Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 8 સ્વતંત્રતા પછીનું ભારત Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 8 સ્વતંત્રતા પછીનું ભારત
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
બ્રિટિશ પાર્લમેન્ટ હિંદ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો?
A. જૂન, 1946માં
B. જુલાઈ, 1947માં
C. જાન્યુઆરી, 1947માં
D. માર્ચ, 1947માં
ઉત્તર:
B. જુલાઈ, 1947માં
પ્રશ્ન 2.
અખંડ હિંદુસ્તાનના ભાગલા થતાં પાકિસ્તાનમાંથી કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા?
A. 20 લાખ
B. 40 લાખ
C. 60 લાખ
D. 80 લાખ
ઉત્તર:
D. 80 લાખ
પ્રશ્ન ૩.
ભારતદેશ સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાનાં-મોટાં કેટલાં દેશી રાજ્યો હતાં?
A. 562
B. 582
C. 620
D. 762
ઉત્તર:
A. 562
પ્રશ્ન 4.
સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી?
A. સુભાષચંદ્ર બોઝની
B. વડોદરાના ગાયકવાડની
C. સરદાર વલ્લભભાઈ પટેલની
D. જવાહરલાલ નેહરુની
ઉત્તર:
C. સરદાર વલ્લભભાઈ પટેલની
પ્રશ્ન 5.
સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના ક્યા સચિવની મદદથી હૈદરાબાદ, જૂનાગઢ અને કશ્મીર સિવાયનાં બધાં જ રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કર્યું?
A. વી. પી. મેનનની
B. રતુભાઈ અદાણીની
C. કનૈયાલાલ મુનશીની
D. અરુણા આસઅલીની
ઉત્તર:
A. વી. પી. મેનનની
પ્રશ્ન 6.
હૈદરાબાદને ભારતસંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?
A. કનૈયાલાલ મુનશીએ
B. લાલબહાદુર શાસ્ત્રીએ
C. જયપ્રકાશ નારાયણે
ઈ. વી. પી. મેનને
ઉત્તર:
A. કનૈયાલાલ મુનશીએ
પ્રશ્ન 7.
‘આરઝી હકૂમત’ની સ્થાપના કોણે કરી હતી?
A. શામળદાસ ગાંધીએ
B. ભારત સરકારે
C. જૂનાગઢના નાગરિકોએ
D. રતુભાઈ અદાણીએ
ઉત્તર:
C. જૂનાગઢના નાગરિકોએ
પ્રશ્ન 8.
જૂનાગઢના નાગરિકોએ કયા શહેરમાં ‘આરઝી હકૂમત’ની સ્થાપના કરી હતી?
A. રાજકોટમાં
B. અમદાવાદમાં
C. મુંબઈમાં
D. જૂનાગઢમાં
ઉત્તર:
C. મુંબઈમાં
પ્રશ્ન 9.
ભારત સરકારે જૂનાગઢનું ભારતસંઘ સાથે કેવી રીતે જોડાણ કર્યું?
A. લોકમત લઈને
C. લાલચ આપીને
B પોલીસ પગલું ભરીને
D. સમજાવટથી
ઉત્તર:
A. લોકમત લઈને
પ્રશ્ન 10.
ભારત આઝાદ થયું ત્યારે કશ્મીરના મહારાજા કોણ હતા?
A. માધોસિંહ રાઠોડ
B. હરિસિંહ ડોગરા
C. જયસિંહ સોલંકી
D. માણેકરાવ દોગડા
ઉત્તર:
B. હરિસિંહ ડોગરા
પ્રશ્ન 11.
પાકિસ્તાને કબજે કરેલો કમરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી?
A. સોવિયેત સરકાર સમક્ષ
B. અમેરિકન સરકાર સમક્ષ
C. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ
D. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા સમક્ષ
ઉત્તર:
C. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ
પ્રશ્ન 12.
ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં શાના ધોરણે રાજ્યોની રચનાની માગ ઊભી થઈ હતી?
A. ભાષાના ધોરણે
B. જાતિના ધોરણે
C. આર્થિક વિકાસના ધોરણે
D. વિસ્તારના ધોરણે
ઉત્તર:
A. ભાષાના ધોરણે
પ્રશ્ન 13.
ઈ. સ. 1953માં મદ્રાસ રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
A. તેલંગણાની
B. કર્ણાટકની
C. છત્તીસગઢની
D. આંધ્ર પ્રદેશની
ઉત્તર:
D. આંધ્ર પ્રદેશની
પ્રશ્ન 14.
રાજ્ય પુનઃરચના પંચના અહેવાલનો ક્યારે અમલ કરવામાં આવ્યો?
A. 1 જાન્યુઆરી, 1955ના રોજ
B. 20 માર્ચ, 1956ના રોજ
C. 15 ઑગસ્ટ, 1956ના રોજ
D. 1 નવેમ્બર, 1956ના રોજ
ઉત્તર:
D. 1 નવેમ્બર, 1956ના રોજ
પ્રશ્ન 15.
રાજ્યોની પુનઃરચનાના કાયદા મુજબ કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી?
A. 21 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોની
B. 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની
C. 16 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની
D. 12 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની
ઉત્તર:
B. 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની
પ્રશ્ન 16.
ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી?
A. 1 મે, 1960ના રોજ
B. 1 માર્ચ, 1958ના રોજ
C. 10 જાન્યુઆરી, 1961ના રોજ
D. 31 ઑગસ્ટ, 1960ના રોજ
ઉત્તર:
A. 1 મે, 1960ના રોજ
પ્રશ્ન 17.
ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના વરદ હસ્તે થયું હતું?
A. રતુભાઈ અદાણીના
B. બાબુભાઈ પટેલના
C. રવિશંકર મહારાજના
D. ઘનશ્યામભાઈ ઓઝાના
ઉત્તર:
C. રવિશંકર મહારાજના
પ્રશ્ન 18.
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
A. શ્રી નિત્યાનંદ કાનૂનગો
B. ડૉ. શ્રીમન્નારાયણ
C. શ્રી પી. એન. ભગવતી
D. શ્રી મહેંદી નવાઝ જંગ
ઉત્તર:
D. શ્રી મહેંદી નવાઝ જંગ
પ્રશ્ન 19.
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
A. શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ
B. ડૉ. જીવરાજ મહેતા
C. શ્રી ઘનશ્યામભાઈ ઓઝા
D. શ્રી બળવંતરાય મહેતા
ઉત્તર:
B. ડૉ. જીવરાજ મહેતા
પ્રશ્ન 20.
ઈ. સ. 2000માં મધ્ય પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
A. છત્તીસગઢની
B. ઝારખંડની
C. આંધ્ર પ્રદેશની
D. ઉત્તરાખંડની
ઉત્તર:
A. છત્તીસગઢની
પ્રશ્ન 21.
ઈ. સ. 2000માં ઉત્તર પ્રદેશમાંથી ક્યા નવા રાજ્યની રચના કરવામાં આવી?
A. ઝારખંડની
B. છત્તીસગઢની
C. ઉત્તરાખંડની
D. તેલંગણાની
ઉત્તર:
C. ઉત્તરાખંડની
પ્રશ્ન 22.
ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી કર્યું અલગ રાજ્ય બન્યું?
A. તેલંગણા
B. છત્તીસગઢ
C. ઝારખંડ
D. ઉત્તરાખંડ
ઉત્તર:
A. તેલંગણા
પ્રશ્ન 23.
જમ્મુ અને કશ્મીર તેમજ લડાખને કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે ક્યારથી દરજ્જો પ્રાપ્ત થયેલ છે?
A. જાન્યુઆરી, 2018થી
B. નવેમ્બર, 2017થી
C. ઑક્ટોબર, 2019થી
D. ડિસેમ્બર, 2020થી
ઉત્તર:
C. ઑક્ટોબર, 2019થી
પ્રશ્ન 24.
હાલમાં (ઈ. સ. 2021) ભારતસંઘમાં કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે?
A. 27; 6
B. 28; 8
C. 28; 7
D. 29; 7
ઉત્તર:
B. 28; 8
પ્રશ્ન 25.
ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું?
A. 15 ઑગસ્ટ, 1947ના રોજ
B. 10 નવેમ્બર, 1950ના રોજ
C. 26 જાન્યુઆરી, 1950ના રોજ
D. 1 માર્ચ, 1951ના રોજ
ઉત્તર:
C. 26 જાન્યુઆરી, 1950ના રોજ
પ્રશ્ન 26.
પુડુચેરીમાં લોકોએ ફ્રેન્ચ સરકારને શેનું એલાન આપ્યું?
A. ‘પુડુચેરી છોડો’નું
B. ‘ભારત છોડો’નું
C. ‘થનામ છોડો’નું
D. ‘શરણાગતિ સ્વીકારો’નું
ઉત્તર:
B. ‘ભારત છોડો’નું
પ્રશ્ન 27.
ફ્રાન્સ વસાહતો ભારત સરકારને સુપ્રત કરી ભારતમાંથી ક્યારે વિદાય લીધી?
A. 13 માર્ચ, 1953ના રોજ
B. 13 ઑક્ટોબર, 1954ના રોજ
C. 28 ઑગસ્ટ, 1955ના રોજ
D. 31 ડિસેમ્બર, 1954ના રોજ
ઉત્તર:
B. 13 ઑક્ટોબર, 1954ના રોજ
પ્રશ્ન 28.
ગોવાના લોકોએ ગોવાને ભારતસંઘ સાથે જોડવા માટે શાની શરૂઆત કરી?
A. ‘ઑપરેશન વિજય’ની
B. ‘ભારત છોડો’ આંદોલનની
C. ‘ગોવા મુક્તિ આંદોલન’ની
D. સત્યાગ્રહની
ઉત્તર:
C. ‘ગોવા મુક્તિ આંદોલન’ની
પ્રશ્ન 29.
ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીની આગેવાની નીચે કયા લશ્કરી અભિયાનની શરૂઆત કરી?
A. ‘ગોવા છોડો’ આંદોલનની
B. ‘ગોવા વિજય’ની
C. ‘ભારત વિજય’ની
D. ‘ઑપરેશન વિજય’ની
ઉત્તર:
D. ‘ઑપરેશન વિજય’ની
પ્રશ્ન 30.
ભારત સરકારે આયોજનપંચનો પ્રારંભ ક્યારે કર્યો?
A. ઈ. સ. 1948માં
B. ઈ. સ. 1949માં
C. ઈ. સ. 1950માં
D. ઈ. સ. 1951માં
ઉત્તર:
C. ઈ. સ. 1950માં
પ્રશ્ન 31.
ભારત સરકારનું આયોજનપંચ આજે કયા નામે ઓળખાય છે?
A. ‘વિકાસ આયોગ’ના નામે
B. ‘ભારતઆયોગ’ના નામે
C. ‘નીતિઆયોગ’ના નામે
D. ‘રાષ્ટ્રીય આયોગ’ના નામે
ઉત્તર:
C. ‘નીતિઆયોગ’ના નામે
પ્રશ્ન 32.
‘નીતિ આયોગ’ના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે?
A. રાસ્પ્રમુખ
B. ઉપરાઅમુખ
C. વડા પ્રધાન
D. નાણામંત્રી
ઉત્તર:
C. વડા પ્રધાન
પ્રશ્ન 33.
પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી?
A. ઈ. સ. 1950થી 1955
B. ઈ. સ. 1952થી 1957
C. ઈ. સ. 1960થી 1965
D. ઈ. સ. 1951થી 1956
ઉત્તર:
D. ઈ. સ. 1951થી 1956
પ્રશ્ન 34.
પંચવર્ષીય યોજનાઓને કારણે દેશમાં કૃષિક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાઈ છે?
A. શ્વેત ક્રાંતિ
B. હરિયાળી ક્રાંતિ
C. પીળી ક્રાંતિ
D. લાલ ક્રાંતિ
ઉત્તર:
B. હરિયાળી ક્રાંતિ
પ્રશ્ન 35.
ક્યા દિવસને વિશ્વ યોગદિન’ તરીકે ઊજવવામાં આવે છે?
A. 5 જાન્યુઆરીના દિવસને
B. 12 માર્ચના દિવસને
C. 21 નવેમ્બરના દિવસને
D. 21 જૂનના દિવસને
ઉત્તર:
D. 21 જૂનના દિવસને
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેનાં વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. 15 ઑગસ્ટ, ……………………..ના રોજ આપણો દેશ સ્વતંત્ર થયો.
ઉત્તર:
1947
2. આપણો દેશ સ્વતંત્ર થયો તે સમયે દેશમાં નાનાં-મોટાં ………………………. જેટલાં દેશી રાજ્યો હતાં.
ઉત્તર:
562
3. ઈ. સ. 1947માં ભારતની વસ્તી લગભગ ………………………. કરોડની આસપાસ હતી.
ઉત્તર:
35
4. 562 જેટલાં દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં …………………………… કરવું તે તત્કાલીન ભારતની સૌથી મોટી સમસ્યા હતી.
ઉત્તર:
વિલીનીકરણ
5. આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં ‘………………………’ નો શુભારંભ કર્યો.
ઉત્તર:
જવાબદાર સરકાર
6. …………………….. સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ હતા.
ઉત્તર:
વી. પી. મેનન
7. હૈદરાબાદના ભારતસંઘ સાથેના જોડાણમાં ……………………… એ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ઉત્તર:
કનૈયાલાલ મુનશી
8. આઝાદી મળી એ સમયે જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને ……………………. સાથે જોડવા જોડાણખત લખી આપ્યું.
ઉત્તર:
પાકિસ્તાન
9. આઝાદી મળી એ સમયે કશ્મીરના મહારાજા ………………………. હતા.
ઉત્તર:
હરિસિંહ ડોગરા
10. ભારત ……………………. બન્યા પછી દેશમાં ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માગ ઊભી થઈ હતી.
ઉત્તર:
પ્રજાસત્તાક
11. મદ્રાસ રાજ્યમાં ……………………….. ભાષી લોકોએ આંધ્ર પ્રદેશની માગણી માટે આંદોલન કર્યું હતું.
ઉત્તર:
તેલુગુ
12. ઈ. સ. 1953માં અલગ …………………….. રાજ્યની રચના કરવામાં આવી.
ઉત્તર:
આંધ્ર પ્રદેશ
13. રાજ્ય પુનઃરચનાપંચના અધ્યક્ષ ……………………….. હતા.
ઉત્તર:
ડૉ. ફઝલઅલી
14. રાજ્ય પુનઃરચનાપંચે પોતાનો અહેવાલ ઈ. સ. ……………………………… માં સરકારને સુપ્રત કર્યો.
ઉત્તર:
1956
15. રાજ્ય પુનઃરચનાપંચે …………………….. રાજ્યો અને …………… કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવા સૂચવ્યું હતું.
ઉત્તર:
14; 6
16. …………………….. રાજ્યમાં મરાઠી અને ગુજરાતી એમ દ્વિભાષી વિસ્તારોનો સમાવેશ થતો હતો.
ઉત્તર:
મુંબઈ
17. ગુજરાતી ભાષાના ધોરણે ગુજરાતની રચના કરવા ……………………….. આંદોલન કરવામાં આવ્યું.
ઉત્તર:
મહાગુજરાત
18. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન 1 મે, …………………………. ના રોજ કરવામાં આવ્યું.
ઉત્તર:
1960
19. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પૂજ્ય ……………………… ના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
ઉત્તર:
રવિશંકર મહારાજ
20. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ …………………………. હતા.
ઉત્તર:
મહેંદી નવાઝ જંગ
21. ઈ. સ. ………………………. માં પંજાબનું વિભાજન કરીને પંજાબ અને હરિયાણાને અલગ રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી.
ઉત્તર:
1966
22. પૂર્વોત્તર ભારતમાં રચાયેલાં નવાં સાત રાજ્યો ‘…………………………’ તરીકે ઓળખાય છે.
ઉત્તર:
Seven Sisters State
23. ઈ. સ. 2000માં …………………… માંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી.
ઉત્તર:
બિહાર
24. ઈ. સ. 2000માં ………………………… માંથી છત્તીસગઢ રાજ્યની રચના કરવામાં આવી.
ઉત્તર:
મધ્ય પ્રદેશ
25. ઈ. સ. 2000માં ……………………… માંથી ઉત્તરાખંડ રાજ્યની રચના કરવામાં આવી.
ઉત્તર:
ઉત્તર પ્રદેશ
26. ઈ. સ. 2014માં ……………………… માંથી તેલંગણા રાજ્યની રચના કરવામાં આવી.
ઉત્તર:
આંધ્ર પ્રદેશ
27. હાલમાં (ઈ. સ. 2021) ભારતમાં ……………………….. રાજ્યો અને ……………………… કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.
ઉત્તર:
28; 8
28. 26 જાન્યુઆરી, ………………………. ના રોજ ભારત પ્રજાસત્તાક બન્યું.
ઉત્તર:
1950
29. પુદુચ્ચેરીના લોકોએ ફ્રેન્ચ સરકારને ‘…………………….’ નું એલાન આપ્યું હતું.
ઉત્તર:
ભારત છોડો
30. 13 ઑક્ટોબર, ……………………… ના રોજ ફ્રાન્સ વસાહતો ભારત સરકારને સોંપી દીધી.
ઉત્તર:
1954
31. ભારતમાં દીવ, દમણ, ગોવા, દાદરા અને નગર હવેલી પર ………………………… નો કબજો હતો.
ઉત્તર:
પોર્ટુગીઝો
32. ગોવાના લોકોએ ગોવાને ભારતસંઘ સાથે જોડવા માટે ‘………………………… આંદોલન’ કર્યું.
ઉત્તર:
ગોવા મુક્તિ
33. ગોવાને મુક્ત કરવા ………………………. ના નેતૃત્વ નીચે ‘ઑપરેશન છે વિજય’ નામનું લશ્કરી અભિયાન કર્યું.
ઉત્તર:
જનરલ ચૌધરી
34. ઈ. સ. 1950માં ભારત સરકારે બંધારણનાં ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરવા ……………………… ની રચના કરી.
ઉત્તર:
આયોજનપંચ
35. ‘નીતિઆયોગ’ના અધ્યક્ષ તરીકે હોદાની રૂએ ………………………. હોય છે.
ઉત્તર:
વડા પ્રધાન
36. ઈ. સ. 1951થી 1956ના સમયગાળા દરમિયાન ……………………….. પંચવર્ષીય યોજના અમલમાં મુકાઈ હતી.
ઉત્તર:
પ્રથમ
37. પંચવર્ષીય યોજનાઓને લીધે ……………………….. હરિયાળી ક્રાંતિ સર્જાઈ છે.
ઉત્તર:
કૃષિક્ષેત્રે
38. પંચવર્ષીય યોજનાઓને લીધે દૂધ ઉત્પાદનમાં ………………………. ક્રિાંતિ સર્જાઈ છે.
ઉત્તર:
શ્વેત
૩9. પંચવર્ષીય યોજનાઓને લીધે તેલીબિયાંના ઉત્પાદનમાં …………………….. ક્રાંતિ સર્જાઈ છે.
ઉત્તર:
પીળી
40. સ્વતંત્રતા બાદ ગરીબી અને આર્થિક અસમાનતા ઘટાડવા ……………………… ના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે.
ઉત્તરઃ
ગરીબી નિવારણ
41. ……………………….. યોજનાઓના પરિણામ સ્વરૂપે દેશમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે.
ઉત્તર:
પંચવર્ષીય
42. ………………………… ને લીધે દેશમાં ગરીબોની સંખ્યામાં ઘટાડો થઈ શક્યો નથી.
ઉત્તર:
વસ્તીવધારા
43. ભારતમાં નાગરિકોને …………………….. મતાધિકાર આપવામાં આવ્યો છે.
ઉત્તર:
પુખ્તવય
44. ભારતે આઝાદી પછીનાં વર્ષોમાં …………………………. ક્ષેત્રના વિકાસમાં વિકસિત દેશોની સાથે બરોબરી સાધી છે.
ઉત્તર:
ટેક્નોલૉજી
45. અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના ………………………… તૈયાર કર્યા છે.
ઉત્તર:
GSLV (ઝીયોસિન્ક્રોનાસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ)
46. 21 જૂનના દિવસને UN(United Nations) ‘……………………..’ તરીકે જાહેર કરેલ છે.
ઉત્તર:
વિશ્વ યોગદિન
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. હિંદ પરતંત્રધારાની જોગવાઈ અનુસાર હિંદુસ્તાનનું ભારત અને પાકિસ્તાન એમ બે દેશોમાં વિભાજન થયું.
ઉત્તરઃ
ખોટું
2. આપણો દેશ 26 જાન્યુઆરી, 1950ના રોજ સ્વતંત્ર થયો.
ઉત્તરઃ
ખોટું
૩. ઈ. સ. 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડની આસપાસ હતી.
ઉત્તરઃ
ખરું
4. આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ જામનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે જામનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો.
ઉત્તરઃ
ખોટું
5. સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યમાં ભાવનગર રાજ્યના વિલીનીકરણની ઘટનાને જવાહરલાલ નેહરુએ બિરદાવી હતી.
ઉત્તરઃ
ખરું
6. શ્રી કનૈયાલાલ મુનશી ગૃહખાતાના તે સમયના સચિવ હતા.
ઉત્તરઃ
ખોટું
7. આઝાદી પછી જૂનાગઢના નવાબે જૂનાગઢનું હૈદરાબાદના નવાબ સાથે જોડાણ કર્યું.
ઉત્તરઃ
ખોટું
8. આજેય જમ્મુ અને કશ્મીર રાજ્યના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે.
ઉત્તરઃ
ખરું
9. ઈ. સ. 1953માં આંધ્ર પ્રદેશના અલગ રાજ્યની રચના થઈ.
ઉત્તરઃ
ખરું
10. શ્રી હૃદયનાથ કુંઝરુ રાજ્ય પુનઃરચનાપંચના અધ્યક્ષ હતા.
ઉત્તરઃ
ખોટું
11. રાજ્ય પુનઃરચના પંચે પોતાના અહેવાલમાં 21 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવાની ભલામણ કરી હતી.
ઉત્તર:
ખોટું
12. શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત આંદોલનના એક અગ્રણી નેતા હતા.
ઉત્તર:
ખરું
13. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન 1 મે, 1960ના રોજ ગાંધીનગર ખાતે થયું હતું.
ઉત્તર:
ખોટું
14. શ્રી જીવરાજ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા.
ઉત્તર:
ખોટું
15. ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી તેલંગણાના નવા રાજ્યની રચના થઈ.
ઉત્તર:
ખરું
16. હાલમાં ભારતસંઘમાં 28 રાજ્યો છે.
ઉત્તર:
ખરું
17. ભારત આઝાદ થયો તે સમયે દીવ, દમણ અને ગોવા પર પોર્ટુગીઝોનો અંકુશ હતો.
ઉત્તર:
ખરું
18. 18 ડિસેમ્બર, 1960ના રોજ ગોવાના પોર્ટુગીઝ શાસકોએ જનરલ ચૌધરીના લશ્કરની સામે શરણાગતિ સ્વીકારી.
ઉત્તર:
ખોટું
19. આજે ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો છે.
ઉત્તર:
ખરું
20. દર વર્ષે 21 જૂનનો દિવસ વિશ્વભરમાં ‘વિશ્વ-યોગદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
ઉત્તર:
ખરું
બંધબેસતાં જોડકાં જોડો:
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ‘જવાબદાર સરકાર’ | (1) પોલીસ પગલું |
(2) હૈદરાબાદનું જોડાણ | (2) હરિસિંહ ડોગરા |
(3) ‘આરઝી હકૂમત’ | (3) શ્રી મોરારજી દેસાઈ |
(4) કમીરના મહારાજા | (4) કૃષ્ણકુમારસિંહ |
(5) જૂનાગઢના નાગરિકો |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ‘જવાબદાર સરકાર’ | (4) કૃષ્ણકુમારસિંહ |
(2) હૈદરાબાદનું જોડાણ | (1) પોલીસ પગલું |
(3) ‘આરઝી હકૂમત’ | (5) જૂનાગઢના નાગરિકો |
(4) કમીરના મહારાજા | (2) હરિસિંહ ડોગરા |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રાજ્ય પુનઃરચના-પંચના અધ્યક્ષ | (1) ડૉ. જીવરાજ મહેતા |
(2) ગુજરાતના પ્રથમ રાજ્યપાલ | (2) ડૉ. બળવંતરાય મહેતા |
(3) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી | (3) મહેંદી નવાઝ જંગ |
(4) ‘નીતિઆયોગ’ના અધ્યક્ષ | (4) ડૉ. ફઝલઅલી |
(5) હોદ્દાની રૂએ વડા પ્રધાન |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રાજ્ય પુનઃરચના-પંચના અધ્યક્ષ | (4) ડૉ. ફઝલઅલી |
(2) ગુજરાતના પ્રથમ રાજ્યપાલ | (3) મહેંદી નવાઝ જંગ |
(3) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી | (1) ડૉ. જીવરાજ મહેતા |
(4) ‘નીતિઆયોગ’ના અધ્યક્ષ | (5) હોદ્દાની રૂએ વડા પ્રધાન |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ગોવાની મુક્તિ | (1) શ્વેત ક્રાંતિ |
(2) ‘વિશ્વ યોગદિન’ | (2) હરિયાળી ક્રાંતિ |
(3) કૃષિક્ષેત્ર | (3) ‘ઑપરેશન વિજય’ |
(4) દૂધ-ઉત્પાદન | (4) 5 જાન્યુઆરી |
(5) 21 જૂન |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ગોવાની મુક્તિ | (3) ‘ઑપરેશન વિજય’ |
(2) ‘વિશ્વ યોગદિન’ | (5) 21 જૂન |
(3) કૃષિક્ષેત્ર | (2) હરિયાળી ક્રાંતિ |
(4) દૂધ-ઉત્પાદન | (1) શ્વેત ક્રાંતિ |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
જુલાઈ, 1947માં બ્રિટિશ પાર્લમેન્ટ કયો ધારો પસાર કર્યો?
ઉત્તર:
જુલાઈ, 1947માં બ્રિટિશ પાર્લમેન્ટ હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો.
પ્રશ્ન 2.
અખંડ હિંદુસ્તાનના ભાગલા થતાં કયાં બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં?
ઉત્તર:
અખંડ હિંદુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં.
પ્રશ્ન 3.
ભારતદેશ આઝાદ થયો એ સમયે દેશમાં કેટલાં દેશીરાજ્યો હતાં?
ઉત્તર:
ભારતદેશ આઝાદ થયો એ સમયે દેશમાં 562 જેટલાં નાનાં-મોટાં દેશી રાજ્યો હતાં.
પ્રશ્ન 4.
ભારતદેશ આઝાદ થયો તે સમયે દેશની સૌથી મોટી સમસ્યા કઈ હતી?
ઉત્તર:
ભારત દેશ આઝાદ થયો તે સમયે 562 જેટલાં દેશી રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી.
પ્રશ્ન 5.
આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ કોણે ‘જવાબદાર સરકાર’ બનાવી?
ઉત્તર:
આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં ‘જવાબદાર’ સરકાર બનાવી.
પ્રશ્ન 6.
ભાવનગર રાજ્ય કોના પ્રયત્નથી શામાં વિલીન થયું?
ઉત્તર:
ભાવનગર રાજ્ય સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્રમાં વિલીન થયું.
પ્રશ્ન 7.
પંડિત જવાહરલાલ નેહરુએ કઈ ઘટનાને ‘સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ’ ગણાવ્યું?
ઉત્તરઃ
સંયુક્ત સૌરાષ્ટ્રની રચના અને તેમાં ભાવનગર રાજ્યની વિલીનીકરણની ઘટનાને પંડિત જવાહરલાલ નેહરુએ “સમકાલીન, ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ’ ગણાવ્યું.
પ્રશ્ન 8.
સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડા પ્રધાન છે અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને કઈ અપીલ કરી?
ઉત્તર:
સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને અપીલ કરી કે, તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાનાં રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે.
પ્રશ્ન 9.
કોના કોના પ્રયત્નોથી, કયાં કયાં રાજ્યો સિવાયનાં બધાં જ રાજ્યનું ભારતસંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું?
ઉત્તરઃ
સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ વી. પી. મેનનના પ્રયત્નોથી હૈદરાબાદ, જૂનાગઢ અને કશ્મીર સિવાયનાં બધાં જ રાજ્યોમાં ભારતસંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું.
પ્રશ્ન 10.
ભારત સરકારે હૈદરાબાદનું કેવી રીતે ભારતસંઘમાં વિલીનીકરણ કર્યું?
ઉત્તર:
ભારત સરકારે પોલીસ પગલું ભરીને તેમજ નિઝામને તેનાં હિતોના રક્ષણની બાંહેધરી આપીને હૈદરાબાદનું ભારતસંઘમાં વિલીનીકરણ કર્યું.
પ્રશ્ન 11.
હૈદરાબાદના ભારતસંઘ સાથેના જોડાણમાં કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?
ઉત્તર:
હૈદરાબાદના ભારતસંઘ સાથેના જોડાણમાં શ્રી કનૈયાલાલ મુનશીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
પ્રશ્ન 12.
‘આરઝી હકૂમત’ની સ્થાપના કોણે, શા માટે કરી?
ઉત્તર:
જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા જોડાણખત લખી આપ્યું. આથી મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે ‘આરઝી હકૂમત’ની સ્થાપના કરી.
પ્રશ્ન 13.
ભારત સરકારે જૂનાગઢનો કબજો કઈ રીતે લીધો?
ઉત્તર:
સૌરાષ્ટ્રના લગભગ બધાં રાજ્યો અને લોકોએ જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણનો ભારે વિરોધ કર્યો. આથી જૂનાગઢના નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારત સરકારે જૂનાગઢનો કબજો લઈ લીધો.
પ્રશ્ન 14.
જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કેવી રીતે થયું?
ઉત્તર:
ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો તે પછી જૂનાગઢની પ્રજાનો લોકમત લેવામાં આવ્યો, જેમાં જૂનાગઢની પ્રજાએ પ્રચંડ બહુમતીથી જૂનાગઢના ભારતીય સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું. આ રીતે જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું.
પ્રશ્ન 15.
પાકિસ્તાનના અંકુશ હેઠળનો કશ્મીરનો ત્રીજા ભાગનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
પાકિસ્તાનના અંકુશ હેઠળનો કશ્મીરનો ત્રીજા ભાગનો પ્રદેશ પી. ઓ. કે. (Pakistan Occupied Kashmir)ના નામે ઓળખાય છે.
પ્રશ્ન 16.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં કયો પ્રશ્ન સળગતો પ્રશ્ન બન્યો છે?
ઉત્તર:
ઈ. સ. 1947માં પાકિસ્તાને કશ્મીર પર આક્રમણ કરી કશ્મીરનો ત્રીજા ભાગ (\(\frac{1}{3}\)) જેટલો પ્રદેશ પચાવી પાડ્યો છે. તે પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સળગતો પ્રશ્ન બન્યો છે.
પ્રશ્ન 17.
ભારત પ્રજાસત્તાક બન્યા પછી દેશમાં કઈ માગ ઊભી થઈ હતી?
ઉત્તર:
ભારત પ્રજાસત્તાક બન્યા પછી દેશમાં ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માગ ઊભી થઈ હતી.
પ્રશ્ન 18.
મદ્રાસ રાજ્યમાં તેલુગુ ભાષી લોકોએ કઈ માગણી માટે આંદોલન કર્યું?
ઉત્તરઃ
મદ્રાસ રાજ્યમાં તેલુગુ ભાષી લોકોએ આંધ્ર પ્રદેશની માગણી માટે આંદોલન કર્યું.
પ્રશ્ન 19.
આંધ્ર પ્રદેશ રાજ્યની રચના ક્યારે, કયા રાજ્યમાંથી થઈ?
ઉત્તર:
આંધ્ર પ્રદેશ રાજ્યની રચના ઈ. સ. 1953માં મદ્રાસ રાજ્યમાંથી થઈ.
પ્રશ્ન 20.
ભાષા આધારિત રાજ્યોની રચના કરવા માટે શું કરવામાં આવ્યું?
ઉત્તર:
ભાષા આધારિત રાજ્યોની રચના કરવા ભારત સરકારે રાજ્ય પુનઃરચના પંચની રચના કરી.
પ્રશ્ન 21.
‘રાજ્ય પુનઃરચનાપંચ’ના અધ્યક્ષ કોણ હતા?
ઉત્તર:
સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડૉ. ફઝલઅલી રાજ્ય પુનઃરચનાપંચના અધ્યક્ષ હતા.
પ્રશ્ન 22.
ભારત સરકારે ‘રાજ્ય પુનઃરચનાપંચનો અહેવાલ ક્યારે અમલમાં મૂક્યો?
ઉત્તર
ભારત સરકારે ‘રાજ્ય પુનઃરચનાપંચ’નો અહેવાલ 1 નવેમ્બર, 1956ના રોજ અમલમાં મૂક્યો.
પ્રશ્ન 23.
રાજ્યોની પુનઃરચના પછી કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા?
ઉત્તર:
રાજ્યોની પુનઃરચના પછી 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા.
પ્રશ્ન 24.
મહાગુજરાત આંદોલન શા માટે કરવામાં આવ્યું?
ઉત્તરઃ
મુંબઈ રાજ્યમાંથી ભાષાના ધોરણે નવા ગુજરાત રાજ્યની રચના કરવાની માગ માટે મહાગુજરાત આંદોલન કરવામાં આવ્યું.
પ્રશ્ન 25.
મહાગુજરાત આંદોલનના અગ્રણી નેતાઓ કોણ કોણ હતા?
ઉત્તર:
શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક (ઇન્દુચાચા), શ્રી ભાઈલાલભાઈ (ભાઈકાકા), શ્રી બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે મહાગુજરાત આંદોલનના અગ્રણી નેતાઓ હતા.
પ્રશ્ન 26.
ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી?
ઉત્તર:
1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી.
પ્રશ્ન 27.
ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ક્યાં, કોના હસ્તે કરવામાં આવ્યું?
ઉત્તર:
ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
પ્રશ્ન 28.
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ અને પ્રથમ મુખ્યમંત્રી કોણ કોણ હતા?
ઉત્તર:
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ શ્રી મહેંદી નવાઝ જંગ અને પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા હતા.
પ્રશ્ન 29.
પંજાબનું વિભાજન ક્યારે કરવામાં આવ્યું? કયા કયા પ્રદેશોને અલગ રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી?
ઉત્તર:
ઈ. સ. 1966માં પંજાબનું વિભાજન કરવામાં આવ્યું અને પંજાબ અને હરિયાણાને અલગ રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી.
પ્રશ્ન 30.
પૂર્વોત્તર ભારતમાં કયાં કયાં સાત રાજ્યોની રચના કરવામાં આવી?
ઉત્તર:
પૂર્વોત્તર ભારતમાં અસમ, નાગાલૅન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ એમ સાત રાજ્યોની રચના કરવામાં આવી.
પ્રશ્ન 31.
ભારતનાં કયાં સાત રાજ્યોને ‘સાત બહેનો’ (Seven sisters) તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તર:
ભારતનાં અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ આ સાત રાજ્યોને સાત બહેનો’ (Seven Sisters) તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 32.
ઈ. સ. 2000માં બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી કયાં કયાં નવાં રાજ્યોની રચના કરવામાં આવી?
ઉત્તર:
ઈ. સ. 2000માં બિહારમાંથી ઝારખંડ રાજ્યની, મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ રાજ્યની અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્યની રચના કરવામાં આવી.
પ્રશ્ન 33.
ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
ઉત્તર:
ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી તેલંગણા નામના નવા રાજ્યની રચના કરવામાં આવી.
પ્રશ્ન 34.
ઑક્ટોબર, 2019થી કયા કયા પ્રદેશોને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો મળેલો છે?
ઉત્તરઃ
ઑક્ટોબર, 2019થી જમ્મુ અને કશ્મીર તથા લડાખને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો મળેલો છે.
પ્રશ્ન 35.
હાલમાં (ઈ. સ. 2021) ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
હાલમાં (ઈ. સ. 2021) ભારતીય સંઘમાં 28 રાજ્યો, દિલ્લી રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 36.
ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશના કયા પ્રદેશો પર ફ્રેન્ચોનો અંકુશ હતો?
ઉત્તર:
ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશના જુદુચ્ચેરી, માહે (કેરલ), યનામ (આંધ્ર પ્રદેશ), કરાઇકલ (તમિલનાડુ) અને ચંદ્રનગર (પશ્ચિમ બંગાળ) પર ફ્રેન્ચોનો અંકુશ હતો.
પ્રશ્ન 37.
ફ્રાન્સે પોતાની વસાહતો ભારત સરકારને ક્યારે સુપ્રત કરી ભારતમાંથી વિદાય લીધી?
ઉત્તરઃ
13 ઑક્ટોબર, 1954માં ફ્રાન્સે પોતાની વસાહતો ભારત સરકારને સુપ્રત કરી ભારતમાંથી વિદાય લીધી.
પ્રશ્ન 38.
ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશના કયા પ્રદેશો પર પોર્ટુગીઝોનો અંકુશ હતો?
ઉત્તર:
ભારતદેશ આઝાદ થયો તે સમયે દેશના દીવ, દમણ, ગોવા તથા દાદરા અને નગરહવેલી પર પોર્ટુગીઝોનો અંકુશ હતો.
પ્રશ્ન 39.
ગોવાના લોકોએ ગોવા મુક્તિ આંદોલન શા માટે કર્યું?
ઉત્તર:
ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા પોર્ટુગીઝોને ગોવા સહિત અન્ય પ્રદેશો ભારત સરકારને સોંપી દેવા ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ પોર્ટુગીઝ સરકાર તૈયાર ન થઈ. આથી ગોવાના લોકોએ ગોવાને ભારતસંઘ સાથે જોડાણ કરવા ગોવા મુક્તિ આંદોલન કર્યું.
પ્રશ્ન 40.
‘ઑપરેશન વિજય’ શા માટે કરવામાં આવ્યું?
ઉત્તરઃ
ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે ‘ઑપરેશન વિજય’ નામનું લશ્કરી અભિયાન શરૂ કરવામાં આવ્યું.
પ્રશ્ન 41.
ગોવાના પોર્ટુગીઝ શાસકોએ ક્યારે શરણાગતિ સ્વીકારી?
ઉત્તર:
18 ડિસેમ્બર, 1961ના રોજ પોર્ટુગીઝ શાસકોએ ભારતના લશ્કર સમક્ષ શરણાગતિ સ્વીકારી.
પ્રશ્ન 42.
ભારત સરકારે ક્યારે, શા માટે આયોજનપંચની રચના કરી?
ઉત્તર:
ભારત સરકારે ઈ. સ. 1950માં બંધારણનાં ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરવા માટે આયોજનપંચની રચના કરી.
પ્રશ્ન 43.
આજે આયોજનપંચ કયા નામે ઓળખાય છે?
ઉત્તરઃ
આજે આયોજનપંચ ‘નીતિ આયોગ’ના નામે ઓળખાય છે.
પ્રશ્ન 44.
નીતિ આયોગમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
નીતિ આયોગમાં નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ, વહીવટી નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 45.
નીતિઆયોગના અધ્યક્ષ કોણ હોય છે?
ઉત્તર:
હોદ્દાની રૂએ વડા પ્રધાન નીતિઆયોગના અધ્યક્ષ હોય છે.
પ્રશ્ન 46.
ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશો કયા કયા છે?
ઉત્તર:
દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ, આર્થિક અસમાનતામાં ઘટાડો, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવસ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશો છે.
પ્રશ્ન 47.
પંચવર્ષીય યોજનાઓના પરિણામ સ્વરૂપે શામાં વધારો થયો છે?
ઉત્તર:
પંચવર્ષીય યોજનાઓના પરિણામ સ્વરૂપે દેશમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે.
પ્રશ્ન 48.
દેશમાં ગરીબોની સંખ્યામાં ઘટાડો થઈ શક્યો નથી એ માટે કઈ બાબત જવાબદાર છે?
ઉત્તર:
દેશમાં ગરીબોની સંખ્યામાં ઘટાડો થઈ શક્યો નથી એ માટે વસ્તીવધારો જવાબદાર છે.
પ્રશ્ન 49.
ગરીબી ઘટાડવા માટે સરકાર કયા કયા પ્રયત્નો કરી રહી છે?
ઉત્તર:
ગરીબી ઘટાડવા માટે સરકાર આર્થિક અસમાનતા ઘટાડવા, રોજગારીની તકો વધારવા, શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરવા, આવશ્યક ચીજવસ્તુઓ ગરીબોને આપવા વગેરે માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે.
પ્રશ્ન 50.
ભારતે કયા ક્ષેત્રે વિકસિત દેશોની બરાબરી કરી શકે – એવી સિદ્ધિ મેળવી છે?
ઉત્તર:
ભારતે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે વિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિ મેળવી છે.
પ્રશ્ન 51.
ભારતે કયા કયા ઉદ્યોગોમાં હરણફાળ ભરી છે?
ઉત્તર:
ભારતે ઇલેક્ટ્રૉનિક્સ, ઊર્જા, પેટ્રોલિયમ, ટેલિકૉમ્યુનિકેશન, લોખંડ-પોલાદ, રાસાયણિક ખાતરો, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ઉદ્યોગોમાં હરણફાળ ભરી છે.
પ્રશ્ન 52.
ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે શું તૈયાર કર્યા છે?
ઉત્તરઃ
ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV (ઝીયોસિન્ક્રોનાસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ) તૈયાર કર્યા છે.
પ્રશ્ન 53.
વિશ્વના દેશોએ ભારતની કઈ કઈ બાબતોનો સ્વીકાર કર્યો છે?
ઉત્તર:
વિશ્વના દેશોએ ભારતીય પરંપરાઓ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, માનવ સંસાધનોનું મહત્ત્વ વગેરે બાબતોનો સ્વીકાર કર્યો છે.
પ્રશ્ન 54.
સંયુક્ત રાષ્ટ્રોUN – United Nations)એ કયા દિવસને ‘વિશ્વ-યોગ દિવસ’ તરીકે જાહેર કરેલ છે?
ઉત્તર:
સંયુક્ત રાષ્ટ્રોUN – United Nations)એ 21 : જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરેલ છે.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
રાજ્યોની પુનઃરચના શા માટે કરવામાં આવી? રાજ્ય પુનઃરચનાની ભલામણો કઈ કઈ હતી?
ઉત્તર:
ભારત સ્વતંત્ર થયા પછી દેશી રાજ્યોના એકીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. દેશના બંધારણે સંઘીય રાજ્યવ્યવસ્થાનો સ્વીકાર કર્યો હોવાથી સંઘનાં ઘટક રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતમાં અ, બ, ક, ડ વર્ગોનાં ચાર પ્રકારનાં રાજ્યો હતાં. આ ચાર વર્ગ(પ્રકાર)નાં રાજ્યોનો દરજ્જો એકસમાન નહોતો. તે એક કામચલાઉ વ્યવસ્થા હતી.
ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માંગ સાથે કેટલાંક રાજ્યોમાં ઉગ્ર આંદોલનો શરૂ થયાં. સૌપ્રથમ અ વર્ગના મદ્રાસ (ચેન્નાઈ) રાજ્યમાંથી તેલુગુ ભાષી લોકોએ આંધ્ર પ્રદેશની માગણી સાથે આંદોલન કર્યું હતું. આથી કેન્દ્ર સરકારે તેમની માગણી સ્વીકારીને ઈ. સ. 1953માં ભાષાના ધોરણે અલગ સ્વતંત્ર રાજ્ય આંધ્ર પ્રદેશની રચના કરવામાં આવી. એ પછી ભાષાના ધોરણે રાજ્યોની નવેસરથી રચના કરવાની માગણી આખા દેશમાં થવા લાગી. આથી કેન્દ્ર સરકારે રાજ્યોની પુનઃરચનાના પ્રશ્નનો અભ્યાસ કરી જરૂરી ભલામણો કરવા ઈ. સ. 1958માં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડૉ. ફઝલઅલીના અધ્યક્ષપદે રાજ્ય પુનઃરચના પંચ’ની રચના કરવામાં આવી. એ પંચે ઈ. સ. 1956માં પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને સોંપ્યો. ભારતના રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મળતાં 1 નવેમ્બર, 1956માં તેનો અમલ કરવામાં આવ્યો.
રાજ્ય પુનઃરચનાની ભલામણો મુજબ દેશનાં ચાર પ્રકારનાં રાજ્યો રદ કરવામાં આવ્યાં અને તેના સ્થાને 14 ઘટક રાજ્યો અને 6 કેન્દ્રશાસિત સંઘપ્રદેશોમાં રાજ્યોની પુનઃરચના કરવામાં આવી. એ 14 પૈકી મોટા ભાગનાં રાજ્યોની રચના ભાષાના ધોરણે કરવામાં આવી હતી.
પ્રશ્ન 2.
રાજ્ય પુનઃરચનાની ભલામણો મુજબ રાજ્યોની રચના પૂર્ણ થયા પછી કયાં કયાં નવાં રાજ્યોની રચના કરવામાં આવી?
ઉત્તરઃ
14 રાજ્યોની ભાષાના ધોરણે રચના થઈ તેમાં મુંબઈ અને પંજાબની રચના ભાષાના ધોરણે થઈ નહોતી. મુંબઈ રાજ્ય મરાઠી અને ગુજરાતી એમ દ્વિભાષી રાજ્ય હતું. આથી મરાઠી અને ગુજરાતી ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવા ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોએ આંદોલન ચલાવ્યું. ગુજરાતમાં મહાગુજરાત માટે લોકોએ ઉગ્ર આંદોલન ચલાવ્યું. અંતે 1 મે, 1960ના રોજ મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોમાં વિભાજન થયું.
ઈ. સ. 1966માં પંજાબ રાજ્યનું પંજાબ અને હરિયાણા એમ કે બે અલગ રાજ્યોમાં વિભાજન કરવામાં આવ્યું.
સમય જતાં પૂર્વોત્તર ભારતમાં અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ એમ નવાં 7 રાજ્યોની રચના કરવામાં આવી. એ સાતેય રાજ્યોને ‘સાત બહેનો’ (Seven Sisters) તરીકે ઓળખવામાં આવે છે.
ઈ. સ. 2000માં બિહાર રાજ્યમાંથી ઝારખંડ રાજ્યની, મધ્ય છે પ્રદેશ રાજ્યમાંથી છત્તીસગઢ રાજ્યની અને ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી ઉત્તરાખંડ રાજ્યની રચના કરવામાં આવી.
ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશ રાજ્યમાંથી નવા તેલંગણા રાજ્યની રચના કરવામાં આવી. છેલ્લે ઑક્ટોબર, 2019થી જમ્મુ અને કશ્મીર તથા લડાખને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે.
હાલમાં ભારતીય સંઘમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ ભારતના પાટનગર દિલ્હીના રાજ્યને રાષ્ટ્રીય રાજધાનીનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 3.
ફ્રેન્ચ સરકાર તેની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ?
ઉત્તર:
26 જાન્યુઆરી, 1950ના રોજ ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું ત્યાં સુધીમાં ભારતના દેશી રાજ્યોનું ભારતસંઘ સાથે જોડાણ થઈ ચૂક્યું હતું. એ સમયે ભારતમાં ફ્રેન્ચોની પુડુચેરી, માહે (કેરલ), યનામ (આંધ્ર પ્રદેશ), કરાઇકલ (તમિલનાડુ) અને ચંદ્રનગર (પશ્ચિમ બંગાળ) એ પાંચ વસાહતો હતી. એ પ્રદેશોના લોકો ભારતસંઘમાં જોડાવા માગતા હતા. એ માટે તેમણે સ્વાતંત્ર્યચળવળો શરૂ કરી. ફ્રેન્ચ સરકારે એ ચળવળોને દબાવી દેવાના પ્રયત્નો કર્યા. ઈ. સ. 1948માં પુડુચેરીના લોકોએ એક વિરાટસભા યોજી ફ્રેન્ચ સરકારને ‘ભારત છોડો’નું એલાન આપ્યું. ભારત સરકારે પુદુચ્ચેરીનું શાંતિમય સમાધાન કરવા ફ્રેન્ચ સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી. પરંતુ લોકો પુડુચેરીને તાત્કાલિક આઝાદ કરી ભારતમાં જોડી દેવા માગતા હતા. ફ્રેન્ચોના અંકુશ હેઠળની અન્ય વસાહતોના લોકોએ પણ સ્વાતંત્ર્યચળવળો શરૂ કરી. લોકોનો મિજાજ પારખીને ફ્રેન્ચ સરકારે ભારત સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી. વાટાઘાટોના અંતે ફ્રેન્ચ સરકાર પોતાની પાંચેય વસાહતો ભારતને સોંપી દેવા તૈયાર થઈ. 13 ઑક્ટોબર, 1954ના રોજ ફ્રાન્સ એ વસાહતો ભારત સરકારને સુપ્રત કરી ભારતમાંથી વિદાય લીધી.
પ્રશ્ન 4.
ગોવા, દીવ અને દમણના ભારતસંઘમાં જોડાણની માહિતી ? . આપો.
અથવા
ગોવા, દીવ અને દમણના ભારતસંઘમાં જોડાવાની પ્રક્રિયાનું વર્ણન કરો.
ઉત્તર:
ઈ. સ. 1950માં ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું ત્યારે ગોવા, દીવ, દમણ અને દાદરા અને નગરહવેલી પ્રદેશો પર પોર્ટુગીઝોનો કબજો હતો. એ સંસ્થાનો ભારતને સોંપી દેવા 3 ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા બહુ પ્રયત્નો કર્યા. પરંતુ પોર્ટુગીઝોના જક્કી વલણને કારણે કોઈ પરિણામ ન આવ્યું.
ગોવાને ભારતીય સંઘમાં જોડી દેવા લોકોએ ઉગ્ર આંદોલન ડું શરૂ કર્યું. લોકોએ મોટા પાયા પર સત્યાગ્રહ કર્યો. ત્રિરંગો ધ્વજ ફરકાવવા બદલ પોર્ટુગીઝ સરકારે સેંકડો સત્યાગ્રહીઓની ધરપકડ કરી. 15 ઑગસ્ટ, 1955ના રોજ લોકોએ ભારતસંઘ સાથે જોડાણ કરવા માટે ‘ગોવા મુક્તિ આંદોલન’ શરૂ કર્યું. આ આંદોલન દરમિયાન હજારો લોકોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથેની અથડામણમાં અનેક – સત્યાગ્રહીઓ શહીદ થયા. વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ
જેવા શાંત પ્રયાસો દ્વારા સફળતા નહિ મળે એમ માનીને ભારત સરકારે ગોવા, દીવ અને દમણને મુક્ત કરવા જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ ‘ઑપરેશન વિજય’ નામનું લશ્કરી અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો.
18 ડિસેમ્બર, 1961ના રોજ લશ્કરે અભિયાન શરૂ કર્યું. ભારતનાં લશ્કરી દળોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો. એ જ દિવસની રાત્રે ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડિસેલ્વાએ શરણાગતિ સ્વીકારી. આમ, ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. આ ત્રણેય સંસ્થાનોનો કબજો મેળવી ભારત સરકારે તેમનું ભારતસંઘમાં વિલીનીકરણ કર્યું. એ પ્રદેશોમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.
ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
કશ્મીરનો પ્રશ્ન
ઉત્તર:
ભારતને સ્વરાજ્ય મળ્યું એ સમયના કશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરા મૂંઝવણમાં હતા, કારણ કે તેમણે ભારત સાથેના જોડાણખત પર સહી કરી નહોતી. આ દરમિયાન પાકિસ્તાને કશ્મીરને પોતાની સાથે જોડવા માટે કશ્મીર પર આક્રમણ કર્યું. પાકિસ્તાનના સૈનિકોએ કશ્મીરમાં લૂંટફાટ અને અત્યાચાર શરૂ કર્યા. આ કટોકટીની સ્થિતિમાં રક્ષણ મેળવવા રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માગી. ભારત સરકારે તેમને ભારતસંઘ સાથે જોડાવા માટેના ‘જોડાણખત’ પર સહી કરવા જણાવ્યું. તેથી રાજા હરિસિંહે તાબડતોબ જોડાણખત પર સહી કરી. એ પછી ભારત સરકારે કશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને ભગાડી મૂક્યા.
પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પર પોતાનો ગેરકાયદેસર લશ્કરી કબજો જમાવ્યો હતો. એ ભાગ પરત મેળવવા ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. સલામતી સમિતિએ યુદ્ધવિરામ કરવા જણાવ્યું. જમ્મુ અને કશ્મીર રાજ્યના ત્રીજા ભાગ પર પાકિસ્તાનનો કબજો – અંકુશ ચાલુ છે, જેને આજે પી. ઓ. કે. (Pakistan Occupied Kashmir) તરીકે ઓળખવામાં આવે છે, તે વાસ્તવમાં ભારતનો જ ભાગ છે. કશ્મીર કાયદેસર રીતે ભારતનો જ ભાગ છે તે હકીકત નિર્વિવાદ છે.
આજે કશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનો સળગતો પ્રશ્ન છે.
પ્રશ્ન 2.
દેશી રાજ્યો-રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો
ઉત્તર:
15 ઑગસ્ટ, 1947 પહેલાં ભારતમાં નાનાં-મોટાં 562 જેટલાં દેશી રાજ્યો હતાં. ભારતની સાથે તેમને પણ સ્વતંત્રતા મળી. સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ, 1947માં રે વચગાળાની સરકારના ગૃહપ્રધાન બન્યા. તેઓ દીર્ધદષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા ગૃહપ્રધાન હતા. તેમણે અને તેમના સચિવ વી. પી. મેનને ‘જોડાણખત’ અને ‘જૈસે થે કરાર’નો મુસદ્દો તૈયાર કર્યો અને દેશી રાજ્યોની ભારતસંઘ સાથેના એકીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપથી શરૂ કરી. તેમણે દેશી રાજાઓની તેમની પ્રજા અને રાષ્ટ્રના હિતમાં પોતાના રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરવા અને ભારતસંઘને એક અખંડ, મજબૂત તથા સમૃદ્ધ બનાવવાનો પાયો નાખવામાં તેમનો સહકાર આપવા અપીલ કરી. તેમણે ભારત સરકાર વતી એ રાજાઓને તેમનો દરજ્જો, હકો અને હિતોના રક્ષણની તેમજ સાલિયાણાં આપવાની ખાતરી આપી. આથી હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ અને કાશમીરના શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણખત પર હસ્તાક્ષર કરી તેમનાં રાજ્યો અને રિયાસતોનું ભારતસંઘ સાથે જોડાણ કર્યું.
હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કરતાં તેની સામે પોલીસ પગલું લઈને તેના રાજ્યને ભારતસંઘ સાથે જોડી દેવામાં આવ્યું.
જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નર્ણિય કર્યો. સરદાર પટેલે તરત જ ભારતીય સૈન્યને જૂનાગઢની ચારે બાજુ ગોઠવી દીધું. જૂનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. નવેમ્બર, 1947માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતસંઘ સાથે જોડી દીધું. કશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ કશમીરનું વિધિસર ભારતસંઘ સાથે જોડાણ કર્યું. સરદાર પટેલની આ સિદ્ધિઓમાં તેમના મુખ્ય સચિવ વી. પી. મેનનનો ફાળો ખૂબ મહત્ત્વનો હતો.
આમ, સરદાર પટેલ અને વી. પી. મેનને ખૂબ ધીરજ અને અસાધારણ કુનેહ દાખવી દેશી રાજ્યો અને રિયાસતોનું ભારતસંઘ સાથે એકીકરણ કરી ભારતને અખંડ રાષ્ટ્ર બનાવ્યું.
નીચેના વિધાનોનાં ઐતિહાસિક કારણો આપોઃ
પ્રશ્ન 1.
હૈદરાબાદમાં ‘પોલીસ પગલું’ ભરવામાં આવ્યું હતું.
ઉત્તર:
સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી. એ સમયે નિઝામના અધિકારીઓએ અને સૈન્ય લોકો પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એ અસહ્ય પરિસ્થિતિમાંથી બચાવવા માટે ભારત સરકારને હૈદરાબાદ સામે પોલીસ પગલું ભરવું પડ્યું.
પ્રશ્ન 2.
આજે પણ કશમીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે.
ઉત્તર:
કશ્મીરને પોતાની સાથે જોડવા માટે પાકિસ્તાને કશ્મીર પર આક્રમણ કર્યું. કશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ કશ્મીરનું રક્ષણ કરવા માટે ભારત સરકારની લશ્કરી મદદ માગી. ભારત સરકારે તેમની પાસેથી કશ્મીરના ભારતસંઘ સાથેના જોડાણખત પર હસ્તાક્ષર કરાવી લીધા. એ પછી ભારત સરકારે કશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને ભગાડી મૂક્યા. એ દરમિયાન પાકિસ્તાને કશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર { પોતાનો ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો.
પ્રશ્ન 3.
‘ઑપરેશન વિજય’ કરવામાં આવ્યું.
ઉત્તર:
‘ઑપરેશન વિજય’ એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન. પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથે વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહિ એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ‘ઑપરેશન વિજય’ કરવામાં આવ્યું.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
અખંડ હિંદુસ્તાનના ભાગલા થતાં ભારત સમક્ષ કયો પડકાર ઊભો થયો? ભારત સરકારે એ પડકાર કેવી રીતે ઉકેલ્યો?
ઉત્તર:
અખંડ હિંદુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાને પોતાના દેશમાંથી બિનમુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતાં લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા. એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપવી એ ભારત સમક્ષ મોટો પડકાર હતો. સરકારે અને દેશના લોકોએ એ નિરાશ્રિતોને – શરણાર્થીઓને પૂરતી સગવડો આપી. વિશાળ શરણાર્થી શિબિરો ખોલવામાં આવી. આમ, ભારત સરકારે ખૂબ જ કુનેહથી આ જવાબદારી નિભાવી.
પ્રશ્ન 2.
કશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ જોડાણખતમાં શા માટે સહી કરી?
અથવા
કરમીરના મહારાજા હરિસિંહ ડોગરાએ તાબડતોબ જોડાણખત પર હસ્તાક્ષર કર્યા. સમજાવો.
ઉત્તરઃ
ભારતને સ્વરાજ્ય મળ્યું એ સમયના કશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરા મૂંઝવણમાં હતા, કારણ કે તેમણે ભારત સાથેના જોડાણખત પર સહી કરી નહોતી. આ દરમિયાન પાકિસ્તાને કશ્મીરને પોતાની સાથે જોડવા માટે કશ્મીર પર આક્રમણ કર્યું. પાકિસ્તાનના સૈનિકોએ કશ્મીરમાં લૂંટફાટ અને અત્યાચાર શરૂ કર્યા. આ કટોકટીની સ્થિતિમાં રક્ષણ મેળવવા રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માગી. ભારત સરકારે તેમને ભારતસંઘ સાથે જોડાવા માટેના ‘જોડાણખત’ પર સહી કરવા જણાવ્યું. તેથી રાજા હરિસિંહે તાબડતોબ જોડાણખત પર સહી કરી. એ પછી ભારત સરકારે કશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને ભગાડી મૂક્યા.
પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પર પોતાનો ગેરકાયદેસર લશ્કરી કબજો જમાવ્યો હતો. એ ભાગ પરત મેળવવા ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. સલામતી સમિતિએ યુદ્ધવિરામ કરવા જણાવ્યું. જમ્મુ અને કશ્મીર રાજ્યના ત્રીજા ભાગ પર પાકિસ્તાનનો કબજો – અંકુશ ચાલુ છે, જેને આજે પી. ઓ. કે. (Pakistan Occupied Kashmir) તરીકે ઓળખવામાં આવે છે, તે વાસ્તવમાં ભારતનો જ ભાગ છે. કશ્મીર કાયદેસર રીતે ભારતનો જ ભાગ છે તે હકીકત નિર્વિવાદ છે.
આજે કશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનો સળગતો પ્રશ્ન છે.
પ્રશ્ન 3.
મહાગુજરાત આંદોલન શા માટે શરૂ કરવામાં આવ્યું? એ આંદોલનનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
રાજ્ય પુનઃરચનાની ભલામણ મુજબ દેશમાં ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવામાં આવી. પરંતુ મુંબઈ રાજ્યમાં મરાઠી અને ગુજરાતી એમ દ્વિભાષી વિસ્તારો હોવા છતાં તેની રચના ભાષાના ધોરણે કરવામાં આવી નહોતી. આથી ગુજરાતી ભાષાના ધોરણે ગુજરાતની રચના કરવા માટે શ્રી ઈ દુલાલ યાજ્ઞિક (ઇન્દુચાચા), શ્રી ભાઈલાલભાઈ (ભાઈકાકા) શ્રી બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે નેતાઓની આગેવાની નીચે મહાગુજરાત આંદોલન શરૂ કરવામાં આવ્યું. પરિણામે ભારત સરકારે ગુજરાતની રચના કરવાની જાહેરાત કરી. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન 1 મે, 1960ના રોજ સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
રાજ્યની સ્થાપના. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગે અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડૉ. જીવરાજ મહેતાએ શપથ લીધા. આમ, મહાગુજરાતના આંદોલનના પરિણામ સ્વરૂપ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી.
પરિશિષ્ટ
વિદ્યાર્થીમિત્રો, …………….
નીચે ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો રાજકીય નકશો આપ્યો છે. તેનો અભ્યાસ કરી, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી તમારી નોંધપોથીમાં કરો:
પ્રવૃત્તિઓ
1. દેશી રાજ્યોના એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો – આ વિષય પર નિબંધ સ્પર્ધા યોજવી.
2. તમારી શાળાની લાઇબ્રેરીમાંથી સરદાર પટેલ વિશેનું પુસ્તક મેળવો અને તેમના જીવન વિશે એક લેખ તૈયાર કરો.
3. ‘મોટા રાજ્યોમાં નાનાં રાજ્યોમાં વિભાજન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આ વિષયની તરફેણમાં કે વિરુદ્ધમાં વક્તવ્યો રજૂ કરતી એક વક્તત્વ સ્પર્ધાનું આયોજન કરો.
4. ભારતનાં પૂર્વોત્તર રાજ્યો (Seven Sisters) અને તેમની રાજધાનીઓની યાદી તૈયાર કરો.
5. પાઠ્યપુસ્તકના પાના નં. 55 પર આપેલા ભારતના રાજકીય નકશાના આધારે ભારતના રેખાંતિ નકશામાં ભારતનાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને તેમની રાજધાનીઓનાં નામ દર્શાવો.
6. ‘વિજ્ઞાન અને ટેકનોલૉજીનો વિકાસ એ કોઈ પણ દેશના આર્થિક વિકાસનો પાયો છે.’ આ વિષય પર એક નાનો નિબંધ લખો.
7. ભારતે અત્યાર સુધી અંતરિક્ષમાં છોડેલા ઉપગ્રહોની યાદી તૈયાર કરો. [આ માટે ‘નવનીત જનરલ નૉલેજના પાના નં. 185 પર આપેલી માહિતીની મદદ લેવી.].
8. ‘મહાગુજરાત ચળવળ’ વિશે તમારા ઘરના વડીલ કે તમારા વિષયશિક્ષક પાસેથી માહિતી મેળવો.
9. આઝાદી પછી થયેલા ભારતના વિકાસ પર સચિત્ર માહિતી સાથેનો હસ્તલિખિત અંક તૈયાર કરો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખ:
પ્રશ્ન 1.
આઝાદી પ્રાપ્ત થતાં ભાવનગરના ક્યા મહારાજાએ ભાવનગરમાં ‘જવાબદાર સરકાર’નો શુભ આરંભ કર્યો?
A. ભગવતસિંહજીએ
B. કૃષ્ણકુમારસિંહે
C. ભાવસિંહજીએ
D. કીર્તિકુમારસિંહે
ઉત્તર:
B. કૃષ્ણકુમારસિંહે
પ્રશ્ન 2.
ઈ. સ. 2000માં કયા રાજ્યમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી?
A. બિહારમાંથી
B. મધ્ય પ્રદેશમાંથી
C. ઉત્તર પ્રદેશમાંથી
D. ઓડિશામાંથી
ઉત્તર:
A. બિહારમાંથી
પ્રશ્ન 3.
પૂર્વોત્તર ભારતમાં રચાયેલાં રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે?
A. ‘ગિરિબહેનો’
B. ‘ગિરિવંદો’
C. ‘સેવન સિસ્ટર્સ’
D. ‘સપ્તક રાજ્યો’
ઉત્તર:
C. ‘સેવન સિસ્ટર્સ’
પ્રશ્ન 4.
GSLV એટલે …….
A. જિયોગ્રાફિકલ સેટેલાઈટ લાઈટ વ્હીકલ
B. ઝીયોસિન્ક્રોનાસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ
C. જિઓસ્પેસિફિક સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ
D. જિઓસ્ટેટિક લાઈટ વ્હીકલ
ઉત્તર:
B. ઝીયોસિન્ક્રોનાસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ
પ્રશ્ન 5.
વિશ્વ-યોગ દિવસની ઉજવણીનો નિર્ણય કરનાર સંસ્થા છે …………
A. કૉમનવેલ્થ રાષ્ટ્રો
B. ભારતીય યોગવિદ્યા કેન્દ્ર
C. યુનાઈટેડ નૅશન્સ (UN)
D. ભારતીય સંસ્કૃતિ ભવન
ઉત્તર:
C. યુનાઈટેડ નૅશન્સ (UN)
પ્રશ્ન 6.
બંધારણસભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું હતું?
A. 26 જાન્યુઆરી, 1950ના રોજ
B. 15 ઑગસ્ટ, 1947ના રોજ
C. 26 જુલાઈ, 1948ના રોજ
D. 26 નવેમ્બર, 1950ના રોજ
ઉત્તર:
A. 26 જાન્યુઆરી, 1950ના રોજ
પ્રશ્ન 7.
ગોવા મુક્તિ આંદોલન સંબંધિત છે………..
A. ભારતમાં અંગ્રેજી શાસનને સમાપ્ત કરવા માટે
B. ભારતમાંથી પોર્ટુગલ સંસ્થાનો દૂર કરવા માટે
C. ભારતમાંથી ફ્રાન્સિસી સંસ્થાનો દૂર કરવા માટે
D. ભારતમાંથી ડચ સંસ્થાનો દૂર કરવા માટે
ઉત્તર:
B. ભારતમાંથી પોર્ટુગલ સંસ્થાનો દૂર કરવા માટે
પ્રશ્ન 8.
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
A. ડૉ. જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. ઢેબરભાઈ
D. મોરારજી દેસાઈ
ઉત્તર:
A. ડૉ. જીવરાજ મહેતા