Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 22 રાસાયણિક સહનિયમન અને સંકલન Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 22 રાસાયણિક સહનિયમન અને સંકલન
GSEB Class 11 Biology રાસાયણિક સહનિયમન અને સંકલન Text Book Questions and Answers
પ્રશ્ન 1.
નીચેનાને વ્યાખ્યાયિત કરો :
(a) બાહ્યસ્ત્રાવી ગ્રંથિ
(b) અંતઃસ્ત્રાવી ગ્રંથિ
(c) અંતઃસ્ત્રાવ.
ઉત્તર:
(a) જ્યારે ગ્રંથિ સાથે વાહિની (duct) આવેલી હોય ત્યારે તેને બહિસ્ત્રાવી (Cexocrine) ગ્રંથિ કહે છે, જે ઉત્સચકોનો સ્ત્રાવ કરે છે.
(b) અંતઃસ્ત્રાવી ગ્રંથિ નલિકાવિહીન હોય છે. એ તેનો સ્ત્રાવ સીધો રૂધિરમાં કરે છે, તેથી તેને નલિકાવિહીન ગ્રંથિ (Endocrine) ગ્રંથિ કહેછે.
(c) ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવ પામતા પદાર્થોને અંતઃસ્ત્રાવ (Hormone) કહે છે ગ્રીક ભાષામાં હોર્મોન શબ્દનો અર્થ – to excite (ઉત્તેજના) – hormoein થાય છે.
પ્રશ્ન 2.
આપણા શરીરની વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્થાનને રેખાકૃતિ (આકૃતિ) દ્વારા નિર્દેશિત કરો.
ઉત્તર:
- અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને શરીરના વિવિધ ભાગોમાં સ્થાન પામેલી પેશીઓ/કોષોનો સમૂહ જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે તે અંતઃસ્ત્રાવી તંત્ર બનાવે છે.
- હાયપોથલામસ, પિટ્યુટરી, પિનિયલ, થાઈરોઈડ, એડ્રિનલ, સ્વાદુપિંડ, પેરાથાઈરાઈડ, થાયમસ અને જનન પિંડો, (સ્ત્રીમાં અંડપિંડ, પુરુષોમાં શુક્રપિંડ આપણા શરીરમાં આવેલા અંતઃસ્ત્રાવી કાયો (hormonal bodies) .
- આ ઉપરાંત યકૃત, હૃદય, મૂત્રપિંડ વગેરે અંગો પણ કેટલાંક અંતઃસ્ત્રાવોનો સાવ કરે છે.
પ્રશ્ન 3.
નીચેના દ્વારા સ્રવતા અંતઃસ્ત્રાવોની યાદી તૈયાર કરો.
(a) હાયપોથલામસ
(b) પિટ્યુટરી
(c) થાઈરૉઈડ
(d) પેરાથાઈરૉઈડ
(e) એડ્રિનલ
(f) સ્વાદુપિંડ
(g) શુક્રપિંડ
(h) અંડપિંડ
(i) થાયમસ
(j) કર્ણક
(k) મૂત્રપિંડ
(l) જઠરઆંત્રીય (G-I) માર્ગ
ઉત્તર:
(a) હાયપોથલામસ – RHGnRH – ગોનેડોટ્રોફીન રિલીઝીંગ
અંતઃસ્ત્રાવ.
IRH – સોમેટોસ્ટેટીન
(f) સ્વાદુપિંડ ગ્રંથિ – ઈસ્યુલિન, ગ્લેકાગોન
(g) શુક્રપિંડ – ટેસ્ટોસ્ટેરોન્સ પ્રોજેસ્ટેરોન
(h) અંડપિંડ – ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન
(i) થાયમસ ગ્રંથિ – થાયમોસિન
(j) કર્ણક (Atria) – (ANY) – એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર
(k) મૂત્રપિંડ – ઈરીથ્રોપોએટીન
(l) જઠર આંત્રીય – ગેસ્ટીન, સિક્રીટન, કોલિસીસ્ટોકાઈનીન ગેસ્ટ્રીક ઈનહિબટરી પેપ્ટાઈડ (GIP)
પ્રશ્ન 4.
ખાલી જગ્યા પૂરો :
અંતઃસ્ત્રાવો | લક્ષ્યગ્રંથિ |
(a) હાયપોથેલામિક અંતઃસ્ત્રાવો | …………….. |
(b) થાયરોટ્રોફીન (RSH) | ………………. |
(c) કોર્ટીકોટ્રોફીન (ACTH) | ………………. |
(d) ગોનેડોટ્રોફીન (LH, FSH) | ………………… |
(e) મેલેનોટ્રોફીન (MSH) | ………………… |
ઉત્તર:
અંતઃસ્ત્રાવો | લક્ષ્યગ્રંથિ |
(a) હાયપોથેલામિક અંતઃસ્ત્રાવો | (a) પિટ્યુટરી ગ્રંથિ |
(b) થાયરોટ્રોફીન (RSH) | (b) થાઈરોઈડ ગ્રંથિ |
(c) કોર્ટીકોટ્રોફીન (ACTH) | (c) એડ્રિનલ બાહ્યક |
(d) ગોનેડોટ્રોફીન (LH, FSH) | (d) શુક્રપિંડ/અંડપિંડ |
(e) મેલેનોટ્રોફીન (MSH) | (e) ત્વચા/રંજકકણ. |
પ્રશ્ન 5.
નીચેના અંતઃસ્ત્રાવોના કાર્યો વિશે ટૂંકમાં માહિતી આપો.
(a) પેરાથાઈરોઈડ અંતઃસ્ત્રાવ (PTH)
(b) થાઈરોઈડ અંતઃસ્ત્રાવ
(c) થાયમોસિન્સ
(d) એન્ડ્રોજન્સ
(e) એસ્ટ્રોજન્સ
(f) ઈસ્યુલિન અને ગ્લેકાગોન
ઉત્તર:
(a) પેરાથાઈરોઈડ અંતઃસ્ત્રાવ (PTH) – પેરાથાઈરોઈડ અંતઃસ્ત્રાવ રૂધિરમાં Ca++ નું પ્રમાણ વધારે છે. PTH અસ્થિ પર કાર્ય કરી અસ્થિનું વિખનીજીકરણ પ્રેરે છે. PTH Ca++ નું પુનઃશોષણ મૂત્રપિંડ નલિકા અને પાચિત ખોરાકમાંથી પ્રેરે છે. PTH ને હાઈપર કેલ્સિમીક અંતઃસ્ત્રાવ કહે છે.
(b) થાઈરોઈડ અંતઃસ્ત્રાવના કાર્યો – થાઈરોઈડ અંતઃસ્ત્રાવ ચયાપચયના દરનું નિયમન કરે છે. આ અંતઃસ્ત્રાવો રક્તકણના નિર્માણને ઉત્તેજે છે. તે કાર્બોદિત, પ્રોટીન અને લિપીડના ચયાપચયને નિયંત્રિત કરે છે. થાઈરોઈડ ગ્રંથિ થાયરોકેલ્સિટોનીન અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે જે રૂધિરમાં Ca++ના સ્તરનું નિયમન કરે છે.
(c) થાયમોસિન્સના કાર્યો – થાયમોસિન T લસિકા કણોના વિભેદનને પ્રેરે છે. કોષીય પ્રતિકારકતા આપે છે. વધુમાં તે એન્ટીબોડીના ઉત્પાદનને પ્રેરે છે. કોષરસીય પ્રતિકારકતા આપે છે.
(d) એન્ડ્રોજન્સ – નર જાતીય અંગોનો વિકાસ, શુક્રકોષજનન.
(e) એસ્ટ્રોજન્સ – માદા સહાયક અંગોનો વિકાસ, સ્તનગ્રંથિ, અંડપુટિકાઓનો વિકાસ.
(f) ઈસ્યુલિન અને ગ્લેકાગોન – ગુલ્ટોઝની સમસ્થિતિ જાળવે છે.
પ્રશ્ન 6.
એક અથવા વધુ ઉદાહરણો આપો.
(a) હાઈપર ગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ અને હાયપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ
ઉત્તર:
હાઈપર ગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ – વુકાગોન
હાયપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ – ઈસ્યુલીન.
(b) હાઈપરકેલ્સિમીક અંતઃસ્ત્રાવ
ઉત્તર:
પેરાથાઈરોઈડ અંતઃસ્ત્રાવ (PTH)
(C) ગોનેડોટ્રોફીન અંતઃસ્ત્રાવ
ઉત્તર:
LH – લ્યુટિનાઈઝિંગ અંતઃસ્ત્રાવ અને
FSH – ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ
(d) પ્રોજેસ્ટેરોનલ અંતઃસ્ત્રાવ
ઉત્તર:
પ્રોજેસ્ટેરોન
(e) રૂધિરના દબાણને નીચું લાવતો અંતઃસ્ત્રાવ
ઉત્તર:
ANF – એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટરી
(f) એન્ડ્રોજન્સ અને ઈસ્ટ્રોજન્સ
ઉત્તર:
એન્ડ્રોજન્સ – ટેસ્ટોસ્ટેરોન – ઈસ્ટ્રોજન્સ – માદા જાતીય અંતઃસ્ત્રાવ.
પ્રશ્ન 7.
નીચેના માટે કયા અંતઃસ્ત્રાવની ઊણપ જવાબદાર છે?
(a) ડાયાબિટીસ મેલિટસ
ઉત્તર:
ઈસ્યુલિન
(b) ગોઈટર
ઉત્તર:
ટ્રાય આયડોથાયરોનીન
(c) ક્રિટીનીઝમ
ઉત્તર:
હાયપોથાયરોડીઝમ – થાયરોક્સિન – T4
પ્રશ્ન 8.
FSHની ક્રિયાવિધિ ટૂંકમાં સમજાવો.
ઉત્તર:
નરમાં, FSH અને એન્ડ્રોજન્સ શુક્રકોષજનનનું નિયમન કરે છે. FSH માદામાં અંડપુટિકાઓના નિર્માણ અને વિકાસનું નિયમન કરે છે.
પ્રશ્ન 9.
નીચેના જોડકાંને યોગ્ય વિકલ્પ સાથે જોડો :
કૉલમ – I | કૉલમ – II |
(1) T4 | (i) હાયપોથલામસ |
(2) PTH | (ii) થાઈરોઈડ |
(3) GnRH | (iii) પિટ્યુટરી |
(4) LH | (iv) પેરાથાઈરોઈડ |
ઉત્તર:
કૉલમ – I | કૉલમ – II |
(1) T4 | (ii) થાઈરોઈડ |
(2) PTH | (iv) પેરાથાઈરોઈડ |
(3) GnRH | (i) હાયપોથલામસ |
(4) LH | (iii) પિટ્યુટરી |
GSEB Class 11 Biology રાસાયણિક સહનિયમન અને સંકલન NCERT Exemplar Questions and Answers
બહુવિકલ્પી પ્રશ્નો (MCQ)
પ્રશ્ન 1.
અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને તેના અંતઃસ્ત્રાવોની નીચે બતાવેલા વિકલ્પોમાંથી યોગ્ય જોડી શોધો.
કાલમ – I | કૉલમ – II |
(a) પિનીયલ | (i) એપીનેફ્રિન |
(b) થાઈરોઈડ | (ii) મેલેટોનીન |
(c) અંડપિંડ | (iii) ઈસ્ટ્રોજન |
(d) એડ્રિનલ મસ્જક | (iv) ટેટ્રા આયડોથાયરીન (T4) |
વિકલ્પો :
(A) (a – iv), (b – ii), (c – i), (d – iii)
(B) (a – ii), (b – iv), (c – i), (d – iii)
(C) (a – iii), (b – ii), (c – i), (d – iv)
(D) (a – ii), (b – iv), (c – iii), (d – i)
ઉત્તર:
(D)
કાલમ – I | કૉલમ – II |
(a) પિનીયલ | (ii) મેલેટોનીન |
(b) થાઈરોઈડ | (iv) ટેટ્રા આયડોથાયરીન (T4) |
(c) અંડપિંડ | (iii) ઈસ્ટ્રોજન |
(d) એડ્રિનલ મસ્જક | (i) એપીનેફ્રિન |
પ્રશ્ન 2.
નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ અગ્ર પિટ્યુટરી દ્વારા થતો નથી?
(A) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
(B) ફોલીકલ સ્ટીમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ (FSH)
(C) ઓક્સિટોસીન
(D) એડીનોકોર્ટિકોટ્રોપીક હોર્મોન (ACTH)
ઉત્તર:
(C) ઓક્સિટોસીન
ઓક્સિટોસીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પશ્વ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાય છે.
પ્રશ્ન 3.
મેરીને ઈન્ટરવ્યુ આપવાનો છે પણ ઈન્ટરવ્યુની પાંચ મિનિટ પહેલાં તેણીને પરસેવો થાય છે. હૃદયના ધબકારા, શ્વાસોચ્છવાસનો દર વધવાનાં વગેરે લક્ષણો જોવા મળે છે. તેણીની બેચેની માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર હોઈ શકે ?
(A) ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન
(B) ઓક્સિટોસીન અને વાસોપ્રેસીન
(C) એડ્રિનાલિન અને નોરએડ્રિનાલિન
(D) ઈસ્યુલિન અને ગ્લેકાગોન
ઉત્તર:
(C) એડ્રિનાલિન અને નોરએડ્રિનાલિન
આ અંતઃસ્ત્રાવો Fight or flight પરિસ્થિતિમાં કાર્ય કરે છે, જેને કારણે હૃદયના ધબકારા, શ્વાસોચ્છવાસનો દર વધવો, પરસેવો થવો જેવાં લક્ષણ અનુભવાય છે.
પ્રશ્ન 4.
આપણા શરીરમાં પાણી અને ઈલેક્ટ્રોનના સમતુલન માટે જવાબદાર સ્ટિરોઈડ :
(A) ઈસ્યુલીન
(B) મેલેટોનીન
(C) ટેસ્ટોસ્ટેરોન
(D) આલોસ્ટેરોન
ઉત્તર:
(D) આલ્કોસ્ટેરોન
આલ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ એડ્રિનલ ગ્રંથિમાંથી થાય છે. DCT ને પાણીના પુનઃશોષણ માટે ઉત્તેજિત કરે છે, તે દ્વારા પાણી અને ઈલેક્ટ્રોન્સનું સમતુલન જાળવે છે.
પ્રશ્ન 5.
થાયમોસિન ……………………………. માટે જવાબદાર છે.
(A) રૂધિરમાં શર્કરાનું પ્રમાણ વધારવા માટે
(B) રૂધિરમાં Ca++ નું પ્રમાણ વધારવા માટે
(C) T લસિકા કણોના વિભેદન માટે
(D) રૂધિરમાં રક્તકણોના ઘટાડા માટે
ઉત્તર:
(C) T લસિકા કણોના વિભેદન માટે
T લસિકા કણોના વિભેદન દ્વારા થાયમોલીન કોષીય પ્રતિકારકતા પૂરી પાડે છે.
પ્રશ્ન 6.
પ્રોટીન અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિમાં બેમાંથી એક દ્વિતીય સંદેશવાહક ……………………………. છે.
(A) ચક્રીય AMP
(B) ઈસ્યુલીન
(C) T3
(D) ગેસ્ટ્રીન
ઉત્તર:
(A) ચક્રીય Cyclic AMP
પ્રોટીન અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિમાં સંકળાયેલ દ્વિતીયક અંતઃસ્ત્રાવ છે.
પ્રશ્ન 7.
લેડિંગના કોષો દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોના સમૂહને ……………………………… કહે છે.
(A) એન્ડ્રોજન્સ
(B) ઈસ્ટ્રોજન્સ
(C) આલ્ટોસ્ટેરોન
(D) ગોનેડોટ્રોપિન
ઉત્તર:
(A) એન્ડ્રોજન્સ
લેડીંગના કોષો, શુક્રોત્પાદક નલિકાની વચ્ચેના આંતરકોષીય અવકાશમાં જોવા મળે છે. તેના દ્વારા એન્ડ્રોજન્સ સમૂહના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે.
પ્રશ્ન 8.
કોર્પસ લ્યુટિયમ ……………………… અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે.
(A) પ્રોલેક્ટિન
(B) પ્રોજેસ્ટેરોન
(C) આલ્ટોસ્ટેરોન
(D) ટેસ્ટોસ્ટેરોન
ઉત્તર:
(B) પ્રોજેસ્ટેરોન
અંડપાત પછી અંડપુટિકામાં કોર્પસ લ્યુટિયમ અંતઃસ્ત્રાવી કોષોનું નિર્માણ થાય છે જે પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે.
પ્રશ્ન 9.
કોર્ટિસોલનો સ્ત્રાવ …………………………. માંથી થાય છે.
(A) સ્વાદુપિંડ
(B) થાઈરોઈડ
(C) એડ્રિનલ
(D) થાયમસ
ઉત્તર:
(C) એડ્રિનલ
એડ્રિનલ બાહ્યકમાંથી કોર્ટિસોલનો સ્ત્રાવ થાય છે. આ અંતઃસ્ત્રાવ ડ્યુકોઝની સમસ્થિતિ જાળવવામાં મદદ કરે છે.
પ્રશ્ન 10.
સામાન્ય જાગવા અને ઊંઘવા (wakefulness and sleep) ચક્રનું નિયમન કરતો અંતઃસ્ત્રાવ
(A) એપીનૈફિન
(B) ગેસ્ટ્રીન
(C) મેલેટોનીન
(D) ઈસ્યુલીન
ઉત્તર:
(B) મેલેટોનીન
પિનિયલ ગ્રંથિ મેલેટોનીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. શરીરનું તાપમાન, જાગવા-ઊંઘવાના ચક્રનું નિયમન કરે છે.
પ્રશ્ન 11.
અંતઃસ્ત્રાવોને રાસાયણિક સંદેશવાહક કહે છે જે લક્ષ્ય પેશીને અસર કરે છે. પ્રોટીન અંતઃસ્ત્રાવો માટે આ સંદેશાગ્રાહકોનું યોગ્ય સ્થાન કર્યું છે ?
(A) બાહ્ય કોષીય આધારક
(B) રૂધિર
(C) કોષરસપટલ
(D) કોષકેન્દ્ર
ઉત્તર:
(C) કોષરસપટલ
સંદેશાગ્રાહકો ગ્રાહી લક્ષ્ય પેશીમાં જ હોય છે અને તે લક્ષ્ય કોષના કોષરસપટલમાં જોવા મળે છે.
પ્રશ્ન 12.
નીચેના કોલમ યોગ્ય રીતે જોડો :
કૉલમ – I | કૉલમ – II |
(a) એપીનેફિન | (i) સ્નાયુની વૃદ્ધિને ઉત્તેજે છે. |
(b) ટેસ્ટોસ્ટેરોન | (ii) રૂધિરનું દબાણ ઘટાડે છે. |
(c) શ્લેકાગોના | (iii) યકૃતના ગ્લાયકોજનનું વિભાજન |
(d) એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર (ANF) | (iv) હૃદયના ધબકારામાં વધારો |
વિકલ્પો :
(A) (a – ii), (b – i), (c – iii), (d – iv)
(B) (a – iv), (b – i), (c – iii), (d – ii)
(C) (a – i), (b – ii), (c – iii), (d – iv)
(D) (a – i), (b – iv), (c – ii), (d – iii)
ઉત્તર:
(B)
કૉલમ – I | કૉલમ – II |
(a) એપીનેફિન | (iv) હૃદયના ધબકારામાં વધારો |
(b) ટેસ્ટોસ્ટેરોન | (i) સ્નાયુની વૃદ્ધિને ઉત્તેજે છે. |
(c) શ્લેકાગોના | (iii) યકૃતના ગ્લાયકોજનનું વિભાજન |
(d) એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર (ANF) | (ii) રૂધિરનું દબાણ ઘટાડે છે. |
પ્રશ્ન 13.
નીચેનામાંથી કોણ મનુષ્યના શરીરના કેલ્શિયમ સંતુલન માટે કોઈ ભાગ ભજવતું નથી ?
(A) વિટામીન-D
(B) પેરાથાઈરોઈડ
(C) થાયરો કેલ્સિટોનિન
(D) થાયમોસિન
ઉત્તર:
(D) થાયમોસિન
થાયમોસિન શરીરનાં Ca++ સંતુલનમાં કોઈ ભાગ લેતું નથી. તે T લસિકાકણોના વિભેદન દ્વારા કોષીય પ્રતિકારકતા આપે છે.
પ્રશ્ન 14.
સસ્તનોમાં આવેલાં નીચેનાં અંગોમાંથી શેમાં કેન્દ્રસ્થ મજ્જક વિસ્તાર અને તેને ઘેરતો બાહ્યક પ્રદેશ જોવા મળતો નથી ?
(A) અંડપિંડ
(B) એડ્રિનલ
(C) યકૃત
(D) મૂત્રપિંડ
ઉત્તર:
(C) યકૃત
પ્રશ્ન 15.
નીચેનામાંથી કઈ પરિસ્થિતિ થાઈરોઈડ અંતઃસ્ત્રાવની ઊણપ સાથે સંકળાયેલી નથી ?
(A) ક્રીટીનીઝમ
(B) ગોઈટર
(C) મિક્સિડીમા
(D) એક્સોપ્લેમિયા
ઉત્તર:
(D) એક્સોપ્લેમિયા
થાઈરોઈડ અંતઃસ્ત્રાવના વધુ પડતા સ્ત્રાવથી આંખના ડોળા ઉપસી આવે છે.
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
પ્રશ્ન 1.
મનુષ્યના શરીરમાં ઘણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. નરમાં ગેરહાજર હોય તેવી એક અને માદામાં ગેરહાજર હોય તેવી ગ્રંથિનું નામ જણાવો.
ઉત્તર:
નરમાં વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલ છે જે પ્રાથમિક (મુખ્ય) જાતીય અંગ તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે. આ ગ્રંથિ માદામાં ગેરહાજર છે.
માદામાં ઉદરગુહામાં એક જોડ અંડપિંડ જોવા મળે છે. જે માદા પ્રજ્જન અંગ છે. તે ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે. (અંતઃસ્ત્રાવી ગ્રંથિ) નરમાં અંડપિંડ ગેરહાજર છે.
પ્રશ્ન 2.
બે એડ્રિનલ કોર્ટિકલ સ્તર ઝોના ગ્લોમેરુલેસા અને ઝોના રેટીક્યુલેરીસમાંથી ક્યું સ્તર બહારની તરફ છે જે અન્યને આવરે છે ?
ઉત્તર:
ઝોના ગ્લોમેરૂલેસા બાહ્ય સ્તર અને ઝોન રેટીક્યુલેરીસ અંતઃસ્તરને આવરે છે.
એડ્રિનલ ગ્રંથિ (Adrenal Gland)
- સ્થાન – દરેક મૂત્રપિંડના અગ્ર ભાગમાં એક-એક એમ એક જોડ એડ્રિનલ ગ્રંથિ આવેલી છે.
દરેક ગ્રંથિમાં બે સ્પષ્ટ વિસ્તાર જોવા મળે છે.
એડ્રિનલ મજક (Adrenal cortex)
એડ્રિનલ મજક (Adrenal medulla) - એડિનલ મસ્જક – તે એડ્રિનાલિન કે ઓપીનેફ્રીન અને નોરએડ્રેિનાલિન કે નોર-એપીનેફીન તરીકે ઓળખાતા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે.
- તેમને કેટકોલેમાઈન્સ સમૂહમાં મૂકવામાં આવે છે.
- ભય, માનસિક, દબાણ, સંકટ સમયે મધ્યસ્થ ચેતાતંત્ર ઉત્તેજિત થઈ મજજકને ઉત્તેજિત કરી એડ્રેિનાલિન અને નોર-એડ્રિનાલીનનો સ્ત્રાવ કરે છે. આ અંતઃસ્ત્રાવો લડો યા ભાગો (Fight or Flight) પરિસ્થિતિને પહોંચી વળવા મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી તેમને આપત્તકાલીન અંતઃસ્ત્રાવ પણ કહે છે.
- આ અંતઃસ્ત્રાવ દ્વારા ચપળતામાં વધારો, લાલ રંગ, ગરમ ચહેરો, આંખની કીકી પહોળી થવી, વાળ ઊભા થવા, હૃદયના સ્પંદનમાં વધારો, પરસેવો થવો જેવા લક્ષણો જોવા મળે છે.
- કેટેકોલેમાઈન પણ ગ્લાયકોજનના વિઘટનને સક્રિય કરી રૂધિરમાં લૂકોઝનું પ્રમાણ વધારે છે. તે પ્રોટીન અને લિપીડના વિઘટનને ઉત્તેજિત કરે છે.
પ્રશ્ન 3.
ઈરીથ્રોપોએસીસ શું છે ? કયા અંતઃસ્ત્રાવ દ્વારા તે ઉત્તેજિત થાય છે?
ઉત્તર:
RBCના નિર્માણની ક્રિયાને ઈરીથ્રોપોએસીસ કહે છે. મૂત્રપિંડના અકસ્ટા ગ્લોબ્યુરૂલર કોષો દ્વારા સ્ત્રવતા ઈરીથ્રોપોએટીન અંતઃસ્ત્રાવ દ્વારા તે ઉત્તેજિત થાય છે.
પ્રશ્ન 4.
પિટ્યુટરી ગ્રંથિના મધ્ય ભાગમાંથી સ્ત્રવતા એક માત્ર અંતઃસ્ત્રાવનું નામ જણાવો.
ઉત્તર:
પિટ્યુટરી ગ્રંથિના મધ્ય ભાગમાંથી મેલેનોસાઈટ સ્ટિમ્યુલેટિંગ (MSH) અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તેનું કાર્ય ત્વચામાં રંજકકણોનું વિતરણ પ્રેરવાનું છે.
પ્રશ્ન 5.
કેલ્સિટોનીનનું ઉત્પાદન પ્રેરતી અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ જણાવો તેમજ તેનો ફાળો જણાવો.
ઉત્તર:
કેલ્સિટોનીન અંતઃસ્ત્રાવ થાઈરોઈડ ગ્રંથિના પરિઘીય કોષો દ્વારા નિર્માણ પામે છે. તેનું કાર્ય વધારાના Ca++ અને ફોસ્કેટનું નિયંત્રણ, અસ્થિમાંથી વિઘટન ઘટાડી સમતોલન જાળવવાનું છે.
પ્રશ્ન 6.
કોષ આધારિત પ્રતિકારકતામાં મદદકર્તા અંતઃસ્ત્રાવનું નામ જણાવો.
ઉત્તર:
થાયમોસિન T લસિકાકણ અને વિભેદનમાં મુખ્ય ભાગ ભજવે છે જે કોષ આધારિત પ્રતિકારકતા પૂરી પાડે છે.
પ્રશ્ન 7.
પ્રોટીન અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિમાં દ્વિતીય સંદેશવાહકનો ફાળો શું છે?
ઉત્તર:
પ્રોટીન અંતઃસ્ત્રાવો લક્ષ્ય કોષમાં પ્રવેશી શકતા નથી. પ્રથમ સંદેશવાહક, કોષરસપટલની ગ્રાહી સપાટીએ અંતઃસ્ત્રાવ ગ્રાહી સંકુલ બનાવે છે. આ સંકુલ ઉત્સુચક એડીનાઈલ સાયક્લેઝને સક્રિય કરે છે.
એડીનાઈલ સાયક્લેઝ ઉત્સુચક ATP ને cAMP માં કોષરસસ્તરની અંદરની સપાટીએ રૂપાંતરિત કરે છે.
cAMP દ્વિતીય સંદેશવાહક તરીકે લક્ષ્યકોષમાં માહિતીનું પ્રસરણ કરે છે જે યોગ્ય ઉત્સુચકીય તંત્રની કેપ્ટેડ (વધતી માત્રા) અસરથી સક્રિય કરી ચોક્કસ કાર્ય માટે પ્રેરિત કરે છે.
પ્રશ્ન 8.
સાચું છે કે ખોટું તે દર્શાવો.
(A) જઠરાંત્રિય માર્ગ, મૂત્રપિંડ અને હૃદય પણ અંત:સ્ત્રાવનું નિર્માણ કરે છે.
ઉત્તર:
સાચું છે.
(B) પિટ્યુટરી ગ્રંથિનો દૂરસ્થ ભાગ છે ટ્રોફિક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે.
ઉત્તર:
સાચું છે.
(C) B લસિકા કણો કોષ આધારિત પ્રતિકારકતા આપે છે.
ઉત્તર:
ખોટું છે.
(D) ઈસ્યુલિન પ્રતિકારકતાને કારણે ડાયાબિટીસ મેલિટસ રોગ થાય છે.
ઉત્તર:
સાચું છે.
પ્રશ્ન 9.
દર્દી સતત તરસ લાગવી, વધુ પડતા મૂત્રત્યાગ અને ઓછા રૂધિર દબાણની ફરિયાદ કરે છે. જ્યારે ડૉક્ટર દર્દીના રૂધિરના લૂકોઝ અને ઈસ્યુલીનનું સ્તર તપાસે છે તો તે સામાન્ય અથવા સહેજ નીચું હોય છે. ડૉક્ટર અને ડાયાબિટીસ ઈન્સીપિડીસ તરીકે નિદાન કરે છે પણ દર્દીના રૂધિરમાં એક વધુ અંતઃસ્ત્રાવનું પ્રમાણ ચકાસવાનો નિર્ણય લે છે. ડૉક્ટર કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ચકાસવા માંગતા હશે ?
ઉત્તર:
ડૉક્ટર હાઇપર ગ્લાઇસેમિક અંતઃસ્ત્રાવ તરીકે શ્લેકાગોનનું પ્રમાણ ચકાસવા માંગતા હોવા જોઇએ. ગ્લેકાગોન, ઇસ્યુલીનથી વિરુદ્ધ કાર્ય કરે છે. રૂધિરમાં લૂકોઝનું વધુ પ્રમાણ ક્ષુકાગોનના સ્ત્રાવને અવરોધે છે. જ્યારે લૂકોઝ સ્તરમાં ઘટાડો તેનું નિર્માણ વધારે છે.
પ્રશ્ન 10.
નીચેનાં વાક્યોમાં નીચે લીટી કરેલા શબ્દોમાં ફેરફાર કરી સુધારો :
(a) ઇસ્યુલિન સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે.
ઉત્તર:
ઇસ્યુલિન પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે.
(b) TSH નો સ્ત્રાવ કોર્પસ લ્યુટિયમ દ્વારા થાય છે.
ઉત્તર:
TSH નો સ્ત્રાવ પિટ્યુટરીના દૂરસ્થ ભાગ દ્વારા થાય છે.
(c) ટેટ્રા આયોડીથાયરોનીન કટોકટી અંતઃસ્ત્રાવ છે.
ઉત્તર:
એડિનાલિન કટોકટી અંતઃસ્ત્રાવ છે.
(d) પિનિયલ ગ્રંથિ મૂત્રપિંડના અગ્ર ભાગ ઉપર આવેલ છે.
ઉત્તર:
એડ્રિનલ ગ્રંથિ મૂત્રપિંડના અગ્ર ભાગ ઉપર આવેલ છે.
પ્રશ્ન 11.
નીચેના કોલમ યોગ્ય રીતે જોડો :
કૉલમ – I | કૉલમ – II |
(A) ઓક્સિટોસીન | (1) એમિનો ઍસિડ વ્યુત્પન્નો |
(B) એપીનેફ્રેિનફ | (2) સ્ટિરોઇડ |
(C) પ્રોજેસ્ટેરોન | (3) પ્રોટીન |
(D) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ | (4) પેપ્ટાઇડ |
ઉત્તર:
કૉલમ – I | કૉલમ – II |
(A) ઓક્સિટોસીન | (4) પેપ્ટાઇડ |
(B) એપીનેફ્રેિનફ | (1) એમિનો ઍસિડ વ્યુત્પન્નો |
(C) પ્રોજેસ્ટેરોન | (2) સ્ટિરોઇડ |
(D) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ | (3) પ્રોટીન |
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવો નર અને માદામાં શું કાર્ય કરે છે ?
ઉત્તર:
નરમાં લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ (LH) એન્ડ્રોજન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવને શુક્રપિંડમાં ઉત્તેજે છે. એન્ડ્રોજન TSH સાથે મળી શુક્રકોષજનનની ક્રિયાનું નિયમન કરે છે.
માદામાં LH પૂર્ણ પરિપક્વ પુટિકામાંથી અંડપાત પ્રેરે છે. કોર્પસ લ્યુટિયમની જાળવણી કરે છે જે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે.
પ્રશ્ન 2.
અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિમાં દ્વિતીય સંદેશવાહકનો શું ફાળો હોય છે ?
ઉત્તર:
- અંતઃસ્ત્રાવ તેમના લક્ષ્યકોષ સાથે જે પ્રોટીન દ્વારા જોડાય છે તે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર તરીકે ઓળખાય છે, જે ફક્ત લક્ષ્ય પેશીઓમાં જ હોય છે.
- અંતઃસ્ત્રાવ લક્ષ્યકોષનાં કોષપટલમાં મળે છે જેને મેગ્નેઈન બાઉન્ડ રિસેપ્ટર કહે છે.
જે રિસેપ્ટર લક્ષ્યકોષની અંદર મળી આવે છે તેને કોષાંતરીય રીસેપ્ટર કહે છે. મુખ્યત્વે તે કોષકેન્દ્રીય રિસેપ્ટર કોષકેન્દ્રમાં હોય છે. - અંતઃસ્ત્રાવ તેના રિસેપ્ટર સાથેના જોડાણને પરિણામે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલની રચના કરે છે,
- દરે ક અંતઃસવ માટે ફક્ત એક જ ચોક્કસ રિસેપ્ટર હોય છે. આથી રિસેપ્ટર વિશિષ્ટ હોય છે.
- અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલની રચના થતાં લક્ષ્ય પેશીમાં ચોક્કસ જૈવ રાસાયણિક ફેરફારો થાય છે. લક્ષ્ય પેશીઓના ચયાપચય અને તેમનાં દેહધાર્મિક કાર્યોનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે.
પ્રશ્ન 3.
ઉત્તરાંચલના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન કેતકી અને તેણીના મિત્રોએ અવલોકન કર્યું કે ઘણા સ્થાનિક લોકોની ગરદન ફૂલેલી હતી. કેતકી અને તેના મિત્રોને નીચેના પ્રશ્નોનું સમાધાન શોધવામાં મદદ કરો.
(a) આ વ્યક્તિઓ કયા રોગથી પીડાતા હોઈ શકે?
ઉત્તર:
આ વ્યક્તિઓ આયોડિનની ઊણપથી થતા ગોઇટર રોગથી પિડિત હોઈ શકે.
(b) આ થવાનું કારણ શું છે ?
ઉત્તર:
થાઇરોઇડ અંતઃસ્ત્રાવ T3 અને T4 ના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. આયોડિનની ખોરાકમાં ઊણપ હાયપોથાઇરોઇડિઝમ અને ગ્રંથિ ફૂલી જવાનું કારણ બને છે.
(C) ગર્ભાવસ્થા દરમિયાન આ સ્થિતિની શી અસર થાય છે ?
ઉત્તર:
ગર્ભાવસ્થા દરમિયાન હાઇપોથાઇરોઇડિઝમને કારણે વિકાસ અને ગર્ભસ્થ શિશુની વૃદ્ધિ પર અસર થાય છે જેને ક્રીટીનીઝમ કહે છે. માનસિક મંદતા, અસામાન્ય ત્વચા, બહેરાશ વગેરે જોવા મળે છે.
પ્રશ્ન 4.
જ્યોર્જ અમેરિકાથી ભારત વેકેશન દરમિયાન આવે છે. લાંબી મુસાફરીના કારણે તેના જૈવિક તંત્રમાં અનિયમિતતા આવે છે અને તે જેટ-લેંગથી પીડાય છે. આ અસુવિધાનું કારણ શું હોઇ શકે ?
ઉત્તર:
શરીરની જૈવિક ઘડિયાળમાં ફેરફાર થતાં જેટ-લેંગનો અનુભવ થાય છે, જેમાં શરીરને અંધકાર અને પ્રકાશની જુદી ભાતનો અનુભવ થાય છે, જે સામાન્ય ઊંઘવા અને જાગવાના સમયમાં ફેરફાર પ્રેરે છે. આ માટે મેલેટોનીન અંતઃસ્ત્રાવ (પિનીયલ ગ્રંથિ) જવાબદાર છે.
પ્રશ્ન 5.
સોજો આવવાની પ્રતિક્રિયા કેટલાક સ્ટિરોઇસ દ્વારા નિયંત્રિત થાય છે. સ્ટિરોઇડનું નામ અને તેના અન્ય અગત્યના કાર્યની માહિતી આપો.
ઉત્તર:
વુકોકોર્ટિકોઇડ – સોજા – પ્રતિકારક પ્રક્રિયા દ્વારા પ્રતિકારકતાને અવરોધે છે. ડ્યુકોકોર્ટિકોઇડ મધ્ય-વિસ્તારમાં ઉત્પન્ન થાય છે જેને ઝોના ફેસીક્યુલેટા કહે છે.
ગ્યુકોકોર્ટિકોઇડ કાર્બોદિત, લિપીડ અને પ્રોટીનના ચયાપચયનું નિયમન કરે છે. લૂકોનીઓજીનેસીસને ઉત્તેજે છે.
પ્રશ્ન 6.
વૃદ્ધ વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે. આનું કારણ શું હોઇ શકે ?
ઉત્તર:
થાયમસ ગ્રંથિ હૃદય અને પૃષ્ઠ મહાધમનીની પૃષ્ઠ બાજુએ જોવા મળે છે. તે થાયમોસીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જે શ્વેતકણોના નિર્માણને ઉત્તેજે છે. (શ્વેતકણો રોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલ છે.)
વૃદ્ધ વ્યક્તિઓમાં થાયમસ ગ્રંથિ ક્ષીણ થાય છે. થાયમોસિનના અંતઃસ્ત્રાવના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. જેથી વૃદ્ધ વયસ્ક વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.
પ્રશ્ન 7.
ગર્ભાવસ્થા દરમિયાન હાયપોથાઇરોડિઝમ હોય તો બાળકની વૃદ્ધિ અને પુખ્તતા પર શું અસર જોવા મળે છે ?
ઉત્તર:
બાળકનો ગર્ભવિકાસ ખામીયુક્ત હોય છે. માનસિક મંદતા, કુંઠિત વૃદ્ધિ – ક્રીટીન (cretin) ખરબચડી ત્વચા વગેરે જોવા મળે છે.
પ્રશ્ન 8.
તફાવત આપો :
હાયપોથાયરોડિઝમ અને હાઇપરથાઇરોડિઝમ
દીર્ઘ જવાબી પ્રશ્નો (LQ)
પ્રશ્ન 1.
દૂધવાળો એક સવારે તેની ગાયના દૂધ ના આપવાના કારણે ચિંતિત થયો. તેની પત્ની વાછરડાંને છાપરા નીચેથી લાવી. ગાય વાછરડાના ફીડિંગ બાદ પૂરતા પ્રમાણમાં દૂધ આપે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિનો ફાળો અને પ્રતિક્રિયા સાથે સંકળાયેલા માર્ગનું વર્ણન કરો.
ઉત્તર:
વાછરડા દ્વારા ધાવવાની ક્રિયા ચેતા અંતઃસ્ત્રાવી પરાવર્તી ક્રિયા ઉત્પન્ન કરે છે જેને કારણે ન્યુરો હાયપોફાયસીસમાં ઑક્સિટોસીનનું સ્તર વધે છે. તેનું પ્રમાણ વધતાં સ્તનગ્રંથિમાં ઉત્તેજના થાય છે. સ્તનગ્રંથિના સરળ સ્નાયુનું સંકોચન થતાં દૂધનો સ્ત્રાવ થાય છે.
પ્રશ્ન 2.
મૂત્રના નમૂનામાં લૂકોઝનું અને કીટોનબોડીનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. આ અવલોકનોના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(a) આ સ્થિતિ સાથે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવ સંકળાયેલ છે ?
ઉત્તર:
સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને ઈસ્યુલિન અંતઃસ્ત્રાવ સંકળાયેલ
(b)
આ અંતઃસ્ત્રાવ કયા કોષો પર અસર કરે છે ?
ઉત્તર:
ઇસ્યુલિન અંતઃસ્ત્રાવ, યકૃત કોષો તેમજ મેદપૂર્ણ પેશીના કોષો પર અસર કરે છે. કોષીય લૂકોઝનો ઉપયોગ વધારે છે.
(c) આ સ્થિતિને શું કહે છે? તેને કઈ રીતે સુધારી શકાય ?
ઉત્તર:
ડાયાબિટીસ મેલિટસ કહે છે. તેમાં ઇસ્યુલિન થેરાપી દ્વારા સારવાર અપાય છે.
પ્રશ્ન 3.
કેલ્શિયમ અસ્થિ નિર્માણની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. કેલ્શિયમની સમસ્થિતિ જાળવતી અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવોનો ફાળો જણાવો.
ઉત્તર:
પેરાથાઇરોઇડ ગ્રંથિ – પેરાથોનનો સ્ત્રાવ કરે છે. થાઈરોઈડ ગ્રંથિ-કેલ્સિટોનીનનો સ્ત્રાવ કરે છે. આ બંને અંતઃસ્ત્રાવો કેલ્શિયમની સમસ્થિતિ જાળવે છે. ઉદા. થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ
પ્રશ્ન 4.
પ્રોટીન અને સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિના તફાવતને વર્ણવો.
ઉત્તર:
પ્રોટીન અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિ | સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિ |
પ્રોટીન અંતઃસ્ત્રાવ કોષરસપટલ સાથે સંકળાયેલા ગ્રાહી સ્થાનોએ જોડાણ પામે છે. | તેઓ આંતરકોષીય જોડાણ કરી અંતઃસ્ત્રાવ ગ્રાહી સંકુલ બનાવે છે. |
તેઓ દ્વિતીય સંદેશવાહકનું નિર્માણ કરે છે. (Cyclic cAMP, IP3, Ca+2) |
તેઓ જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ અથવા રંગસૂત્રીય કાર્યનું નિયમન જીનોમ સાથેના ગ્રાહી સંકુલની પ્રક્રિયા દ્વારા કરે છે. |
કોષીય ચયાપચયનું નિયંત્રણ કરે છે. ઉદા. ઓક્સિટોસીન, વિકાસને અસર કરે છે. |
ઉત્તરોત્તર જૈવરાસાયણિક ક્રિયાઓને પરિણામે દેહધાર્મિક ક્રિયાઓ અને ગ્લેકાગોન, વાસોપ્રેસીન ઉદા. કોર્ટિસોલ પ્રોજેસ્ટેરોન |
પ્રશ્ન 5.
હાયપોથલામસ સુપર માસ્ટર ગ્રંથિ છે. વર્ણવો.
ઉત્તર:
હાયપોથલામસ (Hypothalamus)
- સ્થાન – હાયપોથલામસ અગ્ર મગજમાં આવેલ આંતર મસ્તિષ્ક (Diencephalon) નું તળિયું છે.
- હાયપોથલામસ ચેતાપેશીનું બનેલું છે, જે કેન્દ્રીય કોષો (Nuclei) થી જાણીતા ચેતાસ્ત્રાવી કોષોનાં ઘણો સમૂહો ધરાવે છે, જે અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે, આ અંતઃસ્ત્રાવો પિટ્યુટરીના અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ તેમજ નિયમન કરે છે.
- હાયપોથલામસ વિશાળ કાર્યક્ષેત્રની મર્યાદામાં શરીરનાં વિવિધ કાર્યોનું નિયમન કરે છે.
- હાયપોથલામસ, અગ્ર પિટ્યુટરી ગ્રંથિ સાથે હાયપોફિસિયલ નિવાહીકા દ્વારા જોડાયેલ છે અને પશ્વ ખંડ સાથે ચેતાકોષના ચેતાક્ષ દ્વારા જોડાયેલ છે.
- હાયપોથલામસ બે પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે.
- રિલીઝીંગ અંતઃસ્ત્રાવ (RH) જે પિટ્યુટરીના સ્ત્રાવને ઉત્તેજે છે.
- અવરોધક અંતઃસ્ત્રાવ (IH) જે પિટ્યુટરીના સ્ત્રાવને
અવરોધે છે.
ઉદાહરણ તરીકે,
હાયપોથેલામિક અંતઃસ્ત્રાવ કે જેને ગોનેડોટ્રોપિન રિલીઝીંગ અંતઃસ્ત્રાવ (GnKH/STH-RH) કહે છે, જે પિટ્યુટરી ગ્રંથિના સંશ્લેષણને ઉત્તેજિત કરી ગોનેડોટ્રોફિનને મુક્ત કરે છે. હાયપોથલામસનો સોમેટોસ્ટેટિન વૃદ્ધિ અંતઃસ્ત્રાવને મુક્ત થતો અટકાવે છે.
- આ અંતઃસ્ત્રાવો હાયપોથેલામિક ચેતાકોષમાં સર્જાય છે અને ચેતાક્ષમાંથી પસાર થઈ ચેતાના અંતિમ છેડે મુક્ત થાય છે.
- આ અંતઃસ્ત્રાવો નિવાહીકા પરિવહન તંત્ર દ્વારા પિટ્યુટરી ગ્રંથિ સુધી પહોંચી અને અગ્ર પિટ્યુટરીના કાર્યોનું નિયમન કરે છે.
- પશ્વ પિટ્યુટરી ગ્રંથિ હાયપોથલામસના સીધા નિયમન હેઠળ હોય છે.