GSEB Class 8 Social Science Notes Chapter 19 સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

This GSEB Class 8 Social Science Notes Chapter 19 સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા covers all the important topics and concepts as mentioned in the chapter.

સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા Class 8 GSEB Notes

→ ભારતે ‘કલ્યાણ રાજ્ય’ બનવાનો સંકલ્પ ક્યોં છે. કે ભારતને ‘કલ્યાણ રાજ્ય’ બનાવવા માટે ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવું ખૂબ જરૂરી છે.

→ સ્વતંત્રતા અગાઉ ભારતીય સમાજના માનસને સંકુચિત રાખવાનો પ્રયત્ન મુસ્લિમ સલ્તનતે તથા મુઘલ અને અંગ્રેજ શાસકોએ કર્યો હતો.

→ સ્વતંત્રતા અગાઉ સંકુચિત માનસ ધરાવતો ભારતીય સમાજ કેટલાક કુરિવાજો તેમજ આર્થિક અને સામાજિક રીતે અત્યંત વિષમ સ્થિતિમાં હતો.

→ સમાજના આર્થિક અને સામાજિક વિકાસ વિના રાજકીય સ્વતંત્રતા અર્થહીન બને છે,

→ આઝાદી પૂર્વે ભારતીય સમાજ આર્થિક અને સામાજિક રીતે વિષમ સ્થિતિમાં જીવતો હતો. એવા સમાજના વિકાસ માટે આઝાદી પછી ભારત સરકારને બહુ જ પરિશ્રમ કરવાની અને લાંબા ગાળાનાં પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ.

→ અન્ન, વસ્ત્ર અને રહેઠાણ એ માનવીની પાયાની, મૂળભૂત જરૂરિયાતો છે.

→ જેમ જેમ નાગરિકોનો વિકાસ થતો ગયો તેમ તેમ શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પોષક આહાર, આનંદપ્રમોદનાં સાધનો વગેરે ક્ષેત્રો મૂળભૂત જરૂરિયાતોમાં ઉમેરાતાં ગયાં.

GSEB Class 8 Social Science Notes Chapter 19 સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

→ નાગરિકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટેની નાણાકીય વ્યવસ્થા નાગરિકોને રોજગારી આપ્યા વિના થઈ શકે તેમ નહોતી. તેથી આઝાદી પછી સરકારને રોજગારીનાં નવાં નવાં ક્ષેત્રો શોધવાનું અનિવાર્ય બન્યું.

→ ભારતમાં કૃષિ-ઉત્પાદનો માટે પર્યાપ્ત પ્રમાણમાં જમીન હોવા છતાં ખેડૂતો પરંપરાગત સાધનો અને પદ્ધતિથી ખેતી કરતા હોવાથી પૂરતું ઉત્પાદન થતું નહોતું.

→ પંચવર્ષીય યોજનાઓમાં કૃષિક્ષેત્રના વિકાસ માટે લીધેલાં પગલાને લીધે ભારત અન્નના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું; દેશમાં કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિ’ થઈ.

→ ખેતીની સ્થિતિમાં સુધારો થતાં ખેડૂતોનું આર્થિક અને સામાજિક જીવનનું સ્તર ઊંચું આવ્યું.

→ ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે કૃષિક્ષેત્રે સહકારી પ્રવૃત્તિઓ નોંધપાત્ર ફાળો આપ્યો છે.

→ સહકારી પ્રવૃત્તિએ પશુપાલન અને દૂધ-ઉત્પાદન ક્ષેત્રે કરેલા સઘન પ્રયત્નોને લીધે શ્વેત ક્રાંતિ થઈ અને તેમાં ઘણી સારી સફળતા મળી છે.

→ પરિવહન સુવિધા, કાચા માલની પ્રાપ્તિ, સંચાલન શક્તિનાં ઉપકરણો વગેરેની સગવડો જ્યાં મળતી હોય ત્યાં ઉદ્યોગો મોટા ભાગે વિકસતા હોય છે,

→ ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિ આધારિત ઉદ્યોગો વિકસે તો ત્યાંના લોકોને રોજગારીની તકો મળે છે. પરિણામે તેમનું આર્થિક સ્તર ઊંચું આવે છે.

→ ઉદ્યોગોના વિકાસ માટે સરકાર કેટલાક વિસ્તારોમાં સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ ઝોન’ બનાવે છે. એ વિસ્તારમાં ઉઘોગ શરૂ કરનારને સરકાર ઉદ્યોગ માટેની સુવિધાઓ વાજબી ભાવે પૂરી પાડે છે તેમજ કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાંથી પણ છૂટછાટ આપે છે, વિવિધ ઔઘોગિક યોજનાઓના પરિણામ સ્વરૂપે રાષ્ટ્રનો ઔઘોગિક વિકાસ ઘણો સારો થયો છે, જેનાથી સમાજનો આર્થિક વિકાસ થયો છે તેમજ લોકોનું જીવનધોરલ ઊંચું આવ્યું છે,

→ સ્વતંત્રતા પૂર્વે દેશમાં શિક્ષણ અને આરોગ્યની બાબતમાં લોકો ઓછા જાગ્રત હતા. ભારતના જનજીવનની તાસીર સમાં ગામડામાં પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યની ખાસ સુવિધાઓ નહોતી.

→લોકશાહીની સફળતાના આધારસ્તંભ સમાં શિક્ષણના પ્રસાર માટે સરકારે તેમજ ગામડાંમાં અને શહેરોમાં જાહેર શૈક્ષણિક સંસ્થાઓએ – મંડળોએ ખૂબ જ પ્રયત્નો કર્યા છે.

→ દરેક ગામમાં પ્રાથમિક શાળાનું સ્વપ્ન મહદંશે સિદ્ધ થયું છે.

→ આરોગ્યની સારવારના અભાવે બાળકો અને પ્રસૂતાઓના મૃત્યુની ઘટનાઓ જોવા મળે છે.

→ ભારતની સમાજવ્યવસ્થામાં સામાજિક રીતે પછાત અને સુવિધાઓથી વંચિત વર્ગોને મૂળભૂત માનવ અધિકારો પણ આપવામાં આવતા ન હતા.

→ ભારતના સામાજિક રીતે પછાત ગણાતા વર્ગોની યાદી ભારતના બંધારણના પરિશિષ્ટમાં આપવામાં આવી છે.

→ સામાજિક રીતે પછાત વર્ગોને શિક્ષણ અને રોજગારીની તકો આપવાને કારણે તેઓ સમાજના અન્ય વર્ગોની હરોળમાં ઊભા રહેવા સક્ષમ બન્યા છે. તદુપરાંત, સમાજના લોકોની તેમના પ્રત્યેની માનસિકતા બદલાઈ છે અને બધા જ લોકોને સમાન દરજ્જાથી જોવાની દષ્ટિ પણ વિકસી છે.

→પૂર અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓમાં સરકારને પ્રજાનો સહકાર મળે છે. સમાજના સાધનસંપન્ન લોકો હજારો અસરગ્રસ્તો માટે પાણી, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરતા હોય છે.

GSEB Class 8 Social Science Notes Chapter 19 સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

→ દેશના બધા નાગરિકોનું જીવનધોરણ ઊંચું આવે તેમજ તેમને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સરકારને ઘણાં નાણાં ખર્ચવાં પડે છે. ખર્ચ માટે નાણાં એકઠાં કરવા માટે સરકાર વિવિધ કર ઉઘરાવીને આવક ઊભી કરે છે.

→ રોડપરિવહન જેવી સેવા ખર્ચાળ હોવાથી સરકારને ખોટ સહન કરવી પડે છે, પરંતુ સરકાર લોકોને સુવિધા આપવા માટે એ સેવા પાછળ ખર્ચ કરે છે.

→સરકાર ઓછી આવક ધરાવતા કુટુંબોને અનાજ, તેલ, ખાંડ, ચોખા જેવી વપરાશી જીવનજરૂરિયાતો જાહેર વિતરણ પ્રણાલી હેઠળ “વાજબી ભાવની દુકાનો દ્વારા ઉત્પાદન-ખર્ચ કરતાંય ઓછા ભાવે પૂરી પાડે છે.

→ સરકાર પ્રજા અને ઔદ્યોગિક સંસ્થાઓ પર વિવિધ કરવેરા નાખીને તેમજ કેટલાંક ક્ષેત્રો પર વધારે કર (Tax) નાખીને મેળવેલાં નાણાં દ્વારા થયેલી આવકમાંથી લોકકલ્યાણનાં કાર્યો કરે છે.

→ ભારતે ‘કલ્યાણ રાજ્ય’ બનવાનો સંકલ્પ ક્યોં છે. કે ભારતને ‘કલ્યાણ રાજ્ય’ બનાવવા માટે ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવું ખૂબ જરૂરી છે.

→ સ્વતંત્રતા અગાઉ ભારતીય સમાજના માનસને સંકુચિત રાખવાનો પ્રયત્ન મુસ્લિમ સલ્તનતે તથા મુઘલ અને અંગ્રેજ શાસકોએ કર્યો હતો.

→ સ્વતંત્રતા અગાઉ સંકુચિત માનસ ધરાવતો ભારતીય સમાજ કેટલાક કુરિવાજો તેમજ આર્થિક અને સામાજિક રીતે અત્યંત વિષમ સ્થિતિમાં હતો.

→ સમાજના આર્થિક અને સામાજિક વિકાસ વિના રાજકીય સ્વતંત્રતા અર્થહીન બને છે,

→ આઝાદી પૂર્વે ભારતીય સમાજ આર્થિક અને સામાજિક રીતે વિષમ સ્થિતિમાં જીવતો હતો. એવા સમાજના વિકાસ માટે આઝાદી પછી ભારત સરકારને બહુ જ પરિશ્રમ કરવાની અને લાંબા ગાળાનાં પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ.

→ અન્ન, વસ્ત્ર અને રહેઠાણ એ માનવીની પાયાની, મૂળભૂત જરૂરિયાતો છે.

→ જેમ જેમ નાગરિકોનો વિકાસ થતો ગયો તેમ તેમ શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પોષક આહાર, આનંદપ્રમોદનાં સાધનો વગેરે ક્ષેત્રો મૂળભૂત જરૂરિયાતોમાં ઉમેરાતાં ગયાં.

→ નાગરિકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટેની નાણાકીય વ્યવસ્થા નાગરિકોને રોજગારી આપ્યા વિના થઈ શકે તેમ નહોતી. તેથી આઝાદી પછી સરકારને રોજગારીનાં નવાં નવાં ક્ષેત્રો શોધવાનું અનિવાર્ય બન્યું.

→ ભારતમાં કૃષિ-ઉત્પાદનો માટે પર્યાપ્ત પ્રમાણમાં જમીન હોવા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *