This GSEB Class 7 Maths Notes Chapter 11 પરિમિતિ અને ક્ષેત્રફળ covers all the important topics and concepts as mentioned in the chapter.
પરિમિતિ અને ક્ષેત્રફળ Class 7 GSEB Notes
→ કોઈ પણ બંધ રેખાખંડોથી બનેલી ભૌમિતિક આકૃતિની બધી બાજુઓનાં માપનો સરવાળો એટલે તે આકૃતિની પરિમિતિ
→ ચોરસની પરિમિતિ = 4 (લંબાઈ)
→ લંબચોરસની પરિમિતિ = 2 (લંબાઈ + પહોળાઈ)
→ ક્ષેત્રફળ એટલે આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ
→ ચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ × લંબાઈ
→ લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ
→ નિયમિત બહુકોણની પરિમિતિ = બાજુની લંબાઈ × બાજુઓની સંખ્યા
→ આકૃતિને આલેખપત્ર ઉપર મૂકીને તેનું ક્ષેત્રફળ શોધી શકાય છે. આકૃતિએ રોકેલાં આખા ખાનાને પૂરાં, અડધાથી વધારે ખાનાંને પૂરું ખાનું, અડધાથી ઓછા ખાનાને અવગણીને અને અડધા ખાનાને ખાનું ગણીને કુલ સરવાળો કરવાથી આકૃતિનું ક્ષેત્રફળ મળે છે.
→ 1 સેમી2 = 100 મિમી2, 1 મી2 = 10,000 સેમી2,
1 હેક્ટર = 10,000 મી2
→ જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતરબાજુ ચતુષ્કોણ કહેવાય.
→ સમાંતરબાજુ ચતુષ્કોણની પરિમિતિ = બધી બાજુઓનાં માપનો સરવાળો
આમ, સમાંતરબાજુ ચતુષ્કોણ ABCDની પરિમિતિ = 2 (AB + BC)
→ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = પાયો × પાયા ઉપરનો વેધ (ઊંચાઈ)
→ ત્રિકોણનું ક્ષેત્રફળ = \(\frac{1}{2}\) × પાયો × પાયા પરનો વેધ
→ વર્તુળનો વ્યાસ = ત્રિજ્યા × 2 અથવા વર્તુળની ત્રિજ્યા = વ્યાસ ÷ 2
→ વર્તુળનો પરિઘ = 2πr, જ્યાં r = વર્તુળની ત્રિજ્યા
→ વર્તુળનું ક્ષેત્રફળ = πr2, જ્યાં r = વર્તુળની ત્રિજ્યા