GSEB Class 7 Social Science Important Questions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

   

Gujarat Board GSEB Class 7 Social Science Important Question Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન Important Questions and Answers.

GSEB Class 7 Social Science Important Questions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

પ્રશ્ન 1.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
A. દુષ્કાળ
B. હુલ્લડ
C. બૉમ્બ વિસ્ફોટ
D. આગ
ઉત્તર:
A. દુષ્કાળ

પ્રશ્ન 2.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?
A. દાવાનળ
B. ઔદ્યોગિક અકસ્માત
C. ભૂકંપ
D. સુનામી
ઉત્તર:
B. ઔદ્યોગિક અકસ્માત

પ્રશ્ન 3.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
A. આગ
B. ઔદ્યોગિક અકસ્માત
C. હુલ્લડ
D. ભૂકંપ
ઉત્તર:
D. ભૂકંપ

પ્રશ્ન 4.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?
A. દુષ્કાળ
B. આગ
C. ભૂકંપ
D. જ્વાળામુખી
ઉત્તર:
B. આગ

GSEB Class 7 Social Science Important Questions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 5.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
A. જ્વાળામુખી
B. ઔદ્યોગિક અકસ્માત
C. આગ
D. હુલ્લડ
ઉત્તર:
A. જ્વાળામુખી

પ્રશ્ન 6.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?
A. વાવાઝોડું
B. હુલ્લડ
C. પૂર
D. સુનામી
ઉત્તર:
B. હુલ્લડ

પ્રશ્ન 7.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
A. ઔદ્યોગિક અકસ્માત
B. બૉમ્બ વિસ્ફોટ
C. સુનામી
D. હુલ્લડ
ઉત્તર:
C. સુનામી

પ્રશ્ન 8.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?
A. વાવાઝોડું
B. સુનામી
C. દાવાનળ
D. બૉમ્બ વિસ્ફોટ
ઉત્તર:
D. બૉમ્બ વિસ્ફોટ

પ્રશ્ન 9.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
A. આગ
B. વાવાઝોડું
C. ઔદ્યોગિક અકસ્માત
D. બૉમ્બ વિસ્ફોટ
ઉત્તર:
B. વાવાઝોડું

પ્રશ્ન 10.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
A. પૂર
B. બૉમ્બ વિસ્ફોટ
C. ઔદ્યોગિક અકસ્માત
D. હુલ્લડ
ઉત્તર:
A. પૂર

પ્રશ્ન 11.
માનવસર્જિત આપત્તિ કઈ છે?
A. વાવાઝોડું
B. દુષ્કાળ
C. આગ
D. ત્સુનામી
ઉત્તર:
C. આગ

પ્રશ્ન 12.
માનવસર્જિત આપત્તિ કઈ છે?
A. ઔદ્યોગિક અકસ્માત
B. દાવાનળ
C. દુષ્કાળ
D. ભૂકંપ
ઉત્તર:
A. ઔદ્યોગિક અકસ્માત

પ્રશ્ન 13.
માનવસર્જિત આપત્તિ કઈ છે?
A. ભૂકંપ
B. જ્વાળામુખી
C. દુષ્કાળ
D. હુલ્લડ
ઉત્તર:
D. હુલ્લડ

પ્રશ્ન 14.
માનવસર્જિત આપત્તિ કઈ છે?
A. દાવાનળ
B. બૉમ્બ વિસ્ફોટ
C. જ્વાળામુખી
D. દુષ્કાળ
ઉત્તર:
B. બૉમ્બ વિસ્ફોટ

GSEB Class 7 Social Science Important Questions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 15.
આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે?
A. જ્વાળામુખી
B. દાવાનળ
C. પૂર
D. ભૂકંપ
ઉત્તર:
C. પૂર

પ્રશ્ન 16.
આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિ કઈ છે?
A. ભૂકંપ
B. ત્સુનામી
C. વાવાઝોડું
D. દુષ્કાળ
ઉત્તર:
A. ભૂકંપ

પ્રશ્ન 17.
આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે?
A. જ્વાળામુખી
B. દાવાનળ
C. સુનામી
D. ભૂકંપ
ઉત્તર:
C. સુનામી

પ્રશ્ન 18.
આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિ કઈ છે?
A. દુષ્કાળ
B. વાવાઝોડું
C. જ્વાળામુખી
D. ત્સુનામી
ઉત્તર:
C. જ્વાળામુખી

પ્રશ્ન 19.
આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે?
A. વાવાઝોડું
B. ભૂકંપ
C. જ્વાળામુખી
D. ઘવાનળ
ઉત્તર:
A. વાવાઝોડું

પ્રશ્ન 20.
આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિ કઈ છે?
A. પૂર
B. સુનામી
C. દાવાનળ
D. વાવાઝોડું
ઉત્તર:
C. દાવાનળ

પ્રશ્ન 21.
આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે?
A. ભૂકંપ
B. દુષ્કાળ
C. દાવાનળ
D. જ્વાળામુખી
ઉત્તર:
B. દુષ્કાળ

પ્રશ્ન 22.
કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે?
A. પૂર
B. વાવાઝોડું
C. ભૂકંપ
D. દુષ્કાળ
ઉત્તર:
C. ભૂકંપ

પ્રશ્ન 23.
16 જૂન, 1819ના રોજ ગુજરાતમાં કયા સ્થળે ભૂકંપ થયો હતો?
A. જૂનાગઢમાં
B. નવસારીમાં
C. વડોદરામાં
D. કચ્છમાં
ઉત્તર:
D. કચ્છમાં

પ્રશ્ન 24.
12 જુલાઈ, 1915ના રોજ ગુજરાતમાં કયા સ્થળે ભૂકંપ થયો હતો?
A. અંજાર(કચ્છ)માં
B. ભાવનગરમાં
C. ચોટીલામાં
D. વલસાડમાં
ઉત્તર:
A. અંજાર(કચ્છ)માં

પ્રશ્ન 25.
નીચેના પૈકી કયા સમયે કચ્છમાં 7.6 / 7.7 રીક્ટર સ્કેલની તીવ્રતાવાળો ભૂકંપ થયો હતો?
A. 26 જાન્યુઆરી, 2000ના રોજ
B. 26 જાન્યુઆરી, 2001 ના રોજ
C. 15 સપ્ટેમ્બર, 2004ના રોજ
D. 28 ડિસેમ્બર, 2005ના રોજ
ઉત્તર:
B. 26 જાન્યુઆરી, 2001 ના રોજ

પ્રશ્ન 26.
નીચેના પૈકી કયા વિસ્તારમાં વાવાઝોડાની વિનાશક અસરો અનુભવાય છે?
A. વડોદરામાં
B. વલસાડ અને નવસારીમાં
C. પાટણ અને બનાસકાંઠામાં
D. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે
ઉત્તર:
D. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે

GSEB Class 7 Social Science Important Questions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 27.
સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે …
A. પ્રચંડ વાતાવરણીય તોફાનો દ્વારા જ થાય છે.
B. ધોધમાર વરસાદથી થાય છે.
C. સમુદ્રતળના ભૂકંપો દ્વારા જ થાય છે.
D. સમુદ્રી ટાપુ ડૂબી જવાથી જ થાય છે.
ઉત્તર:
C. સમુદ્રતળના ભૂકંપો દ્વારા જ થાય છે.

પ્રશ્ન 28.
26 ડિસેમ્બર, 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલા મહાવિનાશક સુનામીએ આશરે 2 લાખ લોકોનો ભોગ લીધો હતો?
A. હિંદ મહાસાગરમાં
B. ઉત્તર ઍટલૅટિક મહાસાગરમાં
C. પૅસિફિક મહાસાગરમાં
D. દક્ષિણ ઍટલૅટિક મહાસાગરમાં
ઉત્તર:
A. હિંદ મહાસાગરમાં

પ્રશ્ન 29.
સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે?
A. સાગર સાથે
B. નદી સાથે
C. વાવાઝોડા સાથે
D. સુનામી સાથે
ઉત્તર:
B. નદી સાથે

પ્રશ્ન 30.
કઈ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે?
A. ભૂકંપ
B. પૂર
C. સુનામી
D. દુષ્કાળ
ઉત્તર:
D. દુષ્કાળ

પ્રશ્ન 31.
જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય છે?
A. વાવાઝોડાની
B. પૂરની
C. દુષ્કાળની
D. જ્વાળામુખીની
ઉત્તર:
C. દુષ્કાળની

યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. આપત્તિઓનાં ……………………………………. જોતાં જણાય છે કે તે ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે.
ઉત્તર:
પરિણામો

2. પૂરની આગાહી ……………………………. છે.
ઉત્તર:
શક્ય

3. ભૂકંપની આગાહી ………………………….. છે.
ઉત્તર:
અશક્ય

4. સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપનને …………………………………. કહે છે.
ઉત્તર:
ભૂકંપ

5. ભૂકંપ માટે પૃથ્વીના પેટાળમાં થતી ………………………………… ક્રિયાઓ જવાબદાર છે.
ઉત્તર:
ભૂગર્ભિક

6. ભૂકંપ સમયે રઘવાયા થઈ …………………………………… ન કરવી જોઈએ.
ઉત્તર:
બૂમાબૂમ

7. ભૂકંપ સમયે ઊંચા મકાનમાંથી નીચે ઊતરવા માટે …………………………………. ન વાપરવી જોઈએ.
ઉત્તર:
લિફ્ટ

8. 26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાતમાં ……………………………….. ખાતે ભૂકંપ થયો હતો.
ઉત્તર:
કચ્છ

9. ભારતના ………………………… અને ……………………………….. વાવાઝોડાની ભારે વિનાશક અસરો અનુભવાય છે.
ઉત્તર:
પૂર્વતટ, મલબાર તટે

10. ગુજરાતમાં …………………………….. અને ………………………… ના દરિયાકિનારે વાવાઝોડાની ભારે વિનાશક અસરો અનુભવાય છે.
ઉત્તર:
કચ્છ, સૌરાષ્ટ્ર

GSEB Class 7 Social Science Important Questions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

11. ………………………….. ની ઉત્પત્તિ માટે સાગરતળે થતા ભૂકંપો જવાબદાર છે.
ઉત્તર:
સુનામી

12. હવે આધુનિક ……………………………… આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાય છે.
ઉત્તર:
ઉપગ્રહ

13. સુનામી સમયે ………………………………. થી દૂર ખસી જવું જોઈએ.
ઉત્તર:
દરિયાકિનારા

14. એકધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂવિસ્તારો જળબંબાકાર થવાની ઘટનાને ……………………………….. કહે છે.
ઉત્તર:
પૂર

15. પૂરની ઘટનાને સામાન્ય રીતે ………………………………… સાથે જોડવામાં આવે છે.
ઉત્તર:
નદી

16. પૂર પછી ……………………………… નાં પાણીથી બનાવેલ ખોરાક ખાવો ન જોઈએ.
ઉત્તર:
પૂર

17. …………………………………. એ વિનાશકારી અને લાંબા સમય સુધી માઠી અસરો છોડતી કુદરતી આપત્તિ છે.
ઉત્તર:
દુષ્કાળ

18. …………………………………………. આબોહવામાં સમયાંતરે દુષ્કાળ પડવો એ તેની આબોહવાની લાક્ષણિકતા છે.
ઉત્તર:
મોસમી

19. દુષ્કાળ વખતે મનુષ્યો માટે ………………………………… ની અને પાલતુ પ્રાણીઓ માટે …………………………………… ની સમસ્યા સર્જાય છે.
ઉત્તર:
અનાજ, ઘાસચારા

20. આપત્તિમાં જે લોકો કાયમી ……………………………. બને તેમની સારસંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે.
ઉત્તર:
વિક્લાંગ

GSEB Class 7 Social Science Important Questions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

21. આપત્તિની સૌથી માઠી અસરો ……………………………………. અને ………………………………… પર વધુ થાય છે.
ઉત્તર:
ગરીબો, અભાવગ્રસ્તો

નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

પ્રશ્ન 1.
આપત્તિ શબ્દ કાને પડતાં મનમાં આનંદનો ભાવ જાગે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 2.
પૂર એ કુદરતી આપત્તિ છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 3.
દાવાનળ એ કુદરતી આપત્તિ છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 4.
હુલ્લડ એ કુદરતી આપત્તિ છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 5.
ત્સુનામી એ માનવસર્જિત આપત્તિ છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 6.
ઔદ્યોગિક અકસ્માત એ માનવસર્જિત આપત્તિ છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 7.
બૉમ્બ વિસ્ફોટ એ માનવસર્જિત આપત્તિ છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 8.
વાવાઝોડું એ કુદરતી આપત્તિ નથી.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 9.
આગ એ માનવસર્જિત આપત્તિ નથી.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 10.
દુષ્કાળ એ કુદરતી આપત્તિ છે.
ઉત્તર:
ખરું

GSEB Class 7 Social Science Important Questions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 11.
ભૂકંપ એ કુદરતી આપત્તિ નથી.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 12.
પૂરની આગાહી કરવી શક્ય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 13.
ત્સુનામીની આગાહી કરવી શક્ય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 14.
જ્વાળામુખીની આગાહી કરવી શક્ય નથી.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 15.
દાવાનળની આગાહી કરવી શક્ય છે.
ખોટું

પ્રશ્ન 16.
પૃથ્વી સપાટીના જે વિસ્તારો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 17.
ભૂકંપ સમયે વીજળીનો થાંભલો પકડીને ઊભા રહેવું જોઈએ.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 18.
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 19.
ભૂકંપની રિક્ટર સ્કેલની તીવ્રતા ઓછી તેમ વિનાશ વધારે હોય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 20.
26 જાન્યુઆરી, 2005માં કચ્છમાં ભૂકંપ થયો હતો.
ઉત્તર:
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 21.
વાવાઝોડાને ચક્રવાતના નામે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 22.
વાવાઝોડા દરમિયાન તમે શાળામાં હોવ તો તમારે વર્ગખંડની બહાર નીકળી જવું જોઈએ.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 23.
ભૂકંપીય સાગરમોજાં સુનામી તરીકે ઓળખાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 24.
સુનામી સમયે સુનામીને જોવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 25.
ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવતા પ્રદેશોમાં સમયાંતરે દુષ્કાળ પડતો હોય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 26.
ભૂકંપ, પૂર, વાવાઝોડું અને સુનામી જેવી આપત્તિઓ ઓછી વિનાશકારી હોય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 27.
આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા, મકાનો અને મોટી ઇમારતોને ફરીથી બાંધતાં વર્ષો વીતી જાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 28.
કાયમી વિકલાંગોના પુનર્વસનની સમસ્યા ખૂબ હળવી હોય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 29.
આપત્તિઓની સૌથી વધુ અસર શ્રીમંતો પર થાય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 30.
આપત્તિઓ કે અકસ્માતોની કેટલીક ઘટનાઓ માનવસર્જિત હોય છે.
ઉત્તર:
ખરું

GSEB Class 7 Social Science Important Questions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

બંધબેસતાં જોડકાં જોડો :

પ્રશ્ન 1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) કુદરતી આપત્તિ (1) 26 જાન્યુઆરી, 2001
(2) માનવસર્જિત આપત્તિ (2) જ્વાળામુખી
(3) હિંદ મહાસાગરમાં (3) 10 સપ્ટેમ્બર, 2005 – ત્સુનામી
(4) 26 ડિસેમ્બર, 2004 (4) કચ્છમાં ભૂકંપ
(5) ઓદ્યોગિક અકસ્માત

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) કુદરતી આપત્તિ (2) જ્વાળામુખી
(2) માનવસર્જિત આપત્તિ (5) ઓદ્યોગિક અકસ્માત
(3) હિંદ મહાસાગરમાં (4) કચ્છમાં ભૂકંપ
(4) 26 ડિસેમ્બર, 2004 (1) 26 જાન્યુઆરી, 2001

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપોઃ

પ્રશ્ન 1.
આપત્તિ શબ્દને સામાન્ય વ્યવહારમાં કયા નામે ઓળખવામાં આવે છે?
ઉત્તર:
આપત્તિ શબ્દને સામાન્ય વ્યવહારમાં આપદા, હોનારત, પ્રકોપ વગેરે નામે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 2.
માનવસર્જિત આપત્તિઓ કઈ કઈ છે?
ઉત્તર:
આગ, ઔદ્યોગિક અકસ્માત, બૉમ્બ વિસ્ફોટ, હુલ્લડ વગેરે માનવસર્જિત આપત્તિઓ છે.

પ્રશ્ન 3.
આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે?
ઉત્તર:
પૂર, સુનામી, વાવાઝોડું, દુષ્કાળ વગેરે આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે.

પ્રશ્ન 4.
આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે?
ઉત્તર:
ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરે આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ છે.

પ્રશ્ન 5.
ભૂકંપ એટલે શું? અથવા ભૂકંપ કોને કહે છે?
ઉત્તર:
પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઊઠે છે. તેને ‘ભૂકંપ’ કહે છે.

પ્રશ્ન 6.
વાવાઝોડું શાથી સર્જાય છે?
ઉત્તર:
વાવાઝોડું વાતાવરણમાં હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે.

પ્રશ્ન 7.
ભારતમાં વાવાઝોડાની અસરો ક્યાં અનુભવાય છે?
ઉત્તર:
ભારતમાં વાવાઝોડાની અસરો દેશના પૂર્વ કિનારે અને મલબાર કિનારે તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે અનુભવાય છે.
GSEB Class 7 Social Science Important Questions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 8.
સુનામી એટલે શું? અથવા સુનામી કોને કહે છે?
ઉત્તરઃ
સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂખ્ખલનથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદનાં, શક્તિશાળી અને અસાધારણ લંબાઈનાં મોજાં ઉત્પન્ન થાય છે. તેમને “સુનામી’ કહે છે.

પ્રશ્ન 9.
સુનામીની મહાવિનાશક અસરનું એક દષ્ટાંત આપો.
ઉત્તર:
26 ડિસેમ્બર, 2004ના રોજ હિંદ મહાસાગરમાં આવેલા મહાવિનાશક સુનામીએ થાઇલૅન્ડ, ઈન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોના આશરે 2 લાખ લોકોનો ભોગ લીધો હતો.

પ્રશ્ન 10.
દુષ્કાળ કોને કહે છે?
ઉત્તરઃ
વર્ષાઋતુના સમયમાં વરસાદ આવે જ નહિ અથવા બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય છે તેને ‘દુષ્કાળ’ કે ‘દુકાળ’ કહે છે.

પ્રશ્ન 11.
આપત્તિઓની સૌથી માઠી અસર કોની પર વધુ થાય છે?
ઉત્તરઃ
આપત્તિઓની સૌથી માઠી અસર ગરીબો અને અભાવગ્રસ્ત લોકો પર વધુ થાય છે.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો:

પ્રશ્ન 1.
વાવાઝોડા પહેલાં શું કરવું જોઈએ?
ઉત્તરઃ
વાવાઝોડા પહેલાં –

  • વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈપૂર્વક જાણી લેવી.
  • રેડિયો પોતાની પાસે રાખવો. ચોક્કસ માહિતી માટે રેડિયો પરથી થતું પ્રસારણ સાંભળતા રહેવું.
  • જો તમે દરિયાની નજીક રહેતા હો તો દરિયાની નજીકનો નીચાણવાળો વિસ્તાર છોડીને દૂર ઊંચાણવાળી જગ્યાએ આશ્રય લેવો.
  • ખોરાકી ચીજો, સૂકો નાસ્તો, ટૉર્ચ, પીવાનું સ્વચ્છ પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરવાં.
  • ઘરમાં ગૅસ અને વીજળીનાં જોડાણો બંધ કરી દેવાં.

પ્રશ્ન 2.
વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ?
ઉત્તર:
વાવાઝોડા દરમિયાન –

  • વાવાઝોડાની ચેતવણી મળતાં ઘરનાં બધાં બારી-બારણાં બંધ કરવાં.
  • જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર નીકળવું નહિ.
  • જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા, ઝાડ, દરિયાકિનારો વગેરેથી વાહનને દૂર ઊભું રાખવું અને તમારે વાહનમાં જ બેસી રહેવું.
  • જો તમે સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાના આશ્રયસ્થાનમાં રહેતા હો તો ત્યાંના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.
  • ઢોરઢાંખરને ખીલેથી છોડી મૂકવાં, જો તે છૂટાં હશે તો પોતાનો બચાવ કરી શકશે.
  • વીજળીના થાંભલા, મોટાં વૃક્ષો, મકાનો, જાહેરાતનાં બોર્ડ વગેરેથી દૂર ઊભા રહેવું.

પ્રશ્ન 3.
વાવાઝોડા પછી શું કરવું જોઈએ?
ઉત્તર:
વાવાઝોડા પછી –

  • વાતાવરણ ચોખ્ખું બની જાય અને પવન પણ વાતો બંધ થઈ જાય તોપણ ઘરની બહાર ખુલ્લામાં જવું નહિ. અચાનક પવન અને વરસાદ આવી શકે છે.
  • વીજળીના થાંભલા તેમજ વીજળીના છૂટા તારને અડકવું નહિ.
  • કુતૂહલવશ એકત્ર બની રાહત અને બચાવની કામગીરીમાં અવરોધ ઊભો ન કરવો.
  • બચાવતંત્ર દ્વારા સૂચના મળ્યા પછી જ પોતાના ઘેર પાછા જવું.
  • રાહત અને બચાવની કામગીરીમાં મદદ કરવી.
  • જરૂરી મદદ માટે જ સત્તાવાળાઓને ફોન કરવા. આ સિવાયની બાબતો માટે ફોન ન કરવા, કારણ કે ટેલિફોન નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવની કામગીરી અવરોધાય છે. :–

પ્રશ્ન 4.
સુનામી પહેલાં શું કરવું જોઈએ?
ઉત્તર:
સુનામી પહેલાં –

  • સુનામીના સમાચાર કે સૂચના સાંભળતાં જ સમુદ્રકિનારાથી દૂર સલામત જગ્યાએ જતા રહેવું.
  • રેડિયો કે ટેલિવિઝન પરથી મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો.
  • સમુદ્રનાં મોજાં અસાધારણ ઊંચાં ઊછળે તેમજ વિચિત્ર અવાજો સાંભળવા મળે તો તે સુનામી આવવાના સંકેતો છે. આથી તરત જ સમુદ્રકિનારાથી દૂર સલામત સ્થળે જતા રહેવું.
  • પોતાની કીમતી અને અંગત વસ્તુઓ, સૂકો નાસ્તો, દવાઓ, પીવા માટે શુદ્ધ પાણી, ટૉર્ચ, મીણબત્તી, દીવાસળીની પેટી વગેરે . વસ્તુઓ સાથે રાખવી.

પ્રશ્ન 5.
સુનામી દરમિયાન શું કરવું જોઈએ?
ઉત્તરઃ
સુનામી દરમિયાન –

  • ઊંચાણવાળી જગ્યામાં આશ્રય લીધો હોય, તો એ જગ્યાને છોડવી નહિ.
  • સુનામીનાં મોજાં જોવાનો પ્રયત્ન ન કરવો.
  • સરકારી તંત્ર દ્વારા મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો.
  • દરિયાકિનારે આવેલાં ઊંચાં મકાનોમાં પણ આશ્રય ન લેવો, કારણ કે સુનામીનાં વિનાશક મોજાંથી તે ધરાશયી થઈ શકે છે.

પ્રશ્ન 6.
સુનામી પછી શું કરવું જોઈએ?
ઉત્તરઃ
સુનામી પછી –

  • રેડિયો, ટેલિવિઝન કે સોશિયલ મીડિયા પર આવતી સૂચનાઓ મુજબ વર્તવું.
  • સૂનામીનાં મોજાં ઓસર્યા પછી, સરકારી તંત્ર દ્વારા સૂચનાઓ મળ્યા પછી, ખાલી કરેલા વિસ્તારમાં જવું. ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચાં મોજાં પાછળથી આવી શકે છે.
  • પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો તેમાં પ્રવેશ કરવો નહિ.
  • ઘરમાં પાણી, ગેસ અને વીજળીનાં 3 જોડાણોમાં આવેલાં ભંગાણની જાણ જવાબદાર તંત્રને કરવી.

GSEB Class 7 Social Science Important Questions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 7.
પૂર પહેલાં શું કરવું જોઈએ?
ઉત્તરઃ
પૂર પહેલાં –

  1. સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહેવું.
  2. ઊંચા વિસ્તારોથી માહિતગાર રહેવું અને પૂર દરમિયાન પોતાની કીમતી વસ્તુઓ લઈને એ વિસ્તારમાં જતા રહેવું.
  3. સરકારી તંત્ર દ્વારા પૂર અંગેની અપાતી ચેતવણીનો ચુસ્તપણે અમલ કરવો.

પ્રશ્ન 8.
પૂર દરમિયાન શું કરવું જોઈએ?
ઉત્તરઃ
પૂર દરમિયાન –

  • ઘરનાં ગેસ અને વીજળીનાં જોડાણો તરત જ બંધ છે કરી દેવાં.
  • તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ – વાહનમાંથી બહાર નીકળી જવું. સાત-આઠ વ્યક્તિઓનું જૂથ બનાવી, એકબીજાના હાથ પકડી પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો.
  • ઢોરઢાંખરને ખીલેથી છોડી મૂકવાં. જો તે છૂટાં હશે તો પોતાનો બચાવ કરી શકશે.
  • બાળકોને ભૂખ્યાં ન રાખવાં.
  • રેડિયો અને મોબાઇલ ફોન અવશ્ય સાથે રાખવા.

પ્રશ્ન 9.
પૂર પછી શું કરવું જોઈએ?
ઉત્તરઃ
પૂર પછી –

  • ખોરાક બનાવવા પૂરના પાણીનો ઉપયોગ ન કરવો.
  • પૂર ઓસરી ગયા પછી પાણી ઉકાળીને જ પીવું.
  • પૂર ઓસર્યા પછી, રસ્તાઓ ખુલ્લા થયાની જાણકારી મળ્યા પછી જ, હું સલામત સ્થળેથી બહાર નીકળવું.
  • સાપ, વીંછી કે અન્ય જીવજંતુઓથી સાવધાન રહેવું.

પ્રશ્ન 10.
દુષ્કાળ પહેલાં શું કરવું જોઈએ?
ઉત્તર:
દુષ્કાળ પહેલાં –

  • ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢી તેના વપરાશનું આયોજન કરવું.
  • ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી અને તેનો પ્રચાર કરવો.
  • સૌને અનાજ મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી.
  • અનાજનો બગાડ કે બિનજરૂરી વપરાશ અટકાવવા ભોજન-સમારંભો પર પ્રતિબંધ મૂકવો.

પ્રશ્ન 11.
દુષ્કાળ દરમિયાન શું કરવું જોઈએ?
ઉત્તર:
દુષ્કાળ દરમિયાન –

  1. સસ્તા દરના અનાજના વિતરણની વ્યવસ્થા ઊભી કરવી.
  2. તાકીદની જરૂરિયાત સિવાયનાં અન્ય બાંધકામો બંધ કરવાં.
  3. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવાં.

પ્રશ્ન 12.
દુષ્કાળ પછી શું કરવું જોઈએ?
ઉત્તર:
દુષ્કાળ પછી –

  • વિકાસકામોના ભાવિ આયોજનમાં જળસંચયના કામોને પ્રાથમિકતા આપવી.
  • અનાજના બફર સ્ટૉક માટે આયોજન કરવું.
  • બારેમાસ વહેતી નદીઓના પ્રવાહને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું. એ પાણીના સંગ્રહ માટે સમગ્ર વિસ્તારમાં નાનાં-મોટાં જળાશયો બાંધવાં.

પ્રશ્ન 13.
ભૂકંપ વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઊઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ‘ભૂકંપ’ કહે છે. પૃથ્વી સપાટીના જે વિસ્તારો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. ભૂકંપની ચોક્કસ આગાહી કરવી સંભવ નથી. પરંતુ જો આપણે પહેલેથી તૈયાર હોઈએ તો તેની અસરોને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. ભૂકંપને લીધે જાન-માલની ભારે ખુવારી વેઠવી પડે છે.

પ્રશ્ન 14.
સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
સુનામી (Tsunami)’ જાપાનીઝ ભાષાનો શબ્દ છે. ‘સુ’ એટલે બંદર અને ‘નામી’ એટલે મોજાં, સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ભારે (7થી વધારે) તીવ્રતાવાળો ભૂકંપ આવવાથી કે સમુદ્રી જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રીય ભૂસ્મલનથી સમુદ્ર કે મહાસાગરની સપાટી પર ખૂબ વિશાળ કદનાં, શક્તિશાળી અને અસાધારણ લંબાઈના વિનાશક મોજાં ઉત્પન્ન થાય છે, તેને ‘સુનામી’ કહેવામાં આવે છે.

ઘણું કરીને સુનામી ઉત્પત્તિ સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપ દ્વારા થાય છે, તેથી ત્સુનામીને ભૂકંપીય સાગરમોજાં તરીકે પણ ઓળખવામાં આવે છે. સુનામીનાં મોજાં તેના ઉત્પત્તિ સ્થાનેથી સમુદ્રકિનારા તરફ એક પછી એક હારબંધ આવતાં ભારે વિનાશક બની જાય છે, તેની ઝડપ કિનારા પાસે ઓછી થઈ જાય છે; જ્યારે ઊંચાઈ વધી જાય છે ત્યારે કિનારાના પ્રદેશોમાં સુનામીનાં મોજાં પાણીની એક ઊંચી દીવાલ બનીને આગળ વધે છે અને ભારે વિનાશ સર્જે છે. જો કે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોથી સૂનામીની ચોક્કસ અંદાજ કાઢી શકાય છે. તેથી તેના સૂચિત અસરવાળા વિસ્તારોમાંથી લોકોને સમયસર સ્થળાંતર કરાવી રે જાનહાનિ અટકાવી શકાય છે.

પ્રશ્ન 15.
આપત્તિના પ્રકારો જણાવો.
ઉત્તર:
આપત્તિના પ્રકારો નીચે મુજબ છે :
GSEB Class 7 Social Science Important Questions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન 1

GSEB Class 7 Social Science Important Questions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 16.
નીચેની આપત્તિઓનું કુદરતી અને માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો:
ઔદ્યોગિક અકસ્માત, દુષ્કાળ, વાવાઝોડું, દાવાનળ, હુલ્લડ, ભૂકંપ, બૉમ્બ વિસ્ફોટ, જ્વાળામુખી, પૂર, આગ, ત્સુનામી
ઉત્તર:

કુદરતી આપત્તિ માનવસર્જિત આપત્તિ
(1) દુષ્કાળ (1) ઔદ્યોગિક અકસ્માત
(2) વાવાઝોડું (2) હુલ્લડ
(3) દાવાનળ (3) બૉમ્બ વિસ્ફોટ
(4) ભૂકંપ (4) આગ
(5) જ્વાળામુખી
(6) પૂર
(7) સુનામી

પ્રવૃત્તિઓ
1. પાઠ્યપુસ્તકના પાના નં. 74 પર આવેલા ગુજરાતના નકશાની મદદથી ગુજરાતના ભૂકંપનું જોખમ ધરાવતા જિલ્લાઓની યાદી બનાવો.
2. પાઠ્યપુસ્તકના પાના નં. 76 પર આપેલી સુનામી મોજાંની આકૃતિ તમારી નોટબુકમાં દોરો.
3. પાઠ્યપુસ્તકના પાના નં. 77 પર આપેલા ગુજરાતના નકશાના આધારે સંભવિત પૂરની શક્યતા ધરાવતા વિસ્તારોની વિગતો તમારા વિષયશિક્ષકની મદદથી જાણવી.
4. તમારા ગામ કે શહેરમાં પાણી મિરાતું દોય તેવા વિસ્તારોની યાદી બનાવો.
5. તમારા ગામ કે શહેરમાં પડતા વરસાદના પાણીનો નિકાલ કેવી રીતે થાય તેની માહિતી વડીલો પાસેથી જાણો.
6. પૂરની સમસ્યા હલ કરવા કયાં કયાં પગલાં ભરવાં પડે તેના ઉપાયો વિશે એક જૂથચર્ચાનું આયોજન કરો.
7. પૃથ્વીના ગોળા તેમજ પૃથ્વીના નકશા ઉપર વિવિધ વન્યજીવનના વિસ્તારો શોધી તેમાં હાલમાં શું થઈ રહ્યું છે તેમજ કેટલા વિસ્તારમાં જંગલો લુપ્ત થવા લાગ્યાં છે તે દર્શાવી તેની ચર્ચા કરો.
8. આગની ઘટના અંગે કયા વિભાગને જાણ કરવાની જરૂર પડે, તેની માહિતી તેમજ ફોન નંબર શોધીને લખો.
9. 14મી એપ્રિલ નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવાય છે. આ દિવસે તમારી શાળામાં ‘આગ લાગી હોય તો શું કરવું?’ તેની મોકડ્રીલ વિદ્યાર્થીઓ દ્વારા યોજો.
10. આપની નજીકના ફાયર સ્ટેશનની મુલાકાત લઈ તેઓ કઈ કઈ કામગીરી કરે છે એની જાણકારી મેળવો.
11. શોટસર્કિટથી આગ લાગી હોય ત્યારે વીજળી પુરવઠો બંધ કરાવવા કરવાની થતી કાર્યવાહી અંગે જાણકારી એકત્ર કરો.
12. નજીકના ભૂતકાળમાં બનેલા આગના બનાવો અંગેની વિગતો સમાચારપત્રોમાંથી શોધો. આગ લાગવાનાં કારણોની જાણકારી મેળવી, સચિત્ર અહેવાલ તૈયાર કરો.
13. આપત્તિનિવારણ વિશે ગુજરાત સરકારમાંથી નીચે જણાવેલા સરનામેથી પત્રવ્યવહાર દ્વારા અથવા ઇ-મેઇલ સરનામેથી માહિતી મેળવો:
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી
બ્લૉક નં. 11, પાંચમો માળ, ઉદ્યોગ ભવન,
ગાંધીનગર – 382 017
ટેલિફોન : +917923259220
ફેક્સ : +917923259275
ઇ-મેઇલ : info@gsdma.org

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખોઃ

પ્રશ્ન 1.
કઈ આપત્તિની ચોક્કસ આગાહી કરી શકાતી નથી?
A. ભૂકંપની
B. પૂરની
C. વાવાઝોડાની
D. આપેલ તમામની
ઉત્તરઃ
A. ભૂકંપની

પ્રશ્ન 2.
તમે શાળામાં હો ત્યારે વાવાઝોડું આવે તો તમે શું કરશો?
A. ઘર તરફ જશો.
B. દોડાદોડી કરશો.
C. શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી રહેશો.
D. રાડારાડ કરશો.
ઉત્તરઃ
C. શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી રહેશો.

પ્રશ્ન ૩.
વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય છે. આ પરિસ્થિતિને શું કહે છે?
A. સુનામી
B. દુષ્કાળ
C. પૂર
D. વાવાઝોડું
ઉત્તરઃ
B. દુષ્કાળ

પ્રશ્ન 4.
માનવસર્જિત આપત્તિ કઈ છે?
A. હુલ્લડ
B જ્વાળામુખી
C. દુષ્કાળ
D. પૂર
ઉત્તરઃ
A. હુલ્લડ

પ્રશ્ન 5.
પૂર ઓસર્યા પછી કયો ખોરાક ન ખાવો?
A. ઉકાળેલા પાણીથી બનાવેલ
B. ગાળેલા પાણીથી બનાવેલ
C. પૂરના પાણીથી બનાવેલ
D. ચોખ્ખા દેખાતા પાણીથી બનાવેલ
ઉત્તરઃ
C. પૂરના પાણીથી બનાવેલ

GSEB Class 7 Social Science Important Questions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 6.
દુષ્કાળની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ?
A. ઘાસચારાની સંગ્રહખોરી કરવી.
B. પાલતુ પશુઓને રખડતાં કરવાં.
C. મોટા ભોજન-સમારંભો યોજવા.
D. બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી.
ઉત્તરઃ
D. બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *