Gujarat Board GSEB Class 7 Social Science Important Question Chapter 16 રાજ્ય સરકાર Important Questions and Answers.
GSEB Class 7 Social Science Important Questions Chapter 16 રાજ્ય સરકાર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખોઃ
પ્રશ્ન 1.
સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કાર્ય કરે છે?
A. ન્યાયતંત્ર
B. કારોબારી
C. ધારાસભા
D. જનસભા
ઉત્તર:
C. ધારાસભા
પ્રશ્ન 2.
સરકારનું કયું અંગ કાયદાઓનો અમલ કરાવવાનું કાર્ય કરે છે?
A. કારોબારી
B. ધારાસભા
C. જનસભા
D. ન્યાયતંત્ર
ઉત્તર:
A. કારોબારી
પ્રશ્ન 3.
સરકારનું કયું અંગ કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કરે છે?
A. ધારાસભા
B. જનસભા
C. કારોબારી
D. ન્યાયતંત્ર
ઉત્તર:
D. ન્યાયતંત્ર
પ્રશ્ન 4.
શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર કઈ છે?
A. ગ્રામપંચાયત
B. તાલુકા પંચાયત
C. નગરપાલિકા
D. જિલ્લા પંચાયત
ઉત્તર:
C. નગરપાલિકા
પ્રશ્ન 5.
ભારતમાં કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે?
A. 25; 6
B. 26; 7
C. 26; 8
D. 28; 9
ઉત્તર:
D. 28; 9
પ્રશ્ન 6.
રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે?
A. વિધાનસભા
B. વિધાનપરિષદ
C. રાજ્યસભા
D. ગ્રામપરિષદ
ઉત્તર:
B. વિધાનપરિષદ
પ્રશ્ન 7.
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?
A. પંજાબ
B. ગુજરાત
C. બિહાર
D. હરિયાણા
ઉત્તર:
C. બિહાર
પ્રશ્ન 8.
રાષ્ટ્ર કક્ષાએ દેશનો વહીવટ કરતી સરકાર ક્યા નામે ઓળખાય છે?
A. સ્થાનિક સરકાર
B. પ્રાદેશિક સરકાર
C. રાજ્ય સરકાર
D. કેન્દ્ર સરકાર
ઉત્તર:
D. કેન્દ્ર સરકાર
પ્રશ્ન 9.
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?
A. તમિલનાડુ
B. મધ્ય પ્રદેશ
C. રાજસ્થાન
D. મહારાષ્ટ્ર
ઉત્તર:
D. મહારાષ્ટ્ર
પ્રશ્ન 10.
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?
A. ઉત્તર પ્રદેશ
B. અસમ
C. ગુજરાત
D. કેરલ
ઉત્તર:
A. ઉત્તર પ્રદેશ
પ્રશ્ન 11.
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?
A. હરિયાણા
B. કર્ણાટક
C. ગુજરાત
D. પશ્ચિમ બંગાળ
ઉત્તર:
B. કર્ણાટક
પ્રશ્ન 12.
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં
A. ઓડિશા
B. ગુજરાત
C. કેરલ
D. તેલંગાણા
ઉત્તર:
D. તેલંગાણા
પ્રશ્ન 13.
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?
A. પંજાબ
B. ઉત્તરાખંડ
C. આંધ્ર પ્રદેશ
D. ગુજરાત
ઉત્તર:
C. આંધ્ર પ્રદેશ
પ્રશ્ન 14.
નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનપરિષદ નથી?
A. કર્ણાટક
B. મહારાષ્ટ્ર
C. બિહાર
D. ગુજરાત
ઉત્તર:
D. ગુજરાત
પ્રશ્ન 15.
નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનપરિષદ નથી?
A. મધ્ય પ્રદેશ
B. ઉત્તર પ્રદેશ
C. આંધ્ર પ્રદેશ
D. તેલંગાણા
ઉત્તર:
A. મધ્ય પ્રદેશ
પ્રશ્ન 16.
વિધાનપરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલાં વર્ષની નક્કી થઈ છે?
A. 21
B. 25
C. 30
D. 35
ઉત્તર:
C. 30
પ્રશ્ન 17.
વિધાનપરિષદનો દરેક સભ્ય કેટલાં વર્ષની મુદત માટે ચૂંટાય છે?
A. 5
B. 6
C. 8
D. 10
ઉત્તર:
B. 6
પ્રશ્ન 18.
વિધાનસભાના સભ્ય બનવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલાં વર્ષની નક્કી થઈ છે?
A. 25
B. 30
C. 35
D. 40
ઉત્તર:
A. 25
પ્રશ્ન 19.
ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે?
A. 172
B. 178
C. 182
D. 185
ઉત્તર:
C. 182
પ્રશ્ન 20.
વિધાનસભાની મુદત કેટલાં વર્ષની છે?
A. ચાર
B. પાંચ
C. છ
D. સાત
ઉત્તર:
B. પાંચ
પ્રશ્ન 21.
રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખના શાસન દરમિયાન રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે?
A. મુખ્યમંત્રી
B. નાણામંત્રી
C. રાષ્ટ્રપ્રમુખ
D. રાજ્યપાલ
ઉત્તર:
D. રાજ્યપાલ
પ્રશ્ન 22.
વિધાનસભાના સભ્યો કોના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પ્રશ્નો પૂછી શકે છે?
A. રાજ્યપાલના
B. અધ્યક્ષના
C. દંડકના
D. ગૃહમંત્રીના
ઉત્તર:
B. અધ્યક્ષના
પ્રશ્ન 23.
રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે?
A. વિધાનસભા
B. રાજ્યસભા
C. વિધાનપરિષદ
D. રાજ્યપરિષદ
ઉત્તર:
A. વિધાનસભા
પ્રશ્ન 24.
ગુજરાત વિધાનસભાનું ભવન ક્યાં આવેલું છે?
A. અમદાવાદમાં
B. રાજકોટમાં
C. વડોદરામાં
D. ગાંધીનગરમાં
ઉત્તર:
D. ગાંધીનગરમાં
પ્રશ્ન 25.
રાજ્યના બંધારણીય વડા કોણ છે?
A. મુખ્યમંત્રી
B. રાસ્પ્રમુખ
C. અધ્યક્ષ
D. રાજ્યપાલ
ઉત્તર:
D. રાજ્યપાલ
પ્રશ્ન 26.
રાજ્યની કારોબારીના વડા કોણ છે?
A. રાજ્યપાલ
B. મુખ્યમંત્રી
C. રાષ્ટ્રપ્રમુખ
D. અધ્યક્ષ
ઉત્તર:
A. રાજ્યપાલ
પ્રશ્ન 27.
રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?
A. મુખ્ય ન્યાયાધીશ
B. અધ્યક્ષ
C. મુખ્યમંત્રી
D. રાષ્ટ્રપ્રમુખ
ઉત્તર:
D. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 28.
કેટલી ઉંમરનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદા માટે લાયક ગણાય છે?
A. 28 વર્ષ
B. 35 વર્ષ
C. 21 વર્ષ
D. 30 વર્ષ
ઉત્તર:
B. 35 વર્ષ
પ્રશ્ન 29.
વિધાનસભામાં પસાર કરેલ ખરડાને કાયદાનું સ્વરૂપ કોણ આપે છે?
A. મુખ્યમંત્રી
B. રાજ્યપાલ
C. રાષ્ટ્રપ્રમુખ
D. રાજ્યની કારોબારી
ઉત્તર:
B. રાજ્યપાલ
પ્રશ્ન 30.
રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે?
A. રાસ્પ્રમુખ
B. મુખ્યમંત્રી
C. રાજ્યપાલ
D. અધ્યક્ષ
ઉત્તર:
C. રાજ્યપાલ
પ્રશ્ન 31.
રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે?
A. રાજ્યપાલ
B. રાષ્ટ્રપ્રમુખ
C. અધ્યક્ષ
D. મુખ્ય ન્યાયાધીશ
ઉત્તર:
A. રાજ્યપાલ
પ્રશ્ન 32.
રાજ્યના મંત્રીમંડળની બેઠકો કોણ બોલાવે છે?
A. અધ્યક્ષ
B. રાખ્રમુખ
C. મુખ્યમંત્રી
D. નાયબ મુખ્યમંત્રી
ઉત્તર:
C. મુખ્યમંત્રી
પ્રશ્ન 33.
રાજ્યના મંત્રીમંડળની પુનર્રચના કોણ કરે છે?
A. ગૃહમંત્રી
B. મુખ્યમંત્રી
C. રાષ્ટ્રપ્રમુખ
D. અધ્યક્ષ
ઉત્તર:
B. મુખ્યમંત્રી
પ્રશ્ન 34.
કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલાં કાર્યો અને સત્તાઓનું વિભાજન કેટલી યાદીમાં કરવામાં આવ્યું છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
B. ત્રણ
પ્રશ્ન 35.
ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી?
A. 10 જાન્યુઆરી, 1960ના રોજ
B. 1 માર્ચ, 1961ના રોજ
C. 15 ઑગસ્ટ, 1961ના રોજ
D. 1 મે, 1960ના રોજ
ઉત્તર:
D. 1 મે, 1960ના રોજ
પ્રશ્ન 36.
ગુજરાતની વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે?
A. મહેસાણામાં
B. વડોદરામાં
C. રાજકોટમાં
D. અમદાવાદમાં
ઉત્તર:
D. અમદાવાદમાં
પ્રશ્ન 37.
મમતા સખી યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?
A. કેન્દ્ર સરકાર
B. યુનેસ્કો
C. રાષ્ટ્રપ્રમુખ
D. રાજ્ય સરકાર
ઉત્તર:
D. રાજ્ય સરકાર
પ્રશ્ન 38.
ખિલખિલાટ ડ્રૉપબૅક યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?
A. મહાનગરપાલિકા
B. રાજ્ય સરકાર
C. કેન્દ્ર સરકાર
D. નગરપાલિકા
ઉત્તર:
B. રાજ્ય સરકાર
પ્રશ્ન 39.
જનની સુરક્ષા યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?
A. કેન્દ્ર સરકાર
B. મહાનગરપાલિકા
C. નગરપાલિકા
D. રાજ્ય સરકાર
ઉત્તર:
D. રાજ્ય સરકાર
પ્રશ્ન 40.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?
A. યુનેસ્કો
B. યુનિસેફ
C. કેન્દ્ર સરકાર
D. રાજ્ય સરકાર
ઉત્તર:
C. કેન્દ્ર સરકાર
પ્રશ્ન 41.
પર્યાવરણના જતનના કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કોણ કરે છે?
A. મહાનગરપાલિકા
B. કેન્દ્ર સરકાર
C. નગરપાલિકા
D. રાજ્ય સરકાર
ઉત્તર:
B. કેન્દ્ર સરકાર
પ્રશ્ન 42.
રાષ્ટ્રીય પરિવાર યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?
A. કેન્દ્ર સરકાર
B. મહાનગરપાલિકા
C. યુનિસેફ
D. યુનેસ્કો
ઉત્તર:
A. કેન્દ્ર સરકાર
પ્રશ્ન 43.
આયુષ્માન ભારત યોજના -2018નું આયોજન અને સંચાલન કોણ કરે છે?
A. વડા પ્રધાન
B. રાજ્ય સરકાર
C. કેન્દ્ર સરકાર
D. મુખ્યમંત્રી
ઉત્તર:
C. કેન્દ્ર સરકાર
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. રાજ્યની ધારાસભા ……………………….. ના નામથી ઓળખાય છે.
ઉત્તર:
વિધાનસભા
2. લોકશાહીમાં સરકાર લોકોની ………………………….. મુજબ વહીવટ ચલાવે છે.
ઉત્તર:
ઇચ્છા
3. નગરપાલિકા અને ………………… એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે.
ઉત્તર:
મહાનગરપાલિકા
4. ભારતમાં ………………………… રાજ્યો અને ………… કેન્દ્રશાસિત પ્રદેશો છે.
ઉત્તર:
28; 9
5. ભારતમાં ……………………………. એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે.
ઉત્તર:
સમવાયી
6. રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર’ કે ………………………………… કર્યું છે.
ઉત્તર:
સંઘ સરકાર
7. ગુજરાતની ધારાસભામાં …………………………………. નથી.
ઉત્તર:
વિધાનપરિષદ
8. ………………………………. એ કાયમી ગૃહ છે.
ઉત્તર:
વિધાનપરિષદ
9. વિધાનપરિષદનો દરેક સભ્ય ……………………………….. વર્ષની મુદત માટે ચૂટાય છે.
ઉત્તર:
છ
10. વિધાનપરિષદના એક તૃતીયાંશ સભ્યો દર …………………………. વર્ષે નિવૃત્ત થાય છે.
ઉત્તર:
બે
11. ………………………………. ની જોગવાઈ અનુસાર વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહિ.
ઉત્તર:
બંધારણ
12. વિધાનસભાના સભ્ય બનવા માટેના ઉમેદવારની ઉંમર ………………………… વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
ઉત્તર:
25
13. વિધાનસભાની મુદત …………………………. વર્ષની છે.
ઉત્તર:
પાંચ
14. ………………………………………. ની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં ‘ રામુખશાસન’ લાદે છે.
ઉત્તર:
રાજ્યપાલ
15. રાખ્રમુખશાસન દરમિયાન ………………………………. રાજ્યનો વહીવટ સંભાળે છે.
ઉત્તર:
રાજ્યપાલ
16. …………………………………………. ની મંજૂરી મળતાં ખરડો કાયદો બને છે.
ઉત્તર:
રાજ્યપાલ
17. રાજ્યના મંત્રીમંડળને “ …………………………… કારોબારી” કહેવામાં આવે છે.
ઉત્તર:
રાજકીય
18. રાજ્યના વહીવટી અધિકારીઓને …………………………… કારોબારી કહેવામાં આવે છે.
ઉત્તર:
વહીવટી
19. રાજ્યપાલ રાજ્યના ………………………….. વડા છે,
ઉત્તર:
બંધારણીય
20. રાષ્ટ્રપ્રમુખ …………………………… ની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક કરે છે.
ઉત્તર:
વડા પ્રધાન
21. રાજ્યનો બધો જ વહીવટ ……………………………… ના નામથી થાય છે.
ઉત્તર:
રાજ્યપાલ
22. ……………………………………… મુખ્યમંત્રીની નિમણૂક કરે છે.
ઉત્તર:
રાજ્યપાલ
23. મંત્રીમંડળમાં ……………………… કક્ષાના મંત્રીઓ હોય છે.
ઉત્તર:
ત્રણ
24. ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય નવા સચિવાલય ……………………… ગાંધીનગરમાં છે.
ઉત્તર:
સ્વર્ણિમ ભવન
25. મુખ્યમંત્રી વિધાનસભામાં …………………………………પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે.
ઉત્તર:
નાણામંત્રી
26. ભારતમાં …………………………………… શાસનવ્યવસ્થા છે.
ઉત્તર:
સમવાયતંત્રી
27. લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય …………………………….. કરવાનું છે.
ઉત્તર:
લોકકલ્યાણ
28. ભારતમાં દરેક રાજ્યમાં ……………………………… અદાલત છે.
ઉત્તર:
વડી
29. ગુજરાતની વડી અદાલત ……………………………………….. શહેરમાં છે.
ઉત્તર:
અમદાવાદ
30, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક ………………………………… કરે છે.
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ
31. વડી અદાલત …………………………………….. તરીકેની ફરજો પણ બજાવે છે.
ઉત્તર:
નઝીરી અદાલત (Court of Records)
32. ………………………………….. માનવસંસાધનથી જ રાષ્ટ્રનો સવાંગીણ વિકાસ શક્ય બને છે.
ઉત્તર:
તંદુરસ્ત
33. રાજ્ય સરકાર …………………………………………. કેન્દ્રો દ્વારા સામાન્ય દવાઓ (Generic drugs)નું સસ્તા દરે વેચાણ કરે છે.
ઉત્તર:
જનઔષધિ
34. અટલ સ્નેહ યોજના એ ………………………………. સરકારની આરોગ્ય માટેની યોજના છે.
ઉત્તર:
કેન્દ્ર
35. ચિરંજીવી યોજના એ …………………………… સરકારની આરોગ્ય માટેની યોજના છે.
ઉત્તર:
રાજ્ય
36. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ એ ………………………….. સરકારની આરોગ્ય માટેની યોજના છે.
ઉત્તર:
રાજ્ય
37. શૌચાલય અને સ્વચ્છતા અભિયાન એ ……………………………….. સરકારની આરોગ્ય માટેની યોજના છે.
ઉત્તર:
કેન્દ્ર
38. બાલસખા યોજના એ ……………….. સરકારની આરોગ્ય માટેની યોજના છે.
ઉત્તર:
રાજ્ય
39. મુખ્યમંત્રી ……………………………… યોજના એ ગુજરાત રાજ્યની યોજના છે.
ઉત્તર:
અમૃતમ્ (મા)
40: મુખ્યમંત્રી અમૃતમ્ (મા) યોજનામાં વાર્ષિક ₹ ……………………………….. લાખ કે તેથી ઓછી આવક ધરાવતાં કુટુંબોને આવરી લેવામાં આવ્યાં છે.
ઉત્તર:
4
41. તાત્કાલિક સારવાર સેવાઓ માટે …………………………………… ની સુવિધા ઊભી કરવામાં આવી છે.
ઉત્તર:
108
42. સરકારી સંસ્થામાં માતા અને નવજાત શિશુને પ્રસૂતિ પછી સંસ્થામાંથી ઘેર મૂકવા જવા માટે ………………………………………. વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉત્તર:
ખિલખિલાટ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
પ્રશ્ન 1.
દેશનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 2.
ધારાસભા કારોબારીએ ઘડેલા કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 3.
જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 4.
રાષ્ટ્ર કથાની સરકારને કેન્દ્ર સરકાર’ કહે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
ગુજરાતની ધારાસભામાં વિધાનપરિષદ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
ભારતના દરેક રાજ્યને ધારાસભાના બંને ગૃહો છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
મહારાષ્ટ્રમાં વિધાનપરિષદ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 8.
આંધ્ર પ્રદેશમાં વિધાનપરિષદ નથી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 9.
કર્ણાટકમાં વિધાનપરિષદ છે,
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 10.
રાજસ્થાનમાં વિધાનપરિષદ નથી.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 11.
તમિલનાડુમાં વિધાનપરિષદ છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 12.
વિધાનપરિષદનો દરેક સભ્ય પાંચ વર્ષની મુદત માટે ચૂંટાય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 13.
વિધાનપરિષદના એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 14.
ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ 120 બેઠકો છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 15.
ધારાસભ્યોની સભ્યસંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 16.
ગુજરાત વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 17.
વિધાનસભામાં માત્ર નાણાકીય ખરડાઓ જ રજૂ થઈ શકે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 18.
મુખ્યમંત્રીની મંજૂરી મળતાં ખરડો કાયદો બને છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 19.
રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનો સમાવેશ થાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 20.
દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 21.
30 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 22.
રાજ્યપાલ વિધાનપરિષદમાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 23.
રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 24.
રાજ્યપાલ જરૂર પડે મંત્રીમંડળની પુનર્રચના કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 25.
ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે કાર્યોનું 3 વિભાજન કરવામાં આવ્યું છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 26.
ભારતના દરેક રાજ્યમાં સર્વોચ્ચ અદાલત હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 27.
ગુજરાતની વડી અદાલત ગાંધીનગરમાં છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 28.
વડી અદાલત જાહેર હિતની અરજીઓનો નિકાલ કરે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 29.
આરોગ્ય એટલે શારીરિક, નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમકુશળતા(સુખાકારી)ની સંપૂર્ણ અવસ્થા.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 30.
રાજ્ય સરકાર સ્વચ્છતા અભિયાન અને સ્નાનાલય યોજનાનું સંચાલન કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 31.
મિશન બલમ્ સુખમ્ યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 32.
મમતા સખી યોજના રાજ્ય સરકાર ચલાવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 33.
જનની સુરક્ષા યોજના રાજ્ય સરકાર ચલાવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 34.
ખિલખિલાટ ડ્રૉપબૅક યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 35.
રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ કેન્દ્ર સરકાર ચલાવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 36.
પર્યાવરણ જતનના કાર્યક્રમો કેન્દ્ર સરકાર ચલાવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 37.
રાષ્ટ્રીય પરિવાર યોજના રાજ્ય સરકાર ચલાવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 38.
આયુષ્યમાન ભારત યોજના-2018 રાજ્ય સરકાર ચલાવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 39.
વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક વડા પ્રધાન કરે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 40.
તંદુરસ્ત માનવસંસાધનથી જ રાષ્ટ્રનો સર્વાગીણ વિકાસ શક્ય ૨ બને છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 41.
તાત્કાલિક સારવાર સેવાઓ માટે 101ની સુવિધા ઊભી કરવામાં આવી છે.
ઉત્તર:
ખોટું
બંધબેસતાં જોડકાં જોડોઃ
પ્રશ્ન 1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સરકારનું કાયદા ઘડનાર અંગ | (1) વિધાનપરિષદ |
(2) સરકારનું કાયદાનો અમલ | (2) ધારાસભા કરનાર અંગ |
(3) વિધાનસભા | (3) ધારાસભાનું ઉપલું ગૃહ |
(4) ન્યાયતંત્ર | (4) ધારાસભાનું નીચલું ગૃહ |
(5) કારોબારી |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સરકારનું કાયદા ઘડનાર અંગ | (2) ધારાસભા કરનાર અંગ |
(2) સરકારનું કાયદાનો અમલ | (5) કારોબારી |
(3) વિધાનસભા | (1) વિધાનપરિષદ |
(4) ન્યાયતંત્ર | (3) ધારાસભાનું ઉપલું ગૃહ |
પ્રશ્ન 2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રાજ્યના બંધારણીય વડા | (1) એમ.એલ.એ. |
(2) મંત્રીમંડળના વહીવટી વડા | (2) અધ્યક્ષ (સ્પીકર) |
(3) વિધાનસભાનું સંચાલન | (3) રાજ્યપાલ કરનાર |
(4) મુખ્યમંત્રી | (4) ધારાસભ્ય |
(5) એમ.પી. |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રાજ્યના બંધારણીય વડા | (3) રાજ્યપાલ કરનાર |
(2) મંત્રીમંડળના વહીવટી વડા | (4) ધારાસભ્ય |
(3) વિધાનસભાનું સંચાલન | (2) અધ્યક્ષ (સ્પીકર) |
(4) મુખ્યમંત્રી | (1) એમ.એલ.એ. |
પ્રશ્ન 3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) નઝીરી અદાલત | (1) કેન્દ્ર સરકારનું |
(2) ગુજરાત રાજ્યની વડી સંચાલન અદાલતની સ્થાપના | (2) રાજ્ય સરકારનું |
(3) તાત્કાલિક સેવાઓ માટે સંચાલન 108ની યોજના | (3) વડી અદાલત |
(4) આયુષ્યમાન ભારત | (4) 1 માર્ચ, 1961 યોજના – 2018 |
(5) 1 મે, 1960 |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) નઝીરી અદાલત | (3) વડી અદાલત |
(2) ગુજરાત રાજ્યની વડી સંચાલન અદાલતની સ્થાપના | (5) 1 મે, 1960 |
(3) તાત્કાલિક સેવાઓ માટે સંચાલન 108ની યોજના | (2) રાજ્ય સરકારનું |
(4) આયુષ્યમાન ભારત | (1) કેન્દ્ર સરકારનું |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં લખો :
પ્રશ્ન 1.
રાજ્યના મૂળભૂત હેતુઓ ક્યા કયા છે?
ઉત્તર:
રાજ્યના મૂળભૂત હેતુઓ નીચે પ્રમાણે છે:
- કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવી.
- રાજ્યના લોકોનું સર્વોન્મુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવું.
પ્રશ્ન 2.
સરકારનાં અંગોની મુખ્ય કામગીરી જણાવો.
ઉત્તર:
સરકારનાં અંગોની કામગીરી આ પ્રમાણે છે:
- ધારાસભા-વિધાનસભા કાયદાઓ ઘડે છે.
- કારોબારી એ કાયદાઓનો અમલ કરાવે છે.
- ન્યાયતંત્ર કાયદાઓનો ભંગ કરનારને સજા કરે છે.
પ્રશ્ન 3.
સરકાર કયા કયા સ્તરે કામ કરે છે?
ઉત્તરઃ
સરકાર સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે.
પ્રશ્ન 4.
ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર કઈ કઈ છે?
ઉત્તર:
ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે.
પ્રશ્ન 5.
શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર કઈ કઈ છે?
ઉત્તર:
નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે.
પ્રશ્ન 6.
ભારતમાં કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે?
ઉત્તર:
ભારતમાં 28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે.
પ્રશ્ન 7.
ભારતમાં કઈ બે કક્ષાની સરકાર છે?
ઉત્તર:
ભારતમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે.
પ્રશ્ન 8.
રાષ્ટ્ર કક્ષાની સરકારને શું કહે છે? તે કોનો વહીવટ ૨ કરે છે?
ઉત્તર:
રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર 3 કહે છે. તે સમગ્ર દેશનો વહીવટ કરે છે.
પ્રશ્ન 9.
રાજ્ય કક્ષાની સરકારને શું કહે છે? તે કોનો વહીવટ કરે છે?
ઉત્તર:
રાજ્ય કક્ષાની સરકારને ‘રાજ્ય સરકાર’ કહે છે. તે રાજ્યનો વહીવટ કરે છે.
પ્રશ્ન 10.
વિધાનપરિષદ કોને કહે છે?
ઉત્તર:
રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને ‘વિધાનપરિષદ કહે છે.
પ્રશ્ન 11.
ભારતનાં કયાં કયાં રાજ્યોમાં વિધાનપરિષદ છે?
ઉત્તર:
ભારતનાં બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં વિધાનપરિષદ છે.
પ્રશ્ન 12.
વિધાનપરિષદના સભ્યોને કોણ ચૂંટે છે?
ઉત્તર:
વિધાનપરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોનાં મંડળો ચૂંટે છે.
પ્રશ્ન 13.
વિધાનપરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની લાયકાત જણાવો.
ઉત્તર:
વિધાનપરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર 30 વર્ષ કે તેથી વધુ ઉંમરનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ.
પ્રશ્ન 14.
વિધાનપરિષદનો દરેક સભ્ય કેટલાં વર્ષ માટે ચૂંટાય છે?
ઉત્તર:
વિધાનપરિષદનો દરેક સભ્ય છ વર્ષની મુદત માટે ૨ ચૂંટાય છે.
પ્રશ્ન 15.
વિધાનપરિષદના કેટલા સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે?
ઉત્તર:
વિધાનપરિષદના એક તૃતીયાંશ \(\left(\frac{1}{3}\right) \) સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે.
પ્રશ્ન 16.
વિધાનસભા કોને કહે છે?
ઉત્તરઃ
ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે.
પ્રશ્ન 17.
વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે?
ઉત્તરઃ
વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહિ.
પ્રશ્ન 18.
ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે?
ઉત્તરઃ
ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ 182 બેઠકો છે.
પ્રશ્ન 19.
ગુજરાતની વિધાનસભાનું ભવન ક્યાં આવેલું છે? તેનું નામ શું છે?
ઉત્તર:
ગુજરાતની વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે. તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે.
પ્રશ્ન 20.
વિધાનસભાના સભ્યોને શું કહે છે? તેમની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે?
ઉત્તર:
વિધાનસભાના સભ્યોને વિધાનસભ્યો કે ધારાસભ્યો કહે છે. તેમની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે.
પ્રશ્ન 21.
ધારાસભ્યને અંગ્રેજીમાં ક્યા નામે ઓળખવામાં આવે છે?
ઉત્તર:
ધારાસભ્યને અંગ્રેજીમાં M.L.A.(મેમ્બર ઑફ લેજિસ્લેટિવ એસેમ્બલી)ના નામે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 22.
વિધાનસભાના સભ્ય બનવા માટે નાગરિકની કેટલી ઉંમર હોવી જોઈએ?
ઉત્તર:
વિધાનસભાના સભ્ય બનવા માટે નાગરિકની ઉંમર 25 કે તેથી વધારે હોવી જોઈએ.
પ્રશ્ન 23.
રાજ્યમાં ક્યો પક્ષ સરકાર રચે છે?
ઉત્તર:
વિધાનસભામાં જે પક્ષના સભ્યો બહુમતી ધરાવતા હોય અથવા જે પક્ષને વિધાનસભાના બહુમતી સભ્યોનો ટેકો હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે.
પ્રશ્ન 24.
રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન ક્યારે, કોણ લાદે છે?
ઉત્તરઃ
કેટલીક અસામાન્ય પરિસ્થિતિમાં રાજ્યમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે છે.
પ્રશ્ન 25.
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને કોણ ચૂંટી કાઢે છે? શા માટે?
ઉત્તર:
વિધાનસભાના સરળ સંચાલન માટે વિધાનસભ્યો પોતાનામાંથી એક સભ્યને અધ્યક્ષ (સ્પીકર) અને ઉપાધ્યક્ષ(નાયબ સ્પીકર)ને ચૂંટી કાઢે છે.
પ્રશ્ન 26.
રાજ્યની કારોબારીમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ (ગવર્નર), મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો પણ કારોબારીમાં સમાવેશ થાય છે.
પ્રશ્ન 27.
મંત્રીમંડળ અને વહીવટી અધિકારીઓને કેવી કારોબારી કહેવામાં આવે છે?
ઉત્તર:
મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને ‘વહીવટી કારોબારી’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 28.
રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? કેટલાં વર્ષ માટે કરે છે?
ઉત્તર:
રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાનની સલાહ મુજબ પાંચ વર્ષ માટે કરે છે.
પ્રશ્ન 29.
રાજ્યપાલના હોદ્દા માટે કોણ લાયક ગણાય છે?
ઉત્તર:
35 કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે.
પ્રશ્ન 30.
રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ કોણ ભોગવે છે?
ઉત્તર:
રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે.
પ્રશ્ન 31.
મંત્રીમંડળમાં કેટલી અને કઈ કઈ કક્ષાના મંત્રીઓ હોય છે?
ઉત્તર:
મંત્રીમંડળમાં ત્રણ કક્ષાના મંત્રીઓ હોય છે :
- કૅબિનેટ કક્ષાના મંત્રીઓ,
- રાજ્ય કક્ષાના મંત્રીઓ અને
- નાયબ કક્ષાના મંત્રીઓ.
પ્રશ્ન 32.
કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલાં કાર્યો અને સત્તાઓનું વિભાજન કેટલી અને કઈ કઈ યાદીમાં કરવામાં આવ્યું છે?
ઉત્તર:
કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલાં કાર્યો અને સત્તાઓનું 2 વિભાજન ત્રણ યાદીમાં કરવામાં આવ્યું છે:
- સંઘયાદી,
- રાજ્યયાદી અને
- સંયુક્ત યાદી.
પ્રશ્ન 33.
સંઘયાદીમાં કેટલા વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં : આવ્યા છે?
ઉત્તર:
સંઘયાદીમાં 97 વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે.
પ્રશ્ન 34.
સંઘયાદીમાં મુખ્યત્વે કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
ઉત્તરઃ
સંઘયાદીમાં મુખ્યત્વે વસ્તીગણતરી, સંરક્ષણ, નાણાં, બૅન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર-ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવાઓ વગેરે વિષયોનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 35.
રાજ્યયાદીમાં કેટલા વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે?
ઉત્તરઃ
રાજ્યયાદીમાં 66 વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે.
પ્રશ્ન 36.
રાજ્યયાદીમાં મુખ્યત્વે કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
ઉત્તર:
રાજ્યયાદીમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, વાણિજ્ય, આંતરિક વ્યાપાર, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રશ્ન 37.
સંયુક્ત યાદીમાં કેટલા વિષયો છે? આ વિષયોની વિશેષતા શી છે?
ઉત્તર:
સંયુક્ત યાદીમાં 47 વિષયો છે. આ વિષયો પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે.
પ્રશ્ન 38.
સંયુક્ત યાદીમાં મુખ્યત્વે કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
ઉત્તર:
સંયુક્ત યાદીમાં મુખ્યત્વે છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, વારસાઈ બાબતો, ફોજદારી અને દીવાની કેસો અંગેની કાર્યવાહી વગેરે વિષયોનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 39.
ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી?
ઉત્તરઃ
ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે, 1960ના રોજ થઈ હતી.
પ્રશ્ન 40.
વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?
ઉત્તરઃ
વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે.
પ્રશ્ન 41.
વડી અદાલત કઈ અદાલત તરીકેની ફરજ બજાવે છે?
ઉત્તર:
વડી અદાલત નઝીરી અદાલત (Court of Records) તરીકેની ફરજો બજાવે છે.
પ્રશ્ન 42.
કઈ કઈ બાબતો ફોજદારી વિવાદ ગણાય છે?
ઉત્તર:
ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ ફોજદારી વિવાદ ગણાય છે.
પ્રશ્ન 43.
ક્યા કયા વિવાદ દીવાની વિવાદ ગણાય છે?
ઉત્તર:
જમીન, મકાન કે સંપત્તિનો વિવાદ દીવાની વિવાદ ગણાય છે.
પ્રશ્ન 44.
આરોગ્ય એટલે શું? અથવા આરોગ્યની વ્યાખ્યા આપો.
ઉત્તર:
આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમકુશળતા(સુખાકારી)ની સંપૂર્ણ અવસ્થા.
પ્રશ્ન 45.
રાષ્ટ્રનો સર્વાગીણ વિકાસ કોના પર આધારિત છે?
ઉત્તરઃ
રાષ્ટ્રનો સર્વાગીણ વિકાસ તંદુરસ્ત માનવસંસાધન પર આધારિત છે.
પ્રશ્ન 46.
નાગરિકોને ખાનગી સ્વાથ્ય સેવાઓ કોના દ્વારા પૂરી: પાડવામાં આવે છે?
ઉત્તરઃ
નાગરિકોને ખાનગી સ્વાથ્ય સેવાઓ ખાનગી દવાખાનાં, ખાનગી હૉસ્પિટલ તેમજ તાલીમી અને સરકાર માન્ય ખાનગી ડૉક્ટરો દ્વારા પૂરી પાડવામાં આવે છે.
પ્રશ્ન 47.
રાજ્ય સરકાર કયા કયા રોગો માટે રસીકરણના કાર્યક્રમો ચલાવે છે?
ઉત્તર:
રાજ્ય સરકાર ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમો ચલાવે છે.
પ્રશ્ન 48.
રાજ્ય સરકાર કયા કયા રોગો પર નિયંત્રણ લાવવા આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે?
ઉત્તરઃ
રાજ્ય સરકાર મલેરિયા, કમળો, કોઢ, અંધત્વ, મધુપ્રમેહ, ક્ષય, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા આરોગ્ય ને સેવાઓનું આયોજન કરે છે.
પ્રશ્ન 40.
ખિલખિલાટ ડ્રૉપબેંક યોજના શું છે?
ઉત્તર:
ખિલખિલાટ ડ્રૉપબૅક યોજના મુજબ સરકારી હૉસ્પિટલમાંથી પ્રસૂતિ પછી માતા અને નવજાત શિશુને તેમના ઘેર પહોંચાડવા માટે “ખિલખિલાટ’ વાહનની નવી જ વ્યવસ્થા : કરવામાં આવી છે.
પ્રશ્ન 50.
મુખ્યમંત્રીની અમૃતમ્ (મા) યોજનામાં કયાં ક્યાં કુટુંબોનો – સમાવેશ કરવામાં આવ્યો છે?
ઉત્તર:
મુખ્યમંત્રીની અમૃતમ્ (મા) યોજનામાં ગુજરાત રાજ્યના બધા જિલ્લાઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં ગરીબીરેખા ‘ હેઠળ જીવતાં કુટુંબોનો તેમજ વાર્ષિક આવક ર4 લાખ કે તેથી ઓછી હોય તેવાં કુટુંબો(મહત્તમ્ 5 સભ્યો)ના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રશ્ન 51.
આયુષ્યમાન ભારત યોજના -2018નું બીજું નામ શું છે?
ઉત્તર:
આયુષ્યમાન ભારત યોજના – 2018નું બીજું નામ ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ છે.
પ્રશ્ન 52.
આયુષ્યમાન ભારત યોજના એ કોની યોજના છે?
ઉત્તર:
આયુષ્યમાન ભારત યોજના એ ભારત સરકારની સ્વાથ્ય યોજના છે.
પ્રશ્ન 53.
આયુષ્યમાન ભારત યોજનાનો મુખ્ય હેતુ શો છે?
ઉત્તર:
આયુષ્યમાન ભારત યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા (બી.પી.એલ. કાર્ડ ધારકો પ્રત્યેક કુટુંબને રૂપિયા પાંચ લાખ સુધીનો કૅશલેશ સ્વાથ્ય વીમો ઉપલબ્ધ કરાવવાનો છે.
પ્રશ્ન 54.
આયુષ્યમાન ભારત યોજનાની બે મહત્ત્વની બાબતો કઈ છે?
ઉત્તર:
આયુષ્યમાન ભારત યોજનાની બે મહત્ત્વની બાબતો આ મુજબ છે :
- રાષ્ટ્રીય સ્વાથ્ય સુરક્ષા યોજના અને
- કલ્યાણ કેન્દ્ર.
6. રાજ્ય સરકારનું માળખું સમજાવો.
ઉત્તર
રાજ્ય સરકારનું માળખું નીચે પ્રમાણે છેઃ
રાજ્ય સરકારનાં મુખ્ય ત્રણ અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ભારતના દરેક રાજ્યમાં ધારાસભા હોય છે. તે એક કે બે ગૃહોની બનેલી હોય છે. તેનું નીચલું ગૃહ વિધાનસભા અને ઉપલું ગૃહ વિધાનપરિષદ’ કહેવાય છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનો તેમજ વહીવટી અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં એક વડી અદાલત (હાઈકૉટ) હોય છે. વડી અદાલતના હકૂમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી તાબાની અદાલતોમાં જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતો હોય છે.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:
પ્રશ્ન 1.
સરકારનાં અંગો કયાં કયાં કાર્યો કરે છે?
ઉત્તર:
સરકારનાં ત્રણ અંગો છે: ધારાસભા, કારોબારી અને : ન્યાયતંત્ર. ધારાસભા રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ વહીવટ માટે કાયદા ઘડે છે. કારોબારી ધારાસભાએ ઘડેલા કાયદાઓનો અસરકારક અમલ કરાવે છે; જ્યારે ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કરે છે.
પ્રશ્ન 2.
ભારતમાં કયા પ્રકારની શાસનવ્યવસ્થા છે?
ઉત્તર:
ભારતમાં સમવાયતંત્રની શાસનવ્યવસ્થા છે. તેથી આપણા દેશમાં રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે. રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર’ કે ‘સંઘ સરકાર’ કહે છે. તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે. રાજ્ય કક્ષાની સરકારને “રાજ્ય સરકાર’ કહે છે. તે રાજ્યનો વહીવટ કરે છે.
પ્રશ્ન 3.
વિધાનપરિષદની રચના કઈ રીતે થાય છે?
ઉત્તર:
વિધાનપરિષદ એ ધારાસભાનું ઉપલું ગૃહ છે. વિધાનપરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોનાં મતદાર મંડળો ચૂંટે છે. વિધાનપરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર 30 વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ. વિધાનપરિષદ એ કાયમી ગૃહ છે. વિધાનપરિષદનો દરેક સભ્ય છ વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાનપરિષદના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે. વિધાનપરિષદ રાખવી કે નહિ તે રાજ્ય નક્કી કરે છે. ભારતમાં બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં વિધાનપરિષદો ર છે. ગુજરાતમાં વિધાનપરિષદ નથી.
પ્રશ્ન 4.
વિધાનસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે?
ઉત્તર:
રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર – પાંચ વર્ષે થાય છે. વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય = કહે છે. અંગ્રેજીમાં તેમને એમ.એલ.એ. (મેમ્બર ઑફ લેજિસ્લેટિવ : એરોબ્લી) તરીકે ઓળખવામાં આવે છે. એમ.એલ.એ.ની પસંદગી : લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. જુદા જુદા રાજકીય પક્ષો : પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના : ઉમેદવાર તરીકે ઊભા રાખે છે. તેઓ પોતાના મતવિભાગમાંથી બહુમતી મતોના આધારે વિધાનસભાના સભ્ય બને છે. જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય અથવા બહુમતી સભ્યોનો ટેકો ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે. વિધાનસભાના સભ્યો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.
પ્રશ્ન 5.
વિધાનસભાનાં કાર્યો જણાવો.
ઉત્તર:
વિધાનસભાનાં મુખ્ય કાર્યો આ પ્રમાણે છે :
- તે વર્તમાન કાયદાઓમાં સુધારાવધારા કરે છે.
- તે આવશ્યકતા અનુસાર નવા કાયદાઓ ઘડે છે.
- તે જૂના તથા બિનઉપયોગી કાયદાઓ રદ કરે છે.
- તે રાજ્યનું અંદાજપત્ર મંજૂર કરે છે.
- તે કારોબારી પર અંકુશ રાખે છે.
પ્રશ્ન 6.
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કઈ રીતે થાય છે?
ઉત્તરઃ
વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયે કોઈ પણ વિધાનસભ્ય અગાઉથી નક્કી થયેલ વિષય પર પ્રશ્નો પૂછી શકે છે, સૂચનો આપી શકે છે તેમજ પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે. એ પછી જે-તે ખાતાના મંત્રી પુછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે; અને જરૂરી પગલાં લેવાઈ રહ્યાં છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે. તેઓ પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાંયધરી પણ આપે છે.
વિધાનસભ્યો અધ્યક્ષ(સ્પીકર)ના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્નો પૂછી શકે છે.
પ્રશ્ન 7.
રાજ્યપાલનો પરિચય આપો.
ઉત્તર:
35 કે તેથી વધુ ઉંમરનો ભારતનો નાગરિક રાજ્યપાલ માટે લાયક ગણાય છે. દેશના રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાનની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક પાંચ વર્ષ માટે કરે છે. રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે. તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે. રાજ્યના તમામ વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. તે છે મુખ્યમંત્રીની અને તેમની સલાહથી અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે છે. તે રાજ્ય સરકારની કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ રાખે છે. વિધાનસભામાં પસાર કરેલા ખરડા પર રાજ્યપાલ સહી કરે ત્યારે જ તે કાયદો બને છે. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તે રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે. હું
પ્રશ્ન 8.
ગુજરાત રાજ્યની વડી અદાલત વિશે માહિતી આપો.
ઉત્તર:
ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે, 1960ના રોજ થઈ હતી. હાલમાં ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સહિત અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. ગુજરાત રાજ્યની વડી અદાલત આ પ્રમાણેનાં કાર્યો કરે છે :
- તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે.
- તે નાગરિકોની અપીલો તેમજ જાહેર હિતની અરજીઓના ચુકાદા આપે છે.
- તે ફોજદારી અને
દીવાની દાવાઓના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે.
- તે – રાજ્યના કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે.
- તે નઝીરી અદાલત (Court of Records) તરીકેની ફરજ બજાવે છે.
પ્રશ્ન 9.
આરોગ્યનો અર્થ અને તેનું મહત્ત્વ સમજાવો.
ઉત્તર:
સામાન્ય રીતે આરોગ્યને સ્વાથ્ય કે તંદુરસ્તી કહેવામાં આવે છે. વાસ્તવમાં, આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમકુશળતા(સુખાકારી)ની સંપૂર્ણ અવસ્થા. આરોગ્ય એટલે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહિ, પરંતુ આરોગ્ય એ શારીરિક ક્ષેમકુશળતાની સિદ્ધિ છે. વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટે તેની તંદુરસ્તી સારી રહે તે ખૂબ મહત્ત્વનું છે. તંદુરસ્ત માનવસંસાધનથી જ રાષ્ટ્રનો સર્વાગીણ વિકાસ થઈ શકે છે.
પ્રશ્ન 10.
ખાનગી સ્વાથ્ય સેવાઓ વિશે માહિતી આપો.
ઉત્તર:
ખાનગી સ્વાથ્ય સેવાઓ નાગરિકોને ખાનગી દવાખાનાં, ખાનગી હૉસ્પિટલો તેમજ તાલીમી અને સરકાર માન્ય ખાનગી ડૉક્ટરો દ્વારા પૂરી પાડવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરીઓ પણ કામગીરી કરી રહી છે. આ ઉપરાંત, વિવિધ રોગોનાં નિદાન અને ઉપચાર માટે વિશિષ્ટ પ્રકારની ખાનગી હૉસ્પિટલો પણ નાગરિકોને સ્વાથ્ય સેવાઓ પૂરી પાડે છે.
પ્રશ્ન 11.
રાજ્ય સરકાર જન આરોગ્ય માટે કઈ કઈ યોજનાઓનું આયોજન અને સંચાલન કરે છે?
ઉત્તર:
રાજ્ય સરકાર જન આરોગ્ય માટે નીચે દર્શાવેલી યોજનાઓનું આયોજન અને સંચાલન કરે છે:
- મુખ્યમંત્રી અમૃતમ્ (મા) યોજના
- શાળા આરોગ્ય કાર્યક્રમો
- મિશન બલમ્ સુખમ્ યોજના
- મમતા સખી યોજના
- જનની સુરક્ષા યોજના
- જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ
- ચિરંજીવી યોજના
- બાલસખા યોજના
- ખિલખિલાટ ડ્રૉપબૅક યોજના.
પ્રશ્ન 12.
કેન્દ્ર સરકાર જન આરોગ્ય માટે કઈ કઈ યોજનાઓનું આયોજન અને સંચાલન કરે છે?
ઉત્તર:
કેન્દ્ર સરકાર જન આરોગ્ય માટે નીચે દર્શાવેલી યોજનાઓનું આયોજન અને સંચાલન કરે છે :
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
- રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મલન કાર્યક્રમ
- પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન
- પર્યાવરણ જતનના કાર્યક્રમો
- રાષ્ટ્રીય પરિવાર યોજના
- અટલ સ્નેહ યોજના
- શૌચાલય અને સ્વચ્છતા અભિયાન
- આયુષ્યમાન ભારત યોજના – 2018
પ્રશ્ન 13.
ખિલખિલાટ ડ્રૉપબૅક યોજનાની માહિતી આપો.
ઉત્તર:
સરકારી હૉસ્પિટલમાં પ્રસૂતિ પછી હૉસ્પિટલમાંથી
માતા અને બાળકને તેમના ઘેર મૂકવા જવા માટે ‘ખિલખિલાટ નામના વાહન દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. આ વાહન નક્કી કરેલ દરેક હૉસ્પિટલમાં હોય છે. આરોગ્ય કાર્યકર પ્રસૂતા માતાને એ વ્યવસ્થા પૂરી પાડે છે. ખિલખિલાટ વાહનમાં સલામત બાળઉછેર તેમજ રસીકરણના કાર્યક્રમો અંગેના સંદેશા વીડિયોના માધ્યમ દ્વારા માતા અને તેની સાથે જતા કુટુંબીજનોને આપવામાં આવે છે.
પ્રશ્ન 14.
મુખ્યમંત્રી અમૃતમ્ (મા) યોજનાની માહિતી આપો.
ઉત્તર:
મુખ્યમંત્રી અમૃતમ્ (મા) યોજનાનું આયોજન અને સંચાલન રાજ્ય સરકાર કરે છે. તે સરકારી સ્વાથ્ય સેવા છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ગરીબીરેખા હેઠળ જીવતાં કુટુંબોને તેમજ વાર્ષિક આવક ₹ 4 લાખ કે તેથી ઓછી આવક ધરાવતાં કુટુંબોને (વધુમાં વધુ પાંચ સભ્યોને) આવરી લેવામાં આવ્યાં છે. આ યોજનામાં હૃદય, મગજ, કીડની, બર્સ, નવજાત શિશુના રોગો, ગંભીર ઈજાઓ વગેરેની સારવાર માટે નિયત પેકેજિસ નક્કી કરવામાં
આવેલ છે. આ યોજના સાથે જોડી દેવામાં આવેલી હૉસ્પિટલોમાં દર્દીને સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે.
જાણવા જેવું
1. ગુજરાતમાં 1 એપ્રિલ, 1963થી પંચાયતીરાજનો અમલ શરૂ થયો છે.
2. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને સોપાયેલાં કાર્યો અને સત્તાઓનું વિભાજન :
સંઘયાદી | રાજ્યયાદી | સંયુક્ત યાદી |
આ યાદીમાં કેન્દ્ર સરકારને 97 વિષયો સોંપવામાં આવ્યા છે. તેમાં મુખ્યત્વે વસ્તીગણતરી, દેશનું સંરક્ષણ, નાણાં, બૅન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર-ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. | આ યાદીમાં રાજ્ય સરકારને 66 વિષયો સોંપવામાં આવ્યા છે. તેમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આંતરિક વ્યાપાર, વાણિજ્ય, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે. | આ યાદીમાં 47 વિષયો છે. આ વિષયો પર કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે. તેમાં છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, વારસાઈ બાબતો, ફોજદારી, દીવાની કેસો અંગેની કાર્યવાહી વગેરેનો સમાવેશ થાય છે. |
3. રાજ્યની અદાલતોની કામગીરી:
(1) વડી અદાલતના ન્યાયાધીશો રાજ્યપાલ સમક્ષ પોતાનાં 5 કાર્યો માટે પ્રતિજ્ઞા લે છે.
(2) વડી અદાલતમાં સામાન્ય રીતે વકીલો જ દલીલો કરે છે. જરૂર જણાય તો જ આરોપી-ફરિયાદીને બોલાવવામાં આવે છે.
(3) દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય છે. ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ ફોજદારી વિવાદ ગણાય છે.
(4) જમીન, મકાન કે સંપત્તિનો વિવાદ દવાની વિવાદ ગણાય છે.
(5) પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપૉર્ટ) નોંધે છે.
(6) અદાલતોના ભારણને ઘટાડવા રાજ્યમાં લોકઅદાલતો પણ કાર્યરત છે.
4. વિવિધ આરોગ્ય દિવસોની ઉજવણીઃ
(1) 30 જાન્યુઆરી – વિશ્વ રક્તપિત્તવિરોધી દિવસ
(2) 4 ફેબ્રુઆરી – વિશ્વ કૅન્સર દિવસ
(3) 8 માર્ચ – વિશ્વ મહિલા દિવસ
(4) 24 માર્ચ – વિશ્વ ક્ષય-નિવારણ દિવસ
(5) 7 એપ્રિલ – વિશ્વ આરોગ્ય દિવસ
(6) 25 એપ્રિલ – વિશ્વ મલેરિયા દિવસ
(7) 31 મે – વિશ્વ તમાકુ વિરોધી દિવસ
(8) 5 જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ
(9) 14 જૂન – વિશ્વ રક્તદાન દિવસ
(10) 21 જૂન – વિશ્વ યોગદિન
(11) 11 જુલાઈ – વિશ્વ વસ્તી દિવસ
(12) 1 ડિસેમ્બર – વિશ્વ ઍઇટ્સ દિવસ
(13) 3 ડિસેમ્બર – વિશ્વ વિકલાંગતા દિવસ
(14) 10 ડિસેમ્બર – વિશ્વ માનવઅધિકાર દિવસ
5. આયુષ્યમાન ભારત યોજના –2018 (Ayushman Bharat Programme) : ‘આયુષ્યમાન ભારત યોજના’ અથવા ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારત સરકારની સ્વાથ્ય યોજના છે. તે 1 એપ્રિલ, 2018ના રોજ સમગ્ર ભારતમાં અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા લોકો(બી.પી.એલ. કાર્ડ ધરાવતા લોકો)ને સ્વાચ્ય-વીમો ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના અંતર્ગત આવનારા પ્રત્યેક પરિવારને રૂપિયા પાંચ લાખ સુધીનો કૅશલેશ સ્વાથ્ય-વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દેશનાં દસ કરોડ બી.પી.એલ. કાર્ડ ધરાવતાં પરિવારો (લગભગ 50 કરોડ લોકો)ને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો અમલ કેન્દ્રના સ્વાથ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરાવવામાં આવ્યો છે.
આયુષ્યમાન ભારત યોજનામાં બે મહત્ત્વની બાબતો છે:
(1) રાષ્ટ્રીય સ્વાથ્ય સુરક્ષા યોજના અને
(2) કલ્યાણ કેન્દ્ર.
6. સિવિલ હૉસ્પિટલ
(1) અમદાવાદની સિવિલ હૉસ્પિટલ એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ છે.
(2) આ હૉસ્પિટલની સ્થાપના ઈ. સ. 1841માં થઈ હતી.
(3) આ હૉસ્પિટલમાં હૃદય, કિડની, કેન્સર અને અન્ય ગંભીર રોગોની સારવાર માટેની તમામ સુવિધા ઉપલબ્ધ છે,
વિચારો પ્રોત્તર
પ્રશ્ન 1. સરકારનાં અંગો કયાં કયાં છે?
ઉત્તર:
સરકારનાં અંગો (1) ધારાસભા, (2) કારોબારી અને (3) ન્યાયતંત્ર છે.
પ્રશ્ન 2.
રાજ્ય સરકારનાં અંગોની જરૂરિયાત શા માટે છે?
ઉત્તરઃ
રાજ્ય સરકારનાં અંગોની જરૂરિયાત:
- રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવી.
- રાજ્યના લોકોનું સર્વોન્મુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવું.
પ્રશ્ન 3.
જો ન્યાયતંત્ર ન હોય તો?
ઉત્તરઃ
જો ન્યાયતંત્ર ન હોય તો સમાજનું કામકાજ સરળ રીતે ન થાય; બધા લોકો શાંતિથી જીવી શકે નહિ; બધા લોકોનાં જાનમાલ અને મૂળભૂત હકોનું રક્ષણ ન થાય; સમાજમાં ચોરી લૂંટફાટ થાય; લોકો એકબીજાને કનડગત કરે; એકબીજાની વસ્તુઓ પડાવી લે તેમજ એકબીજાને નુકસાન પહોંચાડે.
પ્રશ્ન 4.
કાયદાનો ભંગ શા માટે ન કરવો જોઈએ?
ઉત્તરઃ
દેશના બહોળા વહીવટને સરળતાથી ચલાવવા તેમજ દેશમાં શાંતિ અને સલામતી જાળવવા સરકાર કાયદા ઘડે છે. કાયદા દ્વારા જ નાગરિકોનાં હિતો અને સલામતી સચવાય છે તેમજ કલ્યાણ અને રક્ષણ થાય છે. તેથી આપણે કાયદાનો ભંગ
ન કરવો જોઈએ.
પ્રવૃત્તિ પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
તમારા વિધાનસભાના મતવિસ્તારનું નામ શું છે?
[નોંધઃ આ પ્રશ્નના ઉત્તરમાં વિદ્યાર્થીઓએ પોતાના મતવિસ્તારનું નામ લખવું. દા. ત., મારા વિધાનસભાના મતવિસ્તારનું નામ લીંબડી છે.]
પ્રશ્ન 2.
વર્તમાનમાં તમારે ત્યાં કયા પક્ષના ધારાસભ્ય છે?
ઉત્તરઃ
વર્તમાનમાં અમારે ત્યાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INC(Congress)ના ધારાસભ્ય છે.
પ્રશ્ન 3.
હાલમાં કયા પક્ષની રાજ્ય સરકાર છે?
ઉત્તર:
હાલમાં ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની રાજ્ય સરકાર છે.
પ્રશ્ન 4.
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી અને રાજ્યપાલ કોણ છે?
ઉત્તર:
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત છે.
પ્રશ્ન 5.
ગુજરાતના આપણા શિક્ષણમંત્રી, ગૃહમંત્રી અને નાણામંત્રીના નામ જણાવો.
ઉત્તર:
ગુજરાતના આપણા શિક્ષણમંત્રીનું નામ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહમંત્રીનું નામ પ્રદીપસિંહ જાડેજા અને નાણામંત્રીનું નામ શ્રી નીતિનભાઈ પટેલ છે.
પ્રવૃત્તિઓ
1. તમારા વિસ્તારના ધારાસભ્યનો પરિચય મેળવો. તેઓનો સંપર્ક નંબર અને સરનામું જાણો.
2. તમારા વિસ્તારના લોકોના પ્રશ્નોની માહિતી મેળવો અને વિધાનસભ્યને તેની જાણકારી પત્ર દ્વારા આપો.
૩. બહુમતી, શાસક પક્ષ, વિરોધ પક્ષ, મિશ્ર સરકાર, મતવિભાગ વગેરે શબ્દોનો અર્થ મેળવો. વર્ગમાં તે વિશે ચર્ચા કરો.
4 વિધાનસભાની મુલાકાત માટે શૈક્ષણિક પ્રવાસ ગોઠવો.
5. શાળા પંચાયત અને મંત્રીમંડળની રચના કરો.
6. તમારા વિધાનસભા મતક્ષેત્રનો મતવિસ્તાર દેશોવતો નકશો કે
7. તમારા મતવિસ્તારના ધારાસભ્ય દ્વારા હાથ ધરાયેલાં કાર્યોની યાદી બનાવો.
8. દૂરદર્શન પર પ્રસારિત વિધાનસભાની કાર્યવાહી વિશે માહિતી મેળવો.
9. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલાં કાર્યો કે જે વર્તમાનપત્રોમાં સમાચાર સ્વરૂપે પ્રસિદ્ધ થયેલા હોય તે કટિંગ્સ કાપી ક્રેપબુક બનાવો.
10. શિક્ષકની મદદથી મોક વિધાનસભાનું આયોજન કરો. તૈયાર કરો.
વિશેષ પ્રશ્નોના ઉત્તર
1. ગામના સરપંચને ગામના વિકાસ માટે એક કાયદો બનાવવો છે. તો, તે કઈ રીતે બનાવશે?
ઉત્તર:
પંચાયતી રાજના કાયદા મુજબ ગામનાં વિકાસ કામો કરવા માટે દરેક ગામમાં ગ્રામસભા હોય છે. સરપંચને ગામના વિકાસ માટે કાયદો બનાવવો હોય તેમણે પોતના અધ્યક્ષપદે ગ્રામસભા બોલાવવી જોઈએ. ગામના પુખ્ત વયના બધા જ મતદારો ગ્રામસભાના સભ્યો હોય છે. તેઓ ગ્રામસભામાં હાજર રહી મત આપી શકે છે. સરપંચ ગ્રામસભા સભ્યો સમક્ષ ગામના વિકાસ માટે કાયદો બનાવવાની જરૂરિયાત વિશે ચર્ચા કરશે.
એ પછી કાયદો બનાવવાની દરખાસ્ત રજૂ કરશે. હાજર રહેલા ગ્રામસભાના સભ્યો એ દરખાસ્તને બે તૃતીયાંશ બહુમતીથી પસાર કરશે તો એ દરખાસ્ત કાયદાનું સ્વરૂપ મળી જશે.
2. વિજયભાઈની ઉંમર 24 વર્ષ છે. એમણે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. એમની ઉમેદવારી માન્ય રહેશે કે કેમ? શા માટે?
ઉત્તર:
વિજયભાઈની વિધાનસભાની ચૂંટણી માટેની ઉમેદવારી રે માન્ય રાખવામાં આવશે નહિ. માન્ય રહેશે નહીં, કારણ કે વિજયભાઈની ઉંમર 24 વર્ષની છે. બંધારણની જોગવાઈ અનુસાર વિધાનસભાના સભ્ય બનવા માટે 3 ઉમેદવારની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ વર્ષની હોવી જોઈએ.
3. ખરડા અને કાયદા વિશેની ભેદરેખા સ્પષ્ટ કરો.
ઉત્તર:
કેન્દ્રમાં રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યમાં રાજ્યપાલ ખરડા પર સહી કરી તેને મંજૂર કરે તો જ ખરડો કાયદો બને છે. જો તેઓ સહી ન કરે તો ખરડો, ખરડો જ રહે છે. તે કાયદો બની શકતો નથી.
4. ગુજરાતના કચ્છ જિલ્લામાં મતદાર તરીકે નોંધાયેલ મીનાક્ષીબહેન દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે, તો શું થાય?
ઉત્તરઃ
મીનાક્ષીબહેન ગુજરાત રાજ્યના મતદાર છે. બંધારણીય જોગવાઈ મુજબ મતદાર પોતાના રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે.આથી મીનાક્ષીબહેનની દિલ્લી વિધાનસભાની ઉમેદવારી નોંધાવી શકશે નહિ. તેમની ઉમેદવારી
HOTs પ્રશ્નોત્તરી
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો :
પ્રશ્ન 1.
રાજ્યની વિધાનસભા બીજા કયા નામથી ઓળખાય છે?
A. રાજ્યસભા
B. લોકસભા
C. ધારાસભા
D. સંસદ
ઉત્તર:
C. ધારાસભા
પ્રશ્ન 2.
રાષ્ટ્રની સરકાર કયા નામે ઓળખાય છે?
A. રાજ્ય
B. સંઘ
C. ગ્રામ
D. ન્યાય
ઉત્તર:
B. સંઘ
પ્રશ્ન 3.
MLA બનવા તમારી ઉંમર કેટલી હોવી જોઈએ?
A. 30
B. 25
C. 35
D. 18.
ઉત્તર:
B. 25
પ્રશ્ન 4.
કોની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે છે?
A. રાજ્યપાલની
B. મુખ્યમંત્રીની
C. વડા પ્રધાનની
D. અધ્યક્ષની
ઉત્તર:
A. રાજ્યપાલની
પ્રશ્ન 5.
કઈ અદાલત નઝીરી અદાલત (Court of Records)તરીકે ફરજ બજાવે છે?
A. વડી અદાલત
B. જિલ્લા અદાલત
C. તાલુકા અદાલત
D. ફોજદારી અદાલત
ઉત્તર:
A. વડી અદાલત
પ્રશ્ન 6.
નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનપરિષદ છે?
A. ગુજરાતમાં
B. કેરલમાં
C. કર્ણાટકમાં
D. ઓડિશામાં
ઉત્તર:
C. કર્ણાટકમાં
પ્રશ્ન 7.
નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનપરિષદ નથી?
A. મહારાષ્ટ્રમાં
B. કર્ણાટકમાં
C. ઉત્તર પ્રદેશમાં
D. ગુજરાતમાં
ઉત્તર:
D. ગુજરાતમાં