GSEB Class 7 Maths Notes Chapter 12 બીજગણિતીય પદાવલિ

   

This GSEB Class 7 Maths Notes Chapter 12 બીજગણિતીય પદાવલિ covers all the important topics and concepts as mentioned in the chapter.

બીજગણિતીય પદાવલિ Class 7 GSEB Notes

→ અભિવ્યક્તિ એ બીજગણિતના પાયાનો ખ્યાલ છે. અહીં આપણે તેને બીજગણિતીય પદાવલિ તરીકે ઓળખીશું.

→ પદાવલિમાં આવેલ અજ્ઞાતને ચલ કહેવાય છે.

→ ચલની ગમે તે કિંમત લઈ શકાય જ્યારે અચલને ચોક્કસ કિંમત છે.

→ ચલની ચોક્કસ કિંમત અને અચલના ઉપયોગથી બીજગણિતીય પદાવલિઓ બને છે.

→ પદાવલિઓ પદ કે પદો ધરાવે છે. તેમાં બીજગણિતીય પદો અવયવ ધરાવે છે. પદ એ તેના અવયવોનો ગુણાકાર છે.

→ ચલની સાથે ગુણાકારથી જોડાયેલ સંખ્યાને તે પદનો સહગુણક કહેવાય છે. પદ એ તેના અવયવોનો ગુણાકાર છે.

→ જે પદાવલિમાં એક જ પદ હોય, તે પદાવલિને એકપદી કહેવાય છે.

→ જે પદાવલિમાં બે પદો હોય, તે પદાવલિને દ્વિપદી કહેવાય છે.

GSEB Class 7 Maths Notes Chapter 12 બીજગણિતીય પદાવલિ

→ જે પદાવલિમાં ત્રણ પદો હોય, તે પદાવલિને ત્રિપદી કહેવાય છે.

→ જે પદાવલિમાં ત્રણથી વધારે પદ હોય, તે પદાવલિને બહુપદી કહેવાય છે.

→ જે પદોમાં ચલ સમાન હોય તથા સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તે પદોને સજાતીય પદો કહેવાય છે.

→ જે પદોમાં ચલ અસમાન હોય અથવા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય છે તેવાં પદોને વિજાતીય પદો કહેવાય છે.

→ સજાતીય પદોનો સરવાળો કે બાદબાકી થઈ શકે. વિજાતીય પદોનો સરવાળો કે બાદબાકી ન થઈ શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *