GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

   

Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર Important Questions and Answers.

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો: [પ્રત્યેકનો 1 ગુણ].

પ્રશ્ન 1.
ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે ……………………… ની રચના કરવામાં આવી છે.
A. ખાસ અદાલતો
B. લોકઅદાલતો
C. જાહેર અદાલતો
ઉત્તરઃ
B. લોકઅદાલતો

પ્રશ્ન 2.
…………………….. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નીમે છે.
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડા પ્રધાન
C. મુખ્ય ન્યાયમૂર્તિ આ
ઉત્તરઃ
A. રાષ્ટ્રપ્રમુખ

પ્રશ્ન 3.
જિલ્લા ન્યાયાધીશ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ ………………………… સાથે ચર્ચા-વિચારણા કરીને કરે છે.
A. મુખ્ય પ્રધાન
B. સર્વોચ્ચ અદાલત
C. વડી અદાલત
ઉત્તરઃ
C. વડી અદાલત

પ્રશ્ન 4.
ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે ……………………. ની રચના થઈ છે.
A. ગ્રાહક જાગૃતિ કેન્દ્ર
B. ગ્રાહક ફરિયાદ ફોરમ
C. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ
ઉત્તરઃ
C. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ

પ્રશ્ન 5.
મફત કાનૂની સલાહ અને માર્ગદર્શન કેન્દ્ર ……………………… માં છે.
A. રાજકોટ
B. અમદાવાદ
C. વડોદરા
ઉત્તરઃ
B. અમદાવાદ

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

પ્રશ્ન 6.
વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને …………………….. શપથ લેવડાવે છે.
A. રાજ્યપાલ
B. મુખ્ય પ્રધાન
C. રાષ્ટ્રપ્રમુખ
ઉત્તરઃ
A. રાજ્યપાલ

પ્રશ્ન 7.
ભારતની સર્વોચ્ચ અદાલત ……………………. શહેરમાં આવેલી છે.
A. શ્રીનગર
B. ભોપાલ
C. દિલ્લી
ઉત્તરઃ
C. દિલ્લી

પ્રશ્ન 8.
ભારતના ન્યાયતંત્રની ટોચ પર ……………………. અદાલત છે.
A. વડી અદાલત
B. સર્વોચ્ચ
C. ઉચ્ચ અદાલત
ઉત્તરઃ
B. સર્વોચ્ચ

પ્રશ્ન 9.
સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક …………………….. ના ધોરણે થાય છે.
A. અનુભવ
B. સીનિયોરિટી
C. જ્ઞાન
ઉત્તરઃ
B. સીનિયોરિટી

પ્રશ્ન 10.
સર્વોચ્ચ અદાલતને ………………………. અદાલત (Court of Records) પણ કહી શકાય.
A. નઝીરી
B. શ્રેષ્ઠ
C. દેશની
ઉત્તરઃ
A. નઝીરી

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

પ્રશ્ન 11.
ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય ………………………. વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે.
A. 60
B. 62
C. 65
ઉત્તરઃ
C. 65

પ્રશ્ન 12.
સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાના નિર્ણય કે ચુકાદાની …………………. કરવાની સત્તા છે.
A. પુનઃ સમીક્ષા
B. ફેરબદલી
C. વિચારણા
ઉત્તરઃ
A. પુનઃ સમીક્ષા

પ્રશ્ન 13.
સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી …………………… ગણાય છે.
A. નોંધો
B. દસ્તાવેજો
C. ફાઈલો
ઉત્તરઃ
B. દસ્તાવેજો

પ્રશ્ન 14.
વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય …………………….. વર્ષની હોય છે.
A. 56
B. 62
C. 65
ઉત્તરઃ
B. 62

પ્રશ્ન 15.
સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનોનું કામકાજ ……………………… ભાષામાં થાય છે.
A. અંગ્રેજી
B. હિન્દી
C. પ્રાદેશિક
ઉત્તરઃ
A. અંગ્રેજી

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

પ્રશ્ન 16.
વડી અદાલત ……………………. અદાલત તરીકેનું સ્થાન ધરાવે છે.
A. રાજ્યની
B. શ્રેષ્ઠ
C. નઝીરી
ઉત્તરઃ
C. નઝીરી

નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
ભારતીય સમવાયતંત્રમાં કેવા ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે?
A. વિશિષ્ટ
B. કિસૂત્રી
C. એકસૂત્રી
D. બહુસૂત્રી
ઉત્તર:
C. એકસૂત્રી

પ્રશ્ન 2.
ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે?
A. અમદાવાદ
B. કોલકાતા
C. મુંબઈ
D. દિલ્લી
ઉત્તર:
D. દિલ્લી

પ્રશ્ન 3.
સર્વોચ્ચ અદાલતને કઈ અદાલત પણ કહી શકાય?
A. લોકઅદાલત
B. સંઘીય અદાલત
C. સુગ્રથિત અદાલત
D. નઝીરી અદાલત
ઉત્તર:
D. નઝીરી અદાલત

પ્રશ્ન 4.
જિલ્લા અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે?
A. રાજ્યના મુખ્યમંત્રી
B. રાજ્યના રાજ્યપાલ
C. રાષ્ટ્રપ્રમુખ
D. કેન્દ્ર સરકાર વિક
ઉત્તર:
B. રાજ્યના રાજ્યપાલ

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

પ્રશ્ન 5.
ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોણ ધરાવે છે?
A. સંસદ
B. વડી અદાલત
C. સર્વોચ્ચ અદાલત
D. રાષ્ટ્રપ્રમુખ
ઉત્તર:
C. સર્વોચ્ચ અદાલત

પ્રશ્ન 6.
ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે?
A. સર્વોચ્ચ અદાલત
B. વડી અદાલત
C. રાષ્ટ્રપ્રમુખ
D. સંસદ
ઉત્તર:
A. સર્વોચ્ચ અદાલત

પ્રશ્ન 7.
સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માગી શકે છે?
A. સંરક્ષણ પ્રધાન
B. ઉપરાષ્ટ્રપ્રમુખ
C. વડા પ્રધાન
D. રાષ્ટ્રપ્રમુખ
ઉત્તર:
D. રાષ્ટ્રપ્રમુખ

પ્રશ્ન 8.
કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી, શકાતા નથી?
A. વડી અદાલતના
B. લોકઅદાલતના
C. જિલ્લા અદાલતના
D. સર્વોચ્ચ અદાલતના
ઉત્તર:
D. સર્વોચ્ચ અદાલતના

પ્રશ્ન 9.
સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો હોય છે?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તર:
A. એક

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

પ્રશ્ન 10.
ભારતનાં અસમ સહિત ઉત્તર-પૂર્વનાં સાત રાજ્યો માટે કેટલી વડી અદાલતો છે?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તર:
A. એક

પ્રશ્ન 11.
સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ કઈ ભાષામાં થાય છે?
A. મરાઠી
B. ગુજરાતી
C. અંગ્રેજી
D. હિન્દી
ઉત્તર:
C. અંગ્રેજી

પ્રશ્ન 12.
વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેના ઉમેદવારે નીચલી અદાલતોમાં કેટલાં વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોવું જોઈએ?
A. 5
B. 10
C. 8
D. 12
ઉત્તર:
B. 10

પ્રશ્ન 13.
વડી અદાલતના ન્યાયાધીશો કોને રાજીનામું આપી શકે છે?
A. ઉપરાષ્ટ્રપ્રમુખને
B. રાજ્યપાલને
C. રાષ્ટ્રપ્રમુખને
D. વડા પ્રધાનને
ઉત્તર:
C. રાષ્ટ્રપ્રમુખને

પ્રશ્ન 14.
વડી અદાલતનાં અધિકારક્ષેત્રોમાં કયું અધિકારક્ષેત્ર નથી?
A. અંતિમ અધિકારક્ષેત્ર
B. મૂળભૂત અધિકારક્ષેત્ર
C. વિવાદી અધિકારક્ષેત્ર
D. વહીવટી અધિકારક્ષેત્ર
ઉત્તર:
A. અંતિમ અધિકારક્ષેત્ર

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

પ્રશ્ન 15.
વડી અદાલતના ચુકાદા સામે ક્યાં અપીલ કરી શકાય?
A. રાષ્ટ્રપ્રમુખ પાસે
B. સંઘસરકારમાં
C. અન્ય રાજ્યની વડી અદાલતમાં
D. સર્વોચ્ચ અદાલતમાં
ઉત્તર:
D. સર્વોચ્ચ અદાલતમાં

પ્રશ્ન 16.
ગુજરાતમાં વડી અદાલત કયા શહેરમાં આવેલી છે?
A. સુરત
B. અમદાવાદ
C. ગાંધીનગર
D. વડોદરા
ઉત્તર:
B. અમદાવાદ

પ્રશ્ન 17.
ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા શેની રચના કરવામાં આવી છે?
A. લોકપંચાયતની
B. લોકઅદાલતની
C. સેશન્સ ન્યાયાધીશોની
D. રાષ્ટ્રીય ન્યાયમંચની
ઉત્તર:
B. લોકઅદાલતની

પ્રશ્ન 18.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ કોણ લેવડાવે છે?
A. વડા પ્રધાન
B. વરિષ્ઠ ન્યાયાધીશ
C. ઉપરાષ્ટ્રપ્રમુખ
D. રાષ્ટ્રપ્રમુખ
ઉત્તર:
D. રાષ્ટ્રપ્રમુખ

પ્રશ્ન 19.
વડી અદાલતના ન્યાયાધીશો કેટલાં વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે?
A. 62
B. 64
C. 68
D. 65
ઉત્તર:
A. 62

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

પ્રશ્ન 20.
વડી અદાલત કઈ અદાલત તરીકે સ્થાન ધરાવે છે?
A. લોકઅદાલત
B. સર્વોચ્ચ અદાલત
C. નઝીરી અદાલત
D. સંઘીય અદાલત
ઉત્તર:
C. નઝીરી અદાલત

પ્રશ્ન 21.
ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં કેટલાક કેસોના ઝડપી નિકાલ માટે તેમજ અરજદારને ઝડપી ન્યાય મળે તે હેતુસર કઈ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે?
A. ફાસ્ટ ટ્રેક કોર્ટ
B. સ્મૉલ કૉઝ કોર્ટ
C. ફેમિલી કોર્ટ
D. બિગ કૉઝ કોર્ટ
ઉત્તર:
A. ફાસ્ટ ટ્રેક કોર્ટ

નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો: [પ્રત્યેકનો 1 ગુણ]

(1) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની વય 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ઉત્તરઃ
ખરું

(2) ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી.
ઉત્તરઃ
ખોટું

(3) સર્વોચ્ચ અદાલત પોતે આપેલા ચુકાદાનું પોતે જ પુનરાવલોકન કરી શકતી નથી.
ઉત્તરઃ
ખોટું

(4) બે કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત પણ હોઈ શકે.
ઉત્તરઃ
ખરું

(5) જિલ્લા ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

(6) લોકઅદાલતોની રચનાથી ન્યાય સસ્તો બન્યો છે.
ઉત્તરઃ
ખરું

(7) સર્વોચ્ચ અદાલત દેશના રાષ્ટ્રપ્રમુખને કાનૂની સલાહ આપે છે.
ઉત્તરઃ
ખરું

(8) જિલ્લા અદાલતના ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે તે સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે.
ઉત્તરઃ
ખરું

(9) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કરે છે.
ઉત્તરઃ
ખોટું

(10) મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ગાંધીનગરમાં આવેલું છે.
ઉત્તર:
ખોટું

(11) ભારતના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

(12) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે.
ઉત્તરઃ
ખરું

(13) કોઈ ખરડાની કાયદેસરતાને લગતા પ્રશ્નો પર વડા પ્રધાન સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે.
ઉત્તરઃ
ખોટું

(14) સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના હકોના રક્ષક – વાલી તરીકેની ફરજો અદા કરે છે.
ઉત્તરઃ
ખરું

(15) દરેક રાજ્યમાં બે કે ત્રણ વડી અદાલતો હોય છે.
ઉત્તરઃ
ખોટું

(16) વડી અદાલતોના ન્યાયાધીશોની મુદત 65 વર્ષની વયની હોય છે.
ઉત્તરઃ
ખોટું

(17) પોટાના કેસો ચલાવવા માટે ગુજરાતમાં પોટા અદાલતનોની રચના કરવામાં આવી છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

(18) લોકઅદાલતોના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે.
ઉત્તરઃ
ખરું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

(1) આપણે ત્યાં કયા પ્રકારના ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે? – એકસૂત્રી
(2) દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે? – સર્વોચ્ચ
(3) સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક કયા ધોરણે થાય છે? – શ્રેયાનતા(સીનિયોરિટી)ના ધોરણે
(4) કોના મત મુજબ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી કે નામાંકિત ન્યાયવિદ્ હોવી જોઈએ? – રાષ્ટ્રપ્રમુખના
(5) કઈ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે? – સર્વોચ્ચ અદાલતના
(6) કઈ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન (પુનઃસમીક્ષા) કરી શકે છે? – સર્વોચ્ચ અદાલત
(7) ભારતમાં આજે પણ કયાં બે રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે? – પંજાબ અને હરિયાણા
(8) મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? – અસમ
(9) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? – રાષ્ટ્રપ્રમુખ
(10) વડી અદાલતના ન્યાયાધીશો કોને સંબોધીને રાજીનામું આપી શકે છે? – રાષ્ટ્રપ્રમુખને

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

(11) કઈ અદાલતોના ન્યાયાધીશોની ભારતના કોઈ પણ રાજ્યમાં બદલી કરી શકાય છે? – વડી અદાલતોના
(12) સવોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ કઈ ભાષામાં થાય છે? – અંગ્રેજી
(13) મફત કાનૂની સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? – અમદાવાદમાં

યોગ્ય જોડકાં બનાવો: [ પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ]

1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક 1. સર્વોચ્ચ અદાલત
2. બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા 2. લોકઅદાલતો
3. રાજ્યની વડી અદાલત ૩. જ્ઞાતિપંચો
4. ન્યાયતંત્રમાં થતો વિલંબ નિવારે છે. 4. રાષ્ટ્રપ્રમુખ
5. નઝીરી અદાલત

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક 4. રાષ્ટ્રપ્રમુખ
2. બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા 1. સર્વોચ્ચ અદાલત
3. રાજ્યની વડી અદાલત 5. નઝીરી અદાલત
4. ન્યાયતંત્રમાં થતો વિલંબ નિવારે છે. 2. લોકઅદાલતો

2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને 1. સેશન્સ ન્યાયાધીશ
2. સર્વોચ્ચ અદાલત 2. વિશિષ્ટ અદાલતો
3. ફોજદારી દાવાના મૅજિસ્ટ્રેટ 3. સર્વોચ્ચ અદાલત
4. લોકોના આકર્ષણનું કેન્દ્ર 4. નઝીરી અદાલત
5. લોકઅદાલતો

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને 3. સર્વોચ્ચ અદાલત
2. સર્વોચ્ચ અદાલત 4. નઝીરી અદાલત
3. ફોજદારી દાવાના મૅજિસ્ટ્રેટ 1. સેશન્સ ન્યાયાધીશ
4. લોકોના આકર્ષણનું કેન્દ્ર 5. લોકઅદાલતો

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. સર્વોચ્ચ અદાલત 1. મહાભિયોગ
2. નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ 2. અસમ
3. ભારતનાં ઉત્તર-પૂર્વનાં સાત રાજ્યો માટેની વડી અદાલત 3. મેઘાલય
4. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પદ્ધતિ 4. સર્વોચ્ચ અદાલત
5. દિલ્લી

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. સર્વોચ્ચ અદાલત 5. દિલ્લી
2. નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ 4. સર્વોચ્ચ અદાલત
3. ભારતનાં ઉત્તર-પૂર્વનાં સાત રાજ્યો માટેની વડી અદાલત 2. અસમ
4. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પદ્ધતિ 1. મહાભિયોગ

નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
ક્ષેત્રાધિકાર
ઉત્તર:
ભારતીય બંધારણમાં સર્વોચ્ચ અદાલતને જે વિશાળ અને વિશિષ્ટ પ્રકારની વ્યાપક સત્તાઓ આપવામાં આવી છે, તેને ‘ક્ષેત્રાધિકાર’ કહે છે.

પ્રશ્ન 2.
મૂળભૂત ક્ષેત્રાધિકાર
ઉત્તર :
જે બાબતમાં મુકદમો શરૂઆતથી જ સર્વોચ્ચ અદાલતમાં આવે અને તેનો ચુકાદો આપવાનો હોય તે સત્તાને ‘મૂળભૂત ક્ષેત્રાધિકાર’ કહે છે.

પ્રશ્ન 3.
વિવાદ ક્ષેત્રાધિકાર
ઉત્તરઃ
વડી અદાલતોએ આપેલા ચુકાદાઓ સામે સર્વોચ્ચ અદાલત અપીલ સાંભળે છે, તેને ‘વિવાદ ક્ષેત્રાધિકાર’ કહે છે.

પ્રશ્ન 4.
નઝીરી અદાલત
ઉત્તર:
જે અદાલતના ચુકાદાની નોંધ (Records) પુરાવાનું મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી, તેને ‘નઝીરી અદાલત’ (Court of Records) કહેવામાં આવે છે. દેશની સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતો નઝીરી અદાલત (Court of Records) તરીકે કામ કરે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

કારણો આપી વિધાનો પૂરાં કરી: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
આપણા દેશમાં સળંગ ન્યાયતંત્ર છે એમ કહી શકાય, કારણ કે……..
ઉત્તર:
ભારતના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. એ પછી અનુક્રમે રાજ્યોની વડી અદાલતો, જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનું સ્થાન છે.

પ્રશ્ન 2.
સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષક- વાલી ગણાય છે, કારણ કે…..
ઉત્તરઃ
દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે કે નહિ તેમજ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ થાય છે કે નહિ તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે.

પ્રશ્ન 3.
ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ, કારણ કે…….
ઉત્તરે
ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર ન હોય તો ન્યાયાધીશો પર પ્રધાનો, અમલદારો કે ધારાસભ્યોની વગનો ઉપયોગ થવાની શક્યતા રહે છે. જો આમ બને તો ન્યાયાધીશો નિષ્પક્ષપણે અને પ્રામાણિકપણે ન્યાય આપી શકે નહિ.

પ્રશ્ન 4.
વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે, કારણ કે…….
ઉત્તર:
વડી અદાલત જિલ્લા અદાલતોની અપીલો સાંભળે છે અને તેના ચુકાદાઓ આપે છે, જ્યારે વડી અદાલતોની અપીલો સર્વોચ્ચ અદાલત સાંભળે છે અને તેના ચુકાદાઓ આપે છે.

પ્રશ્ન 5.
સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતની કોઈ અદાલતમાં પડકારી શકાતા નથી, કારણ કે……..
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરી અને આખરી : અદાલત છે. તેના નિર્ણયો અને ચુકાદા અંતિમ ગણાય છે. એ નિર્ણયો કે ચુકાદા વિરુદ્ધ ક્યાંય અપીલ થઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદા દેશના તમામ નાગરિકોને અને દેશની બધી અદાલતોને માટે બંધનકર્તા હોય છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

પ્રશ્ન 6.
લોકઅદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે, કારણ કે…..
ઉત્તર:
સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે, ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોકઅદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકઅદાલતોમાં સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવે છે. અહીં બંને પક્ષોનું હિત અને માન જળવાય છે. બંને પક્ષોમાંથી કોઈની જીત કે હાર હોતી નથી.

પ્રશ્ન 7.
ધારાસભા અને કારોબારી બેજવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની સક્રિયતા આશીર્વાદરૂપ બને છે, કારણ કે…..
ઉત્તરઃ
કેટલીક વાર ધારાસભા બહુમતી સંખ્યાના જોરે આપખુદ બનીને જનકલ્યાણને અવરોધે એવો કાયદો બનાવે અને કારોબારી તેનો અમલ કરે ત્યારે ન્યાયતંત્રમાં તેને પડકારવામાં આવે છે. એ સમયે ન્યાયતંત્ર કાયદાની બંધારણીય સુસંગતતા તપાસે છે. જો તે ગેરબંધારણીય હોય, તો તે તેને રદબાતલ કરે છે.

પ્રશ્ન 8.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિવૃત્તિ બાદ પણ કોઈ પણ કોર્ટમાં વકીલાત કરી શકતા નથી, કારણ કે……
ઉત્તરઃ
એક વખત જે વ્યક્તિએ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોય અને ત્યારપછી તે કોઈ પણ અદાલતમાં વકીલ તરીકે કામ કરે, તો તે અદાલતના ન્યાયાધીશો અજાણતાં પણ તેની શેહ-શરમમાં આવી જાય અને કદાચ તેની તરફેણમાં પક્ષપાતભર્યું વલણ દાખવી બેસે.

પ્રશ્ન 9.
સર્વોચ્ચ અદાલતને ‘સર્વોચ્ચ’ કહેવામાં આવે છે, કારણ કે……..
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરી અને આખરી અદાલત છે. તેના નિર્ણયો અને ચુકાદા અંતિમ ગણાય છે. એ નિર્ણયો કે ચુકાદા વિરુદ્ધ ક્યાંય અપીલ થઈ શકતી નથી.

પ્રશ્ન 10.
ગુજરાતમાં લોકઅદાલતની રચના કરવામાં આવી છે, તે કારણ કે……
ઉત્તરઃ
સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને , સરળ રીતે, ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી ગુજરાતમાં લોકઅદાલતની રચના કરવામાં આવી છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
ભારતની સંઘીય શાસનપદ્ધતિમાં સમગ્ર દેશ માટે કેવા પ્રકારનું ન્યાયતંત્ર છે?
ઉત્તર:
ભારતની સંઘીય શાસનપદ્ધતિમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રથિત, એકસૂત્રી અને સ્વતંત્ર પિરામિડ સ્વરૂપનું ન્યાયતંત્ર છે.

પ્રશ્ન 2.
હાલમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા કેટલી છે?
ઉત્તર:
હાલમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા મુખ્ય ન્યાયાધીશ સહિત 28 છે.

પ્રશ્ન 3.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે?
ઉત્તર:
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે.

પ્રશ્ન 4.
આપણા દેશમાં બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે?
ઉત્તર:
આપણા દેશમાં બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલત(સુપ્રીમ કોટ)નું સ્થાન સૌથી ઊંચું છે.

પ્રશ્ન 5.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય કેટલાં વર્ષની નિર્ધારિત કરવામાં આવી છે?
ઉત્તર:
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય 65 વર્ષની નિર્ધારિત કરવામાં આવી છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

પ્રશ્ન 6.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી ક્યારે દૂર કરી શકાય છે?
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓના ભંગના આધારે મહાભિયોગ દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે.

પ્રશ્ન 7.
ક્ષેત્રાધિકાર કોને કહે છે?
ઉત્તર:
ભારતીય બંધારણમાં સર્વોચ્ચ અદાલતને જે વિશાળ અને વિશિષ્ટ પ્રકારની વ્યાપક સત્તાઓ આપવામાં આવી છે, તેને ‘ક્ષેત્રાધિકાર’ કહે છે.

પ્રશ્ન 8.
મૂળભૂત ક્ષેત્રાધિકાર કોને કહે છે?
ઉત્તરઃ
જે બાબતમાં મુકદ્દમો શરૂઆતથી જ સર્વોચ્ચ અદાલતમાં આવે અને તેનો ચુકાદો આપવાનો હોય તે સત્તાને ‘મૂળભૂત ક્ષેત્રાધિકાર’ કહે છે.

પ્રશ્ન 9.
નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કોણ કરે છે?
ઉત્તર:
રાજ્યોની વડી અદાલતો અને દેશની સર્વોચ્ચ અદાલત નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે.

પ્રશ્ન 10.
મૂળભૂત અધિકારોના ભંગ માટે સર્વોચ્ચ અદાલત કયા કયા હુકમો કાઢવાની સત્તા ધરાવે છે?
ઉત્તર:
મૂળભૂત અધિકારોના ભંગ માટે સર્વોચ્ચ અદાલત હાજર હુકમ, મનાઈ હુકમ, કર્તવ્ય હુકમ, અધિકારભંગ હુકમ, પ્રતિબંધ હુકમ વગેરે હુકમો કાઢવાની સત્તા ધરાવે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

પ્રશ્ન 11.
વિવાદ ક્ષેત્રાધિકાર કોને કહે છે?
ઉત્તર:
વડી અદાલતોએ આપેલા ચુકાદાઓ સામે સર્વોચ્ચ અદાલત અપીલ સાંભળે છે, તેને ‘વિવાદ ક્ષેત્રાધિકાર’ કહે છે.

પ્રશ્ન 12.
ન્યાયની અપીલ કયા કયા પ્રકારની હોય છે?
ઉત્તર:
ન્યાયની અપીલ ત્રણ પ્રકારની હોય છે:

  1. બંધારણના અર્થઘટન અંગેની અપીલ,
  2. દીવાની દાવાવિષયક અપીલ અને
  3. ફોજદારી ધવાવિષયક અપીલ.

પ્રશ્ન 13.
કઈ અદાલતો નઝીરી અદાલત (Court of Records) તરીકે કામ કરે છે?
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતો નઝીરી અદાલત (Court of Records) તરીકે કામ કરે છે.

પ્રશ્ન 14.
ભારતમાં અસમ સહિત કયાં કયાં રાજ્યો માટે એક જ વડી અદાલત છે?
ઉત્તર:
ભારતમાં અસમ સહિત મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ રાજ્યો માટે તેમજ પંજાબ અને હરિયાણા રાજ્યો વચ્ચે તથા આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે.

પ્રશ્ન 15.
ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે?
ઉત્તર:
ગુજરાતમાં વડી અદાલત અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઈ-વે પર આવેલી છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

પ્રશ્ન 16.
જિલ્લા અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ, કઈ ? રીતે કરે છે?
ઉત્તર:
જિલ્લા અદાલતના ન્યાયાધીશોની નિમણૂક સંબંધિત રાજ્યના રાજ્યપાલ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની સાથે મંત્રણા કરીને કરે છે.

પ્રશ્ન 17.
આપણા બંધારણમાં ન્યાયતંત્રને કોનાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે?
ઉત્તરઃ
આપણા બંધારણમાં ન્યાયતંત્રને સરકારનાં બીજાં બે અંગો – ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે.

પ્રશ્ન 18.
જાહેર હિતની અરજીઓ કઈ અદાલતોમાં કરી શકાય છે?
ઉત્તરઃ
જાહેર હિતની અરજીઓ સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતોમાં કરી શકાય છે.

નીચેના વિધાનોનાં કારણો આપો: [પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતની કોઈ અદાલતમાં પડકારી શકાતા નથી.
ઉત્તર:
સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરી અને આખરી અદાલત છે. તેના નિર્ણયો અને ચુકાદા અંતિમ ગણાય છે. એ નિર્ણયો કે ચુકાદા વિરુદ્ધ ક્યાંય અપીલ થઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદા દેશના તમામ નાગરિકોને અને દેશની બધી અદાલતોને માટે બંધનકર્તા હોય છે. તેના નિર્ણય અને ચુકાદાઓનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે. આમ, સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતની કોઈ અદાલતમાં પડકારી શકાતા નથી.

પ્રશ્ન 2.
સર્વોચ્ચ અદાલતને ‘સર્વોચ્ચ’ કહેવામાં આવે છે.
ઉત્તર:
સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરી અને આખરી અદાલત છે. તેના નિર્ણયો અને ચુકાદા અંતિમ ગણાય છે. એ નિર્ણયો કે ચુકાદા વિરુદ્ધ ક્યાંય અપીલ થઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતો ઉપર નિયંત્રણ, માર્ગદર્શન અને દેખરેખનો અધિકાર ધરાવે છે. આથી સર્વોચ્ચ અદાલતને ‘સર્વોચ્ચ’ કહેવામાં આવે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો: [પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
સર્વોચ્ચ અદાલતની અન્ય સત્તાઓ જણાવો.
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલતની અન્ય સત્તાઓ આ પ્રમાણે છેઃ

  1. તે પોતાના ચુકાદા કે નિર્ણયની પુનઃ સમીક્ષા કરી શકે છે.
  2. તેના ચુકાદાઓ અને નિર્ણયોનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે.
  3. તે રાષ્ટ્રપ્રમુખ કે ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી અંગેના વિવાદનો ઉકેલ લાવે છે.
  4. બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. આ માટે તે બંધારણ સાથે સુસંગત ન હોય એવા સંઘની કારોબારીના પગલાને, આદેશ કે હુકમને ગેરબંધારણીય જાહેર કરી રદબાતલ કરી શકે છે. આમ, સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના હકોના રક્ષણ-વાલી તરીકેની ફરજો અદા કરે છે.

પ્રશ્ન 2.
જિલ્લા અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂક માટે જરૂરી લાયકાતો જણાવો.
ઉત્તરઃ
જિલ્લા અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂક માટે જરૂરી લાયકાતો આ મુજબ છેઃ

  1. તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
  2. તેની ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  3. તેને રાજ્યની કોઈ પણ અદાલતમાં વકીલ અથવા ધારાશાસ્ત્રી તરીકેનો ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  4. સંઘસરકાર કે રાજ્યસરકારના ન્યાયતંત્રમાં અધિકારી હોય તે વ્યક્તિ જિલ્લા ન્યાયાધીશ તરીકેની નિમણૂક માટે યોગ્યતા ધરાવે છે.

પ્રશ્ન 3.
આપણા દેશમાં સળંગ ન્યાયતંત્ર છે એમ શાથી કહી શકાય?
ઉત્તર:
ભારતના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. એ પછી અનુક્રમે રાજ્યોની વડી અદાલતો, જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનું સ્થાન છે. આમ કહી શકાય કે, આપણા દેશમાં સળંગ ન્યાયતંત્ર છે.

પ્રશ્ન 4.
ન્યાયતંત્ર શા માટે સ્વતંત્ર હોવું જોઈએ?
ઉત્તરઃ
ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર ન હોય તો ન્યાયાધીશો પર પ્રધાનો, અમલદારો કે ધારાસભ્યોની વગનો ઉપયોગ થવાની શક્યતા રહે છે. જો આમ બને તો ન્યાયાધીશો નિષ્પક્ષપણે અને પ્રામાણિકપણે ન્યાય આપી શકે નહિ. ન્યાયાધીશો નિર્ભય રીતે અને પક્ષપાત વિના તટસ્થ રીતે ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ.

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

ટૂંક નોંધ લખો: [પ્રત્યેકના 3 ગુણ]

પ્રશ્ન 1.
સર્વોચ્ચ અદાલતનો સલાહકારી ક્ષેત્રાધિકાર
ઉત્તર:
સલાહકારી ક્ષેત્રાધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત અગત્યના કાનૂની, હકીકતલક્ષી, બંધારણીય અર્થઘટન, ખરડાની કાયદેસરતા, જાહેર હિત વગેરેને લગતા મહત્ત્વના પ્રશ્નોસંબંધી રાષ્ટ્રપ્રમુખને સલાહ આપવાની કામગીરી બજાવે છે.

  • જોકે, સર્વોચ્ચ અદાલતની સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપ્રમુખ માટે બંધનકર્તા હોતો નથી.
  • સર્વોચ્ચ અદાલતની સલાહ માટે રાષ્ટ્રપ્રમુખે મોકલેલા પ્રશ્ન પર વિચારણા કરવાનું કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તેને રાખ્રમુખને પરત મોકલી શકે છે.

નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખોઃ [પ્રત્યેકના 4 ગુણ]

પ્રશ્ન 1.
સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન કરો.
અથવા
ટૂંક નોંધ લખોઃ સર્વોચ્ચ અદાલતનાં કાર્યક્ષેત્રો
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલતનાં કાર્યક્ષેત્રોને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યાં છે:
1. મૂળભૂત ક્ષેત્રાધિકાર,
2. અપીલ(વિવાદ)નું ક્ષેત્રાધિકાર અને
3. સલાહકારી ક્ષેત્રાધિકાર.

1. મૂળભૂત ક્ષેત્રાધિકાર: આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત સંઘ અને રાજ્ય વચ્ચેના તેમજ રાજ્ય-રાજ્ય વચ્ચેના મતભેદોનો નિકાલ લાવે છે.

  • તે સંઘસરકારની કોઈ પણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપે છે.
  • તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. મૂળભૂત હકોના ભંગ બદલ તે હાજર હુકમ, મનાઈ હુકમ, અધિકારભંગ હુકમ, પ્રતિબંધ હુકમ, કર્તવ્ય હુકમ વગેરે હુકમો કાઢવાની સત્તા ધરાવે છે.

2. અપીલ(વિવાદ)નું ક્ષેત્રાધિકાર: આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત રાજ્યોની વડી અદાલતોએ આપેલા ચુકાદાઓ વિરુદ્ધ અમુક શરતોને આધીન રહી અપીલો સાંભળે છે અને ચુકાદાઓ આપે છે.

આ અધિકારક્ષેત્રને ત્રણ પેટાવિભાગોમાં વહેંચવામાં આવે છે:
(1) બંધારણના અર્થઘટન અંગેની અપીલ,
(2) દીવાની દાવાવિષયક અપીલ અને
(3) ફોજદારી દાવાવિષયક અપીલ.
નોંધઃ
1. બંધારણના અર્થઘટન અંગેની અપીલઃ રાજ્યની વડી અદાલતે પોતાના ચુકાદામાં એવું પ્રમાણપત્ર આપેલું હોય કે આ કેસમાં બંધારણની કલમના અર્થઘટનનો મહત્ત્વનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તેમાં ખોટી રીતે ચુકાદો અપાયેલો છે ત્યારે વડી અદાલતના એ ચુકાદા : વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે.

  • કોઈ વખત વડી અદાલત એવું પ્રમાણપત્ર ન આપે, પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ઉક્ત બાબતમાં બંધારણીય પ્રશ્ન સંકળાયેલો છે તો તે વડી અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની ખાસ પરવાનગી આપી શકે છે. અલબત્ત, અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી.
  • જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે.

2. દીવાની દાવાવિષયક અપીલઃ વડી અદાલતે એવું પ્રમાણપત્ર આપ્યું હોય કે આ દાવામાં કાયદાના અર્થઘટનનો મહત્ત્વનો પ્રશ્ન સંકળાયેલો છે. તેથી તેનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે. આ સંજોગોમાં વડી અદાલતે આપેલા ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.

  • વડી અદાલતના એક લાખથી વધુ રકમના દીવાની દાવાના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.

3. ફોજદારી દાવાવિષયક અપીલઃ ફોજદારી દાવાના ચુકાદામાં રાજ્યની વડી અદાલતે આરોપીને ફાંસીની સજા ફરમાવી હોય અને અપીલ કે પુનર્વિચાર માટે પ્રમાણપત્ર આપ્યું હોય, તો એ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.

  • કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં ચાલતા મુકદ્દમાને સર્વોચ્ચ અદાલત પોતાની અદાલતમાં તબદીલ (Transfer) કરી શકે છે.

3. સલાહકારી ક્ષેત્રાધિકાર: આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત અગત્યના કાનૂની, હકીકતલક્ષી, બંધારણીય અર્થઘટન, ખરડાની કાયદેસરતા, જાહેર હિત વગેરેને લગતા મહત્ત્વના પ્રશ્નોસંબંધી રાષ્ટ્રપ્રમુખને સલાહ આપવાની કામગીરી બજાવે છે.

  • જોકે, સર્વોચ્ચ અદાલતની સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપ્રમુખ માટે બંધનકર્તા હોતો નથી.
  • સર્વોચ્ચ અદાલતની સલાહ માટે રાષ્ટ્રપ્રમુખે મોકલેલા પ્રશ્ન પર વિચારણા કરવાનું કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તેને રાષ્ટ્રપ્રમુખને પરત મોકલી શકે છે.
  • સંસદ કાયદો પસાર કરીને સર્વોચ્ચ અદાલતને વધારે અધિકારો આપી શકે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર 1

પ્રશ્ન 2.
સર્વોચ્ચ અદાલતની અપીલ ક્ષેત્રાધિકાર (વિવાદ ક્ષેત્રાધિકાર) હેઠળની સત્તાઓ વર્ણવો.
ઉત્તર:
સર્વોચ્ચ અદાલતના અપીલ ક્ષેત્રાધિકારને ત્રણ પેટાવિભાગોમાં વહેંચવામાં આવે છે:
1. બંધારણના અર્થઘટન અંગેની અપીલ,
2. દીવાની દાવાવિષયક અપીલ અને
3. ફોજદારી દાવાવિષયક અપીલ.

1. બંધારણના અર્થઘટન અંગેની અપીલઃ રાજ્યની વડી અદાલતે પોતાના ચુકાદામાં એવું પ્રમાણપત્ર આપેલું હોય કે આ કેસમાં બંધારણની કલમના અર્થઘટનનો મહત્ત્વનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તેમાં ખોટી રીતે ચુકાદો અપાયેલો છે ત્યારે વડી અદાલતના એ ચુકાદા : વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે.

  • કોઈ વખત વડી અદાલત એવું પ્રમાણપત્ર ન આપે, પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ઉક્ત બાબતમાં બંધારણીય પ્રશ્ન સંકળાયેલો છે તો તે વડી અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની ખાસ પરવાનગી આપી શકે છે. અલબત્ત, અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી.
  • જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે.

2. દીવાની દાવાવિષયક અપીલઃ વડી અદાલતે એવું પ્રમાણપત્ર આપ્યું હોય કે આ દાવામાં કાયદાના અર્થઘટનનો મહત્ત્વનો પ્રશ્ન સંકળાયેલો છે. તેથી તેનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે. આ સંજોગોમાં વડી અદાલતે આપેલા ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.

  • વડી અદાલતના એક લાખથી વધુ રકમના દીવાની દાવાના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.

૩. ફોજદારી દાવાવિષયક અપીલઃ ફોજદારી દાવાના ચુકાદામાં રાજ્યની વડી અદાલતે આરોપીને ફાંસીની સજા ફરમાવી હોય અને અપીલ કે પુનર્વિચાર માટે પ્રમાણપત્ર આપ્યું હોય, તો એ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.

  • કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં ચાલતા મુકદ્દમાને સર્વોચ્ચ અદાલત પોતાની અદાલતમાં તબદીલ (Transfer) કરી શકે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

પ્રશ્ન 3.
વડી અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન કરો.
ઉત્તર:
વડી અદાલતના કાર્યક્ષેત્રને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે:
1. મૂળભૂત અધિકારક્ષેત્ર,
2. અપીલ (વિવાદ) અધિકારક્ષેત્ર, અને
3. વહીવટી અધિકારક્ષેત્ર.

1. મૂળભૂત અધિકારક્ષેત્રઃ આ અધિકાર હેઠળ વડી અદાલત તેના અધિકારક્ષેત્રમાં આવતી સરકાર, સત્તામંડળ કે વ્યક્તિને મૂળભૂત હકોના ભંગ બદલ થયેલી રીટ અંગે આદેશો આપે છે.

  • તે ચૂંટણીને, કાયદાને તેમજ પ્રવેશ-પરીક્ષા સંબંધી જોગવાઈઓને પડકારતી રીટ પીટિશનો સ્વીકારે છે અને તેમના ચુકાદા આપે છે.
  • તે કંપનીને લગતા તેમજ લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણને લગતા મુકદમા સાંભળીને ચુકાદા આપે છે.
  • તમામ દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આવેલ ચુકાદાઓ સામેની રીટ અરજીઓ સાંભળે છે અને તેમના ચુકાદા આપે છે.
  • અદાલતી તિરસ્કારને લગતા, જમીનમહેસૂલ અને તેની ઉઘરાણીને લગતા, જમીન-સંપાદન અને તેના વળતરસંબંધી દાવાઓના મુકદ્દમાં ચલાવે છે અને તેના ચુકાદા આપે છે.
  • રાજ્યના નાગરિકોના મૂળભૂત હકોનું તે રક્ષણ કરે છે.

2. અપીલ (વિવાદી) અધિકારક્ષેત્રઃ આ અધિકાર હેઠળ વડી ? અદાલત તેના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે.

  • જિલ્લાની ફોજદારી અદાલત(સેશન્સ કોર્ટના ન્યાયાધીશે આરોપીને તેના ગુના માટે ચાર વર્ષ કરતાં વધારે વર્ષની સજા કરી હોય, એવા ચુકાદા વિરુદ્ધ પક્ષકાર વડી અદાલતમાં અપીલ કરી શકે છે.
  • ફોજદારી અદાલતે (સેશન્સ કોર્ટે) કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય, તેવા કેસમાં વડી અદાલતમાં ફરિયાદ કરી શકાય છે.
  • ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય મેળવી શકે છે.
  • પોતાના તાબા હેઠળની કોઈ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી પ્રશ્ન રહેલો છે, એમ વડી અદાલતને જણાય ત્યારે તે એ કેસને પોતાની અદાલતમાં તબદીલ (Transfer) કરીને તેનો નિકાલ કરી શકે છે.

3. વહીવટી અધિકારક્ષેત્રઃ આ અધિકાર હેઠળ વડી અદાલત રાજ્યની બધી અદાલતો અને ન્યાયપંચો (ટ્રિબ્યુનલો) પર દેખરેખ રાખે છે તેમજ તેની કામગીરીનું નિરીક્ષણ કરે છે. – જરૂર જણાય તો વડી અદાલત તાબાની અદાલતો પાસેથી કેસ પેપર્સ કે પત્રકો મંગાવી કેસ ચલાવી શકે છે.

  • તે તેના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કામગીરીનું નિયમન કરવા નિયમો બનાવીને તેમને મોકલે છે.
  • તાબાની અદાલતોએ તેમના હિસાબો અને નોંધો કેવી રીતે રાખવી તેનું તે માર્ગદર્શન આપે છે.
  • તે બંધારણને અધીન અને સુસંગત રહીને વિવિધ પ્રકારની ફીનાં ધોરણો અને કોષ્ટકો નક્કી કરે છે.
  • તે રાજ્યપાલને કાનૂની બાબતોમાં સલાહ આપી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *