય તો ધૂણપુટમાં રંગસૂત્ર સંખ્યા શું હશે ?
(A) 36
(B) 18
(C) 54
(D) 72
ઉત્તર:
(C) 54 (ભૃણપુટ ત્રિકીય છે. – 18n × 3 = 54)
પ્રશ્ન 9.
પ્રોટોનીમા ……………………………
(A) એકકીય છે અને મોસમાં જોવા મળે છે.
(B) દ્વિકીય છે અને લીવરવર્ટમાં જોવા મળે છે.
(C) દ્વિકીય છે અને ત્રિઅંગીમાં જોવા મળે છે.
(D) એકકીય છે અને ત્રિઅંગીમાં જોવા મળે છે.
ઉત્તર:
(D) એકકીય છે અને ત્રિઅંગીમાં જોવા મળે છે.
પ્રશ્ન 10.
રાક્ષસી (મહાકાય) – રેડવુડ વનસ્પતિ (સીક્યોવા સેમીપરવિન્સ) એ ………………………..
(A) આવૃત બીજધારી છે.
(B) મુક્તજીવી હંસરાજ છે.
(C) ત્રિભંગી છે.
(D) અનાવૃત બીજધારી છે.
ઉત્તર:
(D) અનાવૃત બીજધારી છે.
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
પ્રશ્ન 1.
લાલ લીલમાં ફ્લોરીડન સ્ટાર્સ તરીકે ખોરાક સંગ્રહાય છે. લીલના ‘ કયા જૂથમાં સંગ્રહિત ખોરાક મેનિટોલ છે ?
ઉત્તર:
ફીફાયસી (બદામી લીલ).
પ્રશ્ન 2.
(a) એકવિધ જીવનચક્ર ધરાવતી વનસ્પતિઓનાં ઉદાહરણ આપો.
ઉત્તર:
વોલ્વોક્સ, સ્પાયરોગાયરા અને ક્લેમીડોમોનાસ.
(b) દ્વિવિધ જીવનચક્ર.
ઉત્તર:
બધી જ બીજધારી વનસ્પતિઓ – અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી.
(c) એક-દ્વિવિધ જીવનચક્ર
ઉત્તર:
દ્ધિઅંગી અને ત્રિઅંગી.
પ્રશ્ન 3.
ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વનસ્પતિદેહ યોગ્ય વિભેદન પામે છે. શોષણના કાર્ય માટે સુવિકસિત મૂળની રચના જોવા મળે છે. ઓછી વિકસિત નિમ્ન વનસ્પતિઓમાં મૂળ સમકક્ષ રચના કઈ જોવા મળે છે?
ઉત્તર:
દ્ધિઅંગી, મૂળ ધરાવતી નથી, પણ મૂળ જેવી રચના મૂલાંગો ધરાવે છે. તે વનસ્પતિને આધાર સાથે સ્થાપિત થવામાં મદદ કરે છે.
પ્રશ્ન 4.
લગભગ બધી જ લીલ વનસ્પતિઓ એકવિધ જીવનચક્ર ધરાવે છે.
(a) એકવિધ-દ્વિવિધ જીવનચક્ર
(b) દ્વિવિધ જીવનચક્ર ધરાવતી લીલનાં નામ આપો.
ઉત્તર:
(a) એકવિધ-દ્વિવિધ જીવનચક્ર : એક્ટોકાર્પસ, પોલીસીફોનીયા, કાલ્પ
(b) કિવિધ જીવનચક્ર : ફ્લેક્સ
પ્રશ્ન 5.
દ્ધિઅંગીમાં નર અને માદા પ્રજનન અંગો ………………….. અને ……………………. કહેવાય છે.
ઉત્તર:
નર પ્રજનન અંગ એક્વેરિડીયમ અને માદા પ્રજનન અંગ આર્કીગોનીયમ તરીકે ઓળખાય છે.
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
દ્ધિઅંગીને વનસ્પતિ સૃષ્ટિમાં ઉભયજીવી શા માટે કહે છે ?
ઉત્તર:
દ્ધિઅંગી વનસ્પતિ સૃષ્ટિમાં ઉભયજીવી કહેવાય છે, કારણ કે આ વનસ્પતિ જમીન પર રહી શકે છે, પણ લિંગી પ્રજનન માટે પાણી પર આધારિત છે. તેઓ સામાન્ય રીતે ભીની, ભેજવાળી અને છાંયડાવાળા સ્થાનમાં જોવા મળે છે.
પ્રશ્ન 2.
કેટલાક ત્રિભંગી અને અનાવૃત બીજધારીનાં નર અને માદા પ્રજનન અંગો, આવૃત બીજધારીની પુષ્પીય રચના સાથે સરખામણી કરી શકાય છે. ત્રિઅંગી અને અનાવૃત બીજધારીની વિવિધ પ્રજનન રચનાઓ આવૃત બીજધારીની પ્રજનન રચના સાથે સરખાવો.
ઉત્તર:
આવૃત બીજધારી : નર પ્રજનન અંગ પુંકેસર અને માદા પ્રજનન અંગ સ્ત્રીકેસર પુષ્પ દ્વારા ધોરણ થાય છે. પ્રત્યેક પુંકેસર, તંતુ અને પરાગાશય ધરાવે છે. પરાગાશય નર જન્યુજનક છે. સ્ત્રીકેસર ભૃણપુટ ધરાવે છે, જેમાં એક વધુ અંડકો રહેલા છે. અંડકમાં માદા જન્યુજનક રહેલ છે.
આવૃત બીજધારી : લઘુબીજાણુ પણ અને મહાબીજાણુ પર્ણો દ્વારા લઘુબીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. તેઓ ધરી પર કુતલાકારે ગોઠવાઈ નર અને માદા શંકુ (cone)ની રચના કરે છે.
ત્રિઅંગી : બીજાણુધાની ધરાવે છે, જે બીજાણુઓ ઉત્પન્ન કરે છે. બીજાણુઓ અંકુરણ પામી જન્યુજનકની રચના કરે છે. તે નર અને માદા લિંગી પ્રજનનાંગો એન્ટેડિયમ અને આર્કિગોનીયા ધરાવે છે.
પ્રશ્ન 3.
વિષમ બીજાણુતા ઉદાહરણ બે પ્રકારના બીજાણુઓનું નિર્માણ લઘુબીજાણુ અને મહાબીજાણુ તે ત્રિઅંગીના કેટલાક સભ્યોના બધા સ્પર્મેટોફાયટા જીવનચક્રની લાક્ષણિકતા છે. શું તમે વિચારો છો કે વિષમ બીજાણુતાની વનસ્પતિ સૃષ્ટિમાં ઉવિકાસીય અગત્યતા છે ?
ઉત્તર:
વિષમ બીજાણુતા એટલે ભૂમિ પરની વનસ્પતિઓ દ્વારા બે જુદા પ્રકારનાં બીજાણુઓ કદ અને લિંગમાં જુદા હોય તેવાનું બીજાણુધાનીમાં નિર્માણ થવાની ઘટના.
- વિષમ બીજાણુક વનસ્પતિઓ બે પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે.
લઘુબીજાણુ – નર જન્યુજનક
મહાબીજાણુ – માદા જન્યુજનક - આદિ ત્રિઅંગી સમબીજાણુક હતી. ત્યારબાદ તેઓ વિષમ બીજાણુકમાં પરિવર્તિત થઈ. ઉદા. સેલેજીનેલા.
પ્રશ્ન 4.
સેલેજીનેલા, લાયકોપિડીયા કુળના જીવંત સભ્યોમાંથી એક કેટલા પ્રમાણમાં બીજ નિર્માણ માટે અનુકૂળ ન થઈ શકી ?
ઉત્તર:
સેલાજીનેલાના જીવનચક્રમાં બીજાણુઓનું લઘુબીજાણુ તેમજ મહાબીજાણુમાં વિભેદન તેમજ પોષણ માટે પિતૃ બીજાણુધાની પરની આધારકતા કેટલાક વિશિષ્ટ લક્ષણો છે. તેને બીજ નિર્માણ માટેની જરૂરી પૂર્વભૂમિકા માનવામાં આવે છે, જે બીજધારી (સ્પર્મેફાઇટની) લાક્ષણિકતા છે.
પ્રશ્ન 5.
વનસ્પતિ સમૂહોમાંની દરેક વનસ્પતિ કેટલીક ઉદવિકાસીય અગત્યતા ધરાવે છે. સાયકસના ઉવિકાસ માટે કેટલાક અનાવૃત બીજધારીના જીવંત સભ્યો ભૂતકાળના ચિહ્નો તરીકે જાણીતા છે. તમે આ વિધાનની સંગતતા માટે સાયકસની અન્ય વનસ્પતિ જૂથ સાથે ઉર્વિકાસીય સંબંધ દર્શાવી શકો છો ?
ઉત્તર:
સાયકસ ભૂતકાળના સીમાચિહ્ન (relic) સ્વરૂપે સાયકસ સદા હરિત વનસ્પતિ છે, જે પામ જેવી લાગે છે. તે અશાખિત પ્રકાંડ અને મોટા સંયુક્ત પણ ધરાવે છે. તે ત્રિઅંગી સાથેનાં ઉદ્દવિકાસીય સંબંધ દર્શાવે છે.
ઉદ્વિકાશીય લાક્ષણિકતાઓ :
- વૃદ્ધિદર ધીમો.
- બીજનું પતન, અપરિપક્વ ભૂણમાંથી.
- ઓછી દ્વિતીય વૃદ્ધિ, એક જલવાહકીય લાકડું.
- મહાબીજાણુ પર્ણો જેવા પર્ણો.
- લઘુ બીજાણુધાનીનું, સુવ્યવસ્થિત રીતે આર્કગોનિયામાં આયોજન.
પ્રશ્ન 6.
વિષમ બીજાણુક ત્રિઅંગી કેટલાક લક્ષણો ધરાવે છે, જે અનાવૃત બીજધારીના બીજનિર્માણ માટેની પૂર્વભૂમિકા છે. સમજાવો.
ઉત્તર:
- વિષમ બીજાણુક અવસ્થા સૌ પ્રથમ સેલેજીનેલામાં જોવા મળે છે, જેમાં નાના લઘુબીજાણુ નર જન્યુજનક અને મોટા મહાબીજાણુ માદા જન્યુજનક ઉત્પન્ન કરે છે. નર જન્યુજનક, નર જન્ય ઉત્પન્ન કરે છે, જે વિકાસ પામતા ધૂણને પોષણ આપે છે.
- વિષમ બીજાણુક ઘટના, જન્યુજનક અવસ્થામાં ઘટાડો, બીજાણુના અંકુરણ, મહાબીજાણુધાનીમાં મહાબીજાણુની જાળવણી અને છેવટે બીજનિર્માણ તરફ દોરી જાય છે.
પ્રશ્ન 7.
હંસરાજના પ્રોથેલેસ/પૂર્વદહ/પ્રકાશસંશ્લેષી સુકાયના જીવનચક્ર અને લાક્ષણિકતા વિશે મંતવ્ય આપો.
ઉત્તર:
- હંસરાજનું જીવનચક્ર સ્પષ્ટ રીતે એકાંતરજનન દર્શાવે છે. જન્યુજનક અવસ્થા (n) સ્પષ્ટ રીતે બીજાણુજનક અવસ્થા (2n) સાથે સ્પષ્ટ રીતે એકાંતરિત જોવા મળે છે.
- હંસરાજનો પૂર્વદેહ બહુકોષીય, મુક્તજીવી, એકકીય અને પ્રકાશસંશ્લેષી રચના છે. તેની ઉત્પત્તિ બીજાણુજનક અવસ્થાના બીજાણુના અર્ધીકરણ પછી થાય છે. આ બીજાણુઓ અગ્રસ્થ કોષ સાથે અંકુરણ પામે છે અને 3-6 કોષોનો તંતુ અને તલ0 ભાગમાં એક/બે મૂલાંગો ધરાવે છે. આ પાછળથી જન્યુજનક વનસ્પતિ તરીકે વિકાસ પામે છે.
પ્રશ્ન 8.
ત્રિભંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિના નર અને માદા જન્યુજનક એકબીજાથી અલગ કઈ રીતે પડે છે ?
ઉત્તર:
ત્રિભંગી અને અનાવૃત બીજધારીના માદા જન્યુજનક એકબીજાથી અલગ પડે છે.
- ત્રિઅંગીનો નર જન્યુજનક એન્વીડીયમ ધરાવે છે. નરજન્યુ કશાધારી હોય છે. તેઓ માદાજન્યુ સુધી પહોંચવા પાણીમાં તરે છે.
- અનાવૃત બીજધારીનો નર જન્યુજનક : એન્વીડીયમ જોવા મળતો નથી. નરજન્યુ કશાધારી હોય કે ન પણ હોય. નરજન્ય, માદાજન્ય સુધી પરાગવાહિની દ્વારા પહોંચે છે.
- ત્રિઅંગીનો માદા જન્યુજનક : તે મોટાભાગે સ્વતંત્ર હોય છે. તે અંડકમાં આવૃત હોતો નથી.
- અનાવૃત બીજધારીનો માદા જન્યુજનક : તે પિતૃ વનસ્પતિમાં જ રહે છે. તે અંડકમાં આવૃત રહે છે.
પ્રશ્ન 9.
કઈ વનસ્પતિમાં તમે માઇકોરાઇઝા અને કોરોલોઇડ મૂળ જુઓ છો? આ બંનેની સમજૂતી આપો.
ઉત્તર:
માઇકોરાઇઝા : આ વાહકપેશીધારી વનસ્પતિના મૂળ અને ફૂગ વચ્ચેનું સહજીવન દર્શાવે છે. ફૂગ, યજમાન વનસ્પતિના મૂળતંત્રમાં આંતરકોષીય કે બર્ડિકોષીય વસાહત રચે છે. તે પોષક પદાર્થોના શોષણમાં મદદ કરે છે. ઉદા. પાઈનસ.
કોરોલોઇડ મૂળ : સાયકસમાં ઉત્પન્ન થાય છે. તે પ્રકાંડના તળિયે ઝૂમખામાં ઉત્પન્ન થાય છે અને જમીનની બહાર ઊપસી આવે છે. તે દ્વિશાખિત અને લીલા રંગના હોય છે. તેના બાહ્યકમાં લીલ પ્રદેશ જોવા મળે છે. લીલ પ્રદેશ, નીલહરિત લીલ એનાબીના કે નોસ્ટોક ધરાવે છે, જે કોરોલોઇડ મૂળ સાથે સહજીવી પ્રકારનું જોડાણ ધરાવે છે.
દીર્ઘ જવાબી પ્રશ્નો (LQ)
પ્રશ્ન 1.
જન્યુજનક અવસ્થા દ્ધિઅંગીના જીવનચક્રમાં પ્રભાવી તબક્કો છે. સમજાવો.
ઉત્તર:
દ્ધિઅંગીના જીવનચક્રમાં જન્યુજનક, એકકીય, બહુકોષીય, પુખ તબક્કો છે. તે એથ્રીડીયા અને આર્કીગોનીયા ધરાવે છે અને એન્થોઝોઇડ અને અંડકનું નિર્માણ કરે છે. આમ, જન્યુજનક, દ્ધિઅંગીના જીવનચક્રમાં પ્રભાવી અને જાણીતો તબક્કો છે.
પ્રશ્ન 2.
રેખાંકિત આકૃતિના નિરૂપણ દ્વારા વનસ્પતિ સમૂહની એકવિધ-દ્વિવિધ જીવનચક્ર ભાતનું વર્ણન કરો.
ઉત્તર:
પ્રશ્ન 3.
લાઇકેન સામાન્ય રીતે વનસ્પતિમાં સહજીવનનું ઉદાહરણ છે, જેમાં લીલ અને ફૂગ અન્યોન્યના લાભ માટે સાથે રહે છે. નીચેનામાંથી કઈ ઘટના બને જો લીલ અને ફૂગને એકબીજાથી અલગ પાડવામાં આવે?
(a) બંને જીવતા રહે, સામાન્ય અને એકબીજાથી સ્વતંત્ર રીતે વૃદ્ધિ પામે.
(b) બંને મૃત્યુ પામે.
(c) લીલનો ભાગ જીવંત રહે, ફૂગનો ભાગ મૃત્યુ પામે.
(d) ફૂગનો ભાગ જીવંત રહે, લીલનો ભાગ મૃત્યુ પામે. તમારા જવાબના આધારે તમે આ જોડાણને સહજીવી છે તેમ કઈ રીતે સમજાવી શકશો ?
ઉત્તર:
(b) જવાબ સાચો છે.
- લાઇકેન લીલ અને ફૂગ વચ્ચેનું સહજીવન છે, જે પરસ્પરના લાભ માટે સાથે રહે છે. જો બંનેને એકબીજાથી અલગ કરાય તો તેઓ નાશ પામે છે.
- ફૂગ પાણીનો સંગ્રહ કરે છે. રક્ષણ અને લીલ માટે આદર્શ વસવાટ સ્થાન પૂરું પાડે છે.
- આ પ્રકારની પરસ્પરતાનાં કારણે લાઇકેન સૂકા, ખડકાળ પથ્થરો પર ઊગી શકે છે. લીલ કે ફૂગ સ્વતંત્ર રીતે આવી જગ્યામાં વૃદ્ધિ પામી શકે નહિ. આમ, બંને ભાગીદાર એકબીજા વિના જીવી શકે નહિ.
પ્રશ્ન 4.
વર્ણવો: આવૃત બીજધારીમાં લિંગી પ્રજનન, બેવડા ફલન અને ત્રિકીય જોડાણથી થાય છે. ભૃણપુટની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરી ઘટના વર્ણવો.
ઉત્તર:
* વર્ગીકરણ : તેઓ બે વર્ગોમાં વિભાજિત છે.
(i) દ્વિદળી વનસ્પતિઓ (Dieotyledonis)
(ii) એકદળી વનસ્પતિઓ (Monocotyledons)
(i) દ્વિદળી વનસ્પતિઓ છે તેમાં બીજમાં બે બીજપત્રો (cotyledons), પર્ણોમાં જૂલાકાર શિરાવિન્યાસ (reticuliate venation) અને ચતુ:અવયવી (tetramerous) કે પંચાવવી (peintainerous) પુષ્પો (દા.ત , દરેક પુષ્પીયચક્રમાં ચાર કે પાંચ સભ્યો ધરાવતા) દ્વારા વર્ગીકૃત કરાય છે.
(ii) એકદળી વનસ્પતિઓ કે તેમના બીજમાં એક જ બીજપત્ર, પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ (parallel venation) અને ત્રિઅવયવી (trimerous) પુષ્પો (દા.ત., દરેક પુખીષચક્રમાં ત્રણ સભ્યો ધરાવતા) દ્વારા વર્ગીકૃત કરાય છે.
* પુષ્પ રચના :
- પુખમાં નર લિંગી અંગ પુંકેસર છે.
- દરેક પુંકેસર પાતળા તંd, યોજી (જોડાણ) અને ટોચના ભાગે પરાગાસને (stigrmul)નું બનેલું છે,
- સ્ત્રીકેસર બીજાશયથી ઘેરાયેલા એક કે વધુ અંડકો ધરાવે છે. અંડકોની અંદર ખૂબ જ ઘટાડો (અવનત) પામેલ માદાજન્યુજનક હોય છે, જેને ધૃણપુટ કહે છે.
- શ્રૂત્રપુટ (embryo-sac)ના નિર્માણ પહેલાં તેમાં અર્ધીકરણ થાય છે. આથી ભૂલપુટનો દરેકેદરેક કોષ એ એકકીય હોય છે. દરેક ભ્રૂણપુટ ત્રણ કોષીય અંડપ્રસાધન (egg apparatus) (એક અંડકોષ અને બે સહાયક કોષો – synergids), ત્રણ પ્રતિધ્રુવીય કોષો (antipodal cells) અને બે ધ્રુવીય કોષકેન્દ્રો (polar nuclei) ધરાવે છે.
- ધ્રુવીય કોષકેન્દ્રો જોડાઈને છેવટે દ્વિકીય દ્વિતીયક કોષકેન્દ્ર (diploid secondary nucleus)નું સર્જન કરે છે.
* પરાગનયન :
પરાગાશયમાંથી પરાગરજના વિકિરણ પામ્યા બાદ પવન કે વિવિધ અન્ય વાહકો દ્વારા પરાગરજને સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત કરવામાં આવે છે, જેને પરાગનયન (pollination) કહે છે.
* ફલન :
પરાગાસન પર પરાગરજનું અંકુરણ થાય છે અને તેના પરિણામ સ્વરૂપ પરાગનલિકાનો વિકાસ થાય છે.
પરાગાસન અને પરાગવાહિનીની પેશીઓ દ્વારા પરાગનલિકા અંડક સુધી પહોંચે છે. પરાગનલિકા ભ્રૂણપુટમાં પ્રવેશી બે નરજન્યુઓ મુક્ત કરે છે.
નરજન્યુઓમાંનું એક નરજન્યુ અંડકોષ સાથે જોડાણ પામી (જોડાઈ) ફલિતાંડ (યુગ્મક – sygamy)નું નિર્માણ કરે છે, જ્યારે બીજા નરજન્ય દ્વિકીય દ્વિતીયક કોષકેન્દ્ર સાથે જોડાઈ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર (PEN – Primary Endosperm Nucleus) ઉત્પન્ન કરે છે. બે જોડાણો (અંડકોષ સાથે અને દ્વિકીય દ્વિતીયક કોષકેન્દ્ર સાથે) સંકલિત હોવાને કારણે આ ઘટનાને બેવડું ફલન (double fertilization) કહે છે, જે આવૃત બીજધારી વનસ્પતિઓની અજોડ (unique) ઘટના છે.
* ભ્રૂણ વિકાસ :
ફલિતાંડનો ભૂલ (એક કે બે બીજપત્રો સાથે)માં વિકાસ થાય છે અને PEN એ ભ્રૂણપોષમાં વિકાસ પામે છે કે જે વિકાસ પામતાં ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો ફલન બાદ અવનત (degenerated) પામે છે. આ ઘટનાઓ દરમિયાન અંડકો બીજમાં પરિણમે છે અને બીજાશય ફળમાં વિકાસ (પરિણમે) પામે છે.
આવૃત બીજધારી વનસ્પતિઓનું જીવનચક્ર નીચેની આકૃતિમાં દર્શાવેલ છે :
પ્રશ્ન 5.
નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
(A) નર અને માદા સુકાય – લીવરવર્ટ
(B) જન્યુજનક અને બીજાણુજનક ફ્યુનીરિયા
(C) એકાંતરજનન આવૃત બીજધારી
ઉત્તર: