GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

GSEB Class 11 Biology ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન Text Book Questions and Answers

પ્રશ્ન 1.
નીચેની રચનાઓને ટૂંકમાં વર્ણવો :
(a) મગજ,
(b) આંખ,
(c) કાન.
ઉત્તર:
(a) મગજ :

  • મગજ આપણા શરીરનું મધ્યસ્થ માહિતી પૃથ્થકરણ અંગ છે અને આદેશ અને નિયંત્રણતંત્ર તરીકે વર્તે છે.
  • તે ઐચ્છિક હલનચલન, શરીરનું સમતોલન, મહત્ત્વપૂર્ણ અનૈચ્છિક અંગોનાં કાર્યો (હૃદય, ફેફસાં, મૂત્રપિંડ) વગેરે, ઉષ્ણતા નિયમન, ભૂખ અને તરસ, શરીરમાં પરિવહન (24 કલાકોની લયબદ્ધતા, ઘણી બધી અંતઃસ્ત્રાવી ક્રિયાઓ અને માનવ વર્તણૂંકનું નિયંત્રણ કરે છે.
  • તે દૃષ્ટિ, શ્રવણ, વાચા, યાદશક્તિ, બુદ્ધિમત્તા, લાગણીઓ અને વિચારોની પ્રક્રિયાનું પણ કેન્દ્ર છે.
  • માનવમગજ ખોપરી દ્વારા સારી રીતે રક્ષાયેલું હોય છે.
  • ખોપરીની અંદર મગજ મસ્તિષ્ક આવરણ દ્વારા ઘેરાયેલ હોય છે. તેના બાહ્ય સ્તરને બાહ્ય તાનિકા (Dura matter) પાતળા મધ્યસ્તરને મધ્ય તાનિકા (Ara-chnoid) અને મગજની પેશીઓ સાથે જોડાયેલા અંદરના સ્તરને અંતઃ તાનિકા (Pia matter) કહે છે.

(b) આંખ (Eye) :

  1. એક જોડ આંખ ખોપરીની ગુફાઓમાં આવેલ છે, જેને નેત્રકોટર (Orbit) કહે છે.
  2. દરેક આંખો પોલી, ગોળાકાર હોય છે. તેનો વ્યાસ 2.5 સેમી, વજન 6 થી 8 ગ્રામ હોય છે.

(c) કાન : (The Ear)

  • કાન એ શ્રવણ તેમજ સંતુલન અંગ છે તેને Phonoreceptor પણ કહે છે.
  • માનવીનો કાન મુખ્ય ત્રણ ભાગનો બનેલો હોય છે :
    1. બાહ્યકર્ણ (External Ear)
    2. મધ્યકર્ણ (Middle Ear)
    3. અંતઃકર્ણ (Internal Ear)

પ્રશ્ન 2.
નીચેનાનો તફાવત સમજાવો :
(a) મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર :
ઉત્તર:

મધ્યસ્થ ચેતાતંત્ર (CNS) પરિઘવર્તી ચેતાતંત્ર (PNS)
– આમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. – આમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ આવેલી છે.
– શરીરની મધ્ય-પૃષ્ઠ લંબ ધરીએ ગોઠવાયેલું હોય છે.૧ – શરીરની બહાર પરિઘ તરફ અંગોના અંતિમ છેડા સુધી પ્રસરે છે.
– તેમાં આવેલા વિવિધ કેન્દ્રો દ્વારા શરીરની દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન થાય છે. – તેનું દૈહિકતંત્ર કંકાલસ્નાયુઓ, ત્વચા અને સાંધાઓનું નિયમન કરે છે, જ્યારે અનૈચ્છિક તંત્ર અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે.

(b) વિશ્રામી કલાવીજસ્થિતિમાન અને સક્રિય કલાવીજસ્થિતિમાન :
ઉત્તર:

વિશ્રામી કલાવીજસ્થિતિમાન સક્રિય કલાવીજસ્થિતિમાન
– આ પરિસ્થિતિમાં ચેતાતંતુ ધ્રુવીકૃત હોય છે. – આ પરિસ્થિતિમાં ચેતાતંતુ વિધ્રુવીકૃત હોય છે.
– રસસ્તરની અંદરની બાજુ -ve વીજભાર અને બહારની બાજુ +ve વીજભાર હોય છે. – રસસ્તરની અંદરની તરફ +ve વીજભાર અને બહારની બાજુ -ve વીજભાર હોય છે.

(c) મધ્યપટલ અને નેત્રપટલ :
ઉત્તર:

મધ્યપટલ નેત્રપટલ
– સંયોજક પેશી અને રૂધિર-વાહિનીનું બનેલું છે. કનીનિકા અને સિલીયરીકાય ધરાવે છે. – દૃષ્ટિના ભાગનું નાજુક સ્તર જે રંજક અધિચ્છદ દષ્ટિ સંવેદી કોષસ્તર, દ્વિધ્રુવીય ચેતાકોષ સ્તર અને ચેતાકંદમય એમ ચાર સ્તર ધરાવે છે.
– રૂધિરવાહિની પોષણ આપે છે અને કનીનિકા કેમેરાના લેન્સ જેવું કાર્ય કરી પ્રકાશને આગળ જવા દે છે. – પ્રકાશના કિરણો આપાત થયા બાદ મગજના પૃથક્કરણ દ્વારા વસ્તુને જોઈ ઓળખી શકાય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 3.
નીચેની પ્રક્રિયાઓનું વર્ણન કરો :

(a) ચેતાતંતુના પટલનું ધ્રુવીકરણ :
ઉત્તર:
પટલની અંદરનું પ્રવાહી K+ની ઊંચી સાંદ્રતા તેમજ ઋણભારિત પ્રોટીન્સ અને Na+ની ઓછી સાંદ્રતા ધરાવે છે.

  • તેથી વિરુદ્ધ, ચેતાક્ષની બહાર K+ની ઓછી સાંદ્રતા અને Na+ ની સાંદ્રતા વધુ હોય છે, જેથી સાંદ્રતા ઢોળાંશનું નિર્માણ થાય છે.
  • આ આયનિક ઢોળાંશ વિશ્રામી કલાવીજસ્થિતિમાનમાં Na – K+ પંપ દ્વારા સક્રિય વહન દ્વારા જળવાય છે, જે 3 Na+નું બહાર અને 2K+નું અંદરની તરફ વહન કરાવે છે. તેના પરિણામે ચેતાક્ષપટલની બાહ્ય સપાટી ધનભારિત અને અંદરની સપાટી ઋણભારિત હોય છે, માટે તે ધ્રુવીકૃત બને છે.

(b) ચેતાતંતુ પટલનું વિધ્રુવીકરણ :
ઉત્તર:
જ્યારે કોઈ સ્થાન પર ઉત્તેજના ઉત્પન્ન કરાય, તો A સ્થાને પટલ Na+ માટે મુક્ત રીતે પ્રવેશશીલ બને છે. તેના કારણે Na+ ઝડપથી અંદર પ્રવેશે છે. તે સ્થાનની પ્રવીયતામાં ફેરફાર થાય છે. દા.ત., પટલની બહારની સપાટી ઋણભારિત અને અંદરની સપાટી ધન ભારિત બને છે. આમ, તે સ્થાનની ધ્રુવીયતા બદલાય છે, વિધ્રુવીકરણ જોવા મળે છે.

(c) ચેતાતંતુ દ્વારા ઉર્મિવેગનું વહન :
ઉત્તર:
જ્યારે ધ્રુવીય પટલના કોઈ એક સ્થાને ઉત્તેજના અપાય છે ત્યારે તે સ્થાને પટલ Na+ માટે મુક્તપણે પ્રવેશશીલ બને છે, જેના પરિણામે Na+ તીવ્ર ગતિથી અંદર આવે છે અને તે સ્થાને વિપરીત ધ્રુવીયતા થાય છે. પટલની બાહ્ય સપાટી ઋણભારિત બને છે. અંદરની બાજુ ધનભારિત બને છે. આમ, વિધ્રુવીકરણ થાય છે.

A સ્થાને સમગ્ર રસસ્તરમાં વીજસ્થિતિમાનના તફાવતને સક્રિય કલાવીજસ્થિતિમાન કહે છે, જે સાચા અર્થમાં ઉર્મિવેગ છે. આ સ્થાનની તરત પછી ચેતાક્ષપટલ
(B) સ્થાન) બાહ્ય સપાટી પર +ve અને અંદરની તરફ -ve હોય છે, તેથી અંદરની સપાટી પર પ્રવાહ સ્થાન A થી B તરફ વહે છે, જેથી ચોક્કસ સ્થાન
(A) ની ધ્રુવીયતા ઉલટી થાય છે અને સ્થાન B ઉપર સક્રિય કલાવીજસ્થિતિમાન ઉત્પન્ન થાય છે. આમ, ઉર્મિવેગ સ્થાન A થી ઉત્પન્ન થઈ સ્થાન B તરફ પહોચે છે. ચેતાક્ષની લંબાઈને અનુસરીને ક્રમિક પુનરાવર્તન થાય છે. પરિણામ સ્વરૂપ ઉર્મિવેગનું વહન થાય છે.

(d) રાસાયણિક ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન :
ઉત્તર:
ઉર્મિવેગનું પ્રસરણ (Transmission of Impulses)

  •  ઉર્મિવેગનું પ્રસરણ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં થાય છે, ત્યારે ત્યાંના જોડાણસ્થાનને ચેતોપાગમ (Synapse) કહે છે.
  • ચેતોપાગમનું નિર્માણ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્વચેતોપાગમીય ચેતાકોષના પટલ દ્વારા થાય છે, જે અવકાશ દ્વારા અલગ હોય કે ના પણ હોય, તેને ચેતોપાગમીય ફાટ (Synaptic cleft) કહે છે.

* ચેતોપાગમાં બે પ્રકારના છે :
(i) વિદ્યુતકીય ચેતોપાગમ (Electrical synapse)
(ii) રાસાયણિક ચેતોપાગમ (Chemical synapse)

(i) વિધુતકીય ચેતોપાગમ (Electrical synapse) : પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષોના પટલો ખૂબ જ નજીક હોય છે. વિદ્યુત પ્રવાહ ચેતોપાગમની આરપાર એક ચેતાકોષમાંથી બીજામાં સીધો પસાર થાય છે.

  • વિદ્યુતકીય ચેતોપાગમમાંથી પસાર થતો ઉર્મિવેગ એકલ ચેતાક્ષમાંથી પસાર થતા ઉર્મિવેગને સમાન હોય છે.
  • વિધુતકીય ચેતોપાગમ દ્વારા વહન હંમેશાં રાસાયણિક ચેતોપાગમ દ્વારા થતાં વહન કરતાં ઝડપી હોય છે. આપણા ચેતાતંત્રમાં વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ જ ઓછા હોય છે.

(ii) રાસાયણિક ચેતોપાગમ (Chemical synapse) : પૂર્વ અને પશ્વચેતોપાગમીય ચેતાકોષોના પટલ પ્રવાહીથી ભરેલ અવકાશ દ્વારા છૂટા પડે છે, તેને ચેતોપાગમીય ફાટ કહે છે.

  • ચેતાક્ષનો અંતિમ ભાગ ચેતાપ્રેષક દ્રવ્ય (એસિટાઇલ કોલાઇન)થી ભરેલ પુટિકાઓ ધરાવે છે, જ્યારે ઉર્મિવેગ ચેતાક્ષના અંતિમ ભાગમાં પહોંચે ત્યારે તે ચેતોપાગમીય પુટિકાઓને પટલ તરફ ગતિ કરાવે છે.
  • પુટિકાઓ રસસ્તર સાથે જોડાય છે અને તેના ચેતાપ્રેષક દ્રવ્યને ચેતોપાગમીય ફાટમાં મુક્ત કરે છે.
  • આ મુક્ત થતું ચેતાપ્રેષક દ્રવ્ય પશ્વચેતોપાગમીય કલા ઉપર આવેલા તેના વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાય છે. આ જોડાણ આયનમાર્ગો ખોલી આયનોને પ્રવેશ કરાવે છે, જે પશ્વ ચેતોપાગમીય ચેતાકોષમાં નવા વીજસ્થિતિમાનનું નિર્માણ કરે છે.
  • વિકસતો નવો સ્થિતિમાન ઉત્તેજનાત્મક/અવરોધક હોય છે.

પ્રશ્ન 4.
નીચેનાની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.

(a) ચેતાકોષ :
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 1

(b) મગજ :
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 2

(c) આંખ :
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 3

(d) કાન :
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 4

GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 5.
નીચેના વિશે ટૂંકમાં જણાવો :

(a) ચેતાકીય નિયમન :
ઉત્તર:
સમસ્થિતિની જાળવણી માટે અંગ/અંગતંત્રોના કાર્યનાં નિયમન કે સંકલન જરૂરી હોય છે. સંકલન દ્વારા એક કે વધુ અંગો એકબીજા સાથે પ્રતિક્રિયા કરી એકબીજાના કાર્યના પૂરક બને છે. ઉદા. તરીકે, જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે શક્તિની માંગ સ્નાયુ ક્રિયાવિધિને કારણે વધે છે. O2 નો પુરવઠો પણ વધે છે. O2ની વધતી જરૂરિયાત શ્વસનદરમાં વધારો કરે છે. હૃદયના ધબકારા અને રૂધિરનું પ્રમાણ રૂધિરવાહિનીઓ દ્વારા વધે છે. જ્યારે ભૌતિક કસરત પૂરી થાય ત્યારે ચેતાઓ, ફેફસાં, હૃદય અને મૂત્રપિંડના કાર્ય તેમની સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે. આમ, સ્નાયુ, ફેફસાં, હૃદય, રૂધિરવાહિની, મૂત્રપિંડ અને અન્ય અંગોના કાર્યનું કસરત દરમિયાન સંકલન થાય છે.

(b) અગ્ર મગજ :
ઉત્તર:
અગ્ર મગજ (Fore Brain)

  • અમ મગજ ભૂક૬ મસ્તિષ્ક (Cerebrum), થેલામસ અને હાઈપોથલામસ ધરાવે છે.
  • બુખ મનિષ મગજનો મુખ્ય ભાગ છે. તે માથામ રીતે ઊંઘ ફાટ દ્વારા બે અડધા ભાગોમાં વિભાજિત થાય છે, જેને બુક મસ્તિષ્ક ગોળાર્ય કરે છે.
  • આ બંને બૃહદ્ મસ્તિક ગોળાર્ધ ચેતાતંતુઓની પટ્ટી દ્વારા જોડાયેલા છે, જેને કેલોસમ કાય (Corpus callosum) .
  • મસ્તિષ્ક ગોળાઈને ઘેરતાં કોષોના સ્તરને મસ્તિષ્ક બાહ્ય ક્ર (Cortex) કહે છે, તે નિશ્ચિત ગત (Sulci) માં ફેરવાય છે.
  • મસ્તિષ્ક બાહ્ય કે (Cartex) ભૂખરું દ્રવ્ય ધરાવે છે (Grey matter) તેમાં ચેતાકોષ કોષો (Cyton) dવા મળે છે.
  • મસ્તિક બાહ્ય કમાં પૈર.ક વિસ્તારો, સંવેદી વિસ્તારો અને મોય વિરતારો કે જેના સંપૂર્ણ સંવૈદી કે પ્રેરક હોય, જોવા મળે છે. આ વિસ્તારોને સંગઠન વિસ્તારો (Aડકાsiation area) કહે છે, જે જટિલ કાર્યો જેવા કે માંતરસંવેદી સંગઠનો, વાતચીત અને યાદશકિત માટે જવાબદાર છે.
  • આ પથનાં તંતુમો (Tract) મજા આવરણ દ્વારા નિવૃત્ત હોય છે, જે મનિષ્ઠ ગોળાર્ધનો અંદરનો ભાગ (મસ્જક – Mehulla) બનાવે છે, તે સપાટીએથી અપારદર્શક સફેદ દેખાય છે, તેથી તેને શ્વેત દ્રવ્ય (White matter) કેદ છે.
  • ભૂક૬ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલી રચનાને થેલામસ કહે છે, જે સંવેદી અને પ્રેરક સંદેશાઓનું સહનિયમન કરે છે.
  • થેલામસના તળિયાના ભાગમાં કાયપોથલામસ નાવેલા છે. તેમાં આવેલા કેન્દ્રો શરીરના તાપમાન, ખાવા-પીવાની તીવ્રતાનું નિયંત્રણ કરે છે.
  • હાયપોથલામસ પણ ચેતાવી કોષોના જૂથ પરાવે છે, તે અંત:સ્ત્રાવોનો માવ કરે છે.
  • મસ્તિષ્ક ગોળાર્ધના અંદરના ભાગો અને સંળાયેલ ઊં] રચનાનાં સમૂઢ જેવા કે બદમ આબરનો ભૂખરાં દ્રવ્યનો સમૂહ સે માથ (Amygdala) અને હિપો કેમ્પસ (Hippocampus) જટિલ રચના ધરાવે છે, તેને લિખ્રિક નંગ કેન્દ્ર છે.
  • હાયપોથલામસની સાથે મળી તે જતીય વર્તણૂંક પ્રતિક્રિયાની અભિવ્યક્તિ વિખુશી, ગુસ્સો, ભય) અને પ્રેરણાનું નિયમન કરે છે.

(c) મધ્ય મગજ :
ઉત્તર:
મધ્ય મગજ (Mid Brain)

  • અગ્ર મગજના થેલામસહાયપોથલામસ અને પશ્વ મગજના પોન્સની વચ્ચે આવેલ છે.
  • મધ્ય મગજમાંથી મસ્તિષ્ક જલનલિકા (Cerebral aqueduct) પસાર થાય છે.
  • મધ્ય મગજનો પૃષ્ઠ ભાગ ચાર ઉપસેલા ગોળકો – ચતુષ્કાય ખંડો (Corpora quadrigermina) ધરાવે છે.
  • ઉપરની બાજુ આવેલ જોડને સુપીરિયર કોલિક્યુલી કહે છે, આંખ અને શીર્ષના સ્નાયુઓના. ઉર્મિવેગો ગ્રહણ કરે છે, દૃષ્ટિની પરાવર્તી ક્રિયાનું નિયમન કરે છે, નીચે આવેલી જોડને ઇન્ફીરિયર કોલિક્યુલી કહે છે, જે કર્ણ અને શીર્ષના નાયુમાંથી આવતા ઉર્મિવેગને ગ્રહણ કરે છે, શ્રવણ પરાવર્તી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. મધ્ય મગજનો અમ ભાગ બે આયામ મસ્જિત ચેતાતંતુ દંડ ધરાવે છે, જેને મસ્તિષ્ક દેડ (Crura cerebri) કહે છે.

(d) પશ્વ મગજ :
ઉત્તર:
પશ્વ મગજ (Hind Brain) :
– અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમનું બનેલું છે.
(i) અનુમસ્તિષ્ક :

  • ખૂબ જ મોટું, પૂર્ણવિકસિત છે, તે બે મોટા પાર્શ્વ ભાગોનું બનેલું છે, જે અનુમસ્તિષ્ક ગોળાર્ધ અને નાનું વર્ગીસ ધરાવે છે. અનુમસ્તિષ્કની સપાટી ખૂબ ગૂંચળામય હોય છે, જે ઘણાં બધાં ચેતાકોષોને વધારાની જગ્યા પૂરી પાડે છે.
  • અનુમસ્તિષ્કનો બાહ્ય ભાગ ભૂખરાં દ્રવ્યની અને આંતરિક ભાગ શ્વેત દ્રવ્યનો બનેલો છે.
  • કાર્ય : દોડવું, વાતચીત, ટાઈપ કરવું વગેરે ક્રિયાનું નિયંત્રણ કરે છે.

(ii) સેતુ :

  • ચેતાતંતુની બનેલી અંડાકાર રચના છે, જે અનુમસ્તિષ્ક અને લંબમજ્જાને જોડે છે.
  • કાર્ય : ઉર્મિવેગનું પ્રસરણ બૃહદ્ મસ્તિષ્ક અને પશ્વ મગજના ભાગો વચ્ચે કરે છે.

(iii) લંબમજજા :

  • પિરામીડ આકારનો, મગજના પશ્વ ભાગમાં આવેલો કરોડરજજુને જોડતો ભાગ છે.
  • ચતુર્થ ગુહાની ફરતે આવેલો છે, આ ગુહાની છત પાતળા, બિનચેતાકીય, અધિચ્છદીય ગડીયુક્ત છે, જેને પશ્વરૂધિરકેશિકાજાળ કહે છે.
  • કાર્ય માસન, હૃદયના સ્પંદન, લાળનો સ્ત્રાવ, ગળવાની ક્રિયા, જઠરનો સાવો અને બીજા અનૈછિક કાર્યોનું નિયંત્રણ કરે છે.

(e) નેત્રપટલ :
ઉત્તર:
નેત્રપટલ (Retina) :

  • તે દૃષ્ટિના ભાગનું નાજુક સ્તર છે.
  • તે ચાર સ્તરોનું બનેલું છે :
    1. રંજક અધિચ્છદ,
    2. દૃષ્ટિ સંવેદીકોષો,
    3. દ્વિધ્રુવીય ચેતાકોષો અને
    4. ચેતાકંદમય રતર.
  • રંજક અધિચ્છદ : રંજકકણોયુક્ત કોષોનું સ્તર.
  • દષ્ટિ સંવેદીકોષો : દંડકોષો (Rod cells), શંકુકોષો (Cone cells)
  • દેડકોષો : જાંબલી રંગનું રોડોણિન (Rhodopsinરંજ કદ્રવ્ય ધરાવે છે, દંડકોષો રાત્રે અને મંદ પ્રકાશમાં કાર્ય કરે છે. તીવ્ર પ્રકાશમાં રોડોમ્બિનનું વિઘટન રંગનાશ કે ક્રિયાથી થાય છે અને સ્કોપ્સિન અને રેટિનલ બને છે,
  • આ વિઘટનથી દંડકોષો વિધ્રુવીકૃત થાય છે અને ન્યુરોટ્રાન્સમીટર મુક્ત થાય છે, જે ઉર્મિવેગનું વહન દેણિતા પર વિમુવીય ચેતાકંદ કોષો મારફતે કરે છે, અંધકારમાં રોડોપ્સિનનું પુનઃ સંશ્લેષણ થાય છે.
  • શંકુ કોષો : આયડોપ્સિન રંજક કક્કો ધરાવે છે.
  • દિવસના પ્રકાશમાં કાર્ય કરે છે.
  • શંકુકોષો પ્રમાણમાં ઓછાં સંવેદી છે.
  • મનુષ્યની આંખમાં ત્રણ પ્રકારના શંકકોષો આવેલા છે, જે પોતાના લાક્ષણિક પ્રકાશ રંજકકલ્લો ધરાવે છે. લાલ, લીલા અને વાદળી રંગ માટે પ્રતિસાદ આપે છે. વિવિધ રંગો માટેની સંવેદના, આ શંકુકોષો અને તેમના પ્રકાશ રંજકકટ્ટના વિવિધ મિશ્રણ દ્વારા ઉત્પન્ન થાય છે.
  • જયારે આ શેકુ કોષો સમાન રીતે ઉત્તેજિત થાય છે ત્યારે સફેદ પ્રકાશ માટેની સંવેદના પેદા થાય છે.
  • અંધ બિંદુ (Blind spot) : દૃષ્ટિતાઓ આંખની બહાર અને નેત્રપટલ રૂધિરવાહિનીઓ તેની અંદર દાખલ થાય છે. તે જગ્યા મધ્યથી સહેજ ઉપર આંખના ડોળાના પા ધ્રુવમાં આવેલ છે. તે વિસ્તારમાં પ્રકાશગ્રાહી કોષો આવેલા હોતા નથી અને તેથી તેને અંધ બિંદુ કહે છે.
  • પિત્ત બિંદુ : ખાંખના પ મુવમાં, અંધ બિંદુની પાર્શ્વ બાજુએ પીળાશ પડતાં રંગકણના બિંદુને પિત્તા બિદુ (Matulan lilei) કહે છે, તેને મધ્યસ્થ ખાડા સાથે ગર્તા (Fuven) કહે છે, ગર્ત નત્રપટલનો પાતળો ભાગ છે, જયાં ફક્ત શંકુકોષો હોય છે. આ સ્થાને દષ્ટિ તીવ્રતા (Revolution) સારું મળે છે.
  • પારદર્શક પટલ અને નેત્રમણિ (lens) વચ્ચેના અવકાશને તરલરસ કીટર (Aqueous channler) કહે છે, તે પાતળું, જલીય પ્રવાહી ધરાવે છે, તેને તરલરસ (Aqueous humor) કહે છે.
  • નેત્રમણિ અને નેત્રપટલ વચ્ચેના અવકાશને કાચરસ કોટર (Vitreous chamber) કહે છે, તે પારદર્શક પ્રવાહી, જેલી જેવું પરાવે છે, તેને કાચરસ (Vitreous humor) કહે છે.

(f) કર્ણાશ્મો :
ઉત્તર:
ત્રણ નાનાં અસ્થિ હથોડી, એરણે અને પેંગડું મધ્યકર્ણમાં જોવા મળે છે. તે એકબીજા સાથે સાંકળની જેમ જોડાયેલા છે. એરણ કર્ણપટલ સાથે અને પેંગડું લંબગોળ ગવાક્ષ (શંખિકા) સાથે જોડાયેલ છે. કર્ણના અસ્થિઓ અવાજના તરંગોની વહન ક્ષમતા વધારે છે.

(g) શંખિકા :
ઉત્તર:
શંખિકા (Cochlea) : તે સાકાર, ગૂંચળાકાર નલિકા છે, જે શંખના કવચને મળતી આવે છે. અસ્થિકુહરનો ભાગ જે શંખિકા નલિકાને વીંટળાયેલો છે તેને સંયુક્ત રીતે શંખિકા કહે છે.

  • સેક્યુલીનો પશ્વ ભાગ સ્પ્રિંગની જેમ ગૂંચળામય હોય છે, તેને શંખિકા નલિકા (Cochlear canal) કહે છે.
  • શંખિકા નલિકા એ સેક્યુલી સાથે નલિકા દ્વારા જોડાયેલા હોય છે, તેને Ductus reuniens કહે છે.
  • શંખિકામાં ત્રણ આયામ કોટર આવેલા છે, જે સ્કેલા (Scalae) તરીકે ઓળખાય છે. એકબીજાથી પાતળી કલા દ્વારા છૂટા પડેલા છે.
    1. સ્કેલા મીડિયા : શંખિકામાં મધ્યના કોટરને સ્કેલા મીડિયા કહે છે, જે કોર્ટિકાય ધરાવે છે.
    2. રીસેનર્સ કલા : ફેલા મીડિયાની છતને Reissner’s membrane કહે છે.
    3. બેસીલર કલા : સ્કેલા મીડિયાનો તલપ્રદેશ છે.
  • કોર્ટિકાય (Organ of Corti) : સાંભળવાનું અંગ છે, જે રિસેર કોષો (રોમમય કોષો) અને આધાર કોષોનું બનેલું છે. રોમમય કોષો તેમની મુક્ત સપાટી પર રોમ ધરાવે છે અને તળિયાના ભાગ પર ચેતોપાગમનો સંપર્ક અંતર્વાહ ચેતાતંતુઓ સાથે હોય છે.
  • દરેક રોમ કોષોનાં ટોચના ભાગેથી પ્રવર્ષો નીકળે છે, જેને ત્રિ-પરિમાણીય પક્ષ્મ (Stereocilia) કહે છે.
  • રોમ કોષોની હરોળની ઉપર પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલ છે, જેને ટેક્ટોરિયલ કલા (Tactorial membrane) કહે છે. આધાર ફોષો બે પ્રકારના છે :
    1. લાંબા સ્તંભીય કોષો અને
    2. નાના ફેલેનજીયલ કોષો.

(h) કોર્ટિકાય :
ઉત્તર:
– કોર્ટિકાય (Organ of Corti) : સાંભળવાનું અંગ છે, જે રિસેર કોષો (રોમમય કોષો) અને આધાર કોષોનું બનેલું છે. રોમમય કોષો તેમની મુક્ત સપાટી પર રોમ ધરાવે છે અને તળિયાના ભાગ પર ચેતોપાગમનો સંપર્ક અંતર્વાહ ચેતાતંતુઓ સાથે હોય છે.
– દરેક રોમ કોષોનાં ટોચના ભાગેથી પ્રવર્ષો નીકળે છે, જેને ત્રિ-પરિમાણીય પક્ષ્મ (Stereocilia) કહે છે.
– રોમ કોષોની હરોળની ઉપર પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલ છે, જેને ટેક્ટોરિયલ કલા (Tactorial membrane) કહે છે. આધાર ફોષો બે પ્રકારના છે :
(i) લાંબા સ્તંભીય કોષો અને
(ii) નાના ફેલેનજીયલ કોષો.

(i) ચેતોપાગમ :
ઉત્તર:
ઉર્મિવેગનું પ્રસરણ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં થાય છે, ત્યારે ત્યાંના જોડાણસ્થાનને ચેતોપાગમ (Synapse) કહે છે.
* ચેતોપાગમાં બે પ્રકારના છે :
(i) વિદ્યુતકીય ચેતોપાગમ (Electrical synapse)
(ii) રાસાયણિક ચેતોપાગમ (Chemical synapse)

(i) વિદ્યુતકીય ચેતોપાગમ (Electrical synapse) : પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષોના પટલો ખૂબ જ નજીક હોય છે. વિદ્યુત પ્રવાહ ચેતોપાગમની આરપાર એક ચેતાકોષમાંથી બીજામાં સીધો પસાર થાય છે.

  • વિદ્યુતકીય ચેતોપાગમમાંથી પસાર થતો ઉર્મિવેગ એ કલ ચેતાક્ષમાંથી પસાર થતા ઉર્મિવેગને સમાન હોય છે.
  • વિધુતકીય ચેતોપાગમ દ્વારા વહન હંમેશાં રાસાયણિક ચેતોપાગમ દ્વારા થતાં વહન કરતાં ઝડપી હોય છે. આપણા ચેતાતંત્રમાં વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ જ ઓછા હોય છે.

(ii) રાસાયણિક ચેતોપાગમ (Chemical synapse) : પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષોના પટલ પ્રવાહીથી ભરેલ અવકાશ દ્વારા છૂટા પડે છે, તેને ચેતોપાગમીય ફાટ કહે છે.

  • ચેતાક્ષનો અંતિમ ભાગ ચેતાપ્રેષક દ્રવ્ય (એસિટાઇલ કોલાઇન)થી ભરેલ પુટિકાઓ ધરાવે છે, જ્યારે ઉર્મિવેગ ચેતાક્ષના અંતિમ ભાગમાં પહોંચે ત્યારે તે ચેતોપાગમીય પુટિકાઓને પટલ તરફ ગતિ કરાવે છે.
  • પુટિકાઓ રસસ્તર સાથે જોડાય છે અને તેના ચેતાપ્રેષક દ્રવ્યને ચેતોપાગમીય ફાટમાં મુક્ત કરે છે.
  • આ મુક્ત થતું ચેતાપ્રેષક દ્રવ્ય પશ્વચેતોપાગમીય કલા ઉપર આવેલા તેના વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાય છે. આ જોડાણ આયનમાર્ગો ખોલી આયનોને પ્રવેશ કરાવે છે, જે ચેતોપાગમીય ચેતાકોષમાં નવા વીજસ્થિતિમાનનું નિર્માણ કરે છે.
  • વિકસતો નવો સ્થિતિમાન ઉત્તેજનાત્મક/અવરોધક હોય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 6.
ટૂંકમાં અહેવાલ આપો :

(a) ચેતોપાગમીય વહનની ક્રિયાવિધિ :
ઉત્તર:
ચેતોપાગમનું નિર્માણ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષના પટલ દ્વારા થાય છે, જે અવકાશ દ્વારા અલગ હોય કે ના પણ હોય, તેને ચેતોપાગમીય ફાટે (Synaptic cleft) કહે છે.

(b) દૃષ્ટિની ક્રિયાવિધિ :
ઉત્તર:
દૃષ્ટિની ક્રિયાવિધિ (Mechanism of Vision)
દૃશ્યમાન પ્રકાશનાં કિરણો નેત્રપટલ પર પારદર્શક પટલ અને નેત્રમણિ મારફતે કેન્દ્રિત થતા શંકુ અને દંડકોષોમાં ઉર્મિવેગ ઉત્પન્ન કરેછે.

મનુષ્યની આંખ ઓણિન (પ્રોટીન અને રેટિનોલ (વિટામીન-A ના આકડીહાઇડ) ધરાવે છે.

પ્રકાશે ઓપ્તિનથી રેટિનલના વિયોજનને પ્રેરે છે, પરિણામે ઓપ્સિનની રચનામાં ફેરફાર થાય છે. આના કારણે પલની પ્રવેશશીલતા બદલાય છે. આના પરિણામે પ્રકાશગ્રાહી કોષોમાં કલાવીજસ્થિતિમાન નિર્માણ પામે છે. આ ઉત્પન્ન થતા સંદેશાઓ દ્વિધ્રુવીય કોષો દ્વારા ચેતાકંદ કોષોમાં સક્રિય કલાવીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે, આ ઉર્મિવેગો દૃષ્ટિ ચેતાઓ દ્વારા મગજના દૈષ્ટિ બાહ્યક વિસ્તારમાં મોકલાવાય છે, જ્યાં ચેતા ઉર્મિવેગોનું પૃથ્થકરણ થાય છે અને નેત્રપટલ પર ઉત્પન્ન થતું ચિત્ર પૂર્વ સ્મૃતિ અને અનુભવોને આધારે ઓળખાય છે.

* લેન્સને ફોકસ કરવાની પ્રક્રિયા (Acconsulation) :

  • આંખમાં પ્રવેશતા પ્રકાશનાં કિરણો નેત્રપટલ પર સંકેન્દ્રિત થાય તે પહેલાં પારદર્શક પટેલ, નેત્રમણિ, તરલરસ અને કાચરસમાંથી પસાર થાય છે.
  • દૂરનાં દ્રશ્ય જોતી વખતે નેત્રમણિ સપાટ રહે છે, જયારે નજીકની વસ્તુ જોતી વખતે તે ગોળાકાર બને છે. કારણ કે આ માટે પ્રકાશના કિરજ્ઞોનું વધુ વક્રીભવન પ્રેરવું પડે છે. નેત્રમણિના આકારમાં ફેરફાર પ્રેરવાની ક્રિયાને વ્યવસ્થાપન કહે છે.
  • વક્રીભવનની પ્રક્રિયાને કારણે નેત્રપટલ પર રચાતું પ્રતિબિંબ ઉલટું પડે છે. મગજ કોઈ રીતે આ ચિત્ર સુલટાવીને જુએ છે.
  • પર્યાવરણનાં જે વિસ્તારમાંથી આંખો પ્રકાશ પ્રહણ કરે છે તેને તેમનો દ્રષ્ટિવ્યાપ (Visual field) કહે છે.
  • બંને આંખો સપાટી પર એ રીતે ગોઠવાયેલી છે કે જેથી બંને આંખમાંના પ્રતિબિંબ એકમેકની પર આછાદિત થઈ ત્રિપરિમાણીય ચિત્ર (Three dimensional image) રચે છે. મારી દૃષ્ટિને ત્રિપરિમાણીય (Stereoscopic) બે આંખો વડે જોવાની દૃષ્ટિ (Binocular vision) કહે છે.

(c) સાંભળવાની ક્રિયાવિધિ :
ઉત્તર:
સાંભળવાની ક્રિયાવિધિ (Mechanism of Hearing)

  1. બાહ્ય કણખવાજના તરંગોને મેળવી તેમને કર્ણપટલ તરફ મોકલે છે.
  2. કર્ણપટલ અવાજના પ્રતિચાર રૂપે ધ્રુજે છે અને આ ધ્રુજારી કર્ણાસ્થિ (હથોડી, એરણ અને પેંગડું)માંથી વહન પામી અંડાકાર ગવાક્ષમાં જાય છે.
  3. અંડાકાર ગવાક્ષ દ્વારા ધ્રુજારી શંખિકાના પ્રવાહીમાં આવે છે, જયાં તેઓ લસિકામાં તરંગો ઉત્પન્ન કરે છે.
  4. લસિકાના તરંગો આધાર કલામાં હલચલ પ્રેરે છે. આ આધાર કલાનું હલનચલન રોમ કોષોને જોડે છે અને ટેક્ટોરિયલ કલા ઉપર દબાણ લાવે છે.
  5. પરિણામ સ્વરૂપ અંતર્વાહી ચેતાઓ સાથે સંકળાયેલા ચેતા ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે, જે અંતર્વાહી તંતુઓ મારફતે શ્રવણ ચેતા દ્વારા મગજનાં શ્રવણ બાહ્યકમાં વહન પામે છે.
  6. અહીં, ઉર્મિવેગનું પૃથ્થકરણ થાય છે અને અવાજ ઓળખાય છે.

પ્રશ્ન 7.
ટૂંકમાં જવાબ આપો :

(a) તમે વસ્તુના રંગને કઈ રીતે ઓળખો છો?
ઉત્તર:
માનવીની આંખ ત્રણ પ્રકારનાં શંકકોષ ધરાવે છે, જે પોતાનાં લાક્ષણિક પ્રકાશ રંજકકણો ધરાવે છે, જે લાલ, લીલા અને વાદળી પ્રકાશ માટે પ્રતિસાદ આપે છે. વિવિધ રંગો માટેની સંવેદના આ શંકુકોષો અને તેમના પ્રકાશ રંજકકણોના વિવિધ મિશ્રણથી ઉત્પન્ન થાય છે. જ્યારે આ શંકુકોષો સમાન રીતે ઉત્તેજિત થાય છે ત્યારે સફેદ પ્રકાશ માટેની સંવેદના પેદા થાય છે.

(b) આપણા શરીરનો કયો ભાગ શરીરનું સમતોલન જાળવવામાં મદદ કરે છે ?
ઉત્તર:
અંતઃ કર્ણ ત્રણ અર્ધવર્તુળી નલિકાઓ ધરાવે છે, જે શંખિકાનો ભાગ છે. શંખિકા શરીરનું સમતોલન જાળવવા માટે જવાબદાર છે.

(c) આંખ દ્વારા નેત્રપટલ પર પડતાં પ્રકાશનું નિયમન કઈ રીતે થાય છે?
ઉત્તર:
* લેન્સને ફોકસ કરવાની પ્રક્રિયા (Accomodation) :

  • આંખમાં પ્રવેશતા પ્રકાશનાં કિરણો નેત્રપટલ પર સંકેન્દ્રિત થાય તે પહેલાં પારદર્શક પટેલ, નેત્રમણિ, તરલરસ અને કાચરસમાંથી પસાર થાય છે.
  • દૂરનાં દૃશ્ય જોતી વખતે નેત્રમણિ સપાટ રહે છે, જયારે નજીકની વસ્તુ જોતી વખતે તે ગોળાકાર બને છે. કારણ કે આ માટે પ્રકાશના કિરણોનું વધુ વક્રીભવન પ્રેરવું પડે છે. નેત્રમણિના આકારમાં ફેરફાર પ્રેરવાની ક્રિયાને વ્યવસ્થાપન કહે છે.
  • વક્રીભવનની પ્રક્રિયાને કારણે નેત્રપટલ પર રચાતું પ્રતિબિંબ ઉલટું પડે છે. મગજ કોઈ રીતે આ ચિત્ર સુલટાવીને જુએ છે.
  • પર્યાવરણનાં જે વિસ્તારમાંથી આંખો પ્રકાશ ગ્રહણ કરે છે તેને તેમનો દૃષ્ટિવ્યાપ (Visual field) કહે છે.
  • બંને આંખો સપાટી પર એ રીતે ગોઠવાયેલી છે કે જેથી બંને આંખમાંના પ્રતિબિંબ એકમેકની પર આચ્છાદિત થઈ ત્રિપરિમાણીય ચિત્ર (Three dimensional image) રચે છે. આવી દષ્ટિને ત્રિપરિમાણીય (Stereoscopic) બે આંખો વડે જોવાની દૃષ્ટિ (Binocular vision) કહે છે.

પ્રશ્ન 8.
નીચેનાની સમજૂતી આપો :

(a) સક્રિય વીજસ્થિતિમાન સર્જવા માટે Natનો ફાળો સમજાવો.
ઉત્તર:
Na+ – K+ પંપ દ્વારા 3Na+ બહાર અને 2K+ ચેતાક્ષમાં અંદર દાખલ થાય છે. આને કારણે Na+ ની સાંદ્રતા ચેતાક્ષ પટલની બહાર વધુ હોય છે, જે પટલના આરપાર સક્રિય તફાવત સર્જે છે, જે ઉર્મિવેગની શરૂઆત/સક્રિય કલાવીજસ્થિતિમાન માટે જરૂરી છે.

(b) નેત્રપટલમાં પ્રકાશ પ્રેરિત ઉર્મિવેગના નિર્માણની ક્રિયાવિધિ સમજાવો.
ઉત્તર:
પ્રકાશ રેટિનલના ઓપ્તિનથી વિયોજનને પ્રેરે છે, પરિણામે ઓપ્તિનના બંધારણમાં ફેરફાર થાય છે. આને કારણે પટલની પ્રવેશશીલતામાં ફેરફાર થાય છે. તેના કારણે પ્રકાશ સંવેદી કોષોમાં સક્રિય તફાવત ઉત્પન્ન થાય છે. તેના કારણે ઉત્પન્ન થતો સંકેત ચેતાકંદ કોષોમાં દ્વિધ્રુવી કોષો દ્વારા સક્રિયતા ઉત્પન્ન કરે છે.

(c) અંતઃ કર્ણમાં અવાજ ઉત્પન થવાના ઉર્મિવેગની ક્રિયાવિધિ સમજાવો.
ઉત્તર:
અંતઃ કર્ણની પોલી નલિકાઓ પ્રવાહીથી ભરેલી હોય છે અને સંવેદી અધિચ્છદ ધરાવે છે, જે રોમ કોષોની બનેલ છે. આ કોષોના સૂક્ષ્મ રોમ, બંધારણીય પ્રોટીન તંતુકો છે, જે પ્રવાહીમાં લટકતા હોય છે. રોમ કોષો યાંત્રિક ગ્રાહી છે, જે રાસાયણિક ચેતાપ્રેષકો ઉત્તેજનાના કારણે ઉત્પન્ન કરે છે. અવાજના તરંગો પ્રવાહીમાંથી પસાર થાય ત્યારે તંતુઓ ખેંચાણ અનુભવે છે અને વળે છે, જે રોમ કોષોને ઉત્તેજિત કરે છે. આમ, અવાજના તરંગોનું ઉર્મિવેગમાં રૂપાંતર થાય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 9.
તફાવત આપો :

(a) મસ્જિત ચેતા અને અમસ્જિત ચેતા :
ઉત્તર:

મસ્જિત ચેતા અમસ્જિત ચેતા
ચેતાક્ષની ફરતે સુવિકસિત મજ્જાપડ જોવા મળે છે. ચેતાક્ષની ફરતે મજ્જાપડ અલ્પ-વિકસિત ગેરહાજર હોય છે.
ઉર્મિવેગનું પ્રસરણ ઝડપથી થાય છે. ઉર્મિવેગનું વહન સામાન્ય રીતે થાય છે.
મધ્યસ્થ ચેતાતંત્રની ચેતાઓ મસ્જિત પ્રકારની હોય છે. અનૈચ્છિક ચેતાતંત્રની ચેતાઓ અમસ્જિત પ્રકારની હોય છે.

(b) શિખાતંતુ અને ચેતાક્ષ :
ઉત્તર:

શિખાતંતુ ચેતાક્ષ
કોષકાયના અગ્ર ભાગેથી ચેતા કોષરસપડ અનેક શાખિત પ્રવધું ધરાવે છે, જેને શિખાતંતુ કહે છે. કોષકાયના પશ્વ છેડેથી એક લાંબો પ્રવધુ નીકળે છે, જેને ચેતાક્ષ કહે છે.
ઉર્મિવેગનું વહન કોષકાય તરફ કરે છે. કોષકાયથી પ્રતિચાર અંગો તરફ ઉર્મિવેગનું વહન કરે છે.

(c) દંડકોષ અને શંકકોષ :
ઉત્તર:

દંડકોષ શંકકોષ
દંડ (Rod) આકારના કોષો હોય છે. શંકુ (Cone) જેવી રચના ધરાવતા કોષો છે.
જાંબલી રંગના રંજકકણો રોડોપ્સિન ધરાવે છે. તેનાં રંજકકણો આયોડોપ્સિન ધરાવે છે.
દંડકોષો વધુ સંવેદી હોય છે. તે ઓછા પ્રમાણમાં સંવેદી હોય છે.
રાત્રે અને મંદ પ્રકાશમાં કાર્ય કરે છે. દિવસના પ્રકાશમાં કાર્ય કરી સંપૂર્ણ ચિત્ર અને રંગ સર્જે છે.

(d) થેલામસ અને હાયપોથલામસ :
ઉત્તર:

થેલામસ હાયપોથેલામસ
બૃહદ્ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલ રચનાને થેલામસ કહે છે. થેલામસના તળિયાના ભાગમાં આવેલો મહત્ત્વનો ભાગછે.
તે સંવેદી અને પ્રેરક સંદેશાઓનું મુખ્ય સહનિયમન કેન્દ્ર છે. શરીરની ખાવા-પીવાની તીવ્રતાનું નિયમન, તાપમાન જાળવણીના કેન્દ્રો ધરાવે છે, તે ઘણા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે.

(e) બૃહદ્ મસ્તિષ્ક અને અનુ મસ્તિષ્ક :
ઉત્તર:

બૃહદ્ મસ્તિષ્ક અનુ મસ્તિષ્ક
અગ્ર મગજનો ભાગ છે. પશ્વ મગજનો ભાગ છે.
બૃહદ્ મસ્તિષ્ક મગજનો મુખ્ય ભાગ બનાવે છે. અનુ મસ્તિષ્કની સપાટી ગૂંચળા મય હોય છે.
જટિલ કાર્યો, વાતચીત, યાદ-શક્તિ વગેરે માટે જવાબદાર છે. ઘણા બધા ચેતાકોષોને વધારાની જગ્યા પૂરી પાડે છે.
ઐચ્છિક હલનચલન, સમજ-શક્તિ, સર્જનાત્મક કૌશલ્ય સાથે સંકળાયેલ છે. સ્નાયુની ક્રિયા દોડવું, ચાલવું, વાતચીત, ટાઈપ કરવું વગેરેનું નિયંત્રણ કરે છે.

પ્રશ્ન 10.
નીચેનાનાં જવાબ આપો :

(a) કાનનો કયો ભાગ અવાજના સ્વરને ઓળખે છે ?
ઉત્તર:
કોર્ટિકાયના સંવેદી કોષોનું હલનચલન થતાં, ઉર્મિવેગનું વહન ચેતા દ્વારા બૃહદ્ મસ્તિષ્કના શ્રવણ વિસ્તારમાં થાય છે, જ્યાં અવાજ ઓળખાય છે.

(b) માનવ મગજનો કયો ભાગ સૌથી વધુ વિકસીત છે ?
ઉત્તર:
બૃહદ્ મસ્તિષ્ક અહીં માહિતીનું પૃથક્કરણ, નિયમન અને સંચાલન થાય છે. યાદશક્તિ, સમજશક્તિ વગેરે સાથે સંકળાયેલ રચનાઓ ધરાવે છે.

(c) મધ્યસ્થ મગજનો ક્યો ભાગ પ્રમુખ ઘડિયાળ તરીકે કાર્ય કરે છે ?
ઉત્તર:
બૃહદ્ મસ્તિષ્ક ગોળાર્ધની વચ્ચે કેલોસમ કાયની નીચે પિનીયલ ગ્રંથિ આવેલી છે. તે મેલેટોનીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, તે જૈવિક ઘડિયાળ તરીકે વર્તે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 11.
પૃષ્ઠવંશીઓમાં આંખનો ભાગ જ્યાંથી દૃષ્ટિચેતા નેત્રપટલમાંથી બહાર નીકળે છે તેને શું કહે છે ?
ઉત્તર:
નેત્રપટલમાં દષ્ટિચેતા જ્યાંથી શરૂઆત પામે છે તેને અંધબિંદુ કહે છે.

પ્રશ્ન 12.
તફાવત આપો :

(a) અંતર્વાહ ચેતાકોષ અને બહિર્વાહ ચેતાકોષ.
ઉત્તર:
અંતર્વાહ ચેતાકોષ ઉર્મિવેગનું વહન પેશી/અંગોથી CNS તરફ કરે છે અને બહિર્વાહી ચેતાકોષ નિયામિકી ઉત્તેજનાનું વહન CNS થી પરિઘવર્તી પેશી/અંગો તરફ કરે છે.

(b) મસ્જિત ચેતાતંતુ અને અમસ્જિત ચેતાતંતુ દ્વારા ઉર્મિવેગનું વહન.
ઉત્તર:
મતિ ચેતાતંતની ફરતે મજ્જાપડ અને વૉનનો કોષ આવેલ હોય છે. મજજાપડ સળંગ ના હોતાં તૂટક હોય છે, જેને રેન્ડિયરની ગાંઠ કહે છે. ઉર્મિવેગનું પ્રસરણ એક રેવિયરની ગાંઠથી બીજા ગાંઠપ્રદેશ પર થાય છે. આને કૂદકામય (Saltatory) વહન કહે છે. અમેજિત ચેતાતંતુમાં મજ્જાપડ અલ્પવિકસિત હોય છે, રેન્ડિયરની ગાંઠ હોતી નથી. ઉર્મિવેગનું પ્રસારણ સળંગ થાય છે.

(c) તરલરસ અને કાચરસ.
ઉત્તર:
પારદર્શક પટલ અને નેત્રમણિ વચ્ચેના અવકાશમાં રહેલ પાતળાં જલીય પ્રવાહીને તરલરસ કહે છે. નેત્રમણિ અને નેત્રપટલના અવકાશમાં આવેલ પારદર્શક (જલી) પ્રવાહીને કાચરસ કહે છે.

(d) અંધ બિંદુ અને પિત્ત બિંદુ.
ઉત્તર:
અંધ બિંદુ : દૃષ્ટિ ચેતાઓ આંખની બહાર અને નેત્રપટલ રૂધિર વાહિનીઓ તેની અંદર દાખલ થાય છે. તે જગ્યાના આંખના ડોળાના પશ્વ ધ્રુવના મધ્યથી સહેજ ઉપર આવેલ છે. તે વિસ્તારમાં પ્રકાશગ્રાહી કોષો હોતા નથી, તેથી તેને અંધ બિંદુ કહે છે.

પિત્ત બિંદુ : આંખના પલ્પ ધ્રુવમાં અંધ બિંદુની પાર્શ્વ બાજુએ પીળાશ પડતાં રંગકણના બિંદુને પિત્ત બિંદુ કહે છે.

(e) મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ.
ઉત્તર:
મસ્તિષ્ક ચેતાઓ મસ્તિષ્કમાંથી ઉત્પન્ન થાય છે, તે સંવેદી ચાલક કે મિશ્ર પ્રકારની હોય છે. કરોડરજ્જુ ચેતાઓ કરોડરજ્જુમાંથી ઉત્પન્ન થાય છે, તે પરિઘીય સપાટીને આવરે છે. બધી કરોડરજ્જુ ચેતા પૃષ્ઠમૂળ અને ક્ષમૂળથી બને છે, તે મિશ્ર પ્રકારની છે.

GSEB Class 11 Biology ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન NCERT Exemplar Questions and Answers

બહુવિકલ્પી પ્રશ્નો (MCQ)

પ્રશ્ન 1.
ચેતોપાગમીય જોડાણસ્થાને મુક્ત થતાં રસાયણોને ……………………….. કહે છે.
(A) અંતઃસ્ત્રાવો
(B) ચેતાપ્રેષકો
(C) મસ્તિષ્ક મેરૂજળ
(D) લસિકા
ઉત્તર:
(B) ચેતાપ્રેષકો

પ્રશ્ન 2.
વિશ્રામી કલાવીજસ્થિતિમાન દરમિયાન પોટેન્શયલ તફાવત -ve હોય છે, તેનું કારણ નીચેના આયન્સના વિવિધ પ્રકારનું વિતરણ છે.
(A) Na+ અને K+ આયન્સ
(B) \(\mathrm{CO}_3^{-2}\) અને Cl આયન્સ
(C) Ca2+ અને Mg2+ આયન્સ
(D) Ca4+ અને Cl આયન્સ
ઉત્તર:
(A) Na+ અને K+ આયન્સ
– ચેતાકોષરસપડમાં આવેલા આયનમાર્ગો Na+ અને K+ આયન્સની, ચેતાકોષની અંદરની તરફ અને બહારની તરફની ગતિનું નિયંત્રણ કરે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 3.
વિશ્રામી કલાવીજસ્થિતિમાન …………………. દ્વારા જળવાય છે.
(A) અંતઃસ્ત્રાવ
(B) ચેતાપ્રેષકો
(C) આયન પમ્પસ
(D) ઉપરના એકપણ નહિ
ઉત્તર:
(C) આયન પમ્પસ
વિશ્રામી કલાવીજસ્થિતિમાન દરમિયાન આયનિક ઢોળાંશ આયનોનાં સક્રિય વહન દ્વારા (Na+, K+) દ્વારા થાય છે, જેમાં 3Na+ બહાર અને 2K+ અંદર ધકેલાય છે.

પ્રશ્ન 4.
આપણાં કોષાંતરીય કાર્યોનું નિયમન …………………………. દ્વારા થાય છે.
(A) અનુકંપી અને દૈહિક ચેતાતંત્ર
(B) અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર
(C) મધ્યસ્થ અને દૈહિક ચેતાતંત્ર
(D) ઉપરના એકપણ નહિ
ઉત્તર:
(B) અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર
અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર શરીરના બધાં જ કોઠાંતરીય અંગોનું નિયંત્રણ કરે છે.

પ્રશ્ન 5.
નીચેનામાંથી કયું ઘૂંટણની પરાવર્તી (Knee-jerk) સાથે સંકળાયેલ નથી ?
(A) સ્નાયુ તંતુકો
(B) ચાલક ચેતા
(C) મગજ
(D) આંતર ચેતાકોષ
ઉત્તર:
(C) મગજ
મગજ કોઈ પરાવર્તી ક્રિયા સાથે જોડાયેલ નથી (ઉદા. Knee-jerk), જ્યારે સ્નાયુતંતુબંધ, આંતર ચેતાકોષ અને ચાલક ચેતાકોષ પરાવર્તી કમાનના ભાગરૂપ છે.

પ્રશ્ન 6.
મગજનો વિસ્તાર કે જે પ્રબળ લાગણીઓ સાથે સંકળાયેલ છે તે …………………………
(A) બૃહદ્ મસ્તિષ્ક બાહ્યક
(B) અનુમસ્તિષ્ક
(C) લિમ્બિક તંત્ર
(D) લંબમજ્જા
ઉત્તર:
(C) લિમ્બિક તંત્ર
લિમ્બિક તંત્ર અને હાયપોથલામસ સંવેદનાઓનાં નિયંત્રણનું કાર્ય કરે છે. (દા.ત., ઉત્તેજના, ક્રોધ, ડર).

પ્રશ્ન 7.
રોડોપ્સિનમાં રહેલા વિટામીનની નોંધ કરો.
(A) Vit. A
(B) Vit. B
(C) Vit. C
(D) Vit. D
ઉત્તર:
(D) vit. A
દંડકોષો જાંબલી-લાલાશ પડતું રોડોપ્સિન પ્રોટીન ધરાવે છે. તે આંખનું પ્રકાશસંવેદી સંયોજન છે, જેમાં ઓસિન (પ્રોટીન) અને રેટીનલ (વિટામીન-A નું આલ્ડીહાઇડ) રહેલ છે.

GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 8.
મનુષ્યની આંખના ડોળામાં ત્રણ સ્તરો જોવા મળે છે અને તે …………………….. ને આવરિત કરે છે.
(A) નેત્રમણિ, કનીનિકા, દષ્ટિચેતા
(B) નેત્રમણિ, તરલરસ કોટર, કાચરસ કોટર
(C) પારદર્શક પટલ, નેત્રમણિ, કનીનિકા
(D) પારદર્શક પટલ, નેત્રમણિ, દષ્ટિચેતા
ઉત્તર:
(B) નેત્રમણિ, તરલરસ કોટર, કાચરસ કોટર
મનુષ્યના આંખનો ડોળો ત્રણ સ્તર ધરાવે છે. શ્વેતપટલ, મધ્યપટલ અને નેત્રપટલ, જે નેત્રમણિ, તરલરસ મોટર અને કાચરસ કોટરને આવરિત કરે છે.

પ્રશ્ન 9.
કર્ણનલિકામાં આવેલી મીણ ગ્રંથિને ………. કહે છે.
(A) પ્રસ્વેદ ગ્રંથિ
(B) પ્રોસ્ટેટ ગ્રંથિ
(C) ડાઉપરની ગ્રંથિ
(D) સિબેસીયસ સીરૂમીનસ ગ્રંથિ
ઉત્તર:
(D) સિબેસીયસ/સીરૂમીનસ ગ્રંથિ
ભૂખરા રંગનાં ફેટી ઍસિયુક્ત મણનો સ્ત્રાવ કર્ણનલિકામાં કરે છે.

પ્રશ્ન 10.
અંતઃ કર્ણનો ભાગ જે શ્રવણ (Hearing) માટે જવાબદાર છે …………………………….
(A) શંખિકા
(B) અર્ધવર્તુળી નલિકા
(C) યુટ્રીક્યુલસ
(D) સેક્યુલસ
ઉત્તર:
(A) શંખિકા
અંતઃ કર્ણનો આ ભાગ શ્રવણ માટે જવાબદાર છે.

પ્રશ્ન 11.
કોર્ટીકાય (Organ of corti) …………………… જોવા મળતી રચના છે.
(A) બાહ્યકર્ણ
(B) મધ્યક
(C) અર્ધવર્તુળી નલિકા
(D) શંખિકા
ઉત્તર:
(D) શંખિકા
કોર્ટીકાય રચના શંખિકામાં જોવા મળે છે. શંખિકાની કલાઓ, રેસીનર્સ મેબ્રેઇન અને બેસીલર મેબ્રેઇન છે. કોર્ટીકાય, બેસિલર મેબ્રેઇનના આધારકલા પર સ્થાપિત છે.

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થાન પરથી, નીચેના જોડાણોને ઉર્મિવેગના વહનની ગતિ માટે યોગ્ય ક્રમમાં પુનઃગોઠવણી દ્વારા દર્શાવો.
– ચેતોપાગમીય દંડ
– અક્ષતંતુ
– કોષકાય શિખાતંતુ
– અક્ષતંતુના ચેતાન્તો
GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 1
ઉત્તર:
– શિખાતંતુ
– કોષકાય
– અક્ષતંતુ
– અક્ષતંતુના ચેતાન્તો
– ચેતોપાગમીય દંડ

GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 2.
કર્ણના સમતોલન તેમજ આકાર (Posture) જાળવવા માટેના ફાળાની ચર્ચા કરો.
ઉત્તર:
વેસ્ટીબ્યુલર તંત્ર અંતઃકર્ણની સંવેદી રચના છે, જે શરીરને તેના સમતોલન માટે મદદ કરે છે. અંતઃકર્ણમાં બે જોડ અંગિકાઓ છે. અર્ધવર્તુળી નલિકા જે પરિભ્રમણીય ગતિ પ્રત્યે પ્રતિચાર આપે છે. વેસ્ટીબ્યુલમાં આવેલ યુટ્રીકલ અને સેક્યુલી જે શીર્ષની સ્થિતિમાં ગુરુત્વાકર્ષણીય ફેરફારને કારણે થતા તફાવત પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે. પ્રત્યેક અર્ધવર્તુળી નલિકાઓ રોમકોષો ધરાવે છે. શીર્ષના પરિભ્રમણને કારણે પ્રવાહીનું વહન થાય છે, જે રોમકોષના અગ્ર ભાગ, જે જેલી જેવા કેપ્યુલામાં ફેરફાર પ્રેરે છે. યુટ્રીકલ અને સેક્યુલીને ઓટોલીથ કહે છે, જે કર્યાશ્મિઓ ધરાવે છે. જ્યારે શીર્ષ નમે કે શરીરની સ્થિતિમાં ફેરફાર પામે ત્યારે કર્ણાશ્મિ ફેરફાર પામે છે અને રોમકોષો વળે છે.

પ્રશ્ન 3.
નેત્રપટલના કયા કોષો આપણને આસપાસના રંગીન પદાર્થો નિહાળી શકવામાં મદદ કરે છે ?
ઉત્તર:
નેત્રપટલના શંકકોષો આપણને રંગ નિહાળવા મદદ કરે છે. ત્રણ પ્રકારનાં શંકુકોષો છે, જે તેમનાં લાક્ષણિક રંગ કણો ધરાવે છે. મુખ્યત્વે લાલ, લીલા અને વાદળી રંગ પ્રત્યે પ્રતિચાર આપે છે.

પ્રશ્ન 4.
નીચેનાની અવાજના મોજાંની ગ્રહણ અને વહનનાં આધારે કર્ણકોટરમાં ગોઠવણી દર્શાવો. શંખિકા ચેતા, કર્ણ ચેતા, કર્ણપટલ, હથોડી, એરણ, પેંગડું, શંખિકા
GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 4
ઉત્તર:
બાહ્ય કર્ણનલિકા – કર્ણપટલ – હથોડી અવાજની સંવેદનાનું ગ્રહણ અને વહન નીચેના ક્રમ મુજબ જોવા મળે.
એરણ – પેંગડું – શંખિકા – શંખિકા ચેતા.

પ્રશ્ન 5.
વિશ્રામ કલાવીજસ્થિતિમાન દરમિયાન અક્ષતંત્પટલ ધ્રુવીકૃત હોય છે. આકૃતિ દ્વારા +ve અને –ve આયનોની ગતિ જે ધ્રુવીકૃતતા દર્શાવે છે, વર્ણવો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 5

પ્રશ્ન 6.
મગજના રક્ષણ સાથે સંકળાયેલી રચનાઓનાં નામ જણાવો.
ઉત્તર:
પ્રાણીઓમાં મગજના રક્ષણ માટે નીચેની રચનાઓ જોવા મળે છે.
(i) મસ્તિષ્ક પેટી : 8 અસ્થિ દ્વારા સખત, રક્ષણાત્મક રચના, મગજનું રક્ષણ કરે છે.

(ii) મસ્તિષ્ક : ત્રણ પટલયુક્ત રચના (menings) તાનિકાથી આવરિત છે.
(a) અંતઃ તાનિકા : સૌથી અંદરનું પાતળું, નાજુક અને રૂધિર કેશિકાયુક્ત આવરણ.
(b) મધ્ય તાનિકા : કરોળિયાના જાળા જેવી રચના ધરાવે છે.
(c) બાહ્ય તાનિકા : સૌથી બહારનું કઠણ તંતુમય આવરણ છે.

(iii) મસ્તિષ્ક મેરૂજળ : આવરણની વચ્ચેની જગ્યાઓમાં મધ્ય અને બાહ્ય તાનિકા વચ્ચે ઘર્ષણ અવરોધક દ્રવ્ય તરીકે વર્તે છે.

પ્રશ્ન 7.
આપણું ઉગ્ર વર્તન, ધૃણાપ્રેરક શબ્દોનો ઉપયોગ, બેચેની વગેરે મગજ દ્વારા નિયંત્રિત થાય છે, તેમાં જોડાયેલા ભાગોનાં નામ જણાવો.
ઉત્તર:
બૃહદ્ મસ્તિષ્ક ગોળાર્ધના અંદરના વિસ્તારો અને તેની સંલગ્ન ઊંડી રચના લિમ્બિકતંત્ર, હાયપોથલામસની સાથે ઉપર જણાવેલા કાર્યો સાથે સંલગ્ન છે. (દા.ત., ધૃણાપ્રેરક શબ્દો, ઉગ્ર વર્તન, બેચેની).

GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 8.
મગજમાં ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય શેના દ્વારા બને છે ?
ઉત્તર:
ભૂખરું દ્રવ્ય મધ્યસ્થ ચેતાતંત્રનો મુખ્ય ભાગ છે, જેમાં ચેતાકીય કોષકાયો, શિખાતંતુ, મસ્જિત અક્ષતંતુ, ચેતાધાર (Glial cells) અને રૂધિરકેશિકાઓ જોવા મળે છે. શ્વેત દ્રવ્યમાં ચેતાધાર કોષો અને અમેજિત અક્ષતંતુઓ જોવા મળે છે.

પ્રશ્ન 9.
મનુષ્યના મગજમાં ભૂખ અને તરસ જેવી ઇચ્છાઓના કેન્દ્ર ક્યાં આવેલા છે ?
ઉત્તર:
હાયપોથલામસ.

પ્રશ્ન 10.
ચક્કર આવવા (Giddiness) ની સંવેદના માટે કયા સંવેદી અંગો સંકળાયેલા છે ?
ઉત્તર:
ચક્કર આવવા (Vertigo) ની સંવેદના માટે કલાકુહરમાં રહેલા અંત:કર્ણની અર્ધવર્તુળી નલિકામાં અંતલસિકા (Endolymph) કર્યાશ્મિઓનું સ્થાનાંતર જેવી સંવેદી રચના જવાબદાર છે.

પ્રશ્ન 11.
ખૂબ ઊંચાઈએ મુસાફરી કરતી વખતે વ્યક્તિને ચક્કર આવવા, ઉલ્ટી થવી જેવી સંવેદનાઓ થાય છે. અંતઃકર્ણનો કયો ભાગ મુસાફરી દરમિયાન વિચલિત થાય છે ?
ઉત્તર:
ખૂબ ઊંચાઈએ મુસાફરી કરતી વખતે ચક્કર આવવા, ઉલ્ટી થવાની સંવેદના વગેરે નીચેના કારણોસર થાય છે.

  • યુસ્ટેચિયન નલિકાનું કાર્ય કર્ણપટલની બંને તરફની હવાના સમતોલનનું છે. એકાએક ઊંચાઈના કારણે આ સમતોલન જાળવતા વિસ્તારમાં અનિયમિતતા સર્જાય છે.
  • અર્ધવર્તુળી નલિકાઓનો એક ફૂલેલો ભાગ તુમ્બિકાની રચના કરે છે. પ્રત્યેક સુમ્બિકામાં રોમયુક્ત કોષો છે, જે શરીરના સમતોલન માટે જવાબદાર હોય છે. ઊંચાઈના તફાવતથી અંતઃ કર્ણની રચનામાં ફેરફાર થતાં ઉપર જણાવેલા લક્ષણો જોવા મળે છે.

પ્રશ્ન 12.
યોગ્ય જોડ પસંદ કરી નીચેના વિધાનો પૂર્ણ કરો.

કૉલમ – I કૉલમ – II
(A) વિશ્રામી કલાવીજ-સ્થિતિમાન (1) સંવેદનાનાં વહન માટે ચેતોપાગમીય સ્થાને સંકળાયેલા રસાયણો
(B) ઉર્મિવેગ (2) પૂર્વ ચેતોપાગમ અને પશ્વ ચેતો પાગમ ચેતાકોષ વચ્ચેનો અવકાશ
(C) ચેતોપાગમીય ફાટ (3) વિશ્રામી કલાવીજસ્થિતિમાનમાં ઇલેક્ટ્રીક પોટેન્શયલ તફાવત
(D) ચેતા પ્રેષકો (4) ઉત્તેજના પ્રત્યે ચેતાકોષનો વિદ્યુતકીય તરંગ જેવો પ્રતિચાર

ઉત્તર:

કૉલમ – I કૉલમ – II
(A) વિશ્રામી કલાવીજ-સ્થિતિમાન (3) વિશ્રામી કલાવીજસ્થિતિમાનમાં ઇલેક્ટ્રીક પોટેન્શયલ તફાવત
(B) ઉર્મિવેગ (4) ઉત્તેજના પ્રત્યે ચેતાકોષનો વિદ્યુતકીય તરંગ જેવો પ્રતિચાર
(C) ચેતોપાગમીય ફાટ (2) પૂર્વ ચેતોપાગમ અને પશ્વ ચેતો પાગમ ચેતાકોષ વચ્ચેનો અવકાશ
(D) ચેતા પ્રેષકો (1) સંવેદનાનાં વહન માટે ચેતોપાગમીય સ્થાને સંકળાયેલા રસાયણો

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
મનુષ્યનાં ચેતાતંત્રના મુખ્ય ભાગો નીચે દર્શાવ્યા છે, ખાલી ચોરસ યોગ્ય શબ્દો વડે ભરો.
GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 6
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 7

GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 2.
વિદ્યુતકીય વહન અને રાસાયણિક વહન વચ્ચે શું તફાવત છે?
ઉત્તર:
વિદ્યુતકીય વહન વીજકીય ચેતોપાગમમાં જોવા મળે છે. ચેતોપાગમીય ફાટ હોય અથવા ના હોય. અહીં વિદ્યુતપ્રવાહ એક ચેતાકોષમાંથી સળંગ રીતે ચેતોપાગમમાં થઈ બીજા ચેતાકોષમાં પસાર થાય છે.

રાસાયણિક વહન રાસાયણિક ચેતોપાગમમાં જોવા મળે છે. ચેતોપાગમીય ફાટ હાજર હોય છે. ચેતા પ્રેષકો પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષથી, પશ્વચેતોપાગમીય ચેતાકોષમાં વહન પામે છે. રાસાયણિક વહન ધીમું હોય છે.

પ્રશ્ન 3.
ચેતાતંત્ર અને કોમ્યુટર કેટલાંક સામાન્ય લક્ષણો ધરાવે છે. પાંચ લીટીમાં અભિપ્રાય આપો.
ઉત્તર:
સંવેદી ચેતાકોષ જુદા જુદા અંગોમાં આવેલા છે. તે પર્યાવરણમાંથી સંવેદના ગ્રહણ કરી મગજ સુધી સંદેશ પહોંચાડે છે. તેથી આ કાર્ય કોમ્યુટરના ઇનપુટ ડિવાઈસ જેવું કાર્ય (સમકક્ષ) દર્શાવે છે.

મગજ CPU (Central Processing Unit) તરીકે વર્તે છે. સંવેદી ચેતાકોષો દ્વારા પ્રાપ્ત કરાયેલી માહિતીનું મગજમાં પૃથક્કરણ થાય છે અને સંબંધિત અંગને તે પ્રમાણે વર્તવાની સૂચના આપે છે. આ સંદેશા ચાલક ચેતા દ્વારા વહન પામે છે, જે આઉટપુટ ડિવાઈસ તરીકે વર્તે છે.

પ્રશ્ન 4.
જો કોઈ વ્યક્તિને ગરદનની પાછળ ફટકો મારવામાં આવે તો તેનાં CNS પર શી અસર થાય છે ?
ઉત્તર:
જો વ્યક્તિને ગરદન પાછળ ફટકો પડે તો તેની ભૌતિક કાર્યશક્તિ પર અસર પડે છે, તેને પરિણામે વર્તણૂકીય અથવા સંવેદનાયુક્ત વર્તનમાં ફેરફાર જોવા મળે છે. ગ્રીવામાં થતી ઇજા ક્વોર્ટીપ્લેજીયા (હાથ-પગનાં લકવામાં) પરિણમે છે.

પ્રશ્ન 5.
યુસ્ટેચિયન નલિકાનું શું કાર્ય છે ?
ઉત્તર:
યુસ્ટેચિયન નલિકા મધ્યકર્ણ ગુહાને કંઠનળી સાથે જોડે છે. તે કર્ણપટલની બંને તરફ હવાનું સમતોલન જાળવવામાં મદદ કરે છે. કંઠનળીમાં કર્ણનલિકા સાથેના જોડાણસ્થાને વાલ્વ હોય છે, જે સામાન્યતઃ બંધ હોય છે.

આ વાલ્વ બગાસું ખાતી વખતે, ખોરાક ગળતી વખતે કે ઊંચાઈમાં એકાએક ફેરફાર થાય તે સમયે ખૂલે છે. જ્યારે હવા કર્ણ ગુહાની અંદર દાખલ થાય કે બહાર જાય ત્યારે બંને તરફ હવાનું સમતોલન જાળવે છે.

પ્રશ્ન 6.
આપેલ આકૃતિમાં તીરની મદદથી નીચેના ભાગો દર્શાવી નામનિર્દેશન કરો.
(તરલરસ કોટર, નેત્રમણિ, કનીનિકા, કાચરસ કોટર, અંધ બિંદુ)
GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 8
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 9

દીર્ઘ જવાબી પ્રશ્નો (LQ)

પ્રશ્ન 1.
ચેતા પ્રેષકોના વહન અને સ્ત્રાવની પ્રક્રિયા નામનિર્દેશનયુક્ત આકૃતિ
(જેમાં ચેતાકોષ, ચેતાન્તો અને ચેતોપાગમ હોય) દ્વારા સમજાવો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 1
ચેતાકોષ ત્રણ મુખ્ય ભાગ દર્શાવે છે.
(i) કોષકાય,
(ii) શિખાતંતુ,
(iii) અક્ષતંતુ.

  • કોઈપણ ઉત્તેજના/ઉર્મિવેગ એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં ચેતાક્ષ દ્વારા વહન પામે છે. ઉર્મિવેગનું વહન વીજરાસાયણિક પ્રક્રિયા છે, જે ઉત્તેજનાને કારણે વહન પામે છે.
  • ચેતા પ્રેષકોનું વહન અને સ્ત્રાવ રેન્ડિયરની ગાંઠ ચેતોપાગમમાં થાય છે. રાસાયણિક ચેતાક્ષનો છેડો ચેતોપાગમમાં પૂર્વ અને પશ્વ ચેતો-પાગમીય ચેતાકોષો પ્રવાહીથી ભરેલ ચેતોપાગમીય ફાટ દ્વારા અલગ પડે છે. ચેતા પ્રેષકો તરીકે ઓળખાતાં રસાયણો આ ચેતોપાગમમાં વહનની ક્રિયા સાથે સંકળાયેલ છે.
  • ચેતાન્તો પુટિકાઓ ધરાવે છે, જેમાં ચેતા પ્રેષક દ્રવ્યો રહેલા છે. જયારે ઉર્મિવેગ ચેતાન્તો આગળ આવે ત્યારે પુટિકાઓ પટલ તરફ ગતિ કરી કોષરસપટલ સાથે જોડાઈ તેમનો ચેતા પ્રેષક દ્રવ્ય મુક્ત કરે છે.
  • મુક્ત થયેલ ચેતા પ્રેષક ચોક્કસ ગ્રાહી સ્થાન, જે પશ્વ ચેતાકીય પટલ હોય ત્યાં જોડાય છે અને આયનમાર્ગ ખૂલે છે, જે નવા સક્રિય કાલવીજસ્થિતિમાનનું નિર્માણ કરે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 10

પ્રશ્ન 2.
મનુષ્યનાં અગ્ર મગજનાં વિવિધ ભાગોનાં નામ અને તેને સંબંધિત કાર્યો જણાવો.
ઉત્તર:
અગ્ર મગજ (Fore Brain)

  • અમ મગજ ભૂક૬ મસ્તિષ્ક (Cerebrum), થેલામસ અને હાઈપોથલામસ ધરાવે છે.
  • બુખ મનિષ મગજનો મુખ્ય ભાગ છે. તે માથામ રીતે ઊંઘ ફાટ દ્વારા બે અડધા ભાગોમાં વિભાજિત થાય છે, જેને બુક મસ્તિષ્ક ગોળાર્ય કરે છે.
  • આ બંને બૃહદ્ મસ્તિક ગોળાર્ધ ચેતાતંતુઓની પટ્ટી દ્વારા જોડાયેલા છે, જેને કેલોસમ કાય (Corpus callosum) .
  • મસ્તિષ્ક ગોળાઈને ઘેરતાં કોષોના સ્તરને મસ્તિષ્ક બાહ્ય ક્ર (Cortex) કહે છે, તે નિશ્ચિત ગત (Sulci) માં ફેરવાય છે.
  • મસ્તિષ્ક બાહ્ય કે (Cartex) ભૂખરું દ્રવ્ય ધરાવે છે (Grey matter) તેમાં ચેતાકોષ કોષો (Cyton) dવા મળે છે.
  • મસ્તિક બાહ્ય કમાં પૈર.ક વિસ્તારો, સંવેદી વિસ્તારો અને મોય વિરતારો કે જેના સંપૂર્ણ સંવૈદી કે પ્રેરક હોય, જોવા મળે છે. આ વિસ્તારોને સંગઠન વિસ્તારો (Aડકાsiation area) કહે છે, જે જટિલ કાર્યો જેવા કે માંતરસંવેદી સંગઠનો, વાતચીત અને યાદશકિત માટે જવાબદાર છે.
  • આ પથનાં તંતુમો (Tract) મજા આવરણ દ્વારા નિવૃત્ત હોય છે, જે મનિષ્ઠ ગોળાર્ધનો અંદરનો ભાગ (મસ્જક – Mehulla) બનાવે છે, તે સપાટીએથી અપારદર્શક સફેદ દેખાય છે, તેથી તેને શ્વેત દ્રવ્ય (White matter) કેદ છે.
  • ભૂક૬ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલી રચનાને થેલામસ કહે છે, જે સંવેદી અને પ્રેરક સંદેશાઓનું સહનિયમન કરે છે.
  • થેલામસના તળિયાના ભાગમાં કાયપોથલામસ નાવેલા છે. તેમાં આવેલા કેન્દ્રો શરીરના તાપમાન, ખાવા-પીવાની તીવ્રતાનું નિયંત્રણ કરે છે.
  • હાયપોથલામસ પણ ચેતાવી કોષોના જૂથ પરાવે છે, તે અંત:સ્ત્રાવોનો માવ કરે છે.
  • મસ્તિષ્ક ગોળાર્ધના અંદરના ભાગો અને સંળાયેલ ઊં] રચનાનાં સમૂઢ જેવા કે બદમ આબરનો ભૂખરાં દ્રવ્યનો સમૂહ સે માથ (Amygdala) અને હિપો કેમ્પસ (Hippocampus) જટિલ રચના ધરાવે છે, તેને લિખ્રિક નંગ કેન્દ્ર છે.
  • હાયપોથલામસની સાથે મળી તે જતીય વર્તણૂંક પ્રતિક્રિયાની અભિવ્યક્તિ વિખુશી, ગુસ્સો, ભય) અને પ્રેરણાનું નિયમન કરે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 3.
મધ્યકર્ણ અને અંતઃકર્ણની રચના આકૃતિની મદદથી સમજાવો.
ઉત્તર:
મધ્ય કર્ણ :

  • ઝૂંપટલ પાતળું, અંડાકાર કલા છે, જે તંતુમય સંયોજક પેશીની બનેલી છે. તેની બહારની બાજુ ચામડી અને અંદરની બાજુ નાયુમય સ્તર આવેલું છે.
  • કર્ણપટલની અંદરની દીવાલમાં બે છિદ્રો આવેલા છે. ઉપરના છિદ્રને ગોળ ગવાક્ષ (Round window) કહે છે અને નીચે આવેલા છિદ્રને અંડાકાર ગવાક્ષ (Oval window) કહે છે. બંને છિદ્રની ફરતે કલા આવેલી છે.
  • કર્ણાસ્થિ : મધ્યકર્ણમાં નાનાં, હલનચલન કરી શકે તેવાં સાંધાવાળા ત્રણ કણસ્થિ આર્યલા છે.
    1. હથોડી (Malleus) : કર્ણપટેલ સાથે જોડાયેલું છે.
    2. એરણ (Incus) : મધ્યમાં જોવા મળે છે.
    3. પેગડું (Stapes) : પદાકારનું સૌથી નાનું અસ્થિ છે. પગડું શંખિકા (Cochlea) ના અંડાકાર ગવાક્ષ સાથે જોડાયેલું છે. આ ત્રણેય અસ્થિઓ સાંકળની જેમ એકબીજા સાથે જોડાયેલા હોય છે.
  • કણર્ચાિનું કાર્ય અવાજનાં મોજાંનું અંતકર્ણ સુધી વહન કરે છે, અવાજનાં મોજાં 20 ગણા વધુ ધ્વનિ વિસ્તારીત થાય છે.
  • કર્ણો કંઠનળી (Eustachian tube) મધ્યકર્ણ ગુહાને કંઠનળી સાથે જોડે છે. કર્ણ કંઠનળી બંને બાજુના કર્ણપટલ પરનાં દબાણને સંતુલિત કરવામાં મદદ કરે છે

3. અંત:કર્ણ :

  • અનિયમિત, નાજુક અને જટિલ અંગ છે, જેને કલાકુહર (Membranous labyrinth) કહે છે અને તે અસ્થિ કુષ્ઠર (bony labyrinth) માં વીંટળાયેલું છે.
  • આ બંને વચ્ચેનો અવકાશ બાહ્ય લસિકા પ્રવાહીથી ભરેલો છે. કલાકુતર પન્ન અંતઃ લસિકા પ્રવાહીથી ભરેલું હોય છે.
  • કલાકુહર ત્રણ ભાગનું બનેલું હોય છે :
    (1) ઉદરિકા
    (2) અર્ધવર્તુળી નલિકા અને
    (3) શંખિકા

(1) ઉદરિકા : કોથળી બે કોટરની બનેલ છે, જેમાં મોટા કૌટરને યુર્ટિકલ અને નાના કોટરને સેક્યુલી, જે શંખિકા નલિકામાં ખૂલે છે. બે સંવેદી રચના મૈક્યુલા યુર્ટિકલ અને મેક્યુલા સેક્યુલીનું સ્થાન યુટેિલ અને સેક્યુલીની દીવાલ પર છે.

મેક્યુલા રોમમય કોષ સમૂહો અને આધાર કોષો ધરાવે છે. આધાર કોષ ઘણા નાના સ્ફટિકો ધરાવે છે, જેને કક્ષરમો (Otoesnia) કે કાનનાં પથ્થરો કહે છે, તે કેશિયમ કાર્બોનેટ અને પ્રોટીનનાં બનેલા છે.

(2) અર્ધવર્તુળી નલિકાઓ : અગ્ર, પશ્વ, અને પાર્શ્વ બાજુએ ગોઠવાયેલી ૩ અર્ધવર્તુળી નલિકાઓ હોય છે.

  • દરેક નલિકા યુર્ટિકલના બંને છેડે ખૂલે છે. દરેક નલિકાનો છેડો ફૂલેલો હોય છે, તેને તુમ્બિકા (Annulla) કહે છે. દરેક સુમ્બિકા પર સંવેદી રાધ જોવા મળે છે, તેને ક્રિસ્ટો કહે છે.
  • ક્રિસ્ટા પર આવેલા સૂક્ષ્મ પ્રવને સ્ટિરિઓ સિલીયા અને કીનો સીલીયમ કહે છે.
  • અગ્ર અને પાર્શ્વ નલિકાઓ એક જ નલિકામાંથી ઉદ્ભવે છે, તેને ક્રસ કોમ્યુન કહે છે.
  • કાર્ય : સમતુલન જાળવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 11

(3) શંખિકા (Cochlea) : તે સપકાર, ગૂંચળાકાર નલિકા છે, જે શંખના કવચને મળતી આવે છે. અસ્થિકુહરનો ભાગ જે શંખિકા નલિકાને વીંટળાયેલો છે તેને સંયુક્ત રીતે શંખિકા કહે છે.

  • સેક્યુલીનો પા ભાગ સ્પ્રિંગની જેમ ગૂંચળામય હોય છે, તેને શંખિકા નલિકા (Cochlear canal) કહે છે.
  • શંખિ કા નલિકા એ સેક્યુલી સાથે નલિકા દ્વારા જોડાયેલા હોય છે, તેને Ductus reunions કહે છે.
  • શંખિકામાં ત્રણ આયામ કોટર આવેલા છે, જે સ્કેલ (Scalae) તરીકે ઓળખાય છે, એકબીજાથી પાતળી કલા દ્વારા છૂટા પડેલા છે.
    1. સ્કેલા મીડિયા : શંખિકામાં મધ્યના કોટરને ફેલા મીડિયા કહે છે, જે કોર્ટિકાય ધરાવે છે.
    2. રીસેનર્સ કલા સંકેલા મીડિયાની છતને Reisher’s nennhrane કહે છે.
    3. બેસીલર કેલા ; ફેલા મીડિયાનો તલપ્રદેશ છે.
  • કોર્ટિકાય (organ of Cortly t સાંભળવાનું અંગ છે, જે રિસેપ્ટર કૌષો (રમમય કોષો) અને આધારે કોષોનું બનેલું છે, રોમમય કોષો તેમની મુને સપાટી પર રોમ ધરાવે છે અને તળિયાના ભાગ પર ચેતોપાગમનો સંપર્ક અંતર્વાહ ચેતાતંતુઓ સાથે હોય છે.
  • દરેક રોમ કોષોનાં ટોચના ભાગેથી પ્રવર્ષો નીકળે છે, જેને ત્રિ-પરિમાણીય પમ (Stereocilia) કહે છે.
  • રોમ કોષોની હરોળની ઉપ૨ પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલ છે, જેને ટેક્ટોરિયલ ક્લા (Tictorial intribrarie) કહે છે. આધાર કૌષો બે પ્રકારના છે :
    1. લાંબા સંભીય કોષો અને
    2. નાના ફલેનાલ કોષો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *