GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

Gujarat Board GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે? Important Questions and Answers.

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

વિશેષ પ્રશ્નોત્તર
નીચેના દાખલા ગણો

પ્રશ્ન 1.
0.5 g ક્ષારને 25 g પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે. તો તે દ્રાવણની સાંદ્રતા વજન-વજનથી ટકાવારીના સંદર્ભમાં શોધો.
ઉત્તર:
દ્રાવ્ય(ક્ષાર)નું વજન = 0.5 g
દ્રાવક(પાણી)નું વજન = 25.0 g
દ્રાવણનું વજન = 25.5 g
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 1

પ્રશ્ન 2.
120 g દ્રાવણ 16 g યુરિયા ધરાવે છે, તો આ દ્રાવણની સાંદ્રતા વજન-વજનથી ટકાવારીના સંદર્ભમાં શોધો.
ઉત્તર:
દ્રાવ્ય (યુરિયા)નું વજન = 16 g
દ્રાવણનું વજન = 120 g.
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 2

પ્રશ્ન 3.
500 mL પાણીમાં 30 g લૂકોઝ અને 20 g સામાન્ય ક્ષાર ઓગાળીને દ્રાવણ બનાવેલું છે, તો આ દ્રાવણમાં (a) ગ્યુકોઝ અને (b) સામાન્ય ક્ષારની સાંદ્રતા વજન-વજનથી ટકાવારીમાં શોધો. (પાણીની ઘનતા = 1 g / mL).
ઉત્તર:
પાણીની ઘનતા = 1 g/ mL હોવાથી પાણીદ્રાવક)નું વજન = 500 g
દ્રાવ્ય (ગ્યુકોઝ)નું વજન = 30 g
દ્રાવ્ય (સામાન્ય ક્ષાર)નું વજન = 20 g

∴ દ્રાવણનું વજન = (30 + 20 + 500) = 550 g
(a) ગ્યુકોઝ માટે વજન-વજનથી ટકાવારી
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 3

(b) સામાન્ય ક્ષાર માટે વજન-વજનથી ટકાવારી
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 4

પ્રશ્ન 4.
150 g દ્રાવણમાં 12 દુ મીઠું દ્રવેલું છે, તો દ્રાવણની સાંદ્રતા % w/w માં ગણો.
ઉત્તર:
દ્રાવ્યનું (મીઠાનું) દળ = 12 g; દ્રાવણનું દળ = 150 g
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 5

પ્રશ્ન 5.
160 mત પાણીમાં 40 mL આલ્કોહોલ ભેળવેલો છે, ૨ તો દ્રાવણની સાંદ્રતા % v/vમાં ગણો.
ઉત્તર:
દ્રાવ્ય (આલ્કોહોલ)નું કદ = 40 mL
દ્રાવક(પાણી)નું કદ = 160 mL :. દ્રાવણનું કદ = દ્રાવ્યનું કદ + દ્રાવકનું કદ
= 40 mL + 160 mL = 200 mL
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 6

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 6.
20 % w/w સોડિયમ સલ્ફટનું દ્રાવણ 100 g પાણીમાં બનાવેલું છે. આ દ્રાવણમાં સોડિયમ સલ્ફટનું વજન શોધો.
ઉત્તર:
ધારો કે દ્રાવ્ય (સોડિયમ સલ્ફટ)નું વજન = x g
દ્રાવક(પાણી)નું વજન = 100 g
દ્રાવણનું વજન = (x + 100) g
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 7
∴ 20(x + 100) = 100x
∴ 20x + 2000 = 100x
∴ 80x = 2000
∴ x = \(\frac{2000}{(80)}\) = 25 g
આમ, આપેલ દ્રાવણમાં 25 g સોડિયમ સલ્ફટ હશે.

પ્રશ્ન 7.
12 mL આલ્કોહોલમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ કે ? જેથી દ્રાવણની સાંદ્રતા 12 % v/s થાય?
ઉત્તર:
દ્રાવ્યનું કદ = 12 mL
દ્રાવકનું કદ = x mL
દ્રાવણનું કદ = (12 + x) mL
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 8
∴ 12 = \(\frac{12}{x+12}\) × 100
∴ 12 + x = 100
∴ x = 88 mL
આમ, દ્રાવણમાં 88 mL પાણી ઉમેરવું જોઈએ.

તફાવત આપોઃ

પ્રશ્ન 1.
સમાંગ મિશ્રણ અને વિશ્વમાંગ મિશ્રણ
ઉત્તરઃ
જુઓ ‘પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 6નો ઉત્તર.

પ્રશ્ન 2.
ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર
ઉત્તર:
જુઓ ‘પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 49નો ઉત્તર.

પ્રશ્ન 3.
મિશ્રણ અને સંયોજન
ઉત્તર:

મિશ્રણ સંયોજન
1. બે અથવા વધારે તત્ત્વો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. 1. બે અથવા વધારે તત્ત્વો કે પદાર્થો રાસાયણિક રીતે જોડાઈને બનેલા પદાર્થને સંયોજન કહે છે.
2. મિશ્રણ તેમનામાંના ઘટક પદાર્થોના ગુણધર્મો જાળવી રાખે છે. 2. સંયોજનમાં બનતો નવો પદાર્થ મૂળ ઘટક પદાર્થોના ગુણધર્મ બદલીને નવા જ ગુણધર્મો દર્શાવે છે.
3. તેમાં ઘટક તત્ત્વોના પ્રમાણ અને બંધારણ નિશ્ચિત હોતા નથી. 3. તેમાં ઘટક તત્ત્વોના પ્રમાણ અને બંધારણ હંમેશાં નિશ્ચિત હોય છે.
4. તેનાં ઘટક તત્ત્વોને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય છે. 4. તેનાં ઘટક તત્ત્વોને માત્ર રાસાયણિક કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી અલગ કરી શકાય છે.
5. મિશ્રણના નિર્માણમાં ઊર્જાની આપ-લે થતી નથી. 5. સંયોજનના નિર્માણમાં ઊર્જાની આપ-લે થાય છે.

પ્રશ્ન 4.
ધાતુ અને અધાતુ
ઉત્તર:

ધાતુ અધાતુ
1. તે ટિપાલ અને તન્ય છે. 1. તે ટિપાલ અને તન્ય નથી.
2. તે ચળકાટ ધરાવે છે. 2. તે ચળકાટ ધરાવતી નથી.
3. તે મોટે ભાગે કઠણ હોય છે. 3. તે નરમ હોય છે.
4. તે વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે. 4. તે વિદ્યુત અને ઉષ્માના અવાહક છે.

નીચેના વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપોઃ

પ્રશ્ન 1.
પાણી ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક છે.
ઉત્તરઃ

  • પાણી સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે.
  • તે બધી જ જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ છે.
  • અનેક પ્રકારના પદાર્થો પાણીમાં સરળતાથી ઓગળે છે અને તે છે પદાર્થોના દ્રાવણ બનાવે છે. આમ,
  • પદાર્થોના દ્રાવણ બનાવવા માટે પાણી અગત્યનું દ્રાવક છે.
  • આથી પાણી ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક છે.

પ્રશ્ન 2.
કૉપર સલ્ફટનું જલીય દ્રાવણ ટિંડલ અસર દર્શાવતું નથી, કે જ્યારે પાણી અને દૂધનું મિશ્રણ ટિંડલ અસર દર્શાવે છે.
ઉત્તર:

  • કલિલ કણો કદમાં નાના હોવાથી પ્રકાશના કિરણપુંજનું – પ્રકીર્ણન કરી શકે છે.
  • કૉપર સલ્ફટનું જલીય દ્રાવણ એ સાચું દ્રાવણ છે. જેમાં દ્રાવ્ય કણોનો વ્યાસ 1 nm થી ઓછો હોય છે.
  • દૂધ અને પાણીના મિશ્રણમાં દ્રાવ્ય કણોનો વ્યાસ 1 am થી 1000 nm સુધીનો હોય છે. જેથી આ મિશ્રણ કલિલ દ્રાવણ છે.
  • આથી કૉપર સલ્ફટનું જલીય દ્રાવણ ટિંડલ અસર દર્શાવતું નથી, જ્યારે પાણી અને દૂધનું મિશ્રણ ટિંડલ અસર દર્શાવે છે.

પ્રશ્ન 3.
મિશ્રધાતુને મિશ્રણ તરીકે ગણવામાં આવે છે.
ઉત્તર:

  • મિશ્રધાતુમાં રહેલા ઘટકો ધાતુ કે અધાતુ હોય છે.
  • આ ઘટકો પોતાના મૂળભૂત ગુણધર્મો દર્શાવે છે.
  • તે અલગ અલગ સંઘટન પણ ધરાવી શકે છે.
  • આથી મિશ્રધાતુને મિશ્રણ તરીકે ગણવામાં આવે છે.

પ્રશ્ન 4.
સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ૨ ચડિયાતી છે.
ઉત્તર:
જુઓ ‘પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 43નો ઉત્તર.

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 5.
હવા એ મિશ્રણ છે, સંયોજન નથી.
ઉત્તરઃ

  • હવામાં રહેલા બધા ઘટકો પોતાના મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે છે.
  • સાદા ભૌતિક પ્રક્રમ દ્વારા આ ઘટકોનું અલગીકરણ કરી શકાય છે.
  • હવામાં રહેલા ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી.
  • ઉપરોક્ત ગુણધર્મો મિશ્રણ જ ધરાવે છે. આથી હવા એ મિશ્રણ ૨ છે, સંયોજન નથી.

જોડકાં જોડો

પ્રશ્ન 1.

વિભાગ I વિભાગ II
1. કૉપર સલ્ફટ + પાણી a. નિલંબન
2. દૂધ + પાણી b. સાચું દ્રાવણ
3. ચૉકનો ભૂકો + પાણી c. કલિલ

ઉત્તર:

વિભાગ I વિભાગ II
1. કૉપર સલ્ફટ + પાણી b. સાચું દ્રાવણ
2. દૂધ + પાણી c. કલિલ
3. ચૉકનો ભૂકો + પાણી a. નિલંબન

પ્રશ્ન 2.

વિભાગ I વિભાગ II
1. ખાંડ + પાણી a. દ્રાવ્ય (વાયુ) + દ્રાવક (વાયુ)
2. આયોડિન + આલ્કોહોલ છે. b. દ્રાવ્ય (ઘન) + દ્રાવક (ઘન)
3. સોડાવૉટર c. દ્રાવ્ય (ઘન) + દ્રાવક (પ્રવાહી)
4. હવા d. દ્રાવ્ય (વાયુ) + દ્રાવક (પ્રવાહી).
5. પિત્તળ e. દ્રાવ્ય (ઘન) + દ્રાવક (વાયુ)

ઉત્તર:

વિભાગ I વિભાગ II
1. ખાંડ + પાણી c. દ્રાવ્ય (ઘન) + દ્રાવક (પ્રવાહી)
2. આયોડિન + આલ્કોહોલ છે. e. દ્રાવ્ય (ઘન) + દ્રાવક (વાયુ)
3. સોડાવૉટર d. દ્રાવ્ય (વાયુ) + દ્રાવક (પ્રવાહી).
4. હવા a. દ્રાવ્ય (વાયુ) + દ્રાવક (વાયુ)
5. પિત્તળ b. દ્રાવ્ય (ઘન) + દ્રાવક (ઘન)

પ્રશ્ન 3.

વિભાગ I વિભાગ II
1. એરોસોલ a. દૂધિયો કાચ
2. ફીણ b. દૂધ
3. ઇમલ્શન c. ચીઝ
4. જેલ d. પ્લવન
5. ઘન સોલ e. ધુમાડો

ઉત્તર:

વિભાગ I વિભાગ II
1. એરોસોલ e. ધુમાડો
2. ફીણ d. પ્લવન
3. ઇમલ્શન b. દૂધ
4. જેલ c. ચીઝ
5. ઘન સોલ a. દૂધિયો કાચ

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 4.

વિભાગ I વિભાગ II
1. તાંબું, ચાંદી a. અધાતુ
2. હાઇડ્રોજન, કાર્બન b. અર્ધધાતુ
3. બોરોન, સિલિકોન c. ધાતુ

ઉત્તર:

વિભાગ I વિભાગ II
1. તાંબું, ચાંદી c. ધાતુ
2. હાઇડ્રોજન, કાર્બન a. અધાતુ
3. બોરોન, સિલિકોન b. અર્ધધાતુ

પ્રશ્ન 5.

વિભાગ I વિભાગ II
1. સામાન્ય તાપમાને પ્રવાહી ધાતુ a. 11
2. વાયુ સ્વરૂપનાં તત્ત્વોની સંખ્યા b. 09
3. પ્રવાહી સ્વરૂપનું અધાતુ તત્ત્વ c. પારો
4. ઊંચા તાપમાને (303 K) પ્રવાહી ધાતુ d. બ્રોમિન
e. ક્લોરિન
f. ગેલિયમ

ઉત્તરઃ

વિભાગ I વિભાગ II
1. સામાન્ય તાપમાને પ્રવાહી ધાતુ c. પારો
2. વાયુ સ્વરૂપનાં તત્ત્વોની સંખ્યા a. 11
3. પ્રવાહી સ્વરૂપનું અધાતુ તત્ત્વ d. બ્રોમિન
4. ઊંચા તાપમાને (303 K) પ્રવાહી ધાતુ f. ગેલિયમ

પ્રસ્તાવના

પ્રશ્ન 1.
“શુદ્ધ દ્રવ્ય’ એટલે ?
ઉત્તર:

  • સામાન્ય રીતે શુદ્ધ દ્રવ્યનો અર્થ ભેળસેળથી મુક્ત દ્રવ્ય એવો કરી શકાય.
  • વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે દ્રવ્યમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, તેને શુદ્ધ દ્રવ્ય કહે છે.

પ્રશ્ન 2.
શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે :

  • કોઈ એક શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું છે.
  • આ દ્રવ્ય પદાર્થોને ભૌતિક પ્રક્રમ દ્વારા અન્ય પ્રકારનાં દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી.
  • શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર રીતે એકસમાન હોય છે.
  • આ દ્રવ્યનાં પ્રાપ્તિસ્થાનો ભલે ગમે તે હોય, પરંતુ તેના ગુણધર્મો એકસમાન રહે છે.

પ્રશ્ન 3.
મિશ્રણ એટલે શું? ઉદાહરણ આપો. [2 ગુણ)
ઉત્તર:
બે અથવા વધારે પ્રકારનાં શુદ્ધ તત્ત્વો અથવા સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. દા. ત.,

  1. દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે.
  2. દરિયાનું પાણી એ ખનિજો અને માટીનું મિશ્રણ છે.
    • મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે. આ પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી.
    • મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે.

પ્રશ્ન 4.
મિશ્રણનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવે છે? તેના પ્રકારો જણાવો.
ઉત્તર:
મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવના આધારે મિશ્રણનું વર્ગીકરણ કરવામાં આવે છે.

મિશ્રણના બે પ્રકાર છે:

  • સમાગ મિશ્રણ (દ્રાવણ) અને
  • વિષમાંગ મિશ્રણ

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 5.
દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:

  • દ્રાવણઃ બે કે તેથી વધુ પદાર્થોના સમાગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે.
  • દ્રાવક : દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે તેને દ્રાવક કહે છે. અથવા દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય, તેને દ્રાવક કહે છે.
  • દ્રાવ્ય : દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે તેને દ્રાવ્ય કહે છે. અથવા દ્રાવણમાં જે ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય, તેને દ્રાવ્ય કહે છે.

ટૂંકમાં, દ્રાવણ = દ્રાવ્ય + દ્રાવક

  • દા. ત., 10 ગ્રામ ખાંડને 100 ગ્રામ પાણીમાં ઓગાળી ખાંડનું દ્રાવણ બનાવીએ, તો ખાંડને દ્રાવ્ય (ઓછો જથ્થો 10 ગ્રામ), પાણીને દ્રાવક (વધુ જથ્થો 100 ગ્રામ) અને ઓગળેલી ખાંડના ગળ્યા પ્રવાહીને દ્રાવણ (સમાંગ મિશ્રણ) કહે છે.
  • દ્રાવણના કણોમાં સમાંગતા જોવા મળે છે.

પ્રશ્ન 6.
દ્રાવણના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:
દ્રાવણમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે દ્રાવણના પ્રકાર નીચે મુજબ પાડવામાં આવે છે : દ્રાવણનો
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 9

પ્રશ્ન 7.
મિશ્રધાતુ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:

  • બે કે તેથી વધુ ઉપયોગી ગુણધર્મોના સુમેળવાળી ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુના ઘન મિશ્રણને મિશ્રધાતુ કહે છે.
  • મિશ્રધાતુ એ એક પ્રકારનું સમાગ મિશ્રણ છે, કારણ કે તે ઘટક તત્ત્વોના ગુણધર્મો દર્શાવે છે અને તે અલગ અલગ સંઘટન ધરાવી શકે છે.
  • મિશ્રધાતુમાંના મૂળભૂત ઘટકોને કોઈ પણ ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાતા નથી.

દા. ત.,

  • પિત્તળ = જસત (Zn) 30 % + તાંબુ (Cu) 70 %
  • નિક્રોમ = નિક્લ (NI) 60 % + ક્રોમિયમ (Cr) 40 %
  • કાંસું = કૉપર (Cu) 90 % + ટિન (Sn) 10 %

પ્રશ્ન 8.
દ્રાવણના ગુણધર્મો જણાવો.
ઉત્તર:
દ્રાવણના ગુણધર્મો નીચે પ્રમાણે છે :

  • દ્રાવણ સમાંગ મિશ્રણ છે.
  • દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર (1 nm = 10-9m) કરતાં ઓછો હોય છે. આથી તે નરી આંખે જોઈ શકાતા નથી.
  • દ્રાવણના કણોના કદ અતિસૂક્ષ્મ હોવાથી તેઓ દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશનાં કિરણોનું વિખેરણ કરી શકતા નથી. આથી દ્રાવણો ટિંડલ અસર દર્શાવતાં નથી. અર્થાત્ દ્રાવણમાં પ્રકાશનાં કિરણોનો પથ જોવા મળતો નથી.
  • ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ દ્વારા દ્રાવ્યના કણો દ્રાવણરૂપી મિશ્રણમાંથી અલગ પાડી શકાતા નથી.
  • દ્રાવણને ખલેલ પાડ્યા સિવાય મૂકી રાખવાથી દ્રાવ્યના કણો નીચે બેસી જતા નથી. એટલે કે દ્રાવણ સ્થાયી છે.

પ્રશ્ન 9.
દ્રાવ્યતા એટલે શું?
ઉત્તર:

  • નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની મહત્તમ માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે.
  • નિયત તાપમાને આપેલા દ્રાવકમાં જુદા જુદા દ્રાવ્ય પદાર્થની દ્રવ્યતા ભિન્ન ભિન્ન હોઈ શકે છે.

પ્રશ્ન 10.
સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહે છે?
ઉત્તર:
નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે.
અથવા

  • ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળી ના શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે.
  • આથી સામાન્ય રીતે પદાર્થ ઓગળી ગયા પછી તેમાં વધારે દ્રાવ્ય ઉમેરી, દ્રાવણને ગરમ કર્યા પછી ઠંડું પડતા સંતૃપ્ત દ્રાવણ મળે.
  • જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો 3 તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે.
  • અસંતૃપ્ત દ્રાવણમાં થોડો વધુ દ્રાવ્ય પદાર્થ ઉમેરતાં તે ઓગળી શકે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 11.
દ્રાવણની સાંદ્રતા એટલે શું? તે કેવી રીતે દર્શાવવામાં આવે છે?
ઉત્તર:
નિયત તાપમાને આપેલા જથ્થા(દળ અથવા કદ)ના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા અથવા આપેલા જથ્થાના દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્યની માત્રાને સાંદ્રતા કહે છે.
અથવા
દ્રાવણન.
નિયત તાપમાને એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે.
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 10
ટૂંકમાં, દ્રાવણની સાંદ્રતા દ્રાવ્ય પદાર્થનો જ્ઞાત જથ્થો દ્રાવકના જ્ઞાત જથ્થામાં કેટલો છે તે દર્શાવે છે.

દ્રાવણની સાંદ્રતા બે રીતે દર્શાવવામાં આવે છેઃ
(1) વજન-વજનથી ટકાવારી: 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં દર્શાવેલ વજનને વજન-વજનથી ટકાવારી (% w/W) કહે છે.
દ્રાવ્યનું વજન (ગ્રામમાં)
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 11

(2) વજન-કદથી ટકાવારી: 100 મિલિ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં દર્શાવેલ વજનને વજન-કદથી ટકાવારી (% w/v) કહે છે.
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 12

પ્રશ્ન 12.
ટૂંક નોંધ લખો : નિલંબન અથવા નિલંબિત દ્રાવણ
ઉત્તર:
જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન અથવા નિલંબિત દ્રાવણ કહે છે.

  • નિલંબિત દ્રાવણ એક વિષમાંગ મિશ્રણ છે.
  • નિલંબિત દ્રાવણમાંના કણો નરી આંખે જોઈ શકાય છે.
  • દા. ત., અલ્પ દ્રાવ્ય બેરિયમ સલ્ફટ(BaSO4)નું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બેરિયમ સલ્ફટના કણો પાણીમાં વિક્ષેપિત થઈને અપારદર્શક માધ્યમ બનાવે છે.
  • બેરિયમ સલ્ફટના નાના કદના કણો પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે તરતા દેખાય છે, એટલે કે દ્રાવણમાં નિલંબિત રહે છે અને તે નરી આંખે જોઈ શકાય છે.
  • ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ અને સ્ટાર્ચનું પાણીમાં દ્રાવણ પણ નિલંબિત દ્રાવણનું ઉદાહરણ છે.

પ્રશ્ન 13.
નિલંબનના ગુણધર્મો લખો. અથવા નિલંબિત દ્રાવણના ગુણધર્મો લખો.
ઉત્તર:
નિલંબિત દ્રાવણના ગુણધર્મો નીચે પ્રમાણે છે :

  • આ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે.
  • નિલંબન ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય છે.
  • નિલંબિત કણો દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશનાં કિરણોનું પ્રકીર્ણન કરે છે. જેથી પ્રકાશનાં કિરણોનો પ્રજ્વલિત માર્ગ જોઈ શકાય છે.
  • નિલંબિત કણોને ખલેલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખવામાં આવે, તો દ્રાવણના કણો નીચે બેસી જાય છે. એટલે કે નિલંબિત દ્રાવણ સ્થાયી નથી.
  • નિલંબિત દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે અને નિલંબિત કણો નીચે બેસી ગયા પછી દ્રાવણ પ્રકાશનું પ્રકીર્ણન કરી શકતું નથી.

પ્રશ્ન 14.
કલિલ દ્રાવણ કોને કહે છે?
ઉત્તર:
જે દ્રાવણમાં, દ્રાવ્ય પદાર્થ (વિક્ષેપિત કલા) એ દ્રાવક(વિક્ષેપન માધ્યમ)માં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે, તેવા દ્રાવણને કલિલમય દ્રાવણ અથવા સોલ કહે છે.

  • કલિલ એક વિષમાંગ પ્રણાલી હોય છે.
  • કલિલમય દ્રાવણના ઘટક કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ હોય છે.
  • દા. ત., દૂધ, વાદળ, ધુમાડો, ધુમ્મસ વગેરે

પ્રશ્ન 15.
વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ એટલે શું?
ઉત્તર:

  • કલિલ દ્રાવણમાં દ્રાવ્ય જેવો ઘટક કે જે વિક્ષેપિત થયેલો હોય છે, તેને વિક્ષેપિત કલા કહે છે.
  • કલિલ દ્રાવણમાં દ્રાવક જેવો ઘટક કે જેમાં વિક્ષેપિત કલાના કણો નિલંબિત થયેલા હોય છે, તેને વિક્ષેપન માધ્યમ કહે છે.
  • ટૂંકમાં કલિલ = વિક્ષેપિત કલા (દ્રાવ્ય) + વિક્ષેપન માધ્યમ (દ્રાવક)

પ્રશ્ન 16.
ટૂંક નોંધ લખો : ટિંડલ અસર
ઉત્તર:

  • કલિલ કણોનું કદ નાનું હોવાથી (<1 nm) તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી.
  • કલિલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે કલિલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે. આથી પ્રકાશ કિરણપુંજનો માર્ગ પ્રજ્વલિત થાય છે. આ અસરને ટિંડલ અસર કહે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 13
આકૃતિ : (a) કૉપર સલ્લેટનું દ્રાવણ ટિંડલ અસર દર્શાવતું નથી. (b) પાણી અને દૂધનું મિશ્રણ ટિંડલ અસર દર્શાવે છે.

  • આ અસર ટિંડલ નામના વૈજ્ઞાનિક શોધી હોવાથી તેને ટિંડલ અસર કહે છે.
  • બંધ ઓરડાની છતમાં રહેલા નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે ત્યારે તે પ્રજ્વલિત થાય છે, કારણ કે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશ કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે.
  • વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય છે.
    ગાઢ જંગલોની છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશનાં કિરણો પસાર થાય છે ત્યારે ટિલ અસર જોઈ શકાય છે. જંગલમાંના ધુમ્મસ કે ઝાકળના પાણીના અતિસૂમો કણો પ્રકાશનાં કિરણોનું પ્રકીર્ણન કરે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 14
[આકૃતિ ટિંડલ અસર].
વાહનની આગળની હેડલાઇટ જ્યારે ચાલુ હોય ત્યારે ચોમાસા દરમિયાન આવી જ ઘટનાથી તેજ લિસોટો દેખાય છે.

પ્રશ્ન 17.
કલિલ દ્રાવણના ગુણધર્મો લખો.
ઉત્તર:
કલિલ દ્રાવણના ગુણધર્મો નીચે પ્રમાણે છે :

  • કલિલ દ્રાવણ વિષયાંગ મિશ્રણ છે. જોકે દેખાવમાં સમાંગ મિશ્રણ લાગે છે.
  • દ્રાવ્યના કણો (વિક્ષેપિત કલા) દ્રાવક(વિક્ષેપન માધ્યમ)માં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, જેને કલિલ કહે છે.
  • કલિલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે.
  • તેમાંના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી, પરંતુ અસ્ટ્રાસેન્ટ્રિઝ જેવા સાધનથી અલગ કરી શકાય છે.
  • તેમાંના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતાં મોટા, પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતાં નાના હોય છે. (આશરે 10થી 10 nm)
  • તે પ્રકાશનાં કિરણોનું પ્રકીર્ણન કરે છે, જેને ટિંડલ અસર કહે છે. આવી જ ટિંડલ અસર બંધ રૂમમાં ઝીણા છિદ્ર દ્વારા બહારથી આવતા પ્રકાશથી જોઈ શકાય છે. જેમાં રૂમના વાયુમય વિક્ષેપિત માધ્યમ(હવા)માં ધૂળના રજકણો જેવી વિક્ષેપિત કલા હોય છે. આમ, તે વાયુમય (એરોસોલ) કલિલ છે.
  • કલિલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે, તો નીચે બેસી જતા નથી. આથી તે સ્થાયી છે.

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 18.
કલિલનું વર્ગીકરણ સમજાવો.
ઉત્તર:
વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપિત કલાના કણોની ભૌતિક અવસ્થાના આધારે કલિલનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે :

કોષ્ટક : કલિલનાં સામાન્ય ઉદાહરણો
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 15

પ્રશ્ન 19.
નીચેનાં ઉદાહરણોમાં કલિલનો પ્રકાર, વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ જણાવો
ધુમ્મસ, ધુમાડો, શેવિંગ ક્રીમ, દૂધ, મિલ્ક ઑફ મૅગ્નેશિયા, વાદળી, જેલી, રંગીન કીમતી પથ્થર (રૂબી), વાદળ, માખણ, પેઇન્ટ, દૂધિયો કાચ, હેર ક્રીમ, ફોમ રબર અને સાબુનું ફીણ.
ઉત્તર:
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 16

પ્રશ્ન 20.
અલગીકરણ એટલે શું? તેનું મહત્ત્વ જણાવો.
ઉત્તર:
મોટા ભાગના કુદરતી પદાર્થો સામાન્ય રીતે રાસાયણિક દષ્ટિએ અશુદ્ધ હોય છે.

  • મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહે છે.
  • અલગીકરણ માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
  • મહત્ત્વઃ અલગીકરણ દ્વારા મિશ્રણના ઘટકોને અલગ કરી તે ઘટકોના અભ્યાસ અને ઉપયોગ શક્ય બનાવે છે.

પ્રશ્ન 21.
અલગીકરણ માટેની જુદી જુદી પદ્ધતિઓ જણાવો.
ઉત્તર:
અલગીકરણ માટેની પદ્ધતિઓ નીચે મુજબ છે :

  • હાથથી ચૂંટવું
  • ગાળણ
  • સેન્ટ્રિક્ટ્રગેશન
  • બાષ્પીભવન
  • સ્ફટિકીકરણ
  • સાદું નિયંદન
  • વિભાગીય નિયંદન
  • અલગીકરણ ગળણી
  • ઊર્ધ્વપાતન
  • ક્રોમેટોગ્રાફી
  • ચુંબકીય અલગીકરણ

પ્રશ્ન 22.
પાણીમાં બનેલા મિશ્રણને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય?
ઉત્તર:
પાણીમાં બનેલા મિશ્રણને બાષ્પીભવન દ્વારા બાષ્પશીલ ઘટક(દ્રાવક)ને અબાષ્પશીલ ઘટક(દ્રાવ્ય)થી અલગ કરી શકાય.

પ્રશ્ન 23.
સેન્ટ્રિક્યુગેશન પદ્ધતિનો સિદ્ધાંત જણાવો.
ઉત્તર:
જ્યારે મિશ્રણ ભારે અને હલકા કણો ધરાવતું હોય ત્યારે સેન્ટિફિંગ યંત્રમાં મૂકી ઝડપથી ગોળ ઘુમાવતાં ભારે કણો કેન્દ્ર તરફ નીચે બેસી જાય છે અને હલકા કણો ઉપરની તરફ રહે છે. આ

પ્રશ્ન 24.
સેન્ટ્રિક્ટ્રગેશન પદ્ધતિ(કેન્દ્રયાગી પદ્ધતિ)નો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે?
ઉત્તર:
જ્યારે પ્રવાહીમાં રહેલા ઘન કણો અતિસૂક્ષ્મ હોય ત્યારે તે ગાળણપત્રમાંથી સહેલાઈથી પસાર થઈ જાય છે. તેથી ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરી તેઓનું અલગીકરણ શક્ય બનતું નથી. આવા મિશ્રણનું અલગીકરણ કરવા માટે સેન્ટ્રિક્ટ્રગેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન 25.
સેન્ટ્રિક્ટ્રગેશન પદ્ધતિના અનુપ્રયોગો જણાવો.
ઉત્તર:
સેન્ટ્રિક્ટ્રગેશન પદ્ધતિના અનુપ્રયોગો નીચે મુજબ છે :

  • નિદાનાત્મક પ્રયોગશાળામાં રુધિર અને મૂત્રની ચકાસણી કરવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે.
  • દૂધની ડેરીઓ અને ઘરોમાં મલાઈમાંથી માખણને અલગ કરવા માટે
  • આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. વૉશિંગ મશીનમાં ભીનાં કપડાંને નીચોવીને તેમાંથી પાણી કાઢવા માટે ઉપયોગી છે.

પ્રશ્ન 26.
ભિનકારી ગળણીનો સિદ્ધાંત જણાવો.
ઉત્તર:
એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીઓનું ઘનતાના આધારે અલગ અલગ સ્તરોમાં અલગીકરણ કરવું, એ ભિન્નકારી ગળણીનો સિદ્ધાંત છે.

પ્રશ્ન 27.
ભિનકારી ગળણીના અનુપ્રયોગો જણાવો.
ઉત્તર:
ભિનકારી ગળણીના અનુપ્રયોગો નીચે મુજબ છે :

  • તેલ અને પાણીના મિશ્રણને અલગ કરવા માટે ઉપયોગી છે.
  • લોખંડની કાચી ધાતુમાંથી લોખંડના નિષ્કર્ષણ દરમિયાન હલકું સ્લેગ (FeSiO3) ઉપરના ભાગથી અલગ કરવામાં આવે છે અને પીગળેલ લોખંડ ભઠ્ઠીના તળિયે રહી જાય છે.

પ્રશ્ન 28.
અલગીકરણ માટે ઊર્ધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે? સમજાવો.
ઉત્તર:
મિશ્રણમાં એક ઘટક ઊર્ધ્વપાતન પામી ના શકે તેવો, જ્યારે બીજો ઘટક ઊર્ધ્વપતન પામી શકે તેવો હોય ત્યારે ઘટકોનું અલગીકરણ કરવા ઊર્ધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ થાય છે.

દા. ત., મીઠું અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાં મીઠું ઊર્ધ્વપાતન પામી ના શકે તેવો ઘટક છે, જ્યારે એમોનિયમ
ક્લોરાઈડ એ ઊર્ધ્વપાતન પામી શકે તેવો ઘટક (ઊર્ધ્વપાતી પદાર્થ) છે. આ મિશ્રણને ચાઇના ડિશમાં લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની ઉપર ગળણી ઊંધી ગોઠવી, ગળણીનું નાળચું રૂના પૂમડા વડે બંધ કરો. મિશ્રણને ગરમ કરતાં, બંને ઘટકોનું અલગીકરણ થાય છે.
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 17
[આકૃતિ : ઊર્ધ્વપાલન દ્વારા એમોનિયમ ક્લોરાઇડ અને મીઠાનું અલગીકરણ]

એમોનિયમ ક્લોરાઇડ, કપૂર, નૈશ્કેલીન, આયોડિન અને ઍસ્થેસીન ઊર્ધ્વપાતન પામી શકે તેવા ઘન પદાર્થો છે.

પ્રશ્ન 29.
ક્રોમેટોગ્રાફી (વર્ણલેખિકી) પદ્ધતિ સમજાવો.
ઉત્તર:
જ્યારે મિશ્રણ(દ્રાવણ)માં બે જુદી જુદી દ્રાવ્યતા ધરાવતા ઘટકો દ્રાવ્ય થયેલા હોય ત્યારે દ્રાવ્યતાના તફાવતના આધારે મિશ્રણમાંના ઘટકોનું અલગીકરણ કરવા ક્રોમેટોગ્રાફી પદ્ધતિ ઉપયોગી છે.

  • ગ્રીક ભાષામાં ક્રોમાનો અર્થ “રંગ’ થાય છે.
  • આ પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ વનસ્પતિમાંથી મળી આવતા રંગીન પદાર્થોમાં રહેલા ઘટક તત્ત્વોના અલગીકરણ માટે થયો હતો. તેથી તેનું નામ ક્રોમેટોગ્રાફી અપાયું છે.
  • એક જ દ્રાવકમાં આગળેલાં જુદાં જુદાં દ્રવ્યોના અલગીકરણ માટે આ પદ્ધતિ વપરાય છે.

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 30.
ક્રોમેટોગ્રાફીના અનુપ્રયોગો જણાવો. [2 ગુણ]
ઉત્તર:
ક્રોમેટોગ્રાફીના અનુપ્રયોગો નીચે મુજબ છે :

  • રંગકના દ્રાવણમાં રહેલા રંગોને અલગ કરવા માટે ઉપયોગી છે.
  • કુદરતી રંગોમાંથી વર્ણકોને અલગ કરવા માટે ઉપયોગી છે.
  • રુધિર (લોહી)માંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા માટે ઉપયોગી છે.

પ્રશ્ન 31.
ટૂંક નોંધ લખો : વિભાગીય નિચંદન
ઉત્તર:
એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ શકતાં બે કે તેથી વધુ પ્રવાહી કે જેમનાં ઉત્કલનબિંદુ વચ્ચેનો તફાવત 25 K (25 °C) કરતાં ઓછો હોય, તો તેવાં પ્રવાહીઓના મિશ્રણમાંથી ઘટકોનું અલગીકરણ કરવા માટે વિભાગીય નિસ્પંદન પદ્ધતિ ઉપયોગી છે.

  • આ પદ્ધતિ માટે વપરાતું સાધન સાદા નિસ્પંદન સાધન જેવું જ હોય છે. પરંતુ આ પદ્ધતિમાં નિચંદન ફલાસ્ક અને જળ સંઘનિત્ર (Condenser) વચ્ચે વિભાગીય સ્તંભને ગોઠવવામાં આવે છે.
  • વિભાગીય સ્તંભ એ કાચના નાના ટુકડાઓથી ભરેલ એક નળી હોય છે.
  • કાચના ટુકડા બાષ્પને સંઘનિત થવા માટે અને ત્યારબાદ ઠંડી પડવા માટે સપાટી પૂરી પાડે છે.
  • આ પદ્ધતિ દ્વારા પેટ્રોલિયમ પેદાશોમાંથી તેના વિવિધ ઘટકોનું અલગીકરણ કરી શકાય છે.

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 18
[આકૃતિ : વિભાગીય નિયંદન]

પ્રશ્ન 32.
હવા એ કેવું મિશ્રણ છે? તેને કઈ પદ્ધતિ દ્વારા અલગીકૃત કરી શકાય? [2 ગુણ].
ઉત્તર:
હવા એ એક કરતાં વધુ વાયુઓનું સમાંગ મિશ્રણ છે. » વિભાગીય નિયંદન દ્વારા તેને તેના ઘટકોમાં અલગીકૃત કરી શકાય છે.

પ્રશ્ન 33.
હવામાંથી વિવિધ વાયુઓને અલગ મેળવવા માટેના પ્રક્રમનો ક્રમદર્શી આલેખ જણાવો. [3 ગુણ
ઉત્તર:
હવામાંથી વિવિધ વાયુઓને અલગ મેળવવા માટેના પ્રક્રમનો ક્રમદર્શી આરેખ નીચે મુજબ છે :
જે આ પદ્ધતિના વિવિધ તબક્કાઓ દર્શાવે છે :
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 19
આકૃતિ : હવામાંથી વિવિધ વાયુઓને અલગ મેળવવા માટેના પ્રક્રમનો ક્રમદર્શી આખ

પ્રશ્ન 34.
હવામાંથી ઑક્સિજન વાયુ મેળવવાની પદ્ધતિ સમજાવો.
ઉત્તર:
હવામાંથી ઑક્સિજન વાયુ મેળવવા માટે હવામાંના દરેક વાયુ ઘટકોનું અલગીકરણ કરવું જરૂરી હોય છે.

  • આ માટે વિભાગીય નિયંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે.
  • સૌપ્રથમ હવાનું તાપમાન ઘટાડી અને દબાણ વધારી સંકોચન કરવામાં આવે છે. આથી હવાનું પ્રવાહીત સ્વરૂપ મળે છે.
  • આ પ્રવાહીકૃત હવાને વિભાગીય નિયંદન સ્તંભમાં ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે.
  • અહીં ઉત્કલનબિંદુના તફાવતના આધારે જુદી જુદી ઊંચાઈએ વિવિધ વાયુઓનું અલગીકરણ કરી ઑક્સિજન વાયુ મેળવી શકાય છે.

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 20
આકૃતિ : હવાના ઘટકોનું અલગીકરણ

પ્રશ્ન 35.
હવામાં હાજર રહેલા વાયુઓને તેમના ઉત્કલનબિંદુના ચડતા ક્રમમાં ગોઠવો.
ઉત્તર:
નાઇટ્રોજન < આગન < ઑક્સિજન

પ્રશ્ન 36.
જ્યારે હવાને ઠંડી પાડવામાં આવે ત્યારે કયો વાયુ ? સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતર પામે છે?
ઉત્તર:
જ્યારે હવાને ઠંડી પાડવામાં આવે ત્યારે ઑક્સિજન વાયુ સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતર પામે છે.

પ્રશ્ન 37.
સ્ફટિકીકરણ એટલે શું? આ પદ્ધતિ શાના માટે વપરાય છે?
ઉત્તર:
દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવા માટેની પદ્ધતિને સ્ફટિકીકરણ કહે છે. – આ પદ્ધતિ ઘન પદાર્થોના શુદ્ધીકરણ માટે વપરાય છે.

પ્રશ્ન 38.
સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે. કારણ આપી સમજાવો.
ઉત્તર:
સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે. કારણ કે

  • બાષ્પીભવન દરમિયાન કેટલાક ઘન પદાર્થો ગરમી આપવાને કારણે વિઘટિત થઈ જાય છે.
  • કેટલાક પદાર્થો વધુ પડતી ગરમીને કારણે બળીને કાળા પડી જાય છે.
  • ગાળણ બાદ કેટલીક અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય સ્વરૂપે જ રહી જાય છે, જે બાષ્પીભવનથી ઘન પદાર્થને અશુદ્ધ કરે છે. જ્યારે સ્ફટિકીકરણ દરમિયાન પદાર્થના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી.

પ્રશ્ન 39.
સ્ફટિકીકરણના અનુપ્રયોગો જણાવો.
ઉત્તર:
સ્ફટિકીકરણના અનુપ્રયોગો નીચે મુજબ છે :

  • દરિયાના પાણીમાંથી મળતા મીઠાનું શુદ્ધીકરણ કરવા માટે ઉપયોગી છે.
  • ફટકડી(પોટાશ એલમ)ના અશુદ્ધ નમૂનામાંથી તેના શુદ્ધ સ્ફટિકનું અલગીકરણ કરવા માટે ઉપયોગી છે.

પ્રશ્ન 40.
શહેરમાં પીવાલાયક પાણી કેવી રીતે પૂરું પાડવામાં આવે છે? સમજાવો. [4 ગુણી
ઉત્તર:
શહેરમાં પીવાલાયક પાણી પાણીનું શુદ્ધીકરણ કરી પૂરું ૨ પાડવામાં આવે છે.
આ માટેનો એક કમદર્શી આરેખ નીચે મુજબ છે.
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 21
આકૃતિ : પાણીના પુરવઠા માટેના તંત્રમાં પાણીના શુદ્ધી કરાણની રચના

  • સૌપ્રથમ સંગ્રાહકમાંથી પાણીનો જથ્થો અવસાદને ટાંકીમાં પસાર કે કરવામાં આવે છે. જેથી પાણીમાંના ઘન સ્વરૂપના ઘટકો નીચે (તળિયે) બેસી જાય છે.
  • ત્યારબાદ આલંબિત અશુદ્ધિઓ દૂર કરવા માટે ભારણ ટાંકીમાં પાણીને પસાર કરવામાં આવે છે.
  • ભારણ ટાંકીમાંથી પાણીનો પ્રવાહ ગાળણ ટાંકીમાં લઈ જવામાં આવે છે.
  • આ પાણીના જથ્થામાં રહેલા બૅક્ટરિયાનો નાશ કરવા માટે તેનું
  • ક્લોરિનેશન કરવામાં આવે છે. આ રીતે શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 41.
રાસાયણિક બંધારણને આધારે પદાર્થનું શેમાં શેમાં વર્ગીકરણ કરી શકાય છે?
ઉત્તર:
રાસાયણિક બંધારણને આધારે પદાર્થનું

  • તત્ત્વ અને
  • સંયોજનમાં વર્ગીકરણ કરી શકાય છે.

પ્રશ્ન 42.
તત્ત્વ વિશે સામાન્ય સમજૂતી આપો. [૩ ગુણ]
ઉત્તર:
ઈ. સ. 1661માં રૉબર્ટ બૉઇલ નામના વૈજ્ઞાનિકે ‘તત્ત્વ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

  • ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની લોરેન્ટ લેવોઇઝરે તત્ત્વની વ્યાખ્યા નીચે મુજબ આપી હતી: દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્ત્વ કહે છે, જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાતું નથી.”
  • તત્ત્વનું ધાતુ, અધાતુ અને અર્ધધાતુ એમ ત્રણ પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે.
  • હાલના સમયમાં તત્ત્વોની સંખ્યા 100થી વધારે છે, તે પૈકી 92 તત્ત્વો કુદરતમાંથી મળે છે અને બાકીનાં માનવનિર્મિત છે.
  • મોટા ભાગનાં તત્ત્વો ઘન સ્વરૂપે છે. -ઓરડાના તાપમાને 11 તત્ત્વો વાયુ સ્વરૂપે છે.
  • ઓરડાના તાપમાને 2 તત્ત્વો પ્રવાહી સ્વરૂપે છે : બ્રોમિન અને મરક્યુરી.
  • ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને (303 K) ગેલિયમ અને સીઝિયમ ધાતુઓ પ્રવાહી સ્વરૂપે હોય છે.

પ્રશ્ન 43.
ધાતુ તત્ત્વોના ગુણધર્મો જણાવો.
ઉત્તર:
ધાતુ તત્ત્વો નીચેના પૈકી બધા જ અથવા અમુક ગુણધર્મો ધરાવે છે :

  • ધાતુઓ ચળકાટ ધરાવે છે.
  • કેટલીક ધાતુઓ ચાંદી જેવો ચળકતો શ્વેત અથવા સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે.
  • ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે. 3 ધાતુઓ તણાવપણું અને ટિપાઉપણું ધરાવે છે.
  • ધાતુઓ રણકાર ધરાવે છે.
  • સોનું, ચાંદી, કૉપર, લોખંડ, સોડિયમ અને પોટેશિયમ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપની ધાતુઓ છે,
  • જ્યારે મરક્યુરી (પારો) એ માત્ર એક જ પ્રવાહી સ્વરૂપની ધાતુ છે.

પ્રશ્ન 44.
અધાતુ તત્ત્વોના ગુણધર્મો જણાવો.
ઉત્તર:
અધાતુ તત્ત્વો નીચેના પૈકી બધા જ અથવા અમુક 3 ગુણધર્મો ધરાવે છે:

  • અધાતુ તત્ત્વો વિવિધ રંગ ધરાવે છે.
  • તેઓ વિદ્યુત અને ઉષ્માના મંદવાહક હોય છે.
  • તેઓ તણાવપણું, ટિપાઉપણું કે ચળકાટ જેવા ગુણધર્મો ધરાવતા નથી.
  • કેટલાંક અધાતુ તત્ત્વો અપરરૂપ ધરાવે છે.
  • હાઇડ્રોજન, ઑક્સિજન, આયોડિન, કાર્બન, બ્રોમિન, ક્લોરિન – અધાતુ તત્ત્વો છે.

પ્રશ્ન 45.
અર્ધધાતુ તત્ત્વો એટલે શું? ઉદાહરણ આપો.
ઉત્તરઃ

  • અમુક તત્ત્વો ધાતુ અને અધાતુ તત્ત્વોની વચ્ચેના ગુણધર્મો :
  • ધરાવે છે, તે તત્ત્વોને અર્ધધાતુ તત્ત્વો કહે છે.
  • દા. ત., બોરોન, સિલિકોન, જર્મેનિયમ 2.5.2 સંયોજનો

પ્રશ્ન 46.
સંયોજન એટલે શું? સમજાવો.
ઉત્તરઃ
બે અથવા વધારે તત્ત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં

  • એકબીજા સાથે જોડાય છે ત્યારે બનતા નવા ગુણધર્મોવાળા પદાર્થને સંયોજન કહે છે.
  • સંયોજન બનતી વખતે તત્ત્વો વજનના નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે.
  • દા. ત., પાણી એ હાઇડ્રોજન અને ઑક્સિજન એમ બે તત્ત્વોનું 1:8 દળ પ્રમાણમાં બનેલું સંયોજન છે.
  • સંયોજનના ગુણધર્મો તેનાં ઘટક તત્ત્વોના ગુણધમ કરતાં અલગ પડે છે.
  • દા. ત., પાણી એ હાઇડ્રોજન અને ઑક્સિજનના ગુણધર્મ ધરાવતું નથી.
  • સંયોજનના ઘટકોને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાય, પરંતુ ભૌતિક ક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાતા નથી.

પ્રશ્ન 47.
દ્રવ્યનું રાસાયણિક અને ભૌતિક પ્રકૃતિ (સ્વભાવ)ના આધારે રેખાત્મક રજૂઆત કરો.
ઉત્તરઃ
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 22

પ્રશ્ન 48.
નીચેનો દાખલો ગણો
પાઠ્યપુસ્તકના ઉદાહરણનો દાખલો એક દ્રાવણ 320 g પાણીમાં 40 g સામાન્ય ક્ષાર ધરાવે છે, તો તે દ્રાવણની સાંદ્રતા વજન-વજનથી ટકાવારીના સંદર્ભમાં શોધો.
ઉત્તરઃ
દ્રાવ્યનું વજન (સામાન્ય ક્ષાર) = 40 g
દ્રાવકનું વજન (પાણી) = 320 g
દ્રાવણનું વજન = દ્રાવ્યનું વજન + દ્રાવકનું વજન
= 40 g + 320 g
= 360 g
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 23

હેતુલક્ષી :
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો

પ્રશ્ન 1.
દ્રવ્યનો ભૌતિક ફેરફાર એટલે શું? ત્રણ ઉદાહરણ આપો.
ઉત્તરઃ
દ્રવ્યના સ્વરૂપમાં ફેરફાર થવો તેને દ્રવ્યનો ભૌતિક ફેરફાર કહે છે.
ઉદાહરણઃ

  • બરફનું પાણીમાં રૂપાંતર,
  • ખાંડ પાણીમાં ઓગળવી અને
  • કપૂરનું ઊર્ધ્વપાતન.

પ્રશ્ન 2.
દ્રવ્યનો રાસાયણિક ફેરફાર એટલે શું? ત્રણ ઉદાહરણ આપો.
ઉત્તર:
જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક બંધારણ બદલાય છે, તેને રાસાયણિક ફેરફાર કહે છે.
ઉદાહરણઃ

  • લોખંડને કાટ લાગવો,
  • ચૂનાના પથ્થરને ગરમ કરવાથી તેનું વિઘટન થવું અને
  • દૂધનું દહીંમાં રૂપાંતર થવું.

પ્રશ્ન 3.
તત્ત્વની વ્યાખ્યા આપો. પ્રવાહી ધાતુ અને પ્રવાહી અધાતુ તત્ત્વનું એક-એક ઉદાહરણ આપો.
ઉત્તર:
એક જ પ્રકારના પરમાણુઓના બનેલા જથ્થાને (પદાર્થને). તત્ત્વ કહે છે.
પ્રવાહી ધાતુ પારો અને પ્રવાહી અધાતુ: બ્રોમિન

પ્રશ્ન 4.
મિશ્રણની વ્યાખ્યા આપો. મિશ્રણના પ્રકાર જણાવી, દરેકનું ? એક ઉદાહરણ આપો.
ઉત્તર:
બે અથવા વધારે પદાર્થોને કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે.

મિશ્રણના બે પ્રકાર છે:

  • સમાગ મિશ્રણ મીઠાનું પાણીમાં મિશ્રણ
  • વિષમાંગ મિશ્રણ : NaCl અને Feનું મિશ્રણ

પ્રશ્ન 5.
નીચેનાં મિશ્રણોના પ્રકાર જણાવો
1. ખાંડમાં ભેળવેલ સ્ટાર્ચ
ઉત્તરઃ
ખાંડમાં ભેળવેલ સ્ટાર્ચ– વિષમાંગ મિશ્રણ

2. દૂધમાં ભેળવેલું પાણી
ઉત્તરઃ
દૂધમાં ભેળવેલું પાણી – સમાગ મિશ્રણ

૩. ચામાં મેળવેલ લોખંડનો ભૂકો
ઉત્તરઃ
ચામાં ભેળવેલ લોખંડનો ભૂકો – વિષમાંગ મિશ્રણ

4. પેટ્રોલમાં ભેળવેલ કેરોસીન
ઉત્તરઃ
પેટ્રોલમાં ભેળવેલ કેરોસીન – માંગ મિશ્રણ

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 6.
પિત્તળમાં રહેલા ઘટકો જણાવી તેમનું પ્રમાણ જણાવો.
ઉત્તર:
પિત્તળમાં 30 % જસત અને 70 % તાંબું હોય છે.

પ્રશ્ન 7.
“ટિંચર આયોડિન’ એટલે શું? તેનો ઉપયોગ જણાવો.
ઉત્તર:
આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ‘ટિંચર આયોડિન’ કહે છે. તે ઍન્ટિસેપ્ટિક (જીવાણુનાશી) તરીકે ઉપયોગી છે.

પ્રશ્ન 8.
અસંતૃપ્ત દ્રાવણ એટલે શું?
ઉત્તર:
જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય, તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે.

પ્રશ્ન 9.
તાપમાન વધતાં દ્રાવ્યતામાં શું ફેરફાર થાય છે?
ઉત્તર: તાપમાન વધતાં દ્રાવ્યતામાં વધારો થાય છે.

પ્રશ્ન 10.
વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ એટલે શું?
ઉત્તર:
કલિલમાં જે કલાનું વિતરણ થાય તેને વિક્ષેપિત કલા અને જે કલામાં વિતરણ થાય તેને વિક્ષેપન માધ્યમ કહે છે.

પ્રશ્ન 11.
વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમની ભૌતિક સ્થિતિના આધારે કલિલ પ્રણાલી(દ્રાવણ)ના કેટલા પ્રકાર છે?
ઉત્તરઃ
વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમની ભૌતિક સ્થિતિના આધારે કલિલ પ્રણાલીના આઠ પ્રકાર છે.

પ્રશ્ન 12.
ધુમ્મસ અને ધુમાડો બને એરોસોલ પ્રકારના કલિલ હોવા છતાં તેમાં શેનો તફાવત છે?
ઉત્તરઃ
ધુમ્મસ અને ધુમાડો બને એરોસોલ પ્રકારના કલિલ હોવા છતાં બંનેમાં વિક્ષેપિત કલા જુદી જુદી છે.
– ધુમ્મસ અને ધુમાડામાં વિક્ષેપન માધ્યમ વાયુ છે, જ્યારે વિક્ષેપિત છે કલા અનુક્રમે પ્રવાહી અને ઘન છે.

પ્રશ્ન 13.
મિલ્ક ઑફ મૅગ્નેશિયા અને શેવિંગ ક્રીમના કલિલનો પ્રકાર, વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ જણાવો.
ઉત્તર:

  • મિલ્ક ઑફ મૅગ્નેશિયા એ સોલ છે, જેમાં વિક્ષેપિત કલા ઘન અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી છે.
  • શેવિંગ ક્રીમ એ ફીણ પ્રકારનું કલિલ છે, જેમાં વિક્ષેપિત કલા વાયુ અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી છે.

પ્રશ્ન 14.
બાષ્પીભવન દ્વારા કયા ઘટકોનું અલગીકરણ કરી શકાય છે?
ઉત્તર:
બાષ્પીભવન દ્વારા બાષ્પશીલ ઘટક (દ્રાવક) અને અબાષ્પશીલ ઘટક(દ્રાવ્ય)નું મિશ્રણમાંથી અલગીકરણ કરી શકાય છે.

પ્રશ્ન 15.
ભિનકારી ગળણી કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?
ઉત્તરઃ
એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીઓને તેમની ઘનતાના આધારે અલગ અલગ સ્તરોમાં અલગીકરણ થઈ શકે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 16.
ક્રોમેટોગ્રાફી પદ્ધતિ કયા ઘટકોનું અલગીકરણ કરવા વપરાય છે?
ઉત્તરઃ
એક જ દ્રાવકમાં ઓગળેલા જુદા જુદા દ્રાવ્ય ઘટકો કે જેમની દ્રાવ્યતા ભિન્ન હોય તેવા ઘટકોનું મિશ્રણમાંથી અલગીકરણ કરવા વપરાય છે.

પ્રશ્ન 17.
રુધિરમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા કઈ પદ્ધતિ ઉપયોગી છે?
ઉત્તરઃ
રુધિરમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા ક્રોમેટોગ્રાફી પદ્ધતિ ઉપયોગી છે.

પ્રશ્ન 18.
નિયંદન પદ્ધતિ કયા ઘટકોનું અલગીકરણ કરવા માટે વપરાય છે?
ઉત્તરઃ
વિઘટન પામ્યા વગર ઊકળતા અને સરળતાથી મિશ્ર થઈ શકે તેવાં બે પ્રવાહી કે જેમનાં ઉત્કલનબિંદુ વચ્ચે વધુ તફાવત (25 °C) હોય તેવા ઘટકોનું અલગીકરણ કરવા માટે વપરાય છે.

પ્રશ્ન 19.
વિભાગીય નિયંદનમાં વિભાગીય સ્તંભનો ઉપયોગ જણાવો.
ઉત્તર:
સામાન્ય રીતે આ વિભાગીય સ્તંભમાં નાના નાના કાચના ટુકડા ભરવામાં આવે છે. કાચના ટુકડા બાષ્પને ઠંડી પાડવા માટે તેમજ સંઘનિત થવા માટે જરૂરી સપાટી પૂરી પાડે છે.

પ્રશ્ન 20.
ઑક્સિજન, આર્ગોન અને નાઈટ્રોજનનું ઉત્કલનબિંદુ અને હવામાં કદથી ટકાવાર પ્રમાણ જણાવો.
ઉત્તરઃ

  • ઑક્સિજન, આર્ગોન અને નાઇટ્રોજનનું ઉત્કલનબિંદુ અનુક્રમે – 183°C (90 K), – 186°C (87 K) અને – 196°C (77 K).
  • ઑક્સિજન, આર્ગોન અને નાઇટ્રોજનનું હવામાં કદથી ટકાવાર પ્રમાણ અનુક્રમે 20.9, 0.9 અને 78.1 છે.

પ્રશ્ન 21.
હાલના સમયમાં તત્ત્વોની સંખ્યા જણાવો.
ઉત્તરઃ
હાલના સમયમાં તત્ત્વોની સંખ્યા 100થી વધુ (118) છે, જે પૈકી 92 તત્ત્વો કુદરતી અને બાકીનાં તત્ત્વો માનવનિર્મિત છે.

પ્રશ્ન 22.
સિલિકોન અને જર્મેનિયમ શા માટે અર્ધધાતુ તત્ત્વો છે?
ઉત્તરઃ
સિલિકોન અને જર્મોનિયમ બંને તત્ત્વોના ગુણધર્મો ધાતુ અને અધાતુ તત્ત્વો જેવા હોવાથી અર્ધધાતુ તત્ત્વો છે.

વ્યાખ્યા આપો

પ્રશ્ન 1.
શુદ્ધ પદાર્થ
ઉત્તરઃ
શુદ્ધ પદાર્થઃ એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે.

પ્રશ્ન 2.
મિશ્રણ
ઉત્તરઃ
મિશ્રણ એક કરતાં વધુ પ્રકારનાં તત્ત્વોમાંથી બનેલા પદાર્થને મિશ્રણ કહે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 3.
સંયોજન
ઉત્તરઃ
સંયોજનઃ એક કરતાં વધુ તત્ત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી બનતા નવા પદાર્થને સંયોજન કહે છે.

પ્રશ્ન 4.
સમાંગ મિશ્રણ
ઉત્તરઃ
સમાગ મિશ્રણ એકસમાન સંઘટન ધરાવતા મિશ્રણને સમાગ મિશ્રણ કહે છે.

પ્રશ્ન 5.
મિશ્રધાતુ
ઉત્તરઃ
મિશ્રધાતુઃ બે કે તેથી વધુ ધાતુ અથવા એક ધાતુ અને એક અધાતુના મિશ્રણને મિશ્રધાતુ કહે છે.

પ્રશ્ન 6.
દ્રાવણ
ઉત્તરઃ
દ્રાવણઃ બે કે તેથી વધુ પદાર્થોના સમાગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે.

પ્રશ્ન 7.
દ્રાવક
ઉત્તરઃ
દ્રાવક દ્રાવણનો જે ઘટક કણ અન્ય ઘટક કણોને પોતાનામાં ઓગાળે (દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે માત્રામાં હોય) તેને દ્રાવક કહે છે.

પ્રશ્ન 8.
દ્રાવ્ય
ઉત્તરઃ
દ્રાવ્ય દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે (દ્રાવણમાં જે ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય) તેને દ્રાવ્ય કહે છે.

પ્રશ્ન 9.
દ્રાવ્યતા
ઉત્તરઃ
દ્રાવ્યતાઃ ચોક્કસ (નિયત) તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે.

પ્રશ્ન 10.
સંતૃપ્ત દ્રાવણ
ઉત્તરઃ
સંતૃપ્ત દ્રાવણ : નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય, તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે.

પ્રશ્ન 11.
અસંતૃપ્ત દ્રાવણ
ઉત્તરઃ
અસંતૃપ્ત દ્રાવણ: જે દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે.

પ્રશ્ન 12.
દ્રાવણની સાંદ્રતા
ઉત્તરઃ
દ્રાવણની સાંદ્રતાઃ આપેલા જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને સાંદ્રતા કહે છે. અથવા નિયત તાપમાને એકમ કદના દ્રાવણમાં અથવા એકમ દળના દ્રાવકમાં ઓગળેલા દ્રવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે.

પ્રશ્ન 13.
નિલંબન
ઉત્તરઃ
નિલંબન વિષમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન કહે છે.

પ્રશ્ન 14.
કલિલ
ઉત્તરઃ
કલિલ : જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં હોય, તો તે દ્રાવણને કલિલ દ્રાવણ કહે છે.

પ્રશ્ન 15.
ટિંડલ અસર
ઉત્તરઃ
ટિંડલ અસર કલિલ(સોલ)માંથી પ્રકાશનું કિરણ પસાર છે કરતાં કલિલ કણો વડે પ્રકાશકિરણોનું પ્રકીર્ણન થવાથી તેનો માર્ગ પ્રકાશિત થાય છે. આ ઘટનાને ટિંડલ અસર કહે છે.

પ્રશ્ન 16.
ઇમલ્સન
ઉત્તરઃ
ઇમલ્શનઃ જે કલિલમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બંને પ્રવાહી હોય, તેને ઇમલ્સન કહે છે.

પ્રશ્ન 17.
ઘન સોલ
ઉત્તરઃ
ઘન સોલઃ જે કલિલમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બંને ઘન હોય, તેને ઘન સોલ કહે છે.

પ્રશ્ન 18.
એરોસોલ
ઉત્તરઃ
એરોસોલઃ જે કલિલમાં વિક્ષેપિત કલા પ્રવાહી કે વાયુ દ્ર પરંતુ વિક્ષેપન માધ્યમ વાયુ હોય, તેને એરોસોલ કહે છે.

પ્રશ્ન 19.
સ્ફટિકીકરણ
ઉત્તર:
સ્ફટિકીકરણ દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે રે અલગ મેળવવા માટે વપરાતી પદ્ધતિને સ્ફટિકીકરણ કહે છે.

ખાલી જગ્યા પૂરો

પ્રશ્ન 1.
ઘટક પોતાના મૂળભૂત ગુણધર્મો માં જાળવી રાખે છે.
ઉત્તરઃ
મિશ્રણ

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 2.
દ્રાવણ એ બે કે તેથી વધુ પદાર્થોનું ___________ મિશ્રણ છે.
ઉત્તરઃ
સમાગ

પ્રશ્ન 3.
કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ના શકે, તો તેને ___________ દ્રાવણ કહે છે.
ઉત્તરઃ
સંતૃપ્ત

પ્રશ્ન 4.
___________ દ્રાવણના કણો ટિંડલ અસર દર્શાવે છે.
ઉત્તરઃ
કલિલ

પ્રશ્ન 5.
કલિલ દ્રાવણ બનાવવા માટે વપરાતા દ્રાવકને ___________ માધ્યમ કહે છે.
ઉત્તરઃ
વિક્ષેપન

પ્રશ્ન 6.
ઇમલ્શનમાં વિક્ષેપન માધ્યમ પ્રવાહી, જ્યારે વિક્ષેપિત કલા ___________ છે.
ઉત્તરઃ
પ્રવાહી

પ્રશ્ન 7.
દૂધમાંથી મલાઈ ___________ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે.
ઉત્તરઃ
સેન્ટ્રિક્ટ્રગેશન

પ્રશ્ન 8.
એક જ દ્રાવકમાં જુદા જુદા રંગકોનું અલગીકરણ ___________ દ્વારા થાય છે.
ઉત્તરઃ
ક્રોમેટોગ્રાફી

પ્રશ્ન 9.
વિભાગીય નિયંદન પદ્ધતિ દ્વારા ___________ નું પણ અલગીકરણ કરી શકાય.
ઉત્તરઃ
હવા

પ્રશ્ન 10.
તત્ત્વોનું વર્ગીકરણ ધાતુ, અધાતુ અને ___________ માં થાય છે.
ઉત્તરઃ
અર્ધધાતુ

પ્રશ્ન 11.
કાચાં ફળોમાંથી ફ્રુટસલાડ બનાવવું એ ___________ પ્રકારનો ફેરફાર છે.
ઉત્તરઃ
ભૌતિક

પ્રશ્ન 12.
ફળનું પાકવું એ ___________ ફેરફાર છે.
ઉત્તરઃ
રાસાયણિક

પ્રશ્ન 13.
દિવેલ અને પાણીનું મિશ્રણ ___________ વડે અલગ કરી શકાય.
ઉત્તરઃ
ભિન્નકારી ગળણી

પ્રશ્ન 14.
લોખંડનો ભૂકો, સલ્ફર અને સફ્યુરિક ઍસિડને મિશ્ર કરતાં ___________ વાયુ ઉત્પન્ન થાય છે.
ઉત્તરઃ
હાઇડ્રોજન સલ્ફાઈડ

પ્રશ્ન 15.
હવાને ઠંડી પાડતાં સૌપ્રથમ ___________ વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે.
ઉત્તરઃ
નાઇટ્રોજન

નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

પ્રશ્ન 1.
લોખંડને કાટ લાગવો રાસાયણિક ફેરફાર છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 2.
કોઈ પણ તત્ત્વના બધા જ પરમાણુઓ સમાન લાક્ષણિકતા ધરાવે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 3.
સંયોજનના ઘટકોને ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા અલગ કરી શકાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 4.
દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 5.
પાણીમાં મીઠું ઓગાળતાં તે વિષયાંગ મિશ્રણ આપે છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 6.
પિત્તળ સંયોજન છે, કારણ કે તે તાંબુ અને જસતનું બનેલું છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 7.
કલિલ દ્રાવણના કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ શકે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
કપૂર ઊર્ધ્વપતન પામતો પદાર્થ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 9.
પાણી એ સંયોજન છે અને હવા એ મિશ્રણ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 10.
હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઑક્સિજન > આર્ગોન > નાઇટ્રોજન છે.
ઉત્તરઃ
ખોટું.

પ્રશ્ન 11.
ફટકડીના અશુદ્ધ નમૂનામાંથી તેના શુદ્ધ સ્ફટિક નિસ્યદન પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 12.
પેટ્રોલિયમ પેદાશોમાંથી તેના વિવિધ ઘટકોનું અલગીકરણ વિભાગીય નિયંદન પદ્ધતિ દ્વારા કરી શકાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 13.
નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 14.
ચીઝ એ ઇમલ્સન પ્રકારનું કલિલ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 15.
કાદવ એ સોલ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 16.
ખુમાઇસ પથ્થર એ ઘન સોલ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 17.
કલિલ સ્થાયી છે, જ્યારે નિલંબન અસ્થાયી છે.
ઉત્તરઃ
ખરું

માગ્યા મુજબ ઉત્તર આપો

પ્રશ્ન 1.
કુદરતમાંથી કેટલાં તત્ત્વો મળે છે?
ઉત્તર:
92

પ્રશ્ન 2.
કયું તત્ત્વ ઓરડાના તાપમાનથી ઊંચા તાપમાને પ્રવાહી સ્વરૂપે મળતું ધાતુ તત્ત્વ છે?
ઉત્તરઃ
ગેલિયમ

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 3.
પિત્તળમાં જસતનું પ્રમાણ આશરે કેટલું હોય છે?
ઉત્તર:
30 %

પ્રશ્ન 4.
માં પ્રકાશનો પ્રજ્વલિત માર્ગ જોઈ શકાતો નથી.
ઉત્તર:
દ્રાવણ

પ્રશ્ન 5.
હવામાં દ્રાવક તરીકે વર્તતા ઘટકનું અણુસૂત્ર જણાવો.
ઉત્તર: N)

પ્રશ્ન 6.
કાચી કેરી લીલા રંગની, પરંતુ પાકી કેરી પીળા રંગની હોય છે. આ કયા પ્રકારનો ફેરફાર ગણી શકાય?
ઉત્તર:
રાસાયણિક ફેરફાર

પ્રશ્ન 7.
સાચા દ્રાવણમાં કણોના વ્યાસ કેટલા nmથી વધુ ના ? હોવો જોઈએ?
ઉત્તર:
1 pm

નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો

પ્રશ્ન 1.
નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે?
A. પાણી
B. પેટ્રોલ
C. કેરોસીન
D. આલ્કોહોલ
ઉત્તર:
A. પાણી

પ્રશ્ન 2.
નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે?
A. પેઇન્ટ
B. દૂધ
C. વાદળી
D. વાદળાં
ઉત્તર:
D. વાદળાં

પ્રશ્ન 3.
નીચેના પૈકી જેલ કયું છે?
A. ઘી
B. વાદળી
C. દૂધ
D. માખણ
ઉત્તર:
D. માખણ

પ્રશ્ન 4.
વિક્ષેપન માધ્યમ પ્રવાહી અને વિક્ષેપિત કલા વાયુ હોય, તો તેવા
કલિલ સ્વરૂપને શું કહે છે?
A. જેલ
B. ફીણ
C. એરોસોલ
D. ઇન્શન
ઉત્તર:
B. ફીણ

પ્રશ્ન 5.
નીચેના પૈકી શેમાં ટિંડલ અસર જોઈ શકાય છે?
A. મીઠાનું દ્રાવણ
B. દૂધ
C. લીંબુનો રસ
D. મોરથુથુનું દ્રાવણ
ઉત્તર:
B. દૂધ

પ્રશ્ન 6.
વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપન માધ્યમ ઘન હોય તેવું ઉદાહરણ નીચેના પૈકી કયું છે?
A. ચીઝ
B. માખણ
C. જેલી
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 7.
ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે?
A. એરોસોલ
B. મિશ્રણ
C. નિલંબન
D. ઇમલ્શન
ઉત્તર:
A. એરોસોલ

પ્રશ્ન 8.
પોટાશ એલમનું શુદ્ધીકરણ કઈ પદ્ધતિ વડે થઈ શકે છે?
A. બાષ્પીભવન
B. સ્ફટિકીકરણ
C. સેન્ટ્રિક્ટ્રગેશન
D. ગાળણ
ઉત્તર:
B. સ્ફટિકીકરણ

પ્રશ્ન 9.
ચૉકને પાણીમાં નાખતાં બનેલું દ્રાવણ છે.
A. સાચું દ્રાવણ
B. કલિલ
C. નિલંબન
D. સંતૃપ્ત દ્રાવણ
ઉત્તર:
C. નિલંબન

પ્રશ્ન 10.
30 °C તાપમાને એક કપમાં પાણીમાં ખાંડ દ્રાવ્ય કરી તેને ગરમ કરવામાં આવે, તો …
A. સ્ફટિક બને.
B. ખાષ્પીભાવન થાય
C. અસંતૃપ્ત બને.
D. ખાંડના કણો છૂટા પડે.
ઉત્તર:
C. અસંતૃપ્ત બને.

પ્રશ્ન 11.
કયો ઘટક અલગ પડે છે?
A. પિત્તળ
B. હવા
C. રેતી
D. ગ્રેફાઇટ
ઉત્તર:
D. ગ્રેફાઇટ

પ્રશ્ન 12.
પ્રવાહી-પ્રવાહી દ્રાવણ કયું છે?
A. ફેસ ક્રીમ
B. ઇમલ્સન
C. દૂધ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 13.
નીચેના પૈકી કયો પદાર્થ શુદ્ધ પદાર્થ તરીકે વર્તે છે?
A. સોડિયમ ક્લોરાઇડ
B. ઠંડું પીણું
C. એરોસોલ
D. માટી
ઉત્તર:
A. સોડિયમ ક્લોરાઇડ

પ્રશ્ન 14.
નીચેના પૈકી સંયોજન કર્યું છે?
A. નેથેલીન
B. પાણીમાં સોડિયમ ક્લોરાઈડ
C. ઇન્શન
D. મિશ્રધાતુ
ઉત્તર:
A. નેથેલીન

પ્રશ્ન 15.
નીચેના પૈકી ક્યો ફેરફાર રાસાયણિક ફેરફાર છે?
A. સ્પિરિટનું બાષ્પીભવન
B. પાણીનું બરફમાં રૂપાંતર
C. કૉપર અને સલ્ફરના મિશ્રણને ગરમ કરવું
D. Hઅને 09નું મિશ્ર થવું
ઉત્તર:
C. કૉપર અને સલ્ફરના મિશ્રણને ગરમ કરવું

પ્રશ્ન 16.
કલિલ દ્રાવણ એ …
A. સમાંગ મિશ્રણ છે.
B. વિશ્વમાંગ અને પારદર્શક મિશ્રણ છે.
C. વિશ્વમાંગ મિશ્રણ કે જેમાં ઘટક કણો નરી આંખે જોઈ શકાય.
D. વિશ્વમાંગ મિશ્રણ કે જેમાં ઘટક કણો નરી આંખે જોઈ શકાતા નથી.
ઉત્તર:
D. વિશ્વમાંગ મિશ્રણ કે જેમાં ઘટક કણો નરી આંખે જોઈ શકાતા નથી.

પ્રશ્ન 17.
એમોનિયમ ક્લોરાઇડ અને રેતીના મિશ્રણને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય?
A. ઊપણવાથી
B. સેન્ટ્રિક્ટ્રગેશન
C. ઊર્ધ્વપાતન
D. બાષ્પીભવન
ઉત્તર:
C. ઊર્ધ્વપાતન

પ્રશ્ન 18.
ચાઇના ડિશમાં 5 g લોખંડનો ભૂકો અને 5 g સલ્ફર લઈએ, તો નીચેના પૈકી કઈ પ્રક્રિયાથી સંયોજન બનશે?
A. બંને ખૂબ જ મિશ્ર કરવાથી
B. કાર્બન ડાયસલ્ફાઇડ ઉમેરી દ્રાવણને હલાવવાથી
C. લાલચોળ થાય ત્યાં સુધી મિશ્રણને ગરમ કરવાથી
D. ચુંબક વડે લોખંડના ભૂકાને અલગ કરવાથી
ઉત્તર:
C. લાલચોળ થાય ત્યાં સુધી મિશ્રણને ગરમ કરવાથી

પ્રશ્ન 19.
શેવિંગ ક્રીમ એ શેનું કલિલ દ્રાવણ છે?
A. પ્રવાહીમાં વાયુ
B પ્રવાહીમાં પ્રવાહી
C. ઘનમાં વાયુ
D. ઘનમાં પ્રવાહી
ઉત્તર:
A. પ્રવાહીમાં વાયુ

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 20.
25 °C તાપમાને ક્ષારની પાણીમાં દ્રાવ્યતા 20 g/ 100 g છે.. 50 °C સુધી દર 5°C તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા 10 % વધે છે. ત્યારબાદ અચળ થઈ જાય છે. 35 °C તાપમાને 100 g પાણીમાં 26 g ક્ષાર ઓગાળતાં બનતું દ્રાવણ ::: પ્રકારનું હશે.
A. સંતૃપ્ત
B. અસંતૃપ્ત
C. નિલંબન
D. કલિલ
ઉત્તરઃ
A. સંતૃપ્ત

મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર
(Value Based Questions with Answers)

પ્રશ્ન 1.
ઈશા શાળામાં રમત દરમિયાન પડી જાય છે. આથી તેના હાથનો અમુક ભાગ છોલાઈ જાય છે. કવિતા તરત જ તેને પ્રયોગશાળામાં લઈ જાય છે. કવિતા પ્રયોગશાળાના મદદનીશની મદદ વડે આયોડિનનું આલ્કોહોલમાં દ્રાવણ બનાવી ઈજાયુક્ત ભાગ પર લગાડે છે. આથી ઈશા તેને થતા દર્દમાં રાહત અનુભવે છે અને કવિતાનો આભાર માને છે. વિજ્ઞાનના શિક્ષક કવિતાને આ કાર્ય બદલ અભિનંદન પાઠવે છે.
(a) કવિતાનો આ બાબતે ક્યો ગુણ સંકળાયેલો છે?
ઉત્તરઃ
કવિતાનો આ બાબતે રસાયણવિજ્ઞાનનું જ્ઞાન અને મિત્રને મદદ કરવાનો ગુણ સંકળાયેલો છે.

(b) કવિતાએ બનાવેલા દ્રાવણને શું કહેવાય?
ઉત્તરઃ
આ દ્રાવણને ટિચર આયોડિન કહે છે.

(c) આ દ્રાવણ શેના તરીકે વર્તે છે?
ઉત્તરઃ
આ દ્રાવણ જંતુનાશક (એન્ટિસેપ્ટિક) તરીકે વર્તે છે.

(d) આ દ્રાવણમાંથી ટિંડલ અસર જોઈ શકાય?
ઉત્તરઃ
આ દ્રાવણમાંથી ટિંડલ અસર જોઈ શકાય નહિ.

(e) આ દ્રાવણમાંથી ઘટક કણોને અલગ કરવા કઈ પદ્ધતિ ? વપરાય છે?
ઉત્તરઃ
બાષ્પીભવન દ્વારા ઘટક કણોને અલગ કરી શકાય.

પ્રશ્ન 2.
નિધિ બજારમાંથી નેઈલપૉલિશની ખરીદી કરે છે, પરંતુ તે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકતી નથી. આથી નેઇલપૉલિશ સુકાઈ જાય છે. તે તેને ડસ્ટબિનમાં નાખી દે છે. તેની મિત્ર તૃપ્તિ તેને આ સુકાઈ ગયેલી નેઈલપૉલિશમાં નેઈલપૉલિશ રિમૂવર ઉમેરી તેને હલાવવાની સૂચના આપે છે. નિધિ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેની નેઇલપોલિશ ફરીથી ઉપયોગી થાય છે. તે તૃપ્તિનો આભાર માને છે.
(a) નેઈલપૉલિશમાં વપરાયેલ દ્રાવક કયો છે?
ઉત્તર:
નેઈલપૉલિશમાં વપરાયેલ દ્રાવક તરીકે એસિટોન છે.

(b) શા માટે નેઈલપૉલિશની શીશી હવાચુસ્ત રીતે બંધ રાખવી જોઈએ?
ઉત્તર:
જો હવાચુસ્ત રીતે શીશી બંધ ના કરવામાં આવે, તો દ્રાવકનું બાષ્પીભવન થઈ જાય છે અને નેઇલપૉલિશ સુકાઈ જાય છે.

(c) આ દ્રાવણમાં રહેલા રંગકોને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય?
ઉત્તર:
ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય.

(d) આ દ્રાવણમાંના દ્રાવકનું ઉત્કલનબિંદુ જણાવો.
ઉત્તર:
એસિટોનનું ઉત્કલનબિંદુ 55 °C છે.

GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 3.
મહેસાણામાં આવેલા કોઈ એક ગામના ગ્રામજનો ઊંડાઈએ આવેલા કૂવામાંથી અને અન્ય ખુલ્લી જગ્યાએથી પાણી પીએ છે. આથી તેઓ કેટલાક રોગનો શિકાર બને છે. ડૉક્ટર વેદ તેમને આ પાણી ઉકાળીને પીવાની સલાહ આપે છે. આથી કેટલીક અશુદ્ધિઓ અને 3 જીવાણુ નાશ પામે છે. ડૉક્ટરની સલાહથી ગ્રામજનો તંદુરસ્ત અને રોગમુક્ત જીવન જીવે છે. તેઓ ડૉક્ટરનો ખૂબ આભાર માને છે.
(a) આ પાણીને જીવાણુ રહિત અને પીવાલાયક બનાવવાના અન્ય ઉપાયો જણાવો.
ઉત્તરઃ
અન્ય ઉપાયો
(1) બ્લીચિંગ પાઉડર ઉમેરી
(2) થોડી માત્રામાં પોટેશિયમ પરમેંગેનેટ અથવા ક્લોરિનની. ટીકડીઓ ઉમેરીને પીવાલાયક તેમજ જીવાણુ રહિત કરી શકાય.

(b) ઉકળેલું પાણી ક્યાં સુધી પીવાલાયક ગણી શકાય?
ઉત્તરઃ
જ્યાં સુધી ફરીથી પાણીમાં અશુદ્ધિ ના ઉમેરાય ત્યાં સુધી પીવાલાયક રહે છે.

Memory Map:
GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 24

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *