Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 14 આપત્તિ-વ્યવસ્થાપન Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 14 આપત્તિ-વ્યવસ્થાપન
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
A. હુલ્લડ
B. આગ
C. પૂર
D. બૉમ્બ વિસ્ફોટ
ઉત્તર:
C. પૂર
પ્રશ્ન 2.
નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે?
A. ભૂકંપ
B. બૉમ્બ વિસ્ફોટ
C. વાવાઝોડું
D. તીડ પ્રકોપ
ઉત્તર:
B. બૉમ્બ વિસ્ફોટ
પ્રશ્ન 3.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
A. ઔદ્યોગિક અકસ્માત
B. આગ
C. હુલ્લડ
D. સુનામી
ઉત્તર:
D. સુનામી
પ્રશ્ન 4.
નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે?
A. આગ
B. મહામારી
C. ભૂકંપ
D. દાવાનળ
ઉત્તર:
A. આગ
પ્રશ્ન 5.
પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે?
A. ભૂકંપ
B. વાવાઝોડું
C. દાવાનળ
D. જ્વાળામુખી
ઉત્તર:
B. વાવાઝોડું
પ્રશ્ન 6.
પૂર્વ આગાહી શક્ય નથી એવી આપત્તિ કઈ છે?
A. વાવાઝોડું
B. પૂર
C. ભૂકંપ
D. તીડ પ્રકોપ
ઉત્તર:
C. ભૂકંપ
પ્રશ્ન 7.
પૂર્વ આગાહી શક્ય નથી એવી આપત્તિ કઈ છે?
A. પૂર
B. તીડ પ્રકોપ
C. સુનામી
D. ભૂખ્ખલન
ઉત્તર:
D. ભૂખ્ખલન
પ્રશ્ન 8.
પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે?
A. મહામારી
B. ભૂકંપ
C. જ્વાળામુખી
D. દાવાનળ
ઉત્તર:
A. મહામારી
પ્રશ્ન 9.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?
A. તીડ પ્રકોપ
B. ઔદ્યોગિક અકસ્માત
C. ભૂકંપ
D. દાવાનળ
ઉત્તર:
B. ઔદ્યોગિક અકસ્માત
પ્રશ્ન 10.
નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ નથી?
A. ભૂઅલન
B. હુલ્લડ
C. આગ
D. ઔદ્યોગિક અકસ્માત
ઉત્તર:
A. ભૂઅલન
પ્રશ્ન 11.
દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે?
A. કુદરત
B. માનવપ્રવૃત્તિ
C. સરકાર
D. વન્ય જીવો
ઉત્તર:
B. માનવપ્રવૃત્તિ
પ્રશ્ન 12.
નીચેના પૈકી કઈ કુદરતી આપત્તિને લીધે તે વિસ્તારનું ભૂદશ્ય બદલાઈ જાય છે?
A. પૂરને લીધે
B. સુનામીને લીધે
C. ભૂસ્મલનને લીધે
D. તીડ પ્રકોપને લીધે
ઉત્તર:
C. ભૂસ્મલનને લીધે
પ્રશ્ન 13.
ઉત્તરાખંડ રાજ્યનો કુમાઉ અને ગઢવાલ વિસ્તાર કઈ આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે?
A. ભૂકંપનો
B. તીડ પ્રકોપનો
C. વાવાઝોડાનો
D. ભૂસ્મલનનો
ઉત્તર:
D. ભૂસ્મલનનો
પ્રશ્ન 14.
ગુજરાતમાં અંબાજી – દાંતા (બનાસકાંઠા) વિસ્તારમાં કઈ ઘટના જવલ્લે જ બને છે?
A. ભૂઅલન
B સુનામી
C. તીડ પ્રકોપ
D. જ્વાળામુખી
ઉત્તર:
A. ભૂઅલન
પ્રશ્ન 15.
તીડ કયા વૃક્ષ સિવાય બધા પ્રકારની વનસ્પતિ ખાય છે?
A. આંબો
B. પીપળો
C. લીમડો
D. બાવળ
ઉત્તર:
C. લીમડો
પ્રશ્ન 16.
નીચેના પૈકી કયું રાજ્ય તડથી અસર પામનાર રાજ્ય છે?
A. બિહાર
B. પશ્ચિમ બંગાળ
C. છત્તીસગઢ
D. રાજસ્થાન
ઉત્તર:
D. રાજસ્થાન
પ્રશ્ન 17.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતના કયા જિલ્લામાં તીડ આક્રમણની ઘટના નોંધાઈ નથી?
A. કચ્છ
B. પંચમહાલ
C. પાટણ
D. બનાસકાંઠા
ઉત્તર:
B. પંચમહાલ
પ્રશ્ન 18.
નીચેના પૈકી ક્યો રોગ વિષાણુજન્ય રોગ છે?
A. ઇબોલા
B. પ્લેગ
C. મલેરિયા
D. કૉલેરા
ઉત્તર:
A. ઇબોલા
પ્રશ્ન 19.
નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે?
A. ટાઈફૉઈડ
B. મલેરિયા
C. કૉલેરા
D. કોરોના
ઉત્તર:
D. કોરોના
પ્રશ્ન 20.
નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય નથી?
A. સ્વાઈન ફ્લ
B. કોરોના
C. ડે.
D. પ્લેગ
ઉત્તર:
D. પ્લેગ
પ્રશ્ન 21.
નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ નથી?
A. સ્વાઇન ફ્લ
B. ટાઈફૉઈડ
C. કોરોના
D. ડેગ્યું
ઉત્તર :
B. ટાઈફૉઈડ
પ્રશ્ન 22.
નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે?
A. મલેરિયા
B. પ્લેગ
C. સ્વાઇન ફ્લ
D. કૉલેરા
ઉત્તર :
C. સ્વાઇન ફ્લ
પ્રશ્ન 23.
કઈ સાલમાં થયેલા કોરોનાના પ્રકોપથી સમગ્ર વિશ્વ મુશ્કેલી અનુભવે છે?
A. ઈ. સ. 2018માં
B. ઈ. સ. 2019માં
C. ઈ. સ. 2020માં
D. ઈ. સ. 2021માં
ઉત્તર :
C. ઈ. સ. 2020માં
પ્રશ્ન 24.
નીચેના પૈકી કઈ આપત્તિથી મોટી સંખ્યા લોકોના આરોગ્ય પર માઠી અસરો પડી શકે છે?
A. દાવાનળથી
B. ભૂઅલનથી
C. ઔદ્યોગિક અકસ્માતથી
D. તીડ પ્રકોપથી
ઉત્તર :
C. ઔદ્યોગિક અકસ્માતથી
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ………………………………… આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં જાનમાલને ભારે નુક્સાન પહોંચાડે છે.
ઉત્તરઃ
કુદરતી
2. વાવાઝોડું એ પૂર્વ આગાહી કરી શકાય એવી …………………………………. આપત્તિ છે.
ઉત્તરઃ
કુદરતી
3. દાવાનળ એ પૂર્વ આગાહી શક્ય નથી એવી ……………………………………… આપત્તિ છે.
ઉત્તરઃ
કુદરતી
4 હુલ્લડ એ ………………………. આપત્તિ છે.
ઉત્તરઃ
માનવસર્જિત 1
5. ભૂખ્ખલન એ ………………………. આપત્તિ છે.
ઉત્તરઃ
કુદરતી
6. જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગ ……………………………………… કહેવાય છે.
ઉત્તરઃ
દાવાનળ
7. દાવાનળ માટે મુખ્યત્વે ………………………… જવાબદાર છે.
ઉત્તરઃ
માનવપ્રવૃત્તિ
8. જે ક્ષેત્રમાં દાવાનળ ફાટી નીકળે છે તે વિસ્તારની ………………………….. સમતુલા જોખમાય છે.
ઉત્તરઃ
પર્યાવરણીય
9. ભૂમિ ધસી પડવાની ઘટનાને ………………………………….. કહે છે.
ઉત્તરઃ
ભૂસ્મલન
10. ……………………………. ને લીધે પર્વતીય ઢોળાવ પર આવેલાં જંગલો નાશ પામે છે.
ઉત્તરઃ
ભૂખ્ખલન
11. ભૂખ્ખલનને લીધે તે વિસ્તારનું …………………………. બદલાઈ જાય છે.
ઉત્તર:
ભૂદશ્ય
12. તીડ એક પ્રકારનાં …………………………….. છે.
ઉત્તર:
કીટક
13. એક અંદાજ મુજબ તીડની વિશ્વમાં લગભગ …………………………….. જેટલી પ્રજાતિ જોવા મળે છે.
ઉત્તર:
11,000
14. તીડ સામાન્ય રીતે …………………………….. વિસ્તારમાં જોવા મળે છે.
ઉત્તર:
રણ
15. તડને ઊડવા માટે …………………………….. ઉપર મજબૂત પાંખો હોય છે.
ઉત્તર:
પીઠ
16. તીડના માથા પર …………………………. જેવા બે વાળ હોય છે.
ઉત્તર:
એન્ટેના
17. ગુજરાતમાં આક્રમણ કરતાં તીડ …………………………… છે.
ઉત્તર:
રણતીડ (ડેઝર્ટ લોકર્સ)
18. પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે રણતીડ …………………………… તીડ’ તરીકે પણ ઓળખાય છે.
ઉત્તર:
ખાઉધરા
19. ભારતમાં …………………………… અને તીડથી અસર પામનારાં મુખ્ય રાજ્યો છે.
ઉત્તર:
ગુજરાત, રાજસ્થાન
20. સામાન્ય રોગો કરતાં ………………………….. રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે.
ઉત્તર:
વિષાણુજન્ય
21. ઈ. સ. ……………………… માં ફાટી નીકળેલા કોરોનાના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વ મુશ્કેલી અનુભવે છે.
ઉત્તર:
2020
22. મહામારીની પરિસ્થિતિમાં લોકોને બચાવવાના ઉપાયો અને રાખવાની સાવચેતીઓ વિશે …………………… સંસ્થા ખાસ માર્ગદર્શન પૂરું પાડે છે.
ઉત્તર:
વિશ્વ-આરોગ્ય
23. જંતુનાશકો બનાવતાં કારખાનાંમાંથી ………………………… નું ગળતર થતાં વાતાવરણ અને જળાશયો પ્રદૂષિત થાય છે.
ઉત્તર:
ઝેરી ગૅસ (ઝેરી વાયુ)
24. આપત્તિઓ કુદરતી હોય કે માનવસર્જિત પણ તે …………………………………………. પર ઘણી માઠી અસરો છોડી જાય છે.
ઉત્તર:
માનવજીવન
25. કાયમી વિકલાંગકતાનો ભોગ બનનાર વ્યક્તિઓના ……………………….. નું કાર્ય પડકારજનક હોય છે.
ઉત્તર:
પુનર્વસન
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. ભૂકંપ એ પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ છે.
ઉત્તર:
ખોટું
2. પૂર એ કુદરતી આપત્તિ છે.
ઉત્તર:
ખરું
3. સુનામી એક માનવસર્જિત આપત્તિ છે.
ઉત્તર:
ખોટું
4 તીડ પ્રકોપ એ પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ છે.
ઉત્તર:
ખરું
5. મહામારી જેવી આપત્તિની પૂર્વ આગાહી શક્ય નથી.
ઉત્તર:
ખોટું
6. હુલ્લડ એ માનવસર્જિત આપત્તિ છે.
ઉત્તર:
ખરું
7. ઔદ્યોગિક અકસ્માત એ કુદરતી આપત્તિ છે.
ઉત્તર:
ખોટું
8. સુનામી એ પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ છે.
ઉત્તર:
ખરું
9. દાવાનળ શરૂ થયા પછી તે પવનની વિરુદ્ધ દિશામાં આગળ વધવા લાગે છે.
ઉત્તર:
ખોટું
10. કુદરતી રીતે આકાશી વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાઈ શકે છે.
ઉત્તર:
ખરું
11. જે ક્ષેત્રમાં દાવાનળ ફાટી નીકળે છે તે વિસ્તારનાં સંસાધનોની સમતુલા જોખમાય છે.
ઉત્તર:
ખોટું
12. ઉત્તરાખંડ રાજ્યમાં કુમાઉ અને અલ્મોડા એ ભૂખ્ખલનથી પ્રભાવિત વિસ્તારો છે.
ઉત્તર:
ખોટું
13. પશ્ચિમ બંગાળનો દાર્જિલિંગ વિસ્તાર ભૂઅલનથી પ્રભાવિત વિસ્તાર છે.
ઉત્તર:
ખરું
14. તીડની લંબાઈ બેથી ત્રણ ઈંચ હોય છે.
ઉત્તર:
ખોટું
15. તીડ રાત્રી દરમિયાન ઊડવાનું પસંદ કરે છે.
ઉત્તર:
ખોટું
16. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે.
ઉત્તર:
ખરું
17. તીડના ઉપદ્રવ વખતે સરકારનો આરોગ્ય વિભાગ ખેડૂતોની મદદે આવે છે.
ઉત્તર:
ખોટું
18. લૉકડાઉન અને ક્વૉરન્ટીન (quarantine) જેવાં પગલાંથી દેશની આર્થિક પ્રગતિ અને શૈક્ષણિક કામગીરી પર ભારે નકારાત્મક અસરો પડે છે.
ઉત્તર:
ખરું
19. વિશ્વ-આરોગ્ય સંસ્થા (WHO) મહામારીની પરિસ્થિતિમાં લોકોને માર્ગદર્શન આપે છે.
ઉત્તર:
ખરું
20. માત્ર યંત્રોની સારસંભાળના અભાવે યાંત્રિક ખરાબીથી ઔદ્યોગિક અકસ્માતો થાય છે.
ઉત્તર:
ખોટું
21. ઔદ્યોગિક અકસ્માતમાં ઝેરી વાયુનું ગળતર થાય તો પવનથી વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ.
ઉત્તર:
ખરું
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
કુદરતી આપત્તિઓ કઈ કઈ છે?
ઉત્તર:
પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ, મહામારી, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂખલન વગેરે કુદરતી આપત્તિઓ છે.
પ્રશ્ન 2.
માનવસર્જિત સમસ્યાઓ કઈ કઈ છે?
ઉત્તર:
આગ, હુલ્લડ, બૉમ્બ વિસ્ફોટ, ઔદ્યોગિક અકસ્માત વગેરે માનવસર્જિત સમસ્યાઓ છે.
પ્રશ્ન 3.
પૂર્વ આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કે કઈ કઈ છે?
ઉત્તર:
પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ, મહામારી વગેરે પૂર્વ આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે.
પ્રશ્ન 4.
પૂર્વ આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે?
ઉત્તર:
ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂઅલન વગેરે પૂર્વ આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિઓ છે.
પ્રશ્ન 5.
આપણા દેશનાં કયાં જંગલોમાં આગના બનાવો નોંધાયા છે?
ઉત્તર:
આપણા દેશનાં હિમાલયના ઢોળાવો પરનાં જંગલોમાં અને દક્ષિણ ભારતનાં જંગલોમાં આગના બનાવો નોંધાયા છે.
પ્રશ્ન 6.
ભૂઅલન એટલે શું?
ઉત્તર:
ભૂમિ ધસી પડવાની ઘટનાને ભૂસ્મલન’ કહે છે.
પ્રશ્ન 7.
ભારતમાં ભૂસ્મલનથી પ્રભાવિત મુખ્ય વિસ્તારો કયા કયા છે?
ઉત્તર:
ભારતમાં ઉત્તરાખંડ રાજ્યમાં કુમાઉ અને ગઢવાલ તથા પશ્ચિમ બંગાળ રાજ્યમાં દાર્જિલિંગ ભૂખ્ખલનથી પ્રભાવિત મુખ્ય વિસ્તારો છે.
પ્રશ્ન 8.
ગુજરાતમાં કયાં કયાં સ્થળોએ ભૂઅલનની ઘટનાઓ – જવલ્લે જ બને છે?
ઉત્તર:
ગુજરાતમાં ડાંગ જિલ્લામાં સાપુતારા, સાબરકાંઠા 5 જિલ્લામાં ઈડર, બનાસકાંઠા જિલ્લામાં અંબાજી – દાંતા વગેરે સ્થળોએ ભૂસ્મલનની ઘટનાઓ જવલ્લે જ બને છે.
પ્રશ્ન 9.
વિશ્વમાં તીડની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે?
ઉત્તર:
એક અંદાજ મુજબ વિશ્વમાં તીડની લગભગ 11,000 5 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે.
પ્રશ્ન 10.
ગુજરાતમાં આક્રમણ કરતાં તીડની પ્રજાતિ ક્યાં ક્યાં ‘ જોવા મળે છે?
ઉત્તર:
ગુજરાતમાં આક્રમણ કરતાં તીડની પ્રજાતિ ભારત, – પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે.
પ્રશ્ન 11.
કયા કારણે રણતીડ ખાઉધરા તીડ’ તરીકે ઓળખાય છે?
ઉત્તર:
પોતાના વજન જેટલું ખાવાની ટેવને કારણે રણવીડ ‘ખાઉધરાં તીડ’ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 12.
ખેડૂતો તીડને ખેતરમાં ઊતરતાં અટકાવવા માટે શું કરે છે?
ઉત્તર:
ખેડૂતો તીડને ખેતરમાં ઊતરતાં અટકાવવા માટે ઢોલનગારાં કે થાળીઓ વગાડે છે તેમજ મોટા અવાજો કરે છે.
પ્રશ્ન 13.
તીડથી થનારા નુકસાનને કેવી રીતે ઘટાડી શકાય છે?
ઉત્તર:
તીડના ઉપદ્રવવાળા કે તેની સંભાવના હોય તેવા વિસ્તારોમાં સરકારશ્રીના ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રક દવાઓનો છંટકાવ કરવાથી તીડથી થનારા નુકસાનને ઘટાડી શકાય છે.
પ્રશ્ન 14.
ભારતમાં તીડથી અસર પામનારાં મુખ્ય રાજ્યો કયાં કયાં છે?
ઉત્તર:
ભારતમાં ગુજરાત અને રાજસ્થાન તીડથી અસર પામનારાં મુખ્ય રાજ્યો છે.
પ્રશ્ન 15.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં તીડના આક્રમણની ઘટનાઓ બની છે?
ઉત્તર:
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને મહેસાણા જિલ્લાઓમાં તીડના આક્રમણની ઘટનાઓ બની છે.
પ્રશ્ન 16.
વિષાણુજન્ય રોગો કયા કયા છે?
ઉત્તરઃ
ઇબોલા, સ્વાઈન ફ્લે, ડેગ્યુ, કોરોના વગેરે વિષાણુજન્ય રોગો છે.
પ્રશ્ન 17.
વિષાણુજન્ય રોગોની મુખ્ય વિશેષતા શી છે?
ઉત્તર:
સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે તેમજ તેમાં સંખ્યાબંધ લોકો મૃત્યુ પામે છે એ વિષાણુજન્ય રોગોની મુખ્ય વિશેષતા છે.
પ્રશ્ન 18.
વિષાણુજન્ય રોગોનો ચેપ અન્યત્ર ન ફેલાય તે માટે કેવાં પગલાં ભરવામાં આવે છે?
ઉત્તર:
વિષાણુજન્ય રોગોનો ચેપ અન્યત્ર ન ફેલાય તે માટે લૉકડાઉન, જેમને ચેપ લાગ્યો હોય તેમને અને બહારથી આવતા નાગરિકોને ક્વૉરન્ટીન (quarantine) કરવા, પ્રવાસ પર પ્રતિબંધ અને રાત્રિ કરફ્યુ જેવાં સખ્ત પગલાં ભરવામાં આવે છે.
પ્રશ્ન 19.
ઔદ્યોગિક એકમોમાં અકસ્માત થવાની સંભાવના ક્યારે રહે છે?
ઉત્તર:
ઔદ્યોગિક પ્રક્રિયામાં વપરાતાં નાનાં-મોટાં યંત્રોના સંચાલન સમયે અને ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની હેરફેર તેમજ તૈયાર થયેલા માલના સંગ્રહ કે હેરફેર સમયે ઔદ્યોગિક એકમોમાં અકસ્માત થવાની સંભાવના રહે છે.
ટૂંક નોંધ લખો :
પ્રશ્ન 1.
દાવાનળ
ઉત્તર:
જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને ‘દાવાનળ’ કહે છે. જંગલમાં એકવાર આગ શરૂ થયા પછી તે પવનની દિશામાં આગળ વધે છે. જંગલમાં ફૂંકાતી હવા તેમજ સૂકાં પાંદડાં અને ઘાસ તેને વધુ વિસ્તારમાં ફેલાવે છે. કેટલાંક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર જેવા જ્વલનશીલ પદાર્થથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે.
દાવાનળની ઘટના માટે કુદરતી રીતે વીજળી પડવા સિવાયનાં કારણો માટે માનવપ્રવૃત્તિ જ જવાબદાર છે. જેમ કે, સળગતી બીડી કે સિગારેટનું બૂઝાવ્યા વિના ફેંકવું, માલધારીઓએ કામચલાઉ બનાવેલા ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના જતા રહેવું, જંગલમાંથી પસાર થતી વીજળી કે ગૅસની પાઇપલાઇનમાં અકસ્માત થવો, જંગલના વિસ્તારોમાં આવેલા પ્રવાસીઓ અને યાત્રિકોએ છોડી દીધેલી સળગતી ચીજવસ્તુઓ વગેરે.
દાવાનળથી થતા નુકસાન માટે જુઓ વિશેષ પ્રશ્નોત્તરના
દાવાનળથી થતું નુકસાન –
- જંગલના જે વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળે છે તે વિસ્તારની વનસ્પતિ બળીને રાખ થઈ જાય છે,
- તે વિસ્તારની આસપાસની વનસ્પતિને ભારે ક્ષતિ પહોંચે છે.
- દાવાનળમાં સપડાયેલા વન્ય જીવોનું અસ્તિત્વ રહેતું નથી.
- તે વિસ્તારના કેટલા વન્ય જીવો નિરાશ્રિત થાય છે.
- તે વિસ્તારની પર્યાવરણીય સમતુલા જોખમાય છે.
- તે વિસ્તારની આસપાસ આવેલાં ગામો માટે પણ જોખમ ઊભું થાય છે.
- નાશ પામેલ જંગલને કુદરતી રીતે પુનઃપૂર્વવત્ થતાં દાયકાઓ વીતી જાય છે.
જેલ માં દાવાનળ નું પ્રગટે તે માટે …
- જંગલ વિસ્તારમાં વનવિભાગની સૂચનાઓ પ્રમાણે વર્તવું.
- પાનખર ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રમાં ખાસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવી.
- વનવિભાગના કર્મચારીઓને દાવાનળ બુઝાવવાની ખાસ તાલીમ આપવી.
- વનવિભાગની કામગીરી વધારે વ્યાપક અને સઘન બનાવવી,
- જંગલ વિસ્તારમાં પ્રવાસ કરતી વખતે સળગતી ચીજવસ્તુઓ કે બીડી-સિગરેટનાં ઠૂંઠાં ફેકવા નહિ.
- જંગલ વિસ્તારોની આસપાસ રહેતા લોકોમાં જાગૃતિ ફેલાવવી અને તેમને વનવિભાગે આપેલી સૂચનાઓ પ્રમાણે વર્તવવા જણાવવું.
પ્રશ્ન 2.
ભૂસ્મલન
ઉત્તર:
ભૂખ્ખલન એટલે ભૂમિનું ધસી પડવું. ભૂઅલનની ઘટના મુખ્યત્વે પર્વતીય ક્ષેત્રોમાં જોવા મળે છે. ભૂઅલન માટે જવાબદાર બાબતો જુઓ ભૂખલન માટે જવાબદાર બાબતો આ પ્રમાણે છે :
- ભૂકંપને લીધે પૃથ્વી સપાટી પર થતી આકસ્મિક ધ્રુજારી,
- વાદળ ફાટવાની ઘટના,
- નદીના પૂર જેવી કુદરતી આપત્તિની અસરરૂપે,
- પર્વતીય વિસ્તારોમાં દારૂગોળો ફોડીને કરાતી ખનીજોની ખનન પ્રવૃત્તિ,
- નિર્વનીકરણ – જંગલોને નષ્ટ કરવાથી,
- પર્વતો કાપીને બનાવતા માર્ગો અને
- કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં બાંધકામ કરીને અવરોધ ઊભો કરવાથી વગેરે.
ભૂસ્મલનથી થતું નુકસાન: જુઓ વિશેષ પ્રશ્નોત્તરના
ભૂસ્મલનથી થતું નુકસાન નીચે પ્રમાણે છે :
- વાહનવ્યવહારના માર્ગોને ભારે નુકસાન થાય છે.
- અચાનક ધસી પડેલી શિલાઓ અને માટીથી તળેટીમાં કે પર્વતીય ઢોળાવો પરની માનવ વસાહતોમાં ભારે તારાજી સર્જાય છે.
- મકાનોના કાટમાળ નીચે દટાઈ જતાં અનેક લોકો અને પાલતુ પશુઓ પળવારમાં મૃત્યુ પામે છે,
- ભૂખ્ખલનને લીધે ઈજાગ્રસ્ત કે કાયમી વિકલાંગ બનેલી વ્યક્તિઓનું પુનર્વસન
- કરવાનું કામ અતિ પડકારજનક બને છે.
- ખેતીલાયક જમીનો નકામી બને છે.
- પર્વતીય ઢોળાવો પર આવેલાં જંગલો નષ્ટ થાય છે.
- ભૂસ્મલન વિસ્તારનું ભૂદશ્ય બદલાઈ જાય છે.
- ભૂખ્ખલન પછી માર્ગો, પુલો, ઇમારતો વગેરેનું નવેસરથી બાંધકામ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પરિણામે સરકારને નવો આર્થિક બોજ ઊઠાવવો પડે છે.
- ભારતમાં ઉત્તરાખંડ રાજ્યમાં કુમાઉ અને ગઢવાલ તથા પશ્ચિમ બંગાળ રાજ્યમાં દાર્જિલિંગ ભૂઅલનથી પ્રભાવિત મુખ્ય વિસ્તારો છે.
ગુજરાતમાં ડાંગ જિલ્લામાં સાપુતારા, સાબરકાંઠા જિલ્લામાં ઈડર, બનાસકાંઠા જિલ્લામાં અંબાજી – દાંતા વગેરે સ્થળોએ ભૂસ્મલનની ઘટનાઓ જવલ્લે જ બને છે. જો કે, તેનો વ્યાપ અત્યંત મર્યાદિત હોવાથી તેની વિનાશકતા હિમાલયના વિસ્તારોની સરખામણીએ ખૂબ જ ઓછી છે.
પ્રશ્ન 3.
મહામારી
ઉત્તર:
ખૂબ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિષાણુજન્ય રોગનો ભોગ બને ત્યારે તે પરિસ્થિતિને ‘મહામારીની પરિસ્થિતિ કહે છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે. વિષાણુજન્ય રોગના ચેપને અટકાવવા માટેની રોગપ્રતિકારક રસી અને દવાઓ શોધાય ત્યાં સુધી એ રોગ નિરંકુશ રીતે દુનિયામાં ફેલાઈને લાખો લોકોને પોતાના ભરડામાં લઈ લે છે. પરિણામે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ જુઓ સ્વાધ્યાય
તીડ-પ્રકોપ એક જૈવિક આપત્તિ છે. તીડ એ એક પ્રકારનું કીટક છે. એક અંદાજ મુજબ વિશ્વમાં તેની અંદાજિત 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. તે ઝુંડમાં રહે છે. એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે. સામાન્ય રીતે તીડ રણવિસ્તારમાં જોવા મળે છે. તીડના શરીરની લંબાઈ દોઢથી બે ઇંચ જેટલી હોય છે. ઊડવા માટે તેની પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે.
તેના પાછળના બે પગ આગળના પગની સરખામણીએ લાંબા : હોય છે. તેના માથા ઉપર ઍન્ટેના જેવા બે વાળ હોય છે. તે ? બેથી અઢી ફૂટ લાંબો કૂદકો મારી શકે છે. તે પવનની દિશામાં આગળ વધતાં જતાં હોય છે. ગુજરાતમાં આક્રમણ કરતાં તીડ કે રણતીડ(ડેઝર્ટ લોકોના નામે ઓળખાય છે. તીડની આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક દેશોમાં ? જોવા મળે છે. તેને પોતાના વજનની બરાબર ખાવાની ટેવ છે, તે તેથી તે “ખાઉધરાં તીડ’ના નામે ઓળખાય છે. પુખ્ત થતાં તે : રેતીમાં ઈંડાં મૂકે છે. તે દિવસ દરમિયાન ઊડે છે અને રાત્રી ? દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે છે. તે લીમડા સિવાય બધા પ્રકારની વનસ્પતિ ખાય છે.
જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે છે ત્યાં ખેતીના પાકોને અને લીલી વનસ્પતિનાં પાંદડાંને સફાચટ કરી મૂકે છે. બાગાયતી ખેતીના બગીચાઓ પર તીડ ત્રાટકે તો લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આંબળાં વગેરેના પાકોને ભારે ? નુકસાન પહોંચાડે છે. પરિણામે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની છે વેઠવી પડે છે. જે ક્ષેત્રોમાં તીડનો ઉપદ્રવ થાય ત્યાં ખેતીપાકોના અભાવે દુકાળની પરિસ્થિતિ સર્જાય છે. જોકે, આજના સમયમાં વાહનવ્યવહારની સુવિધાને લીધે બીજા પ્રદેશોમાંથી અનાજ અને ઘાસચારો લાવીને દુકાળની સ્થિતિ નિવારી શકાય છે. તીડના ઉપદ્રવની વકી હોય તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રક દવાનો છંટકાવ કરવાથી થનારા નુકસાનને ઘટાડી શકાય છે.
મહામારીથી બચવાના ઉપાયો જુઓ વિશેષ પ્રશ્નોત્તરના પ્રશ્ન 7ના પેટાપ્રશ્ન (7)નો ઉત્તર.
પ્રશ્ન 4.
ઔદ્યોગિક અકસ્માત
ઉત્તરઃ
આપણી વિવિધ આર્થિક જરૂરિયાતોના ઉત્પાદન માટે ઉદ્યોગો, કારખાનાં, મિલો વગેરે સ્થપાય છે. એ ઔદ્યોગિક એકમોમાં થતા અકસ્માતો ઔદ્યોગિક અકસ્માતો કહેવાય છે. ઔદ્યોગિક અકસ્માતમાં થતા અકસ્માતોઃ જુઓ સ્વાધ્યાય
ઔદ્યોગિક પ્રક્રિયામાં વપરાતાં નાનાં-મોટાં યંત્રોના સંચાલન સમયે અને ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની હેરફેર તેમજ તૈયાર થયેલા માલના સંગ્રહ કે હેરફેર સમયે અકસ્માતની સંભાવના રહેલી છે. ક્યારેક માનવીય ભૂલ કે યંત્રોની સારસંભાળના અભાવે યાંત્રિક ખરાબીથી અકસ્માતો થાય છે.
- જંતુનાશકો બનાવતાં કારખાનાંમાંથી ઝેરી વાયુનું ગળતર,
- ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ,
- પ્લાસ્ટિક જેવી સળગી ઊઠે એવી સામગ્રી બનાવતાં કારખાનાંમાં ફાટી નીકળતી આગ,
- રિફાઇનરીઓમાં વિસ્ફોટ કે આગ,
- રસાયણો બનાવતાં કારખાનાંમાં પ્રક્રિયા દરમિયાન ફાટી નીકળતી આગ કે વિસ્ફોટ,
- પરમાણુ ઊર્જા ઉત્પન્ન કરતા એકમોમાં ફાટી નીકળતી આગ વગેરે ઓદ્યોગિક અકસ્માતો ગણાય છે.
ઔદ્યોગિક અકસ્માત વખતે … જુઓ વિશેષ પ્રશ્નોત્તરના પ્રશ્ન 7ના પેટાપ્રશ્ન (8)નો ઉત્તર.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
આપત્તિઓના પ્રકાર જણાવો.
ઉત્તર:
આપત્તિ વ્યવસ્થાપનના નિષ્ણાતોએ આપત્તિઓના – મુખ્ય બે પ્રકાર પાડ્યા છે :
- કુદરતી આપત્તિઓ અને
- માનવસર્જિત આપત્તિઓ.
1.કુદરતી આપત્તિઓઃ પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ, દુકાળ, મહામારી, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્મલન વગેરે. કુદરતી આપત્તિઓના બે પેટા પ્રકાર છે:
- પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિઓ પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ, દુકાળ, મહામારી વગેરે.
- પૂર્વ આગાહી ન કરી શકાય તેવી આપત્તિઓઃ ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂખ્ખલન વગેરે.
2. માનવસર્જિત આપત્તિઓ આગ, હુલ્લડ, બૉમ્બ વિસ્ફોટ, ઔદ્યોગિક અકસ્માત વગેરે.
પ્રશ્ન 2.
દાવાનળથી શું નુકસાન થાય છે?
ઉત્તર:
દાવાનળથી થતું નુકસાન –
- જંગલના જે વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળે છે તે વિસ્તારની વનસ્પતિ બળીને રાખ થઈ જાય છે,
- તે વિસ્તારની આસપાસની વનસ્પતિને ભારે ક્ષતિ પહોંચે છે.
- દાવાનળમાં સપડાયેલા વન્ય જીવોનું અસ્તિત્વ રહેતું નથી.
- તે વિસ્તારના કેટલા વન્ય જીવો નિરાશ્રિત થાય છે.
- તે વિસ્તારની પર્યાવરણીય સમતુલા જોખમાય છે.
- તે વિસ્તારની આસપાસ આવેલાં ગામો માટે પણ જોખમ ઊભું થાય છે.
- નાશ પામેલ જંગલને કુદરતી રીતે પુનઃપૂર્વવત્ થતાં દાયકાઓ વીતી જાય છે.
પ્રશ્ન 3.
જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે શું કરવું જોઈએ?
ઉત્તર:
જેલ માં દાવાનળ નું પ્રગટે તે માટે …
- જંગલ વિસ્તારમાં વનવિભાગની સૂચનાઓ પ્રમાણે વર્તવું.
- પાનખર ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રમાં ખાસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવી.
- વનવિભાગના કર્મચારીઓને દાવાનળ બુઝાવવાની ખાસ તાલીમ આપવી.
- વનવિભાગની કામગીરી વધારે વ્યાપક અને સઘન બનાવવી,
- જંગલ વિસ્તારમાં પ્રવાસ કરતી વખતે સળગતી ચીજવસ્તુઓ કે બીડી-સિગરેટનાં ઠૂંઠાં ફેકવા નહિ.
- જંગલ વિસ્તારોની આસપાસ રહેતા લોકોમાં જાગૃતિ ફેલાવવી અને તેમને વનવિભાગે આપેલી સૂચનાઓ પ્રમાણે વર્તવવા જણાવવું.
પ્રશ્ન 4.
ભૂઅલન માટે જવાબદાર બાબતો કઈ કઈ છે?
ઉત્તર:
ભૂખલન માટે જવાબદાર બાબતો આ પ્રમાણે છે :
- ભૂકંપને લીધે પૃથ્વી સપાટી પર થતી આકસ્મિક ધ્રુજારી,
- વાદળ ફાટવાની ઘટના,
- નદીના પૂર જેવી કુદરતી આપત્તિની અસરરૂપે,
- પર્વતીય વિસ્તારોમાં દારૂગોળો ફોડીને કરાતી ખનીજોની ખનન પ્રવૃત્તિ,
- નિર્વનીકરણ – જંગલોને નષ્ટ કરવાથી,
- પર્વતો કાપીને બનાવતા માર્ગો અને
- કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં બાંધકામ કરીને અવરોધ ઊભો કરવાથી વગેરે.
પ્રશ્ન 5.
ભૂસ્મલનથી શું નુકસાન થાય છે? અથવા ભૂઅલનથી થતું નુકસાન વર્ણવો.
ઉત્તર:
ભૂસ્મલનથી થતું નુકસાન નીચે પ્રમાણે છે :
- વાહનવ્યવહારના માર્ગોને ભારે નુકસાન થાય છે.
- અચાનક ધસી પડેલી શિલાઓ અને માટીથી તળેટીમાં કે પર્વતીય ઢોળાવો પરની માનવ વસાહતોમાં ભારે તારાજી સર્જાય છે. મકાનોના કાટમાળ નીચે દટાઈ જતાં અનેક લોકો અને પાલતુ પશુઓ પળવારમાં મૃત્યુ પામે છે,
- ભૂખ્ખલનને લીધે ઈજાગ્રસ્ત કે કાયમી વિકલાંગ બનેલી વ્યક્તિઓનું પુનર્વસન
- કરવાનું કામ અતિ પડકારજનક બને છે.
- ખેતીલાયક જમીનો નકામી બને છે.
- પર્વતીય ઢોળાવો પર આવેલાં જંગલો નષ્ટ થાય છે.
- ભૂસ્મલન વિસ્તારનું ભૂદશ્ય બદલાઈ જાય છે.
- ભૂખ્ખલન પછી માર્ગો, પુલો, ઇમારતો વગેરેનું નવેસરથી બાંધકામ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પરિણામે સરકારને નવો આર્થિક બોજ ઊઠાવવો પડે છે.
પ્રશ્ન 6.
તીડની શારીરિક રચના સમજાવો.
ઉત્તર:
તીડના શરીરની લંબાઈ દોઢથી બે ઈંચની હોય છે. રે ઊડવા માટે તેની પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે. તેના પાછળના બે પગ આગળના પગની સરખામણીએ લાંબા હોય છે. તેના માથા પર ઍન્ટેના જેવા બે વાળ હોય છે. તે બેથી અઢી ફૂટ લાંબો કૂદકો મારી શકે છે.
પ્રશ્ન 7.
મહામારીથી બચવાના ઉપાયો જણાવો. અથવા વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો જણાવો.
ઉત્તર:
મહામારીથી કે વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો નીચે પ્રમાણે છે:
- મહામારીમાં વ્યાપેલા રોગથી લોકોને બચાવવા વર્તમાનપત્રો, ચોપાનિયાં, ભીંતપત્રો, રેડિયો, ટેલિવિઝન વગેરે માધ્યમો દ્વારા રોગનાં લક્ષણો, બચાવ માટેના ઉપચારો વગેરેથી માહિતગાર કરવા.
- રોગથી સંક્રમિત થયેલી વ્યક્તિઓની સારવાર માટે હૉસ્પિટલોમાં અલાયદા વૉર્ડની વ્યવસ્થા કરવી.
- વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ વિષાણુજન્ય રોગને અટકાવવા અને બચવા માટે આપેલી સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ પગલાં લેવાં.
- બહારથી આવતા નાગરિકોને પૂરતી દાક્તરી તપાસ કર્યા પછી પ્રવેશ આપવો. જરૂર જણાય તો તેમને ક્વૉરન્ટીન (quarantine) કરવા.
- ચેપ ન લાગે તે માટે રોગપ્રતિકારક રસી મુકાવવી.
પ્રશ્ન 8.
ઔદ્યોગિક અકસ્માત વખતે શું કરવું જોઈએ?
ઉત્તર:
- ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતર શરૂ થાય છે તો ગૅસટેન્કરોને માનવ વસાહતોથી દૂર લઈ જવાં.
- પવનની દિશા જોઈ તેનાથી વિરુદ્ધ દિશામાં દોડી જવું.
- જો કારખાનામાં આગ લાગી હોય, તો તે સ્થળથી સલામત સ્થળે ખસી જવું.
- રાહત અને બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે બીજા લોકોએ કુતૂહલવશ એકઠા ન થવું, પરંતુ કામગીરીને મદદરૂપ થવું.
- બચાવ કામગીરીનું પ્રશિક્ષણ અને તે માટેનો જરૂરી ખાસ પોશાક કે સાધનો લીધા વિના બચાવ કામગીરીમાં જોડાવું નહિ.
- પોલીસનાં અગ્નિશામકનાં અને ઍબ્યુલન્સનાં વાહનો માટે રસ્તો ખુલ્લો કરવામાં મદદરૂપ થવું.
પ્રવૃત્તિઓ
1. શાળામાં માટી કે પ્લાસ્ટર ઑફ પેરિસનું ભૂઅલનનું મૉડેલ બનાવી વિદ્યાર્થીઓ સમક્ષ તેની વિગતોનું નિદર્શન કરી ભૂખ્ખલન વિશે માહિતી આપો.
2. ભૂસ્મલનને અટકાવવાના ઉપાયો કે પગલાં વિશે વર્ગમાં ચર્ચા છે કરી યાદી બનાવો.
૩. ભારતના નકશામાં ભૂઅલનની શક્યતાવાળા પ્રદેશો શિક્ષકની મદદથી જાણો.
4. શાળામાં ખેતીવાડી અધિકારી કે ગ્રામસેવકને બોલાવી તીડ પ્રકોપ વિશે વધુ વિગતો જાણો.
5. નજીકના સરકારી દવાખાનામાંથી ડૉક્ટર બોલાવી વિષાણુજન્ય રોગો વિશે વાર્તાલાપ ગોઠવો.
6. નજીકના ભૂતકાળમાં બનેલી કોઈ પણ કુદરતી આપત્તિની – માહિતી, તેની અસરો અને તેનાં ચિત્રોનો એક અંક તૈયાર કરો.
7. તમારા શિક્ષક કે કોઈ વડીલની મદદ અને માર્ગદર્શનમાં નીચેની વેબસાઈટ પરથી આ પ્રકરણને લગતી વધારે જાણકારી મેળવો.
- www.who.int
- http://ndma.gov.in
- http:/www.gsdma.org
HOTs પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો:
પ્રશ્ન 1.
કોરોના મહામારી દરમિયાન નીચેનામાંથી શું કરવું હિતાવહ નથી?
A. માસ્ક પહેરવું.
B. ક્વોન્ટિન
C. સરકારના વખતોવખતના આદેશોનું પાલન
D. ભીડમાં એકઠા થવું.
ઉત્તર:
D. ભીડમાં એકઠા થવું.
પ્રશ્ન 2.
નીચેનામાંથી ક્યું પરિબળ દાવાનળ ઉદ્ભવવાનું કારણ નથી?
A. વીજળી પડવાથી આગ લાગવી.
B. વૃક્ષોનાં ઘર્ષણથી આગ લાગવી.
C. ભૂમિનો ઉપરનો ભાગ નીચે તરફ ધસી જવો.
D. જંગલમાંથી પસાર થતી વીજળીની લાઇનમાં અકસ્માત થવો.
ઉત્તર:
C. ભૂમિનો ઉપરનો ભાગ નીચે તરફ ધસી જવો.
પ્રશ્ન 3.
તીડનો ખોરાક શું નથી?
A. ધાન્ય
B. પુષ્ય
C. પણું
D. લીમડો
ઉત્તર:
D. લીમડો
પ્રશ્ન 4.
કઈ આપત્તિ એવી છે જે કુદરતી અને માનવસર્જિત છે?
A. ભૂકંપ
B. દાવાનળ
C. ભૂઅલન
D. તાડનો પ્રકોપ
ઉત્તર:
B. દાવાનળ
પ્રશ્ન 5.
ભારતનાં કયાં રાજ્યોમાં તીડનો પ્રકોપ વધુ જોવા મળે છે?
A. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં
B. ગુજરાત અને રાજસ્થાનમાં
C. તમિલનાડુ અને કેરલમાં
D. અસમ અને મિઝોરમમાં
ઉત્તર:
B. ગુજરાત અને રાજસ્થાનમાં
પ્રશ્ન 6.
ઈ. સ. 1984માં મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં થયેલા ગૅસકાંડમાં કયા વાયુનું ગળતર થયું હતું?
A. મીક
B. ઓઝોન
C. સલ્ફર ડાયૉક્સાઈડ
D. મિથેન
ઉત્તર:
A. મીક
પ્રશ્ન 7.
વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયોમાં એક ઉપાય સાચો નથી તે…
A. ચેપ ન લાગે તે માટે રોગપ્રતિકારક રસી મુકાવવી.
B. રોગની ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવી.
C. ચેપ ન લાગે તેની સાવચેતી રાખવી.
D. નાની-મોટી ઍસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે અલાયદા (અલગ) વૉર્ડની વ્યવસ્થા કરવી.
ઉત્તર :
B. રોગની ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવી.
બંધબેસતાં જોડકાં જોડોઃ
પ્રશ્ન 1.
વિભાગ ‘સ’ | વિભાગ ‘બ’ |
(1) કુદરતી આપત્તિ | (1) હિમાલયના ઢોળાવો પરનાં |
(2) માનવસર્જિત જંગલો આપત્તિ | (2) દાવાનળ |
(3) દાવાનળના બનાવો | (3) પર્વતો કાપી બનાવતા માર્ગો |
(4) ભૂસ્મલનનું કારણ | (4) ઔદ્યોગિક અકસ્માત |
(5) અરવલ્લીના ઢોળાવો પરનાં જંગલો |
ઉત્તર:
વિભાગ ‘સ’ | વિભાગ ‘બ’ |
(1) કુદરતી આપત્તિ | (2) દાવાનળ |
(2) માનવસર્જિત જંગલો આપત્તિ | (4) ઔદ્યોગિક અકસ્માત |
(3) દાવાનળના બનાવો | (1) હિમાલયના ઢોળાવો પરનાં |
(4) ભૂસ્મલનનું કારણ | (3) પર્વતો કાપી બનાવતા માર્ગો |
પ્રશ્ન 2.
વિભાગ ‘સ’ | વિભાગ ‘બ’ |
(1) ભૂસ્મલનથી પ્રભાવિત | (1) ઔદ્યોગિક વિસ્તાર અકસ્માત |
(2) તીડથી અસર પામનાર | (2) મહામારી રાજ્ય |
(3) ઈડર (સાબરકાંઠા) | (3) વિષાણુજન્ય રોગ |
(4) કોરોના | (4) ફટાકડાના કારખાનામાં |
(5) ગુજરાત વિસ્ફોટ |
ઉત્તર:
વિભાગ ‘સ’ | વિભાગ ‘બ’ |
(1) ભૂસ્મલનથી પ્રભાવિત | (3) વિષાણુજન્ય રોગ |
(2) તીડથી અસર પામનાર | (5) ગુજરાત વિસ્ફોટ |
(3) ઈડર (સાબરકાંઠા) | (4) ફટાકડાના કારખાનામાં |
(4) કોરોના | (1) ઔદ્યોગિક વિસ્તાર અકસ્માત |