GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ

Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ Important Questions and Answers.

GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ

વિશેષ પ્રસ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો

પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
કયા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે?
A. મનુષ્ય
B. લીલી વનસ્પતિ
C. પ્રાણીઓ
D. પરોપજીવીઓ
ઉત્તરઃ
લીલી વનસ્પતિ

પ્રશ્ન 2.
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે?
A. ઑક્સિજન અને હરિતદ્રવ્ય
B. કાર્બન ડાયૉક્સાઈડ અને ઑક્સિજન
C. કાર્બન ડાયોક્સાઈડ અને પાણી
D. ઑક્સિજન અને પાણી
ઉત્તરઃ
કાર્બન ડાયૉક્સાઈડ અને પાણી

GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ

પ્રશ્ન 3.
વનસ્પતિને તેની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી?
A. સૂર્યપ્રકાશ
B. હરિતદ્રવ્ય
C. કાર્બન ડાયૉક્સાઇડ
D ઑક્સિજન
ઉત્તરઃ
ઑક્સિજન

પ્રશ્ન 4.
નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે?
A. રાઈઝોબિયમ
B. કળશપર્ણ
C. લાઈકેન
D. મશરૂમ
ઉત્તરઃ
કળશપર્ણ

પ્રશ્ન 5.
નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ દર્શાવે છે?
A. અડુનીવેલ
B. કળશપર્ણ
C. અમરવેલ
D. બિલાડીનો ટોપ
ઉત્તરઃ
અમરવેલ

પ્રશ્ન 6.
નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ દર્શાવે છે?
A. મશરૂમ
B. અમરવેલ
C. કળશપર્ણ
D. વાંસ
ઉત્તરઃ
મશરૂમ

પ્રશ્ન 7.
નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે?
A. ફૂગ
B. લીલ
C. અમરવેલ
D. મશરૂમ
ઉત્તરઃ
લીલ

પ્રશ્ન 8.
લાઈકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે?
A. લીલ અને ફૂગ
B. ફૂગ અને બૅક્ટરિયા
C. બૅક્ટરિયા અને લીલા
D. બૅક્ટરિયા અને પ્રજીવ
ઉત્તરઃ
લીલ અને ફૂગ

GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ

પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
………….ને વનસ્પતિનું રસોડું કહે છે.
ઉત્તરઃ
પર્ણ

પ્રશ્ન 2.
વનસ્પતિનાં પર્ણોમાં રહેલા લીલા રંગના રંજકદ્રવ્યને …….. કહે છે.
ઉત્તરઃ
હરિતદ્રવ્ય (ક્લોરોફિલ)

પ્રશ્ન 3.
પરોપજીવી સજીવ જેના પર પોષણ મેળવી વૃદ્ધિ પામે છે તેને ……… કહે છે.
ઉત્તરઃ
યજમાન

પ્રશ્ન 4.
વિનસ મક્ષીપાસ ……….. વનસ્પતિ છે.
ઉત્તરઃ
કીટાહારી

પ્રશ્ન 5.
વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય ……….. કરે છે.
ઉત્તરઃ
મૂળ

પ્રશ્ન 6.
લીલ અને ફૂગના સહજીવન જીવતા સજીવને ……. કહે છે.
ઉત્તરઃ
લાઈકેન

પ્રશ્ન 7.
પર્ણમાં સ્ટાર્સની હાજરી તપાસવા, ………..નું દ્રાવણ વપરાય છે.
ઉત્તરઃ
આયોડિન

પ્રશ્ન 8.
આપણા શરીરમાં ખોરાકના પાચન, શોષણ અને પરિપાચનની ક્રિયાને ………. કહે છે.
ઉત્તરઃ
પોષણ

પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેવા સજીવોને શું કહે છે?
ઉત્તર:
સ્વાવલંબી

પ્રશ્ન 2.
વનસ્પતિનાં પર્ણોની સપાટી પર આવેલાં નાનાં છિદ્રોને શું કહે છે?
ઉત્તર:
પર્ણરંધ્રો

પ્રશ્ન 3.
વનસ્પતિનાં પણમાં રહેલું કયું દ્રવ્ય પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે?
ઉત્તર:
હરિતદ્રવ્ય

પ્રશ્ન 4.
બધાં સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સ્રોત કયો છે?
ઉત્તર:
સૂર્ય

GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ

પ્રશ્ન 5.
કાર્બોદિત પદાર્થોનાં ઘટક તત્ત્વો કયાં છે?
ઉત્તર:
કાર્બન, હાઈડ્રોજન, ઑક્સિજન

પ્રશ્ન 6.
પ્રોટીનમાં કાર્બન, હાઈડ્રોજન, ઑક્સિજન ઉપરાંત કયું તત્ત્વ હોય છે?
ઉત્તર:
નાઇટ્રોજન

પ્રશ્ન 7.
બિલાડીનો ટોપ ક્યા પ્રકારનું પોષણ મેળવે છે?
ઉત્તર:
મૃતોપજીવી

પ્રશ્ન 8.
પરોપજીવી વનસ્પતિનું એક ઉદાહરણ આપો.
ઉત્તર:
અમરવેલ

પ્રશ્ન 9.
કીટાહારી વનસ્પતિનું એક ઉદાહરણ આપો.
ઉત્તર:
કળશપર્ણ

પ્રશ્ન 10.
કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં કયા પ્રકારના બૅક્ટરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે?
ઉત્તર:
રાઇઝોબિયમ

પ્રશ્ન 11.
પરોપજીવી પ્રાણીઓનાં ચાર ઉદાહરણ આપો.
ઉત્તર:
મચ્છર, માંકડ, જૂ, જળો (તથા કરમિયાં, યકૃતકૃમિ)

પ્રશ્ન 12.
કઈ ફૂગ ખોરાકમાં વપરાય છે?
ઉત્તર:
યીસ્ટ અને મશરૂમ

પ્રશ્ન 13.
ફૂગથી મનુષ્યમાં થતા રોગોનાં નામ જણાવો.
ઉત્તર:
દાદર, ખસ, ખરજવું

પ્રશ્ન 14.
ફૂગથી વનસ્પતિમાં થતા રોગોનાં નામ જણાવો.
ઉત્તર:
ગેરુ, અંગારિયો

પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
મનુષ્ય પોતાનો ખોરાક જાતે બનાવે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 2.
પર્ણના પર્ણરંદ્રોની આસપાસ રક્ષકકોષો આવેલા છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 3.
મૂળને વનસ્પતિનું રસોડું કહે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 4.
પ્રોટીન એ નાઈટ્રોજનયુક્ત પદાર્થ છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 5.
પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા થવા માટે વનસ્પતિના પર્ણમાં હરિતદ્રવ્ય હોવું જરૂરી છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 6.
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઑક્સિજન વાયુ હવામાં મુક્ત કરે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 7.
રાઇઝોબિયમ બેક્ટરિયા કઠોળ વર્ગની (શિબીકૂળની) વનસ્પતિનાં પર્ણોમાં રહેલાં છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 8.
રાઈઝોબિયમ બૅક્ટરિયા પોતાનો ખોરાક જાતે બનાવી શકતાં નથી.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 9.
અમરવેલ મૃતોપજીવી વનસ્પતિ છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 10.
ચણા, વાલ, વટાણા, મગ વગેરે કઠોળ વર્ગની વનસ્પતિઓ છે. ”
ઉત્તરઃ
ખરું

GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ

પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
પોષક તત્ત્વો એટલે શું?
ઉત્તરઃ
આપણા શરીરને માટે જરૂરી આહારના ઘટકો જેવા કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનીજ તત્ત્વોને પોષક તત્ત્વો કહે છે.

પ્રશ્ન 2.
મનુષ્ય અને બીજાં પ્રાણીઓ પોતાનો ખોરાક શામાંથી મેળવે છે?
ઉત્તરઃ
મનુષ્ય અને બીજાં પ્રાણીઓ પોતાનો ખોરાક વનસ્પતિ કે અન્ય પ્રાણીઓમાંથી મેળવે છે.

પ્રશ્ન 3.
પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે કયા કયા પદાર્થો જરૂરી છે?
ઉત્તર:
પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઈડ – અને પાણી જરૂરી છે.

પ્રશ્ન 4.
પર્ણરંદ્ર એટલે શું?
ઉત્તરઃ
પર્ણની નીચલી સપાટી પર આવેલાં ખૂબ નાનાં છિદ્રોને પર્ણરંદ્રો (Stomata) કહે છે.

પ્રશ્ન 5.
સ્ટાર્થ શું છે?
ઉત્તરઃ
સ્ટાર્ચ કાબોદિતનો એક પ્રકાર છે.

પ્રશ્ન 6.
હરિતદ્રવ્યનું કાર્ય શું છે?
ઉત્તરઃ
હરિતદ્રવ્ય પ્રકાશસંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની સૂર્ય-ઊર્જાનું શોષણ કરે છે.

પ્રશ્ન 7.
અમરવેલ શું છે?
ઉત્તરઃ
અમરવેલ પર્ણ વગરની, પીળા પ્રકાંડવાળી અને કોઈ યજમાન વૃક્ષ પર વિકસતી પરોપજીવી વનસ્પતિ છે.

પ્રશ્ન 8.
કટાહારી વનસ્પતિ કોને કહે છે?
ઉત્તરઃ
જે વનસ્પતિ કીટકોને પકડી તેમનું પાચન કરી પોતાની નાઈટ્રોજનયુક્ત ખોરાકની ખોટ પૂરી કરે છે તે વનસ્પતિને કટાહારી વનસ્પતિ કહે છે.

પ્રશ્ન 9.
મૂળ દ્વારા શોષાયેલું પાણી અને ખનીજ ક્ષારોનું દ્રાવણ ક્યાં સુધી વહન પામે છે?
ઉત્તરઃ
મૂળ દ્વારા શોષાયેલું પાણી અને ખનીજ ક્ષારોનું દ્રાવણ પ્રકાંડમાંથી તેની શાખાઓ અને પણ સુધી વહન પામે છે.

પ્રશ્ન 10.
સ્ટાર્ચની કસોટી માટે શાનું દ્રાવણ વપરાય છે?
ઉત્તરઃ
સ્ટાર્ચની કસોટી માટે આયોડિનનું દ્રાવણ વપરાય છે.

પ્રશ્ન 11.
ફૂગ ક્યાં જોવા મળે છે?
ઉત્તરઃ
ફૂગ વાસી રોટલી, વાસી બ્રેડ, અથાણાં, ચામડાની વસ્તુઓ અને ભેજવાળાં કપડાં પર જોવા મળે છે.

પ્રશ્ન 12.
પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.
ઉત્તરઃ
GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ 1

પ્રશ્ન 13.
રક્ષકકોષોનું કાર્ય શું છે?
ઉત્તરઃ
રક્ષકકોષો પર્ણરંદ્રોના ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે.

પ્રશ્ન 14.
કીટાહારી વનસ્પતિનાં ઉદાહરણ આપો.
ઉત્તરઃ
કળશપર્ણ, વિનસ મક્ષીપાસ, ડ્રોસેરા અને અહૃાક્યુલેરિયા કીટાહારી વનસ્પતિઓ છે.

પ્રશ્ન 15.
કળશપર્ણ એ લીલું છે અને પ્રકાશસંશ્લેષણ કરે છે, તો પછી શા માટે તે કીટકોનું ભક્ષણ કરે છે?
ઉત્તરઃ
કળશપર્ણ જે જમીનમાં ઊગે છે તેમાંથી તેને જરૂરી નાઇટ્રોજન પોષક તત્ત્વ નહિ મળતું હોવાથી તેની પૂર્તિ કરવા કીટકોનું ભક્ષણ કરે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ

પ્રશ્ન 6.
વ્યાખ્યા આપો

  1. પોષણ
  2. પ્રકાશસંશ્લેષણ
  3. સ્વાવલંબી પોષણ
  4. પરાવલંબી સજીવો
  5. પરોપજીવી સજીવ
  6. યજમાન
  7. મૃતોપજીવી વનસ્પતિ

ઉત્તરઃ

  1. પોષણઃ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને પોષણ કહે છે.
  2. પ્રકાશસંશ્લેષણઃ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી કાર્બન ડાયૉક્સાઈડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે.
  3. સ્વાવલંબી પોષણઃ પોતાની શક્તિની જરૂરિયાત માટેનાં કાર્બનિક પોષક તત્ત્વો પોતાના કોષોમાં જાતે જ સર્જી લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે.
  4. પરાવલંબી સજીવોઃ જે સજીવો પોતાના ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ ઉપર આધાર રાખે છે, તેવા સજીવોને પરાવલંબી સજીવો કહે છે.
  5. પરોપજીવી સજીવઃ કોઈ સજીવ યજમાનના શરીરમાંથી પોષણ મેળવે અને તેને નુકસાન પહોંચાડે, તો તેને પરોપજીવી સજીવ કહે છે.
  6. યજમાનઃ જે સજીવમાંથી પરોપજીવી પોષણ મેળવે છે તે સજીવને ! યજમાન કહે છે.
  7. મૃતોપજીવી વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવતી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિ કહે છે.

(B) ટૂંકજવાબી પ્રોઃ

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનો કાચો માલ પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે?
ઉત્તરઃ
વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેની પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયૉક્સાઈડ અને પાણી જરૂરી છે. વનસ્પતિને સૂર્યપ્રકાશ દિવસે મળતો જ હોય છે તથા હરિતદ્રવ્ય પર્ણમાં જ હોય છે. વનસ્પતિના પર્ણમાં આવેલ નાનાં છિદ્રો (પર્ણરધ્રો) દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયૉક્સાઈડ પર્ણમાં પ્રવેશે છે. જમીનમાંના પાણી અને ખનીજ તત્ત્વોના દ્રાવણનું મૂળ દ્વારા શોષણ થાય છે અને મૂળ, પ્રકાંડ, શાખાઓ અને પર્ણમાં આવેલી વાહિની દ્વારા પાણી અને ખનીજ તત્ત્વોનું વહન પર્ણ સુધી થાય છે.

પ્રશ્ન 2.
પ્રકાશસંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. આ વિધાન સમજાવો.
ઉત્તરઃ
લીલી વનસ્પતિ સૂર્ય-ઊર્જાનો ઉપયોગ કરી પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને ઑક્સિજન વાયુ મુક્ત કરે છે. પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાકની જરૂરિયાત માટે વનસ્પતિ પર આધારિત છે. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતો ઑક્સિજન વાયુ સજીવોના શ્વસનમાં ઉપયોગી બને છે. જો પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ન થાય, તો ખોરાક બનાવવાની ક્રિયા ન થાય અને ઑક્સિજન ઉત્પન્ન ન થાય. પરિણામે સજીવો ખોરાક અને ઑક્સિજન વગર જીવી શકે નહિ. આમ, પ્રકાશસંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી.

પ્રશ્ન ૩.
વનસ્પતિ પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે કરે છે?
ઉત્તરઃ
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઈડ્રોજન અને ઑક્સિજનના બનેલા છે. તેનો ઉપયોગ પ્રોટીનના સંશ્લેષણ માટે કરવા નાઇટ્રોજનની જરૂર હોય છે. વનસ્પતિ હવામાંના નાઈટ્રોજન વાયુનો સીધો ઉપયોગ કરી શકતી નથી.

જમીનમાં કેટલાંક બૅક્ટરિયા અને લીલ વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં (નાઇટ્રોજનનાં સંયોજનોમાં) ફેરવી જમીનમાં મુક્ત કરે છે. આ નાઇટ્રોજનનાં સંયોજનો પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. વળી ખેડૂતો જમીનમાં નાઇટ્રોજનયુક્ત ખાતરો નાખે છે. આવી રીતે વનસ્પતિ નાઇટ્રોજન મેળવી પ્રોટીનનું સંશ્લેષણ કરે છે.

પ્રશ્ન 4.
લાલ, બદામી કે પીળાં પર્ણોવાળી વનસ્પતિમાં પણ પ્રકાશસંશ્લેષણ થઈ શકે છે. શા માટે?
ઉત્તરઃ
લાલ, બદામી કે પીળાં પર્ણોવાળી વનસ્પતિ લાલ, બદામી કે પીળાં રંજકદ્રવ્યો ધરાવે છે, જે હરિતદ્રવ્યને ઢાંકી દે છે. આમ, પર્ણનો જે ભાગ લીધો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી આવા રંગનાં પર્ણોમાં પણ હરિતદ્રવ્ય હોવાથી પ્રકાશસંશ્લેષણ થઈ શકે છે.

પ્રશ્ન 5.
પર્ણના આડા છેદની આકૃતિ દોરો. તેમાં પર્ણરંદ્રનું સ્થાન દર્શાવો. તેના વિશે ટૂંકમાં સમજાવો.
ઉત્તરઃ
વનસ્પતિના પર્ણમાં આવેલાં નાનાં છિદ્રોને પર્ણરંધ્રો કહે છે. દરેક પર્ણરંદ્ર રક્ષકકોષો દ્વારા આવરિત હોય છે. રક્ષકકોષો પર્ણરંદ્રને ખોલવાનું અને બંધ કરવાનું કાર્ય કરે છે. વનસ્પતિનાં પર્ણો દ્વારા થતી બાષ્પોત્સર્જન ક્રિયા આ પર્ણરંધ્રો દ્વારા થાય છે. પ્રકાશસંશ્લેષણ અને શ્વસનની ક્રિયામાં વાયુ પ્રસરણ પર્ણરંધ્રો દ્વારા થાય છે.
GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ 2

પ્રશ્ન 6.
ફૂગ કેવી રીતે લાભકારક અને કેવી રીતે નુકસાનકારક છે?
ઉત્તરઃ
ફૂગ નીચેની રીતે લાભકારક છેઃ

  1. યીસ્ટ અને મશરૂમ નામની ફૂગ ખોરાકમાં વપરાય છે.
  2. કેટલીક ફૂગ દવાના સ્ત્રોત તરીકે ઉપયોગી છે. દા. ત., પેનેસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલીન દવા મેળવવામાં આવે છે.
  3. કેટલીક ફૂગ મૃત પદાર્થોનું વિઘટન કરે છે. આમ તે વિઘટકો તરીકે ઉપયોગી છે.

ફૂગ નીચેની રીતે નુકસાનકારક છેઃ

  1. અથાણાં, બ્રેડ, રોટલી જેવા ખાદ્યપદાર્થો પર ફૂગ લાગતાં તે અખાદ્ય બને છે.
  2. ભેજવાળા વાતાવરણમાં કપડાં, લાકડું, પગરખાંને ફૂગ લાગતાં તે – વસ્તુઓ બગડે છે.
  3. ફૂગથી મનુષ્યમાં દાદર, ખસ, ખરજવું જેવા રોગો થાય છે. ફૂગથી વનસ્પતિમાં ગેરુ અને અંગારિયો રોગ થાય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ

પ્રશ્ન 7.
સહજીવન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તરઃ
બે સજીવો સાથે રહી જીવતા હોય તથા પોષક તત્ત્વો અને વસવાટ એમ બંને માટે સહભાગી બને તે સંબંધને સહજીવન કહે છે. સહજીવન જીવતા બે સજીવો એકબીજાને લાભકારક હોય છે.

તેનાં ઉદાહરણ નીચે મુજબ છેઃ

  1. લાઈકેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે. લીલ ફૂગને પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે. જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનીજ તત્ત્વો આપે છે.
  2. વનસ્પતિનાં મૂળ પર ફૂગ જોવા મળે છે. આ પણ સહજીવનનો સંબંધ છે. વનસ્પતિ એ ફૂગને પોષક તત્ત્વો પૂરાં પાડે છે. બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્ત્વો પૂરાં પાડે છે.

પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ

પ્રશ્ન 1.
લીલ સ્વયંપોષી વનસ્પતિ છે.
ઉત્તર:
લીલ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી લીલ સૂર્યશક્તિનું શોષણ કરી, કાર્બન ડાયૉક્સાઈડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. આમ તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરતી હોવાથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે.

પ્રશ્ન 2.
અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે.
ઉત્તરઃ
અમરવેલ પર્ણ વગરની પીળા રંગના પ્રકાંડવાળી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય ન હોવાને કારણે પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી. તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરીની માફક વીંટળાયેલી જોવા મળે છે. તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. આથી અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે.

પ્રશ્ન ૩.
કઠોળ વર્ગની વનસ્પતિને નાઈટ્રોજનયુક્ત ખાતરની જરૂર હોતી નથી.
ઉત્તરઃ
કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઈઝોબિયમ નામના બૅક્ટરિયા વસવાટ કરે છે. તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સંયોજન સ્વરૂપમાં ફેરવી શકે છે. આ રીતે જમીનમાં નાઈટ્રોજનનાં સંયોજનો ઉમેરાય છે અને ખાતર તરીકે ઉપયોગી બને છે. તેથી કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન ખાતરની જરૂર હોતી નથી.

પ્રશ્ન 3.
તફાવત આપોઃ
(1) સ્વાવલંબી સજીવો
(2) લીલ અને ફૂગ
ઉત્તર:

(1) સ્વાવલંબી સજીવો પરાવલંબી સજીવો
1. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. 1. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે.
2. તેમનામાં હરિતદ્રવ્ય (ક્લોરોફિલ) હોય છે. 2. તેમનામાં હરિતદ્રવ્ય (ક્લોરોફિલ) હોતું નથી.

(2) લીલ

ફૂગ

1. તે સ્વાવલંબી છે. 1. તે પરાવલંબી (મૃતોપજીવી) છે.
2. તેમાં હરિતદ્રવ્ય હોય છે. 2. તેમાં હરિતદ્રવ્ય હોતું નથી.

પ્રશ્ન 4.
જોડકાં જોડો:

વિભાગ A

વિભાગ B

(1) અમરવેલ (a) સ્વાવલંબી વનસ્પતિ
(2) કળશપર્ણ (b) પરોપજીવી વનસ્પતિ
(3) બિલાડીનો ટોપ (c) કીટાહારી વનસ્પતિ
(4) લીલ (d) મૃતોપજીવી વનસ્પતિ

ઉત્તરઃ
(1) → (b),
(2) → (c),
(3) → (d),
(4) → (a).

(C) વિસ્તૃત પ્રશ્નોઃ

નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો:

પ્રશ્ન 1.
પોષણની દષ્ટિએ સજીવોના મુખ્ય બે પ્રકાર જણાવી, દરેક વિશે ટૂંકમાં સમજાવો.
ઉત્તરઃ
પોષણની દષ્ટિએ સજીવોના મુખ્ય બે પ્રકાર છે:
1. સ્વાવલંબી સજીવો
2. પરાવલંબી સજીવો

1. સ્વાવલંબી સજીવોઃ જે સજીવો કુદરતમાંથી મળતા સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તે સજીવોને સ્વાવલંબી સજીવો કહે છે.
દા. ત., લીલી વનસ્પતિ.
લીલી વનસ્પતિનાં પર્ણોમાં હરિતદ્રવ્ય હોય છે. તેઓ સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ શોષેલા પાણીની મદદથી પણમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. આમ, લીલી વનસ્પતિ સ્વાવલંબી છે.

2. પરાવલંબી સજીવોઃ હરિતદ્રવ્ય ધરાવતા ન હોય તેવા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. આથી તેઓ સીધી કે આડકતરી રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. આવા સજીવોને પરાવલંબી કે પરપોષી સજીવો કહે છે. પ્રાણીઓ અને પરોપજીવી તથા મૃતોપજીવીઓ પરાવલંબી સજીવો છે.

  1. કીટાહારી વનસ્પતિ કેટલીક વનસ્પતિ કીટકોનો શિકાર કરી તેનું પાચન કરી શકે છે. દા. ત., કળશપર્ણ. કળશપર્ણ હરિતદ્રવ્ય ધરાવે છે છતાં તે કીટકોનું ભક્ષણ કરે છે તેને આંશિક પરપોષી કહી શકાય.
  2. પરોપજીવી વનસ્પતિઃ અમરવેલ હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે યજમાન વનસ્પતિ પર રહી તેનો તૈયાર કરેલો ખોરાક શોષી લે છે. તેને પરોપજીવી વનસ્પતિ કહે છે.
  3. મૃતોપજીવી વનસ્પતિ ફૂગ હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. આથી ફૂગને મૃતોપજીવી વનસ્પતિ કહે છે. આમ, પરોપજીવી વનસ્પતિ અને મૃતોપજીવી વનસ્પતિ પોતે ખોરાક બનાવતી ના હોવાથી તેઓ પરાવલંબી સજીવો છે.

પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખો: કીટાહારી વનસ્પતિ
ઉત્તરઃ
કેટલીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. આ પ્રકારે પોષણ મેળવતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. કળશપર્ણ, વિનસ મક્ષીપાસ, ડ્રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિ છે. કીટાહારી વનસ્પતિના છોડ પર કીટકના ભક્ષણ માટે ખાસ પ્રકારની રચના હોય છે. કીટાહારી વનસ્પતિ તે કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્ત્વો મેળવે છે. આવી વનસ્પતિને લીલાં પર્ણો હોય છે. તે પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક પણ બનાવે છે. પરંતુ તે જ્યાં ઊગી છે ત્યાંથી તેને પૂરતાં પોષક તત્ત્વો (મુખ્યત્વે નાઇટ્રોજન) મળતાં નથી. આથી તેની પૂર્તિ કરવા તે કીટકોનું ભક્ષણ કરે છે.
GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ 3

કળશપર્ણમાં પર્ણ કળશ (જગ) જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે, જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે, જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. કળશ જેવી રચના પાચક ઉત્સચકના સ્રાવથી કીટકનું પાચન થાય છે અને તેનાં પોષક તત્ત્વો શોષાય છે. આ રીતે કળશપર્ણ વધારાનું પોષણ મેળવે છે.

પ્રશ્ન ૩.
ટૂંક નોંધ લખોઃ મૃતોપજીવી વનસ્પતિ
ઉત્તરઃ
કેટલીક વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષક તત્ત્વો શોષી પોષણ મેળવે છે. આવા પ્રકારના પોષણને મૃતપોષી પોષણ કહે છે. જે વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવે છે તેને મૃતોપજીવી વનસ્પતિ કહે છે. યીસ્ટ, યૂકર, બિલાડીનો ટોપ (મશરૂમ) મૃતોપજીવી વનસ્પતિઓ છે.

યીસ્ટ એકકોષી ફૂગ છે. તે આથો લાવવા ખોરાકમાં વપરાય છે. મશરૂમ પણ ખોરાકમાં વપરાય છે. યૂકર ફૂગ નુકસાનકારક છે. વાસી બ્રેડ તથા રોટલી પર ફૂગ જોવા મળે છે, તે મ્યુકર છે, જે સફેદ કે અન્ય રંગના તાંતણા સ્વરૂપે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે. ફૂગના બીજાણુ હવામાં હોય છે અને જ્યારે ભીની અને હૂંફાળી સપાટી પર આવે છે ત્યારે તે અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. ફૂગ અથાણાં, બ્રેડ, કપડાં, પગરખાં કે બીજી ઘણી વસ્તુઓ પર ઊગે છે અને તેમને ખરાબ કરે છે.
GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ 4

HOTS પ્રકારના પ્રસ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ 5માં લખો

પ્રશ્ન 1.
વનસ્પતિનાં પર્ણોમાં રહેલા લીલા રંગના રંજકદ્રવ્યને શું કહે છે? GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ 5
A. હીમોગ્લોબિન
B. ક્લોરોફિલ
C. ઝેન્થોફિલ
D. પ્રોટીન
ઉત્તરઃ
B. ક્લોરોફિલ

પ્રશ્ન 2.
વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે? GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ 5
A. કાર્બન ડાયોક્સાઈડ અને પાણી
B. સ્ટાર્ચ અને કાર્બન ડાયોક્સાઇડ
C. કાબોદિત અને ઑક્સિજન
D. ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઈડ
ઉત્તરઃ
C. કાબોદિત અને ઑક્સિજન

GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ

પ્રશ્ન 3.
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ 5
A. મશરૂમ ખોરાક તરીકે વપરાય છે.
B. મશરૂમ એક પ્રકારની ફૂગ છે.
C. ફૂગ સડતા કે મૃત પદાર્થો પર જોવા મળે છે.
D. ફૂગ સ્વાવલંબી પોષણ મેળવે છે.
ઉત્તરઃ
D. ફૂગ સ્વાવલંબી પોષણ મેળવે છે.

પ્રશ્ન 4.
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ 5
A. લાઈકેનમાં લીલ અને ફૂગનું સહજીવન જોવા મળે છે.
B. મશરૂમ મૃતોપજીવી વનસ્પતિ છે.
C. કળશપર્ણ કીટાહારી વનસ્પતિ છે.
D. રાઈઝોબિયમ એક પ્રકારની ફૂગ છે.
ઉત્તરઃ
D. રાઈઝોબિયમ એક પ્રકારની ફૂગ છે.

પ્રશ્ન 5.
કયું સજીવ પરોપજીવી નથી? GSEB Class 7 Science Important Questions Chapter 1 વનસ્પતિમાં પોષણ 5
A. મચ્છર
B. માખી
C. માંકડ
D. જળો
ઉત્તરઃ
B. માખી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *