GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ

   

Gujarat Board GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ Important Questions and Answers.

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ

વિશેષ પ્રોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો

પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
મનુષ્ય સહિત ઘણાં બધાં પ્રાણીઓ નિશ્ચિત વયે પહોંચ્યા પછી જ કઈ ક્રિયા કરી શકે છે?
A. પાચન
B. ઉત્સર્જન
C. શ્વસન
D. પ્રજનન
ઉત્તર:
પ્રજનન

પ્રશ્ન 2.
મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે?
A. 22
B. 23
C. 44
D. 46
ઉત્તર:
23

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 3.
કઈ વયજૂથનો ગાળો તરુણ અવધિનો છે?
A. 4થી 8 વર્ષ
B. 9થી 15 વર્ષ
C. 11થી 18 વર્ષ
D. 21થી 28 વર્ષ
ઉત્તર:
11થી 18 વર્ષ

પ્રશ્ન 4.
છોકરાઓમાં કંઠમણિ વાસ્તવમાં શું છે?
A. સ્વરપેટી
B. થાઇરૉઇડ ગ્રંથિ
C. શ્વાસનળી
D. અન્નનળી
ઉત્તર:
સ્વરપેટી

પ્રશ્ન 5.
કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે?
A. પિટ્યુટરી ગ્રંથિ
B. પ્રસ્વેદ ગ્રંથિ
C. તૈલીગ્રંથિ
D. B અને C
ઉત્તર:
B અને C

પ્રશ્ન 6.
સ્તનગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે?
A. ટેસ્ટોસ્ટેરોન
B. ઇસ્ટ્રોજન
C. થાઇરોક્સિન
D. એડ્રિનાલિન
ઉત્તર:
ઇસ્ટ્રોજન

પ્રશ્ન 7.
જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે?
A. પિયૂટરી
B. થાઇરૉઇડ
C. એડ્રિનલ
D. સ્વાદુપિંડ
ઉત્તર:
પિટ્યુટરી

પ્રશ્ન 8.
અફલિત અંડકોષમાં હંમેશાં કયું લિંગી રંગસૂત્ર હોય છે?
A. X
B. Y
C. X કે Y
D. આપેલ એક પણ નહીં
ઉત્તર:
X

પ્રશ્ન 9.
મોટી ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે?
A. રજોદર્શન
B. રજોસાવ
C. રજોનિવૃત્તિ
D. યોવાનાંત
ઉત્તર:
રજોનિવૃત્તિ

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 10.
નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ શોધો :
વિધાન X: ગર્ભના શિશુના લિંગનું નિશ્ચયન તેની માતાના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે.
વિધાન Y: ગર્ભના શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે.
A. વિધાન X અને Y બંને સાચાં
B. વિધાન X અને Y બંને ખોટાં
C. વિધાન X સાચું, Y ખોટું
D. વિધાન X ખોટું, Y સાચું
ઉત્તર:
વિધાન X ખોટું, Y સાચું

પ્રશ્ન 11.
ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિમાં કયો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતો નથી?
A. થાઇરોક્સિન
B. ટેસ્ટોસ્ટેરોન
C. ઇસ્યુલિન
D. ઇસ્ટ્રોજન
ઉત્તર:
ઈસ્યુલિન

પ્રશ્ન 12.
કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી?
A. થાઇરૉઇડ
B. સ્વાદુપિંડ
C. જનનપિંડ
D. એડ્રિનલ
ઉત્તર:
સ્વાદુપિંડ

પ્રશ્ન 13.
દેડકામાં કાયાંતરણ ક્યા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે?
A. એડ્રિનાલિન
B. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
C. ઇસ્ટ્રોજન
D. થાઇરોક્સિન
ઉત્તર:
થાઇરોક્સિન

પ્રશ્ન 14.
નીચે આપેલાં વિધાનો પૈકી કયા વિધાનમાં વૈજ્ઞાનિક તથ્ય છે?
A. ઋતુસ્ત્રાવ સમયે કોઈ છોકરી કોઈ છોકરાને જુએ તો તે ગર્ભવતી બની જાય છે.
B. ઋતુસ્ત્રાવની અવસ્થામાં છોકરીનું રસોડામાં કામ કરવું નિષેધ છે.
C. સંતાનની જાતિ માટે માતા જવાબદાર છે.
D. દર માસે તુસ્ત્રાવ થવો એ પ્રજનનીય રીતે તંદુરસ્ત સ્ત્રીનું લક્ષણ છે.
ઉત્તર:
દર માસે ઋતુસ્ત્રાવ થવો એ પ્રજનનીય રીતે તંદુરસ્ત સ્ત્રીનું લક્ષણ છે.

પ્રશ્ન 15.
નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે?
A. ટેસ્ટોસ્ટેરોન
B. ઇસ્ટ્રૉજન
C. ઇસ્યુલિન
D. પ્રોજેસ્ટેરોન
ઉત્તર:
ટેસ્ટોસ્ટેરોન

પ્રશ્ન 16.
HIVના સંક્રમણથી કયો રોગ થાય છે?
A. AIDS
B. SARS
C. ગોઈટર
D. ડાયાબિટિસ
ઉત્તર:
AIDS

પ્રશ્ન 17.
નીચેના પૈકી કઈ ખોટી જોડ છે?
A. ઇસ્યુલિન સ્વાદુપિંડ
B. ઇસ્ટ્રોજન અંડપિંડ
C. વૃદ્ધિ અંતઃસ્ત્રાવઃ એડ્રિનલ
D. થાઇરોક્સિન : થાઇરૉઇડ
ઉત્તર:
વૃદ્ધિ અંતઃસ્ત્રાવ : એડ્રિનલ

પ્રશ્ન 18.
કઈ ગ્રંથિના સાવના ઉત્પાદન માટે આયોડિન તત્ત્વ જરૂરી છે?
A. પિયૂટરી
B. થાઇરૉઇડ
C. એડ્રિનલ
D. સ્વાદુપિંડ
ઉત્તર:
થાઈરોઈડ

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 19.
તરુણી માટેનું ગૌણ જાતીય લક્ષણ કર્યું નથી?
A. સ્તનગ્રંથિનો વિકાસ
B. તીણો અવાજ
C. નિતંબનો પ્રદેશ પહોળો
D. ખભાનો ભાગ પહોળો
ઉત્તર:
ખભાનો ભાગ પહોળો

પ્રશ્ન 20.
Adam’s apple તરીકે ઓળખાતો ભાગ કયો છે?
A. શુક્રપિંડ
B. શિશ્ન
C. સ્વરપેટી
D. સ્તનગ્રંથિ
ઉત્તર:
સ્વરપેટી

પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
જીવનકાળની ……… માં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેનાં પરિવર્તનો થાય છે.
ઉત્તરઃ
તરુણાવસ્થા

પ્રશ્ન 2.
……….. દરમિયાન ઊંચાઈમાં વધારો થવો સૌથી મોટો દેખીતો બદલાવ છે.
ઉત્તરઃ
યોવનારંભ

પ્રશ્ન 3.
છોકરાઓના શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના સ્નાયુઓના વિકાસની સરખામણીમાં ………. હોય છે.
ઉત્તરઃ
વધુ

પ્રશ્ન 4.
છોકરાઓમાં ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિથી અવાજ ……. થઈ જાય છે.
ઉત્તરઃ
ઘોઘરો

પ્રશ્ન 5.
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને …….. ગ્રંથિઓ કહે છે.
ઉત્તરઃ
નલિકાવિહીન

પ્રશ્ન 6.
તરુણાવસ્થામાં થતા શારીરિક બદલાવ ………… દ્વારા નિયંત્રિત હોય છે.
ઉત્તરઃ
અંતઃસ્ત્રાવ

પ્રશ્ન 7.
વિકસિત સ્તનમાં ………… ગ્રંથિઓ વિકસિત થઈ જાય છે.
ઉત્તરઃ
દુગ્ધસ્રાવી

પ્રશ્ન 8.
અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સવતા અંતઃસ્ત્રાવ રુધિર દ્વારા તેના ……… સ્થળ સુધી પહોંચે છે.
ઉત્તરઃ
લક્ષ્યાંગ

પ્રશ્ન 9.
તરુણીમાં યૌવનારંભની શરૂઆતમાં થતાં પહેલા ઋતુસ્ત્રાવને ……….. કહે છે.
ઉત્તરઃ
રજોદર્શન

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 10.
સ્ત્રીમાં ………… વર્ષની ઉંમરે રજોનિવૃત્તિ આવે છે.
ઉત્તરઃ
45થી 50

પ્રશ્ન 11.
મનુષ્યમાં ………… લિંગી રંગસૂત્રો હોય છે.
ઉત્તરઃ
એક જોડ

પ્રશ્ન 12.
………… થાઇરૉઇડ ગ્રંથિ સંબંધિત રોગ છે.
ઉત્તરઃ
ગૉઇટર

પ્રશ્ન 13.
શરીરમાં ક્ષારની માત્રાને સંતુલિત રાખવા માટેનો અંતઃસ્ત્રાવ ………… ગ્રંથિમાંથી સ્ત્રવે છે.
ઉત્તરઃ
એડ્રિનલ

પ્રશ્ન 14.
લોહથી ભરપૂર ખોરાક ……….. નિર્માણ માટે જરૂરી છે.
ઉત્તરઃ
રુધિરા

પ્રશ્ન 15.
અજાણ્યા સાથી સાથે અસુરક્ષિત જાતીય સંબંધો ………ના ફેલાવાનું જોખમ વધારે છે.
ઉત્તરઃ
HIV / AIDS

પ્રશ્ન 3.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખો:

(1) તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યોવનારંભ થાય છે.
(2) છોકરાઓમાં પાતળી દાઢી-મૂછ ઊગવી કિશોરાવસ્થાનું લક્ષણ છે.
(3) જન્મના સમયથી જ વૃદ્ધિની કુદરતી પ્રક્રિયા શરૂ થઈ જાય છે.
(4) ચહેરા પર ખીલ માટે તરુણાવસ્થામાં પિટ્યુટરી અને એડ્રિનલ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતા જવાબદાર છે.
(5) અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સવતા અંતઃસ્ત્રાવ રાસાયણિક પદાર્થ છે.
(6) જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા સ્ત્રીઓમાં પુરુષોની સરખામણીમાં વધારે હોય છે.
(7) સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધીની હોય છે.
(8) ઋતુસ્ત્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે.
(9) શિશુનું લિંગનિશ્ચયન તેના જન્મ સમયે જ નક્કી થાય છે.
(10) સ્વાદુપિંડ ઈસ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે.
(11) એડ્રિનલ ગ્રંથિ મગજ સાથે જોડાયેલી છે.
(12) વ્યક્તિની શારીરિક અને માનસિક તંદુરસ્તી તેનું સ્વાસ્થ છે.
(13) દૂધ એક સંતુલિત આહાર છે.
(14) નશાકારક દ્રવ્યોનું ઇજેક્શન-સીરિજ વડે સેવન કરતી વ્યક્તિઓમાં ગૉઇટરનું જોખમ રહેલું છે.
(15) છોકરીઓએ ઋતુસ્ત્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.

ઉત્તરઃ

ખરાં વિધાનોઃ (2), (3), (5), (1), (8), (10), (12), (13), (15).
ખોટાં વિધાનો ( 1), (4), (6), (9), (11), (14). સુધારીને લખેલાં વિધાનોઃ
(1) તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. ‘
(4) ચહેરા પર ખીલ માટે તરુણાવસ્થામાં પ્રસ્વેદ અને તેલગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતા જવાબદાર છે.
(6) જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીમાં વધારે હોય છે.
(9) શિશુનું લિંગનિશ્ચયન ફલન સમયે જ નક્કી થાય છે.
(11) પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી છે.
(14) નશાકારક દ્રવ્યોનું ઇજેક્શન-સીરિજ વડે સેવન કરતી વ્યક્તિઓમાં એઇલ્સનું જોખમ રહેલું છે.

પ્રશ્ન 4.
નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં આપોઃ

પ્રશ્ન 1.
છોકરીઓમાં તરુણાવસ્થાનો પ્રારંભ છોકરાઓની સાપેક્ષે ક્યારે પ્રારંભ થાય છે?
ઉત્તરઃ
એક બે વર્ષ પહેલાં

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 2.
છોકરાઓ અને છોકરીઓ કેટલા વર્ષની ઉંમર સુધીમાં પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે?
ઉત્તરઃ
18 વર્ષ

પ્રશ્ન 3.
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોને શામાં મુક્ત કરે છે?
ઉત્તરઃ
રુધિરમાં

પ્રશ્ન 4.
જાતીય અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તરઃ
પિટ્યૂટરી ગ્રંથિ

પ્રશ્ન 5.
સ્ત્રીમાં ગર્ભાશયનું અંદરનું સ્તર તેની રુધિરવાહિનીઓ સાથે તૂટતાં થતા રક્તસ્રાવને શું કહે છે?
ઉત્તરઃ
ઋતુસ્ત્રાવ

પ્રશ્ન 6.
મનુષ્યના પ્રજનન કોષમાં કેટલાં રંગસૂત્રો હોય છે?
ઉત્તરઃ
23

પ્રશ્ન 7.
દરેક વ્યક્તિમાં કેટલા લિંગી રંગસૂત્રો હોય છે?
ઉત્તરઃ
2

પ્રશ્ન 8.
એડ્રિનલ ગ્રંથિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
અધિવૃક્ક ગ્રંથિ

પ્રશ્ન 9.
મધુપ્રમેહ રોગ માટે કઈ ગ્રંથિના કાર્યમાં થતો વિક્ષેપ કારણભૂત હોય છે?
ઉત્તરઃ
સ્વાદુપિંડ

પ્રશ્ન 10.
વ્યક્તિના આહારમાં પર્યાપ્ત આયોડિન ન હોય તો શું થાય?
ઉત્તરઃ
ગૉઇટર

પ્રશ્ન 11.
રોટલી, ભાત, દાળ અને શાકભાજી ધરાવતું ભારતીય ભોજન કેવો આહાર છે?
ઉત્તરઃ
સંતુલિત આહાર

પ્રશ્ન 12.
વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમયગાળો કયો છે?
ઉત્તરઃ
તરુણાવસ્થા

પ્રશ્ન 13.
HIVઇનું વહન રોગી માતા દ્વારા તેના સંતાનમાં શાના દ્વારા થઈ શકે?
ઉત્તરઃ
સ્તનપાન

પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
મનુષ્ય ક્યારે પ્રજનન કરી શકે છે?
ઉત્તર:
મનુષ્ય એક નિશ્ચિત વયે (પ્રજનનીય પરિપક્વતાએ) પહોંચ્યા પછી જ પ્રજનન કરી શકે છે.

પ્રશ્ન 2.
મનુષ્યમાં વૃદ્ધિ ક્યારે શરૂ થઈ જાય છે?
ઉત્તરઃ
મનુષ્યમાં જન્મ સમયથી જ વૃદ્ધિ શરૂ થઈ જાય છે.

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 3.
બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થાની મધ્યની અવસ્થાનું વિશેષ નામ શું છે?
ઉત્તરઃ
બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થાની મધ્યની અવસ્થાનું વિશેષ નામ : તરુણાવસ્થા છે.

પ્રશ્ન 4.
મનુષ્યમાં તરુણાવસ્થાની ઉંમર ક્યાં સુધીની છે?
અથવા
તરુણાવસ્થામાં જોવા મળતા પરિવર્તનની સમયમર્યાદા ક્યાં સુધીની હોય છે?
ઉત્તરઃ
મનુષ્યમાં તરુણાવસ્થાની ઉંમર 11થી 18 કે 19 વર્ષ સુધીની છે.

પ્રશ્ન 5.
શું છોકરા અને છોકરી એકસરખા દરે વૃદ્ધિ કરે છે?
ઉત્તરઃ
ના, છોકરા કરતાં છોકરીનો વૃદ્ધિ દર ઝડપી હોય છે.

પ્રશ્ન 6.
યૌવનારંભનો સંકેત શું છે?
ઉત્તર:
તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિના શરીરમાં આવતા બદલાવ યોવનારંભનો સંકેત છે.

પ્રશ્ન 7.
તરુણાવસ્થામાં શાના કારણે વ્યક્તિ ઊંચો બને છે?
ઉત્તર:
તરુણાવસ્થામાં હાથ અને પગનાં હાડકાંઓની લંબાઈમાં વધારો થવાના કારણે વ્યક્તિ ઊંચો બને છે.

પ્રશ્ન 8.
વ્યક્તિની ઊંચાઈ શાના પર આધાર રાખે છે?
ઉત્તર:
વ્યક્તિની ઊંચાઈ માતાપિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે.

પ્રશ્ન 9.
કયું અંગ કંઠમણિ તરીકે ઓળખાય છે?
ઉત્તર:
છોકરામાં સ્વરપેટી કંઠમણિ તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 10.
તરુણાવસ્થામાં શાના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે?
ઉત્તર:
તરુણાવસ્થામાં સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે.

પ્રશ્ન 11.
કઈ ગ્રંથિઓ તેમના સાવ વાહિનીઓ દ્વારા કરે છે?
ઉત્તર:
પ્રસ્વેદ ગ્રંથિઓ, તૈલગ્રંથિઓ, લાળગ્રંથિઓ વગેરે તેમના સાવ વાહિનીઓ દ્વારા કરે છે.

પ્રશ્ન 12.
તરુણ ક્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે?
ઉત્તર:
તરુણ પોતાના શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે કેટલીક વખત પોતાને અસુરક્ષિત અનુભવે છે.

પ્રશ્ન 13.
અંતઃસ્ત્રાવ શું છે?
ઉત્તરઃ
અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વડે સાવ પામતા રાસાયણિક પદાર્થ છે.

પ્રશ્ન 14.
જાતીય અંતઃસ્ત્રાવનાં નામ આપો.
ઉત્તર:
જાતીય અંતઃસ્ત્રાવ : ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન.

પ્રશ્ન 15.
શરીરમાં ક્યાં અંગો જાતીય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે?
ઉત્તરઃ
પુરુષ શરીરમાં શુક્રપિંડ અને માદા શરીરમાં અંડપિંડ અંગ જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 16.
વ્યક્તિની પ્રજનન અવધિનો પ્રારંભ ક્યારે થાય છે?
ઉત્તરઃ
વ્યક્તિની પ્રજનન અવધિનો પ્રારંભ યૌવનારંભે જ્યારે વ્યક્તિ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે ત્યાંથી થાય છે.

પ્રશ્ન 17.
અંતઃસ્ત્રાવ કોની સાથે પ્રતિક્રિયા કરે છે?
ઉત્તરઃ
અંતઃસ્ત્રાવ લક્ષ્યાંગ સ્થળ સાથે પ્રતિક્રિયા કરે છે.

પ્રશ્ન 18.
જાતીય અંતઃસ્ત્રાવો શાના માટે જવાબદાર છે?
ઉત્તરઃ
જાતીય અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે.

પ્રશ્ન 19.
જાતીય અંતઃસ્ત્રાવો કોના નિયંત્રણમાં હોય છે?
ઉત્તર:
જાતીય અંતઃસ્ત્રાવો પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે.

પ્રશ્ન 20.
છોકરીમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ કયા વર્ષથી થાય છે?
ઉત્તરઃ
છોકરીમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ 11- 12 વર્ષથી થાય છે.

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 21.
રજોદર્શનનો અર્થ શો છે?
ઉત્તરઃ
રજોદર્શનનો અર્થ તરુણીમાં યૌવનારંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્ત્રાવ છે.

પ્રશ્ન 22.
રજોનિવૃત્તિ એટલે શું?
ઉત્તરઃ
રજોનિવૃત્તિ એટલે સ્ત્રીમાં 4550 વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે.

પ્રશ્ન 23.
કેટલા દિવસના અંતરાલ પર કોઈ એક અંડપિંડ દ્વારા અંડકોષ મુક્ત થાય છે?
ઉત્તરઃ
લગભગ 28થી 30 દિવસના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડ દ્વારા અંડકોષ મુક્ત થાય છે.

પ્રશ્ન 24.
મનુષ્યના કોષોના કોષકેન્દ્રમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલાં હોય છે?
ઉત્તરઃ
મનુષ્યના કોષોના કોષકેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલાં હોય છે.

પ્રશ્ન 25.
મનુષ્યમાં કેટલી જોડ લિંગી રંગસૂત્રો હોય છે? તેને કયા નામથી ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
મનુષ્યમાં 23 જોડ પૈકી 1 જોડ (23મી) લિંગી રંગસૂત્રો હોય છે. તેને X અને Y રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 26.
જનનકોષોમાં કેટલાં રંગસૂત્રો હોય છે? તે પૈકી કેટલા લિંગી રંગસૂત્ર હોય છે?
ઉત્તરઃ
જનનકોષોમાં 23 રંગસૂત્રો હોય છે. તે પૈકી 1 લિંગી રંગસૂત્ર હોય છે.

પ્રશ્ન 27.
લિંગી રંગસૂત્ર આધારે શુક્રકોષ કેટલા પ્રકારના અને કયા કયા છે?
ઉત્તર:
લિંગી રંગસૂત્ર આધારે શુક્રકોષ બે પ્રકારના, અડધા શુક્રકોષો X રંગસૂત્ર ધરાવતા અને અડધા શુક્રકોષો Y રંગસૂત્ર ધરાવતા હોય છે.

પ્રશ્ન 28.
થાઇરોઇડ ગ્રંથિનો રોગ કયો છે?
ઉત્તર:
થાઇરૉઇડ ગ્રંથિનો રોગ ગૉઇટર છે.

પ્રશ્ન 29.
મધુપ્રમેહ રોગનું કારણ શું છે?
ઉત્તરઃ
સ્વાદુપિંડમાંથી ઇસ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન ન થવો તે મધુપ્રમેહ રોગનું કારણ છે.

પ્રશ્ન 30.
વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી અંતઃસ્ત્રાવનું નામ અને તેનું ઉત્પત્તિ સ્થાન જણાવો.
ઉત્તરઃ
વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી અંતઃસ્ત્રાવનું નામ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને તેનું ઉત્પત્તિસ્થાન પિટ્યુટરી ગ્રંથિ છે.

પ્રશ્ન 31.
કીટ અંતઃસ્ત્રાવો દ્વારા કીટકોમાં શાનું નિયંત્રણ થાય છે?
ઉત્તરઃ
કીટ અંતઃસ્ત્રાવો દ્વારા કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ થાય છે.

પ્રશ્ન 32.
દેડકામાં કાયાંતરણનું નિયમન કોના વડે થાય છે?
ઉત્તરઃ
દેડકામાં કાયાંતરણનું નિયમન થાઇરૉઇડ ગ્રંથિ વડે સવિત થાઇરોક્સિન વડે થાય છે.

પ્રશ્ન 33.
સંતુલિત આહારની જરૂરિયાત શાના માટે છે?
ઉત્તરઃ
સંતુલિત આહારની જરૂરિયાત કોઈ પણ ઉંમરની વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટેની છે.

પ્રશ્ન 34.
સંતુલિત આહારનો અર્થ શું છે?
ઉત્તરઃ
સંતુલિત આહારનો અર્થ ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનીજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી.

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 35.
લોહતત્ત્વથી ભરપૂર ખોરાક કયા છે?
ઉત્તરઃ
લોહતત્ત્વથી ભરપૂર ખોરાક લીલાં પાંદડાંવાળાં શાકભાજી, ગૉળ, માંસ, સંતરાં, આમળાં વગેરે છે.

પ્રશ્ન 36.
આહારમાં સમાવિષ્ટ કઠોળ શરીરને શું પૂરું પાડે છે?
ઉત્તરઃ
આહારમાં સમાવિષ્ટ કઠોળ શરીરને વૃદ્ધિ માટે પ્રોટીન પૂરું પાડે છે.

પ્રશ્ન 37.
આપણા દેશમાં છોકરા અને છોકરી માટે લગ્નવય કેટલી છે?
ઉત્તરઃ
આપણા દેશમાં છોકરા માટે 21 વર્ષની અને છોકરી માટે 18 વર્ષની લગ્નવય છે.

(B) ટૂંકજવાબી પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

પ્રશ્ન 1.
તરુણાવસ્થા કોને કહે છે? તેની અવધિ જણાવો.
ઉત્તરઃ
વ્યક્તિના શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય તેવાં પરિવર્તનો દર્શાવતી અવસ્થાને તરુણાવસ્થા કહે છે.
તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18- 19 વર્ષની ઉંમર સુધી રહે છે. આમ છતાં તેની અવધિ 13થી 18- 19 વર્ષની ઉંમર સુધીની ગણવામાં આવે છે.

પ્રશ્ન 2.
કયો બદલાવ યૌવનારંભનો સંકેત છે? યૌવનારંભ ક્યારે સમાપ્ત થઈ જાય છે?
ઉત્તર:
તરુણાવસ્થા દરમિયાન મનુષ્ય શરીરમાં અનેક પરિવર્તન આવે છે. આ પરિવર્તન યોવનારંભનો સંકેત છે. તેમાં સૌથી મહત્ત્વનું પરિવર્તન છોકરા અને છોકરીમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ છે. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે યોવનારંભ સમાપ્ત થઈ જાય છે. ‘

પ્રશ્ન ૩.
એક છોકરાની ઉંમર 9 વર્ષ છે. તેની ઊંચાઈ 120 સેમી છે. વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે?
ઉત્તર:
હાલની ઊંચાઈ = 120 સેમી,
9 વર્ષની ઉંમરે ઊંચાઈની ટકાવારી (%) = 75,
પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરીનું સૂત્ર,
GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 1
∴ અંદાજિત ઊંચાઈ = 160 સેમી

પ્રશ્ન 4.
વ્યક્તિની ઊંચાઈને અસર કરતા ઘટકો સમજાવો.
ઉત્તરઃ
વ્યક્તિની ઊંચાઈને અસર કરતા ઘટકો નીચે મુજબ છે :

  1. જનીન વ્યક્તિની ઊંચાઈ લગભગ તેના માતા કે પિતાની ઊંચાઈ જેટલી હોય છે. માતાપિતા દ્વારા વારસામાં પ્રાપ્ત જનીન પર વ્યક્તિની ઊંચાઈ આધાર રાખે છે.
  2. આહાર : ઊંચાઈ વ્યક્તિ દ્વારા લેવાતા આહાર પર પણ આધાર રાખે છે. વૃદ્ધિના આ તબક્કામાં હાડકાંઓ, સ્નાયુઓને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ જરૂરી છે.

પ્રશ્ન 5.
છોકરા અને છોકરીમાં તરુણાવસ્થામાં પ્રજનનાંગોનો વિકાસ સમજાવો.
ઉત્તર:
તરુણાવસ્થામાં છોકરામાં નરપ્રજનન અંગો શુક્રપિંડ અને શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે. અંડકોષો પરિપક્વ થવા લાગે છે તથા અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાનું શરૂ થઈ જાય છે.

પ્રશ્ન 6.
તરુણાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીના શારીરિક આકારમાં કયા ફેરફાર થાય છે?
ઉત્તર:
તરુણાવસ્થા દરમિયાન છોકરામાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો તેમજ છાતીનો ભાગ વિસ્તૃત થાય છે. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થાય છે.

છોકરાઓમાં વૃદ્ધિને કારણે શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના સ્નાયુઓના વિકાસની સરખામણીમાં વધુ હોય છે.
આમ, તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા ફેરફાર અલગ અલગ હોય છે.

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 7.
યૌવનારંભમાં છોકરા અને છોકરીના અવાજમાં થતો બદલાવ સમજાવો.
ઉત્તરઃ
યૌવનારંભમાં સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓમાં વિકાસ પામીને મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ કંઠમણિ શકે ઊપસી આવે છે.
છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે જ્યારે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે.

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 2
[આકૃતિ 10.1: વૃદ્ધિ પામી રહેલ છોકરામાં કંઠમણિ].

પ્રશ્ન 8.
શા માટે તરુણાવસ્થામાં કેટલાક તરુણોમાં શરીરના ભાગો અસમાન જોવા મળતા હોવા છતાં પછી શરીર સુડોળ થઈ જાય છે?
ઉત્તર:
તરુણાવસ્થામાં કેટલાક છોકરા અને છોકરીઓમાં શરીરના ભાગો અસમાન જોવા મળે છે. કારણ કે બધાં અંગો સમાન દરે વૃદ્ધિ કરી શકતાં નથી. ક્યારેક તરુણોના હાથ અથવા પગ અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે.
પરંતુ, પછીથી બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરે છે. તેથી શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ થઈ જાય છે.

પ્રશ્ન 9.
રજોદર્શન અને રજોનિવૃત્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:
જુઓ વિશેષ પ્રશ્નોત્તરના (A) હેતુલક્ષી પ્રશ્નો વિભાગમાં પ્રશ્ન 5ના પેટા પ્રશ્ન (21) અને (22)નો ઉત્તર,

પ્રશ્ન 10.
ઋતુસ્ત્રાવ ચક્રમાં શાનો સમાવેશ થાય છે? આ ઘટનાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે?
ઉત્તર:
ઋતુસ્ત્રાવ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું (અંડપાત), ગર્ભાશયની દીવાલનું જાડું થવું, ફલન ન થવાની સ્થિતિમાં ગર્ભાશયની અંદરની દીવાલનું તૂટવું વગેરેનો તેમાં સમાવેશ થાય છે.
તુસાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે.

પ્રશ્ન 11.
જો અંડકોષ ફલિત થાય તો શું થશે?
ઉત્તરઃ
જો અંડકોષ ફલિત થાય તો દુશ્મન જ બને છે. યુગ્મનજ વિભાજિત થઈ ગર્ભમાં પરિણમે છે. ગર્ભાશયની જાડી દીવાલમાં ગર્ભ વિકાસ થવા માટે સ્થાપિત થાય છે. તેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. સ્થાપિત ગર્ભ ભૂણમાં રૂપાંતરિત થાય છે અને અંતે શિશુ તરીકે જન્મ લે છે.

પ્રશ્ન 12.
કીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવો કેવી રીતે કે મદદરૂપ છે?
ઉત્તર:
ડિલ્મમાંથી પુખ્ત પ્રાણી સ્વરૂપમાં રૂપાંતરને કાયાંતરણ કહે છે. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવો વડે થાય છે. દેડકામાં થાઇરૉઇડ ગ્રંથિ વડે સાવ પામતા થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ વડે કાયાંતરણનું નિયમન થાય છે. થાઇરોક્સિનના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે. જે પાણીમાં ટેકપોલ વૃદ્ધિ પામી રહ્યા હોય તેમાં જો આયોડિન પર્યાપ્ત માત્રામાં ન હોય તો ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતર થતું નથી.

પ્રશ્ન 13.
એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવનાં કાર્ય જણાવો.
ઉત્તરઃ
એડ્રિનલ ગ્રંથિ રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખવાનું કાર્ય કરતો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે.
એડ્રિનલ ગ્રંથિમાંથી બીજો એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તેને એડ્રિનાલિન કહે છે. એડ્રિનાલિન સાવ ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની 3) સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે.

પ્રશ્ન 14.
પ્રજનન સંબંધિત કઈ ખોટી માન્યતાઓ સમાજમાં પ્રવર્તે છે. તેને છોડવી જોઈએ?
ઉત્તરઃ
પ્રજનન સંબંધિત નીચેની ખોટી માન્યતાઓ સમાજમાં પ્રવર્તે છેઃ

  1. ઋતુસ્ત્રાવના સમયે જો કોઈ છોકરી છોકરાને જુએ તો તે ગર્ભવતી બની જાય છે.
  2. સંતાનની જાતિ માટે તેની માતા જવાબદાર છે.
  3. ઋતુસ્ત્રાવની અવસ્થામાં છોકરીનું રસોડામાં કામ કરવું નિષેધ છે. આ માન્યતાઓ વૈજ્ઞાનિક તથ્યો વગરની છે. તેથી તેને છોડવી જોઈએ.

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 15.
ADS કયા વાઇરસથી થાય છે? તેનો ફેલાવો કેવી રીતે થાય છે?
ઉત્તર:
AIDS HIV નામના વાઇરસથી થાય છે. તેનો ફેલાવો નીચેની રીતે થાય છે :

  1. HIV ચેપગ્રસ્ત ઇજેક્શન સોય-સીરિજ દ્વારા
  2. HIV ચેપગ્રસ્ત માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા
  3. HIV ચેપગ્રસ્ત વ્યક્તિ સાથેના જાતીય સંપર્ક દ્વારા

પ્રશ્ન 16.
શા માટે તરુણાવસ્થામાં છોકરીમાં માતૃત્વ ઇચ્છનીય નથી?
ઉત્તર:
તરુણાવસ્થામાં છોકરીઓ શારીરિક તેમજ માનસિક રૂપે માતૃત્વ માટે તૈયાર હોતી નથી. આ અવસ્થામાં માતૃત્વથી માતા અને સંતાન બંનેમાં સ્વાથ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તેણી માતૃત્વની જવાબદારી ઉઠાવવા સક્ષમ હોતી નથી. તેણી માનસિક તકલીફોથી ઘેરાયેલી રહે છે. આથી તરુણાવસ્થામાં છોકરીમાં માતૃત્વ ઇચ્છનીય નથી.

પ્રશ્ન 17.
સ્વાચ્ય એટલે શું? સ્વાથ્ય માટે કઈ બાબતો જરૂરી છે?
ઉત્તરઃ
સ્વાથ્ય એટલે વ્યક્તિની શારીરિક અને માનસિક તંદુરસ્તી. સ્વાથ્ય માટે આ બાબતો જરૂરી છેઃ

  1. સંતુલિત આહાર
  2. વ્યક્તિગત સ્વચ્છતા
  3. પર્યાપ્ત શારીરિક વ્યાયામ.

પ્રશ્ન 18.
સ્વાથ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની આવશ્યકતા જણાવો.
ઉત્તરઃ
સ્વાથ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની ખૂબ જ આવશ્યકતા છે. પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ. કિશોરો માટે આ અત્યંત જરૂરી છે. કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધારે સક્રિયતાથી શરીરમાં દુર્ગધ ઉત્પન્ન થાય છે. સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગોને સારી રીતે સાફ કરવા જોઈએ. છોકરીઓએ ઋતુસ્ત્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
જો સફાઈ રાખવામાં ન આવે તો બૅક્ટરિયલ સંક્રમણ(ચેપ)નો ભય રહે છે અને સ્વાથ્ય જોખમાય છે.

પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ

પ્રશ્ન 1.
તરુણાવસ્થામાં છોકરા અને છોકરીમાં અલગ અલગ બદલાવ જોવા મળે છે.
ઉત્તરઃ
જુઓ વિશેષ પ્રશ્નોત્તર વિભાગમાં (B) ટૂંકજવાબી પ્રશ્નોમાં પ્રશ્ન 1.નો પેટા પ્રશ્ન (6)નો ઉત્તર.

પ્રશ્ન 2.
તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે.
ઉત્તર:

  1. તરુણાવસ્થામાં પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલગ્રંથિઓ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે.
  2. પ્રસ્વેદ ગ્રંથિ અને તેલગ્રંથિઓના સ્ત્રાવ વધી જાય – છે.
  3. ચહેરા પર તૈલગ્રંથિઓનું પ્રમાણ વધારે હોય છે. આ કારણે તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે.

પ્રશ્ન ૩.
પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે.
ઉત્તરઃ

  1. પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે.
  2. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સવતા અંતઃસ્ત્રાવો જનનપિંડ(શુક્રપિંડ કે અંડપિંડ)ને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે.
  3. થાઇરૉઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સવિત અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે.
  4. પિટ્યુટરી ગ્રંથિના સાવ વડે થાઇરૉઇડ, એડ્રિનલ અને જનનપિંડના સાવોનું નિયમન થાય છે. આથી, પિટ્યુટરી ગ્રંથિને સેર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે.

પ્રશ્ન 4.
દેડકામાં થાઇરૉઇડ ગ્રંથિ વિશેષ મહત્ત્વ ધરાવે છે.
ઉત્તરઃ

  1. દેડકામાં કાયાંતરણ અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે.
  2. ટેડપોલનું દેડકામાં રૂપાંતર થવાની ક્રિયા થાઇરૉઇડ ગ્રંથિ દ્વારા સવિત થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની અસરથી થાય છે.
  3. ટેકપોલ જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યાં હોય તેમાં પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો થાઇરોક્સિનનું ઉત્પાદન અટકી જાય છે.
  4. થાઇરોક્સિનના અભાવે ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતરણ થતું નથી. આમ, દેડકામાં થાઇરૉઇડ ગ્રંથિ વિશેષ મહત્ત્વ ધરાવે છે.

પ્રશ્ન 5.
ડ્રગ્સ(નશાકારક પદાર્થોથી દૂર રહેવું જરૂરી છે.
ઉત્તરઃ

  1. ડ્રગ્સ(નશાકારક પદાર્થો)નું એકાદ વખત પણ માત્ર કુતૂહલ કે ટેસ્ટ માટે ઉપયોગ મુશ્કેલી સર્જે છે.
  2. તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઇચ્છા થાય છે.
  3. તેના સેવનથી તણાવમુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે, પણ પછી તેની ટેવ /આદત પડતી જાય છે.
  4. આગળ જતાં આ આદત હાનિકારક નીવડે છે.
  5. તેનો ઉપયોગ સ્વાથ્ય તેમજ ખુશીને બરબાદ કરી દે છે. આથી, ડ્રગ્સ(નશાકારક પદાર્થો)થી દૂર રહેવું જરૂરી છે.

પ્રશ્ન 6.
તરુણાવસ્થામાં ચિપ્સ, પૅકિંગ ફૂડ તેમજ જંકફૂડને નિયમિત ભોજનના ભોગે ખાવા ન જોઈએ.
ઉત્તરઃ

  1. તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે.
  2. આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે.
  3. ચિપ્સ, પૅકિંગ ફૂડ તેમજ જંકફૂડમાં પોષકદ્રવ્યોની માત્રા પર્યાપ્ત હોતી નથી.
  4. આથી, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનીજ ક્ષારોની પર્યાપ્ત માત્રા મેળવવા સંતુલિત આહાર લેવો જોઈએ. આમ, નિયમિત ભોજનના ભોગે ચિપ્સ, પૅકિંગ ફૂડ તેમજ જંકફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ.

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 7.
જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે.
ઉત્તરઃ

  1. મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો છે.
  2. તેમાં 1 જોડ લિંગી રંગસૂત્રો માદામાં XX અને નરમાં XY હોય છે.
  3. અફલિત અંડકોષમાં હંમેશાં એક X રંગસૂત્ર હોય છે.
  4. શુક્રકોષમાં X રંગસૂત્ર અથવા Y રંગસૂત્ર હોય છે.
  5. જો X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજમાં XX. લિંગી રંગસૂત્રો થાય અને તે માદા શિશુમાં વિકાસ પામશે.
  6. જો Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજમાં XY લિંગી રંગસૂત્રો થાય અને તે નર શિશુમાં વિકાસ પામશે. આમ, જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે.

પ્રશ્ન ૩.
તફાવત આપોઃ
(1) નરનાં ગૌણ જાતીય લક્ષણો અને માદાનાં ગૌણ જાતીય લક્ષણો,
(2) નરજાતીય અંતઃસ્ત્રાવ અને માદા જાતીય અંતઃસ્ત્રાવ
ઉત્તર :

(1) નરનાં ગૌણ જાતીય લક્ષણો માદાનાં ગૌણ જાતીય લક્ષણો
1. ચહેરા પર દાઢી-મૂછનો વિકાસ જોવા મળે છે. 1. દાઢી-મૂછનો વિકાસ થતો નથી.
2. ખભાનો વિસ્તાર વધારે પહોળો હોય છે. 2. ખભાનો વિસ્તાર સાપેક્ષે સાંકડો હોય
3. સ્તનગ્રંથિ અવિકસિત રહે છે. 3. સ્તનગ્રંથિનો વિકાસ જોવા મળે છે.
4. નિતંબ પ્રદેશ ઓછો વિકસિત છે. 4. (નિતંબ પ્રદેશ) કમરની નીચેનો ભાગ વધુ વિકસિત હોય છે.
(2) નર જાતીય અંતઃસ્ત્રાવ માદા જાતીય અંતઃસ્ત્રાવ
1. નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે. 1. માદા જાતીય અંતઃસ્ત્રાવ ઈસ્ટ્રોજન છે.
2. તે શુક્રપિંડમાંથી સ્રાવ પામે છે. 2. તે અંડપિંડમાંથી સાવ પામે છે.
3. આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણો પ્રેરે છે. 3. આ અંતઃસ્ત્રાવ છોકરીઓમાં ગૌણ જાતીય લક્ષણો પ્રેરે છે.
4. દાઢી-મૂછનો વિકાસ તેની અસર હેઠળ થાય છે. 4. સ્તનગ્રંથિનો વિકાસ તેની અસર હેઠળ થાય છે.

પ્રશ્ન 4.
યોગ્ય જોડકાં બનાવોઃ
(1)

વિભાગ A વિભાગ B
(1) ટેસ્ટોસ્ટેરોન (a) તણાવની સ્થિતિનું નિયંત્રણ
(2) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (b) નર ગૌણ જાતીય લક્ષણો
(3) થાઇરોક્સિન (c) સામાન્ય ઊંચાઈ
(4) એડ્રિનાલિન (d) દેડકામાં કાયાંતરણ

ઉત્તરઃ
(1) → (b), (2) → (c), (3) → (d), (4) → (a).

(2)

વિભાગ “A’ વિભાગ “B’
(1) તરુણાવસ્થાની અવધિ (a) 18 વર્ષ
(2) રજોનિવૃત્તિ (b) 10થી 12 વર્ષની વય
(3) સ્ત્રીમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ (c) 13થી 19 વર્ષ
(4) છોકરીમાં લગ્નની વય (d) 45થી 50 વર્ષ

ઉત્તરઃ
(1) → (c), (2) → (d), (3) → (b), (4) → (a).

(3)

વિભાગ A વિભાગ B
(1) છોકરી (a) X અથવા Y રંગસૂત્ર
(2) છોકરો (b) XX 2017
(3) શુક્રકોષ (c) X રંગસૂત્ર
(4) અંડકોષ (d) XY રંગસૂત્રો

ઉત્તરઃ
(1) → (b), (2) → (d), (3) → (a), (4) → (c).

(4)

વિભાગ A વિભાગ B
(1) ગૉઇટર (a) ઇસ્યુલિનની અપૂરતી માત્રા
(2) ડાયાબિટીસ (b) થાઇરોક્સિનની ઊણપ
(3) એઇટ્સ (c) તૈલગ્રંથિઓ અતિ ક્રિયાશીલ
(4) ખીલ (d) HIVનું સંક્રમણ

ઉત્તરઃ
(1) → (b), (2) → (a), (3) → (d), (4) → (c).

(C) વિસ્તૃત પ્રોઃ
પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
તરુણાવસ્થામાં અસુરક્ષિતતાનો અનુભવ થાય છે. સમજાવો.
ઉત્તરઃ

  1. તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની અવસ્થા છે.
  2. પહેલાંની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે ધ્યાન રાખતો થાય છે.
  3. તરુણોમાં બોદ્ધિક વિકાસ થતાં તે વિચારવામાં વધુ સમય લે છે.
  4. વ્યક્તિ જીવનના આ ગાળામાં મગજની શીખવાની ક્ષમતા સૌથી વધારે હોય છે.
  5. આ ગાળો માનસિક, બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા મેળવવાનો ગાળો છે.
  6. વ્યક્તિ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે.
  7. આ સ્થિતિમાં ક્યારેક અસુરક્ષિતતાનો અનુભવ થાય છે.

પ્રશ્ન 2.
અંતઃસ્ત્રાવ કેવી રીતે કાર્ય કરે છે? ચાર્ટ સહિત સમજાવો.
ઉત્તર:
અંતઃસ્ત્રાવ નીચે દર્શાવેલી રીતે કાર્ય કરે છેઃ

  1. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને સીધા રુધિરમાં ઠાલવે છે.
  2. રુધિર દ્વારા અંતઃસ્ત્રાવ તેના લક્ષ્યાંક સ્થળ (શરીરના વિશિષ્ટ ભાગ) સુધી પહોંચી શકે છે.
  3. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે.
  4. લક્ષ્યાંક અંગની પ્રતિક્રિયાને પરિણામે શરીરમાં ચોક્કસ લક્ષણો કે પરિવર્તન ઉત્તેજિત થાય છે.

દા. ત. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણ હેઠળ જાતીય અંતઃસ્ત્રાવો સવે છે. શુક્રપિંડમાંથી સવિત ટેસ્ટોસ્ટેરોન કે અંડપિંડમાંથી સવિત ઈસ્ટ્રોજન રુધિર પ્રવાહમાં મુક્ત થઈ લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે. લક્ષ્યાંક સ્થળ પર પ્રતિક્રિયાને પરિણામે યોવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 3

પ્રશ્ન 3.
ઋતુસ્ત્રાવ (રજોઢાવ) ચક્ર સમજાવો.
ઉત્તરઃ
ઋતુસ્ત્રાવ (રજો સ્ત્રાવ) ચક્ર

  1. સ્ત્રીમાં પ્રજનન અવસ્થા 10થી 12 વર્ષની ઉંમરથી 45 – 50 વર્ષની ઉંમર સુધી દર 28થી 30 દિવસના અંતરાલે ઋતુસ્ત્રાવની ઘટના જોવા મળે છે.
  2. ઋતુસ્ત્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે.
  3. સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી અંડપિંડમાં અંડકોષો પરિપક્વ થવા લાગે છે.
  4. બંને અંડપિંડ પૈકી વારાફરતી પ્રતિમાસ એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે.
  5. આ સમયમાં ગર્ભાશયની દીવાલ ગર્ભધારણ કરી શકે તે માટે જાડી થાય છે.
  6. અંડકોષ મુક્ત થયા બાદ જો ફલિત ન થાય તો ગર્ભધારણની તૈયારી નકામી થાય છે.
  7. આ સ્થિતિમાં અફલિત અંડકોષ અને ગર્ભાશયનું અંદરનું જાડું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. તેને ઋતુસ્ત્રાવ કહે છે.
  8. ઋતુસ્ત્રાવ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થઈ, અંડપિંડમાંથી મુક્ત થવું, ગર્ભાશયની દીવાલ જાડી થવી અને ફલન ન થતાં આ દીવાલનું તૂટવું વગેરેનો સમાવેશ થાય છે.

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 4.
મનુષ્યમાં લિંગનિશ્ચયન સમજાવો.
ઉત્તરઃ
મનુષ્યમાં લિંગનિશ્ચયનઃ

  1. મનુષ્યના બધા કોષોના કોષકેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલાં છે.
  2. આ પૈકી 23મી જોડ (1 જોડ) લિંગી રંગસૂત્રોની છે.
  3. સ્ત્રીમાં XX અને પુરુષમાં XY લિંગી રંગસૂત્રો હોય છે.
  4. જનનકોષો(શુક્રકોષ અથવા અંડકોષ)માં દરેક જોડનું એક-એક રંગસૂત્ર હોય છે.
  5. સ્ત્રીમાં અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષમાં હંમેશાં લિંગી રંગસૂત્ર X હોય છે.
  6. પુરુષમાં શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષો બે પ્રકારના હોય છે. અડધી સંખ્યાના શુક્રકોષો લિંગી રંગસૂત્ર X ધરાવતા અને બાકીના શુક્રકોષો લિંગી રંગસૂત્ર Y ધરાવતા હોય છે.
  7. જો અંડકોષનું ફલન રંગસૂત્ર X ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મનજ XX લિંગી રંગસૂત્રો ધરાવે અને છોકરી તરીકે વિકાસ પામે છે.
  8. જો અંડકોષનું ફલન X રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મનજ XY લિંગી રંગસૂત્રો ધરાવે અને છોકરા તરીકે વિકાસ પામે છે.

આમ, યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગનિશ્ચયન માટેનો સંદેશ હોય છે. જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો વડે થાય છે. માતા દ્વારા નહીં.

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 4

પ્રશ્ન 5.
મનુષ્ય શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્થાન જણાવી, અંતઃસ્ત્રાવ સંબંધિત બે રોગોની માહિતી આપો.
ઉત્તર :
GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 5
GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 6

અંતઃસ્ત્રાવ સંબંધિત રોગોઃ

  1. ગૉઇટરઃ થાઇરૉઇડ ગ્રંથિનો રોગ છે. આહારમાં આયોડિનની ઊણપથી ગૉઈટર રોગ થાય છે. તેમાં થાઇરૉઇડ ગ્રંથિનું કદ અસાધારણ રીતે વધે છે. થાઇરોક્સિનનું ઉત્પાદન થતું નથી.
  2. ડાયાબિટીસ (મધુપ્રમેહ) સ્વાદુપિંડ ગ્રંથિ સંબંધિત રોગ છે. તેમાં ઇસ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન ન થવાથી આ રોગ થાય છે. રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે જોવા મળે છે.

પ્રશ્ન 6.
પિટ્યુટરી, એડ્રિનલ, શુક્રપિંડ અને અંડપિંડ અંતઃસ્ત્રાવી ગ્રંથિના અંતઃસ્ત્રાવ અને તેના કાર્યની સમજૂતી આપો.
ઉત્તરઃ
GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 7
GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 8
(નોંધઃ કૌસમાં આપેલાં અંતઃસ્ત્રાવનાં નામ છે. તે વિશેષ જાણકારી / માહિતી માટે છે.]

પ્રશ્ન 7.
સંતુલિત આહાર એટલે શું? આહારના ખાદ્ય પોષક પદાર્થો અને તે શું ૨ પ્રદાન કરે છે તેની માહિતી આપો.
ઉત્તરઃ
સંતુલિત આહાર એટલે ખોરાકમાં પ્રોટીન, કાબોદિત, ચરબી, વિટામિન અને ખનીજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી.
દાળ, ભાત, રોટલી, શાકભાજી ધરાવતું આપણું ભારતીય ભોજન, દૂધ સંતુલિત આહાર છે.
GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 9
તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે. આથી તેમને સંતુલિત આહાર પૂરો પાડવો જોઈએ.

પ્રશ્ન 8.
તરુણ વ્યક્તિઓએ સ્વાથ્ય જાળવવા માટે કઈ કાળજી રાખવી જરૂરી છે?
ઉત્તર:
તરુણ વ્યક્તિઓએ સ્વાથ્ય જાળવવા માટે નીચેની કાળજી રાખવી જરૂરી છે :

  1. વ્યક્તિએ સંતુલિત આહાર લેવો જોઈએ.
  2. વ્યક્તિએ નિયમિત ભોજનના ભોગે ચિપ્સ, પૅકિંગ ફૂડ કે જંકફૂડ ના ખાવા જોઈએ.
  3. વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યે ખૂબ જાગૃત રહેવું જોઈએ.
  4. સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગો સાફ કરવા જોઈએ.
  5. શરીરને ચુસ્ત રાખવા ખુલ્લી તાજી હવામાં ફરવું અને રમવું જોઈએ.
  6. વ્યક્તિએ વ્યાયામ, ચાલવું તેમજ મેદાની રમતો રમવી જોઈએ.
  7. નશાકારક પદાર્થોના સેવનથી દૂર રહેવું જોઈએ.
  8. HIVનું સંક્રમણ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.

HOTS પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 10 માં લખો

પ્રશ્ન 1.
નીચેના પૈકી કઈ ગ્રંથિ માત્ર અને માત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે? GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 10
A. સ્વાદુપિંડ
B. શુક્રપિંડ
C. અંડપિંડ
D. થાઈરાઈડ
ઉત્તરઃ
D. થાઈરાઈડ

GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 2.
નીચેના પૈકી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અયુગ્મી (જોડમાં નથી) છે? GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 10
A. સ્વાદુપિંડ
B. એડ્રિનલ
C. શુક્રપિંડ
D. અંડપિંડ
ઉત્તરઃ
A. સ્વાદુપિંડ

પ્રશ્ન 3.
અજાણ્યા રસ્તામાં જતાં એકાએક તમારી સામે કૂતરું આવીને ભસવા લાગે ત્યારે તમે કૂતરું કરડવાનો ભય અનુભવો છો. આ સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ વધારે પ્રમાણમાં સાવ પામવા લાગે? GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 10
A. ઈસ્યુલિન
B. એડ્રિનાલિન
C. થાઇરોક્સિન
D. આપેલ તમામ
ઉત્તરઃ
B. એડ્રિનાલિન

પ્રશ્ન 4.
અંડપાત પછી નીચેના પૈકી શું 21 વર્ષની યુવતીમાં માસિક સ્રાવ માટે કારણભૂત છે? GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 10
(i) ફલન માટે શુક્રકોષો પ્રાપ્ત
(ii) અંડવાહિની બંધ હોવી
(iii) ફલન માટે શુક્રકોષો પ્રાપ્ત ન હોવા
(iv) અંડવાહિની ખુલ્લી
A. $50 (i)
B. ( ii ) 24 (iii)
C. (i) 24 (iv)
D. ( ii ) 24 (iv)
ઉત્તરઃ
B. ( ii ) 24 (iii)

પ્રશ્ન 5.
કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિના કાર્યમાં વિક્ષેપ સર્જાતાં વ્યક્તિ વધારે ઊંચો કે વામન (ઠીંગણો) બને છે? GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 10
A. એડ્રિનલ
B. થાઇરૉઇડ
C. સ્વાદુપિંડ
D. પિટ્યુટરી
ઉત્તરઃ
D. પિટ્યુટરી

પ્રશ્ન 6.
નીચેના પૈકી કઈ નલિકાવિહીન ગ્રંથિ નથી? GSEB Class 8 Science Important Questions Chapter 10 તરુણાવસ્થા તરફ 10
A. એડ્રિનલ ગ્રંથિ
B પિટ્યૂટરી ગ્રંથિ
C. લાળગ્રંથિ
D. થાઇરૉઇડ ગ્રંથિ
ઉત્તરઃ
C. લાળગ્રંથિ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *