GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

   

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Std 12 Gujarati Arth Grahan Gadhyarth Grahan ગદ્યાર્થગ્રહણ Questions and Answers, Notes Pdf.

GSEB Std 12 Gujarati Arth Grahan Gadhyarth Grahan

Std 12 Gujarati Arth Grahan Gadhyarth Grahan Questions and Answers

નીચેનો પ્રત્યેક ગદ્યખંડ વાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખોઃ

(1) પોતે પોતાને માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો ને પારકા ઉપર આધાર ન રાખવો, એનું નામ સ્વાશ્રય. જે ખરાં સ્વાશ્રયી મનુષ્ય છે તો પોતાને યોગ્ય ન હોય, એટલે પોતે જેનો બદલો કોઈ પણ પ્રકારના ઉપયોગી શ્રમથી વાળ્યો ન હોય, તેવા ફળને કદાપિ સ્વીકારતા નથી.

GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

તેમને પોતાનાં બળ અને પરાક્રમ ઉપર જ વિશ્વાસ હોય છે. તેનાથી તે પ્રાપ્ત થાય તેને મોટી સમૃદ્ધિ માને છે. તેમને ધનવાન થવાની, અધિકાર ભોગવવાની, કીર્તિ મેળવવાની ઇચ્છા નથી હોતી એમ નથી, પણ તે બધું પોતાના બાહુબળથી જ મળે તો ભોગવે છે, નહીં તો પારકી ખુશામતથી તે લેવાનો કદી ઇચ્છતા નથી, તે ન મળે તેનાથી શોક પામતા નથી.

પ્રશ્નો (1) સ્વાશ્રય એટલે શું?
(2) સ્વાશ્રયી મનુષ્ય કેવાં ફળને સ્વીકારતા નથી?
(૩) સ્વાશ્રયી મનુષ્યના મતે મોટી સમૃદ્ધિ કઈ છે?
(4) સ્વાશ્રયી મનુષ્ય કેવા સંજોગોમાં પણ શોક કરતા નથી?
(5) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) પારકા ઉપર આધાર રાખ્યા વિના, જાતે કરેલા શ્રમને સ્વાશ્રય કહે છે.
(2) જેમાં પોતાનો શ્રમ ન હોય કે જે પ્રવૃત્તિમાં ઉપયોગી શ્રમથી બદલો વાળ્યો ન હોય, તેવાં ફળને સ્વાશ્રયી મનુષ્ય સ્વીકારતા નથી.
(3) સ્વાશ્રયી મનુષ્ય પોતાના બળ અને પરાક્રમે મેળવેલી સમૃદ્ધિને જ મોટી સમૃદ્ધિ માને છે.
(4) સ્વાશ્રયી મનુષ્ય ધન, કીર્તિ અને અધિકાર સ્વબળે મળે ? તો જ ભોગવે છે, અને એ ન મળે તો શોક કરતા નથી.
(5) શીર્ષક સ્વાશ્રયનું મહત્ત્વ

(2) પર્યાવરણ અને વૃક્ષ ઉછેર વિશે અનેક લેખકો અને કવિઓએ ઘણું બધું સાહિત્ય સર્જન કર્યું છે. પણ ખરેખર જોવા જઈએ તો આ સમૃદ્ધ સાહિત્યનો વાસ્તવિક જીવનમાં પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે.

દરેક વ્યક્તિએ સમજવું જ રહ્યું કે જો પર્યાવરણની સુરક્ષા કરવી હશે તો માત્ર ભણીને, સમજીને નહીં પણ રૂ અમલ દ્વારા બતાવવું પડશે કે અમે પણ પર્યાવરણને વહાલ કરીએ ૨ છીએ. શરૂઆત અત્યારે જ કરીએ ચાલો સૌપ્રથમ તો વૃક્ષ વાવીએ, તેનો ઉછેર કરીએ, તેનો કદી નાશ ન કરીએ એવી પ્રતિજ્ઞા લઈએ. આ માટે વૃક્ષારોપણ સપ્તાહ ઊજવીએ.

GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

ઊગતાં બાળકોના સિંચનમાં પર્યાવરણની જાળવણીના સંસ્કારો રેડીએ. જીવસૃષ્ટિમાં વનસ્પતિનું યોગદાન જીવનને ટકાવી રાખવામાં, વરસાદને લાવવામાં, જમીનનું ધોવાણ અટકાવવામાં, તેની ફળદ્રુપતા સાચવી રાખવામાં, ધરતીને રળિયામણી બનાવવામાં, હવામાંના વાયુઓનું પ્રમાણ જાળવી રાખવામાં અને જીવન જરૂરી વસ્તુઓની પ્રાપ્તિ માટે તેની અગત્યતા જોઈએ તો ૨. સમજાશે કે આપણે ઘણાં મોડાં પડ્યાં છીએ.

પણ ‘જાગ્યા ત્યાંથી સવાર’ એ ન્યાયે આપણે બધાએ, સરકારે અને આ કાર્યમાં મદદરૂપ થનારી = સંસ્થાઓએ યુદ્ધના ધોરણે કાર્ય કરવું પડશે. જો આપણે આમ નહીં કરીએ તો, આપણી આવનારી પેઢીએ ઘણું ગુમાવવા તૈયાર રહેવું પડશે.

વધતી જતી વસતિ અને ખૂબ ઝડપે ફેલાતા પ્રદૂષણને અટકાવવાનો માત્ર ? એક જ ઉપાય વૃક્ષારોપણ, તેની જાળવણી છે. વ્યક્તિગત સજાગતાને કારણે પણ પર્યાવરણની સુરક્ષા અને જાળવણી થઈ શકે.

પ્રશ્નો (1) સમૃદ્ધ સાહિત્યનો કેવો ઉપયોગ થવો જોઈએ?
(2) પર્યાવરણની સુરક્ષા કેવી રીતે કરી શકાય?
(3) ઊગતાં બાળકોમાં કયા સંસ્કારોનું સિંચન જરૂરી છે? શાથી?
(4) જીવસૃષ્ટિમાં વનસ્પતિનું શું યોગદાન છે?
(5) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) સમૃદ્ધ સાહિત્યનો વાસ્તવિક જીવનમાં પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવો જોઈએ. દરેક વ્યક્તિએ સમજવું જ રહ્યું કે જો : પર્યાવરણની સુરક્ષા કરવી હશે તો માત્ર ભણીને, સમજીને નહીં પણ અમલ દ્વારા બતાવવું પડશે કે અમે પણ પર્યાવરણને વહાલ કરીએ છીએ.
(2) પર્યાવરણની સુરક્ષા માટે સૌપ્રથમ તો વૃક્ષ વાવીએ, તેનો – ઉછેર કરીએ, તેનો કદી નાશ ન કરીએ એવી પ્રતિજ્ઞા લઈએ. આ – માટે વૃક્ષારોપણ સપ્તાહ ઉજવીએ.
(3) ઊગતાં બાળકોના સિંચનમાં પર્યાવરણની જાળવણી અને કેળવણીના સંસ્કારો રેડીએ, કેમ કે આજનાં બાળકો એ આવતી કાલનું ભવિષ્ય છે. સૌપ્રથમ તો બાળકો વૃક્ષ વાવે, તેનો ઉછેર કરે, તેનો કદી નાશ ન કરે એવી પ્રતિજ્ઞા લેવડાવીએ. વૃક્ષારોપણ સપ્તાહ ઊજવીએ અને બાળકોને પર્યાવરણની સુરક્ષાનો ઉપાય બતાવીએ.
(4) જીવસૃષ્ટિમાં વનસ્પતિ જીવનને ટકાવી રાખવામાં, વરસાદને લાવવામાં, જમીનનું ધોવાણ અટકાવવામાં, તેની ફળદ્રુપતા સાચવી રાખવામાં, ધરતીને રળિયામણી બનાવવામાં, હવામાંના વાયુઓનું પ્રમાણ જાળવી રાખવામાં અને જીવન જરૂરી વસ્તુઓની પ્રાપ્તિ માટે વનસ્પતિનું યોગદાન છે.
(5) શીર્ષકઃ પર્યાવરણ અને વૃક્ષ ઉછેર

GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

(૩) ભવિષ્યમાં દુનિયા કેવી હશે એ આપણે જાણતા નથી, પણ અત્યારના સિનેમા, રેડિયો, ટી.વી. કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો સામે પુસ્તક હારી જાય અને લુપ્ત થઈ જાય એમ લાગતું નથી. રેડિયો, સિનેમા કે એવી બીજી વસ્તુઓ આપણને આનંદ આપી શકે છે, માહિતી આપી શકે, પણ પુસ્તકનો આનંદ અને પુસ્તકમાંથી મળતું જ્ઞાન એક અનોખી અને પોતાની વિશિષ્ટતા ધરાવે છે.

પુસ્તકના વાંચી લીધેલાં પાનાં ફેરવીને માણસ તે ફરી વાંચી શકે છે. તેનો આનંદ માણી શકે છે. વાચનમાંથી પોતાને મનગમતાં ચિત્રો તે ઊભાં કરી શકે છે. એક પ્રસંગ કે માહિતી વાંચીને પોતાના જીવનમાં બનેલ કોઈક એવા કે તદ્દન ભિન્ન પ્રસંગની સ્મૃતિ માણી શકે છે. આવું આજના બીજા કોઈ સાધનમાં શક્ય નથી. પુસ્તકોનો વાચક ઇચ્છા પડે ત્યારે, ઇચ્છા પડે ત્યાંથી પુસ્તક વાંચી શકે છે અને વાંચવાનું બંધ કરી શકે છે.

એક જ પુસ્તકમાંથી ભિન્ન ભિન્ન સ્તરના વાચકો ભિન્ન ભિન્ન પ્રકારનો આનંદ અનુભવી શકે છે. એ જ રીતે, એક જ માણસ તેની જુદી જુદી મનઃસ્થિતિમાં એક જ પુસ્તકમાંથી જુદા જ પ્રકારનો આનંદ કે જ્ઞાન મેળવી શકે છે. કેટલાંક પુસ્તકો જ્ઞાનની ખાણ જેવાં છે, જેમાંથી દરેક વાચન વખતે નવા અર્થો, નવા સંદર્ભો, નવો આનંદ, નવો સંતોષ મળે છે.

પુસ્તક જ માનવીનો એકાંકી અને સાચો સાથીદાર છે અને કદાચ સદીઓ સુધી રહેશે. વિદ્વાન યોશીદા કેનાકે સાચું જ કહ્યું છે, “દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી.”

GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

પ્રશ્નોઃ (1) ઇલેક્ટ્રોનિક સાધનોના સંદર્ભમાં પુસ્તક વિશે લેખક આ શું કહે છે?
(2) પુસ્તક દ્વારા મળતા જ્ઞાનની વિશિષ્ટતા શી છે?
(3) પુસ્તકના વાચન વખતે વાચક શું શું વિચારી શકે?
(4) પુસ્તકો દ્વારા શું શું પ્રાપ્ત કરી શકાય?
(5) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) અત્યારના સિનેમા, રેડિયો, ટી.વી. કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો સામે પુસ્તક હારી નહિ જાય, લુપ્ત નહિ થઈ જાય. રેડિયો, સિનેમા કે એવી બીજી વસ્તુઓ આપણને આનંદ આપી શકે છે, માહિતી આપી શકે, પણ પુસ્તકનો આનંદ અને પુસ્તકમાંથી 3 મળતું જ્ઞાન, એક અનોખી અને પોતાની વિશિષ્ટતા ધરાવે છે.
(2) પુસ્તકનાં વાંચી લીધેલાં પાનાં ફેરવીને માણસ તે ફરી વાંચી શકે છે. તેનો આનંદ માણી શકે છે. વાચનમાંથી પોતાને મનગમતાં ચિત્રો તે ઊભાં કરી શકે છે. એક પ્રસંગ કે માહિતી વાંચીને પોતાના જીવનમાં બનેલ કોઈક એવા કે તદ્દન ભિન્ન પ્રસંગની સ્મૃતિ માણી શકે છે. આ પુસ્તકની વિશિષ્ટતા છે.
(3) પુસ્તકોનો વાચક ઇચ્છા પડે ત્યારે, ઇચ્છા પડે ત્યાંથી પુસ્તક વાંચી શકે છે અને વાંચવાનું બંધ કરી શકે છે. એક જ પુસ્તકમાંથી ભિન્ન ભિન્ન સ્તરના વાચકો ભિન્ન ભિન્ન પ્રકારનો આનંદ અનુભવી શકે છે. એ જ રીતે, એક જ માણસ તેની જુદી જુદી મનઃસ્થિતિમાં રે એક જ પુસ્તકમાંથી જુદા જ પ્રકારનો આનંદ કે જ્ઞાન મેળવી શકે છે.
(4) કેટલાંક પુસ્તકો જ્ઞાનની ખાણ જેવાં છે, જેમાંથી દરેક વાચન વખતે નવા અર્થો, નવા સંદર્ભે, નવો આનંદ, નવો સંતોષ મળે છે. પુસ્તક જ માનવીનો એકાંકી અને સાચો સાથીદાર છે અને કદાચ સદીઓ સુધી રહેશે.
(5) શીર્ષક: “પુસ્તકોની મૈત્રી

GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

(4) આધુનિક કાળમાં મનુષ્યને જીવનમાં ડગલે ને પગલે આત્મવિશ્વાસની જરૂરિયાત પડે છે. આત્મવિશ્વાસ દ્વારા જ મનુષ્ય પોતાના લક્ષ્યમાં સફળ થાય છે. આત્મવિશ્વાસ એ મનુષ્યનું ઘરેણું છે. એ જ દરેક મુશ્કેલીમાં સાથ આપે છે. પોતાની જાતમાં, પોતાના જ્ઞાનમાં, પોતાના વસ્તૃત્વમાં વિશ્વાસ હોવો એટલે આત્મવિશ્વાસ. ક્રિકેટની રમતમાં આત્મવિશ્વાસથી દડાને ફટકારનાર ચોગ્ગો અને છગ્ગો લગાવી લોકોની તાળીઓનો ગડગડાટ મેળવી શકે છે. કબડ્ડીની રમતમાં 3 પ્રતિસ્પર્ધીના પગને આત્મવિશ્વાસથી જકડી લેનાર વિજયનો હકદાર બને છે.

આત્મવિશ્વાસથી ભાષણ આપનાર વક્તા શ્રોતાઓને અભિવાદનનો અધિકારી બને છે. આત્મવિશ્વાસ વીરતાનો સાર છે. આત્મવિશ્વાસથી એક પગથિયું ઉપર ચડતા આત્મશ્રદ્ધાનું દર્શન થાય છે. આત્મશ્રદ્ધા એ આજાનબાહુ પુરુષાર્થની ટચલી આંગળી છે.

જે કોઈ પણ મુસીબતનો સામનો કરી શકે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, આત્મશ્રદ્ધામાં એક એવી પ્રબળ અને અનન્ય શક્તિ છે, જે પાણીને ઘીમાં અને રેતીને ખાંડમાં ફેરવી શકે છે. માણસ જો ધારે તો પુરુષાર્થને સીડી બનાવી આત્મવિશ્વાસથી પોતાના નિર્ધારિત લક્ષ્યને સિદ્ધ કરી શકે છે.

એવું કહેવાય છે કે કુમળો છોડ જેમ વાળીએ તેમ વળે” બાળકમાં બાળપણથી આત્મવિશ્વાસ કેળવવા અથાગ પ્રયાસ કરવા જોઈએ. સમાજના ઘડતરમાં આત્મવિશ્વાસરૂપી બીજનું રોપણ કરવાની જરૂર છે. આ બીજ જ ભવિષ્યના નાગરિકનું ઘડતર કરે છે. એ વટવૃક્ષ દ્વારા જ દેશ અને સમાજમાં સભ્યતા અને સંસ્કારોનો પાયો દઢ થાય છે.

GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

પ્રશ્નો (1) મનુષ્યને જીવનમાં શાની જરૂર પડે છે?
(2) આત્મવિશ્વાસ કેળવવા શું કરવું જોઈએ?
(3) આત્મવિશ્વાસ એ શેનો સાર છે? કઈ રીતે?
(4) આત્મશ્રદ્ધાના ક્યારે દર્શન થાય છે? એનાથી શો ફાયદો થાય છે?
(5) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) આધુનિક કાળમાં મનુષ્યને ડગલે ને પગલે આત્મવિશ્વાસની જરૂરિયાત છે.
(2) આધુનિક કાળમાં મનુષ્યને ડગલે ને પગલે આત્મવિશ્વાસની જરૂરિયાત છે. એ જ દરેક મુશ્કેલીમાં સાથ આપે છે. વ્યક્તિ પોતાની જાતમાં, પોતાના જ્ઞાનમાં, પોતાના વસ્તૃત્વમાં વિશ્વાસ કેળવે તો આપોઆપ આત્મવિશ્વાસ કેળવાય છે.
(3) આત્મવિશ્વાસ વીરતાનો સાર છે. આત્મવિશ્વાસથી એક પગથિયું ઉપર ચડતા આત્મશ્રદ્ધાનું દર્શન થાય છે. આત્મશ્રદ્ધા એ આજાનબાહુ પુરુષાર્થની ટચલી આંગળી છે. જે કોઈ પણ મુસીબતનો સામનો કરી શકે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, આત્મશ્રદ્ધામાં એક એવી પ્રબળ અને અનન્ય શક્તિ છે, જે પાણીને ઘીમાં અને રેતીને ખાંડમાં ફેરવી શકે છે.
(4) આત્મવિશ્વાસ કેળવાતા આત્મશ્રદ્ધાના દર્શન થાય છે. માણસ જો ધારે તો પુરુષાર્થને સીડી બનાવી આત્મવિશ્વાસથી પોતાના નિર્ધારિત લક્ષ્યને સિદ્ધ કરી શકે છે. એવું કહેવાય છે કે કુમળો છોડ જેમ વાળીએ તેમ વળે’.
(5) શીર્ષક: “આત્મવિશ્વાસનો મહિમા

GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

(5) શિસ્ત ખરેખર શું છે? આવો પ્રશ્ન જ્યારે આપણી સામે આવીને ઊભો રહે છે ત્યારે જવાબ આપવામાં મૂંઝવણ અવશ્ય પેદા થાય છે પણ સાચા અર્થમાં વિચારીએ તો શિસ્ત એ મનુષ્યના જીવનઘડતરની પારાશીશી છે.” જેમ શરીરની ઉષ્ણતા માપવા થરમૉમીટરનો ઉપયોગ થાય છે.

તેમાં વ્યક્તિત્વ માપન શિસ્ત દ્વારા થાય છે. “શિસ્ત એટલે નિયમિત અને સંયમિત જીવન’. બાળકને બાળપણથી આ પાઠ ભણાવવાની જરૂર છે. કેમ કે બાળપણના સંસ્કારો જ મનુષ્યના મનમાં સૌથી વધારે દઢ થાય છે. બાળકના જીવનઘડતર વખતે ખાસ કાળજી રાખવાની જરૂરિયાત છે.

કોઈ પણ કાર્ય શક્ય હોય ત્યાં સુધી સ્વયંશિસ્ત દ્વારા કરાવવું. કેમ કે, સ્વયંશિસ્તથી જ બાળકમાં નિયમિતતાની સાથે સાથે વિનય, વિવેક અને સહનશીલતા કેળવાય છે. દમનશિસ્ત અને પ્રભાવશિસ્તનું પણ સમયે સમયે સમજપૂર્વક પાલન કરાવવાથી શિસ્તનું ધોરણ અવશ્ય ઊંચું આવશે.

મહાપુરુષોના જીવનમાંથી મળતા બોધને પ્રાયોગિક ધોરણે સમજાવવો, શાળાઓ અને કોલેજોમાં શિક્ષકો અને અધ્યાપકો આ બાબત પ્રત્યે ધ્યાન આપશે તો બાળકમાં આત્મવિશ્વાસ કેળવાશે અને લાંબે ગાળે શિસ્ત ટેવ બની દઢ થઈ જશે. એક વખત એવો આવશે કે બાળકના જીવનનું એ અવિભાજ્ય અંગ બની જશે.

આપણાં બધાના સઘન પ્રયાસથી સમાજમાં શિસ્તનું ધોરણ ઊંચું આવશે, માનવતાનું મૂલ્ય સમજાશે અને જેનાથી સમાજનું સ્તર ઊંચું આવશે જ.

GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

પ્રશ્નો (1) સાચા અર્થમાં શિસ્ત શું છે?
(2) બાળકને બાળપણથી જ શિસ્તના પાઠ ભણાવવાની શા માટે જરૂરત છે?
(3) સ્વયંશિસ્તથી બાળકમાં શું શું કેળવાય છે?
(4) મહાપુરુષોના જીવનમાંથી મળતા બોધને પ્રાયોગિક ધોરણે સમજાવવાથી શો ફાયદો થાય?
(5) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) સાચા અર્થમાં વિચારીએ તો “શિસ્ત એ મનુષ્યના જીવનઘડતરની પારાશીશી છે. જેમ શરીરની ઉષ્ણતા માપવા થરમૉમીટરનો ઉપયોગ થાય છે. તેમ વ્યક્તિત્વ માપન શિસ્ત દ્વારા થાય છે.
(2) બાળપણના સંસ્કારો જ મનુષ્યના મનમાં સૌથી વધારે દઢ રે થાય છે. બાળકના જીવનઘડતર વખતે ખાસ કાળજી રાખવાની જરૂરિયાત રે છે. કોઈ પણ કાર્ય શક્ય હોય ત્યાં સુધી સ્વયંશિસ્ત દ્વારા કરાવવું.
(3) સ્વયંશિસ્તથી જ બાળકમાં નિયમિતતાની સાથે સાથે વિનય, | વિવેક અને સહનશીલતા જેવા ગુણો કેળવાય છે.
(4) મહાપુરુષોના જીવનમાંથી મળતા બોધને પ્રાયોગિક ધોરણે સમજાવવાથી બાળકમાં આત્મવિશ્વાસ કેળવાશે અને લાંબે ગાળે શિસ્ત ટેવ બની દઢ થઈ જશે. એક વખત એવો આવશે કે બાળકના જીવનનું 3 એ અવિભાજ્ય અંગ બની જશે.
(5) શીર્ષકઃ “જીવનમાં શિસ્તનું મહત્ત્વ

GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

(6) વર્તમાન જગતમાં વિજ્ઞાનની અવનવી શોધખોળો અને તેની ગતિવિધિઓ પ્રમાણે મનુષ્ય પોતાની જીવનશૈલી ઘડે છે, એમાં ગોઠવાવાનો સતત પ્રયાસ કરે છે. પણ ઘણી વખત એવું સ્વીકારવું પડે છે કે આપણા પૂર્વજોએ જે નિયમો, રીતિરિવાજો, અમુક સિદ્ધાંતો બનાવ્યા હતા એ ખરેખર વિજ્ઞાનને આધારે જ હતા. સવારે વહેલા ઊઠવું, સમયપાલન કરવું, સમતોલ આહાર લેવો, સાદું જીવન અને ઉચ્ચ વિચારોને મહત્ત્વ આપવું.

નિયમિત અને સંયમિત જીવન જીવવું આ બે પાયાના સિદ્ધાંતો છે. આ ઉપરાંત ગુરુકુળમાં રહીને વિદ્યાભ્યાસ કરવો, જીવનને જરૂરી એવી બધી કેળવણી સાદી અને સરળ રીતે મેળવવાની સાથે સાથે સદ્ગણોને દઢ કરવા.

કુદરતને ખોળે કોઈ પણ પ્રકારના રાગ, દ્વેષ, લોભ, મોહ, વિના સંતોષથી જીવવું આ બધા જ નિયમો કોઈ ને કોઈ રીતે વિજ્ઞાન સાથે જોડાયેલા છે. હવે વિચારવું એ રહ્યું કે આ બધા નિયમોનો કેટલો પ્રભાવ આપણાં જીવનમાં છે.

જેટલા વધારે નિયમોનું પાલન આપણે કરીશું એટલા જ વધારે સ્વસ્થ અને સુખી રહીશું. જગત ગમે તેટલી પ્રગતિ કરે, વૈજ્ઞાનિક શોધખોળો રૂ કરે પણ વૈદિકશાસ્ત્રોમાં બતાવેલા સિદ્ધાંતોનું પાલન એ જ માનવજીવનનું 3 તથ્ય અને સત્ય છે. એને સ્વીકારવું જ રહ્યું.

GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

પ્રશ્નોઃ (1) મનુષ્યની જીવનશૈલી શી રીતે ઘડાય છે?
(2) આપણા પૂર્વજોએ કયા કયા પાયાના સિદ્ધાંતો સૂચવ્યા છે?
(3) માનવજીવન પર આ સિદ્ધાંતોનો કેવો પ્રભાવ હોવો જોઈએ?
(4) માનવજીવનનું તથ્ય અને સત્ય કયું છે?
(5) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) વર્તમાન જગતમાં વિજ્ઞાનની અવનવી શોધખોળો અને તેની ગતિવિધિઓ પ્રમાણે મનુષ્ય પોતાની જીવનશૈલી ઘડે છે, એમાં ગોઠવાવાનો સતત પ્રયાસ કરે છે.
(2) આપણા પૂર્વજોએ સવારે વહેલા ઊઠવું, સમયપાલન કરવું, સમતોલ આહાર લેવો, સાદું જીવન અને ઉચ્ચ વિચારોને મહત્ત્વ આપવું, નિયમિત અને સંયમિત જીવન જીવવું આ બધા પાયાના સિદ્ધાંતો સૂચવ્યા છે.
(3) પૂર્વજોએ બનાવેલા નિયમોનું જેટલું પાલન આપણે કરીશું એટલા જ વધારે સ્વસ્થ અને સુખી રહીશું. જગત ગમે તેટલી પ્રગતિ કરે, વૈજ્ઞાનિક શોધખોળો કરે પણ વૈદિકશાસ્ત્રોમાં બતાવેલા સિદ્ધાંતોનો પ્રભાવ માનવજીવનમાં રહેશે જ.
(4) વૈદિકશાસ્ત્રોમાં બતાવેલા સિદ્ધાંતોનું પાલન એ જ છે માનવજીવનનું સત્ય અને તથ્ય છે.
(5) શીર્ષકઃ ‘જીવનઘડતરની ચાવી

GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

(7) ભારતીય સંસ્કૃતિ શબ્દ નજર સમક્ષ આવતાં જ વિવિધતામાં એકતા, ધર્મસહિષ્ણુતા, સર્વધર્મસમભાવ વગેરે જેવા ભારેખમ શબ્દો જ સ્મૃતિપટ પર અંકાય છે અને એના દ્વારા જ એ સમૃદ્ધ છે. ખરેખર આપણી સંસ્કૃતિ કેવી અને કેટલી અજોડ છે એનો અભ્યાસ કરીએ તો જ એના વિશે કંઈક મંતવ્ય રજૂ કરી શકીએ.

પ્રાચીન કાળની રીતભાત, રહેણીકરણી પર નજર નાખીશું તો અવશ્ય ખ્યાલ આવશે કે લોકોનું જીવનધોરણ કેટલું સરળ હતું, જરૂરિયાત કેટલી ઓછી હતી છતાં લોકો કેટલા સુખી અને સંતોષી હતા. લોભ, લાલચ, સ્વાર્થ, કપટ વગેરે જેવા શબ્દો કદાચ એમના શબ્દકોશમાં જ ન હતા.

તેઓ પોતાનાં બાળકોમાં સદ્ગણોનું સિંચન કરતા અને એક સારો માનવી બનાવવાની કોશિશ કરતાં. ખાસ કરીને પોતે અમલ કરીને સદ્ગણોનું પાલન કરવાની ટેવ પાડતાં. આ વધારે અસરકારક શિક્ષણ છે એવી સમજ તેઓ ધરાવતા. પ્રાચીન કાળમાં જ્ઞાનને વધારે મહત્ત્વ અપાતું તેથી જ ઋષિમુનિઓને ખૂબ માન અપાતું અને જેટલું મેળવી શકાય એટલું જ્ઞાન લોકો એમની પાસેથી મેળવતા.

દરેક ક્ષેત્રમાં સમજપૂર્વક આગળ વધતાં આ સાચી સમજણ અને સ્વાવલંબન એ સંસ્કૃતિની ધરોહર છે. સર્વધર્મસમભાવ અને ધર્મસહિષ્ણુતા પણ આ સમજને કારણે જ જન્મે છે. જો આટલી સમજણ કેળવીશું તો ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ પંક્તિ માનવી હું માનવ થાઉં તોય ઘણુંને ખરા અર્થમાં યથાર્થ કરી શકીશું અને એના દ્વારા જ જીવનની સાર્થકતા કેળવાશે.

GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

પ્રશ્નો (1) ભારતીય સંસ્કૃતિ શાના દ્વારા સમૃદ્ધ બની છે?
(2) પ્રાચીન સમયના લોકો કેવાં હતાં?
(3) બાળકોના શિક્ષણ અને સંસ્કારો માટે લોકો શું કરતાં?
(4) પ્રાચીન કાળમાં લોકો શાને મહત્ત્વ આપતા?
(5) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) ભારતીય સંસ્કૃતિ વિવિધતામાં એકતા, ધર્મસહિષ્ણુતા, સર્વધર્મસમભાવ વગેરે દ્વારા સમૃદ્ધ છે.
(2) પ્રાચીન કાળમાં લોકોનું જીવનધોરણ સરળ હતું, જરૂરત ઓછી હતી છતાં લોકો સુખી અને સંતોષી હતા. લોભ, લાલચ, સ્વાર્થ, કપટ વગેરે તેમનામાં ન હતાં.
(3) બાળકોમાં સદ્ગણોનું સિંચન કરવા પોતે અમલ કરીને સદ્ગણોનું પાલન કરવાની ટેવ પાડતાં અને એક સારો માનવી બનાવવાની કોશિશ કરતાં.
(4) પ્રાચીન કાળમાં જ્ઞાનને વધારે મહત્ત્વ અપાતું તેથી જ 3 ઋષિમુનિઓને ખૂબ માન અપાતું અને જેટલું મેળવી શકાય એટલું જ્ઞાન એમની પાસેથી મેળવતા.
(5) શીર્ષકઃ ‘સાચી સમજણ અને સ્વાવલંબન’

GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

(8) માનવજીવનમાં પ્રારબ્ધ અને પુરુષાર્થનો સંઘર્ષ સનાતન કાળથી ચાલ્યો આવે છે. એ સંઘર્ષને પરિણામે આજ સુધી અનેક મહાનુભાવોને મૂંઝવણમાં મૂક્યા છે. વિધિના લેખ પર કોઈ મેખ નથી મારી શકતું’, “નસીબ વિના ન ફળે દરિયો કે દરબાર’, માનવજીવનમાં આવતી ચડતી-પડતી, સફળતા-નિષ્ફળતા, સુખ-દુઃખ એ નસીબને આધારે છે, એમ પ્રારબ્ધવાદીઓ માને છે.

માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે’ એવી વિચારસરણી પુરુષાર્થવાદીઓ ધરાવે છે. તેઓ માને છે કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે.” પુરુષાર્થ કરવાથી જ માનવી સુખ, સંપત્તિ ને સત્તાના સર્વોચ્ચ શિખર સર કરી શકે છે. પુરુષાર્થ જીવનની સફળતાનો રાજમાર્ગ છે.

વિશ્વની મહાન સિદ્ધિઓ પુરુષાર્થનું જ પરિણામ છે. જગતના મહાન નેતાઓ, વૈજ્ઞાનિકો, તત્ત્વચિંતકો, પુરુષાર્થથી જ અમર કીર્તિ મેળવી શક્યા છે. જગતની મહાન શોધો પુરુષાર્થનો જ પરિપાક છે. ગાંધીજી પુરુષાર્થનું જીવંત પ્રતીક બન્યા ને મહાસત્તાને નમાવી.

મહાન વિભૂતિઓના જીવન એટલે પુરુષાર્થની તવારીખ. પ્રારબ્ધને વધારે પડતું મહત્ત્વ આપનાર મનુષ્ય પુરુષાર્થ કરવા પ્રેરાતો નથી. માત્ર પુરુષાર્થ કરવાથી બધું મળતું હોય, તો જગતમાં સરખી મહેનત કરનારા બધા જ સરખા હોત. પણ એમ બનતું નથી. પુરુષાર્થ સાથે દીર્ધદષ્ટિ હોવી જરૂરી છે.

કવિ રાજેન્દ્ર શાહના “આપણાં ઘડવૈયા બાંધવ આપણે’ કાવ્યમાં મહેનતના મૂલ્યની સાથે સાથે આપણામાં પારસમણિ જેવી શક્તિઓ છે, જેને બહાર કાઢવાની ગુરુચાવી પણ આપણે જ છીએ એ સમજાવીને જીવન ઘડતરની સીખ આપી છે.

આમ, પ્રારબ્ધ અને પુરુષાર્થ એકબીજાના પૂરક છે. આજનો પુરુષાર્થ આવતી કાલનું પ્રારબ્ધ બની શકે છે. નસીબના ખજાનાને ખોલતી ચાવી પણ બની શકે.

GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

પ્રશ્નો (1) માનવજીવનમાં કયો સંઘર્ષ ચાલી રહ્યો છે? શા માટે?
(2) લેખકને મતે નસીબને આધારે કઈ કઈ વસ્તુઓ છે? કઈ રીતે?
(3) પુરુષાર્થવાદીઓની વિચારસરણી કેવી છે? શા માટે?
(4) “પુરુષાર્થ જીવનની સફળતાનો રાજમાર્ગ છે.” સમજાવો.
(5) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) માનવજીવનમાં પ્રારબ્ધ અને પુરુષાર્થનો સંઘર્ષ સનાતન કાળથી ચાલ્યો આવે છે, કારણ કે પ્રારબ્ધવાદીઓ અને પુરુષાર્થવાદીઓનાં મંતવ્યો અલગ અલગ છે.
(2) માનવજીવનમાં આવતી ચડતી-પડતી, સફળતા-નિષ્ફળતા, સુખ-દુઃખ એ નસીબને આધારે છે, એમ પ્રારબ્ધવાદીઓ માને છે. એમના મતે નસીબ જ સાચું છે.
(3) “માનવી પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે’ એવી વિચારસરણી પુરુષાર્થવાદીઓ ધરાવે છે. તેઓ માને છે કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. પુરુષાર્થ કરવાથી જ માનવી સુખ, સંપત્તિ ને સત્તાના સર્વોચ્ચ શિખર સર કરી શકે છે.
(4) વિશ્વની મહાન સિદ્ધિઓ પુરુષાર્થનું જ પરિણામ છે. જગતના મહાન નેતાઓ, વૈજ્ઞાનિકો, તત્ત્વચિંતકો પુરુષાર્થથી જ અમર કિર્તિ મેળવી શક્યા. જગતની મહાન શોધો પુરુષાર્થનો જ પરિપાક છે.
(5) શીર્ષકઃ પુરુષાર્થનું મહત્ત્વ

GSEB Class 12 Gujarati Arth Grahan ગદ્યાર્થગ્રહણ

ગદ્યાર્થગ્રહણ” એટલે આપેલા ગદ્યાર્થનો ભાવાર્થ બરાબર સમજીને પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા.

ગદ્યાર્થગ્રહણ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

  • ગદ્યને ધ્યાનપૂર્વક વાંચો. જો એક વાર વાંચવાથી તેનો અર્થ ન સમજાય તો તેને ફરીથી વાંચો અને તેનો પૂરેપૂરો ભાવ સમજી લો.
  • દરેક પ્રશ્નોને સમજીને તેનો ગદ્યમાંથી ઉત્તર શોધો.
  • દરેક પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો. ઉત્તર સરળ ભાષામાં, બને એટલો ટૂંકો અને સચોટ હોવો જોઈએ.
  • ગદ્યના ભાવને સ્પષ્ટ કરે તેવું શીર્ષક આપો.
  • તમે લખેલા ઉત્તર એક વાર ફરીથી વાંચી જાઓ. એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે સુધારી લો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *