GSEB Class 7 Maths Notes Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો

This GSEB Class 7 Maths Notes Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો covers all the important topics and concepts as mentioned in the chapter.

ત્રિકોણ અને તેના ગુણધર્મો Class 7 GSEB Notes

→ ત્રણ રેખાખંડોની બનેલી સાદી બંધ આકૃતિ ત્રિકોણ છે.

→ દરેક ત્રિકોણને છ અંગો હોય છે : ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુઓ.

→ ત્રિકોણના શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ મધ્યગા કહેવાય. ત્રિકોણને ત્રણ મધ્યગાઓ હોય.

→ ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહેવાય. ત્રિકોણને ત્રણ વેધ હોય છે.

→ ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવતાં ત્રિકોણનો બહિષ્કોણ મળે. ત્રિકોણને કુલ છ બહિષ્કોણ હોય છે.

→ ત્રિકોણના બહિષ્કોણનું માપ બે અંતઃસંમુખ કોણોનાં માપના સરવાળા જેટલું હોય.

→ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનાં માપનો સરવાળો 180° થાય છે.

GSEB Class 7 Maths Notes Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો

→ જે ત્રિકોણની ત્રણે બાજુઓનાં માપ સરખાં હોય, તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ ત્રિકોણના ત્રણે ખૂણાનાં માપ સરખાં એટલે કે 60° હોય છે.

→ જે ત્રિકોણની બે બાજુઓનાં માપ સરખાં હોય, તે ત્રિકોણને સમઢિબાજુ ત્રિકોણ કહેવાય.

→ જે ત્રિકોણમાં બે બાજુઓનાં માપ સરખાં ન હોય, તે ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહેવાય.

→ કોઈ પણ ત્રિકોણની બે બાજુઓનાં માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે.

→ કાટકોણ ત્રિકોણમાં 90°ના ખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય.

→ પાયથાગોરસના ગુણધર્મ મુજબ કાટકોણ ત્રિકોણમાં
(કર્ણ)2 = (એક બાજુ)2 + (બીજી બાજુ)2

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *