GSEB Class 8 Social Science Notes Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

This GSEB Class 8 Social Science Notes Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા covers all the important topics and concepts as mentioned in the chapter.

અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા Class 8 GSEB Notes

→ નાલંદા, તાશિલા, વિક્રમશિલા, વલભી વગેરે પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો (શિક્ષણ સંસ્થાઓ) હતી.

→ મુઘલયુગમાં બાદશાહ અકબરના શાસનથી ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો ફેલાવો થયો હતો.

→ મુઘલયુગ પછી શિક્ષણ આપવાનું કાર્ય હિંદુ ધર્મસ્થાનોમાં આવેલી – પાઠશાળાઓ અને મસ્જિદોમાં આવેલી મદરેસામાં થતું હતું.

→ અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ સંસ્થાઓ ગામઠી શાળા, પંડયાની શાળાઓ કે ધૂળિયા નિશાળોના નામે ઓળખાતી હતી.

→ અંગ્રેજોના આગમન સમયે ભારતમાં ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા નહોતી. અભ્યાસ માટે નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને તાલીમ પામેલા શિક્ષકોની વ્યવસ્થા ન હતી. ગામનાં જાહેર સ્થળે અથવા ગામના પાદરે વડ કે અન્ય વૃક્ષની છાયામાં બાળકોને બેસાડવામાં આવતા ઈતા,

GSEB Class 8 Social Science Notes Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

→ શિક્ષક બાળકની કૌટુંબિક સ્થિતિ પ્રમાણે તેને ઉપયોગી થાય તેવું શિક્ષણ આપતા, મૌખિક શિક્ષણની શરૂઆત અકથી કરવામાં આવતી. એ પછી કક્કો-મૂળાક્ષરો શીખવવામાં આવતા. ત્યાર પછી લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી, શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા. મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો.

→ શિયા નો કોઈ નક્કી પગાર કે વેતન નહોતો. વિદ્યાર્થીના વાલી પોતાની આર્થિક સ્થિતિ મુજબ શિક્ષકને વેતન આપતા. વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણમાં બેસાડવાની વ્યવસ્થા ન હતી.

→ ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે ઈ. સ. 1789માં કોલકાતા પાસે આવેલ સિરામપુરમાં કરી. એ શિક્ષણ સંસ્થામાં સંક્ત, બંગાળી, મરાઠી, હિંદી, રામાયણ, વ્યાકરણ વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું.

→ સિરામપુરમાં કન્યાશાળાની સ્થાપના માર્શમેન અને તેમનાં પત્નીએ કરી હતી.

→ ઈ. સ. 1819ના સનદી ધારા અન્વયે ભારતમાં ખ્રિસ્તી, પાદરીઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ મળી.

→ એલેકઝાન્ડર ડફ નામના ખ્રિસ્તી પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી.

→ ભારતના કેટલાક શિક્ષણ સુધારકો અને અંગ્રેજ અધિકારીઓ સંપૂર્ણ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવાનો મત ધરાવતા હતા; જ્યારે કેટલાક હિંદુઓ પાઠશાળાઓમાં અને મુસ્લિમો મદરેસાઓમાં જ શિક્ષણ આપવું જોઈએ એવો મત ધરાવતા હતા.

→ ઈસ્ટ ઇન્ડિયા કંપની ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકના સમયમાં ઈ. સ. 1933ના સનદી ધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા તૈયાર થઈ. આથી, ઈ. સ. 1835માં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો.

→ ઈ. સ. 1854માં વુડના નીતિપત્ર(ખરીતો)માં ભારતમાં ભારતીય શિક્ષણ-પ્રણાલીને બદલે યુરોપીય શિક્ષણ-પ્રણાલી અપનાવવા જણાવ્યું હતું.

→ ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકને ફાળે જાય છે, કારણ કે તેના સમયમાં, એટલે કે ઈ. સ. 1835 પછી ભારતના કોલકાતા (બંગાળ), મુંબઈ, મદ્રાસ (ચેન્નાઈ), ઉત્તર ભારત, પંજાબ, પશ્ચિમ ભારત સહિત મોટા ભાગના વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો હતો.

→ અંગ્રેજ સરકારના વહીવટમાં નોકરી મેળવવા માટે અંગ્રેજી શિક્ષણપામેલા લોકોને મહત્ત્વ મળવા લાગ્યું. આથી, ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી.

GSEB Class 8 Social Science Notes Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

→ મુંબઈમાં એલ્ફિન્સ્ટન, મદ્રાસ(ચેન્નઈ)માં મુનરો અને ઉત્તર ભારતમાં થોમસનના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં ઘણો વધારો થયો.

→ ઈ. સ. 1882ના હન્ટર કમિશને શિક્ષણનો વ્યાપ વધારવા પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ આપવાની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાની ભલામણ કરી.

→ ઈ. સ. 1917માં નિમાયેલા સેંડલર કમિશને માધ્યમિક કક્ષા ‘ સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની ભલામણ કરી હતી.

→ ઈ. સ. 1919ના મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ કાયદામાં પ્રાંતોમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણખાનું ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવાની જોગવાઈ કરવામાં આવી.

→ ઈ. સ. 1912માં ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું. પરંતુ અંગ્રેજ સરકારે તેનો અસ્વીકાર કર્યો હતો.

→ અંગ્રેજ સરકારે માત્ર ઓછા વેતન કારકુનો મેળવવા ભારતીયોને પાયાનું શિક્ષણ મળે તેટલા પૂરતો જ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેણે દેશના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલૉજીનું જ્ઞાન મળે, તેમનામાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય એવા કોઈ મહત્ત્વના શિક્ષણની વ્યવસ્થા કરી નહોતી. આથી, ભારત વિશ્વમાં શિક્ષણક્ષેત્રે ઘણું પછાત રહ્યું.

→ ઉચ્ચ શિક્ષણ માટે સૌપ્રથમ કોર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના ગવર્નર જનરલ વેલેસ્લીએ ઈ. સ. 1901માં કોલકાતામાં કરી.

→ ઈ. સ. 1917માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખરજીના પ્રયાસોથી કોલકાતામાં હિંદુ કૉલેજ સ્થપાઈ. તે કોલેજમાં ભારતીય ભાષાઓ, અંગ્રેજી, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર વગેરે વિષયો શીખવવામાં આવતા હતા.

→ કોલકાતાની હિંદુ કોલેજ ઈ. સ. 1855માં પ્રેસિડન્સી કોલેજ તરીકે ઓળખાઈ. – સરકારી કચેરીઓ માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા વૉરન હેસ્ટિંગ્સ ઈ. સ. 1780માં કોલકાતા મદરેસા કોલેજ (મુસ્લિમ કૉલેજ) અને જોનાથન હંકને . સ. 1791માં બનારસ સંસ્કૃત કૉલેજ સ્થાપી હતી.

→ ઈ. સ. 1954ના વુડના ખરીતા(ડુડસ ડિસ્પેચ)ને ભારતના શિક્ષણ માટેનો “મેગ્નાકા’ કહેવામાં આવે છે, કારણ કે એ ખરીતા દ્વારા ભારતમાં શિક્ષણના દરેક ક્ષેત્રે મહત્ત્વના સુધારા કરવામાં અાવ્યા હતા. – વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી આ પ્રમાણે ભલામણો કરવામાં આવી હતી :

  • દરેક પ્રાંતમાં યુનિવર્સિટી સ્થાપવા સ્વતંત્ર શિક્ષણ ખાતાની રચના કરવી.
  • સરકારી કૉલેજો અને શાળાઓની જાળવણી કરવી.
  • ખાનગી શાળાઓને સરકારી અનુદાન (ગ્રા) આપવું.
  • શિક્ષકોને તાલીમ આપવા માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવી.
  • ધંધાદારી કે, વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ વધારવો.
  • દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવી.
  • સ્ત્રી-શિક્ષણને ઉત્તેજન આપવું.
  • શિષ્યવૃત્તિઓ આપવી.

→ ઈ. સ. 1854ના વુડના ખરીતા મુજબ દરેક પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક કરવામાં આવી તેમજ અલગ શિકણખાતું શરૂ કરવામાં આવ્યું.

GSEB Class 8 Social Science Notes Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

→ ઈ. સ. 1854ના વુડના ખરતા મુજબ કોલકાતા, મુંબઈ અને મદ્રાસ(ચેન્નઈ)માં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી.

→ ઈ. સ. 1844માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજ સ્થપાઈ હતી. એ પછી ઈ. સ. 1882માં પંજાબ અને અલાહાબાદમાં યુનિવર્સિટીની સ્થાપના થઈ.

→ લૉર્ડ કર્ઝને ઈ. સ. 1904માં યુનિવર્સિટીને લગતો કાયદો ઘડ્યો. એ કાયદા મુજબ તેણે સેનેટમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ઘટાડીને નિમાયેલા સભ્યોની સંખ્યા વધારી.

→ ઈ. સ. 1916માં બનારસ હિંદુ યુનિવર્સિટી, ઈ. સ. 1920માં જામિયા મિલિયા યુનિવર્સિટી અને ઈ. સ. 1922માં શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી જેવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સ્થાપના થઈ.

→ ઈ. સ. 1946માં ભારતમાં કુલ 16 યુનિવર્સિટીઓ હતી.

→ 20મી સદીમાં ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી સાથે સંકળાયેલી બેંગલૂરુમાં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ સાયન્સ’, કોલકાતામાં ‘બોઝ સંશોધન કેન્દ્ર’ (આંતર વિદ્યાકીય), દહેરાદૂનમાં “જંગલખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર’, દિલ્લીમાં “ખેતીવાડી કેન્દ્ર’, રૂડકીમાં ઇજનેરીવિદ્યાને લગતું કેન્દ્ર, પૂના પુણે)માં ‘ભાંગ્રરકરે ઇન્સ્ટિટ્યૂટ’ વગેરે સંસ્થાઓ સ્થપાઈ હતી.

→ ઈ. સ. 1813થી ઈ. સ. 1851 સુધી ભારતમાં ખ્રિસ્તી પાદરીઓએ અને કેટલાંક શ્રીમંત કુટુંબોએ બંગાળ, મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) પ્રાંતોમાં કન્યાશિક્ષણની સંસ્થાઓ સ્થાપી હતી. → 19મી સદીમાં રાજા રામમોહનરાય અને દયાનંદ સરસ્વતીએ સ્ત્રી-શિક્ષણ માટે હિમાયત કરી હતી.

→ બંગાળના અંગ્રેજ શિક્ષણશાસ્ત્રી બેથુન અને પ્રખર બ્રહ્મોસમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈ. સ. 1949માં હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી.

→ ઈ.સ. 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં 1640 કન્યાશાળાઓ હતી. આ સમયે માત્ર 4.89 % કન્યાઓ શાળામાં જતી હતી.

→ રાજા રામમોહનરાયે ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું. તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થયું હતું.

→ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી બંગાળમાં છોકરા-છોકરીઓ માટે શાળાઓ સ્થપાઈ હતી.

→ મહારાષ્ટ્રમાં કન્યાશાળા અને વિધવા માટેની શાળાઓની સ્થાપના મહાદેવ ગોવિંદ રાનડે અને તેમનાં પત્ની રમાબાઈ રાનડેએ તથા જ્યોતિરાવ ફૂલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ કરી હતી.

→ ઈ. સ. 1815માં રાજા રામમોહનરાયે આત્મીય સભાની સ્થાપના કરી હતી.

→ બંગાળમાં સતીપ્રથા વિરુદ્ધ રાજા રામમોહનરાયે ઈ. સ. 1821માં સંવાદ કૌમુદી’ નામના સામયિક દ્વારા ઝુંબેશ ચલાવી હતી.

→ બ્રહ્મસમાજની સ્થાપના ઈ. સ. 1928માં રાજા રામમોહનરાયે કરી હતી.

→ બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ. સ. 1829માં ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો બનાવી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

→ બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ. સ. 1839માં નરબલિ પ્રથા” અને “બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા’ વિરુદ્ધ કાયદા ઘડવામાં આવ્યા હતા.

→ બ્રહ્મસમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક “સોમપ્રકાશ’ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી.

→ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા વિશે માનતા હતા કે જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્ય સમાજની નિશાની નથી.

→ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી ઈ. સ. 1856માં ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીએ વિધવા પુનર્વિવાહ કાયદો ઘડીને વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું.

GSEB Class 8 Social Science Notes Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

→ ભારતમાં અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવા મહાત્મા ગાંધીએ પાયાનો વિચાર કર્યો હતો. એ માટે તેમણે પોતાના રચનાત્મક કાયોંમાં અનુસૂચિત જાતિના ઉદ્ધારની પ્રવૃત્તિઓને ખાસ મહત્ત્વ આપ્યું હતું.

→ ગાંધીજીએ પોતાના આશ્રમમાં અનુસૂચિત જાતિના દુદાભાઈને પરિવાર સહિત વસાવ્યા હતા,

→ મહારાજા સયાજીરાવ ગાયકવાડે અનુસૂચિત જાતિના લોકોના ઉદ્ધારની પ્રવૃત્તિઓ કરી હતી.

→ ડૉ. ભીમરાવ આંબેડકરે અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૌક્ષણિક અને રાજકીય અધિકારો અપાવવા જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમણે અનુસુચિત જાતિના લોકોને મંદિરોમાં પ્રવેશ અપાવવા તેમજ અન્ય સાર્વજનિક સ્થળોએ પ્રવેશવાના સત્યાગ્રહો કર્યા હતા.

→ મામા સાહેબ ફડકેએ ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા સ્થાપી હતી.

→ પરીક્ષિતલાલ મજુમદારે અનુસુચિત જાતિના લોકો માટે શાળાઓ અને છાત્રાલયો સ્થાપીને તેમના શૈક્ષણિક વિકાસ માટે ખૂબ મહત્ત્વનું કાર્ય હતું.

→ ઠક્કરબાપાએ આદિવાસી કે અનુસુચિત જનજાતિના વિસ્તારોમાં જઈ આશ્રમ સ્થાપ્યા. તેમણે તેમનાં બાળકોની શિક્ષણવ્યવસ્થા માટે શાળાઓ ખોલી અને એ રીતે તેમનો વિકાસ કરી સમાજના મૂળ પ્રવાહમાં લાવવા ભગીરથ પ્રયત્નો કર્યા.

→ અંગ્રેજોના આગમન સમયે ભારતમાં બાળલગ્નની કુપ્રથા લગભગ દરેક સમાજમાં પ્રચલિત હતી.

→ બ્રહ્મોસમાજી નેતા કેશવચંદ્ર સેને ઈ. સ. 1870માં બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી.

→ કેશવચંદ્ર સૈનના મતે બાળલગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે. તે બાળકના શારીરિક અને માનસિક વિકાસને અવરોધે છે, એટલું જ નહિ, તેની શૈક્ષણિક પ્રગતિમાં પણ મોટો અવરોધ ઊભો કરનારું પરિબળ બને છે.

→ કેશવચંદ્રસેનના પ્રયત્નોથી ઈ. સ. 1872માં ‘લગ્નવય સંમતિ ધાર” ઘડવામાં આવ્યો. એ ધારાથી 12 વર્ષથી નીચેની વયના છોકરી કે છોકરાના લગ્નને ગેરકાયદેસર ગણવામાં આવ્યા.

→ ચાર્લ્સ વડે પોતાના ખરતામાં ગવર્નર જનરલને સૂચવ્યું હતું કે, ભારતમાં સ્ત્રી-શિક્ષણને ઉત્તેજન મળે એ માટે ગ્રાન્ટ-ઇન-એઇડ પદ્ધતિથી કન્યાશાળાઓ સ્થાપવી.

→ ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ કાઉન્સિલ ફૉર એજ્યુકેશનને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે ઈ. સ. 1954ના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ.”

→ વિધવાઓના પુનર્લગ્ન માટે રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નામના અગ્રણી સમાજસુધારકોએ ભગીરથ પ્રયત્નો ક્ય. એ માટે તેમણે પુસ્તકો, સામયિકો, ચોપાનિયાં (પલેટ્સ) વગેરે દ્વારા લોકોને જાગૃત કર્યા.

→ મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે સમાજસુધારકોએ વિધવા પુનર્લગ્ન અને બાળલગ્ન વિરુદ્ધ ભારે ઝુંબેશ ચલાવી હતી.

→ ગુજરાતમાં ઈ. સ. 1844માં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવધર્મ સભાની સ્થાપના કરી લોકોને વહેમ અને અંધશ્રદ્ધા ત્યજવા તેમજ દોરાધાગા જેવી પ્રવૃત્તિ છોડી દેવા સમજાવ્યું હતું.

→ ગુજરાતના નર્મદ, કરસનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ, દલપતરામ વગેરે મહાન સમાજસુધારકોએ બાળલગ્ન અને વિધવાવિવાહની મનાઈ વિરુદ્ધ ઉગ્ર આંદોલનો ચલાવ્યાં હતાં.

GSEB Class 8 Social Science Notes Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

→ મહાન સુધારક નર્મદ વિધવા સાથે લગ્ન કર્યું હતું.

→ ગવર્નર જનરલની કાઉન્સિલ ફૉર એજ્યુકેશનના સભ્ય જે. બી. ગ્રાન્ટ રજૂ કરેલા બિલને વિધવા પુનર્લગ્ન વિવાહ અધિનિયમ, 1856 તરીકે ઓળખાય છે. આ કાનૂન અંતર્ગત કોલકાતામાં સંક્ત કોલેજના અધ્યાપક શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીનાં લગ્ન થયાં હતા.

→ વિધવા પુનર્લગ્ન વિવાહની ઝુંબેશને આંધ્રમાં કુન્દકુરિ વીરેસલિંગમ, પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાનડે, ડી. કે. (મહર્ષિ) કર્વે, આર. જી. ભાંડારકર, બી. એમ. (બહેરામજી) મલબારી વગેરે સમાજસુધારકોએ આગળ ધપાવી હતી.

→ રામકૃષ્ણ પરમહંસ કોલકાતા પાસેના દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટિના મહાન સંત હતા. તેમનું વ્યક્તિત્વ સરળ અને તેજસ્વી હતું. કોલકાતા યુનિવર્સિટીના યુવાન ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત બંગાળના નવયુવાનોમાં સૌથી તેજસ્વી યુવાન હતા. નરેન્દ્રનાથ દત્ત પછીથી સ્વામી વિવેકાનંદના નામે પ્રસિદ્ધ થયા. તેઓ રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય હતા. તેમનો જન્મ 12 જાન્યુઆરી, 1863માં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મભાવના અને સેવાભાવનાનો પ્રચાર કરવા માટે ઈ. સ. 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.

→ સ્વામી વિવેકાનંદે ઈ. સ. 1893માં યૂ.એસ.એ.ના શિકાગો શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનની ‘વિશ્વધર્મ પરિષદ’માં ભાગ લીધો હતો. એ પરિષદના સભ્યોને ‘ભાઈઓ અને બહેનો’ (Brothers and Sisters) શબ્દો દ્વારા સંબોધન કરીને તેમણે સૌને આશ્ચર્યચકિત અને મુગ્ધ કર્યા હતા. એ પછી સ્વામી વિવેકાનંદે વિવિધ દેશોનો પ્રવાસ કરીને ત્યાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કર્યો હતો.

→ સ્વામી વિવેકાનંદનો ઉપદેશ

  • (1) સ્વામી વિવેકાનંદે સમાજસેવા અને સમાજસુધારણાના ઉપદેશ દ્વારા તે સમયનાં પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો.
  • તેમના મતે, જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી શકે નહિ કે નિરાધાર બાળકોનાં મોંમાં રોટીનો ટુકડો મૂકી શકે નહિ તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.
  • તેઓ કહેતા કે, “પહેલાં અન્ન પછી ધર્મ.”
  • તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરનાં દર્શન કરતા. તેથી તેઓ કહેતા હતા કે, “માનવસેવા એ જ પ્રભુસેવા છે.” (Service to mankind is service to God.).
  • તેઓ યુવાનોને કહેતા કે, તwત, નાત, પ્રાપ્ય વારનિવોધતા “ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”

→ સ્વામી વિવેકાનંદની વાણીમાં ડહાપણનું ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી પ્રવર્તતી હતી. તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્રોત હતા.

→ અંગ્રેજોએ ગોઠવેલા શિક્ષણનો મુખ્ય હેતુ અંગ્રેજ શાસનને સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો પેદા કરવા સીમિત હતો. તદુપરાંત, ભારતના ભોગે બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાની તેમજ બ્રિટિશ હિતોને સાચવવાની નીતિને કારણે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *