GSEB Class 12 Biology Important Questions Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

Gujarat Board GSEB Class 12 Biology Important Questions Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ Important Questions and Answers.

GSEB Class 12 Biology Important Questions Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 1.
આપણી પૃથ્વી પર જોવા મળતી જીવસૃષ્ટિની વિવિધતાની ચર્ચા કરો.
ઉત્તર:

 • આપણી પૃથ્વી પરની જૈવવિવિધતા આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરી નાંખે તેવી છે.
 • પૃથ્વી પર 20,000 કીડીની જાતિઓ, 3,00,000 ભંગકીટકો (beetles), 28,000 માછલીઓની જાતિઓ તેમજ લગભગ 20,000થી વધુ ઑર્કિડની જાતિઓ જોવા મળે છે.
 • પરિસ્થિતિવિદો અને ઉવિકાસીય જીવશાસ્ત્રીઓ અનેકાનેક પ્રશ્નો દ્વારા આ વિવિધતાના મહત્ત્વને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેવાં કે,
  1. વિભિન્ન જાતિઓ શા માટે છે?
  2. વિવિધતા પૃથ્વીના ઇતિહાસ સાથે જ નિર્માણ પામી છે?
  3. જીવાવરણ માટે તે કેવી રીતે મહત્ત્વપૂર્ણ છે?
  4. આ વિવિધતા ઓછી હોત તો કાર્યકી પર શું અસર હોત? વગેરે
 • સૌથી મહત્ત્વની વાત, આ વિવિધતાઓનો ઉપયોગ માનવી કઈ રીતે કરી લાભ મેળવી શકે છે?

પ્રશ્ન 2.
જૈવવિવિધતા એટલે શું? તેના વિવિધ પ્રકારો વિશે વિસ્તૃત રીતે ઉદાહરણ આપી સમજાવો.
અથવા
જૈવવિવિધતાના ત્રણ મહત્ત્વના સ્તરો સમજાવો.
અથવા
એડવર્ડ વિલ્સન દ્વારા વર્ણવેલ જૈવ-વિવિધતાના પ્રકારોવર્ણવો.
ઉત્તર:

 • જીવાવરણમાં સંગઠનના દરેક સ્તરે કોષીય અણુઓના આયોજનથી, જૈવવિસ્તારો સુધી ખૂબ જ વિવિધતા-વિષમ વિવિધતા (heterogeneity) જોવા મળે છે. કોઈ પણ વિસ્તારમાં સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓની વિવિધતાને તે વિસ્તારની જૈવવિવિધતા કહે છે.
 • ઍડવર્ડ વિલ્સન (socio-biologist) દ્વારા સૌપ્રથમ જૈવવિવિધતા શબ્દ જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતા માટે પ્રચલિત કરાયો છે. તેમના પ્રમાણે જૈવવિવિધતા ત્રણ પ્રકારે જોવા મળે છેઃ
 • જનીનિકવિવિધતા (geneticdiversity): એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણક્ષેત્રમાં ખૂબ ઊંચી વિવિધતા દર્શાવી શકે છે.
 • ઉદા., હિમાલયના વિસ્તારોમાં જોવા મળતી સર્પગંધા (rauwolfia vomitoria) ઔષધીય વનસ્પતિ છે. તેના દ્વારા દર્શાવાતી જનીનિકવિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ રિસર્પન (reserpine)ની ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં હોઈ શકેછે.
 • ભારતમાં ચોખાની 50,000થી વધુ ધાન્ય જાતિઓ તથા કેરીની (mango) 1000થી વધુ જાતિઓનું અસ્તિત્વ જોવા મળે છે.
 • જાતિવિવિધતા (species diversity): આ વિવિધતા જાતિ સ્તરે જોવા મળે છે.
 • ઉદા. ઉભયજીવી (amphibians) જાતિઓની વિવિધતા પૂર્વીયઘાટ કરતાં પશ્ચિમી ઘાટ પર વધુ છે.
 • પરિસ્થિતિકીયવિવિધતા (ecologicaldiversity): આ નિવસનતંત્રના સ્તરે જોવા મળતી વિવિધતા છે.
 • ઉદા. ભારત પાસે નિવસનતંત્રીય વિવિધતામાં રણપ્રદેશો, વર્ષાવનો, દરિયાકિનારાના ક્ષારયુક્ત પ્રદેશો (mangroves), પરવાળા ટાપુઓ (coral reefs), કળણ ભૂમિ, (wetlands), વેલાનમુખી પ્રદેશો (estuaries), પહાડો પરનાં ઘાસનાં મેદાનો | (alpine meadows)જેવા વૈવિધ્યપૂર્ણ વિસ્તારો આવેલાં છે.
 • આ પરિસ્થિતિકીયવિવિધતા નૉર્વેજેવા સ્કેડિનેવિયન દેશ કરતાં અનેક ગણી વધુ છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 3.
જૈવવિવિધતાનું સંરક્ષણ આંતરરાષ્ટ્રીય મુદ્દો કેમ ગણાય છે?
ઉત્તર:

 1. આ જૈવવિવિધતા એકત્ર કરવા ઉવિકાસના લાખો વર્ષો થઈ ગયા છે. પણ અનેક કારણોસર આ જૈવવિવિધતાનો નાશ થઈ રહ્યો છે, વર્તમાન જાતિઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
 2. જો આ ઘટાડો આ જ ઝડપે ચાલુ રહેશે તો આવનારા બસો વર્ષથી પણ ઓછા સમયમાં આપણે તેનો ઘણો ભાગ ગુમાવી ચૂક્યા હોઈશું.
 3. માટે, જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ આંતરરાષ્ટ્રીય સ્તરે અતિ મહત્ત્વના પર્યાવરણીય મુદ્દાઓ છે.

પ્રશ્ન 4.
પૃથ્વીપરપ્રવર્તમાન જાતિઓની માહિતી આપો.
અથવા
પરિસ્થિતિવિદો દ્વારા પૃથ્વી પરની જાતિઓનો અંદાજ કઈ રીતે મેળવાયો?
ઉત્તર:

 • પૃથ્વી પરની જાતિઓની સંખ્યાનો અંદાજિત ખ્યાલ IUCN (ઇન્ટરનેશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર ઍન્ડ નેચરલ રિસોર્સિસ) દ્વારા 2004માં અપાયો હતો. તેના પ્રમાણે પૃથ્વી પર આજ સુધી વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓની કુલ સંખ્યાલગભગ 1.5 મિલિયનથી વધુ છે.
 • હજુ અનેક જાતિઓની શોધ તેમજ વર્ણન થયું નથી. તેમાંની ઘણી માત્ર ધારણા છે.
 • ઉષ્ણકટિબંધીય દેશો (tropical) કરતાં સમશીતોષ્ણ (temperate) દેશો, વર્ગીકરણીય સમૂહો અને જાતિઓની શોધ માટે વધુ પરિપૂર્ણ છે.
 • ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધબાકી છે.
 • જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટકો (insects) સમૂહોની જાતિ સમૃદ્ધિનો વિસ્તૃતરૂપથી અભ્યાસ કર્યો, તેની આંકડાકીય તુલના કરી આ જ પ્રમાણમાં તે વિસ્તારોનાં પ્રાણીઓ તથા વનસ્પતિઓના અન્ય જૂથોનો ઉમેરો કરી પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો એકંદર અંદાજ મેળવ્યો.
 • અંતિમ અંદાજ 20 થી 50 મિલિયન સુધીનો છે. પણ રૉબર્ટમ (Robert May) નામના વૈજ્ઞાનિકે સચોટ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢ્યો તે પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા 7 મિલિયન જેટલી છે.

પ્રશ્ન 5.
વૈશ્વિક જૈવવિવિધતામાં અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી પ્રાણીઓ અને વનસ્પતિ જાતિઓના વર્ગકોની સંખ્યા કેટલી અંદાજાયછે?
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ 1

 • વર્તમાન જાતિ સંશોધનોના આધારે આપણને પૃથ્વીની જૈવવિવિધતાના રસપ્રદ પાસાંઓ (aspects) જોવા મળે છે.
  1. બધી અંદાજિત જાતિઓના 70 ટકા કરતાં પણ વધુ પ્રાણીઓ છે. જ્યારે લીલ, ફૂગ, દ્ધિઅંગી, અનાવૃત, આવૃત બીજધારી વનસ્પતિઓના સમૂહને ભેગા કરીએ તો પણ તે કુલ ટકાવારીના 22 ટકાથી વધુ નથી.
  2. પ્રાણીઓમાં, કીટકો એ સૌથી વધુ જાતિસમૃદ્ધતા ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. તે પ્રાણીઓની કુલ ટકાવારીના 70 ટકાથી પણ વધુ છે. (એમ કહી શકાય કે પૃથ્વી પરનાદર 10 પ્રાણીઓમાં 7 કીટકો છે.)
 • વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા, મત્સ્ય, ઉભયજીવી, સરિસૃપ તથા સસ્તનોની જાતિઓની એકત્રિત સંખ્યા કરતાં પણ વધુ છે.

પ્રશ્ન 6.
આદિકોષકેન્દ્રીઓની સંખ્યામાપવાકયો માપદંડ લઈ શકાય?
ઉત્તર:

 1. આપણે પ્રાપ્ત કરેલ અંદાજિત જૈવવિવિધતા આદિકોષકેન્દ્રીય સજીવો માટેની કોઈ પણ સંખ્યા નથી આપતું.
 2. પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી. ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી.
 3. આ સમૂહોની જાતિઓના વર્ણન માટે જૈવરાસાયણિક કે આણ્વિક (molecular) માપદંડો અપનાવવામાં આવે ત્યારે તે તેમની વિવિધતા લાખોની હોઈ શકે છે.

પ્રશ્ન 7.
ભારતમાં જાતિવિવિધતાની અંદાજિત માહિતી જણાવો.
ઉત્તર:

 • ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જમીન વિસ્તાર ધરાવે છે પણ તેની જાતિવિવિધતા લાળી રીતે 8.1% છે. આમ, ભારત વિશ્વના 12 મોટી વિવિધતા દર્શાવતા દેશો પૈકી એક છે.
 • ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ અને 90,000 હજારથી પણ વધુ પ્રાણી જાતિઓની નોંધ થઈ છે. જો આપણે રોબર્ટમેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ તો કુલ જાતિઓનાં 22 ટકા જાતિઓની જ શોધથઈછે.
 • આ કાર્ય માટે પ્રશિક્ષિત માનવશક્તિ અને સમયની આવશ્યકતા છે પણ એવી શક્યતા દેખાય છે કે મોટા ભાગના જાતિઓ તેમની શોધ થતાં પહેલાં વિલુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે.

પ્રશ્ન 8.
જૈવવિવિધતાની ભાતરૂપે અક્ષાંશીયઢોળાંશ(LatitudinalGradients)ની માહિતી આપો.
ઉત્તર:

 • પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં અસમાન વિતરણ દર્શાવે છે. ખૂબ જ જાણીતી વિવિધતામાં અક્ષાંશીય વિવિધતા ખૂબ રસપ્રદ છે.
 • સામાન્યતઃ વિષુવવૃત્ત (equator)થી ધ્રુવપ્રદેશો (Polar region) તરફ જઈએ તેમ જાતિવિવિધતા ઘટતી જાય છે. પણ આમાં કેટલાંક અપવાદો છેઃ
 • (i) વિષુવવૃત્તીય (ઉષ્ણકટિબંધ) વિસ્તાર (23.5° ઉત્તરથી 23.5°દક્ષિણ સુધી)માં સમશીતોષ્ણ કે ધ્રુવપ્રદેશો કરતાં વધારે જાતિઓ જોવા મળે છે.
 • (ii) વિષુવવૃત્તથી નજીક આવેલાં કોલંબિયામાં 1400 જેટલી પક્ષીની જાતિઓ જ્યારે 41° ઉત્તરમાં ન્યૂયોર્કમાં 105 જેટલી પક્ષીની જાતિઓ તથા 71° ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડ ફક્ત 56 પક્ષીઓની જાતિ ધરાવે છે.
 • (iii) ભારત કે જેનો અધિકતમવિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે તે 1200થી વધારે પક્ષીઓની જાતિ ધરાવે છે.
 • (iv) ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વનવિસ્તારમાં વાહક પેશીધારી (Vascular) વનસ્પતિઓની જાતિઓ યુ.એસ.એ.ના મધ્ય-પશ્ચિમ સમશીતોષ્ણ વનવિસ્તાર કરતાં 10 ગણી વધુ છે.
 • (v) દક્ષિણ અમેરિકામાં એમેઝોનના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો સૌથી વધુ જૈવવિવિધતા ધરાવે છે. તેમાં 40,000 વનસ્પતિની જાતિઓ, 3000 મત્સ્યની, 1300 પક્ષીઓની, 427 સસ્તનોની, 427 ઉભયજીવીઓની, 378 સરિસૃપોની તથા 1,25,000થી વધુ અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓનું નિવાસસ્થાન છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે અહીં હજુ લગભગ બે મિલિયન જેટલી કીટક જાતિઓની શોધ, નામકરણ કે ઓળખબાકી છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 9.
વિષુવવૃત્તીયવિસ્તારોમાં સૌથી વધુ જૈવવિવિધતા શા માટે જોવા મળે છે?
ઉત્તર:
પરિસ્થિતિવિદો તથા ઉવિકાસીય જીવશાસ્ત્રીઓએ આ માટે ઘણા સિદ્ધાંતો દર્શાવ્યા છે
(a) જાતિઉદ્ભવ (speciation) સામાન્ય રીતે સમયનું કાર્ય છે. સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોમાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો જયારે તેનાથી ઉલટું ઉષ્ણકટિબંધ અક્ષાંશોમાં લાખો વર્ષોથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી તેથી જાતિવૈવિધ્યીકરણ માટે લાંબો ઉવિકાસીય સમય મળ્યો.

(b) ઉષ્ણકટિબંધ પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછા ઋતુકીય ફેરફારો સાથે, વધુ સ્થિર અને અનુમાનિત રહ્યું. આવું સ્થિર પર્યાવરણ વિશિષ્ટ જીવનપદ્ધતિ (niche specialization)ને પ્રેરિત કરતું રહ્યું જેથી વધુ જાતિવિવિધતાનું સર્જન થયું.
(c) વિષુવવૃત્તીય પ્રદેશમાં વધુ સૌરઊર્જા ઉપલબ્ધ છે કે જે તેના ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે. આ ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપી શકે છે.

પ્રશ્ન 10.
જાતિ-વિસ્તારના સંબંધો વિશે આલેખની મદદથી વિસ્તૃત માહિતી આપો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ 2

 • જર્મનીના પ્રખ્યાત પ્રકૃતિવિ અને ભૂગોળશાસ્ત્રી એલેકઝાંડર વૉન હમ્બોલ્ટે દક્ષિણ અમેરિકાનાં જંગલોના વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન જોયું કે શોધખોળ વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિસમૃદ્ધિમાં વધારો થાય છે, પણ તે અમુક મર્યાદા સુધી જ હોય છે.
 • વર્ગકો (taxa) જેવાં કે આવૃત બીજધારી વનસ્પતિ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલીઓ વગેરેની વ્યાપક વિવિધતા માટે જાતિસમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ લંબચોરસ અતિવલય (rectangularhyperbola)સ્વરૂપે જોવા મળે છે.
 • લઘુગુણકમાપ પર, આ સંબંધ એ નીચેના સમીકરણ દ્વારા દર્શાવાતી સીધી રેખા છે.
  log S = logC + ZlogA
  S = જાતિસમૃદ્ધિ (Species richness)
  A = વિસ્તાર (Area)
  Z = રેખાનો ઢાળ (સમાશ્રયણ ગુણાંક -Regression coefficient)
  C = Yઆંતછંદ (Intercept)
 • પરિસ્થિતિવિદોએ શોધ કરી કે Z રેખાનું મૂલ્ય 0.1 થી 0.2ની ક્ષેત્રમર્યાદામાં હોય છે. વર્ગીકરણીય સમૂહ (બ્રિટનમાં વનસ્પતિઓ, કેલિફોર્નિયામાં પક્ષીઓ, ન્યૂયોર્કમાં મૂદુકાયો વગેરે) કોઈ પણ હોય તેને અનુલક્ષીને સમાશ્રયણ રેખાનો ઢાળ આશ્ચર્યજનક રીતે સરખો જ રહે છે.
 • પણ જો તમે સમસ્ત ખંડો જેવા ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ-વિસ્તાર સંબંધોનું વિશ્લેષણ કરશો તો જોવા મળે છે કે સમાશ્રયણ રેખાનો ઢાળ ખૂબ જ ત્રાંસો છે. (Z નું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી ક્ષેત્ર મર્યાદા દર્શાવે છે.) ઉષ્ણ કટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની Z રેખાનો ઢોળાવ 1.15 જેટલો જોવા મળે છે.

પ્રશ્ન 11.
જૈવવિવિધતાની નિવસનતંત્રની કામગીરી પર કઈ અસરો હોઈ શકે?
ઉત્તર:
જાતિની સંખ્યા અને નિવસનતંત્રની કામગીરી આ બંને બાબતો પરસ્પર આધારિત છે કે નહિ તેની કોઈ સ્પષ્ટતા પરિસ્થિતિવિદો પાસે નથી.

પહેલાંની માન્યતા પ્રમાણે વધુ જાતિ ધરાવતાં સમુદાયોની સ્થિરતા ઓછી જાતિ ધરાવતાં સમુદાયો કરતાં વધુ જોવા મળે છે.

 1. સ્થિર સમુદાયમાં તેની ઉત્પાદકતામાં વધુ ફેરફાર ન થતો હોવો જોઈએ.
 2. કુદરતી કે માનવસર્જિત અવરોધો સામે પ્રતિકારક અથવા સ્થિતિસ્થાપક(resilient) હોવું જરૂરી છે.
 3. વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ સામે પ્રતિરોધક પણ હોવું જરૂરી છે.

ડેવિડટિલમેન દ્વારા કરાયેલા પ્રયોગો દ્વારા જાણવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો કુલ જૈવભારમાં ઓછી વિવિધતા દર્શાવતા હતા. વધતી જતી વિવિધતા ઉચ્ચ ઉત્પાદકતા દર્શાવે છે.

હજુ આપણે જાતિસમૃદ્ધિ, નિવસનતંત્રને કઈ રીતે દઢ બનાવે છે તેની સ્પષ્ટતા ધરાવતા નથી. પણ એટલું જ સત્ય છે કે સમૃદ્ધ જૈવવિવિધતા માનવજાતના અસ્તિત્વ માટે જરૂરી છે.

સ્ટેનફૉર્ડ પરિસ્થિતિવિદ્ પૉલ એહરલિચે સાદેશ્યતાના પ્રયોગ દ્વારા આને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિમાન જેવાં નિવસનતંત્રને હજારો ખીલીઓના ઉપયોગ દ્વારા એકસાથે જોડવામાં આવે છે. જો વિમાનના બધાં જ મુસાફરો એક પછી એક ખીલી દૂર કરે (જાતિઓ લુપ્ત થાય.) ત્યારે શરૂઆતમાં આની અસર વિમાન (નિવસનતંત્ર) પરનહીંથાય. (નિવસનતંત્રની ક્રિયાશીલતા જળવાઈ રહેશે.) પણ જ્યારે વધુને વધુ ખીલીઓ દૂર થશે તો વિમાન માટે જોખમી (નિવસનતંત્ર ભયમાં મૂકાશે) બનશે. સાથે સાથે કયો ભાગ દૂર કરાયો છે (બારી-બારણાં કે પંખો) તે મહત્ત્વનું છે. જો ચાવીરૂપ જાતિઓ દૂર થાય તો નિવસનતંત્ર પર ગંભીર અસરો જોવા મળે.

પ્રશ્ન 12.
પૃથ્વી પર લુપ્ત થઈ ગયેલ, લુપ્તપ્રાયઃકે સંવેદનશીલ જાતિઓ વિશે માહિતી આપો.
ઉત્તર:
પાર પૃથ્વીની જૈવિક સંપદાખૂબ ઝડપથી ઘટી રહી છે તેનું કારણ વિવિધમાનવ પ્રવૃત્તિઓ હોવાનું મનાય છે.

 1. ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફાચ્છાદિત ટાપુઓના વસાહતીકરણને લીધે સ્થાનિક પક્ષીઓની 200થી વધુ જાતિઓ લુપ્ત થઈ ગઈ છે.
 2. IUCN (2004)ના દસ્તાવેજી પુરાવા પ્રમાણે 500 વર્ષોમાં 784 જાતિઓ (338 પૃષ્ઠવંશીઓ, 359 અપૃષ્ઠવંશીઓ, 87 જાતની વનસ્પતિઓ) લુપ્ત થઈ ગઈ છે.
 3. હાલની લુપ્ત જાતિઓનાં ઉદાહરણોમાં ડોડો (મોરેશિયસ), ક્વેગા (આફ્રિકા), થાયલેસિન (ઑસ્ટ્રેલિયા), સ્ટીલર સી-કાઉ (રશિયા) અને વાઘની ત્રણ ઉપજાતિઓ બાલી, જાવાન તથા કાસ્પિયન છે. છેલ્લાં વીસ વર્ષમાં 27 જાતિઓના અદશ્ય થવાના સાક્ષી છે.
 4. લુપ્ત થવાના ભયનો (threat of extinction) 15,500 જેટલી જાતિઓ સામનો કરી રહી છે. પક્ષી જાતિના 12 ટકા, સસ્તન જાતિઓના 23 ટકા, ઉભયજીવી જાતિના 32 ટકા, અનાવૃત બીજધારીના 31 ટકા જાતિઓ લુપ્ત થવાના આરે છે.

પ્રશ્ન 13.
જાતિ લુપ્તતાના ઇતિહાસની માહિતી આપી, તેની અસરોજણાવો.
ઉત્તર:

 • 3 બિલિયન વર્ષ પહેલા જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ તથા વૈવિધ્યીકરણ થયું છે ત્યારથી લગભગ પાંચ વખત જાતિઓનાં સામૂહિકવિલોપનનો ઘટનાક્રમ જોવા મળ્યો છે.
 • વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર 100થી 1000 ગણો ઝડપી આંકવામાં આવ્યો છે. આ ઝડપે જો જાતિ વિલોપન થતું રહ્યું તો આવતાં 100 વર્ષમાં પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી અડધા ભાગની જાતિઓના નાશ પામવાની શક્યતા છે. જૈવવિવિધતાને નુકસાન થતાં,
  (a) વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
  (b) દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવ્યો સામે ઓછી પ્રતિકારકતા
  (c)વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ અને રોગચક્રો જેવી નિવસનતંત્રકીય પ્રક્રિયાઓમાં પરિવર્તન વધે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 14.
જૈવવિવિધતાની નુકસાનીનાં કારણોની ચર્ચા કરો.
ઉત્તર:
વિશ્વ આજે જાતિ વિલોપનનો સામનો કરે છે, તેના મુખ્ય ચાર કારણો છે (ધી એવિલ ક્વાર્ટટ-The ‘Evil Quartet’ એ ઉપશીર્ષક છે કે જેનો તેમના વર્ણન માટે નીચે પ્રમાણે ઉપયોગ થાય છે) :

(a) વસવાટી નુકસાન તથા અવખંડન (Habitat loss and fragmentation):

 1. વર્ષાવનો (rain forest) પૃથ્વીની જમીન સપાટીના 14 ટકાથી વધુ વિસ્તારને આવરી લેતા હતાં, પરંતુ હાલમાં તે ઘટીને 6 ટકા થઈ ગયા છે.
 2. એમેઝોન વર્ષાવનોને પૃથ્વીનાં ફેફસાં તરીકે ઓળખવામાં આવે છે તેને સોયાબીનની ખેતી માટે, ઢોરનાં ચારાં માટે તૃણભૂમિમાં ફેરવી દેવાયું છે.
 3. પ્રદૂષણને કારણે ઘણા વસવાટો અવનતીકરણ પામ્યાં છે, ઘણી જાતિઓના અસ્તિત્વ માટે ભયરૂપ બન્યા છે.
 4. માનવ પ્રવૃત્તિઓને કારણે વિશાળ વસવાટોને નાના નાના ખંડોમાં વિભાજિત કરાય છે ત્યારે જે સસ્તનો કે પક્ષીઓને વિશાળ પ્રદેશની જરૂર છે તેની પર અસર પડે છે જેથી વસ્તી ઘટાડો જોવા મળે છે.

(b) અતિશોષણ (Over – exploitation): મનુષ્યની ખોરાક અને આશ્રયસ્થાન માટેની આવશ્યકતા અતિશય વધી ગઈ છે જેના માટે તે નૈસર્ગિકસ્રોતોનું અતિશોષણ કરે છે.

 1. છેલ્લાં 500 વર્ષોમાં સ્ટીલર સી-કાઉ, પેસેન્જર પીજીયન જેવી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે.
 2. ઘણી દરિયાઈ માછલીની વસ્તી ઓછી થઈ રહી છે. વ્યાવસાયિક રીતે મહત્ત્વની કેટલીક જાતિઓનું અસ્તિત્વ ખતરામાં મુકાયું છે.

(c) વિદેશી જાતિઓનું અતિક્રમણ (Alien speciesinvasions):

પેટપ્રશ્નઃ સ્થાનિક જાતિઓમાં ઘટાડોકે તેમનાવિલોપન માટે વિદેશી જાતિઓનું અતિક્રમણ કારણભૂત છે- શામાટે ?
ઉત્તર:
આકસ્મિક રીતે કે ઇરાદાપૂર્વક પ્રવેશ પામતી કેટલીક વિદેશી જાતિઓ કોઈ ચોક્કસ પ્રદેશમાં પ્રવેશ પામે છે અને કેટલીક જાતિઓ આક્રમક બની સ્થાનિક જાતિઓનો નાશ કે ઘટાડો પ્રેરે છે.

 1. નાઇલ પર્શને (મીઠા જળની માછલી) પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી તો સ્થાનિક સિચલિડ (cichlid) માછલીઓનો 200થી વધુ જાતિ સમૂહ એકસાથે નાશ પામ્યો.
 2. ગાજર ઘાસ (Parthenium), ગંધારી (lantana) અને જળકુંભી (Eichornia) જેવી નીંદણ જાતિઓ પર્યાવરણને નુકસાન કરે છે, સ્થાનિક જાતિઓ માટે ભય પ્રેરે છે.
 3. જળચર સજીવના ઉછેર માટે ક્લેરિયસ ગેરિપિનસ નામની આફ્રિકન કૅટફિશને આપણી નદીઓમાં દાખલ કરાઈજેસ્થાનિક કૅટફિશ માટે જોખમરૂપ બની રહી છે.

(d) સહવિલોપન કે સહલુપ્તતા (Co-extinctions) : જયારે કોઈ એક જાતિ લુપ્ત થઈ જાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણીજાતિઓ પણ ફરજિયાતપણે લુપ્ત થઈ જાય છે. યજમાન માછલીની જાતિ લુપ્ત થાય છે ત્યારે તેના પરોપજીવીઓનું જૂથ પણ નાશ પામે છે. વનસ્પતિમાં પરાગવાહકની સહોપકારિતામાં એક જાતિનું વિલોપન અન્ય જાતિનો નાશ
પ્રેરે છે.

પ્રશ્ન 15.
જૈવવિવિધતાના સંરક્ષણ માટેનાં કારણો જણાવો.
ઉત્તર:
જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાનાં કારણોને નીચેનાં ત્રણ ઉદ્દેશ્યોમાં સમાવાય છે:
(a) સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી
(b)વ્યાપક રીતે ઉપયોગિતાવાદી
(c) નૈતિક.

(a) સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદીઃ આ કારણો ખૂબ સ્પષ્ટ છે જેમ કે,

 1. મનુષ્યો પ્રકૃતિમાંથી સીધા અગણિત લાભો મેળવે છે ખોરાક (ધાન્ય, કઠોળ, ફળ), બળતણ, રેસા, ઔદ્યોગિક પેદાશો જેમ કે ગુંદર, રાળ, રંગ, ટેનિન વગેરે અને ઔષધીય પેદાશો.
 2. સ્થાનિક જાતિઓ લગભગ વનસ્પતિની 25000 જેટલી જાતિઓનો પારંપરિક દવાઓ તરીકે ઉપયોગ કરે છે. 25 ટકાથી વધુ દવાઓ વનસ્પતિમાંથી મેળવાયછે.

(b) વ્યાપક રીતે ઉપયોગિતાવાદીઃ

 1. પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસનતંત્રકીય સેવાઓમાં જૈવવિવિધતા મહત્ત્વનો ભાગ ભજવે છે.
 2. એમેઝોન જંગલો પ્રકાશસંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણના કુલ ઑક્સિજનના 20 ટકા જેટલો O2 ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે.
 3. પરાગનયન જેના વગર ફળો કે બીજ નિર્માણ ના પામી શકે.
 4. બીજા અપ્રત્યક્ષ લાભો પણ આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ. જેવા કે, પક્ષીઓને નિહાળવાનો, ગાતા સાંભળવાનો, વિવિધ પુષ્પોને નિહાળવાનો, ગાઢ જંગલોમાં ચાલવાનો વગેરે.

(c)નૈતિકઃ

 1. આ પૃથ્વી ગ્રહ પર રહેલી એવી વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ જેના આપણે ઋણી છીએ.
 2. દાર્શનિક કે આધ્યાત્મિક રીતે આપણે સમજવું જરૂરી છે કે દરેક જાતિઓ તેનું આંતરિક મૂલ્ય ધરાવે છે.
 3. ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ સુખાકારી માટે આપણા જૈવિક વારસાનું જતન કરવાની આપણી નૈતિક ફરજ છે.

પ્રશ્ન 16.
જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાના અભિગમો જણાવો.
ઉત્તર:

 • જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાના બે મુખ્ય અભિગમો છે
  (a)સ્વસ્થાન સંરક્ષણ (in-situ)
  (b)નવસ્થાન સંરક્ષણ (Ex-situ).
 • જ્યારે આપણે સમગ્ર નિવસનતંત્રને સુરક્ષિત અને સંરક્ષિત કરીએ છીએ ત્યારે તે જૈવવિવિધતાના બધા સ્તરો સુરક્ષિત થાય છે.
 • વાઘને બચાવવા આપણે સમગ્ર જંગલને બચાવવું પડે છે અને આપણે સ્વસ્થાન (in situ) સંરક્ષણ કહીએ છીએ.
 • જયારે કોઈ પરિસ્થિતિમાં પ્રાણી અથવા વનસ્પતિનું અસ્તિત્વ સંકટમાં હોય અને તેને બચાવવાનાં ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય ત્યારે નવસ્થાન (ex-situ) સંરક્ષણ યોગ્ય અભિગમ છે.

પ્રશ્ન 17.
સ્વસ્થાના સંરક્ષણ (in-situ) વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર:

 • વિકાસ તથા સંરક્ષણ વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણાં રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે છે અને તેમની જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યાવહારિક નથી લાગતું.
 • વૈશ્વિક આધાર પર શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા ખૂબ ઉચ્ચ સ્તરોની જાતિસમૃદ્ધિ ધરાવતા અને સ્થાનિકતા ધરાવતા (જે-તે પ્રદેશ પૂરતી મર્યાદિત જાતિઓ) કેટલાક જૈવવિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો (hotspots) ઓળખાય છે.
 • શરૂઆતમાં 25, હાલમાં 9 બીજા હૉટસ્પૉટ્સનો ઉમેરો કરાયો છે, કુલ 34 જેટલી સંખ્યા થાય છે. આમાંથી 3 હૉટસ્પૉટ્સ
  પશ્ચિમઘાટ, શ્રીલંકા, ઇન્ડો-બર્માતથા હિમાલયના પ્રદેશો છે જે અપવાદરૂપે આપણા દેશની જૈવવિવિધતાને આવરી લે છે.
 • બધા જ જૈવવિવિધતાવાળા હૉટસ્પૉટને ભેગા કરીએ તો પૃથ્વીના જમીનવિસ્તારના 2 ટકા કરતાં ઓછા થાય છે. પણ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે આવાસિત જાતિઓની સંખ્યા ખૂબ છે તેથી હૉટસ્પૉટની સુરક્ષા દ્વારા લુપ્તતાનાદરને 30 ટકા જેટલો ઘટાડી શકાય છે.

પ્રશ્ન 18.
અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉધાનો વિશે માહિતી આપો.
ઉત્તર:

 • ભારતમાં જૈવવિવિધતા-સમૃદ્ધ પ્રદેશોને જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તરીકે કાયદાકીય સુવિધા આપવામાં આવી છે.
 • ભારતમાં 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 448વન્યજીવ અભયારણ્યો છે.
 • ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો ઇતિહાસ છે જે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે. ઘણી સંસ્કૃતિમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો. તેમાં રહેલા બધાં જ વૃક્ષો તથા વન્યજીવોની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું હતું.
  1. મેઘાલયની ખાસી અને જૈતિયા ટેકરીઓ
  2. રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ
  3. કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમઘાટ વિસ્તારો
  4. મધ્યપ્રદેશના સરગુજા, બસ્તર અને ચંદા વિસ્તારો તથા
  5. મેઘાલયમાં આ પવિત્ર ઉપવનો જોવા મળે છે.
 • મેઘાલયમાં પવિત્ર ઉપવનો એવન્ય જાતિઓ માટેના સંરક્ષણનું પવિત્ર સ્થાન મનાય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 19.
બાહ્ય સ્થાન સંરક્ષણ (Ex-situ) વિશે માહિતી આપો.
ઉત્તર:

 • આ અભિગમમાં, સંકટમાં રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનોમાંથી બહાર, ચોક્કસ સ્થાનમાં સામૂહિક રીતે રાખવામાં આવે છે કે જ્યાં તેમની કાળજી લઈ શકાય, સુરક્ષા આપી શકાય.
 • પ્રાણી ઉદ્યાનો (Zoological park), વનસ્પતિ ઉદ્યાનો (botanical gardens) અને વન્યજીવન સફારી પાર્ક આ હેતુઓ માટે સેવાઓ આપે છે. એવાં ઘણાં પ્રાણીઓ છે કે જે જંગલમાં લુપ્ત થઈ ગયાં છે પણ પ્રાણી ઉદ્યાનોમાં જળવાઈ રહ્યા છે.
 • હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓની ક્રાયોપ્રિઝર્વેશન તફનીકી (શીત જાળવણી) –196° સે તાપમાને, પ્રવાહી નાઇટ્રોજનમાં અનિશ્ચિત સમય સુધી સંગ્રહ કરવાની પદ્ધતિનો અમલ થાયછે.
 • આના ઉપયોગથી જીવિત અને જનનક્ષમ અથવા ફળદ્રુપ સ્થિતિમાં જળવાઈ શકે છે. ઈંડાંને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય છે. પેશી સંસ્કરણ (tissue culture)થી વનસ્પતિઓનું પ્રસર્જન (propogation) થાય છે. વ્યાપારિક ધોરણે મહત્ત્વની વનસ્પતિઓના વિભિન્ન જનીનિક જાતોના બીજને બીજબેન્કો (seedbank)માં રાખી શકાય છે.

પ્રશ્ન 20.
જૈવવિવિધતાના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોની ચર્ચાકરો.
ઉત્તર:

 1. રિયો ડી જાનેરો, બ્રાઝિલમાં 1992માં The Earth Summit યોજાઈ હતી. જે જૈવિક વિવિધતા માટેની ઐતિહાસિક ઘટના ગણી શકાય.
 2. વર્લ્ડ સમીટ ઑન સસ્ટેઇનેબલ ડેવલોપમેન્ટ’ 2002માં જોહાનિસબર્ગ, સાઉથ આફ્રિકામાં યોજાઈ હતી. જે વૈશ્વિક અને સ્થાનિક સ્તરે જૈવવિવિધતાના વ્યાપને ઘટાડવા પ્રયત્નશીલ છે.
 3. 190થી વધારે દેશોએ વર્લ્ડ સમીટ 2002માં ભાગીદારી નોંધાવી અને જૈવિક વિવિધતાને વૈશ્વિક, સ્થાનિક અને પ્રાદેશિક સ્તરે ઘટાડવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.

તફાવત આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો
ઉત્તર:

રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો
(1) રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવો ચુસ્તપણે આરક્ષિત હોયછે. (1) અભયારણ્યોમાં પ્રાણીઓની જાળવણી માટેના વિસ્તારો અનામત રાખવામાં આવે છે.
(2) વનવિદ્યા, ચરાઈ અને ખેતીવાડી જેવી પ્રવૃત્તિઓ થઈ શકતી નથી. (2) ખેતીવાડી, લાકડાની કાપણી, ચરાઈ જેવી પ્રવૃતિઓ પ્રાણીઓને ખલેલ પહોંચાડ્યા સિવાય કરાય છે.
(3) ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે (3) ગુજરાતમાં 21 અભયારણ્યો છે.

પ્રશ્ન 2.
રવસ્થાન જાળવણી અનેનવસ્થાન જાળવણી’
ઉત્તર:

રથાન જાળવણી નવરથાન જાળવણી
(1) જનીનસંપત્તિની તેમના કુદરતી નિવાસસ્થાનમાં જાળવણી કરવી તેને સ્વસ્થાની જાળવણી કહે છે. (1) જનીનસ્રોતની તેના પ્રાકૃતિક નિવાસસ્થાનની બહાર જાળવણી કરવી તેને નવસ્થાન જાળવણી કહે છે.
(2) તેમાં બધા જ નિવસનતંત્રોને સંરક્ષણ મળે છે. (2) વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની જાતિઓને સંગ્રહી શકાય છે.
(3) તેમાં સુરક્ષિત પ્રદેશો અને આરક્ષિત જૈવાવરણનો સમાવેશ થાય છે. (3) વનસ્પતિ ઉદ્યાનો, પ્રાણી સંગ્રહાલયો, જનીનનિધિ, બીજનિધિવગેરેનો સમાવેશ થાય છે.
(4) ભારતમાં 581 સુરક્ષિત પ્રદેશો છે. (89 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 492 વન્યજીવ અભયારણ્યો છે.) (4) સમગ્ર વિશ્વમાં 1500થી વધારે વનસ્પતિ ઉદ્યાનો આવેલાછે.

પ્રશ્ન 3.
જાતિવૈવિધ્યતા અને નિવસનતંત્રીયવૈવિધ્યતા
ઉત્તર:

જાતિવૈવિધ્યતા નિવસનતંગીયવૈવિધ્યતા
(1) કોઈ વિસ્તારમાં રહેલ જાતિની ભરપુરતા અને વિવિધતા દર્શાવે છે. (1) વિવિધ નિવસનતંત્રો, સમાજ અને નિવસનતંત્રીય વિસ્તારોનો ભૌગોલિક પ્રદેશોમાં સમાવેશ થાય છે.
(2) એકજવસવાટમાં જુદી જુદી જીવનપદ્ધતિઓનું નિર્દેશન કરેછે. (2) ભૌગોલિક વિસ્તારમાં વિવિધ વસવાટો અને પર્યાવરણ સાથે સંબંધિત છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

વૈજ્ઞાનિક કારણો આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
વન્યજીવન આપણી જનીનબૅકનું કાર્ય કરે છે.
ઉત્તર:
આપણી વન્ય વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો સંશોધન દ્રવ્ય તરીકે વપરાય છે. જેમાંથી ઉપયોગી જનીનનું વહન આપણા પાલતુ પ્રાણીઓ અને સંવર્ધિત વનસ્પતિઓમાં કરી વધુ ઉત્પાદન કરતાં, રોગમુક્ત વિવિધતા જનીનિક ફેરફારો દ્વારા મેળવાય છે. તે નવી વિવિધતાઓ માટેનો પણ સ્રોત બને છે.

પ્રશ્ન 2.
આપણા વન્યજીવોનું લુપ્ત થવાનું સૌથી અગત્યનું કારણ વસવાટનાબૂદી છે.
ઉત્તર:
વસવાટ એવું સ્થાન છે જ્યાં સજીવ રહે છે અને ચોક્કસ વાતાવરણ માટે અનુકૂલિત થઈ તેમના ખોરાક ગ્રહણની તકો, પ્રજનન અને
ટકી રહેવાની ક્ષમતામાં વધારો કરે છે. વાતાવરણીય પ્રદૂષણથી વસવાટ નાબૂદ થાય છે. વાતાવરણીય પ્રદૂષણ, જંગલોનો નાશ, ખેતીવાડીનો વ્યાપ, શહેરીકરણમાં વધારો આ બધાં કારણોથી વસવાટ નાબૂદ થાય છે. સજીવોના ભક્ષણની તકો વધે છે. તેની પ્રજનન ક્ષમતા ઘટે છે જે ક્રમશઃ લુપ્તતા તરફ પ્રેરે છે.

પ્રશ્ન 3.
વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમ અંતર્ગતનાશપ્રાયજાતિઓને સૌથી વધુ અગ્રિમતા આપવી જોઈએ.
ઉત્તર:
નાશપ્રાય જાતિઓ એવી જાતિઓ છે કે જેમની સંખ્યા કટોકટીના સ્તર સુધી ઘટી ગઈ છે અને તેમના કુદરતી નિવાસસ્થાનો ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યા છે. જેથી સૌથી વધુ નાશપ્રાય જાતિઓમાં દુર્લભ જાતિઓ અને સંવેદનશીલ જાતિઓને અગ્રિમતા આપવી જરૂરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *