GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ

Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ Important Questions and Answers.

GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ

વિશેષ પ્રસ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો

પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
A. વીણવું
B. ઊપખવું
C. છડવું
D. ચાળવું
ઉત્તરઃ
વીણવું

પ્રશ્ન 2.
અનાજમાંથી ફોતરાં દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?
A. વીણવું
B. ઊપખવું
C. ચાળવું
D. છડવું
ઉત્તરઃ
ઊપખવું

GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ

પ્રશ્ન 3.
ઘઉંના લોટમાં રહી ગયેલા આખા ઘઉં અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?
A. વીણવું
B. ઊપખવું
C. ચાળવું
D. છડવું
ઉત્તરઃ
ચાળવું

પ્રશ્ન 4.
ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે?
A. સૂપડું
B. ચાળણી
C. ગળણી
D. પૃથક્કરણ ગળણી
ઉત્તરઃ
ચાળણી

પ્રશ્ન 5.
અનાજ ઊપણવા માટે કયું સાધન વપરાય છે?
A. સૂપડું
B. ચાળણી
C. ગળણી
D. પૃથક્કરણ ગળણી
ઉત્તરઃ
સૂપડું

પ્રશ્ન 6.
એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહી પદાર્થોના મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?
A. ચાળવું
B. ગાળવું
C. નિતારવું
D. બાષ્પીભવન
ઉત્તરઃ
નિતારવું

પ્રશ્ન 7.
પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
A. ગાળણ
B. બાષ્પીભવન
C. ઘનીભવન
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
ગાળણ

પ્રશ્ન 8.
પાણીમાં ઓગળેલા ઘન પદાર્થને છૂટો પાડવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
A. ગાળણ
B. નિતારણ
C. બાષ્પીભવન
D. ઘનીભવન
ઉત્તરઃ
બાષ્પીભવન

પ્રશ્ન 9.
મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે?
A. ગાળણ
B. નિતારણ
C. બાષ્પીભવન
D. ઘનીભવન
ઉત્તરઃ
બાષ્પીભવન

પ્રશ્ન 10.
દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિઓ વપરાય છે?
A. નિતારણ અને ગાળણ
B. ગાળણ અને બાષ્પીભવન
C. બાષ્પીભવન અને ઘનીભવન
D. નિતારણ અને બાષ્પીભવન
ઉત્તરઃ
બાષ્પીભવન અને ઘનીભવન

GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ

પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
પાણીમાં ભારે અદ્રાવ્ય ઘન પદાર્થ પાત્રને તળિયે એકત્રિત થયો હોય ત્યારે તેને દૂર કરવા ………….. પદ્ધતિ વપરાય છે.
ઉત્તરઃ
નિતારણ

પ્રશ્ન 2.
ચૉક, ખાંડ અને રેતીના મિશ્રણમાં ………. ઘટક પાણીમાં દ્રાવ્ય છે.
ઉત્તરઃ
ખાંડ

પ્રશ્ન 3.
રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી દૂર કરવા ……… ની રીત વપરાય છે.
ઉત્તરઃ
ગાળણ

પ્રશ્ન 4.
મીઠાના દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે ……… અને …… પદ્ધતિ વપરાય છે.
ઉત્તરઃ
બાષ્પીભવન, ઘનીભવન

પ્રશ્ન 5.
દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવા માટે ……… પદ્ધતિ વપરાય છે.
ઉત્તરઃ
બાષ્પીભવન

પ્રશ્ન 6.
દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને ………. કહે છે.
ઉત્તરઃ
દ્રાવણ

પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
પાણીમાં અદ્રાવ્ય માટી અને રેતીના કણો પાત્રના તળિયે એકત્રિત થાય છે તેને શું કહે છે?
ઉત્તરઃ
નિક્ષેપન

પ્રશ્ન 2.
પાણીમાંથી કેવા પ્રકારની અશુદ્ધિ દૂર કરવા માટે ગાળણની પદ્ધતિ વપરાય છે?
ઉત્તરઃ
અદ્રાવ્ય અશુદ્ધિ

પ્રશ્ન 3.
કૂંડામાંથી દાણાને અલગ કરવાની રીતને શું કહે છે?
ઉત્તરઃ
છડવું

પ્રશ્ન 4.
કઈ પદ્ધતિમાં અનાજમાં રહેલા ભારે અને હલકા ઘટકોને પવન વડે અલગ કરવામાં આવે છે?
ઉત્તરઃ
ઊપણવું

પ્રશ્ન 5.
દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
ઉત્તરઃ
બાષ્પીભવન

પ્રશ્ન 6.
સંચા વડે કાઢેલા ફળના રસમાંથી બી અને માવાનો ગર દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
ઉત્તરઃ
ગાળણ

પ્રશ્ન 7.
રેતીના ઢગલામાંથી ઝીણી રેતી પ્લાસ્ટર માટે જોઈએ છે, તો કઈ રીતથી મેળવશો?
ઉત્તરઃ
ચાળવું

પ્રશ્ન 8.
ઘઉંના લોટના મોટા જથ્થામાંથી ઘઉંના ટુકડા ઝડપથી દૂર કરવા અલગીકરણની કઈ રીતે વાપરશો?
ઉત્તરઃ
ચાળવું

પ્રશ્ન 9.
ખેડૂતો સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ દાણામાંથી હલકાં ફોતરાં દૂર કરવા માટે કરે છે?
ઉત્તરઃ
ઊપણવું

GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ

પ્રશ્ન 10.
ઘરમાં વપરાતા પનીરની બનાવટમાં અલગીકરણની કઈ રીતે વપરાય છે?
ઉત્તરઃ
ગાળણ

પ્રશ્ન 4.
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

પ્રશ્ન 1.
પાણીમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થને ગાળણક્રિયા દ્વારા અલગ કરી ન શકાય.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 2.
જે પદાર્થ પાણીમાં ઓગળે છે તેને દ્રાવક કહે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
ખાંડના દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય અને પાણી દ્રાવક છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 4.
ખાંડ અને મીઠાના મિશ્રણમાંથી બંનેને બાષ્પીભવનની રીત વડે અલગ કરી શકાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
લણણી કર્યા પછી ડાંગરના સૂકા પાકમાંથી ડાંગર છૂટી પાડવા ઊપણવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 6.
ઊપણવાની પદ્ધતિ માટે પવન જરૂરી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
પાણીમાં દ્રાવ્ય પદાર્થને દૂર કરવા ગાળણ પદ્ધતિ વપરાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
સંતૃપ્ત દ્રાવણ દરેક તાપમાને સંતૃપ્ત હોતું નથી.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 9.
ચોક્કસ તાપમાને પાણીમાં 15 ગ્રામ મીઠું નાખવાથી સંતૃપ્ત દ્રાવણ બને છે, તો તેટલા જ જથ્થાના પાણીમાં 15 ગ્રામ ખાંડ નાખવાથી સંતૃપ્ત દ્રાવણ બને.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 10.
સંતૃપ્ત દ્રાવણમાં સહેજ વધુ દ્રવ્ય પદાર્થ નાખવાથી તે ઓગળતો નથી.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 11.
કેરોસીન અને પાણીના મિશ્રણમાં પાણી કેરોસીન ઉપર તરે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
મિશ્રણના ઘટકોનું અલગીકરણ એટલે શું?
ઉત્તરઃ
મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે.

પ્રશ્ન 2.
મિશ્રણના ઘટકને અલગ પાડવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ શેના પર આધાર રાખે છે?
ઉત્તર:
મિશ્રણના ઘટકને અલગ પાડવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ ઘટકોના ગુણધર્મો પર આધાર રાખે છે.

પ્રશ્ન 3.
અનાજમાંથી ઝીણો કચરો દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
ઉત્તરઃ
અનાજમાંથી ઝીણો કચરો દૂર કરવા ઊપણવાની કે ચાળવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન 4.
બે ઘન પદાર્થોના મિશ્રણમાંથી ઘટકો ચાળણી વડે અલગ કરવા મિશ્રણના ઘટકો કેવા હોવા જરૂરી છે?
ઉત્તરઃ
બે ઘન પદાર્થોના મિશ્રણમાંથી ઘટકો ચાળણી વડે અલગ કરવા મિશ્રણના ઘટકો અસમાન કદના હોવા જોઈએ.

પ્રશ્ન 5.
પાણીમાં રહેલી કેવા પ્રકારની અશુદ્ધિ નિતારણ પદ્ધતિના ઉપયોગથી દૂર કરી શકાય છે?
ઉત્તરઃ
પાણીમાં રહેલી અશુદ્ધિ પાણીમાં અદ્રાવ્ય હોય અને પાણી કરતાં ભારે હોય, તો તેને નિતારણ પદ્ધતિના ઉપયોગથી દૂર કરી શકાય છે.

પ્રશ્ન 6.
કઈ પદ્ધતિ વડે પાણી અને તેલના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકાય છે?
ઉત્તરઃ
નિતારણ પદ્ધતિ વડે પાણી અને તેલના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકાય છે. (આ માટે પૃથક્કરણ ગળણી વપરાય છે.)

પ્રશ્ન 7.
ઘઉં અને બાજરીના મિશ્રણનો જથ્થો વધુ પ્રમાણમાં હોય, તો તેમને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરાય?
ઉત્તરઃ
ઘઉં અને બાજરીના મિશ્રણનો જથ્થો વધુ પ્રમાણમાં હોય, તો તેમને અલગ કરવા ચાળણી વડે ચાળવાની પદ્ધતિનો ઉપયોગ કરાય.

GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ

પ્રશ્ન 8.
એકબીજામાં ન ભળે એવાં બે પ્રવાહી મિશ્રણ જણાવો.
ઉત્તરઃ
એકબીજામાં ન ભળે એવાં બે પ્રવાહી મિશ્રણ :

 1. પાણી અને કેરોસીનનું મિશ્રણ તથા
 2. તેલ અને પાણીનું મિશ્રણ.

પ્રશ્ન 9.
પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો છૂટા પાડવા માટે વધુ યોગ્ય પદ્ધતિ કઈ છે?
ઉત્તરઃ
પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો છૂટા પાડવા માટે વધુ યોગ્ય પદ્ધતિ ગાળણ છે.

પ્રશ્ન 10.
સંતૃપ્ત દ્રાવણમાં વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળવા માટે શું કરવું જોઈએ?
ઉત્તરઃ
સંતૃપ્ત દ્રાવણમાં વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળવા માટે તેને ગરમ કરવું જોઈએ.

પ્રશ્ન 11.
પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું ? કહે છે?
ઉત્તરઃ
પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે.

પ્રશ્ન 12.
દહીંને વલોવીને શું મેળવી શકાય?
ઉત્તરઃ
દહીંને વલોવીને તેમાંથી માખણ અને છાશ મેળવી શકાય.

પ્રશ્ન 13.
પનીર કેવી રીતે બનાવવામાં આવે છે?
ઉત્તરઃ
ઉકળતા દૂધમાં લીંબુના રસમાં થોડાં ટીપાં નાખી પાતળા કાપડ વડે મિશ્રણને ગાળીને પનીર બનાવવામાં આવે છે.

પ્રશ્ન 6.
વ્યાખ્યા આપોઃ

 1. બાષ્પીભવન
 2. ઘનીભવન
 3. સંતૃપ્ત દ્રાવણ

ઉત્તરઃ

 1. બાષ્પીભવનઃ પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે.
 2. ઘનીભવનઃ પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે.
 3. સંતૃપ્ત દ્રાવણ: ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહિ તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે.

પ્રશ્ન 7.
સમજૂતી આપોઃ

 1. વીણવું
 2. છડવું
 3. નિતારણ
 4. ગાળણ

ઉત્તરઃ

 1. વણવું: એકબીજા સાથે ભળી જતા ન હોય તેવા, નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘન પદાર્થોના ઘટકોને મિશ્રણમાંથી હાથથી વીણીને છૂટા પાડવામાં આવે છે. આ પદ્ધતિને વીણવું કહે છે.
 2. છડવું: અનાજનાં કૂંડા કે કણસલાંમાંથી દાણાને અલગ કરવાની રીતને છડવું કહે છે.
 3. નિતારણઃ પ્રવાહમાં અદ્રાવ્ય અને ભારે પદાર્થોને પાત્રના તળિયે જમા થવા દીધા બાદ ઉપરના ભાગે રહેલા પ્રવાહીને બીજા પાત્રમાં હળવેથી લઈ અલગ કરવાની પદ્ધતિને નિતારણ કહે છે.
 4. ગાળણ: પ્રવાહીમાં ઓગળે નહિ તેવા ઘન પદાર્થોને કાપડના ટુકડા કે જાળીદાર સાધન વડે અલગ કરવાની પદ્ધતિને ગાળણ કહે છે.

(B) ટૂંકજવાબી પ્રોઃ

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
અનાજને સાફ કરવા કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે?
ઉત્તરઃ
અનાજને સાફ કરવા નીચેની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે?

 1. પવનમાં અનાજને સૂપડા વડે ઊપણવામાં આવે છે. આથી તેમાંથી ફોતરાં કે હલકો કચરો પવનને લીધે દૂર થાય છે.
 2. પછી અનાજને ચાળણી કે મોટા ચાળણા વડે ચાળવામાં આવે છે. આથી અનાજમાંથી ઝીણી કાંકરી તેમજ નાના કદના અનાજના દાણા દૂર થાય છે.
 3. પછી અનાજમાંથી કાંકરા હાથ વડે વણીને દૂર કરવામાં આવે છે. આ રીતે અનાજ સાફ થાય છે.

GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ

પ્રશ્ન 2.
વિણવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો.
ઉત્તરઃ
અનાજમાંથી મોટા કાંકરાને ઊપખવાથી કે ચાળવાથી જુદા પાડી શકાતા નથી. તેમને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ થાય છે. નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને હાથથી વીણીને અલગ પાડી શકાય છે. આ પદ્ધતિને વીણવું કહે છે. ઘઉંમાંથી કાંકરાને અને શાકભાજીમાંથી બગડેલી શાકભાજીને અલગ કરવા આ પદ્ધતિ વપરાય છે.
GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ 1

પ્રશ્ન ૩.
ચાળવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો.
ઉત્તરઃ
મિશ્રણના ઘટકો ઘન સ્વરૂપે હોય અને અસમાન કદના હોય ત્યારે નાનામોટા કદનાં છિદ્રોવાળી ચાળણી અથવા તારની જાળીનો ઉપયોગ કરી ઘટકોને છૂટા પાડવામાં આવે છે. આ પદ્ધતિને ચાળવું કહે છે. ઘઉંનો લોટ ચાળવા સૂક્ષ્મ છિદ્રોવાળી ચાળણીનો ઉપયોગ થાય છે. રેતીમાંથી કાંકરા દૂર કરવા મોટા છિદ્રોવાળા ચાળણાનો ઉપયોગ થાય છે.
GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ 2

પ્રશ્ન 4.
ઊપણવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો.
ઉત્તર:
ખેડૂતે લણણી દ્વારા લીધેલા પાકમાં અનાજના દાણા સાથે ફોતરાં અને ધૂળ જેવી અશુદ્ધિ હોય છે. અનાજના દાણા જેવા વજનદાર ઘટકથી ફોતરાં જેવા ઘટકો હલકા ઘટકોને સૂપડા વડે ઊપણીને અલગ કરવાની રીતને ઊપણવું કહે છે. અનાજ અને ફોતરાંના મિશ્રણને ખેડૂત અમુક ઊંચાઈએથી સૂપડામાંથી નીચે પડવા દે છે. ફોતરાં હલકાં હોવાથી પવનની દિશામાં ઘસડાઈને થોડાં દૂર પડે છે. અનાજના દાણા પ્રમાણમાં ભારે હોવાથી નજીકમાં જ નીચે પડે છે.
GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ 3
ઘરમાં પણ આપણે સૂપડાની મદદથી અનાજમાંનો ઝીણો કચરો ઊપખવાની રીતથી દૂર કરીએ છીએ.

પ્રશ્ન 5.
છડવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો.
ઉત્તર:
ખેડૂત પાકની લણણી કરી અનાજના ડૂડાના ઢગલા કરે છે. તેને તડકામાં સૂકવે છે. પછી હૂંડામાંથી દાણા છૂટા પાડવા માટે વપરાતી રીતને છડવું કહે છે. આ રીતમાં સૂકવેલ પાકને પૂળા બાંધી લાકડાના પાટિયા પર ઝૂડવામાં (પીટવામાં) આવે છે. આથી કૂંડામાંથી અનાજ છૂટું પડે તરત છે. અમુક અનાજના (દા. ત., બાજરી) ડૂડાને ખળામાં ભેગા કરી તેના પર બળદ કે ટ્રેક્ટર ફેરવવામાં આવે છે. મોટા જથ્થામાં દાણાને છડવા માટે યાંત્રિક સાધન (સર) વપરાય છે.
GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ 4

પ્રશ્ન 6.
રોજિંદા જીવનમાં નિતારણ અને ગાળણ પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે?
ઉત્તર:
રોજિંદા જીવનમાં પીવાના પાણીને શુદ્ધ કરવા આ બંને પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.
કૂવા કે નદીમાંથી મળતું પાણી સહેજ ડહોળું હોય છે. પાણીને એક મોટા પાત્રમાં ભરી તેને લાંબા સમય સુધી સ્થિર રહેવા દેવાથી ભારે કચરો પાત્રને તળિયે ઠરે છે. આ પાત્રમાંથી ધીમે રહીને ઉપરનું પાણી બીજા પાત્રમાં નિતારી લેવામાં આવે છે. આ નિતારેલ પાણીને ઝીણા છિદ્રોવાળા કપડા વડે ગાળવાથી પાણીમાંની અદ્રાવ્ય હલકી તેમજ ભારે અશુદ્ધિઓ દૂર થાય છે.

પ્રશ્ન 7.
ગાળણ માટે વપરાતાં સાધનોનાં નામ લખો.
ઉત્તર:
સ્વચ્છ ઝીણાં છિદ્રોવાળું કપડું, પ્લાસ્ટિકની ગળણી, ઝીણા તારની છે. જાળીવાળી ગળણી, ગાળણપત્ર (ફિલ્ટર પેપર) અને આધુનિક ગાળણપાત્રો જેવાં સાધનો ગાળણ માટે વપરાય છે.

પ્રશ્ન 8.
મિશ્રણના ઘટકોના અલગીકરણ માટેની પદ્ધતિઓ જણાવો.
ઉત્તરઃ
મિશ્રણના ઘટકોના અલગીકરણ માટેની પદ્ધતિઓ નીચે મુજબ છેઃ

 1. વીણવું
 2. ચાળવું
 3. ઊપણવું
 4. છડવું
 5. નિક્ષેપન
 6. નિતારણ
 7. ગાળણ
 8. બાષ્પીભવન
 9. ઘનીભવન.
 10. ગાળણક્રિયા વિશે ટૂંકમાં સમજૂતી આપો.

ઉત્તર:
નદીના ડહોળા પાણીને નિક્ષેપન અને નિતારણની ક્રિયા વડે સારી રીતે સ્વચ્છ પીવાલાયક બનાવી શકાતું નથી. આથી આ માટે ગાળણક્રિયા વાપરવી પડે છે. ઘેર પાણીને કાપડના ટુકડા વડે ગાળીએ છીએ. જો પાણી હોય, તો ફિલ્ટર પેપરની મદદથી કે ગાળણપાત્રો વડે ગાળીએ છીએ.
GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ 5
ફિલ્ટર પેપરમાં ખૂબ જ સૂક્ષ્મ છિદ્રો હોય છે. શંકુ આકારમાં ગડી કરેલું ફિલ્ટર પેપર ગળણીમાં મૂકવામાં આવે છે. તેમાંથી ઘન કણો પસાર થતાં નથી અને ફિલ્ટર પેપર પર જ રહી જાય છે. આ રીતે ફિલ્ટર પેપર વડે ગાળણ કરવાથી ડહોળુ પાણી સ્વચ્છ બને છે.
ચા બનાવતી વખતે ચાની ભૂકી ગાળણ દ્વારા અલગ કરવામાં આવે છે. ફળોના રસને ગાળીને તેમાંથી બીજ અને રેસા દૂર કરવામાં આવે છે.

પ્રશ્ન 10.
દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવવામાં આવે છે?
ઉત્તરઃ
દરિયાના પાણીમાંથી મીઠું બાષ્પીભવનની ક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. આ માટે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે. સૂર્યપ્રકાશથી પાણી ગરમ થઈ બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે. થોડા દિવસોમાં પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ પાછળ ઘન ક્ષારો રહી જાય છે. આ ક્ષારોમાં મહદ્અંશે મીઠું હોય છે. આ ક્ષારોનું શુદ્ધીકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં આવે છે.

પ્રશ્ન 11.
દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કેવી રીતે મેળવવામાં આવે છે?
ઉત્તરઃ
દરિયાના પાણીને બંધ પાત્રમાં બાષ્પીભવન કે ઉકાળીને વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. આ વરાળને નળી દ્વારા ઠારકનળીમાં લઈ જઈ ઠંડી પાડવામાં આવે છે. આથી પાણીની વરાળનું ઘનીભવન થતાં પાણીમાં રૂપાંતર થાય છે. આ પાણીને નિયંદિત પાણી કહે છે. તે સ્વાદરહિત તદ્દન શુદ્ધ પાણી છે. આ ક્રિયાને નિયંદનની ક્રિયા કહે છે. આ રીતે બાષ્પીભવન અને ઘનીભવન દ્વારા દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવી શકાય છે. (જુઓ આકૃતિ 5.8]

પ્રશ્ન 2.
તફાવત આપો :
(1) ગાળવું અને નિતારવું
(2) ચાળવું અને વીણવું
(૩) બાષ્પીભવન અને ઘનીભવન
ઉત્તરઃ

(1) ગાળવું

નિતારવું

1. આ પદ્ધતિ વડે પ્રવાહીમાંની ભારે તેમજ હલકી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. 1. આ પદ્ધતિ વડે પ્રવાહીમાંની ભારે અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે.
2. આ પદ્ધતિમાં સ્વચ્છ કાપડ, ગળણી, ગાળણપત્ર કે ગાળણપાત્રોના ઉપયોગથી અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. 2. આ પદ્ધતિમાં સ્થિર રહેવા દીધેલા પ્રવાહીને ઉપરથી નિતારી લઈ તેમાંની અશુદ્ધિઓ દૂર કરી શકાય છે.
(2) ચાળવું

વીણવું

1. આ પદ્ધતિ માટે ચાળણી જેવા જાળીદાર સાધનનો ઉપયોગ થાય છે. 1. આ પદ્ધતિમાં કોઈ સાધન વપરાતું નથી, પરંતુ હાથનો ઉપયોગ થાય છે.
2. કદમાં સરખા ન હોય તેવા ઘન પદાર્થોના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા આ પદ્ધતિ વપરાય છે. 2. કદમાં લગભગ સરખા હોય પરંતુ રંગ અને આકારમાં અલગ હોય તેવા ઘન પદાર્થોના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા આ પદ્ધતિ વપરાય છે.
3. ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. 3. અનાજમાંથી કાંકરા દૂર કરવા આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
(3) બાષ્પીભવન

ઘનીભવન

1. પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. 1. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે.
2. સમુદ્રના પાણીની વરાળ થઈ વાદળ બનવા માટે બાષ્પીભવન કારણરૂપ છે. 2. વાદળમાંથી વરસાદ પડે તે માટે ઘનીભવન કારણરૂપ છે.

પ્રશ્ન ૩.
જોડકાં જોડો:

વિભાગ “A”

વિભાગ “B”

(1) વીણવું (a) સૂપડું
(2) ગાળણ (b) હાથ
(3) ઊપખવું (c) ચાળણી
(4) ચાળવું (d) ફિલ્ટર પેપર

ઉત્તરઃ
(1) → (b), (2) → (d), (3) → (a), (4) → (c).

(C) વિસ્તૃત પ્રશ્નઃ

પ્રશ્ન.
નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરોઃ
બાષ્પીભવન અને ઘનીભવનની ક્રિયા (નિચંદનની ક્રિયા) દ્વારા મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી છૂટા પાડવાનો પ્રયોગ આકૃતિસહિત વર્ણવો.
ઉત્તરઃ
હેતુઃ બાષ્પીભવન અને ઘનીભવનની ક્રિયા (નિયંદનની ક્રિયા) દ્વારા મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી છૂટા પાડવા.
સાધનોઃ ગોળાકાર ચંબુ, શંકુ આકારનો ચંબુ, ઠારકનળી, ત્રિપાઈ, તારની જાળી, બન્શન બર્નર, સ્ટેન્ડ, બૂચ
પદાર્થઃ મીઠાનું દ્રાવણ
આકૃતિઃ
GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ 6
પદ્ધતિઃ

 1. ગોળાકાર ચંબુમાં અડધે સુધી મીઠાનું દ્રાવણ ભરો. પછી ચંબુને બૂચ વડે ચુસ્ત રીતે બંધ કરો.
 2. ત્રિપાઈ ઉપર તારની જાળી ગોઠવી તેના પર મીઠાનું દ્રાવણ ભરેલો ચંબુ ગોઠવો.
 3. ચંબુ સાથે ઠારકનળી જોડી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવો.
 4. હવે કાચના ચંબુને બન્સન બર્નર વડે ધીમા તાપે ગરમ કરો. ઠારકનળીના બહારના ભાગમાં ઠંડા પાણીનો પ્રવાહ ચાલુ કરો.
 5. ચંબુમાંનું પાણી ઉકળી તેની વરાળ બનશે, જે હરકનળીમાંથી પસાર થતાં ઠંડી પડી ઘનીભવન પામી પાણીમાં રૂપાંતર પામશે.
 6. આ પાણી ઠારકનળીના છેડે મૂકેલ શંકુ આકારના ચંબુ(ફલાસ્કો માં એકઠું થશે.
 7. આ પાણીનો સ્વાદ ચાખો. ગોળાકાર ચંબુમાં બધું પાણી ઊડી જતાં તેમાં શું બાકી રહે છે તે જુઓ.

અવલોકન:

 1. કાચના ગોળાકાર ચંબુમાં સફેદ રંગનો પદાર્થ બાકી રહે છે, તે મીઠું છે.
 2. શંકુ આકારના ચંબુમાં એકઠું થયેલ પાણી સ્વાદ વગરનું તદ્દન શુદ્ધ પાણી છે.

નિર્ણય: બાષ્પીભવન અને ઘનીભવનની ક્રિયા દ્વારા મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી છૂટા પાડી શકાય છે.
[નોંધઃ આ રીતે મળતું પાણી નિયંદિત પાણી છે. બાષ્પીભવન અને ઘનીભવનની આ ક્રિયા સંયુક્ત રીતે નિયંદનની ક્રિયા કહેવાય છે. દિરિયાના પાણીને નિયંદનની ક્રિયા (Distilation) વડે શુદ્ધ પાણી બનાવી શકાય છે. આ પ્રયોગને નિયંદનની ક્રિયા સમજાવતો પ્રયોગ પણ કહેવાય.]

HOTs પ્રકારના પ્રસ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ 7માં લખો

પ્રશ્ન 1.
નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે? GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ 7
A. ફ્રીજમાંથી લીધેલા પાણીમાં
B. ગરમ પાણીમાં
C. લીંબુનો રસ નાખેલા પાણીમાં
D. ખારા પાણીમાં
ઉત્તરઃ
B. ગરમ પાણીમાં

પ્રશ્ન 2.
એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીઓનું મિશ્રણ નીચેના પૈકી કયું છે? GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ 7
A. પાણી અને આલ્કોહોલ
B. પાણી અને કેરોસીન
C. કેરોસીન અને પેટ્રોલ
D. પાણી અને દૂધ
ઉત્તરઃ
B. પાણી અને કેરોસીન

GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ

પ્રશ્ન 3.
ખાંડનું સંતૃપ્ત દ્રાવણ આપેલ છે. તે સ્વચ્છ પાણી જેવું દેખાય છે. તેને 10 °C તાપમાન સુધી ઠંડું પાડવામાં આવે છે. તેમાં શો ફેરફાર જોવા મળશે? GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ 7
A. તે અસંતૃપ્ત દ્રાવણ બનશે.
B. તેમાં કોઈ ફેર દેખાશે નહિ.
C. તે સંતૃપ્ત દ્રાવણ જ રહેશે અને દ્રાવણમાં થોડી ખાંડ દેખાશે.
D. તે અસંતૃપ્ત દ્રાવણ બનશે અને દ્રાવણમાં થોડી ખાંડ દેખાશે.
ઉત્તરઃ
C. તે સંતૃપ્ત દ્રાવણ જ રહેશે અને દ્રાવણમાં થોડી ખાંડ દેખાશે.

પ્રશ્ન 4.
ઊપણવાની પદ્ધતિ નીચેનામાંથી શામાં ઉપયોગી છે? GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ 7
A. અનાજમાંથી કાંકરા દૂર કરવા.
B. અનાજમાંથી ફોતરાં દૂર કરવા.
C. કણસલાંમાંથી અનાજ છૂટું કરવા.
D. લોટમાંથી થૂલું દૂર કરવા.
ઉત્તરઃ
B. અનાજમાંથી ફોતરાં દૂર કરવા.

પ્રશ્ન 5.
ચાળવાની ક્રિયાથી મિશ્રણના ઘટકો છૂટા પાડવા મિશ્રણ કેવું હોવું જોઈએ? GSEB Class 6 Science Important Questions Chapter 5 પદાર્થોનું અલગીકરણ 7
A. સરખા કદના ઘન પદાર્થોનું મિશ્રણ
B. ઘન અને પ્રવાહી પદાર્થોનું મિશ્રણ
C. સરખા કદના હોય પરંતુ રંગ અને આકારથી જુદા પડે તેવા ઘન પદાર્થોનું મિશ્રણ
D. સરખા કદના ન હોય તેવા ઘન પદાર્થોનું મિશ્રણ
ઉત્તરઃ
D. સરખા કદના ન હોય તેવા ઘન પદાર્થોનું મિશ્રણ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *