GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ

GSEB Class 11 Biology જૈવિક વર્ગીકરણ Text Book Questions and Answers

પ્રશ્ન 1.
ચર્ચા કરો કે વર્ગીકરણ પદ્ધતિઓ સમય જતાં કેટલાક ફેરફારોમાંથી કેવી રીતે પસાર થઈ ?
ઉત્તર:

 1. સજીવોમાં જોવા મળતી સમાનતાઓ અને ભિન્નતાઓને આધારે સમૂહ કે ઉપસમૂહમાં શ્રેણીબદ્ધ વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે જૈવિક વર્ગીકરણ.
 2. વૈજ્ઞાનિકોએ સમયાંતરે વિવિધ વર્ગીકરણની પદ્ધતિઓ રજૂ કરી છે.
 3. સૌ પ્રથમ એરિસ્ટોટલે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી, જેમાં વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમના નિવાસસ્થાનને આધારે વહેંચ્યા. દા.ત., જલીય (માછલી, વ્હલ), સ્થળજ (સરિસૃપ, પાલતુ ઢોર), હવાઈ (ચામાચિડીયુ, પક્ષી).
 4. કુદરતી વર્ગીકરણ પદ્ધતિ બાહ્યકારવિદ્યા, અંત:સ્થ રચનાકીય વિદ્યા, દેહધર્મવિદ્યા, પ્રજનન, માનવ પ્રગતિ ઈતિહાસ, કોષ રસાયણ વિજ્ઞાન વગેરે પર આધારિત હતી.
 5. ત્યારબાદ સજીવોને ઉદ્વિકાશીય સંબંધોને આધારે (આનુવંશિક આધારે) વર્ગીકરણ કરવામાં આવ્યું. તે કોષવર્ગીકરણવિદ્યા, રસાયણ વર્ગીકરણવિદ્યા, આંકડાશાસ્ત્રીય વર્ગીકરણ અને ક્લેડીસ્ટીક વર્ગીકરણ પર આધારિત છે.

પ્રશ્ન 2.
બે આર્થિક રીતે મહત્વની ઉપયોગિતા જણાવો.
(a) વિષમપોષી બેક્ટરિયા
(b) આર્કિબેક્ટરિયા.
ઉત્તર:
(a) વિષમપોષી બેક્ટરિયા :

 • મૃતોપજીવી બેક્ટરિયા મૃતદેહો, રાસાયણિક કચરાનું વિઘટન મો.જી.M.E. – 11 – 7. કરતાં કુદરતી સફાઈ કામદાર છે. તે રાસાયણિક દ્રવ્યોને છૂટા કરી રાસાયણિક ઘટકોના પુનઃનિર્માણમાં મદદરૂપ થાય છે. તેઓ ઉત્સર્ગદ્રવ્યના વિઘટનમાં ખાતરની બનાવટમાં ઉપયોગી છે.
 • સહજીવી બેક્ટરિયા વાતાવરણના નાઈટ્રોજનને સ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે.
 • કેટલાંક બેક્ટરિયા લેક્ટિક એસિડ, દહીં, ચીઝ, માખણ, વિનેગાર વગેરેના ઔદ્યોગિક ઉત્પાદનમાં મદદરૂપ થાય છે.
 • કેટલાક બેક્ટરિયા સીરપ, રસી, વિટામિન્સ, ઉન્સેચકો, એન્ટિબાયોટિક્સ વગેરેની બનાવટમાં વપરાય છે. ઉદા. સ્યુડોમોનાસ, ઝેન્થોમોનાસ વગેરે.

(b) આર્કિબેક્ટરિયા :

 • ઢોરના છાણ અને મળમૂત્રમાંના સેલ્યુલોઝની આથવણની ક્રિયા દ્વારા આર્કિબેક્ટરિયાની મદદથી ગોબર ગેસ બને છે.
 • ગાય અને ભેંસ જેવા ચરતા પ્રાણીઓના પાચનમાર્ગમાં રહેલા કેટલાક બેક્ટરિયા આર્કિબેક્ટરિયા પાચનમાં મદદરૂપ થાય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ

પ્રશ્ન 3.
ડાયેટમ્સમાં કોષદીવાલોની પ્રકૃતિ શું છે ?
ઉત્તર:
ડાયેટમ્સની કોષદીવાલોની ફ્રસ્તુલસ કહે છે. કોષદીવાલ મુખ્યત્વે રેતીમાં તરબોળ એવા સેગ્યુલોઝની બનેલી છે. ડાયેટમ્સમાં સાબુના બોક્સની જેમ બંધબેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપો કોષદીવાલ ધરાવે છે. ઉપરના અર્ધકવચ (ઢાંકણ)ને એપિથીકા અને નીચેના અર્ધભાગને હાઈપોથીકા કહે છે. દીવાલો સિલિકા દ્રવ્યોથી જડાયેલી હોવાથી તે નાશ પામતી નથી. એટલે કે અવિનાશી છે. ડાયેટમ્સ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષદીવાલનો મોટો જથ્થો છોડી જાય છે. લાખો વર્ષો સુધીની આ પ્રકારની જમાવટ ડાયેટોમેસિયસ પૃથ્વી (Diotomaceous earth) તરીકે ઉલ્લેખાય છે.

પ્રશ્ન 4.
આલ્બલ બ્લમ (Algal Bloom) અને રેડ ટાઈસ (Red Tides)નો ભાવાર્થ શું થાય છે શોધો.
ઉત્તર:
લીલ અને બીજા કેટલાક ફાયટોપ્લેન્કટોન્સ, કેટલાક સાયનો-બેક્ટરિયાની વસતિમાં ઝડપી વધારો થાય છે. જે પાણીના જથ્થામાં રાસાયણિક દ્રવ્યોના પુષ્કળ વધારાને આશ્લબ્લમ કહે છે. સજીવોના જથ્થાને કારણે સૂર્યપ્રકાશ પાણીમાં ઊંડે સુધી પહોંચી શકતો નથી. નાઈટ્રોજન, ખનીજ આયનોના જથ્થાનાં પ્રમાણમાં એકદમ વધારો થતાં બેક્ટરિયા અને લીલના વિકાસના પરિણામે આલ્બલ બ્લમ થાય છે.

ખેતઉત્પાદન ખાતર કે મળમૂત્રના જલીય તંત્રમાં દાખલ થવાને પરિણામે નાઈટ્રોજનની પ્રાપ્તિનો સ્ત્રોત વધે છે.

રેડ ટાઈડનું કારણ દરિયાઈ ફાયટોપ્લેન્કટોનના ઝેરી દ્રવ્યનું ઉત્પાદન, રાતા રંગના ડાયનોફલેજેકેટ્સમાં જોવા મળતા પ્રકાશસંશ્લેષી ગૌણ રંજકકણો છે.

ગોનિયાલેક્સ જેવા ડાયનોફ્લેવેલેસ્ટ દ્વારા ઉત્પન્ન થતું ઝેર માછલી અને તેના જેવા બીજા દરિયાઈ પ્રાણીઓને મારી નાંખે છે. આ ફાઈટોપ્લેન્કટોન્સ બ્લમ એ જમીન પરના પોષણસભર દ્રવ્યના કારણે અથવા દરિયાઈ પાણીના વધારાના કારણે અને સમુદ્રની સપાટી પર સીસ્ટ જેવી રચનાના પથરાવાના કારણે જોવા મળે છે.

પ્રશ્ન 5.
વિરોઈસ એ વાઈરસ કરતાં કેવી રીતે જુદા પડે છે ?
ઉત્તર:

 1. વિરોઈસ એ રોગ માટે જવાબદાર સૌથી નાનો જાણીતો એજન્ટ છે. તે નાનો એક સૂત્રીય (RNA) અણુ ધરાવે છે. તેમાં કેસિડનો અભાવ હોય છે. અને તેની સાથે પ્રોટીન જોડાયેલ જોવા મળતું નથી. તે ફક્ત વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે.
 2. જ્યારે વાઈરસમાં જનીન દ્રવ્યની ફરતે પ્રોટીન કે લીપોપ્રોટીનનું બનેલું રક્ષણાત્મક આવરણ હોય છે. વાઈરસનું જનીનદ્રવ્ય 4 પ્રકારના દ્વિસૂત્રીય DNAનું, દ્વિસૂત્રીય RNA, એક સૂત્રીય DNA અને એકસૂત્રીય RNA, તે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં રોગ માટે જવાબદાર છે.

પ્રશ્ન 6.
પ્રજીવોનાં ચાર મોટા જૂથોનું વિસ્તૃત વર્ણન કરો.
ઉત્તર:
(i) અમીબાસમ પ્રોટોઝુઅન્સ (Amoeboid Protozoans) : આ સજીવો મીઠા પાણીમાં, દરિયાઈ કે ભેજવાળી જમીનમાં જીવે છે. તેઓ શિકાર તરફ ખસી ખોટા પગ પસારીને શિકારને પકડે છે. દા.ત., અમીબા (Amoeba) ખારા પાણીના સ્વરૂપો તેમની સપાટી પર સિલિકા આવરણો ધરાવે છે, તેમાંના કેટલાક પરોપજીવી તરીકે છે. ઉદા. એન્ટામીબા (Entamoeba).

(ii) કશાધારી પ્રોટોઝુઅન્સ (Flagellate Protozoans) : આ જૂથના સભ્યો મુક્તજીવી કે પરોપજીવી છે. તેઓ કશાઓ ધરાવે છે. તેમના પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી (Slipping sickness) જેવા રોગો ઉત્પન્ન કરે છે. દા.ત., ટ્રાઈપેનાસોમાં (Trypanosoma).

(iii) પથમધારી પ્રોટોઝુઅન્સ (Ciliated Protozoans) : તેઓ જલન છે. હજારોની સંખ્યામાં પલ્મોની હાજરીને કારણે તેઓ સક્રિય રીતે હલનચલન કરતા સજીવો છે. તેઓ મુખખાંચ (Gullet) ધરાવે છે, કે જે કોષની બહારની સપાટી પર ખૂલે છે. ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પકમોનાં હલેસા જેવા સંકલિત હલનચલનને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાંથી પસાર થાય છે. ઉદા. પેરામિશિયમ

(iv) બીજાણુધારી પ્રોટોઝુઅન્સ (Sporozoans) : આ સમૂહ વિવિધ સજીવોનો સમાવેશ કરે છે કે જેઓ તેમના જીવનચક્રમાં ચેપી (Infectious) બીજાણુઓ જેવો તબક્કો ધરાવે છે. સૌથી વિખ્યાત એ પ્લાઝમોડિયમ (મેલેરિયાને લગતો પરોપજીવી) કે જે મેલેરિયા ઉત્પન્ન કરે છે. આ રોગ એવો છે કે જે માનવ વસતિને આશ્ચર્યચકિત કરી દે તેવી અસર ધરાવે છે. ઉદા. પ્લાઝમોડિયમ (Plasmodium).

પ્રશ્ન 7.
વનસ્પતિ સ્વયંપોષી છે. શું તમે વિચારી શકો છો કે કેટલીક વનસ્પતિઓ કે જે આંશિક રીતે વિષમપોષી છે ?
ઉત્તર:
કેટલીક કીટકભક્ષી વનસ્પતિ જેવી કે પ્રોસેરા, નેપીન્કસ, યુટિક્યુલારીયા, આંશિક રીતે વિષમપોષી છે.

આ વનસ્પતિઓમાં નાઈટ્રોજનની ઊણપ હોય છે. બાકી તેઓ સ્વાવલંબી છે. તેઓ નાઈટ્રોજન મેળવવા માટે કીટકોને પકડે છે. બાકીનો ખોરાક એટલે કે પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાની જાતે કાર્બોદિત બનાવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ

પ્રશ્ન 8.
ફાયકોબાયોન્ટ અને માયકોબાયોન્ટનો અર્થ શું કરશો ?
ઉત્તર:
લાઈકન એ સહજીવી સહવાસ (Symbiotic Assiociation) એટલે કે લીલ અને ફૂગ વચ્ચેને ઉપયોગી સહવાસ છે. લીલના ઘટકો ફાયકોબાયોન્ટ અને ફૂગના ઘટકો એ માયકોબાયોન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેઓ અનુક્રમે સ્વયંપોષી અને વિષમપોષી છે. લીલ એ ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે. જો લીલ ઘટક તરીકે લ્યુ-ગ્રીન – આલ્બી (નીલ હરિત લીલ) હોય તો ખોરાકની બનાવટ સાથે નાઈટ્રોજનના સ્થાપનમાં પણ મદદરૂપ થાય છે. જ્યારે ફૂગ એ સહવાસી (લીલ) માટે આશ્રય, શોષિત પોષકદ્રવ્યો તેમજ પાણી પૂરું પાડેછે.

પ્રશ્ન 9.
નીચે આપેલને અનુલક્ષી સૃષ્ટિના વર્ગોનો તુલનાત્મક અહેવાલ આપો :
(i) પોષણ પદ્ધતિ,
(i) પ્રજનનનો પ્રકાર.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ 1
GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ 2

પ્રશ્ન 10.
યુગ્લિનોઈસની વિશિષ્ટ લાક્ષણિકતાઓ શું છે ?
ઉત્તર:
યુગ્લિનોઈડ્ઝમાં વનસ્પતિ અને પ્રાણીઓના લક્ષણોનું મિશ્રણ જોવા મળતુ હોવાથી રસપ્રદ સજીવ છે. તેમની લાક્ષણિકતા નીચે મુજબછે.

 1. તેઓ એકકોષીય કશાધારી છે.
 2. સેલ્યુલોઝની બનેલી કોષદીવાલનો અભાવ છે. તેને બદલે પ્રોટીનસભર પાતળું આવરણ ધરાવે છે જેને છાદિ કહે છે. છાદિ તેમના દેહને વળી શકે તેવો નરમ બનાવે છે.
 3. તેઓ બે કશા ધરાવે છે. એક ટૂંકી અને બીજી લાંબી.
 4. તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણ કરે છે.
 5. યુગ્લિનોઈડના રંજકદ્રવ્યો એ ઉચ્ચકક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય તેવા રંજકદ્રવ્યો સાથે એકરૂપ છે.
 6. તેમાં આકુંચક રસધાની જોવા મળે છે જે જળનિયમનની ક્રિયામાં મદદરૂપ થાય છે.
 7. અલિંગી પ્રજનન તંબ અક્ષે થતા દ્વિભાજન દ્વારા થાય છે. લિંગી પ્રજનન જોવા મળતું નથી.

પ્રશ્ન 11.
રચના અને જનીનદ્રવ્યની પ્રકૃતિના સંદર્ભે વાઈરસનો સંક્ષિપ્ત અહેવાલ આપો. વાઈરસથી થતા ચાર રોગોના નામ આપો.
ઉત્તર:

 1. વાઈરસ એ અકોષીય રચના ધરાવે છે. તેઓ જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવે છે. એકવાર યજમાન કોષમાં ચેપ લગાડે છે ત્યારે યજમાન કોષના વ્યવસ્થાતંત્રનો ભાગ બની આપમેળે જ સ્વયંજનિત થઈ યજમાનને મારી નાખે છે.
 2. વાઈરસ પ્રોટીન ઉપરાંત જનીનદ્રવ્ય ધરાવે છે. જે RNA કે DNA હોઈ શકે,
 3. કોઈપણ વાઈરસમાં RNA તથા DNA બંને સાથે હોઈ શકે નહિ.
 4. વાઈરસમાં જનીનદ્રવ્ય તરીકે ન્યુક્લિઓપ્રોટીન છે.
 5. વનસ્પતિમાં જોવા મળતા વાઈરસમાં એકલ શૃંખલામય RNA જોવા મળે છે. પ્રાણીઓમાં જોવા મળતાં વાઈરસમાં એકલ કે બેવડી શૃંખલામય RNA અથવા બેવડી શૃંખલામય DNA ધરાવે છે. બેક્ટરિયોફેજ વાઈરસ બેવડી શૃંખલામય DNA ધરાવે છે.
 6. પ્રોટીન આવરણને કેપ્સિડ કહે છે. તે કેસોમીયર તરીકે ઓળખાતા નાના ઉપએકમોનું બનેલું છે.
 7. કેપ્સિડ એ ન્યુક્લિઈક એસિડને સુરક્ષિત કરે છે.
 8. વાઈરસ દ્વારા ફેલાતા રોગો – ગાલપચોળિયું, બળિયા, વિસર્પિકા (હરપીસ), ઈન્ફલ્યુએન્ઝા, AIDS બર્ડફલ્યુ વગેરે.

પ્રશ્ન 12.
વાઈરસ સજીવ છે કે નિર્જીવ ? તમારા વર્ગમાં આ મુદ્દા પર ચર્ચા કરવાનું આયોજન કરો.
ઉત્તર:
વાઈરસ એ નિર્જીવ પદાર્થ કે સજીવ વચ્ચેનું સ્થાન ધરાવે છે. તેમને સજીવ કે નિર્જીવ કહેવા તે અઘરું છે. વાઈરસ કેટલાક લક્ષણો નિર્જીવના અને કેટલાંક લક્ષણો સજીવના ધરાવે છે.

* વાઈરસના નિર્જીવ તરીકેના લક્ષણો :

 1. આદિ જીવરસનો અભાવ.
 2. સ્ફટિકમય રચના.
 3. સ્વતંત્ર્ય રીતે જીવવાની ક્ષમતાનો અભાવ.
 4. ફક્ત નિર્જીવમાં હોય તેવી ઊંચી ચોક્કસ ગ્રેવીટી.
 5. શ્વસનનો અભાવ.
 6. શક્તિ સંગ્રહણ કરવાનું તંત્ર.
 7. વૃદ્ધિ અને વિભાજનનો અભાવ છતાં વિવિધ ભાગોનું સંશ્લેષણ જુદું જુદું થાય.

* વાઈરસના સજીવ તરીકેના લક્ષણો :

 1. રાસાયણિક રીતે મહાઅણુઓના બનેલા છે જે ફક્ત સજીવમાં હોય છે.
 2. આનુવંશિક દ્રવ્યની હાજરી.
 3. જીવંત કોષોમાં ગુણન કે પ્રજનન.
 4. પોક્સ (Pox) જેવા વાઈરસ રીબોફ્લેવિન કે બાયોટિન જેવા વિટામીન ધરાવે છે.
 5. વિકૃતિ દર્શાવે છે.
 6. ઉત્સચકો ટ્રાન્સફરેઝની હાજરી.
 7. રોગકારક અને ચોક્કસ યજમાન.
 8. અસ્ટ્રાવાયોલેટ અને ઓટોકલેવીસ દ્વારા નાશ.
 9. તેઓ પ્રજનન કરે છે અને વારસાગત ભિન્નતા પણ દર્શાવે છે.
 10. યજમાનની જૈવસંશ્લેષણની ક્રિયાવિધિને કંટ્રોલ કરી ગુણન માટે જરૂરી રસાયણ બનાવે છે.
 11. વિવિધ રોગો માટે જવાબદાર છે.

GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ

GSEB Class 11 Biology જૈવિક વર્ગીકરણ NCERT Exemplar Questions and Answers

બહુવિકલ્પી પ્રશ્નો (MCQ)

પ્રશ્ન 1.
બધા જ એકકોષીય સજીવોનો સમાવેશ ………………………….. માં કરવામાં આવે છે.
(A) મોનેરા
(B) પ્રોટીસ્ટા
(C) ફૂગ
(D) બેક્ટરિયા
ઉત્તર:
(B) પ્રોટીસ્ટા

પ્રશ્ન 2.
પાંચ સૃષ્ટિય વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરનાર ………………………
(A) આર. એચ. વ્હીટકેર
(B) લિનિયસ
(C) એ.રોક્સબર્ગ :
(D) વિરચવા
ઉત્તર:
(A) આર. એચ. હટકેર

પ્રશ્ન 3.
ક્ષારયુક્ત પ્રદેશમાં વસવાટ કરતાં સજીવો …………………………. તરીકે ઓળખાય છે.
(A) મિથોનેજન્સ
(B) હેલોફિલ્સ
(C) હેલોફાઈટ્રસ
(D) થર્મોએસિડોફિલ્સ
ઉત્તર:
(B) હેલોફિલ્સ

પ્રશ્ન 4.
આવરણ વિહીન કોષરસ, બહુકોષકેન્દ્રીય અને મૃતોપજીવી વગેરે લાક્ષણિકતાઓ
(A) મોનેરા
(B) પ્રોટિસ્ટા
(C) ફૂગ
(D) સ્લાઈમ
ઉત્તર:
(A) મોનેરા

પ્રશ્ન 5.
ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને ફૂગ વચ્ચેના જોડાણ ……………………
(A) લાઈન
(B) હંસરાજ
(C) માઈકોરાઈઝા
(D) BGA (બ્લ્યુ-ગ્રીન-આલ્બી)
ઉત્તર:
(C) માઈકોરાઈઝા

પ્રશ્ન 6.
દ્વિકોષકેન્દ્રીય (Dikaryon)………………..
(A) અર્ધીકરણ અટકાવાય.
(B) બે એકકોષીય કોષો તાત્કાલિક ભેગા ન થાય.
(C) કોષરસ ભેગા ન થાય.
(D) ઉપરમાંથી એકપણ નહી.
ઉત્તર:
(B) બે એકકોષીય કોષો તાત્કાલિક ભેગા ન થાય.

GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ

પ્રશ્ન 7.
ચેપકારક જીવંત રસાયણ (Contagium Vivum Fluidum) રજૂ કરનાર …………………………….
(A) ડી. જે. ઈવાનોસ્ક
(B) એમ. ડબલ્યુ. બેઈજેરિનેક
(C) સ્ટેનલી
(D) રોબર્ટ હૂક
ઉત્તર:
(B) એમ. ડબલ્યુ. બેઈજેરિનેક

પ્રશ્ન 8.
માયકોબાયોન્ટ અને હાઈકોબાયોન્ટ વચ્ચેનો સહવાસ …………………………….. જોવા કહે છે.
(A) માઈકોરાઈઝા
(B) મૂળ
(C) લાઈકેન્સ
(D) લ્યુ-ગ્રીન-આલ્બી (નીલરહિત લીલ)
ઉત્તર:
(C) લાઈકેન્સ

પ્રશ્ન 9.
વાઈરસ અને વિરોઈસ વચ્ચેનો તફાવત.
(A) પ્રોટીનનું આવરણ વિરોઈડ્ઝમાં જોવા નથી મળતું, વાઈરસમાં હોય છે.
(B) ઓછા અણુભાર ધરાવતા RNAની વાઈરસમાં હાજરી, વિરોઈડ્ઝમાં ગેરહાજરી.
(C) (A) અને (B) બંને.
(D) ઉપરમાંથી એકપણ નહિ.
ઉત્તર:
(C) (A) અને (B) બંને.

પ્રશ્ન 10.
ફૂગમાં જોવા મળતા લિંગી ચક્રને અનુલક્ષીને યોગ્ય ઘટનાઓ ક્રમમાં પસંદ કરો.
(A) કોષકેન્દ્ર સંયુગ્મન, જીવરસ સંયુગ્મન, અર્ધીકરણ
(B) અર્ધીકરણ, જીવરસ સંયુગ્મન અને કોષકેન્દ્ર સંયુશ્મન
(C) જીવરસ સંયુગ્મન અને કોષકેન્દ્ર સંયુગ્મન, અર્ધીકરણ
(D) અર્ધીકરણ, કોષકેન્દ્ર સંયુગ્મન, જીવરસ સંયુશ્મન
ઉત્તર:
(C) જીવરસ સંયુશ્મન અને કોષકેન્દ્ર સંયુગ્મન, અર્ધીકરણ

પ્રશ્ન 11.
વાઈરસ એ અકોષીય સજીવ છે, પરંતુ યજમાન કોષમાં ચેપ લગાડતા તે સ્વયંજનન પામે છે. વાઈરસને નીચેનામાંથી કઈ સૃષ્ટિમાં મૂકવામાં આવે ?
(A) મોનેરા
(B) પ્રોટિસ્ટા
(C) ફૂગ
(D) એકપણ નહિ
ઉત્તર:
(D) એકપણ નહિ

પ્રશ્ન 12.
ફાયટોમાયસેટીસના સભ્યો જોવા મળે છે.
(i) જલીય નિવાસસ્થાનમાં
(ii) સડતા લાકડા પર
(iii) ભેજવાળી અને સડતી જગ્યાએ
(iv) વનસ્પતિ પર આધારિત પરોપજીવી. નીચેનામાંથી એક વિકલ્પ શોધો.

(A) (i) અને (iv)
(B) (ii) અને (iii)
(C) ઉપરના બધા
(D) એકપણ નહિ
ઉત્તર:
(D) એકપણ નહિ

GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
ખેતીવાડીમાં પાકના વધુ ઉત્પાદન માટે સાયનોબેક્ટરિયાના વપરાશમાં કયો સિદ્ધાંત કામ કરે છે ?
ઉત્તર:
ખેતીવાડીમાં પાકના વધુ ઉત્પાદન માટે સાયનોબેક્ટરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તેની ક્ષમતા વાતાવરણના નાઈટ્રોજનને સ્થાપિત કરવાની છે અને તે વનસ્પતિને પ્રાપ્ત કરી આપે છે. આ પાકની ઉત્પાદકતામાં વધારો કરે છે અને સાથે નાઈટ્રોજન ખાતરના વપરાશની કિંમતમાં ઘટાડો કરે છે. દા.ત., એનાબિના અને નોસ્ટોક.

પ્રશ્ન 2.
જો તમને કોઈ જૂની લેબલ વગરની જુદી સંગ્રહિત કાયમી આસ્થાપન (સ્લાઈડ) પ્રાપ્ત થાય છે. તેને ઓળખવા માટે તમે આ સ્લાઈડને માઈક્રોસ્કોપ નીચે મૂકી નીચેના લક્ષણો જોવા મળે છે.
(a) એકકોષીય
(b) સ્પષ્ટ જોઈ શકાય તેવું કોષકેન્દ્ર
(c) દ્રિકશા ધરાવે – એક કશા લંબ અક્ષે અને બીજી આયામ અક્ષે ગોઠવાયેલી હોય.
તમે તેને કેવી રીતે ઓળખી શકશો? શું તમે તેને કઈ સૃષ્ટિમાં સમાવેશ થાય છે, તેનું નામ આપી શકો ?
ઉત્તર:

 1. બધા એકકોષી યુકેરિયોટિક સજીવો વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે જોડતી રચના છે. આવા સજીવો સ્પષ્ટ કોષકેન્દ્ર, પટલમાં અંગિકાઓ અને લિંગી કે અલિંગી પ્રજનન દર્શાવતા હોય.
 2. બે કશા ધરાવે જેમાં એક લંબ અશે અને બીજી તકતીઓ વચ્ચેની ખાંચમાં આડી ગોઠવાયેલી જોવા મળે છે. આવા સજીવને સૃષ્ટિ : પ્રોકેરિયોટામાં મૂકવામાં આવે છે.

પ્રશ્ન 3.
ક્રિસૃષ્ટિ વર્ગીકરણ કરતાં પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં ક્યો ફાયદો થાય છે?
ઉત્તર:

 • પાંચ સૃષ્ટિ વર્ગીકરણ આર. એચ. હટકેર દ્વારા રજૂ કરવામાં આવ્યું. તે મુખ્યત્વે કોષનું બંધારણ શરીર બંધારણ (એકકોષી, બહુકોષી) પોષણ (સ્વપોષી કે વિષમપોષી) પ્રજનન અને તેમના રહેઠાણ જલીય, સ્થળીય, હવાઈ અને પરોપજીવી જીવન પર આધારિત છે.
 • આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કરતાં વધુ ઉપયોગી છે કે જે પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ વચ્ચે ભેદ બતાવી ન શકે કેમ કે, વનસ્પતિ અને પ્રાણીઓ તરીકે જ ઓળખી શકાય.

પ્રશ્ન 4.
દૂષિત પાણીમાં નોસ્ટોક, ઓસિલેટેરિયા જેવી વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કારણ આપો.
ઉત્તર:
દૂષિત પાણીમાં લીલની વૃદ્ધિ પોષક પદાર્થોની હાજરીને કારણે પુષ્કળ થાય છે. આ પોષક પદાર્થ પાણીમાં વનસ્પતિના વિકાસને ઝડપી બનાવે છે. દા.ત., લીલ ખાસ કરીને નોસ્ટોક અને ઓસિલેટોરિયા. જેથી તેની વસાહતો બને છે. આ વસાહતની ફરતે જીલેટિનનું આવરણ જોવા મળે છે અને પાણીમાં ખૂબ ખીલે છે. (વિકાસ પામે છે.)

પ્રશ્ન 5.
રસાયણસંશ્લેષી બેક્ટરિયા સ્વપોષી છે કે વિષમપોષી ?
ઉત્તર:
રસાયણસંશ્લેષી બેક્ટરિયા અકાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા સમર્થ જ છે. જેવા કે નાઈટ્રાઈટ, નાઈટ્રેટ અને એમોનિયા તેમાથી છૂટી પડતી શક્તિનો ઉપયોગ ATP બનાવવામાં થાય છે. આથી તેમને સ્વપોષી કહી શકાય, વિષમપોષી નહી.

પ્રશ્ન 6.
વટાણાનું સામાન્ય નામ એ બોટનિકલ (વૈજ્ઞાનિક) નામ પીસમ સટાઈવમ (Pisum sativam) કરતાં સરળ છે, છતાં જીવવિજ્ઞાનમાં સરળ નામ ન વપરાતા જટિલ વૈજ્ઞાનિક કે બોટનિકલ નામ વપરાય છે.
ઉત્તર:
સામાન્ય નામ કે સ્થાનિક નામ એ સ્થળ બદલાતા બદલાય છે. જેથી ચોક્કસ નમૂનાને ઓળખવામાં મૂંઝવણ ઉદ્ભવે છે. જ્યારે જટિલ વૈજ્ઞાનિક નામ લેટિનમાં હોય છે. આ સાર્વત્રિક રીતે સ્વીકારાયેલ અને સમજી શકાય તેમ હોય છે. આથી સામાન્ય નામ કરતાં વૈજ્ઞાનિક નામને સ્વીકારવામાં આવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ

પ્રશ્ન 7.
જ્યારે વાઈરસ યજમાન કોષમાં દાખલ થઈ પરોપજીવી બને છે ત્યારે તેને સજીવ તરીકે ઓળખવામાં આવે છે.પણ વાઈરસને બેક્ટરિયા કે ફૂગ સાથે વર્ગીકૃત કરવામાં આવતાં નથી. વાઈરસના કયા લક્ષણો નિર્જીવ પદાર્થોને મળતા આવે છે ?
ઉત્તર:
વાઈરસ જ્યારે યજમાનમાં હોય ત્યારે તેને સજીવ તરીકે માનવામાં આવે છે. પરંતુ જ્યારે તે યજમાનની બહાર હોય ત્યારે તેને નિર્જીવ તરીકે માનવામાં આવે છે. જેમ કે,

 1. તે ચેતનવિહીન છે.
 2. પ્રજનન સક્ષમ નથી.
 3. કોષીય આયોજનનો અભાવ
 4. વૃદ્ધિ અને કોષવિભાજન કરવા અસમર્થ.

આ લક્ષણોને કારણે વાઈરસને નિર્જીવ તરીકે દર્શાવી શકાય. વાઈરસને સજીવ અને નિર્જીવ વચ્ચેની જોડતી કડીરૂપ કહે છે.

પ્રશ્ન 8.
વ્હીટમેરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાંથી પ્રોકેરિયોટિક સૃષ્ટિ કેટલી ?
ઉત્તર:
હીટકેરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાંથી ચાર સૃષ્ટિ યુકેરિયોટામાં સમાવિષ્ટ કરવામાં આવે છે. પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. મોનેરા સૃષ્ટિને પ્રોકેરિયોટામાં સમાવિષ્ટ કરવામાં આવે છે.

યુકેરિયોટિક સજીવો :

 1. સુવિકસિત કોષકેન્દ્ર
 2. બેવડી પટલમય રચના,
 3. કોષદીવાલની હાજરી,
 4. આવરણયુક્ત અંગિકાઓ ધરાવે છે.

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
ડાયેટમ્સને ‘સમુદ્રના મોતી’ કહે છે કેમ ? ડાયેટોમિયસ પૃથ્વી (Diatomaceous earth) શું છે ?
ઉત્તર:
ડાયેટમ્સ અને ડેસ્મિડને પ્રોટિસ્ટામાં ક્રિસોફાઈટ્સમાં સમાવેશિત કરવામાં આવે છે. તેઓ સમુદ્રના મુખ્ય ઉત્પાદકો છે. તેઓ ફક્ત પોતાના માટે ખોરાક બનાવતા નથી પરંતુ સમુદ્રમાં વસતા અન્ય જીવોના માટે પણ બનાવે છે. આ કારણે તેને ‘સમુદ્રના મોતી’ કહે છે. ડાયેટમ્સનું શરીર સિલીકાના બનેલા ફૂટ્યુલા તરીકે ઓળખાતા કવચથી આવરિત હોય છે.

ડાયેટમ્સ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષદીવાલનો મોટો જથ્થો છોડી જાય છે. જે લગભગ ઘણા મીટર સુધી ફેલાયેલ હોય છે. લાખો વર્ષો સુધીની આ જમાવટ ડાયેટોમેસિયસ પૃથ્વી તરીકે ઉલ્લેખાય છે. રેતીવાળી હોવાથી આ માટી કોઈ વસ્તુને ચકચકિત કરવામાં, તેલ અને ચાસણીના ગાળપણમાં ઉપયોગમાં લેવાય છે.

પ્રશ્ન 2.
એવી માન્યતા છે કે ભારે વરસાદ પછી તુરંત જંગલમાં બિલાડીના ટોપ ઝડપી માત્રામાં અને મોટી રીંગ કે વર્તુળ જેવી દેખાય છે, તે કદાચ ઘણા મીટર વ્યાસમાં જોવા મળે છે. તેને ‘ફેરી રીંગ’ કહેવાય છે. શું તમે આ ‘ફેરી રીંગ’ને જીવવિજ્ઞાનની ભાષામાં સમજાવી
શકો ?
ઉત્તર:
રેતીમાં રહેલ કવકજાળને લીધે એમેરિક્સના ફળકાય જે પ્રકણી ધાનીકાયો (Basidiocarps) તરીકે ઓળખાય છે તે રીંગ જેવી રચના બનાવે છે. પ્રકણીધાનીકાયો બટન જેવો આકાર ધરાવે છે અને વર્તુળ જેવી રચનામાં વિકાસ પામે છે. મશરૂમ ફૂગના આ ફળકાયો પર અસર કરે છે. કવકજાળના ફેલાવાના કારણે દર વર્ષે આ રીંગનો વ્યાસ વધતો જાય છે.

પ્રશ્ન 3.
ન્યુરોસ્પોરા – આસ્કોમાયસેટીસ ફૂગ, પ્રાણીઓની જનીનવિદ્યામાં ડ્રોસોફિલાનો ઉપયોગ થાય છે તેમ વનસ્પતિનો જનીનવિદ્યામાં જૈવિક સાધન તરીકે વપરાય છે. ન્યુરોસ્પોરાનું જનીન સાધન તરીકે શું મહત્ત્વ છે ?
ઉત્તર:

 1. ન્યુરોસ્પોરાનું જનીનવિદ્યામાં ખૂબ અગત્યના સાધન તરીકે પસંદ કરવામાં આવે છે કારણ કે આ ફૂગ અકાર્બનિક ક્ષાર, કાર્બોહાઈડ્રેટસના સ્ત્રોત અને વિટામીન (બાયોટિન) જેવા ‘મીનમલ મીડિયમ’માં પ્રયોગશાળામાં સરળતાથી ઉછેરી શકાય છે.
 2. આ ફૂગના કોષમાં x-ray ટ્રીટમેન્ટ દરમ્યાન વિકૃતિ સરળતાથી દાખલ કરી શકાય છે. અને અર્ધીકરણ વિભાજન સરળતાથી જોઈ શકાય.

GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ

પ્રશ્ન 4.
પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં સૃષ્ટિ મોનેરાના યુબેકટેરિયામાં સાયનોબેક્ટરિયા અને હિટરોટ્રોફીક બેક્ટરિયા એકબીજાથી મોટા તફાવત હોવા છતા જોડે મૂકવામાં આવે છે. આ બંને વર્ગો એક જ સૃષ્ટિમાં મૂકી શકાય ? યોગ્ય રીતે સમજાવો. હા તો કેમ?
ઉત્તર:
બંને એકબીજાથી ખૂબ જ જુદા પડતાં હોવા છતાં તેમાં કેટલાક લક્ષણો એક સમાન ધરાવે છે. આ આધાર પર તેમને સૃષ્ટિ – મોનેરાના યુબેક્ટરિયામાં સમાવિષ્ટ કરેલ છે.

 1. બંને જૂથ સ્પષ્ટ કોષકેન્દ્ર ધરાવતા નથી.
 2. કોષકેન્દ્રિકા અને કોષકેન્દ્રપટલનો અભાવ.
 3. કોષરસમાં મુક્ત DNA (જનીનદ્રવ્ય).
 4. તેઓ 70s રિબોઝોમ્સ ધરાવે છે.

પ્રશ્ન 5.
લિંગી ચક્ર દરમ્યાન આસ્કોમાયસેટીસ ફૂગના ફળકાય જેવા કે એપોથેસિયમ, પીરીથેસીયમ અથવા ક્લીસ્ટોથેસિયમ ઉત્પન્ન કરે છે. આ ત્રણ પ્રકારના ફળકાયોમાં એકબીજા કરતાં શું ભેદ હોય છે ?
ઉત્તર:
એસ્કોમાયસેટીસ ધાનીઓ તરીકે ઓળખાતી બીજાણુધાનીઓ ધરાવે છે. બીજાણુધાની મુક્ત કે દ્વિકોષકેન્દ્રીય કવકજાળ સાથે જોડાઈને ફળધાનીકાય તરીકે ઓળખાતી રચના બનાવે છે.

ધાનીઓ દ્વારા બનેલ ફળકાયના નિર્માણની ક્રિયા :

 1. એપોથેસિયમ – ફળ જેવી રચના ધરાવે છે.
  દા.ત., પિઝીઝા (Petiza).
 2. પેસ્થેસિયમ – ફલાસ્ક (ચંબુ) જેવી રચના.
  દા.ત., ન્યુરોસ્પોરા.
 3. સિસ્ટોસીયમ – સ્લિટ દ્વારા આવરિત.
  દા.ત., પેનિસિલિયમ.

GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ 3

પ્રશ્ન 6.
ટ્રાયપેનોઝોમાનું કયું દશ્યમાન લક્ષણ છે કે જેથી તેને સૃષ્ટિ – પ્રોટિસ્ટામાં મૂકવામાં આવે છે ?
અથવા
ટ્રાયપેનાઝોમાની કોષીય રચના અને વિવિધતા ટૂંકમાં વર્ણવો.
ઉત્તર:
પ્રચલનની રચનાને કારણે ટ્રાયપેનોઝોમાને કશાધારી પ્રજીવમાં મૂકવામાં આવે છે. તેમાં પ્રોટીસ્ટાને મળતા આવતા નીચેના લક્ષણો જોવા મળે છે.

 1. એકકોષીય રચના.
 2. અલિંગી પ્રજનન ધરાવે દા.ત., દ્વિભાજન.
 3. મધ્યમાં કોષકેન્દ્ર જોવા મળે છે અને કાયમી કોષકેન્દ્રીય એન્ડોસોમ જોવા મળે છે.
 4. ખોરાકમાં સંગ્રહિત કણો કણિકામય જોવા મળે છે, આવા લક્ષણોને કારણે ટ્રાઈપેનોઝોમાને સૃષ્ટિ પ્રોટિસ્ટામાં મૂકવામાં આવે છે.

પ્રશ્ન 7.
ફૂગ એ ખૂબ ઉપયોગી છે. ફૂગનો રોજિંદા જીવનમાં શું ફાળો છે તે લખો.
અથવા
મનુષ્યના જીવનની આર્થિક ઉપયોગિતામાં ફૂગનો ફાળો ચર્ચો.
ઉત્તર:
ફૂગનો ફાળો : ફૂગ એ હવા, પાણી, જમીન ઉપર કે પ્રાણી કે વનસ્પતિની અંદર જોવા મળે છે. ફૂગના અભ્યાસ સાથે સંકળાયેલી જીવવિજ્ઞાનની શાખાને માયકોલોજી કહે છે.

 1. કેટલીક ફૂગ પોષણ કે સ્વાદિષ્ટ ખોરાકમાં વપરાય છે. દા.ત., એમેરિક્સ કોમ્પસ્ટિસ.
 2. મૃતોપજીવી ફૂગ એ મૃત કાર્બનિક પદાર્થો પર જીવન ગુજારે છે. તે જટિલ પદાર્થોનું સરળ પદાર્થમાં રૂપાંતર કરે છે, જે વનસ્પતિના પોષણમાં ઉપયોગી છે.
 3. એબસિડિયા, મ્યુકર, રાઈઝોપસ, જેવી ફૂગ ભૂમિને બાંધી રાખવાની અને ભૂમિ સુધારણામાં મદદરૂપ થવાની લાક્ષણિકતા ધરાવે છે.
 4. તેઓ કીટક અવરોધક તરીકે પણ જોવા મળે છે. દા.ત., એમ્યુસા, ફેરીનોસા વગેરે.
 5. યીસ્ટ (સેકેરામાયસીસ) આથવણની લાક્ષણિકતા ધરાવે છે, જે આલ્કોહોલ અને લોટ બાંધવામાં મદદરૂપ થાય છે.

દીર્ઘ જવાબી પ્રશ્નો (LQ)

પ્રશ્ન 1.
વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં અલિંગી પ્રજનન દરમ્યાન વિવિધ પ્રકારના બીજાણુઓ લીલમાં જોવા મળે છે. આવા બીજાણુના નામ આપો. તેઓના ઉત્પાદન માટેની પરિસ્થિતિ જણાવો.
ઉત્તર:
લીલ અને તેના બીજાણુઓ ઘણી વિવિધતા અને તેઓની લાક્ષણિકતા સ્તરમાં ખૂબ તફાવત જોવા મળે છે. બીજાણુ દ્વારા થતા અલિંગી પ્રજનન અને તેના પ્રકારો નીચે મુજબ વર્ણવેલ છે.
(a) ઝુસ્પોરા દ્વારા : તેઓ ચલિત કશાધારી બીજાણુઓ છે. તેમાં દરેક વાનસ્પતિક કોષનો પ્રોટોપ્લાઝમ વારંવાર લંબ અક્ષે 2 કે 4 કોઈવાર 8 કે 16 વાર વિભાજીત થાય છે. કોષવિભાજન શરૂ થાય તે પહેલાં માતૃકોષો તેમની કશા ગુમાવે છે.

 1. છેલ્લે વિભાજનને અંતે દરેક લાબા પ્રોટોપ્લાઝમ કોષદીવાલનો સ્ત્રાવ કરે છે. અને ચેતાચાલક કાય બે કશા, ચક્ષુબિંદુ અને આકુંચક રસધાની બનાવે છે.
 2. આ રીતે બે બાળકોષ એ નાના કદ સિવાય બધી રીતે પિતૃકોષોને મળતી આવતી રચના ધરાવે છે.
 3. સુસ્પોર બનવાની ક્રિયા એ અનુકૂળ પરિસ્થિતિમાં બહુ સામાન્ય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ 4

(b) એપ્લાનોસ્પોરા દ્વારા: તેઓ અચલિત બીજાણુ છે. તેઓ કોષમાં અલિંગી રચના છે. પ્રોટોપ્લાઝમ માતૃકોષમાંથી દૂર થાય છે, સંકોચાય છે અને એપ્લાનોસ્પોરમાં વિકાસ પામે છે કે જે સીધું અંકુરણ થાય કે વિભાજીત થઈ સુસ્પોર ઉત્પન્ન કરે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ 5

(c) હિપ્નોસ્પોર દ્વારા : તેમાં પ્રતિકૂળ સંજોગોમાં કોષદીવાલથી પ્રોટોપ્લાઝમ છૂટો પડે છે. સંકોચાય છે અને જાડી દીવાલ બનાવે છે. આ બીજાણુને હિપ્નોસ્પોર કહે છે. હિમેટોક્રોમની હાજરીને કારણે તેઓ લાલ રંગના હોય છે. દા.ત., વાઉકેરીયા, યુલોથીક્સ.

(d) એકાઈનેટ્સઃ આ વિશિષ્ટ વાનસ્પતિક જાડી કોષદીવાલ તંતુઓની ફરતે જોવા મળે છે. જે સુષુપ્તાવસ્થામાં જોવા મળે છે અને અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરિત થાય છે. સ્પાયરોગાયરામાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જોવા મળે છે.

(e) સ્ટેટોસ્પોર : આ ડાયેટમ્સમાં જાડી દિવાલવાળા બીજાણુઓ ઉત્પન્ન કરે છે.

(f) ન્યુટ્રલ સ્પોર : કેટલીક લીલમાં વાનસ્પતિક કોષના પ્રોટ્રોપ્લાઝમ બીજાણુ જેવું કાર્ય કરે છે જેને ન્યુટ્રલસ્પોર કહે છે. (ઉદા. એક્રોકાર્પસ).

GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ

પ્રશ્ન 2.
ક્લોરોફિલ સિવાય લીલમાં ઘણા બધા બીજા રંજકકણો હરિતકણમાં જોવા મળે છે. નીલરહિત લીલ, લીલી, રાતી અને બદામી લીલમાં કયા રંજકકણો તેમના રંગ માટે જવાબદાર છે ?
ઉત્તર:

 1. બધા પ્રકાશસંશ્લેષી સજીવો એક કે વધુ કાર્બનિક રંજકકણો ધરાવે છે કે જે દૃશ્યમાન પ્રકાશને શોષે છે, જેઓ ફોટોકેમિકલ પ્રક્રિયાની શરૂઆત કરે છે.
 2. રંજકકણોના ત્રણ મોટા વર્ગ વનસ્પતિ અને લીલમાં જોવા મળે છે. ક્લોરોફિલ, કેરોટિનોઈસ અને ફાયકોબીલીન.
 3. કેરાટિનોઈસ અને ફાયટોકોબિલીનને ગૌણ રંજકકણો તરીકે ઓળખવામાં આવે છે. ક્વોન્ટા (પ્રકાશપુંજ) આ રંજકકણો દ્વારા શોષાય છે. અને ક્લોરોફિલમાં વહન કરે છે.
 4. લીલમાં જોવા મળતા રંજકકણોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.
વર્ગ સામાન્ય નામ મુખ્ય રંજકકણો
ક્લોરોફાયસી લીલી લીલી ક્લોરોફિલ-a, ક્લોરોફિલ-b
ફીનોફાયસી બદામી લીલ ક્લોરોફિલ-a, ક્લોરોફિલ-c, દુકોઝેન્થીન
રોડોફાયસી રાતી લીલ ક્લોરોફિલ-a, ક્લોરોફિલ-d, ફાયકોઈરિશ્રીન

પ્રશ્ન 3.
ખોરાક, રસાયણો, ઔષધો (દવાઓ) અને ઘાસચારાના સ્ત્રોત તરીકે ઔદ્યોગિક અગત્યતા ધરાવતી લીલ અને ફૂગની યાદી બનાવો.
ઉત્તર:
લીલ : લગભગ 70 જાતિની દરિયાઈ લીલ ખોરાક, રસાયણો અને ઔષધીય હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ 6
ફૂગ :

 1. શરૂઆતના ઈતિહાસ મુજબ ફૂગનો ફાળો : યીસ્ટનો ઉપયોગ બ્રેડ અને આલ્કોહોલની બનાવટમાં વપરાય છે. પેનિસિલીનની શોધ થઈ એ મનુષ્યની તંદુરસ્તીમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોમાં સારવારની નવી દિશાઓ ખૂલી. છે
 2. વધુ આધુનિક એપ્રોચ હાઈડ્રોફીનનો ઉપયોગ બાયોકમ્યુબિલીટી ઓફ ઈમ્પ્લાન્ટમાં અને ઈન્શન ફોર્મેશન દ્વારા દવાઓની સારવારમાં ઉપયોગ છે. છે
 3. ફૂગની દવાઓ રસાયણો અને ખોરાકની નીપજો નીચે મુજબ છે.

GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ 7

પ્રશ્ન 4.
‘પીટ’ એ ઘણા દેશમાં વપરાતુ ઘરગથ્થુ અગત્યનું બળતણ છે. કુદરતમાં પીટ’ કેવી રીતે બને છે ?
ઉત્તર:

 • જલપ્લાવિત પ્રદેશમાં જોવા મળતાં હંસરાજ, મોસ જેવી પ્રાથમિક વનસ્પતિ, અર્ધવિઘટિત કાર્બનિક પદાર્થો દ્વારા બનેલું સ્પોન્જ, હૂંફાળુ, ભેજવાળી પરિસ્થિતિ પીટની બનાવટમાં ઉપયોગી છે.
 • પીટની મુખ્ય પ્રક્રિયા ઑગનમ કાદવ કિચડવાળી જગ્યાએ જોવા મળે છે ઑગમ છોડની ઉપયોગિતા એ વનસ્પતિઓ કઠણ બનીને પીટમાં પરિણમે છે.
 • પીટનો ઉપયોગ ઈથાઈલ આલ્કોહોલ, ડામર, એમોનિયા, પેરાફિન વગેરેની બનાવટમાં થાય છે. પીટનો ઉપયોગ મૂળના ટ્રાન્સપોર્ટેશનમાં મૂળને આવરિત કરવામાં વપરાય છે. આવી વિવિધ ઉપયોગીતા મનુષ્યના જીવનમાં, ઘરગથ્થુ બળતણ તરીકે અને આર્થિક સ્ત્રોત તરીકે જાણીતી છે.

GSEB Solutions Class 11 Biology Chapter 2 જૈવિક વર્ગીકરણ

પ્રશ્ન 5.
જૈવિક વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ સમયાંતરે બદલાયો તથા અલગ અલગ જરૂયિાત મુજબ તેમાં ફેરફાર થયો – ચર્ચા કરો.
ઉત્તર:

 1. સજીવોમાં જોવા મળતી સમાનતાઓ અને ભિન્નતાઓને આધારે સમૂહ કે ઉપસમૂહમાં શ્રેણીબદ્ધ વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે જૈવિક વર્ગીકરણ.
 2. વૈજ્ઞાનિકોએ સમયાંતરે વિવિધ વર્ગીકરણની પદ્ધતિઓ રજૂ કરી છે.
 3. સૌ પ્રથમ એરિસ્ટોટલે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી, જેમાં વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમના નિવાસસ્થાનને આધારે વહેંચ્યા. દા.ત., જલીય (માછલી, વ્હલ), સ્થળજ (સરિસૃપ, પાલતુ ઢોર), હવાઈ (ચામાચિડીયુ, પક્ષી).
 4. કુદરતી વર્ગીકરણ પદ્ધતિ બાહ્યકારવિદ્યા, અંત:સ્થ રચનાકીય વિદ્યા, દેહધર્મવિદ્યા, પ્રજનન, માનવ પ્રગતિ ઈતિહાસ, કોષ રસાયણ વિજ્ઞાન વગેરે પર આધારિત હતી.
 5. ત્યારબાદ સજીવોને ઉદ્વિકાશીય સંબંધોને આધારે (આનુવંશિક આધારે) વર્ગીકરણ કરવામાં આવ્યું. તે કોષવર્ગીકરણવિદ્યા, રસાયણ વર્ગીકરણવિદ્યા, આંકડાશાસ્ત્રીય વર્ગીકરણ અને ક્લેડીસ્ટીક વર્ગીકરણ પર આધારિત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *