GSEB Class 6 Science Notes Chapter 3 રેસાથી કાપડ સુધી

This GSEB Class 6 Science Notes Chapter 3 રેસાથી કાપડ સુધી covers all the important topics and concepts as mentioned in the chapter.

રેસાથી કાપડ સુધી Class 6 GSEB Notes

→ કાપડ માટે વપરાતા રેસા બે પ્રકારના હોય છે :

  • કુદરતી રેસાઓ (Natural Fibres)
  • સિક્વેટિક (કૃત્રિમ) રેસાઓ (synthetic Fibres)

→ કુદરતી રેસાઓ તે વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મળે છે. કુદરતી રેસા બે પ્રકારના છે:

  • વનસ્પતિજ રેસાઃ દા. ત., કપાસ (Cotton) અને શણ (Jute).
  • પ્રાણિજ રેસાઃ દા. ત., રેશમ (Silk) અને ઊન (Wool)

→ સિક્વેટિક (સંશ્લેષિત કે કૃત્રિમ) રેસા: તે માનવી દ્વારા રાસાયણિક પદાર્થોમાંથી બનાવેલા રેસા છે. નાયલૉન, ટેરિલીન, પૉલિએસ્ટર અને એક્રેલિક એ સિક્વેટિક રેસા છે.

GSEB Class 6 Science Notes Chapter 3 રેસાથી કાપડ સુધી

→ કપાસના રેસા મેળવવા માટે ખેતરમાં કપાસનો છોડ ઉગાડવામાં આવે છે. કપાસના છોડના ફળને જીંડવા (Cotton Bolls) કહે છે. તે લીંબુના કદના અને લીલા રંગનાં હોય છે. તે પરિપક્વ થતાં ફાટે છે અને તેમાંથી કપાસના રેસા બીજ સાથે દેખાય છે.

→ કપાસના છોડ પરથી કપાસ (રૂ) ચૂંટીને અલગ કરવામાં આવે છે.

→ કપાસમાંથી બીજ (કપાસિયા) દૂર કરવામાં આવે છે. આને રૂનું પીંજવું (Ginning) કહે છે.

→ કપાસના રેસામાંથી તાંતણા (Yarn) બનાવવાની પ્રક્રિયાને “કાંતવું (Spinning)’ કહે છે.

→ કાંતવા માટે તકલી અને ચરખો જેવાં સાધન વપરાય છે. આ સાધનો વડે કપાસ(રૂ)ના જથ્થામાંથી રેસાઓ બહાર ખેંચી વળ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાંતણા (Yarn) બને છે.

→ મોટા પાયે તાંતણાને કાંતવા માટે કાંતણ યંત્રોની મદદ લેવાય છે. કાંત્યા પછી તાંતણામાંથી કાપડ (Fabric) બનાવવામાં આવે છે.

→ તાંતણામાંથી કાપડ બનાવવાની મુખ્ય બે રીતો છેઃ

  • વણાટ (Weaving)
  • ગૂંથણ (knitting) કપાસનો વીટો | પીંજણ

GSEB Class 6 Science Notes Chapter 3 રેસાથી કાપડ સુધી 1

→ તાંતણાનાં બે જૂથની એકસાથે ગોઠવણીથી કાપડ બને છે.

→ કાપડનું વણાટ સાળ પર કરવામાં આવે છે. સાળ હાથથી ચાલે તેવી અથવા વીજળીથી ચાલતી હોય છે.

→ મોજાં અને સ્વેટર ગૂંથીને તૈયાર કરવામાં આવે છે. ગૂંથવામાં એક જ તાંતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે.

→ શણઃ શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે.

GSEB Class 6 Science Notes Chapter 3 રેસાથી કાપડ સુધી

→ શણના છોડ ચોમાસામાં ઉગાડવામાં આવે છે. જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે, ત્યારે લણણી કરવામાં આવે છે. લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસો સુધી પાણીમાં ડૂબાડી રાખી સડાવવામાં આવે છે. ત્યાર પછી હાથ વડે રેસાને પ્રકાંડ પરથી છૂટા પાડવામાં આવે છે.

→ પ્રાચીન સમયમાં લોકો વૃક્ષની છાલ, મોટાં પાંદડાં કે પ્રાણીઓનું ચામડું અને તેમની રુવાંટીનો ઉપયોગ શરીરને ઢાંકવા કરતા હતા.

→ કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ વણતાં અને સીવવાની સોયની શોધ થયા બાદ કાપડને સીવીને કપડાં બનાવતાં શીખ્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *