Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
નીચેના પૈકી ક્યો વિકલ્પ ન્યાય સાથે સંબંધિત નથી?
A. અધિકારો
B. ફરજો
C. સમાનતા
D. સ્વતંત્રતા
ઉત્તરઃ
B. ફરજો
પ્રશ્ન 2.
સામાજિક ન્યાયનો હેતુ શો છે?
A. સમાજને શિક્ષિત બનાવવાનો છે.
B. સમાજમાં ભેદભાવ સર્જવાનો છે.
C. લોકોને જવાબદાર નાગરિકો બનાવવાનો છે.
D. સમાજની નવરચના કરવાનો છે.
ઉત્તરઃ
D. સમાજની નવરચના કરવાનો છે.
પ્રશ્ન ૩.
આપણા દેશમાં નીચેના પૈકી કઈ બાબતમાં સામાજિક અસમાનતા જોવા મળતી નથી?
A. શિક્ષણ
B. રોજગારી
C. ભાષા
D. લિંગ
ઉત્તરઃ
C. ભાષા
પ્રશ્ન 4.
શાના અભાવને લીધે લોકો સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે?
A. પૈસાના
B. શિક્ષણના
C. સુવિધાના
D. રહેઠાણના
ઉત્તરઃ
B. શિક્ષણના
પ્રશ્ન 5.
નીચેના પૈકી કયા સમુદાય માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી નથી?
A. અનુસૂચિત જાતિઓ
B. અનુસૂચિત જનજાતિઓ
C. જાગીરદારો
D. વિચરતી જાતિઓ
ઉત્તરઃ
C. જાગીરદારો
પ્રશ્ન 6.
નીચેના પૈકી કઈ સંસ્થામાં સામાજિક ન્યાયની જરૂરિયાત હોય તેવા વર્ગો માટે અનામત બેઠકો રાખવામાં આવતી નથી?
A. વેપારી મહામંડળમાં
B. સંસદમાં
C. વિધાનસભાઓમાં
D. પંચાયતોમાં
ઉત્તરઃ
C. વિધાનસભાઓમાં
પ્રશ્ન 7.
કઈ સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે અનામત રાખવામાં આવે છે?
A. આરોગ્ય કેન્દ્રોમાં
B. ધાર્મિક સંસ્થાઓમાં
C. સભાગૃહોમાં
D. શૈક્ષણિક સંસ્થાઓમાં
ઉત્તરઃ
D. શૈક્ષણિક સંસ્થાઓમાં
પ્રશ્ન 8.
કયા વર્ગોને આત્મનિર્ભર બનાવવા વ્યવસાય માટે વ્યાજમુક્ત – કે ઓછા વ્યાજથી લોન આપવામાં આવે છે?
A. શ્રીમંત વર્ગને
B. પછાત વર્ગોને
C. સરકારી કર્મચારી વર્ગોને
D. વિકસિત વર્ગોને
ઉત્તરઃ
B. પછાત વર્ગોને
પ્રશ્ન 9.
કયો અધિકાર એ માનવ અધિકાર છે?
A. કરવેરા ભરવાનો અધિકાર
B. કાયદાના પાલનનો અધિકાર
C. લશ્કરમાં જોડાવાનો અધિકાર
D. સંપત્તિનો અધિકાર
ઉત્તરઃ
D. સંપત્તિનો અધિકાર
પ્રશ્ન 10.
માનવ અધિકારોની ઘોષણા કરી છે?
A. યુ.એસ.એ.એ
B. યુનેસ્કોએ
C. સંયુક્ત રાષ્ટ્રોએ
D. યુનિસેફ
ઉત્તરઃ
C. સંયુક્ત રાષ્ટ્રોએ
પ્રશ્ન 11.
બાળ અધિકારોની ઘોષણા કરી છે?
A. સંયુક્ત રાષ્ટ્રોએ
B. યુનિસેફે
C. યુનેસ્કોએ
D. ભારતે
ઉત્તરઃ
A. સંયુક્ત રાષ્ટ્રોએ
પ્રશ્ન 12.
દર વર્ષે ક્યા દિવસને ‘માનવ અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે?
A. 5 જાન્યુઆરીના દિવસને
B. 20 નવેમ્બરના દિવસને
C. 15 માર્ચના દિવસને
D. 10 ડિસેમ્બરના દિવસને
ઉત્તરઃ
D. 10 ડિસેમ્બરના દિવસને
પ્રશ્ન 13.
દર વર્ષે ક્યા દિવસને ‘બાળ અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે?
A. 30 નવેમ્બરના દિવસને
B. 20 નવેમ્બરના દિવસને
C. 12 જાન્યુઆરીના દિવસને
D. 10 ઑક્ટોબરના દિવસને
ઉત્તરઃ
B. 20 નવેમ્બરના દિવસને
યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1.આજે ભારતીય સમાજ ……………………… સમાજમાંથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે.
ઉત્તરઃ
પરંપરાગત
2. સામાજિક ન્યાય માટે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સમાજના બધા લોકોને સમાન …………………………….. મળવી જોઈએ.
ઉત્તરઃ
સામાજિક તકો
૩. સામાજિક ન્યાય’ એ શબ્દપ્રયોગમાં ‘………………………’ શબ્દ સમાજમાં રહેનારા બધા લોકોના સંદર્ભે વપરાય છે.
ઉત્તરઃ
સામાજિક
4. સામાજિક ન્યાય’ એ શબ્દપ્રયોગમાં ‘…………………………..’ શબ્દ સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે સંબંધિત છે.
ઉત્તરઃ
ન્યાય
5. સામાજિક ન્યાયનો હેતુ સમાજની ……………………… કરવાનો છે.
ઉત્તરઃ
નવરચના
6. આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે જેવી બાબતોમાં સામાજિક …………………………… પ્રવર્તે છે.
ઉત્તરઃ
અસમાનતા
7. ઘણીવાર ……………………… જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ સર્જાય છે.
ઉત્તરઃ
કાયદા
8. સમાજમાં પ્રવર્તતા …………………… ને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ નીચો જોવા મળે છે.
ઉત્તરઃ
કુરિવાજો
9. પછાત વર્ગોને …………………… હકો દ્વારા દેશમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવે છે.
ઉત્તરઃ
બંધારણીય
10. …………………………….. યોજનાઓમાં પણ પછાત વર્ગો માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
ઉત્તરઃ
પંચવર્ષીય
11. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે કેટલીક બેઠકો ……………………….. રાખવામાં આવે છે.
ઉત્તરઃ
અનામત
12. સામાજિક પછાત વર્ગોને ……………………….. બનાવવા માટે તેમને વ્યાજમુક્ત કે ઓછા વ્યાજની લોન આપવામાં આવે છે.
ઉત્તરઃ
આત્મનિર્ભર
13. …………………………… અધિકારો એ મનુષ્યોના જન્મજાત અધિકારો છે.
ઉત્તરઃ
માનવ
14. ………………………… એ માનવ અધિકારોની ઘોષણા કરી છે.
ઉત્તરઃ
સંયુક્ત રાષ્ટ્ર
15. દરેક દેશના વિકાસનો આધાર તેના …………………………. ના સર્વાગી વિકાસ પર રહેલો છે.
ઉત્તરઃ
બાળકો
16. ………………………. એ બાળકોના જીવનના વિકાસ અને કલ્યાણ સંબંધી અધિકારોની ઘોષણા કરી છે.
ઉત્તરઃ
સંયુક્ત રાષ્ટ્રો
17. દરેક બાળકને પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે ……………………….. મેળવવાનો અધિકાર છે.
ઉત્તરઃ
શિક્ષણ
18. દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને ‘……………………. ‘ તરીકે ઊજવવામાં આવે છે.
ઉત્તરઃ
માનવ અધિકારદિન
19. દર વર્ષે 20 નવેમ્બરના દિવસને ‘……………………….. ‘ તરીકે ઊજવવામાં આવે છે.
ઉત્તરઃ
બાળ અધિકારદિન
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. આજે ભારતીય સમાજ આધુનિક સમાજમાંથી પરંપરાગત સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે.
ઉત્તરઃ
ખોટું
2. સામાજિક ન્યાય’ શબ્દપ્રયોગમાં ‘ન્યાય’ શબ્દ સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે સંબંધિત છે.
ઉત્તરઃ
ખરું
3. સામાજિક ન્યાયનો હેતુ સમાજના તમામ લોકોને ન્યાય અપાવવાનો છે.
ઉત્તરઃ
ખોટું
4. સામાજિક અસમાનતા એટલે સમાજની બધી વ્યક્તિઓને અધિકારો અને તકો એકસમાન મળે છે.
ઉત્તરઃ
ખોટું
5. શિક્ષણના અભાવને કારણે લોકો સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે.
ઉત્તરઃ
ખરું
6. ઘણીવાર કાયદાની જાણકારીને લીધે સામાજિક અસમાનતાની સ્થિતિ સર્જાય છે.
ઉત્તરઃ
ખોટું
7. પછાત વર્ગોને બંધારણીય હકો દ્વારા દેશમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
8. વિવિધલક્ષી યોજનાઓમાં પણ પછાત વર્ગો માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
ઉત્તરઃ
ખોટું
9. સમાજના પ્રગતિ નહિ પામેલ વર્ગ પાસે વિકાસ માટેની કોઈ સુવિધા હોતી નથી.
ઉત્તરઃ
ખરું
10. સમાજનો શોષિત વર્ગ મોટા ભાગે વંશપરંપરાગત ગરીબીનો પણ ભોગ બને છે.
ઉત્તરઃ
ખરું
11. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે અનામત બેઠકો રાખવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
12. વિશ્વના વિકસિત દેશોએ માનવ અધિકારોની ઘોષણા કરી છે.
ઉત્તરઃ
ખોટું
13. બાળ અધિકાર દ્વારા દરેક વ્યક્તિને ગોપનીયતાનો અધિકાર આપવામાં આવ્યો છે.
ઉત્તરઃ
ખોટું
14. સંયુક્ત રાષ્ટ્રો(U.N.)એ બાળ અધિકારોની ઘોષણા કરી છે.
ઉત્તરઃ
ખરું
બંધબેસતાં જોડકાં જોડોઃ
વિભાગ અ’ | વિભાગ બ’ |
(1) પછાત વર્ગો | (1) સંયુક્ત રાષ્ટ્રો |
(2) માનવ અધિકારો | (2) 20 નવેમ્બર |
(3) માનવ અધિકારદિન | (3) ગેરબંધારણીય હકો |
(4) બાળ અધિકારદિન | (4) 10 ડિસેમ્બર |
(5) બંધારણીય હકો |
ઉત્તરઃ
વિભાગ અ’ | વિભાગ બ’ |
(1) પછાત વર્ગો | (5) બંધારણીય હકો |
(2) માનવ અધિકારો | (1) સંયુક્ત રાષ્ટ્રો |
(3) માનવ અધિકારદિન | (4) 10 ડિસેમ્બર |
(4) બાળ અધિકારદિન | (2) 20 નવેમ્બર |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો :
પ્રશ્ન 1.
આધુનિક સમાજમાં કઈ કઈ બાબતોમાં પરિવર્તનો થઈ રહ્યાં છે?
ઉત્તરઃ
આધુનિક સમાજમાં આર્થિક, સામાજિક, રાજકીય સાંસ્કૃતિક વગેરે બાબતોમાં પરિવર્તનો થઈ રહ્યાં છે.
પ્રશ્ન 2.
સામાજિક ન્યાય માટે શું કરવું જોઈએ?
ઉત્તર:
સામાજિક ન્યાય માટે જ્ઞાતિ, લિંગ, જાતિ કે વંશનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના સમાજના બધા લોકોના વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જોઈએ.
પ્રશ્ન 3.
‘સામાજિક ન્યાય’ એ શબ્દપ્રયોગમાં ‘સામાજિક’ શબ્દ કે કોના સંદર્ભે વપરાય છે?
ઉત્તરઃ
‘સામાજિક ન્યાય’ એ શબ્દપ્રયોગમાં ‘સામાજિક’ શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે વપરાય છે.
પ્રશ્ન 4.
‘સામાજિક ન્યાય’ એ શબ્દપ્રયોગમાં ‘ન્યાય’ શબ્દ કોની $ સાથે સંબંધિત છે?
ઉત્તર:
‘સામાજિક ન્યાય’ એ શબ્દપ્રયોગમાં ન્યાય’ શબ્દ સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે સંબંધિત છે.
પ્રશ્ન 5.
સામાન્ય ન્યાય શા માટે છે?
ઉત્તરઃ
સામાન્ય ન્યાય એ સમાજની દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા, સમાનતા પૂરી પાડવા અને વ્યક્તિગત હકોની જાળવણી કરવા માટે છે.
પ્રશ્ન 6.
સામાજિક ન્યાયનો હેતુ શો છે?
ઉત્તરઃ
સામાજિક ન્યાયનો હેતુ સમાજની નવરચના કરવાનો છે.
પ્રશ્ન 7.
સામાજિક અસમાનતા કોની સાથે સંકળાયેલ છે?
ઉત્તર:
સામાજિક અસમાનતા વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ સાથે સંકળાયેલ છે.
પ્રશ્ન 8.
આપણા દેશમાં કઈ કઈ બાબતોમાં સામાજિક અસમાનતાઓ જોવા મળે છે?
ઉત્તરઃ
આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, 3 જાતિ વગેરે બાબતોમાં સામાજિક અસમાનતાઓ જોવા મળે છે.
પ્રશ્ન 9.
અગાઉ સમાજમાં લિંગના આધારે કયા કયા ભેદભાવ કરવામાં આવતા હતા?
ઉત્તરઃ
અગાઉ સમાજમાં લિંગના આધારે સ્ત્રી-પુરુષને તેના સમાન કામના આધારે ચૂકવવામાં આવતા વેતનમાં તેમજ મોટા ભાગે દીકરા-દીકરીઓનો ઉછેર કરવામાં અને તેમને શિક્ષણ આપવામાં ભેદભાવ કરવામાં આવતા હતા.
પ્રશ્ન 10.
લોકો સમાજમાં મળતા લાભોથી ઘણીવાર શાથી વંચિત રહી જાય છે?
ઉત્તર:
શિક્ષણના અભાવને લીધે લોકો સમાજમાં મળતા 3લાભોથી વંચિત રહી જાય છે.
પ્રશ્ન 11.
સમાજમાં અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ શાથી નીચો જોવા મળે છે?
ઉત્તરઃ
સમાજમાં જોવા મળતા કુરિવાજોને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ નીચો જોવા મળે છે.
પ્રશ્ન 12.
સમાજનો વિકાસ શાથી રૂંધાય છે?
ઉત્તર:
સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે લોકો નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે. આથી, સમાજનો વિકાસ રૂંધાય છે.
પ્રશ્ન 13.
ભારતના બંધારણમાં કયા કયા સમુદાયો માટે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે?
ઉત્તર:
ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વિચરતી જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વગ, અલ્પ સંખ્યક સમુદાયો વગેરેના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે.
પ્રશ્ન 14.
સમાજમાં વર્ગવિગ્રહ સુધીની સ્થિતિ ક્યારે સર્જાય છે?
ઉત્તર:
સમાજમાં ઊંચ-નીચના દઢ થયેલા ભેદભાવને પરિણામે સમાજના કોઈ એક વર્ગના લોકો અન્ય વર્ગના લોકો પ્રત્યે અણગમો ‘ ધરાવે છે ત્યારે સમાજમાં વર્ગવિગ્રહ સુધીની સ્થિતિ સર્જાય છે.
પ્રશ્ન 15.
સમાજનો ક્યો વર્ગ મોટા ભાગે વંશપરંપરાગત ગરીબીનો પણ ભોગ બને છે?
ઉત્તર:
વિકાસ માટેની કોઈ સુવિધા વિહોણો તેમજ જેની અન્યાયનો પ્રતિકાર કરવાની ક્ષમતા લુપ્ત થઈ ગઈ છે તેવો સમાજનો શોષિત અને વંચિત વર્ગ મોટા ભાગે વંશપરંપરાગત ગરીબીનો પણ ભોગ બને છે.
પ્રશ્ન 16.
કઈ કઈ સંસ્થાઓમાં કેટલાક મતવિસ્તારો સામાજિક ન્યાયની જરૂરિયાતવાળા વર્ગો માટે અનામત રાખવામાં આવે છે?
ઉત્તર:
ભારતીય સંસદ, રાજ્યોની વિધાનસભાઓ અને પંચાયતો વગેરે સંસ્થાઓમાં કેટલાક મતવિસ્તારો સામાજિક ન્યાયની જરૂરિયાતવાળા વર્ગો માટે અનામત રાખવામાં આવે છે.
પ્રશ્ન 17.
શોષિત અને વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે કઈ જોગવાઈ કરવામાં આવી છે?
ઉત્તરઃ
શોષિત અને વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે.
પ્રશ્ન 18.
સામાજિક પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે શું કરવામાં આવે છે?
ઉત્તરઃ
સામાજિક પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે – કેટલાક નાના વ્યવસાયો, ગૃહઉદ્યોગો, લઘુઉદ્યોગો વગેરે માટે વ્યાજમુક્ત કે ઓછા વ્યાજની લોન આપવામાં આવે છે.
પ્રશ્ન 19.
માનવ અધિકારો એટલે શું? અથવા માનવ અધિકારો કોને કહે છે?
ઉત્તર:
દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સમ્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહે છે.
પ્રશ્ન 20.
માનવ અધિકારોની ઘોષણા કોણે કરી છે?
ઉત્તરઃ
સંયુક્ત રાષ્ટ્રો(United Nations – UN)એ માનવ અધિકારોની ઘોષણા કરી છે.
પ્રશ્ન 21.
બાળ અધિકારો કોને કહે છે?
ઉત્તરઃ
તેમજ તેમની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરી તેને સ્વસ્થ અને જવાબદાર નાગરિકો બનાવવા માટે જરૂરી અધિકારોને બાળ અધિકારો કહે છે.
પ્રશ્ન 22.
બાળ અધિકારોની ઘોષણા કોણે કરી છે?
ઉત્તરઃ
સંયુક્ત રાષ્ટ્રો(United Nations – UN)એ બાળ
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો :
પ્રશ્ન 1.
સામાજિક અસમાનતા માટે કઈ કઈ બાબતોને જવાબદાર ગણી શકાય?
ઉત્તર:
સામાન્ય રીતે સામાજિક અસમાનતા માટે નીચેની બાબતોને જવાબદાર ગણી શકાય:
- શિક્ષણના અભાવને લીધે લોકો સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે.
- ઘણીવાર કાયદાની જાણકારીના અભાવને લીધે સામાજિક અસમાનતાની સ્થિતિ સર્જાય છે.
- જાતિના લોકોનો સામાજિક વિકાસ ઘણો ઓછો જોવા મળે છે.
- સમાજમાં રૂઢ થયેલી કેટલીક માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનો સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે, જેથી તેનો સામાજિક વિકાસ રૂંધાય છે.
પ્રશ્ન 2.
ભારતના બંધારણમાં કયા કયા સમુદાયો માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે?
ઉત્તર:
ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો, અલ્પ સંખ્યક સમુદાયો વગેરે માટે નીચેની જોગવાઈઓ કરવામાં આવી છે:
- ભારતનું બંધારણ દેશના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે.
- દેશની દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે.
- બંધારણીય હકો દ્વારા આ સમુદાયોને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યાં છે.
- આ સમુદાયોના ઉત્કર્ષ માટે પંચવર્ષીય યોજનાઓમાં { ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
પ્રશ્ન 3.
સમાજના પછાત વર્ગોના સામાજિક ન્યાય માટે સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે?
ઉત્તર:
સમાજના પછાત વર્ગોના સામાજિક ન્યાય માટે સરકારે નીચે દર્શાવેલી યોજનાઓ અમલમાં મૂકી છેઃ
- સમાજના પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાય અને તેમની માગણીઓ રજૂ થઈ શકે તે માટે દેશની સંસદ, રાજ્યોની વિધાનસભાઓ અને પંચાયતી સંસ્થાઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે.
- સમાજના વંચિત અને શોષિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને તેનાથી તેમની સામાજિક સ્થિતિમાં સુધારો થાય એ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના પ્રવેશ માટે કેટલીક જગ્યાઓ અનામત રાખવામાં આવે છે.
- સામાજિક પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે કેટલાક નાના વ્યવસાયો, ગૃહઉદ્યોગો, કુટિરઉદ્યોગો, લઘુઉદ્યોગો વગેરે શરૂ કરવા વ્યાજમુક્ત કે ઓછા વ્યાજથી લોન આપવામાં આવે છે. રીક્ષા જેવાં વાહનો ખરીદવા માટે પણ તેમને લોન આપવામાં આવે છે.
- ગરીબીરેખા નીચે જીવન જીવતાં કુટુંબોને વપરાશી જીવનજરૂરિયાતોની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ “વાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહતદરે પૂરી પાડવામાં આવે છે.
- પછાત વર્ગોનાં યુવક-યુવતીઓને ઉચ્ચશિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાયરૂપે સ્કોલરશિપ, ફી-માફીની સુવિધા, આશ્રમશાળાઓ વગેરે સગવડો પૂરી પાડવામાં આવે છે.
પ્રશ્ન 4.
સંયુક્ત રાષ્ટ્રો(United Nations – UN)એ કયા 3 કયા માનવ અધિકારોની ઘોષણા કરી છે?
ઉત્તર :
સંયુક્ત રાષ્ટ્રો(United Nations – UN)એ નીચે દર્શાવેલા માનવ અધિકારોની ઘોષણા કરી છેઃ
- પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર
- કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર
- શિક્ષણ મેળવવાનો અધિકાર
- અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર
- સંપત્તિનો અધિકાર
- ગોપનીયતાનો અધિકાર
પ્રવૃત્તિઓ:
1. સમાજના કયા વર્ગોના વિકાસ માટે કામગીરી કરવાની જરૂરિયાત જણાય છે? તે અંગે તજ્જ્ઞો કે લોકો પાસેથી માહિતી મેળવો.
2. પ્રકરણમાં દર્શાવ્યા સિવાયની સામાજિક ન્યાય અપાવવા માટેની કઈ કઈ યોજનાઓ અમલમાં છે તે જણાવો.
૩. માનવ અધિકારપંચ વિશે તમારા વિષયશિક્ષક પાસેથી માહિતી મેળવો.
4. માનવ અધિકારો માટે માનવ અધિકારપંચ દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી તેની વર્ગખંડમાં ચર્ચા કરો.
5. સમાજમાં બાળકોનું શોષણ થતું હોય તેવી તમારા ધ્યાનમાં આવેલ બાબતો વિશે નોંધ કરો.
6. વિવિધ અધિકારોથી સામાજિક વિસંગતતા કઈ રીતે દૂર થશે એની વિગતો નોંધો.
HOTs પ્રણોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
દિપકભાઈ અને સમીરભાઈ કૉલેજકાળથી મિત્રો છે. ‘દિપકભાઈ એક ઉદ્યોગપતિ છે અને સમીરભાઈ એક ખાનગી કંપનીમાં સામાન્ય વેતનથી નોકરી કરે છે, તો આ બંને મિત્રો વચ્ચે પ્રથમ નજરે ક્યા પ્રકારની અસમાનતા તમને જોવા મળશે?
A. જ્ઞાતિની
B. જાતિની
C. શિક્ષણની
D. આવકની
ઉત્તરઃ
D. આવકની
પ્રશ્ન 2.
સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે?
A. શિક્ષણનો અભાવ
B. સામાજિક કુરિવાજો
C. રૂઢિગત માન્યતાઓ
D. આપેલ ત્રણેય
ઉત્તરઃ
D. આપેલ ત્રણેય
પ્રશ્ન ૩.
ભારતના બંધારણમાં નાગરિકો માટે ન્યાય આપવાની જોગવાઈઓમાં કયા પ્રકારના ન્યાયનો સમાવેશ થતો નથી?
A. સામાજિક
B. આર્થિક
C. અનેતિક
D. રાજનૈતિક
ઉત્તરઃ
C. અનેતિક
પ્રશ્ન 4.
નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આપવામાં આવેલ માનવ અધિકારોમાં કોનો સમાવેશ થાય છે?
A. શિક્ષણ મેળવવાનો અધિકાર
B. સંપત્તિનો અધિકાર
C. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર
D. આપેલ ત્રણેય
ઉત્તરઃ
D. આપેલ ત્રણેય
પ્રશ્ન 5.
માનવ અધિકારો વિશ્વના તમામ દેશોમાં સમાન રીતે લાગુ પાડવાની ઘોષણા કોના દ્વારા કરવામાં આવી હતી? શા માટે?
ઉત્તરઃ
માનવ અધિકારો વિશ્વના તમામ દેશોમાં સમાન રીતે લાગુ પાડવાની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રો (UN) દ્વારા કરવામાં આવી હતી, કારણ કે સંયુક્ત રાષ્ટ્રો એ વિશ્વ-સંસ્થા છે. વિશ્વના લગભગ બધા દેશો તેના સભ્યો બનેલા છે. તેથી તેણે બધા દેશોમાં માનવ અધિકારોને સમાન રીતે લાગુ પાડવા માટે ઘોષણા કરી હતી.
પ્રશ્ન 6.
ગુજરાતમાં સરપંચની ચૂંટણીમાં સરપંચનું સ્થાન કેટલીક વાર કોઈ મહિલા માટે અનામત રાખવામાં આવે છે. આ જોગવાઈ શા માટે કરવામાં આવી છે?
ઉત્તરઃ
ગુજરાત સરકારે મહિલા સમાનતા અને મહિલા સશક્તીકરણ માટે ગ્રામપંચાયતમાં સરપંચના સ્થાન માટે મહિલાઓ માટે અનામતની આ જોગવાઈ કરી છે.