GSEB Class 9 Science Notes Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા

This GSEB Class 9 Science Notes Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા covers all the important topics and concepts as mentioned in the chapter.

અન્તસ્ત્રોતોમાં સુધારણા Class 9 GSEB Notes

→ સજીવો માટે ખોરાક (Food for Organisms) સજીવોને પોતાનાં સ્વાસ્થ, વૃદ્ધિ-વિકાસ અને વિવિધ કાર્યો માટે જરૂરી , ઊર્જા મેળવવા ખોરાક જરૂરી છે.

→ વનસ્પતિ અને પ્રાણીઓ પર ખોરાક અંગે મનુષ્યનું અવલંબન (Human Dependence on Plants and Animals for Food): વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. મોટા ભાગનો ખાદ્ય પદાર્થ ખેતીવાડી અને પશુપાલનથી મળી રહે છે.

  • આપણા દેશની વસતિના સતત વધારા સાથે પોષણ(ખોરાક)ની જરૂરિયાત સંતોષવા પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો આવશ્યક છે.
  • હરિયાળી ક્રાંતિ દ્વારા પાક-ઉત્પાદનમાં અને શ્વેતક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે.

GSEB Class 9 Science Notes Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા

→ પાક-ઉત્પાદનમાં સુધારણા (Improvement in Crop yield): વિવિધ કૃષિપાકની વૃદ્ધિ અને જીવનચક્ર પૂર્ણ કરવા માટે વિવિધ આબોહવાકીય પરિસ્થિતિ, તાપમાન અને પ્રકાશઅવધિની જરૂરિયાત રહે છે.
GSEB Class 9 Science Notes Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા 1

→ ખોરાકના મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિઓ વિવિધ પોષક ઘટકો પૂરા પાડે છે. દા. ત.,
GSEB Class 9 Science Notes Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા 2

→ પાક-ઉત્પાદનમાં સુધારણા માટેની પ્રયુક્તિઓ (Activities for Improving Crop Yields)
GSEB Class 9 Science Notes Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા 3

→ પાકની જાતમાં સુધારણા (Improvement in Crop variety) રોગપ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નીપજની ગુણવત્તા અને ઊંચાં ઉત્પાદન જેવાં ઉપયોગી લક્ષણોને આધારે વનસ્પતિ જાતો કે જાતિઓની પસંદગી કરી પ્રજનન કરાવી શકાય છે.
સંકરણ દ્વારા પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોનો ઉમેરો કરી શકાય છે.
GSEB Class 9 Science Notes Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા 4

  • જનીનિક રૂપાંતરિત પાક (Genetically Modified Crops) મેળવવા માટે પાકમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીન દાખલ કરવામાં આવે છે.
  • વધુ ઉત્પાદન, સુધારેલી ગુણવત્તા, જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, પરિપક્વન સમયમાં પરિવર્તન, વ્યાપક અનુકૂળતા, ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા વગેરે માટે કૃષિપાકની જાતિમાં સુધારણા કરવામાં આવે છે.

→ પાક-ઉત્પાદન વ્યવસ્થાપન (Crop Production Manage ment):

  • ભારતમાં ખેતી નાનાં ખેતરોથી મોટાં ખેતરો સુધી થાય છે.
  • આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેત પ્રણાલીઓ અને ખેત-તકનિકો અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.

GSEB Class 9 Science Notes Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા 5

→ વનસ્પતિનાં પોષક તત્ત્વો (Nutrients of Plants): વનસ્પતિના ખોરાકની જરૂરિયાત પૂરી પાડતાં ખનીજ તત્ત્વોને વનસ્પતિનાં પોષક તત્ત્વો કહે છે.

  • વનસ્પતિના પોષણ માટે 16 ખનીજ તત્ત્વો આવશ્યક છે. આ પૈકી જમીનમાંથી 13, પાણીમાંથી 1 અને હવામાંથી 2 તત્ત્વ મળે છે.
  • હવા અને પાણીમાંથી મળતાં પોષક તત્ત્વો કાર્બન, ઑક્સિજન અને હાઇડ્રોજન છે.

GSEB Class 9 Science Notes Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા 6

GSEB Class 9 Science Notes Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા

→ સેન્દ્રિય ખાતર Manure) : તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે પરંતુ પોષક દ્રવ્યો અલ્પ પ્રમાણમાં હોય છે. આ ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. તેના ઉપયોગથી ભૂમિના બંધારણમાં સુધારો અને ફળદ્રુપતામાં વધારો થાય છે.
GSEB Class 9 Science Notes Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા 7

→ ખાતરો (Fertilizers) : ખાતર એ વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિના પોષક દ્રવ્ય છે. તે નાઈટ્રોજન, પોટેશિયમ અને ફૉસ્ફરસ આપે છે. તે સ્વસ્થ વાનસ્પતિક વૃદ્ધિ માટે ઉપયોગી છે.

→ કાર્બનિક ખેતી (Organic Farming) રાસાયણિક ખાતર, જંતુનાશક, નીંદણનાશક વગેરેનો ખૂબ જ ઓછો ઉપયોગ કે ઉપયોગ વગર ખેતી કરવાની પદ્ધતિ કાર્બનિક ખેતી છે.

→ સિંચાઈ (Irrigation) : ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ પર આધારિત છે.
આમ છતાં, અનિયમિત અને ઓછા વરસાદની સ્થિતિમાં સિંચાઈ અગત્ય ધરાવે છે.
GSEB Class 9 Science Notes Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા 8

→ પાક-ઉછેર પદ્ધતિઓ (Cropping Pattern): મહત્તમ ઉત્પાદનનો લાભ મેળવવા માટે મિશ્ર પાક-ઉછેર, આંતરપાક પદ્ધતિ, પાકની ફેરબદલી જેવી ઉછેર પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે.

→ પાક-સંરક્ષણ (Crop Protection): પાકને વિવિધ કીટકો, જીવાણુઓ અને રોગો દ્વારા નુકસાન થાય છે. આવા નુકસાનકારક કીટકો અને જીવાણુઓનું નિયંત્રણ કરવું જરૂરી છે.

  • જંતુનાશક, નીંદણનાશક અને ફૂગનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
  • પાક-સંરક્ષણ માટે જરૂરી પદ્ધતિઓ જેવી કે,
    1. રોગપ્રતિકારક જાતોનો ઉછેર,
    2. યોગ્ય સમયે પાકની રોપણી,
    3. યોગ્ય ક્યારીઓ કે ચાસ તૈયાર કરવા,
    4. આંતરિક પાક લેવા અને
    5. પાકની ફેરબદલી નીંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

→ અનાજનો સંગ્રહ (Storage of Grains) :

  • પાક-ઉત્પાદનને નુકસાન કરતા જૈવિક તેમજ અજૈવિક કારકો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર અને સંગ્રહનું પ્રબંધન જરૂરી છે.
  • સંગ્રહ કરતાં પહેલાં ઉત્પાદનની સફાઈ, સુકવણી, રસાયણયુક્ત ધુમાડાનો ઉપયોગ કરવામાં આવે છે.

→ પશુપાલન (Animal Husbandry) : પશુધનના પ્રબંધનને પશુપાલન કહે છે. તેમાં પ્રાણીઓના ખોરાક, પ્રજનન, રોગો પર નિયંત્રણ તેમજ પશુધનનું ઉત્પાદન વધારવા માટે તેઓમાં સુધારણાની આવશ્યકતા છે.

→ પશુપાલનના ઉદ્દેશો (Aims of Animal Husbandry) : દૂધ આપવાવાળા (ગાય, ભેસ) અને ખેતી-કામ કરનારા (હળ ચલાવવા, સિંચાઈ અને ભારવહન માટે) પશુઓને પાળવામાં આવે છે.

→ મરઘાંપાલન (Poultry Farming) :

  • વધુ ઈંડાં મેળવવા તેમજ માંસનું ઉત્પાદન વધારવા માટે મરઘાંપાલન કરવામાં આવે છે.
  • ઈંડાં માટે લેયર મરઘી અને માંસ માટે બ્રોઇલર મરઘીને પાળવામાં આવે છે. જ્યારે દેશી મરઘી એસીલ (ભારતીય ગામે) અને વિદેશી મરઘી (લેહૉની જાતોનું સંકરણ કરી . નવી જાતો વિકસાવવામાં આવે છે.

→ મત્સ્ય-ઉછેર (Fish Farming) : ખોરાકમાં પ્રોટીનનો સમૃદ્ધ અને સસ્તો સ્ત્રોત માછલી છે. સમુદ્રો અને મીઠા પાણીનાં નિવસનતંત્રોમાં માછલી પકડવી અને મત્સ્ય-સંવર્ધન કરી શકાય છે.

  • ભારત પાસે 7500 કિમી અને ગુજરાત પાસે તેમાંનો 1600 કિમી લાંબો દરિયાકિનારો હોવાથી મત્સ્ય-ઉત્પાદન માટે પૂરતો અવકાશ છે.
  • પૉફ્ટ, મેકરલ, ટુના, સારડીન, બૉમ્બે ડક, ઈલ સૌથી વધારે પ્રચલિત સમુદ્રી માછલીઓ છે.
  • સંગૃહીત મીઠા પાણી (તળાવ, સરોવર) અને વહેતા પાણી નદી, કેનાલ)માં અંતઃસ્થલીય મત્સ્ય-ઉછેર (ઇનલૅન્ડ ફિશરિસ) સારા પ્રમાણમાં વિકસી છે.
  • કટલા, બ્રિગલ, રોહુ, સિલ્વર કાર્ડ, ગ્રાસ કાર્પ અને કૉમન કાપે મીઠા જળની માછલીઓ છે.

GSEB Class 9 Science Notes Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા

→ મધમાખી-ઉછેર (Bee-keeping) : મધ અને મીણ મેળવવાની આ ઉછેર પદ્ધતિમાં ખેડૂતો ઓછા રોકાણે વધારાની આવકનો સ્રોત મેળવી શકે છે.

  • મધમાખી જ્યાં પાળવામાં આવે છે તે સ્થળને એપિઅરી કહે છે.
  • મધમાખીની ત્રણ જાતિઓ નીચે મુજબ છે :
    1. એપિસ સીરાના ઇન્ડિકા (સામાન્ય ભારતીય મધમાખી)
    2. એપિસ ડોરસાટા પર્વતીય મધમાખી)
    3. એપિસ ફ્લોરી (લિટલ મધમાખી)
  • ઇટાલિયન મધમાખીની જાત એપિસ મેલિફેરામાંથી વધુ પ્રમાણમાં મધ મેળવવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *