GSEB Class 8 Science Notes Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

This GSEB Class 8 Science Notes Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન covers all the important topics and concepts as mentioned in the chapter.

પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન Class 8 GSEB Notes

→ એક વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે તેનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે.

→ પાક (Crop): જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે.

→ ખરીફ પાક (Kharif crop): વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. દા. ત., ડાંગર, મકાઈ.

→ રવી પાક (Rabi crop) : શિયાળા(ઑક્ટોબરથી માર્ચ)માં રોપવામાં આવતા પાકને રવી પાક કહે છે. દા. ત., ઘઉં, ચણા. પાક-ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓઃ

  • ભૂમિને તૈયાર કરવી (Preparation of Soil)
  • રોપણી (વાવણી – Sowing)
  • કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું (Adding Manure and Fertilisers)
  • સિંચાઈ (Irrigation)
  • નીંદણથી રક્ષણ (Protection from Weeds)
  • લણણી (Harvesting)
  • સંગ્રહ (storage).

GSEB Class 8 Science Notes Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

→ પાક ઉછેરતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. માટીને ઉપર-નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ (Ploughing) કહે છે. આ પ્રક્રિયા ખેતરમાં હળ (Plough) ચલાવીને કરવામાં આવે છે. ખરપિયો (Hoe) સરળ ઓજાર છે, જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી (Cultivator) વડે કરવામાં આવે છે.

→ વાવણી પાક-ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. તેને ઓરણી કહે છે. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયો(Seed drill)નો ઉપયોગ થાય છે.

→ ખાતર ભૂમિ પાકને ખનીજ તત્ત્વો પ્રદાન કરે છે, જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. ખાતર બે પ્રકારના છેઃ

  • કુદરતી ખાતર અને
  • કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે,

→ જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. જ્યારે કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થ છે. યુરિયા, એમોનિયમ સલ્ફટ, સુપર ફોસ્ફટ, ડાય એમોનિયમ ફૉસ્ફટ (DAP), NPK ખાતર (નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટેશિયમયુક્ત ખાતર). સિંચાઈઃ સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈની પરંપરાગત રીતો: મોટ, ચેનપંપ, ઢેલી, રોંટ. સિંચાઈની આધુનિક પદ્ધતિઓઃ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ.

→ નીંદણ (Weeds): ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઊગી નીકળે છે તેને નીંદણ કહે છે. નીંદણ દૂર કરવા માટે સાદું ઓજાર ખૂરપી છે. નીંદણનો નાશ કરવા માટેના રસાયણને નીંદણનાશક કહે છે. 2, 4-D નીંદણનાશક છે.

→ લણણી પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. લણણી માટેનું સાદું ઓજાર દાતરડું (Sickle) છે. લણણી માટે મશીન હાર્વેસ્ટર (Harvester) છે. કાપેલા (લણણી કરેલા) પાકમાંથી દાણાઓને ભૂંસાથી અલગ કરવાની રીતને શ્રેશિંગ (Threshing) કહે છે. હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઈન મશીન છે.

→ સંગ્રહઃ ઉત્પાદનનો સંગ્રહ એક મહત્ત્વપૂર્ણ કાર્ય છે. જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાનો હોય, તો તેને ભેજ, કટકો, ઉંદર તથા સૂક્ષ્મ જીવોથી સુરક્ષિત રાખવો પડે છે. અનાજનો સંગ્રહ કરવા કોઠાર કે સાઈલો (ધાતુના ઊંચાં પાત્રો) વપરાય છે.

→ પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ દેખરેખ રાખી મોટા પાયા પર ઉછેરવામાં આવે છે તેને પશુપાલન (Animal husbandary) કહે છે.

→ કૃષિ-પદ્ધતિઓ (Agricultural Practices) : કૃષિ-ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓ

→ પાક (Crop): ખોરાક કે આર્થિક ઊપજ માટે ખેતરમાં ઉગાડવામાં આવતા એક જ પ્રકારના છોડ

→ ખરીફ (Kharif) પાકઃ વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાક

→ રવી (Rabi) પાકઃ શિયાળામાં રોપવામાં આવતા પાક

→ કુદરતી ખાતર (Manure) : કૃષિ કચરા તેમજ પ્રાણીઓનાં મળ-મૂત્ર છાણના વિઘટનથી તૈયાર કરાતું ખાતર

→ કૃત્રિમ ખાતર (Fertilizers) : વ્યાવસાયિક સ્વરૂપમાં કારખાનામાં તૈયાર કરવામાં આવતું ખાતર

→ સિંચાઈ (Irrigation): કષિ ભૂમિને નિયમિત સમય અંતરે પાણી આપવાની ક્રિયા

GSEB Class 8 Science Notes Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

→ હળ (Plough) કૃષિ ભૂમિના ખેડાણ માટે ઉપયોગમાં લેવાતું ઓજાર

→ રોપણી (Sowing) ખેતરમાં ખેડાણ પછી બિયારણ (બીજ) ભૂમિમાં વાવવાની ક્રિયા

→ નીંદણ (Weeds): કૃષિ ભૂમિમાં મુખ્ય પાક સાથે ઊગી નીકળતી બિનજરૂરી વનસ્પતિઓ

→ નીંદણનાશક (weedicides): નીંદણના નાશ માટે ખેતરમાં છંટકાવ કરાતાં રસાયણો

→ બીજ (seeds): વનસ્પતિના ગર્ભનું રક્ષણ અને પોષણ કરતી રચના અંકુરણ પામી વનસ્પતિદેહનો વિકાસ કરે

→ લણણી (Harvesting) ખેતરમાં તૈયાર થયેલા પાકને કાપવાની ક્રિયા

→ શ્રેશિંગ (Threshing) પાકના ડુંડામાંથી તેના દાણા (બીજ) અલગ કરવાની ક્રિયા

→ ઊપણવું (winnowing)ઃ પવનની મદદથી અનાજમાંથી ફોતરાં, નાના રજકણ કે અન્ય હલકો કચરો દૂર કરવા માટેની પદ્ધતિ

→ કોઠાર (Granaries) : બિયારણ માટે તેમજ ખોરાક માટે અનાજના અનામત જથ્થાનો સંગ્રહ કરવાનાં સ્થાન

→ હવાબંધ ભૂગર્ભ કોઠાર (silo): અનાજ (દાણા) તેમજ અન્ય કૃષિ-ઉત્પાદનોને વાતાવરણનાં પરિબળોથી સુરક્ષિત રાખતું સંગ્રહસ્થાન

→ સંગ્રહ (storage) અનાજ(દાણા કે બીજ)ને કોઠારમાં લાંબા સમય સુધી જાળવી રાખવા

→ પશુપાલન (Animal Husbandary) : પાલતુ પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ પૂરા પાડી મોટા પાયે કરવામાં આવતો ઉછેર એટલે પશુપાલન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *