GSEB Class 6 Maths Notes Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ

This GSEB Class 6 Maths Notes Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ covers all the important topics and concepts as mentioned in the chapter.

અપૂર્ણાંક સંખ્યાઓ Class 6 GSEB Notes

→ અપૂર્ણાંક એ કોઈ એક વસ્તુનો ભાગ કે કોઈ જથ્થાનો ભાગ હોઈ શકે.

→ જે અપૂર્ણાકના અંશ અને છેદને 1 સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય, તો તે સાદો અપૂર્ણાંક કહેવાય.

→ જે અપૂર્ણાંકનો અંશ એ છેદ કરતાં નાનો હોય, તો તે શુદ્ધ અપૂર્ણાક કહેવાય.

→ જે અપૂર્ણાકનો અંશ એ છેદ કરતાં મોટો હોય, તો તે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જ એક પૂર્ણાંક સંખ્યા અને એક અપૂર્ણાંક સંખ્યાના સરવાળાથી બનતી સંખ્યાને મિશ્ર અપૂર્ણાક કહેવાય છે.

→ સંખ્યારેખા ઉપર આપણે અપૂર્ણાક દર્શાવી શકીએ છીએ.

→ સંખ્યારેખા ઉપર અપૂર્ણાક દર્શાવવા માટે 0થી 1 વચ્ચે આપેલા અપૂર્ણાકના છેદ જેટલા સરખા ભાગ કરવામાં આવે છે.

→ \(\frac{1}{2}, \frac{1}{3}, \frac{2}{5}\) .. એ શુદ્ધ અપૂર્ણાકો છે.

→ \(\frac{7}{3}, \frac{9}{2}, \frac{11}{4}\).. એ અશુદ્ધ અપૂણકો છે.

GSEB Class 6 Maths Notes Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ

→ \(2 \frac{3}{4}, 3 \frac{1}{2}, 5 \frac{2}{3}\) … એ મિશ્ર અપૂર્ણાકો છે.

→ શુદ્ધ અપૂર્ણાકની કિંમત 1 કરતાં ઓછી હોય છે, જ્યારે અશુદ્ધ અપૂર્ણાકની કિંમત 1 કરતાં વધારે હોય છે.

→ જે અપૂર્ણાકના અંશ અને છેદ સરખા હોય, તે અપૂર્ણાકની કિંમત 1 હોય.

→ અશુદ્ધ અપૂર્ણાકના અંશને ભાજ્ય અને છેદને ભાજક તરીકે લઈ ભાગાકાર કરતાં ભાગફળ, શેષ અને ભાજક દ્વારા મિશ્નસંખ્યા મળે.

→ મિશ્ર અપૂર્ણાંક = ભાગફળ GSEB Class 6 Maths Notes Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ 1

→ મિશ્ર અપૂર્ણાકનું અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર : GSEB Class 6 Maths Notes Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ 2

→ અપૂર્ણાકો સરખા છે કે કેમ તે જાણવા અપૂર્ણાકોને સમચ્છેદી બનાવવા પડે.

→ અપૂર્ણાકોનાં અતિસંક્ષિપ્ત સ્વરૂપ મેળવતાં તે સરખા છે કે કેમ તે જાણી શકાય છે.

→ અપૂર્ણાકના અંશ અને છેદના અવિભાજ્ય અવયવો મેળવી, અંશ અને છેદના

→ જ અપૂર્ણાકોને ચડતા ક્રમમાં કે ઊતરતા ક્રમમાં ગોઠવવા માટે આપેલા અપૂર્ણાકોને સમચ્છેદી બનાવવા પડે.

→ સમચ્છેદી અપૂર્ણાકોમાં જે અપૂર્ણાકનો અંશ મોટો તે અપૂર્ણાક મોટો હોય.

→ જો વિષમચ્છેદી અપૂર્ણાકોમાં અંશ સરખા હોય, તો જે અપૂર્ણાકનો છેદ મોટો તે અપૂર્ણાંક નાનો અને જે અપૂર્ણાકનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો હોય.

GSEB Class 6 Maths Notes Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ

→ સમચ્છેદી અપૂર્ણાંકોનો સરવાળો સમચ્છેદી અપૂર્ણાંકોનો સરવાળો કરતી વખતે બધા અપૂર્ણાકોના અંશનો સરવાળો કરીને આ સરવાળાના છેદમાં સમાન છેદ લખવામાં આવે છે.

→ સમચ્છેદી અપૂર્ણાકોની બાદબાકી સમચ્છેદી અપૂર્ણાકોની બાદબાકી કરતી વખતે મોટા અપૂર્ણાકના અંશમાંથી નાના અપૂર્ણાકનો અંશ બાદ કરીને બાદબાકીના છેદમાં સમાન છેદ લખવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *