Gujarat Board GSEB Class 11 Chemistry Important Questions Chapter 9 હાઇડ્રોજન Important Questions and Answers.
GSEB Class 11 Chemistry Important Questions Chapter 9 હાઇડ્રોજન
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
ડાયહાઇડ્રોજન પર નોંધ લખો.
ઉત્તર:
ડાયહાઇડ્રોજનના પ્રાપ્તિસ્થાન :
- ડાયહાઇડ્રોજન બ્રહ્માંડમાં વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્ત્વ છે તથા સૌર વાતાવરણનું મુખ્ય તત્ત્વ છે.
- તેની વજનમાં હલકી પ્રકૃતિના કારણે તે પૃથ્વીના વાતાવરણમાં બહુ જ ઓછા પ્રમાણમાં (દળના 0.15 %) હોય છે.
- તે સંયોજિત અવસ્થામાં પૃથ્વીના પોપડા અને મહાસાગરના 15.4 % જેટલા ભાગનું નિર્માણ કરે છે.
પ્રશ્ન 2.
હાઇડ્રોજનની પ્રયોગશાળામાં બનાવટ સમજાવો.
ઉત્તર:
- સામાન્ય રીતે દાણાદાર ઝિંકની મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન બનાવી શકાય છે.
Zn + 2H+ → Zn2+ + H2 - ઝિંકની જલીય આલ્કલી સાથેની પ્રક્રિયાથી પણ ડાયહાઇડ્રોજન બનાવી શકાય છે.
પ્રશ્ન 3.
હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો લખો.
ઉત્તર:
- હાઇડ્રોજન રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન વાયુ છે.
- હવા કરતાં હલકો વાયુ છે, પાણીમાં અદ્રાવ્ય અને દહનશીલ વાયુ છે.
પ્રશ્ન 4.
ડાયહાઇડ્રોજનના ઉપયોગો જણાવો.
ઉત્તર:
- ડાયહાઇડ્રોજનનો એક મોટો ઉપયોગ એમોનિયાના સંશ્લેષણમાં થાય છે જે નાઇટ્રિક ઍસિડ અને નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં ઉપયોગી છે.
- ડાયહાઇડ્રોજન સોયાબીન, કપાસના બીજ વગેરેમાંથી મળતા બહુઅસંતૃપ્તીય વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણથી વનસ્પતિ ચરબીના ઉત્પાદનમાં ઉપયોગમાં આવે છે.
- તે કાર્બનિક સંયોજનોની બનાવટમાં મુખ્યત્વે મિથેનોલના ઉત્પાદનમાં ઉપયોગી છે.
- તેનો ધાતુ હાઇડ્રાઇડના ઉત્પાદનમાં બહોળો ઉપયોગ થાય છે. તે વધુ ઉપયોગી રસાયણ હાઇડ્રોજન ક્લોરાઇડની બનાવટમાં ઉપયોગી છે. તે ધાતુકર્મ પ્રક્રમમાં ભારે ધાતુ ઑક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા માટે ઉપયોગી છે.
- ડાયહાઇડ્રોજનનો ઉપયોગ બળતણકોષમાં વિદ્યુતશક્તિના ઉત્પાદન માટે થાય છે. પરંપરાગત અશ્મિગત ઇંધણ અને વિદ્યુતશક્તિની સરખામણીમાં ડાયહાઇડ્રોજનનો ઇંધણ તરીકેનો ઉપયોગ અનેક લાભ આપે છે.
- તે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતું નથી. ડાયહાઇડ્રોજન ગૅસોલીન અને અન્ય ઇંધણના એકમ દ્રવ્યમાને ઉત્પન્ન થતી શક્તિની સરખામણીમાં વધુ શક્તિ ઉત્પન્ન કરે છે.
પૂરક પ્રશ્ન : પરમાણ્વીય હાઇડ્રોજન અથવા ઑક્સિ-હાઇડ્રોજન ટૉર્ચ કાપવાના અને વેડિંગના કામમાં કેવી રીતે ઉપયોગી બને છે
સમજાવો.
ઉત્તર:
- પરમાણ્વીય હાઇડ્રોજન અને ઑક્સિહાઇડ્રોજન ટૉર્ચ, કાપવાના અને વેલ્ડિંગના કામમાં વપરાય છે. પરમાણ્વીય હાઇડ્રોજન પરમાણુઓના (જે વિદ્યુત ચાપ દ્વારા ડાયહાઇડ્રોજનના વિયોજન દ્વારા ઉત્પન્ન થાય છે.) પુનર્જોડાણથી વેલ્ડિંગ કરવાની ધાતુઓની સપાટી પર લગભગ 4000 K તાપમાન પેદા થાય છે.
- તેનો ઉપયોગ અવકાશ સંશોધનમાં રૉકેટના બળતણ તરીકે થાય છે.
પ્રશ્ન 5.
હાઇડ્રાઈડ સંયોજનો એટલે શું ? તેના પ્રકાર આપી સમજાવો.
અથવા
આયનીય હાઇડ્રાઇડ (ક્ષારીય હાઇડ્રાઇડ), સહસંયોજક હાઇડ્રાઇડ (આણ્વીય હાઇડ્રાઇડ), ધાત્વીય હાઇડ્રાઇડ (આંતરાલીય હાઇડ્રાઇડ) ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:
- ડાયહાઇડ્રોજન નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં ઉમદા વાયુ તત્ત્વો સિવાય લગભગ બધાં તત્ત્વો સાથે જોડાઈને દ્વિઅંગી સંયોજન બનાવે છે. જેને હાઇડ્રાઇડ કહે છે.
- જો તત્ત્વને ‘E’ વડે દર્શાવીએ તો હાઇડ્રાઇડને EHx વડે દર્શાવવામાં આવે છે. (દા.ત., MgH2) અથવા EmHn (દા.ત., B2H6)
- હાઇડ્રાઇડ સંયોજનોને ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે :
- આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ
- સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રોઇડ
- ધાત્વીય અથવા બિનતત્ત્વયોગમિતીય હાઇડ્રાઇડ
પ્રશ્ન 6.
આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ પર નોંધ લખો.
ઉત્તર:
- s-વિભાગનાં ધાતુતત્ત્વો વધારે ધનવિદ્યુતમય લક્ષણ ધરાવે છે. તેથી તે હલકા ધાત્વીય હાઇડ્રાઇડ સંયોજનોનું નિર્માણ કરે છે. જેવાં કે, LiH, BeH2 અને MgH2.
- બેરેલિયમ હાઇડ્રાઇડ (BeH2) અને મૅગ્નેશિયમ હાઇડ્રાઇડ (MgH2) પૉલિમર જેવી રચના ધરાવે છે.
- આયનીય હાઇડ્રાઇડ સ્ફટિકમય ઘન સ્વરૂપમાં અબાષ્પશીલ અને અવાહક હોય છે, પરંતુ તેઓની પિગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે અને વિદ્યુતવિભાજન દરમિયાન ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. જે હાઇડ્રાઇડમાં H– આયનની હાજરી પુરવાર કરે છે.
પૂરક પ્રશ્ન : ક્ષારીય હાઇડ્રાઇડ કેવી રીતે કાર્બનિક સંયોજનોમાંથી પાણીની અલ્પમાત્રાને દૂર કરી શકે છે ?
ઉત્તર:
- ક્ષારીય હાઇડ્રાઇડ પાણીની સાથે વિસ્ફોટકીય રીતે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ આપે છે.
NaH(s) + H2O(aq) → NaOH(aq) + H2(g) - લિથિયમ હાઇડ્રાઇડ સામાન્ય તાપમાને O2 અથવા Cl2 સાથે પ્રક્રિયા કરતા નથી. તેથી તેનો ઉપયોગ હાઇડ્રાઇડના સંશ્લેષણમાં થાય છે.
દા.ત., 8LiH + Al2Cl6 → 2LiAlH4 + 6LiCl
2LiH + B2H6 → 2LiBH4
પ્રશ્ન 7.
પાણીના રાસાયણિક ગુણધર્મો જણાવો.
ઉત્તર:
પાણી અનેક પદાર્થો સાથે પ્રક્રિયા કરે છે. તેમાંની કેટલીક અગત્યની પ્રક્રિયાઓ અહીં દર્શાવેલી છે.
પૂરક પ્રશ્ન : પાણીના ઉભયધર્મી સ્વભાવ દર્શાવતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો.
ઉત્તર:
(i) ઉભયધર્મી સ્વભાવ : પાણી ઍસિડ તેમજ બેઇઝ તરીકે વર્તવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે ઉભયધર્મી પદાર્થ છે. બ્રોન્સ્ટેડ સંકલ્પના મુજબ પાણી NH3 સાથે ઍસિડ તરીકે અને H2S સાથે બેઇઝ તરીકે વર્તે છે.
H2O(l) + NH3(aq) \(\rightleftharpoons\) OH(aq)– + NH4(aq)+
H2O(l) + H2S(aq) \(\rightleftharpoons\) H3O(aq)+ + HS(aq)–
પૂરક પ્રશ્ન : પાણીના ‘સ્વયં પ્રોટોવિભાજન’ શબ્દ અંગે તમારી સમજ શું છે ? તેની સાર્થકતા શું છે ?
ઉત્તર:
- પાણીના સ્વયં પ્રોટોવિભાજનને (સ્વ-આયનીકરણ) નીચે મુજબ દર્શાવી શકાય.
(ii) પાણીની રેડોક્ષ પ્રક્રિયા : પાણી વધુ વિદ્યુતધનમય ધાતુ દ્વારા ડાયહાઇડ્રોજનમાં સરળતાથી રિડક્શન પામી શકે છે.
2H2O(l) + 2Na(s) → 2NaOH(aq) + H2(g)
- તેથી, તે ડાયહાઇડ્રોજનનો મહત્ત્વનો સ્રોત છે. પ્રકાશસંશ્લેષણ દરમિયાન પાણી O2માં ઑક્સિડેશન પામે છે.
6CO2(g) + 12H2O(l) → C6H12O6(aq) + 6H2O(l) + 6O2(g) - ફ્લોરિન સાથે પણ તે O2 માં ઑક્સિડેશન પામે છે.
2F2(g) + 2H2O(l) → 4H(aq)+ + 4F(aq)– + O2(g)
પૂરક પ્રશ્ન : જળવિભાજન’ અને ‘જલીયકરણ’ શબ્દો વચ્ચે શું તફાવત રહેલો છે ?
ઉત્તર:
(iii) જળવિભાજન પ્રક્રિયા : પાણીના ઊંચા ડાયઇલેક્ટ્રિક અચળાંકના કારણે તે પ્રબળ જલીયકરણ ગુણ ધરાવે છે. તે ઘણા આયનીય સંયોજનોને દ્રાવ્ય કરે છે. આમ કેટલાક સહસંયોજક અને આયનીય સંયોજનો પાણીમાં જળવિભાજન પામે છે.
P4O10(s) + 6H2O(l) → 4H3PO4(aq)
SiCl4(l) + 2H2O(l) → SiO2(s) + 4HCl(aq)
N(s)3- + 3H2O(l) → NH3(g) + 3OH(aq)–
(iv) જળયુક્ત સંયોજનોનું નિર્માણ : જલીય દ્રાવણમાંથી ઘણા ક્ષારોનું તેના જળયુક્ત ક્ષાર તરીકે સ્ફટિકીકરણ કરી શકાય છે. પાણીનું આવું જોડાણ જુદા જુદા પ્રકારે જોવા મળે છે. જેમકે,
- સવર્ગ સહસંયોજિત પાણી દા.ત.,[Cr (H2O)6]3+ 3Cl–
- આંતરાલીય પાણી દા.ત., BaCl2 · 2H2O
- હાઇડ્રોજન બંધિત પાણી દા.ત., CuSO4 · 5H2O માં [Cu (H2O)4]2+ \(\mathrm{SO}_4^{2-}\) · H2O
પ્રશ્ન 8.
પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરવાની નીચેની પદ્ધતિઓ વર્ણવો. (i) ઉષ્મીય વિઘટન પદ્ધતિ (ઉકાળવું) (ii) ક્લાર્ક પદ્ધતિ.
ઉત્તર:
(i) ઉષ્મીય વિઘટન પદ્ધતિ (ઉકાળવું) : ઉકાળવાની પ્રક્રિયા દરમિયાન દ્રાવ્ય Mg (HCO3)2, અદ્રાવ્ય Mg(OH)2 માં અને દ્રાવ્ય Ca(HCO3)2 અદ્રાવ્ય CaCO3 માં રૂપાંતર પામે છે. MgCO3 કરતાં Mg(OH)2 ના દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય વધુ હોવાથી Mg(OH)2 અવક્ષેપિત થાય છે. આ અવક્ષેપને ગાળણક્રિયાથી દૂર કરવામાં આવે છે.
(ii) ક્લાર્ક પદ્ધતિ : ચૂનાનું પાણી પણ અસ્થાયી કઠિનતા દૂર કરે છે. આ પ્રક્રિયામાં કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના અદ્રાવ્ય ક્ષારોનું અવક્ષેપન થાય છે, જેને ગાળણક્રિયાથી દૂર કરવામાં આવે છે. આ પદ્ધતિને ક્લાર્કની પદ્ધતિ કહે છે.
Mg(HCO3)2 + 2Ca(OH)2↓ → 2CaCO3↓ + Mg(OH)2↓ + 2H2O
Ca(HCO3)2 + Ca(OH)2 → 2CaCO3↓ + 2H2O
પ્રશ્ન 9.
સ્થાયી કઠિનતા દૂર કરવા માટેની પદ્ધતિઓ સવિસ્તર સમજાવો.
અથવા
વિખનિજિત પાણી એટલે શું ? તે કેવી રીતે મેળવી શકાય છે ?
અથવા
શું વિખનિજિત પાણી અથવા નિસ્યંદિત પાણીનો ઉપયોગ પીવા માટે કરી શકાય ? જો ના, તો તેને પીવાલાયક બનાવવા શું કરવું જોઈએ ?
અથવા
પાણીની કાયમી કઠિનતા દૂર કરવાની રીત સમજાવો.
ઉત્તર:
કાયમી કઠિનતા પાણીમાં રહેલા કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના ક્લોરાઇડ અને સલ્ફેટ સ્વરૂપના દ્રાવ્ય ક્ષારોને કારણે હોય છે.
(i) ધોવાનો સોડાનો (સોડિયમ કાર્બોનેટ) ઉપચારથી : ધોવાનો સોડા કઠિન પાણીમાં રહેલા દ્રાવ્ય કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના સલ્ફેટ અને ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી અદ્રાવ્ય કાર્બોનેટ બનાવે છે.
MCl2 + Na2CO3 → MCO3↓ + 2NaCl (M = Mg, Ca)
MSO4 + Na2CO3 → MCO3 ↓ + Na2SO4
(ii) કાલગૉન પદ્ધતિ : સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ (Na6P6O18) જેને વ્યાપારિક રીતે ‘કાલગૉન’ કહેવામાં આવે છે. તેને કઠિન પાણીમાં ઉમેરતાં નીચે દર્શાવ્યા પ્રમાણેની પ્રક્રિયાઓ થાય છે.
Na6P6O18 → 2Na+ + Na4P6O2-18
M2+ + Na4P6O2-18 → [Na2MP6O18]2- + 2Na+ (M = Mg, Ca)
આ સંકીર્ણ ઋણઆયન Mg2+ અને Ca2+ ને દ્રાવણોમાં રાખે છે.
પૂરક પ્રશ્ન : સાંશ્લેષિત આયન વિનિમય રેઝિન દ્વારા કઠિન પાણીને નરમ બનાવવાની પદ્ધતિ અને સિદ્ધાંતની ચર્ચા કરો.
ઉત્તર:
(iii) આયન વિનિમય પદ્ધતિ : આ પદ્ધતિને ઝીઓલાઇટ પરમ્યૂટિટ પદ્ધતિ પણ કહે છે. જળયુક્ત સોડિયમ ઍલ્યુમિનિયમ સિલિકેટને ઝીઓલાઇટ પરમ્યૂટિટ તરીકે ઓળખવામાં આવે છે.
- સોડિયમ ઍલ્યુમિનિયમ સિલિકેટને (NaAlSiO4) NaZ તરીકે લેવામાં આવે છે, જ્યારે આ પદાર્થને કઠિન પાણીમાં ઉમેરવામાં આવે છે. ત્યારે વિસ્થાપન પ્રક્રિયા થાય છે.
2NaZ(s) + M2+(aq) → MZ2(s) + 2Na+(aq) (M = Mg, Ca) - પરમ્યૂટિટ ઝીઓલાઇટમાંથી બધો સોડિયમ વપરાઈ જાય છે ત્યારે તે બિનકાર્યક્ષમ બને છે, પરંતુ તેનો જલીય સોડિયમ ક્લોરાઇડના દ્રાવણ દ્વારા ઉપચાર કરવામાં આવે તો તે પુનર્જીવિત બની શકે છે.
MZ2(s) + 2NaCl(aq) → 2NaZ(s) + MCl2(aq)
(iv) સાંશ્લેષિત રેઝિન પદ્ધતિ : પ્રવર્તમાન સમયમાં કઠિન પાણીને નરમ બનાવવા માટે સાંશ્લેષિત ધન આયન વિનિમયકર્તાનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ ઝિઓલાઇટ પદ્ધતિ કરતાં વધુ અસરકારક છે.
- ધન આયન વિનિમય રેઝિન – SO3H સમૂહ ધરાવતો મોટો ધન કાર્બનિક અણુ છે; જે પાણીમાં અદ્રાવ્ય હોય છે. ધન આયન વિનિમય રેઝિનને (RSO3H) સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી (RNa) માં ફેરવવામાં આવે છે.
- કઠિન પાણીને આ રેઝિન (RNa) માંથી પસાર કરતાં કઠિન પાણીમાં રહેલા Ca2+, Mg2+ અને Na+ આયનો દ્વારા વિનિમય પામે છે એટલે કે Ca2+ અને Mg2+ રેઝિન સાથે સંયોજાયેલા રહે છે. આમ, કઠિન પાણીમાંથી Mg2+ અને Ca2+ આયનો દૂર કરવાથી પાણી નરમ બને છે.
2RNa(s) + M2+(aq) → R2M(s) + 2Na+(aq) - આ રેઝિનને જલીય સોડિયમ ક્લોરાઇડના દ્રાવણની મદદથી પુન:કાર્યક્ષમ બનાવી શકાય છે.
- કઠિન પાણીને ક્રમાનુસાર ધનાયન વિનિમય રેઝિન (H+ સ્વરૂપમાં) અને ઋણાયન વિનિમય રેઝિનમાંથી (OH– સ્વરૂપમાં) પસાર કરવાથી પાણીમાં રહેલા બધાં દ્રાવ્ય ખનિજ ક્ષારો દૂર થઈ શુદ્ધ વિખનિજિત પાણી અથવા વિઆયનીકૃત પાણી મળે છે.
2RH(s) + M2+(aq) → MR2(s) + 2H+(aq) - ધનાયન વિનિમય પદ્ધતિમાં H+ આયનનો વિનિમય પાણીમાં રહેલા Na+, Ca2+, Mg2+ અને અન્ય ધનાયનો દ્વારા થાય છે.
- આમ, આ પદ્ધતિમાં પ્રોટોન મુક્ત થાય છે તેથી પાણી ઍસિડિક બને છે.
- ઋણાયન વિનિમય પદ્ધતિમાં :
RNH2(s) + H2O(l) \(\rightleftharpoons \mathrm{RNH}_3^{+} \cdot \mathrm{OH}_{(\mathrm{s})}^{-}\)
\(\mathrm{RNH}_3^{+} \cdot \mathrm{OH}_{(\mathrm{s})}^{-}+\mathrm{X}_{(\mathrm{aq})}^{-} \rightleftharpoons \mathrm{RNH}_3^{+} \cdot \mathrm{X}_{(\mathrm{s})}^{-}+\mathrm{OH}_{(\mathrm{aq})}^{-}\) - OH– આયનનો વિનિમય પાણીમાં રહેલા Cl–, \(\mathrm{HCO}_3^{-}\), \(\mathrm{SO}_4^{2-}\) વગેરે ઋણાયનો દ્વારા થાય છે. આ રીતે ઉત્પન્ન થયેલો OH– ધનાયન વિનિમયથી ઉત્પન્ન થયેલા H+ સાથે પ્રક્રિયા કરી પાણીને તટસ્થ બનાવે છે.
\(\mathrm{H}_{(\mathrm{aq})}^{+}+\mathrm{OH}_{(\mathrm{aq})}^{-}\) → H2O(l) - આમ બિનકાર્યક્ષમ બનેલા ધનાયન અને ઋણાયન વિનિમય રેઝિનને અનુક્રમે મંદ ઍસિડ અને મંદ આલ્કલીના દ્રાવણની મદદથી પુનઃકાર્યક્ષમ બનાવી શકાય છે.
પ્રશ્ન 10.
હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ લખો.
ઉત્તર:
(i) બેરિયમ પેરૉક્સાઇડને ઍસિડિક બનાવી તથા પાણીના વધારાના જથ્થાનું નીચા દબાણે બાષ્પીભવન કરી હાઇડ્રોજન પેરૉક્સાઇડ મેળવી શકાય છે.
BaO2 · 8H2O(s) + H2SO4(aq) → BaSO4(s) + H2O2(aq) + 8H2O(l)
(ii) ઊંચી વિદ્યુતપ્રવાહ ઘનતાએ ઍસિડિક સલ્ફેટ દ્રાવણનું વિદ્યુતવિઘટનીય ઑક્સિડેશન થઈ પેરૉક્સોડાયસલ્ફેટ મળે છે, જેનું જળવિભાજન થઈ હાઇડ્રોજન પેરૉક્સાઇડ મળે છે.
પ્રયોગશાળામાં D2O2 ની બનાવટ માટે આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે.
K2S2O8(s) + 2D2O(l) → 2KDSO4(aq) + D2O2(l)
(iii) ઔદ્યોગિક રીતે હાઇડ્રોજન પેરૉક્સાઇડ 2-આલ્કાઇલ એન્થ્રાક્વીનોલના સ્વનિયંત્રિત ઑક્સિડેશન દ્વારા બને છે.
- આ કિસ્સામાં 1% H2O2 બને છે, તેને પાણી સાથે નિષ્કર્ષિત કરવામાં આવે છે. ત્યારબાદ તેને નીચા દબાણે નિસ્યંદન દ્વારા 30% (દળ પ્રમાણે) સુધી સાંદ્ર બનાવવામાં આવે છે.
- તેને નીચા દબાણે નિસ્યંદન દ્વારા વધુ કાળજીપૂર્વક 85% સુધી સાંદ્ર બનાવી શકાય છે. બાકીના પાણીને બરફ બનાવીને શુદ્ધ H2O2 મેળવી શકાય છે.
પ્રશ્ન 11.
હાઇડ્રોજન પેરોક્સાઇડના ભૌતિક ગુણધર્મો જણાવો.
ઉત્તર:
- હાઇડ્રોજન પેરૉક્સાઇડ શુદ્ધ સ્વરૂપે રંગવિહીન (અતિ આછો વાદળી) પ્રવાહી છે.
- H2O2 દરેક પ્રમાણમાં પાણી સાથે મિશ્રિત થઈ શકે છે અને જળયુક્ત H2O2 · H2O (ગલનબિંદુ 221 K) બનાવે છે.
- H2O2 નું 30 % વાળું દ્રાવણ બજારમાં ‘100 કદ’ તરીકે વેચાય છે. તેનો અર્થ એ થાય કે 30% H2O2 વાળા દ્રાવણનું 1 મિલિલિટર જેટલું કદ STP એ 100 V જેટલો ઑક્સિજન આપે છે. વ્યાપારિક ધોરણે જે 10 V તરીકે વેચાય છે તે 3 % H2O2 સાંદ્રતા ધરાવે છે.
હાઇડ્રોજન પેરૉક્સાઇડના ભૌતિક ગુણધર્મો
ગલનબિંદુ / K | 272.4 |
ઘનતા (298 K તાપમાને પ્રવાહી) / g cm-3 | 1.44 |
ઉત્કલનબિંદુ (અનુમાનિત) / K | 423 |
સ્નિગ્ધતા (290 K) / centipoise | 1.25 |
બાષ્પદબાણ (298 K) / mm Hg | 1.9 |
ડાયઇલેક્ટ્રિક અચળાંક (298 K) / C2 / Nm2 | 70.7 |
ઘનતા (268.5 K તાપમાને ઘન) g cm-3 | 1.64 |
વિદ્યુતવાહકતા (298 K) / Ω-1 cm-1 | 5.1 × 10-8 |
પ્રશ્ન 12.
હાઇડ્રોજન પેરોક્સાઇડનું બંધારણ લખો.
ઉત્તર:
હાઇડ્રોજન પેરૉક્સાઇડ અસમતલીય બંધારણ ધરાવે છે.
(a) વાયુ અવસ્થામાં H2O2 નું બંધારણ, દ્વિતલ ખૂણો 111.5° છે.
(b) ધન અવસ્થામાં H2O2 નું બંધારણ, દ્વિતલ ખૂણો 90.2° છે.
પ્રશ્ન 13.
H2O2 નો સંગ્રહ કઈ રીતે કરી શકાય ?
ઉત્તર:
- H2O2 પ્રકાશના સંપર્કમાં આવતા ધીરે ધીરે વિઘટન પામે છે.
2H2O2(l) → 2H2O(l) + O2(g) - ધાતુની સપાટી અથવા અલ્પમાત્રામાં રહેલા બેઇઝ (કાચના પાત્રમાં રહેલા) ઉપરની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. તેથી તેને મીણનું સ્તર ચઢાવેલ કાચ કે પ્લાસ્ટિકના પાત્રમાં અંધારામાં રાખવામાં આવે છે.
- યુરિયાને તેમાં સ્થાયીકારક તરીકે ઉમેરવામાં આવે છે. તેને ધૂળના કણોથી દૂર રાખવામાં આવે છે. કારણ કે ધૂળ હાઇડ્રોજન પેરૉક્સાઇડના વિસ્ફોટકીય વિઘટનને પ્રેરિત કરે છે.
પ્રશ્ન 14.
ઇંધણ તરીકે ડાયહાઇડ્રોજનની ઉપયોગિતા જણાવો.
ઉત્તર:
- ડાયહાઇડ્રોજન દહન દરમિયાન અધિક માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. ડાયહાઇડ્રોજન તેને સમાન દ્રવ્યમાનવાળા પેટ્રોલ કરતાં (ત્રણ ગણું) વધારે ઊર્જા મુક્ત કરી શકે છે.
- તે ઉપરાંત ડાયહાઇડ્રોજનના દહન દરમિયાન ઉત્પન્ન થતા પ્રદૂષકો કરતાં ઓછું હોય છે.
- ડાયહાઇડ્રોજન દ્વારા ઉત્પન્ન થતા પ્રદૂષકમાં માત્ર ડાયનાઇટ્રોજનના ઑક્સાઇડ જ હોય છે. (ડાયહાઇડ્રોજનની સાથે ડાયનાઇટ્રોજનની અશુદ્ધિઓ રહેલી હોય છે.)
- ડાયહાઇડ્રોજન વાયુના પાત્રનું વજન સમાન જથ્થામાં ઊર્જા પ્રાપ્ત થાય તેટલા પ્રમાણમાં પેટ્રોલની ટાંકીના વજન કરતાં 30 ગણું વધારે હોય છે.
- ડાયહાઇડ્રોજન વાયુ 20 K તાપમાને ઠંડો પડી પ્રવાહીમાં રૂપાંતર પામે છે.
- NaNi5, Ti – TiH2, Mg – MgH2 વગેરે જેવી મિશ્ર ધાતુઓની બનેલી ટાંકીઓનો ઉપયોગ ડાયહાઇડ્રોજનના ઓછા જથ્થાને સંગ્રહ કરવામાં થાય છે.
- હાઇડ્રોજન અર્થવ્યવસ્થાનો મૂળ સિદ્ધાંત પ્રવાહી અથવા વાયુ સ્વરૂપના ડાયહાઇડ્રોજન સ્વરૂપની ઊર્જાનું પરિવહન અને સંગ્રહ છે.
- હાઇડ્રોજન અર્થવ્યવસ્થાનો ફાયદો એ છે કે ઊર્જાનું સંચરણ વિદ્યુતઊર્જાના સ્વરૂપે નહીં પણ ડાયહાઇડ્રોજન સ્વરૂપે થાય છે.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
ટૂંકમાં ઉત્તર આપો.
પ્રશ્ન 1.
કયા વિભાગનાં તત્ત્વો આંતરાલીય હાઈડ્રાઈડ સંયોજનો બનાવે છે ?
ઉત્તર:
d-વિભાગના તેમજ f-વિભાગનાં ધાતુ તત્ત્વો આંતરાલીય હાઈડ્રાઈડ સંયોજનો બનાવે છે.
પ્રશ્ન 2.
“કાલગૉન” કોને કહે છે ? તેનું અણુસૂત્ર જણાવો.
ઉત્તર:
સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ જેને વ્યાપારિક રીતે “કાલગૉન” કહેવામાં આવે છે. તેનું અણુસૂત્ર Na6P6O18 છે.
પ્રશ્ન 3.
નીચેની પ્રક્રિયામાં કોણ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે ?
2H2O(l) + 2Na(s) → 2NaOH(aq) + H2(g)
ઉત્તર:
H2O માંના H+ નું રિડક્શન થઈને H2 ઉત્પન્ન થાય છે. આથી તે ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.
પ્રશ્ન 4.
કલાર્ક પદ્ધતિમાં કયા સંયોજનના ઉપયોગથી પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરી શકાય છે ?
ઉત્તર:
કલાર્ક પદ્ધતિમાં ચૂનાનું પાણી (Ca(OH)2) ના સંયોજનના ઉપયોગથી પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરી શકાય છે.
પ્રશ્ન 5.
કેલ્શિયમ કાર્બાઈડની ભારે પાણી સાથેની પ્રક્રિયાથી શું મળશે ? તેની રાસાયણિક પ્રક્રિયા દર્શાવો.
ઉત્તર:
CaC2 + 2D2O → Ca(OD)2 + C2D2
પ્રશ્ન 6.
પાણીના અણુમાં બંધકોણ અને સંકરણનો પ્રકાર લખો.
ઉત્તર:
પાણીના અણુમાં H – O – H બંધકોણ 104.5° છે તથા તેમાં ઑક્સિજન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે.
પ્રશ્ન 7.
H2O નું ઉત્કલનબિંદુ H2S કરતાં શા માટે ઊંચું છે ?
ઉત્તર:
H2Oનું ઉત્કલનબિંદુ H2S કરતાં ઊંચું છે, કારણ કે તે પાણીમાં રહેલા હાઇડ્રોજન બંધને આભારી છે.
પ્રશ્ન 8.
ટ્રિટિયમનો અર્ધઆયુષ્ય સમય કેટલો છે ?
ઉત્તર:
ટ્રિટિયમનો અર્ધઆયુષ્ય સમય 12.33 વર્ષ છે.
પ્રશ્ન 9.
બરફના સ્ફટિકમય સ્વરૂપનું શેના દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે ?
ઉત્તર:
બરફના સ્ફટિકમય સ્વરૂપનું X-કિરણો દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે.
પ્રશ્ન 10.
હાઇડ્રોજનના સમસ્થાનિકો કેટલા છે ? તેમનાં નામ જણાવો.
ઉત્તર:
હાઇડ્રોજનના સમસ્થાનિકો ત્રણ છે :
- પ્રોટિયમ (\({ }_1^1 \mathrm{H}\)),
- ડ્યુટેરિયમ (\({ }_1^2 \mathrm{H}\) અથવા D) અને
- ટ્રિટિયમ (\({ }_1^3 \mathrm{H}\) અથવા T)
પ્રશ્ન 11.
હાઇડ્રોજન કયા તત્ત્વોની જેમ સ્થાયી દ્વિપરમાણ્વીય અણુ બનાવે છે ?
ઉત્તર:
હાઇડ્રોજન હેલોજન તત્ત્વોની જેમ સ્થાયી દ્વિપરમાણ્વીય અણુ બનાવે છે.
પ્રશ્ન 12.
સમીકરણ પૂર્ણ કરો : 8 LiH + Al2Cl6 → (?)
ઉત્તર:
8 LiH + Al2Cl6 → 2 LiAlH4 + 6 LiCl.
પ્રશ્ન 13.
I2 ની H2O2 સાથે બેઝિક માધ્યમમાં થતી પ્રક્રિયા વર્ણવો.
ઉત્તર:
I2(s) + H2O2(aq) + 2OH(aq)– → 2I(aq)– + 2H2O(l) + O2(g)
પ્રશ્ન 14.
સૌથી વધુ હાઇડ્રોજનનું ઉત્પાદન શેમાંથી થાય છે ?
ઉત્તર:
સૌથી વધુ હાઇડ્રોજનનું ઉત્પાદન પેટ્રોકેમિકલ્સમાંથી થાય છે.
પ્રશ્ન 15.
હાઇડ્રોજનનો કયો સમસ્થાનિક β-કણોનું ઉત્સર્જન કરે છે ?
ઉત્તર:
હાઇડ્રોજનનો ટ્રિટિયમ સમસ્થાનિક β-કણોનું ઉત્સર્જન કરે છે.
પ્રશ્ન 16.
HO3 SOOSO3 H(aq) 2H2SO4 + x નીપજ x કઈ હશે ?
ઉત્તર:
નીપજ તરીકે H2O2 હશે.
પ્રશ્ન 17.
કયું તત્ત્વ એક e– મેળવી ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે ?
ઉત્તર:
હાઇડ્રોજન તત્ત્વ એક e– મેળવી ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે.
પ્રશ્ન 18.
જળવાયુનો ઉપયોગ કયા પદાર્થના સંશ્લેષણમાં થાય છે ?
ઉત્તર:
જળવાયુનો ઉપયોગ CH3OH (મિથેનોલ) પદાર્થના સંશ્લેષણમાં થાય છે.
પ્રશ્ન 19.
H2O2 ના ઘન સ્વરૂપમાં − O – O – H બંધકોણ કેટલો છે ?
ઉત્તર:
H2O2 ના ઘન સ્વરૂપમાં – O – O – H બંધકોણ 101.9° છે.
પ્રશ્ન 20.
હેલોજનની ડાયહાઇડ્રોજન પ્રત્યેની સક્રિયતાનો સાચો ઊતરતો ક્રમ જણાવો.
ઉત્તર:
F2 > Cl2 > Br2 > I2
પ્રશ્ન 21.
પાણીની ઘનતા બરફની ઘનતા કરતાં વધારે છે, કારણ આપો.
ઉત્તર:
પાણીની ઘનતા બરફની ઘનતા કરતાં વધારે છે, કારણ કે પાણીમાં હાઇડ્રોજન-બંધ રચાયેલો હોય છે.
પ્રશ્ન 22.
કયાં આયનોની જોડ પાણીની કઠિનતા માટે જવાબદાર છે ?
ઉત્તર:
Ca2+ અને Mg2+ જેવાં આયનોની જોડ પાણીની કઠિનતા માટે જવાબદાર છે.
પ્રશ્ન 23.
કપડાં ધોવા માટે કઠિન પાણી યોગ્ય નથી, તેનું કારણ આપો.
ઉત્તર:
કપડાં ધોવા માટે કઠિન પાણી યોગ્ય નથી, કારણ કે કઠિન પાણી સાબુ સાથે અવક્ષેપ ઉત્પન્ન કરે છે.
ખાલી જગ્યા પૂરો.
(1) H2O2 જીવાણુનાશી તરીકે વપરાય છે, ત્યારે બજારમાં ………………….. તરીકે ઓળખાય છે.
ઉત્તર:
પરહાઇડ્રોલ
(2) ઘન આયન વિનિમયક રેઝીન ……………………. સમૂહ ધરાવતો કાર્બનિક અણુ છે.
ઉત્તર:
SO3H
(3) H+ અને સામાન્ય આયનોના પરમાણ્વીય કદમાં ત્રિજ્યા અનુક્રમે ………………… pm અને ………………… pm છે.
ઉત્તર:
1.5 × 10-3 pm, 50 – 200 pm
(4) ………………… સમૂહનાં તત્વો ક્ષારીય હાઈડ્રાઈડ આપે છે.
ઉત્તર:
5 સમૂહનાં
(5) છઠ્ઠા સમૂહનું માત્ર ………………….. તત્ત્વ હાઈડ્રાઈડ બનાવે છે.
ઉત્તર:
Cr
(6) ન્યુક્લિયર રિઍક્ટરમાં મૉડરેટર તરીકે ……………….. વપરાય છે.
ઉત્તર:
D2O
(7) બરફમાં …………………… બંધને લીધે ત્રિ-પરિમાણીય રચના સર્જાય છે.
ઉત્તર:
હાઇડ્રોજન
(8) 2-ઈશાઈલ એન્શાવીનોલમાંથી H2O2 મેળવવા ………………………. પદ્ધતિ ઉપયોગી છે.
ઉત્તર:
ઓક્સિડેસન
(9) બરફના સ્ફટિકમાં ઑક્સિજન પરમાણુ ચાર હાઇડ્રોજન પરમાણુઓથી ………………….. ના અંતરે આવેલા છે.
ઉત્તર:
276 pm
(10) ટ્રિટિયમ અને પ્રોટિયમમાં તેના પરમાણુઓનું સાપેક્ષ પ્રમાણ ………………….. હોય છે.
ઉત્તર:
1 : 1018
નીચેનાં વિધાનો સાચાં છે કે ખોટાં ?
(1) સમૂહ 7, 8 અને 9 ની ધાતુઓ બિનતત્ત્વ યોગમિતીય હાઈડ્રાઈડ બનાવે છે.
ઉત્તર:
ખોટું વિધાન
(2) હાઈડ્રોકાર્બનને 1270K તાપમાને HO ની બાપ સાથે Fe ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતાં શુદ્ધ ડાયહાઇડ્રોજન મળે છે.
ઉત્તર:
ખોટું વિધાન
(3) હાઇડ્રોજન પરમાણુ આલ્કલી ધાતુની સરખામણીમાં તેની આયનીકરણ-ઊર્જા ઘણી વધારે છે.
ઉત્તર:
સાચું વિધાન
(4) હાઇડ્રોજનના કેટલાક રાસાયણિક ગુણધર્મો ધાતુ અને અધાતુ જેવા છે, ઉપરનું વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો.
ઉત્તર:
સાચું વિધાન
(5) f-વિભાગનાં ધાતુ અને અધાતુ તત્ત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈ આણ્વીય હાઈડ્રાઈડ આપે છે. ઉપરોક્ત વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો.
ઉત્તર:
ખોટું વિધાન
(6) ડાયહાઇડ્રોજન સામાન્ય તાપમાને ડાયઑક્સિજન સાથે વિસ્ફોટક પ્રક્રિયા કરે છે.
ઉત્તર:
સાચું વિધાન
જોડકાં જોડો
પ્રશ્ન 1.
વિભાગ-A અને વિભાગ-B માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જોડકાં બનાવો.
વિભાગ-A | વિભાગ-B |
(1) H2O2 | (p) મૉડરેટર તરીકે |
(2) D2O | (q) બળતણ તરીકે |
(3) પ્રવાહી H2 | (r) કઠિન પાણીને નરમ બનાવવા માટે |
(4) ઝિઓલાઈટ | (s) જીવાણુનાશી તરીકે |
ઉત્તર:
(1 → s), (2 → p), (3 → q), (4 → r)
વિભાગ-A | વિભાગ-B |
(1) H2O2 | (s) જીવાણુનાશી તરીકે |
(2) D2O | (p) મૉડરેટર તરીકે |
(3) પ્રવાહી H2 | (q) બળતણ તરીકે |
(4) ઝિઓલાઈટ | (r) કઠિન પાણીને નરમ બનાવવા માટે |
પ્રશ્ન 2.
વિભાગ-A અને વિભાગ-B માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી એ જોડકાં બનાવો.
વિભાગ-A | વિભાગ-B |
(1) કાલગોન | (a) D2O |
(2) પરહાઈડ્રલ | (b) ઝિઓલાઈટ |
(3) ભારે પાણી | (c) સોડિયમ મેટાહેક્ઝાફૉસ્ફેટ |
(4) ઍલ્યુમિનો સિલિકેટ | (d) હાઇડ્રોજન-પેરોક્સાઈડનું વ્યાપારી નામ |
ઉત્તર:
(1 → c), (2 → d), (3 → a), (4 → b)
વિભાગ-A | વિભાગ-B |
(1) કાલગોન | (c) સોડિયમ મેટાહેક્ઝાફૉસ્ફેટ |
(2) પરહાઈડ્રલ | (d) હાઇડ્રોજન-પેરોક્સાઈડનું વ્યાપારી નામ |
(3) ભારે પાણી | (a) D2O |
(4) ઍલ્યુમિનો સિલિકેટ | (b) ઝિઓલાઈટ |
પ્રશ્ન 3.
વિભાગ-A અને વિભાગ-B માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જોડકાં બનાવો.
વિભાગ-A | વિભાગ-B |
(1) આયનીય હાઈડ્રાઈડ | (p) BeH2 |
(2) આંતરઆણ્વીય હાઈડ્રાઈડ | (q) TiH |
(3) ઈલેક્ટ્રૉન પરિશુદ્ધ હાઈડ્રાઈડ | (r) CH4 |
(4) ઈલેક્ટ્રૉન ધનિક હાઈડ્રાઈડ | (s) H2O |
(t) B2H6 |
ઉત્તર:
(1 → p), (2 → t), (3 → r), (4 → s)
વિભાગ-A | વિભાગ-B |
(1) આયનીય હાઈડ્રાઈડ | (p) BeH2 |
(2) આંતરઆણ્વીય હાઈડ્રાઈડ | (t) B2H6 |
(3) ઈલેક્ટ્રૉન પરિશુદ્ધ હાઈડ્રાઈડ | (r) CH4 |
(4) ઈલેક્ટ્રૉન ધનિક હાઈડ્રાઈડ | (s) H2O |
પ્રશ્ન 4.
વિભાગ-A સાથે વિભાગ-B ને સાંકળતા સાચાં જવાબ માટેનો વિકલ્પ પસંદ કરો :
વિભાગ-A | વિભાગ-B |
(1) VH | (a) આયનીય હાઈડ્રાઈડ |
(2) HF | (b) ધાત્વીય હાઈડ્રાઈડ |
(3) મેગ્નેશિયમ હાઈડ્રાઈડ | (c) ઈલેક્ટ્રૉન ઊણપવાળા હાઈડ્રાઈડ |
(4) B2H6 | (d) આણ્વીય- હાઈડ્રાઈડ |
ઉત્તર:
(1 → b), (2 → d), (3 → a), (4 → c)
વિભાગ-A | વિભાગ-B |
(1) VH | (b) ધાત્વીય હાઈડ્રાઈડ |
(2) HF | (d) આણ્વીય- હાઈડ્રાઈડ |
(3) મેગ્નેશિયમ હાઈડ્રાઈડ | (a) આયનીય હાઈડ્રાઈડ |
(4) B2H6 | (c) ઈલેક્ટ્રૉન ઊણપવાળા હાઈડ્રાઈડ |
વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નો
(A) વિધાન અને કારણ બન્ને સાચાં છે અને કારણ વિધાનની યોગ્ય સમજૂતી આપે છે.
(B) વિધાન અને કારણ બને સાચાં છે, પણ કારણ તે વિધાનની સાચી સમજૂતી નથી.
(C) વિધાન સાચું છે પણ કારણ ખોટું છે.
(D) વિધાન અને કારણ બન્ને ખોટાં છે.
પ્રશ્ન 1.
વિધાન : હાઇડ્રોજન પરમાણુ એ ઇલેક્ટ્રૉનની આપ-લે અથવા ભાગીદારી દ્વારા બીજાં તત્ત્વોના પરમાણુ સાથે જોડાઈ શકે છે.
કારણ : હાઇડ્રોજન એ બીજા તત્ત્વોના પરમાણુ સાથે વિધુતસંયોજક અથવા સહસંયોજક બંધ રચી શકે છે.
જવાબ
(A) વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ વિધાનની યોગ્ય સમજૂતી આપે છે.
પ્રશ્ન 2.
વિધાન : H2 એ ઘણા કાર્બનિક સંયોજન સાથે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી પ્રબળ રિડકશનકર્તા તરીકે વર્તી હાઈડ્રોજીનેટેડ નીપજ આપે છે.
કારણ : CH2 = CH2 + H2 \(\underset{390 \mathrm{~K}}{\stackrel{[\mathrm{Ni}]}{\longrightarrow}}\) CH3 – CH3
જવાબ
(A) વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ વિધાનની યોગ્ય સમજૂતી આપે છે.
પ્રશ્ન 3.
વિધાન : ધાત્વીય હાઇડ્રાઇડમાં ધાતુના આંતરાલીય સ્થાનમાં હાઇડ્રોજન શોષાય છે, તે વખતે તેના બંધના પ્રકારમાં ફેરબદલી થતી નથી.
કારણ : ધાત્વીય હાઇડ્રાઇડને આંતરાલીય હાઇડ્રાઈડ કહે છે,
જવાબ (B) વિધાન અને કારણ બંને સાચાં છે, પણ કારણ તે વિધાનની સાચી સમજૂતી નથી.
પ્રશ્ન 4.
વિધાન : ક્ષારીય હાઇડ્રાઈડ પાણી સાથે તીવ્ર પ્રક્રિયા દ્વારા H2 મુક્ત કરે છે.
કારણ : સમૂહ 6, 7, 8, 9 ની ધાતુઓ હાઇડ્રાઇડ બનાવી શક્તી નથી.
જવાબ
(C) વિધાન સાચું છે, પણ કારણ ખોટું છે.
પ્રશ્ન 5.
વિધાન : H2O એ H2S, H2Se અને H2Se અને Se કરતાં ઊંચા ગલનબિંદુ અને ઉત્લનબિંદુ ધરાવે છે.
કારણ : H2O એ હાઇડ્રોજનબંધ ધરાવે છે.
જવાબ
(A) વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ વિધાનની યોગ્ય સમજૂતી આપે છે.