GSEB Class 8 Social Science Notes Chapter 14 આપત્તિ-વ્યવસ્થાપન

This GSEB Class 8 Social Science Notes Chapter 14 આપત્તિ-વ્યવસ્થાપન covers all the important topics and concepts as mentioned in the chapter.

આપત્તિ-વ્યવસ્થાપન Class 8 GSEB Notes

→ આપત્તિ-વ્યવસ્થાપનના નિષ્ણાતોએ આપત્તિઓના મુખ્ય બે પ્રકાર પાડ્યા છે :

 1. કુદરતી આપત્તિઓ અને
 2. માનવસર્જિત આપત્તિઓ

1. કુદરતી આપત્તિઓ (Natural Disaster) : પૂર, વાવાઝોડું, સુનામી, તીડ-પ્રકોપ, દુકાળ, મહામારી, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્મલન વગેરે. કુદરતી આપત્તિઓના બે પેય પ્રકાર છે:

 • પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિઓ : પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ, દુકાળ, મહામારી વગેરે.
 • પૂર્વ આગાહી ન કરી શકાય તેવી આપત્તિઓ : ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂઅલન વગેરે.

GSEB Class 8 Social Science Notes Chapter 14 આપત્તિ-વ્યવસ્થાપન

2. માનવસર્જિત આપત્તિઓ (Man-made Dwaster) : આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ, ઔઘોગિક એકસ્માત વગેરે. કુદરતી આપત્તિઓ જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે.
(1) દાવાનળ (Forest Fire) : જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને ‘દાવાનળ’ કહે છે. દાવાનળની ઘટના માટે, વીજળી પડવી સિવાયનાં કારણો માટે માનવપ્રવૃત્તિઓ જવાબદાર છે.

બીડી કે સિગારેટ પીતી વ્યક્તિઓએ બૂઝાવ્યા વિના ફેંકેલાં પૂંઠાંથી કે માલધારીઓએ કામચલાઉ બનાવેલ ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના છોડી દેવાથી અને જંગલમાં આવેલા પર્યટકો કે યાત્રિકોએ છોડી દીધેલી સળગતી ચીજવસ્તુઓથી તેમજ જંગલમાંથી પસાર થતી વીજળી કે ગૅસની પાઇપલાઇનમાં એ કસ્માત થવાથી જંગલમાં આગ લાગે છે, એક વખત આગ શરૂ થયા પછી તે પવનની દિશામાં આગળ વધે છે. પાનખર ઋતુમાં જંગલમાં એકઠાં થયેલાં સૂકાં પાંદડાં અને સૂકું ઘાસ આગને વધુ વિસ્તારમાં ફેલાવે છે. જેગલનાં કેટલાંક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર જેવા જ્વલનશીલ પદાર્થથી આગ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે.

જંગલના જે વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળે છે તે વિસ્તારની વનસ્પતિ બળીને રાખ થઈ જાય છે તેમજ તે વિસ્તારની આસપાસની વનસ્પતિને ભારે ક્ષતિ પહોંચે છે, દાવાનળમાં સપડાયેલા વન્ય જીવોનું અસ્તિત્વ રહેતું નથી. તે વિસ્તારની પર્યાવરણીય સમતુલા જોખમાય છે. તે વિસ્તારની આસપાસ આવેલાં ગામો માટે પણ જોખમ ઊભું થાય છે. નાશ પામેલ જંગલને કુદરતી રીતે પુનઃપૂર્વવત્ થતાં દાયકાઓ વીતી જાય છે. જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે જંગલ વિસ્તારમાં વનવિભાગની સૂચનાઓ પ્રમાણે વર્તવું.

વનવિભાગની કામગીરી વધારે વ્યાપક અને સઘન બનાવવી. જંગલ વિસ્તારોની આસપાસ રહેતા લોકોમાં જાગૃતિ ફેલાવવી અને તેમને વનવિભાગે આપેલી સૂચનાનો પ્રમાણે વર્તવા જણાવવું.

આપણા દેશમાં હિમાલયના ઢોળાવો પરનાં જંગલોમાં અને દક્ષિણ ભારતનાં જંગલોમાં આગના બનાવો નોંધાયા છે. ગુજરાતનાં જંગલોમાં પણ ગાઉં આગ લાગવાના બનાવો નોંધાયેલા છે.

(2) ભૂઅલન (Landslide) ભૂમિ ધસી પડવાની ઘટનાને ‘ભૂસ્મલન’ કહે છે. ભૂઅલનની ઘટનાઓ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે.
ભૂઅલન માટે જવાબદર બાબતો :

 • ભૂકંપ,
 • વાદળ ફાટવાની ઘટના,
 • નદીના પૂર જેવી કુદરતી આપત્તિની અસરરૂપે,
 • પર્વતીય વિસ્તારોમાં દારૂગોળો ફોડીને કરાતી ખનીજોની ખનન પ્રવૃત્તિ,
 • નિર્વનીકરણ – જંગલોને નષ્ટ કરવાથી,
 • પર્વતો કાપીને બનાવતા માર્ગો,
 • કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં બાંધકામ કરીને અવરોધ ઊભો કરવાથી વગેરે.

→ ભૂઅલનથી થતું નુકસાન:

 • વાહનવ્યવહારના માર્ગોને ભારે નુકસાન થાય છે.
 • અચાનક ધસી પડેલી શિલાઓ અને માટીથી તળેટીમાં કે પર્વતીય ઢોળાવો પરની માનવ વસાહતોમાં ભારે તારાજી સર્જાય છે. મકાનોના કાટમાળ નીચે દટાઈ જતાં અનેક લોકો અને પાલતુ પશુઓ પળવારમાં મૃત્યુ પામે છે.
 • ભૂસ્મલનને લીધે ઈજાગ્રસ્ત કે કાયમી વિકલાંગ બનેલી વ્યક્તિઓનું પુનર્વસન કરવાનું કામ અતિ પડકારજનક બને છે.
 • ખેતીલાયક જમીનો નકામી બને છે.
 • પર્વતીય ઢોળાવો પર આવેલાં જંગલો નષ્ટ થાય છે,
 • ભૂઅલન વિસ્તારનું ભૂદશ્ય બદલાઈ જાય છે,
 • ભૂઅલન પછી માગ, પુલો, ઇમારતો વગેરેનું નવેસરથી બાંધકામ કરવા માટે સેંકડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. ભારતમાં ઉત્તરાખંડ રાજ્યમાં કુમાઉ અને ગઢવાલ તથા પશ્ચિમ બંગાળ રાજ્યમાં ઘર્જિલિંગ ભૂઅલનથી પ્રભાવિત મુખ્ય વિસ્તારો છે. ગુજરાતમાં દંગ જિલ્લામાં સાપુતારા સાબરકાંઠા જિલ્લામાં ઈડર, બનાસકાંઠા જિલ્લામાં અંબાજી – દાંતા વગેરે સ્થળોએ ભૂખ્ખલનની ઘટનાઓ જવલ્લે જ બને છે.

GSEB Class 8 Social Science Notes Chapter 14 આપત્તિ-વ્યવસ્થાપન

(૩) તીડ પ્રકોપ (Locust Hazard) :

 • તીડ એ એક પ્રકારનું કીટક છે. એક અંદાજ મુજબ વિનામાં તેની અંદાજિત 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે, તે ઝુંડમાં રહે છે. એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે.
 • તીડના શરીરની લંબાઈ દોઢથી બે ઇંચની હોય છે. ઊડવા માટે તેની પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે. તેના પાછળના બે પગ આગળના પગની સરખામણીએ લાંબા હોય છે. તેના માથા પર એન્ટેના જેવા બે વાળ હોય છે.
 • ગુજરાતમાં આક્રમણ કરતાં તીડ ‘રતીડ'(ડિઝર્ટ લોક)ના નામે ઓળખાય છે. તીડની આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને “આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે. તેને પોતાના વજનની બરાબર ખાવાની ટેવ છે, તેથી તે ‘ખાઉધરાં તીડ’ના નામે ઓળખાય છે. તે લીમડા સિવાય લગભગ બધા પ્રકારની વનસ્પતિ ખાય છે, જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે છે ત્યાં ખેતીના પાકોને અને લીલી વનસ્પતિનાં પાંદડાંને સફાચટ કરી મૂકે છે. બાગાયતી ખેતીના પાકોને પણ તીડ ભારે નુકસાન કરે છે. પરિણામે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડે છે. જે ક્ષેત્રોમાં તીડનો ઉપદ્રવ થાય ત્યાં ખેતીપાકોના અભાવે દુકાળની પરિસ્થિતિ સર્જાય છે.
 • તીડના ઉપદ્રવની વકી હોય તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રક દવાનો છંટકાવ કરવાથી થનારા નુકસાનને ઘટાડી શકાય છે.
 • ભારતમાં ગુજરાત અને રાજસ્થાન તીડથી અસર પામનારાં મુખ્ય રાજ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને મહેસાણા જિલ્લાઓમાં તીડના આક્રમણની ઘટનાઓ બની છે.

(4) મહામારી (Pandemic) : ખૂબ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિષાણુજન્ય રોગનો ભોગ બને ત્યારે તે પરિસ્થિતિને ‘મહામારી’ની પરિસ્થિતિ કહે છે.

 • ઈબોલા, સ્વાઇન ફ્લ. ડેગ્યુ, કોરોના વગેરે વિષાણુજન્ય રોગો છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે તેમજ તેમાં સંખ્યાબંધ લોકો મૃત્યુ પામે છે એ વિષાણુજન્ય રોગોની મુખ્ય વિશેષતા છે.
 • વિષાણુજન્ય રોગના ચેપને અટકાવવા માટેની રોગપ્રતિકારક રસી અને દવાઓ શોધાય ત્યાં સુધી એ રોગ નિરકુશ રીતે દુનિયામાં ફેલાઈને લાખો લોકોને પોતાના ભરડામાં લઈ લે છે. પરિણામે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે.
 • વિષાણુજન્ય રોગોનો ચેપ અન્યત્ર ન ફેલાય તે માટે લૉકડાઉન, જેમને ચેપ લાગ્યો હોય તેમને અને બહારથી આવતા નાગરિકોને ક્વૉરન્ટીન (quarantine) કરવા, પ્રવાસ પર પ્રતિબંધ અને રાત્રિ કરફ્યુ જેવાં સખ્ત પગલાં ભરવામાં આવે છે.
 • મહામારીની પરિસ્થિતિમાં લોકોનું રોજિંદું જીવન સ્થગિત થઈ જાય છે, વેપાર-ધંધા બંધ થઈ જાય છે, શૈક્ષણિક અને ઔદ્યોગિક કામગીરી અટકી પડે છે. પરિણામે સમાજના તમામ ક્ષેત્રે વિકાસની પ્રક્રિયા બંધ થઈ જાય છે. રોજે-રોજનું કમાઈને ગુજરાન ચલાવતા શ્રમિકોને ખૂબ હાડમારી ભોગવવી પડે છે. જાગૃતિના અભાવે લોકો રોગનો ભોગ બનતા જાય છે. પરિણામે હૉસ્પિટલો અને દવાખાનાં દર્દીઓથી ઊભરાઈ જાય છે.

દુનિયાના સાધનસંપન્ન દેશો પણ રૉગનો ફેલાવો અટકાવી શકતા નથી, ખૂબ ટૂંકા સમયમાં લાખો લોકો સંક્રમિત થાય છે અને હજારો લોકો મોતને ભેટે છે.

 • મહામારીમાં વ્યાપેલા રોગથી લોકોને બચાવવા પ્રચાર માધ્યમો દ્વારા રોગનાં લક્ષણો અને બચાવ માટેના ઉપચારો વગેરેથી માહિતગાર કરવા.
 • રોગથી સંક્રમિત થયેલી વ્યક્તિઓની સારવાર માટે હોસ્પિટલોમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવી.
 • વિશ્વ-આરોગ્ય સંસ્થા(WHO)એ વિષાણુજન્ય રોગને અટકાવવા અને બચવા માટે આપેલા માર્ગદર્શન મુજબ પગલાં લેવાં.
 • બહારથી આવતા નાગરિકોને પુરતી ધક્તરી તપાસ કર્યા પછી પ્રવેશ આપવો. જરૂર જણાય તો તેમને ક્વૉરન્ટીન (quarantine) કરવા.

2. માનવસર્જિત આપત્તિ:

 • જે આપત્તિ માટે માનવ કે તેના દ્વારા થતી પ્રવૃત્તિઓ કારણભૂત હોય તેને માનવસર્જિત આપત્તિ કહે છે. ઔધોગિક અકસ્માત (Industrial Accident) : આપણી વિવિધ આર્થિક જરૂરિયાતોના ઉત્પાદન માટે ઉદ્યોગો, કારખાનાં, મિલો વગેરે સ્થપાય છે. એ ઔદ્યોગિક એકમોમાં થતા અકસ્માતો ઔઘોગિક અકસ્માતો કહેવાય છે.
 • ઔદ્યોગિક પ્રક્રિયામાં વપરાતાં નાનાં-મોટાં યંત્રોના સંચાલન સમયે અને ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની હેરફેર તેમજ તૈયાર થયેલા માલના સંગ્રહ કે હેરફેર સમયે ઔદ્યોગિક એકમોમાં અકસ્માત થવાની સંભાવના રહે છે.

→ ઔદ્યોગિક અકસ્માતો :

 • જંતુનાશકો બનાવતાં કારખાનાંમાંથી ઝેરી વાયુનું ગળતર,
 • ફટાકડાના કારખાનાંમાં વિસ્ફોટ,
 • પ્લાસ્ટિક જેવી સળગી ઊઠે એવી સામગ્રી બનાવતાં કારખાનાંમાં ફાટી નીકળતી આગ,
 • રિફાઇનરીઓમાં વિસ્ફોટ કે આગ,
 • રસાયણો બનાવતાં કારખાનાંમાં પ્રક્રિયા દરમિયાન ફાટી નીકળતી આગ કે વિસ્ફોટ,
 • પરમાણુ ઊર્જા ઉત્પન્ન કરતા એકમોમાં ફાટી નીકળતી આગ વગેરે ઔદ્યોગિક અકસ્માતો ગણાય છે. એ અકસ્માતોથી કામદારો ઉપરાંત આજુબાજુ રહેતા લોકો પણ પોતાની જાન ગુમાવે છે કે કાયમી વિકલાંગ બને છે. જો ઔદ્યોગિક એકમમાંથી ઝેરી વાયુનું ગળતર થાય તો ઘણા લોકોના આરોગ્ય પર માઠી અસરો પડે છે. તદુપરાંત, વાતાવરણ અને જળાશયો પ્રદૂષિત થાય છે.

→ ઔધોગિક અકસ્માત સમયે રાખવાની સાવધાનીઓ :

 • ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતરનો બનાવ બને તો પવનથી વિરુદ્ધ દિશામાં દોડી જવું.
 • જો કારખાનામાં આગ લાગી હોય તો તે સ્થળથી સલામત સ્થળે ખસી જવું.
 • રાહત અને બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે બીજા લોકોએ કુતૂહલવશ એકઠા ન થવું, બલ્ક કામગીરીને મદદરૂપ થવું.
 • બચાવ કામગીરીનું પ્રશિક્ષણ અને તે માટેનો જરૂરી ખાસ પોશાક કે સાધનો લીધા વિના બચાવ કામગીરીમાં જોડાવું નહિ.
 • પોલીસનાં અગ્નિશામકનાં અને ઍબ્યુલન્સનાં વાહનો માટે રસ્તો ખુલ્લો કરવામાં મદદરૂપ થવું.

GSEB Class 8 Social Science Notes Chapter 14 આપત્તિ-વ્યવસ્થાપન

→ ઔદ્યોગિક અકસ્માતની અસરો :

 • આપત્તિને લીધે ક્ષતિગ્રસ્ત કે નાશ પામેલી મિલકતોનું નવેસરથી બાંધકામ કરવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
 • જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી બને છે.
 • આપત્તિમાં કાયમી વિકલાંગ બનનાર વ્યક્તિઓને માનસિક યાતનામાંથી બહાર લાવી, તેમનું પુનર્વસન કરવાનું કામ ભારે પડકારજનક બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *