GSEB Class 7 Science Important Questions Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત

Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત Important Questions and Answers.

GSEB Class 7 Science Important Questions Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત

વિશેષ પ્રશ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
મીઠા જળની માત્રા પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્રાના કેટલા ટકા છે?
A. 71 %
B. 5 %
C. 0.04 %
D. 0.006 %
ઉત્તર:
D. 0.006 %

પ્રશ્ન 2.
જળચક્ર દ્વારા પરિવહન પામતું પાણી કેટલા અને કયા સ્વરૂપે પૃથ્વી પર જોવા મળે છે?
A. માત્ર એક જ પાણી સ્વરૂપે
B. પાણી અને વરાળ બે સ્વરૂપે
C. પાણી અને બરફ બે સ્વરૂપે
D. બરફ, પાણી, વરાળ ત્રણેય સ્વરૂપે
ઉત્તર:
D. બરફ, પાણી, વરાળ ત્રણેય સ્વરૂપે

GSEB Class 7 Science Important Questions Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત

પ્રશ્ન 3.
પૃથ્વી પર ઘન સ્વરૂપમાં પાણી બરફ રૂપે ક્યાં જોવા મળે છે?
A. ધ્રુવો પર
B. બરફથી ઢંકાયેલા પર્વતો પર
C. હિમનદીઓમાં
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 4.
અનુસ્ત્રવણ દ્વારા પાણી ……………………..
A. જમીનમાં ઊતરે છે.
B. હવામાં ઊડી જાય છે.
C. પ્રદૂષિત થાય છે.
D. મૂળ દ્વારા પ્રકાંડ સુધી પહોંચે છે.
ઉત્તર:
A. જમીનમાં ઊતરે છે.

પ્રશ્ન 5.
વરસાદના પાણીનો ઉપયોગ એ ભૂમિય જળની સપાટી વધારવા માટે થઈ શકે છે તેને શું કહેવાય?
A. જળ સંગ્રહણ
B. ટપકસિંચાઈ પદ્ધતિ
C. ભૂગર્ભજળનું શોષણ
D. જલભર
ઉત્તરઃ
A. જળ સંગ્રહણ

2. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
પૃથ્વીની સપાટી પર લગભગ ……………… % ભાગ પાણીથી ઢંકાયેલો છે.
ઉત્તરઃ
71

પ્રશ્ન 2.
…………………. સ્વરૂપમાં પાણી આપણી આસપાસ વાતાવરણમાં પાણીની વરાળ સ્વરૂપે હોય છે.
ઉત્તરઃ
વાયુ

GSEB Class 7 Science Important Questions Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત

પ્રશ્ન 3.
પાણી તેના ત્રણ સ્વરૂપમાં સતત ચક્રીય પરિવર્તન પામતું રહે છે, જેના દ્વારા પૃથ્વી પરના પાણીનો જથ્થો …………………… રહે છે.
ઉત્તરઃ
અચળ

પ્રશ્ન 4.
ભૂમિ જળસ્તરની નીચે જોવા મળતા પાણીને …………………….. કહે છે.
ઉત્તરઃ
ભૂમિ જળ

પ્રશ્ન 5.
ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને ………………………. કહે છે.
ઉત્તરઃ
અનુસ્ત્રવણ

પ્રશ્ન 6.
અત્યંત વધારે વરસાદથી …………………….. આવે છે, જ્યારે વરસાદના ઘટાડાથી ………………………. પડે છે.
ઉત્તરઃ
પૂર, દુષ્કાળ

3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો?

પ્રશ્ન 1.
કયો દિવસ વિશ્વ જળ દિવસ’ના સ્વરૂપે ઉજવવામાં આવે છે?
ઉત્તરઃ
22મી માર્ચ

GSEB Class 7 Science Important Questions Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત

પ્રશ્ન 2.
પાણીના વાયુ સ્વરૂપને શું કહે છે?
ઉત્તરઃ
પાણીની વરાળ

પ્રશ્ન 3.
કઈ ક્રિયા દ્વારા ભૂમિ જળસ્તરના પાણીની પુનઃપૂર્તિ થઈ જાય છે?
ઉત્તરઃ
અનુસ્ત્રવણ

પ્રશ્ન 4.
ખેડૂતો પાણીનો ઉપયોગ ઓછા વ્યય સાથે કરી શકે તે માટે સિંચાઈન કઈ પદ્ધતિ વપરાય છે?
ઉત્તરઃ
ટપક સિચાઈ પદ્ધતિ

GSEB Class 7 Science Important Questions Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત

પ્રશ્ન 5.
પૃથ્વી પર પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે કઈ ક્રિયા અગત્યની છે?
ઉત્તરઃ
જળચક્ર

4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

પ્રશ્ન 1.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલ પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન 50 લિટર પ્રતિ વ્યક્તિ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 2.
પાણી તેના ત્રણ સ્વરૂપમાં સતત ચક્રીય પરિવર્તન પામતું રહે છે, જેના દ્વારા પૃથ્વી પરના પાણીનો કુલ જથ્થો અચળ રહે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 3.
ભારત ખૂબ મોટો દેશ છે, જેના બધાં ક્ષેત્રોમાં એકસરખો વરસાદ પડે છે
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 4.
ભૂગર્ભજળનું ખેંચાણ વધારવું જોઈએ.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 7 Science Important Questions Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત

પ્રશ્ન 5.
વધુ વરસાદ પડવાથી નદીઓમાં પૂર આવે છે.
ઉત્તરઃ
ખરું

5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો?

પ્રશ્ન 1.
પૃથ્વી પર આટલું બધું પાણી હોવા છતાં મનુષ્ય વપરાશ માટે શા તે માટે યોગ્ય નથી?
ઉત્તરઃ
પૃથ્વી પર સૌથી વધુ પાણી સમુદ્રો અને મહાસાગરોમાં છે, જે ખારું છે, આથી તે મનુષ્ય વપરાશ માટે યોગ્ય નથી.

પ્રશ્ન 2.
પૃથ્વી પરનું પાણી કયા કયા સ્ત્રોતોમાં સંઘરાયેલું છે?
ઉત્તરઃ
પૃથ્વી પરનું પાણી સમુદ્ર, મહાસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિય જળ, ધ્રુવીય બરફ અને વાતાવરણમાં સંઘરાયેલું છે.

પ્રશ્ન 3.
આપણી જનસંખ્યાનો મોટો ભાગ પોતાના ઉપયોગ માટે પાણી ક્યાંથી મેળવે છે?
ઉત્તરઃ
આપણી જનસંખ્યાનો મોટો ભાગ પોતાના ઉપયોગ માટે પાણી કૂવાઓ, બોર, હેન્ડપંપ વગેરેમાંથી પ્રાપ્ત કરે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત

પ્રશ્ન 4.
ભૂમિ જળસ્તર કોને કહે છે?
ઉત્તર:
જમીનની નીચે જમીનના કણોના વચ્ચેના અવકાશ તથા ખડકો વચ્ચેનો અવકાશ પાણીથી ભરાયેલો હોય છે. સંગ્રહાયેલા આ પાણીના ઉપરના સ્તરને છે ભૂમિય જળસ્તર કહે છે.

પ્રશ્ન 5.
ભૂમિય જળસ્તર કેટલું ઊંડું હોઈ શકે?
ઉત્તરઃ
ભૂમિ જળસ્તર એક મીટરથી પણ ઓછું ઊંડાઈએ અથવા જમીનમાં અનેક મીટર સુધીની ઊંડાઈએ હોઈ શકે છે.

પ્રશ્ન 6.
ભૂમિ જળના સ્ત્રોત કયા છે?
ઉત્તર:
ભૂમિ જળના સ્ત્રોત વરસાદનું પાણી, નદીઓ અને તળાવો છે.

પ્રશ્ન 7.
અનુસ્ત્રવણ કોને કહે છે?
ઉત્તરઃ
ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અનુસવણ કહે છે.

પ્રશ્ન 8.
જલભર’ કોને કહે છે?
ઉત્તર:
કેટલાક સ્થાનોએ સ્થિત કઠણ ખડકોના સ્તરોની વચ્ચે સંચિત થયેલા તે ભૂમિ જળના ભંડારોને ‘જલભર (જળ સંગ્રાહકો)’ કહે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત

પ્રશ્ન 9.
જલભરોમાંના પાણીને કઈ રીતે બહાર કાઢવામાં આવે છે?
ઉત્તરઃ
જલભરોમાંના પાણીને સામાન્ય રીતે બોરકૂવા અથવા હેન્ડપંપોની મદદથી બહાર કાઢવામાં આવે છે.

પ્રશ્ન 10.
જો ભૂમિ જળસ્તરની પર્યાપ્તરૂપે પુનઃપૂર્તિ ન થાય તો શું થાય?
ઉત્તર:
જો ભૂમિય જળસ્તરની પર્યાપ્તરૂપે પુનઃપૂર્તિ ન થાય તો ભૂમિય જળસ્તર નીચે ઉતરી જાય છે.

(B) ટૂંકજવાબી પ્રોઃ

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
કેટલાક સ્થળે પાણીની તંગી છે એમ શા પરથી કહી શકાય?
ઉત્તરઃ
કેટલાક સ્થળે નળમાં પીવાનું પાણી આવે નહિ, ટૅન્કરોથી પાણી મેળવવું પડે, પાણી ભરવાની લાંબી લાઈનો થાય, તેને માટે લડાઈ-ઝઘડા થાય, પાણીની માંગ માટે ધરણાં અને પ્રદર્શન થાય, પાણીની તંગી સંબંધિત સમાચારો છપાય, પત્રિકાઓ વહેંચાય, પાણી માટે કેટલાક કિલોમીટર દૂર સુધી ચાલીને જવું પડે, બાળકોને શાળામાં જતા રોકી પાણી મેળવવા માટે તેમનો ઉપયોગ કરવો પડે. આ બધી બાબતો ઊભી થાય તે પરથી કહી શકાય કે કેટલાક સ્થળે પાણીની તંગી છે.

પ્રશ્ન 2.
મોટાં શહેરો, નગરો તથા મોટા ભાગના અંતરિયાળ ગામોમાં જળ પ્રાપ્યતાની શી વ્યવસ્થા છે?
ઉત્તરઃ
મોટાં શહેરો અને નગરોમાં પોતાની જળ પ્રાપ્યતાની વ્યવસ્થા હોય છે, જે નાગરિક સમૂહો દ્વારા સંચાલિત હોય છે. પાણીને આજુબાજુના સરોવર, નદીઓ, તળાવો અથવા કૂવાઓમાંથી લાવવામાં આવે છે. જરૂરી જગ્યાએ પાણીની પૂર્તિ પાઈપ દ્વારા કરવામાં આવે છે અને ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડાય છે. આમ, ત્યાંના લોકોને પાણી માટે ડગલું ચાલવું પડતું નથી.

અંતરિયાળ ગામોમાં કેટલાક સ્થળે કૂવામાંથી ખેંચીને કે બોરવેલમાંથી આવતા પાણીને વાસણમાં ભરી પોતાના ઘેર લઈ જવું પડે છે. ત્યાંના લોકો પોતાના ઉપયોગ માટે પાણીને સીધા સ્રોતો પરથી જ પ્રાપ્ત કરે છે. મુખ્યત્વે મહિલાઓ અને બાળકોને પાણી મેળવવા માટે તેના સ્ત્રોત સુધી કેટલાક કિલોમીટર ચાલીને જવું પડે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત

પ્રશ્ન 3.
વસ્તીવધારો કઈ રીતે ભૂમિય જળસ્તરમાં ઘટાડો કરે છે?
ઉત્તરઃ
વસ્તીમાં વધારો થવાથી ઘરો, દુકાનો, કાર્યાલયો અને રોડ નિર્માણની માંગમાં વધારો થઈ જાય છે. આનાથી ખેતીલાયક જમીન, બગીચાઓ અને રમતના મેદાનો જેવા ખુલ્લા ક્ષેત્રોમાં ઘટાડો થઈ જાય છે. તેના કારણે ભૂમિમાં વરસાદનાં પાણીના અનુસવણમાં ઘટાડો થઈ જાય છે. જો ખુલ્લા વિસ્તારોમાં આવી જ રીતે ઘટાડો થતો રહ્યો અને પાકા રસ્તા વધી જાય તો પાણીને સરળતાથી અનુસવણ થવા દેતાં નથી. એટલું જ નહિ પરંતુ નિર્માણ કાર્ય માટે પણ વિપુલ માત્રામાં પાણીની જરૂરિયાત હોય છે. તેની માટે પ્રાપ્ય ભૂમિ જળનો ઉપયોગ કરવામાં આવે છે. એક બાજુ આપણે ભૂમિ જળનો વધારે ઉપયોગ કરીએ છીએ અને બીજી બાજુ = આપણે ભૂમિમાં પાણીનું અનુસરણ ઓછું કરી રહ્યા છીએ. આના કારણે ભૂમિય જળસ્તરમાં ઘટાડો થાય છે.

પ્રશ્ન 4.
વધતા જતા ઉદ્યોગો કઈ રીતે ભૂમિય જળસ્તરમાં ઘટાડો કરે છે?
ઉત્તરઃ
બધા જ ઉદ્યોગો પાણીનો વધુ ઉપયોગ કરે છે. આપણા ઉપયોગમાં લેવાતી લગભગ બધી વસ્તુઓના ઉત્પાદનમાં ક્યાંકને ક્યાંક પાણીની આવશ્યકતા રહેલી છે. ઉદ્યોગોની સંખ્યા સતત વધી રહી છે. મોટા ભાગના ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતું પાણી ભૂમિમાંથી બહાર કાઢવામાં આવે છે. આથી ભૂમિય જળસ્તરમાં ઘટાડો થાય છે.

પ્રશ્ન 5.
‘વાવ’ એ જળસંગ્રહણની પરંપરાગત પદ્ધતિ છે. સમજાવો.
ઉત્તરઃ
આપણા દેશમાં ઘણી જગ્યાએ જળસંગ્રહણ અને જળની પુનઃપૂર્તિ માટે વાવ’ની વ્યવસ્થા હોય છે. વાવ એ જળસંગ્રહણ માટેની પરંપરાગત પદ્ધતિ છે. સમય જતાં વાવનો ઉપયોગ બંધ થયો અને ધીરે ધીરે તેમાં કચરો એકઠો થવા લાગ્યો. આથી વાવ લગભગ મૃત અવસ્થામાં માત્ર સ્મારક તરીકે રહી ગઈ. કેટલીક જગ્યાએ વાવ પૂરી નાખવામાં આવી. તેમ છતાં પાણીની અછતને કારણે આ પ્રદેશના લોકોએ પુનઃવિચારણા કરી. વાવને ફરીથી બનાવવામાં આવી. આજે એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે જેમાં અમુક વિસ્તારમાં પાણીની અછત અને ખૂબ જ ઓછો વરસાદ હોય તો પણ તેમની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત

પ્રશ્ન 6.
સ્થાનિક સત્તાતંત્ર વડે અને વ્યક્તિગત સ્તર પર પાણીનો વ્યય. કઈ રીતે થાય છે?
ઉત્તરઃ
અનેક સ્થાનો પર પાણીનું સતત નિયમિત વિતરણ પાઈપ દ્વારા કરવામાં આવે છે. જ્યારે સ્થાનિક સત્તાતંત્ર વડે પાઈપ દ્વારા મોકલાવેલ બધું જ પાણી તેના અંતિમ સ્થાન સુધી પહોંચી શકતું નથી. પાણીનો પુરવઠો પૂરો પાડતી પાઈપલાઈનમાં ભંગાણ જોવા મળે છે અને પાઇપમાંથી પુષ્કળ પાણી બહાર ધસી આવે છે. આવે વખતે પાઈપ જલદી રિપૅર થવી જોઈએ છતાં થતી નથી. આ રીતે પાણીનો વ્યય થાય છે.

પાણીનો વ્યય એ વ્યક્તિગત સ્તર પર પણ થઈ શકે છે. જાણે-અજાણે આપણે બ્રશ કરતાં, દાઢી કરતાં, નહાતા અને બીજી અન્ય ક્રિયાઓ કરતાં પાણીનો વ્યય કરીએ છીએ. નળમાંથી પાણી ટપકે એ પાણીનો બહોળો વ્યય છે.

પ્રશ્ન 7.
પાણીનો વ્યય થતો અટકાવવા શું કરવું જોઈએ?
ઉત્તરઃ
પાણીનો વ્યય થતો નીચેની રીતે અટકાવી શકાયઃ (1) ઘર, શાળા અથવા બીજા સ્થાને વહેતું પાણી જોઈને નળ બંધ કરવો જોઈએ. (2) નળ બગડી, ગયો હોય તો તેને જલદી રિપેર કરાવવો જોઈએ. (3) આપણે પણ જોઈએ તેટલું જ પાણી પીવા માટે પ્યાલામાં લેવું જોઈએ. (4) કપડાં ધોવા, ભોયતળિયા સાફ કરવા, નહાવા અને બ્રશ કરવા જરૂર જેટલા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

HOTS પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 7 Science Important Questions Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત 1 માં લખો

પ્રશ્ન 1.
પૃથ્વીની સપાટી પર લગભગ કેટલા ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે?
A. 30 %
B. 50 %
C. 71 %
D. 90 %
ઉત્તરઃ
C. 71 %

GSEB Class 7 Science Important Questions Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત

પ્રશ્ન 2.
જળચક્રમાં નીચેના પૈકી કઈ ક્રિયાનો ફાળો નથી?
A. અનુરાવણ
B. બાષ્પીભવન
C. ઉસ્વેદન
D. પ્રકાશસંશ્લેષણ
ઉત્તરઃ
D. પ્રકાશસંશ્લેષણ

પ્રશ્ન 3.
વનસ્પતિને કઈ ક્રિયા કરવામાં પાણીની જરૂર પડતી નથી?
A. બાષ્પોત્સર્જનમાં
B. પ્રકાશસંશ્લેષણમાં
C. શ્વસનમાં
D. જમીનમાંથી પોષકતત્ત્વોના શોષણમાં
ઉત્તરઃ
C. શ્વસનમાં

પ્રશ્ન 4.
સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો ઓછામાં ઓછો વ્યય થાય છે?
A. ધોરિયા-પિયત પદ્ધતિ
B. ક્યારા-પિયત પદ્ધતિ
C. ફુવારા-સિંચાઈ પદ્ધતિ
D. ટપક-સિંચાઈ પદ્ધતિ
ઉત્તરઃ
D. ટપક-સિંચાઈ પદ્ધતિ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *