GSEB Class 12 Gujarati Arth Grahan વાર્તાલેખન

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Std 12 Gujarati Arth Grahan Varta Lekhan વાર્તાલેખન Questions and Answers, Notes Pdf.

GSEB Std 12 Gujarati Arth Grahan Varta Lekhan

નીચે આપેલા મુદ્દા પરથી વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપોઃ
(1) રામપુર ગામ – મનુ અને કનુ બે મિત્રો-મનું શરીરે મજબૂત, કનુ સુકલકડી – જંગલમાં ફરવા જવું-ખૂબ ફર્યા –પાછા ફરતા રસ્તામાં રીંછનો ભેટો –પાછળ પડવું – કનુનું ઝાડ પર ચડી જવું-ડર – મનુની મૂંઝવણ – નીચે જમીન પર સૂઈ જવું – શ્વાસ રોક્યો – રીંછનું પાસે આવી સુંધી ચાલ્યા જવું– રીંછ ગયા પછી કનુનું ઝાડ પરથી ઊતરવું–બોધ.
ઉત્તર :
સ્વાર્થી મિત્ર
રામપુર ગામમાં મનુ અને કનુ બે લંગોટિયા મિત્ર હતા. શાળામાં પણ એક જ વર્ગમાં સાથે અભ્યાસ કરતા હતા. બંનેની મિત્રતા આખા ગામમાં વખણાતી હતી. બંને મિત્રો મન લગાવીને અભ્યાસ કરતા હતા. પણ બંનેની પ્રકૃતિ અલગ હતી. કનુ ડરપોક અને સુકલકડી હતો, થોડો સ્વાર્થી પણ હતો. બાળપણ વટાવીને બંને યુવાવસ્થામાં પહોંચ્યા.

GSEB Class 12 Gujarati Arth Grahan વાર્તાલેખન

સાહસ બતાવવા માટે બંને એક વખત જંગલમાં ફરવા ગયાં. એક અલગ જ અનુભવ હતો. જંગલનાં વૃક્ષોની વનરાજિ જોઈને બંને મિત્રો મુગ્ધ બની ગયા. જાતજાતનાં ફૂલો અને ઔષધીની સુવાસે મનને તરોતાજા બનાવી દીધું. પંખીઓના ટહુકા વાતાવરણને મનોરમ બનાવી રહ્યા હતા. જંગલની ગીચતા વધતા બંનેએ પાછા ફરવાનો નિર્ણય કર્યો. થોડા આગળ ચાલ્યાં ત્યાં જ પાછળથી કંઈક અવાજ સંભળાયો. અવાજની દિશામાં નજર કરતાં બંને અવાક બની ગયા. સામેથી રીંછ આવતું દેખાયું. અચાનક મોતને સામે આવતું જોઈ કનુ-મનુના મોતિયા મરી ગયા. કનુ શરીરે સુકલકડી હતો, તેથી તે તરત જ એક ઝાડ પર ચડી ગયો. મનુ ઝાડ પર ચડી ન શક્યો.

રીંછ મનુની પાસે આવી રહ્યું છે એ જોઈને મનુને કંઈ સૂઝતું જ નથી. હવે પોતે રીંછનો ખોરાક બનવાનો જ છે એવું વિચારી એક મરણિયા પ્રયાસ સ્વરૂપે એ જમીન પર શ્વાસ રોકીને સૂઈ ગયો. રીંછ મનુની પાસે આવ્યું, તેણે મનુને સૂંધ્યો પણ તેને મરેલો જાણીને રીંછ ત્યાંથી જતું રહ્યું. રીંછના ગયા પછી કનુ ઝાડ પરથી નીચે ઊતર્યો અને મનુને પૂછ્યું: “રીંછે તને કાનમાં શું કહ્યું?” મનુએ ઉત્તર આપ્યો સ્વાર્થી મિત્રથી દૂર રહેવું એવું મને રીંછે કહ્યું.

બોધઃ મિત્રતા કરતા પહેલા તેની પરખ અવશ્ય કરવી.

(2) એક કંજૂસ- વાડામાં રૂપિયા દાટવા – દરરોજ રાત્રે રૂપિયા
ગણવા-ચોરનું જોઈ જવું – રૂપિયા કાઢી લેવા અને કાંકરાં મૂકવા -કંજૂસને જાણ – માથું કૂટવું-પાડોશીનું મહેણું મારવું “હવે કાંકરાં ગણજે” – બોધ.
ઉત્તરઃ
અતિ લોભ તે પાપનું મૂળ
અમરાપુર ગામમાં મૂર્ખદત્ત નામનો એક વેપારી રહેતો હતો. તેને કરિયાણાની દુકાન હતી. કમાણી પણ સારી થતી હતી. પણ તે સ્વભાવે લોભી અને કંજૂસ હતો. તે પોતાના કે કુટુંબ માટે પૈસા { વાપરવાને બદલે મોટા ભાગની કમાણી પોતાના વાડામાં જમીનમાં ખાડો ગાળી દાટી દેતો. પણ તેનું મન હંમેશાં અસંતુષ્ટ અને મૂંઝવણમાં રહેતું. તે રોજ રાત્રે બધાના સૂઈ ગયા પછી વાડામાં દાટેલા રૂપિયા ગણવા જતો. રૂપિયા સલામત છે તેની ખાતરી કર્યા પછી જ તેને ઊંઘ

આવતી. આમ ઘણાં વરસો સુધી ચાલ્યું. હવે તો તેની પાસે અઢળક 3 રૂપિયા જમા થઈ ગયા.

એક રાતે એક ચોર ચોરી કરવા મૂર્ખદત્તના ઘરની બાજુના ઘરમાં પ્રવેશ્યો. ચોરી કરીને ભાગવા જતો હતો ત્યાં ઘરનો માલિક જાગી ગયો. તે ખૂબ ગભરાઈ ગયો. ચોરીનો માલ ત્યાં જ મૂકીને પલાયન થઈ ગયો. લોકો તેની પાછળ પડ્યા એટલે તે ઊંચી દીવાલ કૂદીને મૂર્ખદત્તના વાડામાં કૂદ્યો અને છુપાઈ ગયો. અચાનક તેનું ધ્યાન ઝાંખા પ્રકાશ તરફ દોરાયું. તેણે ધારીને જોયું તો કંઈક સળવળાટ સંભળાયો. તે બિલ્લી પગલે આગળ વધ્યો અને જોયું કે એક માણસ જમીનમાંથી રૂપિયા કાઢીને ગણતો હતો. આ દશ્ય જોઈને તે અચંબિત થઈ ગયો. ત્યાંથી તે ચૂપચાપ ભાગી ગયો કેમ કે સવાર થવામાં જ હતું.

GSEB Class 12 Gujarati Arth Grahan વાર્તાલેખન

બીજે દિવસે તેણે મૂર્ખદત્તના દાટેલા રૂપિયા ચોરવાનો નિર્ધાર કર્યો. રાત થવાની રાહ જોતો તે વાડાની નજીક છુપાઈને બેઠો. બારેક વાગ્યે મૂર્ખદત્ત નિયમ પ્રમાણે રૂપિયા ગણીને પોતાને ઘરે ગયો. તરત જ ચોર વાડામાં ગયો અને યુક્તિ મુજબ રૂપિયા કાઢીને તેની જગ્યાએ એટલા કાંકરા ગણીને મૂકી દીધા. રૂપિયા લઈને ચોર ભાગી ગયો.

બીજા દિવસે મૂર્ખદત્તને પોતાના રૂપિયા ચોરાયાની જાણ થઈ ? ત્યારે તે ખૂબ દુઃખી થઈ ગયો. પણ એટલો લોભી હતો કે રૂપિયા પોતાના માટે પણ કદી વાપર્યા ન હતા. માટે તે માથું કૂટવા લાગ્યો. આ જોઈને તેના પાડોશીએ મહેણું માર્યું “તારે તો ગણવાનું જ કામ છે ને! હવે રૂપિયાને બદલે કાંકરાં ગણજે.”

બોધઃ કંજૂસનું ધન કદી તેને કામ નથી લાગતું

(૩) ચાર ચોર –ચોરી કરવા જવું – પુષ્કળ માલ મળવો – જંગલમાં નાસી જવું – બે ચોરનું મીઠાઈ ખરીદવા નગરમાં જવું – મીઠાઈમાં ઝેર ભેળવવું–બીજા બે ચોરની યુક્તિ-મીઠાઈની ખરીદી કરીને આવેલા બે ચોરને કૂવામાં ધકેલી દેવા – મીઠાઈ ખાવી -પરિણામ – બોધ.
ઉત્તરઃ
જેવું કરો તેવું પામો
લાલપુર ગામમાં મનોજ, મહેશ, કાંતિ અને શાંતિ નામના ચાર યુવાનો રહેતા હતા. ચારેય સાત ચોપડીથી વધારે ભણ્યા નહિ. એટલું જ નહિ પણ ચારેય ખૂબ જ આળસુ હતા. નાની-મોટી ચોરી કરીને મોજમજા માણતા હતા. સતત પકડાઈ જવાનો અને બદનામી થવાનો ભય તેમને સતાવતો હતો. એક દિવસ ચારેય ચોરોએ રામનગરમાં નગરશેઠના ઘરમાં ચોરી કરવાની યુક્તિ કરી. યુક્તિ મુજબ રાત્રે નગરશેઠના ઘરમાં મોટી ચોરી કરી. પુષ્કળ માલ મળ્યો. ચારેય રાજીના રેડ થઈ ગયા. ચોરીનો માલ લઈને જંગલમાં નાસી ગયાં.

ચારેય ચોરો પાસે પુષ્કળ ધન હતું પણ ખાવાનું જંગલમાં કંઈ ન હતું. માટે કાંતિ અને શાંતિ નગરમાં મીઠાઈ લેવા ગયા. મીઠાઈની દુકાને પહોંચ્યા ત્યારે તેમના મનમાં એક ભયંકર વિચાર આવ્યો. બંનેની દાનત બગડી, તેઓએ પહેલાં દુકાનમાં બેસીને ભરપેટ મીઠાઈ ખાધી અને બાકીની મીઠાઈમાં ઝેર ભેળવીને મહેશ અને મનોજ માટે જંગલમાં લઈને આવ્યા.

GSEB Class 12 Gujarati Arth Grahan વાર્તાલેખન

માલની ચોકી કરતાં મહેશ અને મનોજની પણ દાનત બગડી. તેમણે પણ માલનો બે જ ભાગ પડે અને વધારે માલ ભાગમાં આવે તેવા વિચારે યુક્તિ વિચારી. કાંતિ અને શાંતિ જેવા જંગલમાં આવ્યા કે તરત પાણી પીવાના બહાને કુવા પાસે લઈ ગયા અને બંનેને કૂવામાં ધક્કો માર્યો. બંનેના મોત પછી મનોજ અને મહેશ મીઠાઈ ખાવા બેઠા. દગો કોઈનો સગો નહિ એ ન્યાયે ઝેરવાળી મીઠાઈ ખાવાથી બંનેનું કરુણ મોત થયું.

કાંતિ, શાંતિ, મનોજ અને મહેશ ચારેય ન તો એક સારા મિત્ર કે વિશ્વાસુ વ્યક્તિ બની શક્યા પણ સ્વાર્થ અને લોભને કારણે પોતાના મોતના કારણ પણ બન્યા.

બોધઃ “દગો કોઈનો સગો નહિ’, “જેવું વાવો તેવું લણો’.

(4) એક રાજા એશઆરામવાળી જિંદગી – ઊંઘ ન આવવી – ચિંતા થવી –અનેક પ્રકારની દવા કરાવવી – અનેક વૈદોને બોલાવવા – નિષ્ફળતા – એક વૈદની યુક્તિ – જાદુઈ ગેડીદડો અને દવાની ભૂકી રાજાને આપવા – ગેડીદડાની રમતથી રોગ દૂર થવો – વૈદને ઇનામ – બોધ.
ઉત્તરઃ
પરિશ્રમનું મૂલ્ય
મિથિલા નગરીમાં સુબોધધન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને બુદ્ધિશાળી અને શાણો પ્રધાન હતો. તે રાજવહીવટ કુશળતાથી ચલાવતો હતો. રાજાને પોતાના પ્રધાન પર પૂરો ભરોસો હતો માટે તે નિશ્ચિત હતો. તેને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું ન રહેતું. માટે તે એશઆરામવાળી જિંદગી જીવવા માંડ્યો. “આળસ એ જીવતા માણસની કબર’ એ પ્રમાણે તે દિવસ-રાત માત્ર આરામ જ કરતો.

કામ કરે તો ખાધેલું પચે, થાક લાગે અને ઊંઘ આવે. રાજાનું જીવન એશઆરામવાળું હતું એટલે તેને ઊંઘ આવતી ન હતી. ઊંઘ ન આવવાને કારણે તેને લાગ્યું કે મને કોઈ બીમારી અવશ્ય છે. રાજાની ચિંતા વધતી ગઈ. ઊંઘની દવા માટે અનેક વેદોને બોલાવ્યા, પરંતુ એમાંના એક પણ વેદની દવા તેને લાગુ ન પડી.

એક દિવસ વિદેશથી એક વૈદ આવ્યા. વૈદે રાજાની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી. રાજાની એશઆરામવાળી જિંદગી વિશે પણ જાણ્યું. રાજાની વાત પરથી તેને એક ઉપાય મળી ગયો. વેદે રાજાને ગેડીદડો અને દવાની ભૂકી આપી. તેણે રાજાને રોજ સવાર-સાંજ જાદુઈ ગેડીદડાથી એક-એક કલાક રમવાની સલાહ આપી.

GSEB Class 12 Gujarati Arth Grahan વાર્તાલેખન

વેદની સલાહ મુજબ રાજા સુબોધધન સવાર-સાંજ ગેડીદડાથી રમવા 3 લાગ્યો અને દવાની ભૂકી નિયમિત લેવા લાગ્યો. એક અઠવાડિયામાં

ઊંઘ ન આવવાની ફરિયાદ જતી રહી. રાજાએ વેદને બોલાવ્યો અને 5 તેને ઇનામ આપ્યું.

વૈદે રાજાને સાચી વાત સમજાવી. “દવાની ભૂકી તો માત્ર આશ્વાસન છે. તમે સવાર-સાંજ ગેડીદડો રમો છો તેથી શ્રમ થાય છે. ; શરીરને થાક લાગે છે. તેથી જ ઊંઘ આવે છે.”

બોધઃ શારીરિક શ્રમ એ જ સૌ રોગોનો ઇલાજ છે.

(5) એક ખેડૂત –ચાર દીકરા–ચારેય દીકરા આળસુ-ખેડૂતને ચિંતા-ખેડૂતની માંદગી – ચારેય દીકરાઓને બોલાવવા – “ખેતરમાં રૂપિયા ભરેલો ચરુ છે” એમ કહેવું –ખેડૂતનું અવસાન-દીકરાઓએ આખું ખેતર ખોદી નાખવું – રૂપિયા ન મળવા –બી વાવવાં – સારો પાક થવો – શિખામણ.
ઉત્તરઃ
મહેનતના ફળ
એક ખેડૂત ખૂબ જ પરિશ્રમ કરીને તેણે જમીનને ફળદ્રુપ બનાવી હતી. ખેતરમાં પુષ્કળ પાક થતો હતો. ઉંમર વધવાને કારણે જીવાભાઈ ખેડૂતથી હવે ખેતીનું કામ થતું ન હતું. તેમને ચાર પુત્રો હતા. પણ બધા જ પિતાને પૈસે તાગડધિન્ના કરે એવા હતા. પિતાની શિખામણ તેઓ સાંભળતા ન હતા. તેઓને ખાતરી હતી કે “પિતાએ ખૂબ ધન એકઠું કર્યું છે તેમાંથી મોજમજા કરીશું”. ખેડૂત જાણતો હતો કે “જો પરિશ્રમ કરીને કમાઈએ નહિ તો રાજાના ભંડાર પણ ખૂટી જાય”. તે પોતાના પુત્રોને મરણ પહેલાં શ્રમનો પાઠ ભણાવવા માગતો હતો. ખેડૂતે ચારેય પુત્રોને પોતાની પાસે બોલાવ્યા.

ખેડૂત પુત્રોને કહ્યું “મને ખબર છે કે તમે કદી પરિશ્રમ કર્યો નથી અને તમે કરી શકશો પણ નહિ, માટે મેં તમારા માટે આપણા ખેતરમાં રૂપિયા ભરેલો એક ચરુ દાટ્યો છે.” આટલું કહીને જીવાભાઈ મૃત્યુ પામ્યા.

ચારેય પુત્રોએ રૂપિયા ભરેલા ચરુની લાલચે આખું ખેતર ખેડી નાખ્યું. આખા ખેતરની જમીનનું ખેડાણ ખૂબ સરસ રીતે થયું. ખેતરમાંથી કોઈ ચરુ તેમને મળ્યો નહિ. હવે શું કરવું તેની મૂંઝવણમાં તેઓને એક ઉપાય સૂઝયો. વરસાદ તો વરસ્યો છે. ચાલો આપણે ખેતરમાં બી વાવીએ. ચારેય પુત્રોએ ખૂબ મહેનત કરીને ખેતરમાં વાવણી કરી. જોતજોતામાં આખું ખેતર લીલુંછમ બની ગયું.

GSEB Class 12 Gujarati Arth Grahan વાર્તાલેખન

ત્રણેક મહિના બાદ કપાસ, મગફળી અને કઠોળનો પુષ્કળ પાક પાક્યો. મબલખ પાકને જોઈને ચારેય પુત્રોને મહેનતનું ફળ મળ્યું. પિતાની પરિશ્રમ વિશેની શિખામણ યાદ આવી.

બોધઃ સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય.

(6) એક શિલ્પી–મૃત્યુની આગાહી–પોતાનાં જેવાં જ છ પૂતળાં બનાવવાં – યમદૂતનું આગમન -મૂંઝવણ – યુક્તિ, “હા ભૂલ મળી ગઈ એમ બોલવું – શિલ્પીનો પ્રશ્ન, “કઈ ભૂલ’ શિલ્પી પકડાઈ જવો – બોધ.
ઉત્તર :
એક શિલ્પી
હતો. તે પથ્થરમાંથી બેનમૂન મૂર્તિઓ કંડારતો હતો. તેણે બનાવેલી મૂર્તિઓ ખરીદવા દેશપરદેશથી અનેક લોકો આવતા. તેઓ શિલ્પીની મૂર્તિઓની મોં માગી કિંમત ચૂકવી મૂર્તિઓ ખરીદી લેતા. શિલ્પીને પૈસા અને પ્રતિષ્ઠા મળતા ઘમંડ આવી ગયો.

એક વાર એક જ્યોતિષી શિલ્પકારના નિવાસસ્થાને આવ્યો. તે પ્રખર વિદ્વાન અને જ્યોતિષી હતો. તેણે શિલ્પીને જોતા જ આગાહી કરી કે, “સાત દિવસમાં તારું મૃત્યુ થશે.’ મૃત્યુની આગાહી થતાં શિલ્પી હતપ્રત થઈ ગયો. તે પોતાના મૃત્યુને ટાળવાનો ઉપાય વિચારવા લાગ્યો. એકાએક તેના મગજમાં એક ઉપાય સૂઝયો.

શિલ્પીએ પોતાનાં જેવાં જ છ પૂતળાં બનાવવાનું વિચાર્યું. ખરેખર શિલ્પીએ પાંચ જ દિવસમાં આબેહૂબ પોતાનાં જેવાં જ છે પૂતળાં બનાવ્યાં. સાતમા દિવસે જ્યોતિષીની આગાહી પ્રમાણે બરાબર બારના ટકોરે યમદૂત આવ્યા. શિલ્પી પોતે બનાવેલી છ મૂર્તિઓની વચ્ચોવચ ગોઠવાઈ ગયો.

યમદૂતના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે વિમાસણમાં મુકાઈ ગયો. આ સાત મૂર્તિઓમાં સાચો શિલ્પી કયો? ઘણો સમય વીતી ગયો પણ શિલ્પીને ઓળખાય તો ને? યમદૂતના મનમાં અચાનક વીજળી ઝબકી, એક ઉપાય મળી ગયો. યમદૂત મોટેથી બોલ્યો “હા, ભૂલ મળી ગઈ !”

શિલ્પી એક સાચો કલાકાર હતો. પણ ઘમંડી પણ હતો માટે તે પોતાની ? ભૂલ જાણવા ઉત્સુક બન્યો અને બોલી ઊઠ્યો, “કઈ ભૂલ !’ યમદૂત કે પોતાની યુક્તિમાં સફળ થયો. તેણે શિલ્પીને પકડી લીધો. યમદૂતે કહ્યું કે તું તારા ઘમંડને કારણે જ પકડાયો એ જ તારી ભૂલ છે. બોધઃ પોતાની આવડતનું કદી અભિમાન ન કરવું.

GSEB Class 12 Gujarati Arth Grahan વાર્તાલેખન

સ્વ-પ્રયા માટે પ્રશ્ન. નીચે આપેલા મુદ્દા પરથી વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપો:

વાર્તા લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ

  • આપેલા મુદ્દાઓ કે રૂપરેખા પરથી વાર્તા બરાબર સમજી લો.
  • મુદ્દાઓ કે રૂપરેખાનો તમારી કલ્પનાથી વિસ્તાર કરો. શક્ય હોય ત્યાં પાત્ર, પ્રસંગ કે સ્થળ કે સમયનું વર્ણન કરો.
  • વાર્તાની ભાષા સરળ અને પ્રવાહી હોવી જોઈએ.
  • જ્યાં શક્ય હોય ત્યાં સંવાદો ઉમેરો. સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ.
  • વાર્તા બિનજરૂરી લાંબી ન થાય તેનો ખ્યાલ રાખો.
  • વાર્તા મોટે ભાગે ભૂતકાળમાં જ લખો.
  • વાર્તાના મુખ્ય પાત્ર, પ્રસંગ કે ઉદ્દેશ પરથી તેને યોગ્ય શીર્ષક આપો.
  • વાર્તામાં કોઈ બોધ રહેલો હોય, તો તે વાર્તાને અંતે જણાવો.
  • લેખનમાં જોડણી અને વિરામચિહનોનો ખ્યાલ રાખો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *