GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ

Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ  Important Questions and Answers.

GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?
A. 370
B. 382
C. 389
D. 395
ઉત્તર:
C. 389

પ્રશ્ન 2.
બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલી સમિતિઓ રચવામાં આવી હતી?
A. 23
B. 13
C. 18
D. 25
ઉત્તર:
A. 23

પ્રશ્ન ૩.
બંધારણસભાના અધ્યક્ષ તરીકે કોણ હતા?
A. સરદાર વલ્લભભાઈ પટેલ
B. શ્રી કનૈયાલાલ મુનશી
C. ડૉ. ભીમરાવ આંબેડકર
D. ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ઉત્તર:
D. ડૉ. રાજેન્દ્રપ્રસાદ

પ્રશ્ન 4.
બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા?
A. ડૉ. ભીમરાવ આંબેડકર
B. ડૉ. રાજેન્દ્રપ્રસાદ
C. ડૉ. રાધાકૃષ્ણનું
D. પંડિત જવાહરલાલ નેહરુ
ઉત્તર:
A. ડૉ. ભીમરાવ આંબેડકર

પ્રશ્ન 5.
બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?
A. 1 ડિસેમ્બર, 1946ના રોજ
B. 9 ડિસેમ્બર, 1947ના રોજ
C. 9 ડિસેમ્બર, 1946ના રોજ
D 26 જાન્યુઆરી, 1946ના રોજ
ઉત્તર:
C. 9 ડિસેમ્બર, 1946ના રોજ

GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ

પ્રશ્ન 6.
બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી?
A. 166
B. 124
C. 140
D. 162
ઉત્તર:
A. 166

પ્રશ્ન 7.
ભારતદેશ ક્યારે સ્વતંત્ર થયો?
A. 10 ઑગસ્ટ, 1947ના રોજ
B. 15 ઑગસ્ટ, 1947ના રોજ
C. 15 ઑગસ્ટ, 1948ના રોજ
D. 26 જાન્યુઆરી, 1950ના રોજ
ઉત્તર:
B. 15 ઑગસ્ટ, 1947ના રોજ

પ્રશ્ન 8.
બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?
A. 26 જાન્યુઆરી, 1948ના રોજ
B. 9 ડિસેમ્બર, 1948ના રોજ
C. 15 ઑગસ્ટ, 1949ના રોજ
D. 26 નવેમ્બર, 1949ના રોજ
ઉત્તર:
D. 26 નવેમ્બર, 1949ના રોજ

પ્રશ્ન 9.
સાર્વભૌમ, લોકશાહી(ગણતંત્ર)ની ઘોષણા ક્યારે કરવામાં આવી હતી? અથવા બંધારણસભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું?
A. 15 ઑગસ્ટ, 1947ના રોજ
B. 26 નવેમ્બર, 1949ના રોજ
C. 26 જાન્યુઆરી, 1950ના રોજ
D. 9 નવેમ્બર, 1949ના રોજ
ઉત્તર:
C. 26 જાન્યુઆરી, 1950ના રોજ

પ્રશ્ન 10.
દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
A. 26 નવેમ્બરે
B. 26 જાન્યુઆરીએ
C. 26 ડિસેમ્બરે
D. 15 ઑગસ્ટે
ઉત્તર:
A. 26 નવેમ્બરે

પ્રશ્ન 11.
26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે?
A. ડૉ. ભીમરાવ આંબેડકરને
B. સરદાર વલ્લભભાઈ પટેલને
C. પંડિત જવાહરલાલ નેહરુને
D. મહાત્મા ગાંધીને
ઉત્તર:
A. ડૉ. ભીમરાવ આંબેડકરને

પ્રશ્ન 12.
ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે?
A. મૂળભૂત હકોથી
B. મૂળભૂત ફરજોથી
C. સ્વરાજના દસ્તાવેજથી
D. આમુખથી
ઉત્તર:
D. આમુખથી

પ્રશ્ન 13.
આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે?
A. છ
B. ચાર
C. પાંચ
D. સાત
ઉત્તર:
C. પાંચ

પ્રશ્ન 14.
ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?
A. 15
B. 18
C. 17
D. 16
ઉત્તર:
B. 18

પ્રશ્ન 15.
લોકશાહીનું મહત્ત્વનું પાસું કયું છે?
A. સાંપ્રદાયિકતા
B. સમાજવાદ
C. રાષ્ટ્રીય એકતા
D. સ્વતંત્રતા
ઉત્તર:
D. સ્વતંત્રતા

GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ

પ્રશ્ન 16.
ભારત ધર્મની દષ્ટિએ કેવું રાષ્ટ્ર છે?
A. સાંસ્કૃતિક
B. બિનસાંપ્રદાયિક
C. સાંપ્રદાયિક
D. બિનસાંસ્કૃતિક
ઉત્તર:
B. બિનસાંપ્રદાયિક

પ્રશ્ન 17.
આપણા બંધારણમાં દેશમાં કેવા શાસનવ્યવસ્થાની જોગવાઈ કરેલી છે?
A. સંઘીય
B. સમાજવાદી
C. બિનસાંપ્રદાયિક
D. બંધારણીય
ઉત્તર:
A. સંઘીય

પ્રશ્ન 18.
સંઘ સરકારને કઈ સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે? –
A. રાજ્ય
B. ઘટક
C. એકમ
D. કેન્દ્ર
ઉત્તર:
D. કેન્દ્ર

પ્રશ્ન 19.
કેટલી ઉંમરનાં બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે?
A. 18 વર્ષથી નીચેનાં
B. 14 વર્ષથી નીચેનાં
C. 6થી 14 વર્ષનાં
D. 21 વર્ષથી ઉપરનાં
ઉત્તર:
B. 14 વર્ષથી નીચેનાં

પ્રશ્ન 20.
કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે?
A. પંડિત જવાહરલાલ નેહરુએ
B. સરદાર વલ્લભભાઈ પટેલે
C. ડૉ. ભીમરાવ આંબેડકરે
D. ડૉ. રાજેન્દ્રપ્રસાદે
ઉત્તર:
C. ડૉ. ભીમરાવ આંબેડકરે

યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. ……………………… દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે.
ઉત્તર:
બંધારણ

2. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું ………………………… બંધારણ છે.
ઉત્તર:
લેખિત

૩. બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને ‘……………………………..’ કહેવામાં આવે છે.
ઉત્તર:
બંધારણસભા

4. બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ તરીકે …………………………. હતા.
ઉત્તર:
ડૉ. ભીમરાવ આંબેડકર

5. ……………………………… અને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તર:
ડૉ. ભીમરાવ આંબેડકર

6. બંધારણસભાની પ્રથમ બેઠક ……….. ના રોજ મળી હતી.
ઉત્તર:
9 ડિસેમ્બર, 1946

7. બંધારણસભાએ બંધારણના ઘડતરની કામગીરી કુલ ……………………… બેઠકોમાં પૂરી કરી હતી.
ઉત્તર:
166

GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ

8. ભારતદેશ …………………………. ના રોજ સ્વતંત્ર થયો.
ઉત્તર:
15 ઑગસ્ટ, 1947

9. ભારતનું બંધારણ …………………………..ના રોજ પસાર કરવામાં આવ્યું.
ઉત્તર:
26 નવેમ્બર, 1949

10. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, ……………………. ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું.
ઉત્તર:
1950

11. આપણા દેશમાં દર વર્ષે …………………………. બંધારણદિનની ઉજવણી કરવામાં આવે છે.
ઉત્તરઃ
26, નવેમ્બરે

12. બંધારણદિનની ઉજવણીના દિવસે ………………………… અને ખાસ યાદ કરવામાં આવે છે.
ઉત્તરઃ
ડૉ. ભીમરાવ આંબેડકર

13. આપણા દેશના બંધારણની શરૂઆત ………………………………… થી થાય છે.
ઉત્તરઃ
આમુખ

14. આમુખ એટલે ……………………….
ઉત્તરઃ
પ્રસ્તાવના

15. ભારતે ……………………………. શાસનપદ્ધતિ અપનાવી છે.
ઉત્તરઃ
લોકશાહી

16. ધર્મની દષ્ટિએ ભારત …………………………….. દેશ છે.
ઉત્તરઃ
બિનસાંપ્રદાયિક

17. આપણા દેશની સામાન્ય ચૂંટણીઓમાં ……………………………… વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારો મત આપે છે.
ઉત્તરઃ
18

18. ………………………… એ લોકશાહીનું મહત્ત્વનું પાસું છે.
ઉત્તરઃ
સ્વતંત્રતા

19. ભારત એક ……………………….. લોકશાહી દેશ છે.
ઉત્તરઃ
પ્રજાસત્તાક

20. આપણા દેશની સંઘ સરકારને ……………………….. સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
કેન્દ્ર

21. ………………………….. અને …………………………………….. એક સિક્કાની બે બાજુઓ છે.
ઉત્તર:
હકો, ફરજો

GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ

22. ભારતમાં ……………………………….. ની દષ્ટિએ સૌ નાગરિકો સમાન છે.
ઉત્તર:
કાયદા

23. ……………………………… વર્ષથી નીચેની ઉંમરના બાળકને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો છે.
ઉત્તર:
14

24. ડૉ. ભીમરાવ આંબેડકરે ………………………………. ના હકને બંધારણના આત્મા સમાન’ કહ્યો છે.
ઉત્તર:
બંધારણીય ઇલાજો

નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

1. આપણો દેશ લોકશાહી દેશ છે.
ઉત્તર:
ખરું

2. આપણા દેશનું બંધારણ અલેખિત છે.
ઉત્તર:
ખોટું

૩. બંધારણસભામાં કુલ 251 સભ્યો હતા.
ઉત્તર:
ખોટું

4. બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી.
ઉત્તર:
ખરું

5. ડૉ. રાધાકૃષ્ણનું બંધારણસભાના અધ્યક્ષ હતા.
ઉત્તર:
ખોટું

6. ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ હતા.
ઉત્તર:
ખરું

7. બંધારણના ઘડતરની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ થઈ હતી.
ઉત્તર:
ખરું

8. દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે બંધારણદિનની ઉજવણી કરવામાં આવે છે.
ઉત્તર:
ખોટું

9. બંધારણદિનની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ભવન’ને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ

10. ભારતે લોકશાહી શાસનપદ્ધતિ અપનાવી છે.
ઉત્તર:
ખરું

11. લોકશાહીમાં સામાન્ય રીતે દર ચાર વર્ષે ચૂંટણીઓ યોજાય છે.
ઉત્તરઃ
ખોટું

12. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે.
ઉત્તરઃ
ખરું

13. ભારત એક સંઘરાજ્ય છે.
ઉત્તરઃ
ખરું

14. સંઘ સરકારને રાજ્ય સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

15. બંધારણની શરૂઆત મૂળભૂત ફરજોના ઉલ્લેખથી થાય છે.
ઉત્તરઃ
ખોટું

16. હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે.
ઉત્તરઃ
ખરું

17. મૂળભૂત હકોની દષ્ટિએ બધા નાગરિકો સમાન છે.
ઉત્તરઃ
ખોટું

18. 15 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો છે.
ઉત્તરઃ
ખોટું

19. ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન’ કહ્યો છે.
ઉત્તરઃ
ખરું

20. ભારતના બંધારણે 6થી 14 વર્ષની ઉંમરનાં બધાં બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે.
ઉત્તરઃ
ખરું

21. ભારતના બંધારણને એક પવિત્ર ધાર્મિક ગ્રંથ ગણવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
બંધારણ શા માટે ઘડવામાં આવ્યું?
ઉત્તર:
ભારત વિશ્વમાં ભૌગોલિક, સામાજિક, સ્થાનીય એમ અનેક વિવિધતાઓ ધરાવતો હોવા છતાં દેશના બધા લોકોને સમાન તક મળી રહે તે માટે તેમજ દેશના સરળ સંચાલન માટે બંધારણ ઘડવામાં આવ્યું. દરેક સ્વતંત્ર રાષ્ટ્રને પોતાનું બંધારણ હોય છે.

પ્રશ્ન 2.
બંધારણસભા કોને કહેવામાં આવે છે?
ઉત્તર:
બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણસભા’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 3.
બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?
ઉત્તર:
બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા.

GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ

પ્રશ્ન 4.
બંધારણસભાનાં મહિલા પ્રતિનિધિઓ કોણ કોણ હતાં?
ઉત્તર:
શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરે બંધારણસભાનાં મહિલા પ્રતિનિધિઓ હતાં.

પ્રશ્ન 5.
બંધારણસભાના અધ્યક્ષ અને બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ કોણ કોણ હતા?
ઉત્તર:
ડૉ. રાજેન્દ્રપ્રસાદ બંધારણસભાના અધ્યક્ષ હતા અને ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ હતા.

પ્રશ્ન 6.
બંધારણસભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી?
ઉત્તર: બંધારણસભાએ તેની કામગીરી 9 ડિસેમ્બર, 1946ના રોજ શરૂ કરી હતી.

પ્રશ્ન 7.
બંધારણસભાએ બંધારણ ક્યારે પસાર કર્યું?
ઉત્તર:
26 નવેમ્બર, 1949ના દિવસે બંધારણસભાએ બંધારણ પસાર કર્યું.

પ્રશ્ન 8.
આપણે દર વર્ષે કયા દિવસને ‘પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવીએ છીએ?
ઉત્તર:
આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ‘પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવીએ છીએ.

પ્રશ્ન 9.
ભારતદેશ ક્યારે સ્વતંત્ર (આઝાદ) થયો?
ઉત્તર:
ભારતદેશ 15 ઑગસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર (આઝાદ) થયો.

પ્રશ્ન 10.
આપણે દર વર્ષે કયા દિવસને ‘બંધારણદિન’ તરીકે કે ઊજવીએ છીએ?
ઉત્તરઃ
આપણે દર વર્ષે 26 નવેમ્બરના દિવસને ‘બંધારણદિન’ તરીકે ઊજવીએ છીએ.

પ્રશ્ન 11.
બંધારણદિનની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર:
બંધારણદિનની ઉજવણીની પૂર્વ સંધ્યાએ દિલ્લીમાં સંસદભવન અને રાષ્ટ્રપ્રમુખ ભવનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. આ દિવસે બંધારણના ઘડતરમાં મહત્ત્વનું યોગદાન આપનાર ડૉ. ભીમરાવ આંબેડકરને ખાસ યાદ કરવામાં આવે છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ

પ્રશ્ન 12.
બંધારણની શરૂઆત શાનાથી થાય છે? આમુખમાં શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
ઉત્તર:
બંધારણની શરૂઆત આમુખ-પ્રસ્તાવનાથી થાય છે. આમુખમાં આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પ્રશ્ન 13.
આપણા દેશમાં સામાન્ય રીતે કેટલાં વર્ષે ચૂંટણીઓ યોજાય છે?
ઉત્તરઃ
આપણા દેશમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે.

પ્રશ્ન 14.
ભારતના દરેક નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર રે પ્રાપ્ત થાય છે?
ઉત્તર:
ભારતના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન 15.
નાગરિકને કઈ કઈ સ્વતંત્રતાઓ મળી છે?
ઉત્તરઃ
નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઇચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતાઓ મળી છે.

પ્રશ્ન 16.
ભારત ધર્મની દષ્ટિએ કેવું રાષ્ટ્ર છે?
ઉત્તર:
ભારત ધર્મની દષ્ટિએ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે.

પ્રશ્ન 17.
બિનસાંપ્રદાયિક દેશ એટલે શું?
ઉત્તર:
બિનસાંપ્રદાયિક દેશ એટલે દેશનું શાસનતંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાના આધારે ચાલતું ન હોય તેમજ ધર્મ કે સંપ્રદાયને આધારે નાગરિકો વચ્ચે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખતું ન હોય.

પ્રશ્ન 18.
બંધારણમાં દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કઈ સ્વતંત્રતા આપવામાં આવી છે?
ઉત્તર:
બંધારણમાં દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાની રચના સ્વતંત્રતા આપવામાં આવી છે

પ્રશ્ન 19.
સંઘીય શાસનવ્યવસ્થામાં કઈ બે પ્રકારની સરકારોની રચના કરવામાં આવે છે?
ઉત્તર:
સંઘીય શાસનવ્યવસ્થામાં આ બે પ્રકારની સરકારોની રચના કરવામાં આવે છે:

 • સંઘ સરકાર – કેન્દ્ર સરકાર અને
 • રાજ્ય સરકારો.

પ્રશ્ન 20.
નાગરિકોને મૂળભૂત ફરજો શા માટે આપવામાં આવી છે?
ઉત્તર:
બંધારણે બધા નાગરિકોને મૂળભૂત હકો આપ્યા છે. પરંતુ એ હકોથી બીજા નાગરિકોને નુક્સાન ન પહોંચે તે માટે તેમજ બધા નાગરિકો રાષ્ટ્રના વિકાસમાં સહયોગી બને તે માટે નાગરિકોને મૂળભૂત ફરજો પણ આપવામાં આવી છે.

પ્રશ્ન 21.
મૂળભૂત હકો શા માટે જરૂરી છે?
ઉત્તર:
રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ-સ્વાતંત્ર્યના રક્ષણ તેમજ સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે.

પ્રશ્ન 22.
કાયદાની દષ્ટિએ સમાનતા એટલે શું?
ઉત્તર:
કાયદાની દષ્ટિએ સમાનતા એટલે ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક આપવામાં આવે.

પ્રશ્ન 23.
સ્વતંત્રતાના હક દ્વારા નાગરિકોને મુખ્યત્વે કઈ કઈ સ્વતંત્રતાઓ આપવામાં આવી છે?
ઉત્તરઃ
સ્વતંત્રતાના હક દ્વારા નાગરિકોને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની તેમજ સમગ્ર દેશમાં મુક્તપણે હરવા-ફરવાની, વસવાટ કરવાની અને વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.

પ્રશ્ન 24.
બંધારણે કયા ઉદ્દેશથી નાગરિકોને શોષણ સામે વિરોધનો મૂળભૂત હક આપ્યો છે?
ઉત્તર:
દેશમાં કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજના નિર્માણના ઉદ્દેશથી બંધારણે નાગરિકોને શોષણ સામે વિરોધનો મૂળભૂત હક આપ્યો છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ

પ્રશ્ન 25.
બાળમજૂરી સજાપાત્ર ગુનો શાથી ગણાય છે?
ઉત્તર:
શોષણ સામે વિરોધના મૂળભૂત હક દ્વારા 14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકો પાસે મજૂરી કરાવવા પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આથી, બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે.

પ્રશ્ન 26.
ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા દરેક નાગરિકને કઈ સ્વતંત્રતા આપવામાં આવી છે?
ઉત્તરઃ
ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા દરેક નાગરિકને નૈતિકતા અને સ્વાથ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની અને તેનો પ્રચાર-પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.

પ્રશ્ન 27.
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા દરેક નાગરિકને કઈ સ્વતંત્રતા આપવામાં આવી છે?
ઉત્તર:
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા દરેક નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાઓ, આદર્શો, મૂલ્યો વગેરે ધરાવવાની, જાળવી રાખવાની અને તેનો વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.

પ્રશ્ન 28.
મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે તો નાગરિક અદાલતનો આશરો કેમ લઈ શકે છે?
ઉત્તર:
ભારતના બંધારણમાં બધા નાગરિકોને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવ્યો છે. તેથી, જો નાગરિકને મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે તો તે રક્ષણ મેળવવા માટે અદાલતનો આશરો લઈ શકે છે.

પ્રશ્ન 29.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે કયા મૂળભૂત હકને બંધારણના આત્મા સમાન’ કહ્યો છે?
ઉત્તરઃ
ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન’ કહ્યો છે.

પ્રશ્ન 30.
મૂળભૂત હકોનો અમલ ક્યારે મોકૂફ રાખી શકાય છે?
ઉત્તરઃ
મૂળભૂત હકોનો અમલ કટોકટી જેવા વિશિષ્ટ સંજોગોમાં મર્યાદિત સમય માટે મોકૂફ રાખી શકાય છે.

પ્રશ્ન 31.
બંધારણે મૂળભૂત હકોના ઉપયોગની કઈ મર્યાદા મૂકી છે?
ઉત્તર:
બંધારણે મૂળભૂત હકોના ઉપયોગની આ મર્યાદા મૂકી છે. કોઈ પણ નાગરિક પોતાના મૂળભૂત હકોનો ઉપયોગ કોઈ વ્યક્તિ, સમૂહ કે રાષ્ટ્રના હિતને નુકસાન કરે એ રીતે ભોગવી શક્તો નથી.

પ્રશ્ન 32.
ભારતનું બંધારણ લેખિત ન હોત તો શું થાત?
ઉત્તર:
ભારતનું બંધારણ લેખિત ન હોત તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે દેશના વહીવટમાં હસ્તક્ષેપ કરી અરાજકતા ફેલાવી શક્ત.

પ્રશ્ન 33.
આપણા બંધારણે શિક્ષણ અંગે કઈ મૂળભૂત ફરજ દર્શાવી છે?
ઉત્તરઃ
આપણા બંધારણે શિક્ષણ અંગે આ મૂળભૂત ફરજ દર્શાવી છે દરેક માતાપિતાએ અથવા વાલીએ 6થી 14 વર્ષ સુધીની ઉંમરના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવી.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
બંધારણના ઘડતરની પ્રક્રિયા વર્ણવો.
ઉત્તર:
ભારત આવેલા કેબિનેટ મિશને રજૂ કરેલી યોજના મુજબ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણસભા રચવામાં આવી.
બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને આવરી લેતી 23 સમિતિઓ રચવામાં આવી. તેમાં વિવિધ કોમ, ધર્મ, લિંગ, પ્રદેશ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજ્જ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણસભામાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંઘ, ફ્રેન્ક ઍન્થની, એચ. પી. મોદી, એ. કે. એસ. ઐયર, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, એચ. વી. કામથ : ગોપાલ સ્વામી આયંગર અને શ્રી કે. ટી. શાહ વગેરે અગ્રણી નેતાઓ ઉપરાંત બંધારણના નિષ્ણાતો તરીકે ડૉ. ભીમરાવ આંબેડકર અને શ્રી કનૈયાલાલ મુનશી તેમજ સ્ત્રી સભ્યો તરીકે શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. – ડૉ. રાજેન્દ્રપ્રસાદ બંધારણસભાના અધ્યક્ષ હતા; જ્યારે બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. ભીમરાવ – આંબેડકર હતા.

9 ડિસેમ્બર, 1946ના દિવસથી બંધારણસભાએ તેની કામગીરી : શરૂ કરી. આ ભગીરથ કાર્ય પૂરું કરવા કુલ 166 બેઠકો યોજી – હતી. એ કામગીરી કુલ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ ચાલી હતી. આ પ્રક્રિયામાં બંધારણસભાએ દુનિયાના લોકશાહી દેશોનાં બંધારણનાં મહત્ત્વનાં લક્ષણોનો સમાવેશ કર્યો હતો. આ દરમિયાન ભારતદેશ 15 ઑગસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર થયો. ભારતની આઝાદી બાદ બંધારણસભાએ બંધારણની દરેક જોગવાઈની વ્યાપક ચર્ચા-વિચારણા કરી, તેને 26 નવેમ્બર, 1949ના રોજ પસાર કર્યું. 26 જાન્યુઆરી, 1950ના દિવસથી બંધારણનો અમલ કરવામાં આવ્યો અને ભારતને સાર્વભૌમ, લોકશાહી, પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું. આથી, આપણા દેશમાં દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવવામાં આવે છે.

26 નવેમ્બર, 1949ના રોજ બંધારણસભાએ બંધારણને સ્વીકાર્યું. તેથી દર વર્ષે 26મી નવેમ્બરે સમગ્ર દેશમાં બંધારણદિનની ઉજવણી કરવામાં આવે છે અને તે દિવસે બંધારણમાં મહત્ત્વનું યોગદાન આપનાર ડૉ. ભીમરાવ આંબેડકરને ખાસ યાદ કરવામાં આવે છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ

પ્રશ્ન 2.
બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત હકો વિશે માહિતી આપો.
ઉત્તર:
બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત હકો નીચે પ્રમાણે છે :
1. સમાનતાનો હકઃ જુઓ સ્વાધ્યાય:
સમાનતાનો હક સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક મળેલો છે. આ હક સરકારી નોકરીઓ, ધંધો, જાહેર રોજગાર, હોદ્દાની પ્રાપ્તિ, ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરેની બાબતમાં દરેક નાગરિકને સમાનતા આપે છે.

દેશની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક દષ્ટિએ પછાત મનાતા વર્ગો માટે રાજ્ય સરકાર ખાસ જોગવાઈઓ કરે તો તેને સમાનતાના હકનો ભંગ ગણાશે નહિ. આ વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણસંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે. ભારતીય સમાજનું કલંક ગણાતી અસ્પૃશ્યતાને બંધારણે નાબૂદ કરી છે. અસ્પૃશ્યતાનું આચરણ સજાપાત્ર ગુનો બને છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવ સર્જાતા ઇલકાબો અને ખિતાબો નાબૂદ કરવામાં આવ્યા છે.

2. સ્વતંત્રતાનો હકઃ જુઓ સ્વાધ્યાય:
સ્વતંત્રતાનો હક સ્વતંત્રતાનો હક એ લોકશાહીનો પ્રાણ છે. સ્વતંત્રતાના હક વિનાની લોકશાહીની કલ્પના થઈ શકે નહિ. લોકશાહીના સફળ સંચાલન માટે સ્વતંત્રતા જરૂરી છે. દેશના પ્રત્યેક નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે અને 3 અભિવ્યક્તિ કરવા માટે સ્વતંત્રતાનો હક અનિવાર્ય છે. આ હક દ્વારા ભારતીય નાગરિકોને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે.

સ્વતંત્રતાના હક દ્વારા નાગરિકોને આ પ્રમાણે છે સ્વતંત્રતાઓ આપવામાં આવી છે :

 1. વિચાર, વાણી અને લેખનની સ્વતંત્રતા;
 2. શાંતિપૂર્વક, શસ્ત્રો વિના એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા;
 3. મંડળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા;
 4. ભારતના સમગ્ર ક્ષેત્રમાં મુક્તપણે હરવા-ફરવાની સ્વતંત્રતા;
 5. ભારતના સમગ્ર ક્ષેત્રના કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા તથા
 6. કોઈ પણ વ્યવસાય, કામકાજ, 5 વેપાર, ધંધો અને રોજગારની સ્વતંત્રતા.

3. શોષણ સામે વિરોધનો હકઃ કોઈ પણ વ્યક્તિનું અન્ય કોઈ પણ દ્વારા કોઈ પણ પ્રકારનું શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની રચનાનો આ હકનો મુખ્ય ઉદ્દેશ છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને નોકરીએ રાખી તેમની પાસે મજૂરી કરાવવા પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે. આ હક દ્વારા દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે. એટલે કે શોષણનો વિરોધ કરવાનો હક આપ્યો છે. આ હક વ્યક્તિના ગૌરવનો સ્વીકાર અને રક્ષણ કરે છે.

4. ધાર્મિક સ્વતંત્રતાનો હકઃ આ હક દ્વારા દરેક નાગરિકને નૈતિકતા અને સ્વાથ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની અને તેનો પ્રચાર-પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ હક મુજબ દરેક નાગરિકને પોતાના ધર્મનાં ક્રિયાકાંડો, પ્રાર્થના, પૂજા અને વિધિઓ કરવાની અને એ વિધિઓમાં ભાગ લેવાની સ્વતંત્રતા છે. આ હકે નાગરિકને ધર્મપરિવર્તન કરવાની પણ સ્વતંત્રતા આપી છે.
5. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકઃ આ હક દ્વારા દરેક નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાઓ, આદર્શો, મૂલ્યો વગેરે ધરાવવાની, જાળવી રાખવાની અને તેનો વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. રાજ્ય દ્વારા સંચાલિત કે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય એવી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને ભાષા, ધર્મ કે સંસ્કૃતિને કારણે પ્રવેશ આપવાનો ઈન્કાર થઈ શકતો નથી.

6. બંધારણીય ઇલાજોનો હકઃ ભારતના બંધારણમાં બધા નાગરિકોને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવ્યો છે. તેથી, જો નાગરિકને મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે તો તે રક્ષણ મેળવવા માટે અદાલતનો આશરો લઈ શકે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના મત મુજબ, બંધારણીય ઇલાજો સંબંધી જોગવાઈ સમગ્ર બંધારણના આત્મા’ સમાન છે.”

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
બંધારણનું મહત્ત્વ જણાવો.
ઉત્તર:
અનેક પ્રકારની વિવિધતા ધરાવતા આપણા દેશમાં દરેક નાગરિકને સમાન તકો મળી રહે તે માટે તેમજ દેશનો વહીવટ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે બંધારણની રચના કરવામાં આવી છે. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણ લેખિત ન હોત તો કોઈ પણ વ્યક્તિ મનસ્વીપણે દેશના વહીવટમાં હસ્તક્ષેપ કરી અરાજકતા ફેલાવત.
GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ 1
બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. બંધારણને સુસંગત અને બંધારણમાં દર્શાવેલી જોગવાઈઓને આધીન રહીને જ કાયદા ઘડવામાં આવે છે. આપણા દેશમાં સંઘ (કેન્દ્રો અને રાજ્યોનું શાસનતંત્ર બંધારણ પ્રમાણે જ ચાલે છે. બંધારણ દેશની ન્યાયપ્રણાલીને જાળવે છે તેમજ લોકોને એક સીમામાં રહીને એકતાની ભાવનાથી કામ કરવા પ્રેરિત કરે છે.

પ્રશ્ન 2.
આમુખનું મહત્ત્વ સમજાવો.
ઉત્તર:
આમુખ એટલે પ્રસ્તાવના. ભારતના બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે. આમુખમાં આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયેલું છે. કોઈ પણ કાયદો ઘડવામાં, તેને પૂર્ણ રીતે સમજવામાં કે તેનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે. બંધારણની કોઈ કલમ, મુદ્દો કે શબ્દનું અર્થઘટન કરવામાં આમુખ મદદરૂપ બને છે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે.

પ્રશ્ન 3.
ભારતના નાગરિકને કયા કયા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે?
અથવા
ભારતના બંધારણમાં આપેલ મૂળભૂત હકો જણાવો.
ઉત્તર:
ભારતના નાગરિકને બંધારણે આ છે મૂળભૂત હકો આપ્યા છે :

 1. સમાનતાનો હક,
 2. સ્વતંત્રતાનો હક,
 3. શોષણ સામે વિરોધનો હક,
 4. ધાર્મિક સ્વતંત્રતાનો હક,
 5. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને
 6. બંધારણીય ઇલાજોનો હક.

નીચેના વિધાનોનાં કારણો આપો :

પ્રશ્ન 1.
ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે.
ઉત્તર:
જુઓ સ્વાધ્યાય પ્રશ્ન ઉના પેટા બંધારણસભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.

પ્રશ્ન 2.
ભારત લોકશાહી પ્રજાસત્તાક દેશ છે.
ઉત્તર:
જુઓ સ્વાધ્યાય પ્રશ્ન 3ના પેટા બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા. પ્રજાસત્તાક.

પ્રશ્ન 3.
હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે.
ઉત્તર:
હક અને ફરજ એકબીજાના પૂરક છે. આપણે અમુક હકનો વિચાર કરીએ એટલે તેની સાથે સંકળાયેલી ફરજનો પણ વિચાર કરવો પડે છે. ફરજ વિનાનો કોઈ હક નથી અને હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી. એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિ માટે ફરજ બની રહે છે. હક ભોગવવા માટે ફરજ અચૂક બજાવવી પડે છે. એક નાગરિક પોતાનો હક ભોગવે ત્યારે બીજાના તે પ્રકારના હકો જાળવવા એ તેની ફરજ બની રહે છે. રસ્તાની ડાબી બાજુએ ચાલવાની આપણી ફરજ છે, તેમ બીજાને એ રસ્તા પર સરળતાથી ચાલવાનો હક છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે હક વિના ફરજ નથી અને ફરજ વિના હક નથી. હક અને ફરજ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. તે બંને એક સિક્કાની રે બે બાજુઓ છે.

પ્રશ્ન 4.
બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે.
ઉત્તર:
જુઓ વિશેષ પ્રશ્નોત્તરના પ્રશ્ન ઉના પેટા બંધારણીય ઇલાજોનો હકઃ ભારતના બંધારણમાં બધા નાગરિકોને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવ્યો છે. તેથી, જો નાગરિકને મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે તો તે રક્ષણ મેળવવા માટે અદાલતનો આશરો લઈ શકે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના મત મુજબ, બંધારણીય ઇલાજો સંબંધી જોગવાઈ સમગ્ર બંધારણના આત્મા’ સમાન છે.”

પ્રશ્ન 5.
બાળમજૂરી સજાપાત્ર ગુનો છે.
ઉત્તર:
જુઓ વિશેષ પ્રશ્નોત્તરના શોષણ સામે વિરોધનો હકઃ કોઈ પણ વ્યક્તિનું અન્ય કોઈ પણ દ્વારા કોઈ પણ પ્રકારનું શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની રચનાનો આ હકનો મુખ્ય ઉદ્દેશ છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને નોકરીએ રાખી તેમની પાસે મજૂરી કરાવવા પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે. આ હક દ્વારા દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે. એટલે કે શોષણનો વિરોધ કરવાનો હક આપ્યો છે. આ હક વ્યક્તિના ગૌરવનો સ્વીકાર અને રક્ષણ કરે છે..

પ્રશ્ન 6.
મૂળભૂત હકોનો અમલ મોકૂફ રાખી શકાય છે.
ઉત્તરઃ
મૂળભૂત હકો નાગરિકના સર્વાગી વિકાસ માટે અનિવાર્ય છે. આમ છતાં, નાગરિક સમાજ કે રાજ્યથી પર નથી. જાહેર હિત અને રાજ્યની સલામતીને ધ્યાનમાં રાખીને જ મૂળભૂત હકોનો ઉપયોગ થઈ શકે છે. તેથી મૂળભૂત હકોનો અમલ કટોકટી જેવા વિશિષ્ટ સંજોગોમાં મર્યાદિત સમય માટે મોકૂફ રાખી શકાય છે.

નીચેના શબ્દોની સંકલ્પના સમજાવોઃ

પ્રશ્ન 1.
બંધારણ
ઉત્તર:
દેશનો વહીવટ સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે ચોક્કસ સિદ્ધાંતો, ધ્યેયો અને આદર્શોને આધારે બનાવેલા લિખિત સ્વરૂપના નિયમોના વ્યવસ્થિત સંગ્રહને ‘બંધારણ’ કહેવામાં આવે છે. બંધારણ પ્રજા દ્વારા ચૂંટાયેલા અથવા પસંદ પામેલા પ્રતિનિધિઓએ ઘડેલું હોવું જોઈએ. બંધારણને દેશનો પવિત્ર ગ્રંથ ગણવામાં આવે છે.

પ્રશ્ન 2.
આમુખ
ઉત્તર:
જુઓ વિશેષ પ્રશ્નોત્તરના

આમુખ એટલે પ્રસ્તાવના. ભારતના બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે. આમુખમાં આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયેલું છે. કોઈ પણ કાયદો ઘડવામાં, તેને પૂર્ણ રીતે સમજવામાં કે તેનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે. બંધારણની કોઈ કલમ, મુદ્દો કે શબ્દનું અર્થઘટન કરવામાં આમુખ મદદરૂપ બને છે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે.

પ્રશ્ન 3.
લોકશાહી
ઉત્તર:
લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે: ‘લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન.’ (Democracy is of the people, for the people and by the people.) લોકશાહીમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે. લોકશાહીમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી સરકાર લોકમતના આધારે અને લોકહિતની દષ્ટિએ રાજ્યવહીવટ ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાંચ વર્ષ માટે લોકોને જવાબદાર રહી દેશનું શાસનતંત્ર ચલાવે છે. તેથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર પણ કહેવાય છે.

પ્રશ્ન 4.
પ્રજાસત્તાક
ઉત્તર:
પ્રજાસત્તાક એટલે જેમાં પ્રજા અર્થાત્ લોકોના હાથમાં સત્તા હોય એવું રાષ્ટ્ર. તેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશનો વહીવટ સંભાળે છે. રાષ્ટ્રના વડા, રાષ્ટ્રપ્રમુખનું સ્થાન વંશપરંપરાગત હોતું નથી, પરંતુ તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદાન દ્વારા ચૂંટાયેલા હોય છે. પ્રજાસત્તાક લોકશાહી શાસનતંત્રમાં દેશના બધા જ હોદાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી-પુરુષના ભેદભાવ વિના તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ

પ્રશ્ન 5.
બિનસાંપ્રદાયિકતા (ધર્મનિરપેક્ષતા)
ઉત્તર:
બિનસાંપ્રદાયિકતા : ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે ભારતનું શાસનતંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાને આધારે ચાલતું નથી. ધર્મ કે સંપ્રદાયના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખવામાં આવતો નથી. ભારતના બંધારણે દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓ ભોગવવાની ખાતરી આપી છે. એ ખાતરીના આધારે દરેક નાગરિકને પોતપોતાનો કે પસંદગીનો ધર્મ પાળવાની, ગમે તે ધાર્મિક માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા મળેલી છે. તેમાં કોઈ પણ બિનજરૂરી દખલગીરી કરી શકે નહિ.
GSEB Solutions Class 8 Social Science Chapter 15 ભારતીય બંધારણ 2
બંધારણની જોગવાઈ મુજબ ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ રહે છે.

પ્રવૃત્તિઓ
1. તમે જાણો છો, બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીનાદિવસને શા માટે પસંદ કરવામાં આવ્યો? તેનાં કારણો લખો.
2. બંધારણના નિષ્ણાતો :

 • ડૉ. ભીમરાવ આંબેડકર અને
 • શ્રી કનૈયાલાલ મુનશી વિશે માહિતી મેળવી, તેમનાં જીવનચરિત્રો વિશે ભીંતચિત્રો તૈયાર કરો.

3. શાળામાં ભારતીય બંધારણ અને મૂળભૂત ફરજો પર આધારિત ક્વિઝ સ્પર્ધા યોજો.
4. ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીની ઉજવણીના દિવસે શાળાની આસપાસના વિસ્તારમાં જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરો.
5. ડૉ. ભીમરાવ આંબેડકર, ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને શ્રી કનૈયાલાલ મુનશીનાં જીવનચરિત્ર વિશે શાળામાં વફ્તત્વસ્પર્ધાનું આયોજન કરો.
6. તમારા ગામ કે શહેરના વિદ્વાન વ્યાખ્યાતાના અધ્યક્ષપદે મૂળભૂત ફરજદિન’ની ઉજવણી કરો.

7. નીચે બંધારણસભાના કેટલાક સભ્યોના ફોટાઓ આપ્યા છે. દરેકને ઓળખી, તેમના ફોટા નીચે તેમનું નામ લખો.
GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ 2
GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ 3

Hots પ્રશ્નોતર
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
1. સ્વતંત્રતા બાદ બંધારણ ઘડવાની જરૂરિયાત કેમ પડી?
ઉત્તરઃ
ભારત આવેલા કેબિનેટ મિશને રજૂ કરેલી યોજના મુજબ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણસભા રચવામાં આવી.
બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને આવરી લેતી 23 સમિતિઓ રચવામાં આવી. તેમાં વિવિધ કોમ, ધર્મ, લિંગ, પ્રદેશ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજ્જ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણસભામાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંઘ, ફ્રેન્ક ઍન્થની, એચ. પી. મોદી, એ. કે. એસ.

ઐયર, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, એચ. વી. કામથ : ગોપાલ સ્વામી આયંગર અને શ્રી કે. ટી. શાહ વગેરે અગ્રણી નેતાઓ ઉપરાંત બંધારણના નિષ્ણાતો તરીકે ડૉ. ભીમરાવ આંબેડકર અને શ્રી કનૈયાલાલ મુનશી તેમજ સ્ત્રી સભ્યો તરીકે શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. – ડૉ. રાજેન્દ્રપ્રસાદ બંધારણસભાના અધ્યક્ષ હતા; જ્યારે બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. ભીમરાવ – આંબેડકર હતા.

9 ડિસેમ્બર, 1946ના દિવસથી બંધારણસભાએ તેની કામગીરી : શરૂ કરી. આ ભગીરથ કાર્ય પૂરું કરવા કુલ 166 બેઠકો યોજી – હતી. એ કામગીરી કુલ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ ચાલી હતી. આ પ્રક્રિયામાં બંધારણસભાએ દુનિયાના લોકશાહી દેશોનાં બંધારણનાં મહત્ત્વનાં લક્ષણોનો સમાવેશ કર્યો હતો. આ દરમિયાન ભારતદેશ 15 ઑગસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર થયો. ભારતની આઝાદી બાદ બંધારણસભાએ બંધારણની દરેક જોગવાઈની વ્યાપક ચર્ચા-વિચારણા કરી, તેને 26 નવેમ્બર, 1949ના રોજ પસાર કર્યું. 26 જાન્યુઆરી, 1950ના દિવસથી બંધારણનો અમલ કરવામાં આવ્યો અને ભારતને સાર્વભૌમ, લોકશાહી, પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું. આથી, આપણા દેશમાં દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવવામાં આવે છે.

26 નવેમ્બર, 1949ના રોજ બંધારણસભાએ બંધારણને સ્વીકાર્યું. તેથી દર વર્ષે 26મી નવેમ્બરે સમગ્ર દેશમાં બંધારણદિનની ઉજવણી કરવામાં આવે છે અને તે દિવસે બંધારણમાં મહત્ત્વનું યોગદાન આપનાર ડૉ. ભીમરાવ આંબેડકરને ખાસ યાદ કરવામાં આવે છે.

પ્રશ્ન 2.
બંધારણસભા માટે વિવિધ ક્ષેત્રના તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ શા માટે કરવામાં આવ્યો?
ઉત્તરઃ
તજજ્ઞ વ્યક્તિઓના જ્ઞાન અને અનુભવનો લાભ લેવા માટે તેમનો બંધારણસભામાં સમાવેશ કરવામાં આવ્યો.

પ્રશ્ન 3.
ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે, જે કેવા પ્રકારની શાસનપદ્ધતિ દર્શાવે છે?
ઉત્તરઃ
લોકશાહી શાસનપદ્ધતિ

પ્રશ્ન 4.
સ્ત્રી કરતાં પુરુષ વધારે ચડિયાતો ગણવામાં આવે ત્યારે કયા હકનું હનન થયું કહેવાય?
ઉત્તર:
સમાનતાના હકનું હનન થયું કહેવાય.

પ્રશ્ન 5.
ગુજરાતનો નાગરિક જમ્મુ-કાશ્મીરમાં જઈને વસવાટ કરી શકે છે, જે કયો હક મળ્યો છે તે દર્શાવે છે?
ઉત્તરઃ
સ્વતંત્રતાનો હક મળ્યો છે તે દર્શાવે છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 15 ભારતીય બંધારણ

પ્રશ્ન 6.
બસ, શાળા, જાહેર શૌચાલય જેવાં જાહેર સ્થળોનું રક્ષણ કરવું એ નાગરિક માટે કેમ જરૂરી છે?
ઉત્તરઃ
જાહેર સ્થળોનું રક્ષણ કરવું એ નાગરિકની મૂળભૂત ફરજ છે.

પ્રશ્ન 7.
બંધારણ ઘડતરની પ્રક્રિયા સાથે કઈ બાબત બંધબેસતી નથી?
A. બંધારણસભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ મળી હતી.
B. 26 જાન્યુઆરી, 1949માં બંધારણ તૈયાર થયું હતું.
C. બંધારણસભાની 2 વર્ષ, 11 માસ, 18 દિવસમાં કામગીરી પૂર્ણ કરી હતી.
D. બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા.
ઉત્તર :
B. 26 જાન્યુઆરી, 1949માં બંધારણ તૈયાર થયું હતું.

પ્રશ્ન 8.
કાયદાની દષ્ટિએ બધા નાગરિકો સમાનઃ સમાનતાનો હકઃ નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટઃ.
A. ધાર્મિક સ્વતંત્રતાનો હક
B. બંધારણીય ઇલાજોનો હક
C. સ્વતંત્રતાનો હક
D. શોષણ સામે વિરોધનો હક
ઉત્તરઃ
C. સ્વતંત્રતાનો હક

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *