This GSEB Class 6 Social Science Notes Chapter 13 ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.
ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ Class 6 GSEB Notes
→ ભૂપૃષ્ઠ: ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 3214 કિલોમીટર અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 2933 કિલોમીટર છે.
→ ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે.
→ આબોહવા, વનસ્પતિ, ભાષા, રિવાજો, પરંપરાઓ વગેરેની વિવિધતા તેમજ સંસ્કૃતિ અને એક રાષ્ટ્રની ભાવના (વિવિધતામાં એકતા) એ વિશ્વમાં ભારતની વિશિષ્ટ ઓળખ છે.
→ ભારતના ભૂપૃષ્ઠની વિવિધતાઓ પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, રણપ્રદેશો, સમુદ્રકિનારો, સમુદ્રકિનારાનાં મેદાનો વગેરે.
→ ભૂપૃષ્ઠની દષ્ટિએ ભારતના પાંચ વિભાગો પડે છે :
- ઉત્તરનો પર્વતીય પ્રદેશ
- ઉત્તરનો મેદાન પ્રદેશ
- મધ્ય ભારત અને દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ (દખ્ખણનો ઉચ્ચપ્રદેશ),
- દરિયાકિનારાનાં મેદાનો અને
- દ્વીપસમૂહો.
→ હિમાલયની છેક ઉત્તર તરફની પર્વતમાળા “મહા હિમાલય” કે ‘હિમાદ્રી’ના નામે, વચ્ચેની – મધ્યની પર્વતમાળા “મધ્ય હિમાલય” કે હિમાચલના નામે અને તેની દક્ષિણે ભારત તરફની પર્વતમાળા શિવાલિક કે “લઘુ હિમાલયના નામે ઓળખાય છે.
→ વિશ્વનું સૌથી ઊંચુ પર્વતશિખર માઉન્ટ એવરેસ્ટ છે. તે મહા હિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં આવેલું છે.
→ ઉત્તરના વિશાળ મેદાન પ્રદેશની રચના હિમાલયમાંથી નીકળતી નદીઓ ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર વગેરે મોટી નદીઓ તથા તેમને મળતી શાખા નદીઓના કાંપથી થઈ છે. (માઉન્ટ એવરેસ્ટ પર્વતશિખર નેપાલમાં છે.)
→ ઉત્તરનું વિશાળ મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ, ઉપજાઉ જમીનવાળું છે.
→ ઉત્તરનો નદીઓનાં સમતલ અને ફળદ્રુપ મેદાનનો પ્રદેશ ભારતનો ગીચ વસ્તીવાળો પ્રદેશ છે.
→ ઉત્તરનો મેદાન પ્રદેશ સમતલ છે તેમજ અહીં ખેત-ઉત્પાદન વધુ થાય છે. તેથી તેમાં ગીચ વસ્તી જોવા મળે છે.
→ દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશમાં – દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા, નીલગિરિ વગેરે પર્વતમાળાઓ આવેલી છે.
→ દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં તેની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલા છે.
→ દક્ષિણનો ઉચ્ચપ્રદેશ જ્વાળામુખીના લાવાથી બનેલો છે. આથી અહીંથી ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે.
→ દક્ષિણ ભારતની મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ફળદ્રુપ મુખત્રિકોણ પ્રદેશો બનાવ્યા છે.
→ ગંગા અને બ્રહ્મપુત્ર નદીએ “સુંદરવન’ નામનો વિશાળ મુખત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે.
→ ભારતમાં બંગાળાના ઉપસાગર(બંગાળની ખાડી)માં દક્ષિણ-પૂર્વ દિશામાં અંદમાન અને નિકોબાર ટાપુઓ તથા અરબ સાગરમાં ” કેરલના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે.
→ ભારતની દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે.
→ આબોહવા : વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે.
→ કોઈ પણ સ્થળમાં હવામાન તત્ત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે.
→ ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ દરમિયાન હોય છે.
→ ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે મહિનાઓ દરમિયાન હોય છે.
→ ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર મહિનાઓ દરમિયાન હોય છે.
→ ભારતમાં નૈઋત્ય દિશા (દક્ષિણ-પશ્ચિમ દિશા) તરફથી વાતા મોસમી પવનો વરસાદ લાવે છે.
→ ગુજરાતમાં મોટા પર્વતો નથી. આમ, ગુજરાતમાં મોસમી પવનોના માર્ગમાં પર્વતો ન આવવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે.
→ ભારતની મોટા ભાગની ખેતી વરસાદ પર આધાર રાખે છે. ભારતનો 80 % જેટલો વરસાદ ચોમાસા દરમિયાન પડતો હોવાથી ચોમાસું ભારતની સૌથી મહત્ત્વની ઋતુ ગણાય છે.
→ પાછા ફરતા મોસમી પવનો ઈશાન દિશા(ઉત્તર-પૂર્વ દિશા)માંથી જમીન તરફથી વાતા હોવાથી સૂકા હોય છે. તેથી તે વરસાદ આપતા નથી.
→ પાછા ફરતા મોસમી પવનો બંગાળાના ઉપસાગર (બંગાળાની ખાડી) પરથી પસાર થતાં ભેજવાળા બને છે. આથી તે ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં વરસાદ આપે છે.
→ ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. આથી ભારતની આબોહવાને “મોસમી આબોહવા’ કહે છે.
→ વનસ્પતિ : મુખ્યત્વે આબોહવા અને વરસાદનું પ્રમાણ – આ બે પરિબળોના આધારે વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે.
→ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોવાથી સૂર્યનાં કિરણો જમીન સુધી પહોંચી શકતાં નથી.
→ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષોમાં એકસાથે પાનખર આવતી નથી, પણ તે વર્ષભર અલગ અલગ સમયે આવે છે. તેથી ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષો હંમેશાં લીલાંછમ દેખાય છે.
→ ભારતમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો પશ્ચિમ ઘાટના કિનારા – તરફના ઢોળાવો પર પટ્ટીરૂપે અને અંદમાન અને નિકોબાર ટાપુઓ તથા ઉત્તર-પૂર્વ ભારત(અસમના ઉપરી વિસ્તારો)ના કેટલાક ભાગોમાં આવેલાં છે.
→ ભારતમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં મુખ્ય વૃક્ષો મૅહોગની, રોઝવુડ, નેતર (અબનૂસ, રબર) વગેરે છે.
→ ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે, પાનખર ઋતુમાં 6થી 8 અઠવાડિયાં દરમિયાન અહીંનાં વૃક્ષો પોતાનાં બધાં પાંદડાં ખેરવી નાખે છે.
→ ભારતમાં ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોને “મોસમી જંગલો’ના નામે પણ ઓળખવામાં આવે છે.
→ ભારતમાં ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોમાં (ખરાઉ જંગલો) સાગ, સાલ, સીસમ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે.
→ ભારતમાં સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલો રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં જોવા મળે છે.
→ સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલોમાં થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે વૃક્ષો થાય છે.
→ શંકુદ્રુમ જંગલોમાં ચીડ, દેવદાર, પાઇન (સિલ્વર ફર, ટ્યૂસ) વગેરે વૃક્ષો થાય છે.
→ ભારતમાં ભરતીનાં જંગલો (મૅન્ગવપશ્ચિમ બંગાળમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવેલા મુખત્રિકોણ પ્રદેશમાં તેમજ ગુજરાતના અને અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયાકિનારે આવેલાં છે.
→ભરતીનાં જંગલોમાં સુંદરી (પશ્ચિમ બંગાળ) અને ચેર(ગુજરાત)નાં વૃક્ષો જોવા મળે છે. ચેરનું લાકડું બળતણ તરીકે ઉપયોગી છે.
→ જંગલોના બે પર્યાવરણીય ફાયદાઃ
- જંગલો વાતાવરણને શુદ્ધ રાખે છે.
- જંગલો વરસાદ લાવે છે.
→ જંગલોના બે આર્થિક ફાયદાઃ
- જંગલોમાંથી ઇમારતી લાકડું અને બળતણ માટેનું લાકડું મળે છે.
- જંગલોમાંથી અનેક પ્રકારની ઔષધિઓ મળે છે.
→ વન્યજીવન : આપણા દેશનાં જંગલોમાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ, વિવિધ પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કડાઓ વગેરે વન્યજીવો વસે છે.
→ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. તે દેશના વિવિધ ભાગોમાં (ખાસ કરીને મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં) જોવા મળે છે.
→એકશિંગી ભારતીય ગેંડા અસમનાં જંગલોમાં જોવા મળે છે.
→ઘુડખર ભારતમાં કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણનાં સૂકાં ક્ષેત્રોમાં જોવા મળે છે.
→ એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં ગીરનાં જંગલોમાં જોવા મળે છે.
→ ભારતમાં સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે પક્ષીઓની પ્રજાતિઓ વસે છે.
→ ભારતનાં ગુજરાત અને ઓડિશા રાજ્યોના સમુદ્રકિનારે સમુદ્રના કાચબા ઈંડાં મૂકવા આવે છે.
→ભારતનાં જળાશયો અને જળપ્લાવિત ક્ષેત્રોમાં દૂરના ઠંડા પ્રદેશોમાંથી હજારો વિદેશી પક્ષીઓ શિયાળામાં આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પાછાં જાય છે. આ પક્ષીઓ “યાયાવર પક્ષીઓ’ (ભટકતાં)ના નામે ઓળખાય છે.
→ અભયારણ્યની રચના જે-તે રાજ્ય સરકાર કરે છે.
→ રાષ્ટ્રીય ઉદ્યાનની રચના જે-તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે.
→ જૈવઆરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે.
→ ગુજરાતનાં અભયારણ્યો
- બાલારામ અભયારણ્ય અને
- નળ સરોવર પક્ષી અભયારણ્ય.
→ ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો
- ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને
- વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન.
→ ગુજરાતમાં જેવઆરક્ષિત ક્ષેત્ર કચ્છના રણમાં આવેલું છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર ઈ. સ. 2008માં તેને જેવઆરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે.