GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Gujarat Board GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન Important Questions and Answers.

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
પર્યાવરણીય પ્રદૂષણ વિશે ટૂંકો પરિચય આપો.
ઉત્તર:

  • આપણી આસપાસના અનિચ્છનીય ફેરફારોને કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે, જે વનસ્પતિઓ, પ્રાણીઓ અને મનુષ્યો માટે હાનિકારક છે.
  • જે પદાર્થ પ્રદૂષણ ફેલાવે છે તેને પ્રદૂષક કહે છે. આ પ્રદૂષકો, ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય છે. કુદરતસર્જિત અથવા માનવસર્જિત પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણમાં પ્રદૂષકોનું પ્રમાણ વધતું જાય છે.
  • કેટલાક પ્રદૂષકોનું વિઘટન થઈ શકે છે જેવા કે, શાકભાજીનો કચરો. પરંતુ કેટલાક પ્રદૂષકો ખૂબ જ ધીમું વિઘટન પામે છે, જેથી તે કોઈ પણ પ્રકારનો ફેરફાર પામ્યા વિના દશકાઓ સુધી પર્યાવરણમાં મૂળ અવસ્થામાં જ રહે છે. જેવા કે, પ્લાસ્ટિક પદાર્થો, ભારે ધાતુઓ, રેડિયોસક્રિય કચરો, DDT તથા અન્ય રસાયણો.
  • આવા પદાર્થો જો એક વાર પર્યાવરણમાં દાખલ થાય ત્યારબાદ તેમને દૂર કરવા મુશ્કેલ છે. આ પદાર્થોનું કુદરતી રીતે વિઘટન થતું ન હોવાથી તેઓ જીવસૃષ્ટિ માટે હાનિકારક છે.
  • પર્યાવરણીય પ્રદૂષણમાં પ્રદૂષક વિભિન્ન સ્રોતમાંથી ઉત્પન્ન થાય છે. તેઓ હવા દ્વારા, પાણી દ્વારા અથવા જમીનમાં દાટવાથી વહન પામે છે.

પ્રશ્ન 2.
વાતાવરણમાં આવેલા જુદા જુદા આવરણની માહિતી આપો અને તેમાં રહેલા ઘટકોની સમજૂતી આપો.
ઉત્તર:

  • પૃથ્વીની આસપાસ રહેલા વાતાવરણના સ્તરની જાડાઈ બધી ઊંચાઈએ સમાન હોતી નથી. એટલે કે, હવાના જુદા જુદા સંકેન્દ્રિ સ્તર જોવા મળે છે. આ દરેક સ્તર જુદી જુદી ઘનતા ધરાવે છે.
  • વાતાવરણનો નીચેનો વિસ્તાર જ્યાં માનવ સહિતની સમગ્ર જીવસૃષ્ટિ વસે છે તેને ક્ષોભ-આવરણ (Troposphere) કહે છે. તે દરિયાની સપાટીથી લગભગ 10 km ની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે.
  • ક્ષોભ-આવરણમાં ધૂળના રજકણો, વધુ પ્રમાણમાં પાણીની બાષ્પ અને વાદળો આવેલા હોય છે. આ ક્ષેત્રમાં હવાના પ્રબળ પ્રવાહ અને વાદળોનું નિર્માણ થાય છે.
  • દરિયાની સપાટીથી 10 km થી 50 kmની વચ્ચેના વિસ્તારને સમતાપ આવરણ (Stratosphere) કહે છે.
  • સમતાપ આવરણમાં ડાયનાઇટ્રોજન, ડાયઑક્સિજન, ઓઝોન અને થોડા પ્રમાણમાં પાણીની બાષ્પ હોય છે.
  • સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોનાં 99.5% ભાગને સમતાપ આવરણમાં રહેલો ઓઝોન પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે અને તેની અસરોથી માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરે છે.

પ્રશ્ન 3.
ક્ષોભ-આવરણમાં જોવા મળતા પ્રદૂષકોના નામ આપો.
ઉત્તર:
હવામાં રહેલા અનિચ્છનીય ઘન અથવા વાયુમય કણોને કારણે ક્ષોભ-આવરણીય પ્રદૂષણ થાય છે. ક્ષોભ-આવરણમાં રહેલા મુખ્યત્વે વાયુમય અને રજકણ સ્વરૂપના પ્રદૂષકો નીચે મુજબ છે :

  1. વાયુમય હવા પ્રદૂષકો : સલ્ફર, નાઇટ્રોજન અને કાર્બનનો ઑક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, હાઇડ્રોકાર્બન, ઓઝોન અને અન્ય ઑક્સિડેશનકર્તાઓ.
  2. રજકણ સ્વરૂપના પ્રદૂષકો : ધૂળ, ધુમ્મસ, ધૂમ, ધુમાડો, ધૂમ્રધુમ્મસ વગેરે.

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 4.
સલ્ફરનાં ઑક્સાઇડ સંયોજનો વડે થતું ક્ષોભ-આવરણીય પ્રદૂષણ સમીકરણ સહિત સમજાવો.
ઉત્તર:

  • સલ્ફરયુક્ત અભિગત બળતણનું દહન થઈને સલ્ફરના ઑક્સાઇડ સંયોજનો ઉત્પન્ન થાય છે.
  • સલ્ફર ડાયૉક્સાઇડ સામાન્ય વાયુમય સ્પિસીઝ છે, જે જીવસૃષ્ટિ (પ્રાણી તેમજ વનસ્પતિ) માટે ઝેરી છે. સલ્ફર ડાયૉક્સાઇડના ઓછા પ્રમાણની હાજરીથી મનુષ્યમાં શ્વસનતંત્રને લગતા રોગો જેવા કે દમ, શ્વાસનળીમાં સોજો અને બળતરા વગેરે થાય છે.
  • તેના કારણે આંખમાં બળતરા થવી, લાલ થવી અને આંખમાંથી પાણી નીકળવું વગેરે તકલીફો પણ થાય છે.
  • સલ્ફર ડાયૉક્સાઇડના વધુ પ્રમાણથી ફૂલની કળી કડક થઈ છોડ પરથી ખરી પડે છે.
  • ઉદ્દીપક વગર સલ્ફર ડાયૉક્સાઇડનું ઑક્સિડેશન ધીમું થાય છે. પરંતુ પ્રદૂષિત હવામાંના રજકણો ઉદ્દીપક તરીકે વર્તી સલ્ફર ડાયૉક્સાઇડનું સલ્ફર ટ્રાયૉક્સાઇડમાં રૂપાંતર કરે છે.
    2SO2(g) + O2(g) → 2SO3(g)
  • આ પ્રક્રિયા ઓઝોન અને હાઇડ્રોજન પેરૉક્સાઇડ દ્વારા પણ થઈ શકે છે.
    SO2(g) + O3(g) → SO3(g)3(g) + O2(g)
    SO2(g) + H2O2(l) → H2SO4(aq)

પ્રશ્ન 5.
નાઇટ્રોજનનાં ઑક્સાઇડ વડે ક્ષોભ-આવરણમાં પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે ?
ઉત્તર:

  • ડાયનાઇટ્રોજન અને ડાયઑક્સિજન હવાના મુખ્ય ઘટકો છે. સામાન્ય તાપમાને આ બંને વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી.
  • ડાયનાઇટ્રોજન અને ડાયઑક્સિજન વાયુઓ જ્યારે વધુ ઊંચાઈએ વીજળીનો ચમકારો થાય ત્યારે એકબીજા સાથે જોડાઈને નાઇટ્રોજન ઑક્સાઇડ (NO2) બનાવે છે.
  • આ નાઇટ્રોજન ઑક્સાઇડ (NO2) નું ઑક્સિડેશન થઈ \(\mathrm{NO}_3^{-}\) બને છે, જે જમીનમાં પ્રવેશી ખાતર તરીકે કામ કરે છે.
  • જ્યારે વાહનોમાં ઊંચા તાપમાને અશ્તિગત બળતણનું દહન થાય છે ત્યારે આ બંને વાયુઓ સંયોજાઈને નાઇટ્રિક ઑક્સાઇડ (NO) અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડ (NO2) ઉત્પન્ન કરે છે.
    N2(g) + O2(g) \(\stackrel{1483 \mathrm{~K}}{\longrightarrow}\) 2NO(g)
  • NO તરત જ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી NO2 બનાવે છે.
    2NO(g) + O2(g) → 2NO2(g)
  • સમતાપ આવરણમાંના નાઇટ્રિક ઑક્સાઇડ સાથે ઓઝોનની પ્રક્રિયાથી NO2 બનવાની પ્રક્રિયાનો વેગ ઝડપી હોય છે.
    NO(g) + O3(g) → NO2(g) + O2(g)
  • નાઇટ્રોજન ઑક્સાઇડને કારણે ગીચતા અને ટ્રાફિકવાળા વિસ્તારોમાં લાલ ધૂંધળું વાતાવરણ સર્જાય છે. NO2 નું વધુ પ્રમાણ વનસ્પતિનાં પર્ણોને નુકસાન પહોંચાડી પ્રકાશસંશ્લેષણની ક્રિયા ધીમી પાડે છે.
  • NO2 ફેફસાં માટે દાહક પદાર્થ છે. તે બાળકોમાં શ્વસનતંત્રના ગંભીર રોગ માટે પણ જવાબદાર છે. તે સજીવ પેશીઓને પણ નુકસાન પહોંચાડે છે.
  • તે ધાતુઓ અને કાપડના રેસાઓને પણ નુકસાન પહોંચાડે છે.

પ્રશ્ન 6.
હાઇડ્રોકાર્બન વડે થતું ક્ષોભ-આવરણનું પ્રદૂષણ ટૂંકમાં સમજાવો.
ઉત્તર:

  • હાઇડ્રોકાર્બન સંયોજનો કાર્બન અને હાઇડ્રોજન પરમાણુના બનેલા હોય છે. તેઓ વાહનોમાં ઈંધણના અપૂર્ણ દહનથી ઉત્પન્ન થાય છે.
  • હાઇડ્રોકાર્બન સંયોજનો કૅન્સરપ્રેરક પદાર્થ છે, એટલે કે તેનાથી કૅન્સર થાય છે. તેઓ છોડની પેશીઓને તોડીને કાલપકવન (ઘડપણ) દ્વારા પર્ણો, ફૂલો અને કાંટા પર આવરણ બનાવીને છોડને નુકસાન પહોંચાડે છે.

પ્રશ્ન 7.
કાર્બનનાં ઑક્સાઇડ વડે ક્ષોભ-આવરણને કેવી રીતે નુકસાન પહોંચે છે ?
અથવા
CO2 અને CO વડે ક્ષોભ આવરણને થતું નુકસાન વર્ણવો.
ઉત્તર:
(i) કાર્બન મોનૉક્સાઇડની અસરઃ

  • કાર્બન મોનૉક્સાઇડ રંગવિહીન, વાસવિહીન, અતિગંભીર હવા પ્રદૂષક છે.
  • તે ઑક્સિજનને રોકવાની ક્ષમતા ધરાવતો હોવાથી સજીવસૃષ્ટિ માટે ભારે હાનિકારક છે.
  • કાર્બનના અપૂર્ણ દહનથી કાર્બન મોનૉક્સાઇડ ઉત્પન્ન થાય છે. તે વાહનોમાંથી નીકળતા ધુમાડાઓમાં વધુ પ્રમાણમાં હોય છે.
  • તે લાકડાં, કોલસા અને પેટ્રોલિયમ જેવા પદાર્થોનું અપૂર્ણ દહનથી પણ ઉત્પન્ન થાય છે.
  • તે રુધિરમાંના હીમોગ્લોબિન સાથે જોડાઈને કાર્બોક્સિ હીમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે, જે ઑક્સિ-હીમોગ્લોબિન કરતાં 300 ગણું વધુ સ્થાયી છે.
  • આપણા રુધિરમાં કાર્બોક્સિહીમોગ્લોબિનનું પ્રમાણ 3 થી 4% જેટલું હોય છે, ત્યારે રુધિરમાં હીમોગ્લોબિનની ઑક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટતી જાય છે. જેના કારણે માથામાં દુખાવો, આંખની નબળાઈ, બેચેની, હૃદય અને રુધિર- વાહિનીઓના કાર્યમાં ખલેલ પહોંચે છે. જેથી લોકોને ધૂમ્રપાન ન કરવાની સલાહ અપાય છે.
  • સગર્ભા સ્ત્રીને ધૂમ્રપાનની આદત હોય તો તેના રુધિરમાં CO નું પ્રમાણ વધી જાય છે. તેના કારણે કસુવાવડ, સ્વયંભૂ ગર્ભપાત અને બાળકમાં વિકૃતિ આવવાની શક્યતા વધી જાય છે.

(ii) કાર્બન ડાયૉક્સાઇડની અસર :

  • વાતાવરણમાં શ્વસન દરમિયાન, ઊર્જા મેળવવા માટે અશ્મિગત બળતણના દહનથી, સિમેન્ટના ઉત્પાદન દરમિયાન ચૂનાના પથ્થરના વિઘટન દ્વારા અને જ્વાળામુખી ફાટી નીકળવાથી કાર્બન ડાયૉક્સાઇડ વાયુ મુક્ત થાય છે.
  • કાર્બન ડાયૉક્સાઇડ વાયુ માત્ર ક્ષોભ-આવરણમાં જ હોય છે. તેનું પ્રમાણ આશરે વાતાવરણના કદના 0.03% જેટલું હોય છે.
  • અશ્મિગત બળતણના વધુ ઉપયોગથી CO2 નું પ્રમાણ વધે છે. જે વધુ પ્રમાણમાં લીલી વનસ્પતિ ઉછેરી ઘટાડી શકાય છે.
  • લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયૉક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઑક્સિજન મુક્ત કરે છે. જેના કારણે વાતાવરણમાં CO2 અને O2 નું પ્રમાણ જળવાઈ રહે છે.
  • જંગલોને કાપવાથી અને વધુ અશ્મિગત બળતણના ઉપયોગથી CO2 નું પ્રમાણ વધે છે. જે વાતાવરણના સમતોલનમાં ખલેલ પહોંચાડે છે. હવામાં CO2 નું વધતું જતું પ્રમાણ ગ્લોબલ વૉર્મિંગ માટે જવાબદાર છે.

પ્રશ્ન 8.
ગ્લોબલ વૉર્મિંગ અને ગ્રીન હાઉસ અસર દ્વારા પર્યાવરણ પર થતી અસરો વિશે નોંધ લખો.
ઉત્તર:

  • સૌર ઊર્જાનો 75% ભાગ પૃથ્વીની સપાટી દ્વારા અવશોષિત થાય છે, જેથી તાપમાનમાં વધારો થાય છે. બાકીની ઉષ્મા વાતાવરણમાં પાછી જાય છે.
  • આ ઉષ્માના કેટલાક ભાગને વાતાવરણના વાયુઓ જેવા કે CO2, મિથેન, ઓઝોન, પાણીની બાષ્પ તથા ક્લોરોફ્લોરોકાર્બન (CFCs) જેવા સંયોજનો જકડી રાખતા હોવાથી વાતાવરણનું તાપમાન વધે છે, જેથી પૃથ્વીનું તાપમાન પણ વધે છે.
  • ઠંડા વિસ્તારોમાં ફૂલો, શાકભાજીઓ અને ફળોને કાચના આવરણમાં ઊગાડવામાં આવે છે, જેને ગ્રીન હાઉસ (હરિતગૃહ) કહે છે.
  • આપણી આસપાસ હવાનું એક આવરણ છે, જેને વાતાવરણ કહે છે. આ વાતાવરણ પૃથ્વીના તાપમાનને અચળ રાખે છે, પરંતુ તેમાં આજકાલ ધીમું પરિવર્તન થઈ રહ્યું છે.
  • વાતાવરણ સૂર્યની ગરમીને પૃથ્વીની સપાટી નજીક જકડી રાખીને પૃથ્વીને ગરમ રાખે છે. આને કુદરતી ગ્રીન હાઉસ અસર કહે છે, જે પૃથ્વીનું તાપમાન જાળવીને જીવસૃષ્ટિ માટે યોગ્ય બનાવે છે.
  • ગ્રીન હાઉસ અસરમાં CO2 ના અણુઓ ઉષ્માને જકડી રાખે છે, કારણ કે તે સૂર્યપ્રકાશ માટે પારદર્શક હોય છે પરંતુ ઉષ્મા વિકિરણો માટે પારદર્શક હોતા નથી. જો CO2 નું પ્રમાણ 0.03% થી વધી જાય તો કુદરતી ગ્રીન હાઉસના સમતોલનમાં ખલેલ પહોંચે છે. જેને લીધે ગ્લોબલ વૉર્મિંગ થાય છે. આમ, CO2 ગ્લોબલ વૉર્મિંગ માટે જવાબદાર છે.
  • CO2 વાયુ સિવાય મિથેન, પાણીની બાષ્પ, નાઇટ્રસ ઑક્સાઇડ, CFCs અને ઓઝોન વગેરે પણ ગ્રીન હાઉસ વાયુઓ છે.
  • વનસ્પતિઓનું ઑક્સિજનની ગેરહાજરીમાં બાળવામાં આવે, વિઘટન કરવામાં આવે તો તે મિથેન વાયુ ઉત્પન્ન કરે છે. ડાંગરના ખેતર, કોલસાની ખાણ, સડેલા કચરાને દાટ્યો હોય તે જગ્યાએથી અને અશ્તિગત બળતણ દ્વારા મિથેન વાયુ ઉત્પન્ન થાય છે.
  • ક્લોરોફ્લોરોકાર્બન (CFCS) માનવસર્જિત ઔદ્યોગિક રસાયણ છે, જે ઍરકન્ડિશનરમાં વપરાય છે. CFCs ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડે છે.
  • નાઇટ્રસ ઑક્સાઇડ વાતાવરણમાં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી અને અશ્મિગત બળતણના દહનથી તેમાં વધારો થાય છે.
  • જો ગ્રીન હાઉસ અસરના સમતોલનમાં ખલેલ ચાલુ રહે તો પૃથ્વીનું સરેરાશ તાપમાન વધશે. જેથી ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળશે અને પૃથ્વીના નીચાણવાળા ભાગોમાં પૂર આવશે. પૃથ્વીના સરેરાશ તાપમાનના વધવાને કારણે ડેન્ગ્યુ, મૅલેરિયા, પીળો તાવ, નિદ્રારોગ વગેરે રોગો ફેલાવવાની શક્યતા વધશે.

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 9.
ગ્લોબલ વૉર્મિંગનો વેગ ઘટાડવા અને તેની અસર ઓછી કરવા આપણે શું કરવું જોઈએ ?
ઉત્તર:
અશ્મિગત બળતણના દહનથી, જંગલો તથા વૃક્ષોને કાપવાથી વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુઓનો ઉમેરો થાય છે. જેથી ગ્લોબલ વૉર્મિંગ સર્જાય છે. જેને અટકાવવાના કેટલાક ઉપાયો નીચે મુજબ છે :

  1. રસાયણો તેમજ અન્ય વસ્તુ જે ગ્લોબલ વૉર્મિંગ માટે જવાબદાર છે તેમનો ક્ષમતાપૂર્વક યોગ્ય ઉપયોગ કરવો. જે વાતાવરણનું તાપમાન ઘટાડે છે.
  2. વાહનોનો ઉપયોગ ઘટાડવો. જેમ કે સાઇકલ, જાહે૨ વાહન વ્યવહારનો ઉપયોગ કરવો અથવા વ્યક્તિગત પ્રવાસના બદલે સહિયારો પ્રવાસ કરવો.
  3. વધુ વૃક્ષો ઉછેરી હિરત આવરણ વધારવું. સૂકાં પાંદડાં કે લાકડાંને બાળવા નહીં.
  4. જાહેર સ્થળોએ ધૂમ્રપાન ન કરવું.
  5. ઘણી વ્યક્તિઓને હજુ ગ્રીન હાઉસ અને ગ્લોબલ વૉર્મિંગ અંગે સમજ નથી તેઓને આ માહિતીથી અવગત કરવા.

પ્રશ્ન 10.
ઍસિડ વર્ષા એટલે શું ? વાતાવરણીય પ્રદૂષકો દ્વારા ઍસિડ વર્ષાનું નિર્માણ સમજાવો.
ઉત્તર:

  • વરસાદી પાણીની pH 5.6ની આસપાસ હોય છે. કારણ કે પાણી વાતાવરણના CO2 સાથે પ્રક્રિયા કરી H+ ઉત્પન્ન કરે છે.
    H2O(l) + CO2(g) \(\rightleftharpoons\) H2CO3(aq)
    H2CO3(aq) \(\rightleftharpoons\) H+(aq)
    HCO3(aq)
  • વરસાદના પાણીની pH 5.6 કરતાં ઓછી હોય તો તેવા વરસાદને ઍસિડ વર્ષા કહે છે.
  • ઍસિડ વર્ષાથી વાતાવરણમાં રહેલો ઍસિડ પૃથ્વીની સપાટી પર જમા થાય છે. ઍસિડ પ્રકૃતિવાળા નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ વાતાવરણના ઘનકણો સાથે હવામાં વહીને જમીન પર શુષ્ક નિક્ષેપન સ્વરૂપે અથવા પાણી, ધુમ્મસ અને હિમમાં ભીના નિક્ષેપન સ્વરૂપે જમા થાય છે.

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન 1

  • સલ્ફર અને નાઇટ્રોજનના ઑક્સાઇડ સંયોજનો ઉત્પન્ન થઈ વાતાવરણમાં ભળે છે. જે ઍસિડ વર્ષા માટે જવાબદાર છે. અશ્મિગત બળતણ કે જે સલ્ફર અને નાઇટ્રોજનજન્ય પદાર્થ ધરાવે છે. જેમ કે, વિદ્યુતમથક, ભઠ્ઠીઓમાં કોલસા કે ઑઈલ તથા વાહનોના એન્જિનમાં પેટ્રોલ અને ડીઝલના દહનથી પણ સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઇટ્રોજનના ઑક્સાઇડ સંયોજનો ઉત્પન્ન થાય છે.
  • આ NO2 અને SO2 ઑક્સિડેશન બાદ પાણી સાથે પ્રક્રિયા કરી ઍસિડ વર્ષાના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રદૂષિત હવામાં રહેલા રજકણો આ ઑક્સિડેશન પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વર્તે છે.
    2SO2(g) + O2(g) + 2H2O(l) → 2H2SO4(aq)
    4NO2(g) + O2(g) + 2H2O(l) → 4HNO3(aq)
  • આમ, એમોનિયમ ક્ષાર ઉત્પન્ન થઈ તે ધૂંધળું વાતાવરણ બનાવે છે. જેને બારિક કણોનું એરોસોલ કહે છે.
  • વરસાદી પાણીના બિંદુઓમાં ઑક્સાઇડ સંયોજનોના એરોસોલ કણો અથવા એમોનિયમ ક્ષારોનું ભીનું નિક્ષેપન થાય છે. જમીન પરની ઘન અને પ્રવાહી સપાટી પર SO2 વાયુ પણ સીધો જ શોષાઈને શુષ્ક નિક્ષેપન દર્શાવે છે.

પ્રશ્ન 11.
ઍસિડ વર્ષાની અસરો જણાવો.
ઉત્તર:

  • ઍસિડ વર્ષા ખેતીવાડી, વૃક્ષો અને છોડ માટે નુકસાનકારક છે. કારણ કે તે તેઓની વૃદ્ધિ માટે જરૂરી પોષક તત્ત્વોને ઓગાળી દે છે અથવા ધોઈ નાંખે છે.
  • ઍસિડ વર્ષા મનુષ્ય અને પ્રાણીઓ માટે શ્વસન અવરોધ ઉત્પન્ન કરે છે.
  • ઍસિડ વર્ષા ભૌમજળની જેમ વહીને નદી અને તળાવને મળે છે ત્યારે પાણીમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓના જીવનને અસ૨ થાય છે.
  • તે પાણીની પાઈપોનું ખવાણ કરે છે. તેથી પીવાના પાણીમાં આયર્ન, લૅડ અને કૉપર જેવી ભારે ધાતુઓ ભળે છે. ઍસિડ વર્ષા પથ્થર અને ધાતુઓથી બનેલા મકાન અને બાંધકામોને પણ નુકસાન પહોંચાડે છે. તેનું ઉદાહરણ તાજમહેલ છે. જેની પર ઍસિડ વર્ષાની અસર થયેલી છે.

પ્રશ્ન 12.
ઍસિડ વર્ષાનું નિર્માણ ઘટાડવા શું પગલાં લેવા જોઈએ ?
ઉત્તર:

  • સલ્ફર અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડના ઉત્સર્જનને ઘટાડીને ઍસિડ વર્ષાના નિર્માણને ઘટાડી શકાય છે.
  • અશ્મિગત બળતણથી ચાલતા વાહનોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
  • વિદ્યુતમથક તથા ઉદ્યોગોમાં ઓછું સલ્ફર ધરાવતા અશ્મિગત બળતણનો ઉપયોગ કરવો.
  • સલ્ફરનું પ્રમાણ ઓછું હોય તેવા કોલસાનો ઉપયોગ કરવો અથવા કોલસા કરતાં ઉત્તમ બળતણ એવા કુદરતી વાયુનો ઉપયોગ કરવો જોઈએ.
  • મોટરગાડીમાં ઉદ્દીપકીય પરિવર્તકનો ઉપયોગ કરવો જોઈએ. જેથી ઉત્સર્જિત થતા ધુમાડાની વાતાવરણ પર થતી અસર ઘટાડી શકાય છે.
  • જમીનમાં ચૂનાના પથ્થરને ઉમેરીને જમીનની ઍસિડિકતા ઘટાડી તેને તટસ્થ બનાવવી જોઈએ.

પ્રશ્ન 13.
તાજમહેલ બચાવવા સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ?
ઉત્તર:

  • ભારત સરકારે તાજમહેલને ઍસિડ વર્ષાથી બચાવવા 1995 માં એક ‘તાજ ટ્રેપેઝિયમ’ નામની યોજના શરૂ કરી. જેમાં તાજમહેલની આસપાસના શહેરોની હવાને શુદ્ધ કરવા પ્રયત્નો કરાય છે.
  • જેના માટે 2000 થી વધુ પ્રદૂષણ કરનારા ઉદ્યોગો કોલસો અને ઑઈલના બદલે કુદરતી વાયુ અથવા પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનો ઉપયોગ કરે છે.
  • આ કુદરતી વાયુ માટે નવી પાઇપલાઇન નંખાઈ અને તેનાથી 5 લાખ ઘનમીટર કુદરતી વાયુ આ ક્ષેત્રમાં લાવી શકાય છે.
  • શહેરના રહેવાસીઓને દૈનિક જીવનમાં કોલસા, કેરોસીન અને લાકડાને બદલે LPG ના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
  • તેમજ તાજમહેલની આજુબાજુના મુખ્ય ધોરી માર્ગો પર ચાલતા વાહનોમાં ઓછા સલ્ફરવાળા ડીઝલનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવામાં આવી.

પ્રશ્ન 14.
રજકણ-પ્રદૂષકોના પ્રકારો ટૂંકમાં સમજાવો.
ઉત્તર:
રજકણ-પ્રદૂષકો હવામાં સૂક્ષ્મ ઘનકણો અથવા પ્રવાહીના સૂક્ષ્મબિંદુ સ્વરૂપના હોય છે. વાહનોમાંથી ઉત્સર્જિત થતા પદાર્થો, આગમાંથી નીકળતો ધુમાડો, ધૂળ અને ઉદ્યોગોમાંથી નીકળતી રાખમાં રજકણ પ્રદૂષકો હાજર હોય છે.

વાતાવરણમાં બે પ્રકારના રજકણ પ્રદૂષક હોય છે :
(a) જીવ સહિત
(b) જીવરહિત
(a) જીવ સહિત રજકણો : જીવાણુ, ફૂગ અને શેવાળ કે લીલ વગેરે સૂક્ષ્મજીવો જે વાતાવરણમાં ફેલાયેલા હોય છે તે જીવ સહિતના રજકણ પ્રદૂષકો છે. હવામાં જોવા મળતી કેટલીક ફૂગ માનવજાતમાં ઍલર્જી ઉત્પન્ન કરે છે. તેઓ વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે.

(b) જીવરહિત રજકણો : જીવરહિત રજકણોને તેમની લાક્ષણિકતા અને કદના આધારે નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે :

  • ધુમાડો : તે કાર્બનિક પદાર્થોના દહન દરમિયાન ઉત્પન્ન થતા ઘન અથવા પ્રવાહી કણોનું મિશ્રણ છે. દા.ત., બીડી-સિગારેટનો ધુમાડો, અશ્મિગત બળતણ, સૂકાં પાંદડાં અને કચરો બાળવાથી ઉત્પન્ન થતો ધુમાડો.
  • ધૂળ : તે બારીક ઘન કણ છે (વ્યાસ 1μm થી વધુ). ઘન પદાર્થોને વાટતાં કે દળતાં આવા કણ પેદા થાય છે. દા.ત., પવનના જોરદાર સપાટાથી ઊડતી રેત, લાકડાંને વહેરવાથી ઉત્પન્ન થતો લાકડાનો વહેર, કોલસાને તોડવાથી ઉત્પન્ન થતો ભૂકો, ઔદ્યોગિક કારખાનાઓમાંથી ઊડતી રાખ અને સિમેન્ટ, ધૂળની ડમરીઓ.
  • ધુમ્મસ : તે ફેલાયેલા પ્રવાહીના કણોથી અને હવામાંની વરાળની ઠારણ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. દા.ત., સલ્ફ્યુરિક ઍસિડ, ધુમ્મસ અને નીંદણનાશક, જંતુનાશક જેમને પોતાના લક્ષ્યને ગુમાવ્યો છે. તેઓ હવામાં ફેલાઈને ધુમ્મસ બનાવે છે.
  • ધૂમ : તે ઊર્ધ્વપાતન, નિસ્યંદન, પ્રવાહીના ઉકળવાથી અને કેટલીક અન્ય રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન્ન થતી બાષ્પની ઠારણ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. દા.ત., કાર્બનિક દ્રાવકો, ધાતુઓ અને ધાતુના ઑક્સાઇડ ધૂમ રજકણો બનાવે છે.

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 15.
રજકણ પ્રદૂષકોની પર્યાવરણ પર થતી અસરો ટૂંકમાં લખો.
ઉત્તર:

  • રજકણ પ્રદૂષકોની અસર તેમના કણના કદ પર આધાર રાખે છે. હવામાં ઉત્પન્ન થતાં રજકણો જેવા કે ધૂળ, ધૂમ, ધુમ્મસ વગેરે માનવજાતની તંદુરસ્તી માટે હાનિકારક છે. 5 માઇક્રોનથી વધુ કદના રજકણો નાકના માર્ગમાં જમા થાય છે. જ્યારે 1 માઇક્રોન જેટલા કદના રજકણો ફેફસાં સુધી સરળતાથી પ્રવેશે છે.
  • વાહનોમાંથી ઉત્સર્જિત થતું લૅડ એક મુખ્ય વાયુ પ્રદૂષક છે. હવામાં લૅડના ઉત્સર્જન માટેનો મુખ્ય સ્રોત લૅડયુક્ત પેટ્રોલ છે. લૅડરહિત પેટ્રોલના ઉપયોગ દ્વારા આ સમસ્યાને નિવારી શકાય છે. લૅડ રજકણોના વિકાસ અને પરિપક્વતામાં અવરોધ ઊભો કરે છે.

પ્રશ્ન 16.
વાતાવરણમાં રહેલા ઓક્સિજનમાંથી ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે ?
ઉત્તર:

  • સમતાપ આવરણના ઉપરના ભાગમાં ઓઝોન વાયુ (O3) આવેલો છે, જે સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી UV વિકિરણોથી (λ = 2.55 nm) આપણને રક્ષણ આપે છે. આ વિકિરણો માનવજાતમાં ચામડીના કૅન્સર માટે જવાબદાર છે. તેથી ઓઝોન સ્તરને જાળવી રાખવું ખૂબ અગત્યનું છે.
  • સમતાપ આવરણમાં પારજાંબલી કિરણો જ્યારે ડાયઑક્સિજન (O2) અણુ પર પડે છે, ત્યારે તેમાંથી બે મુક્ત ઑક્સિજન પરમાણુઓ બને છે. આ ઑક્સિજન પરમાણુ ડાયઑક્સિજન અણુ સાથે સંયોજાઈ ઓઝોન વાયુ બનાવે છે.
    O2(g) \(\stackrel{\text { UV }}{\longrightarrow}\) O(g) + O(g)
    O(g) + O2(g) \(\stackrel{\mathrm{UV}}{\rightleftharpoons}\) O3(g)
  • ઓઝોન ઉષ્માગતિશાસ્ત્ર રીતે અસ્થાયી હોય છે અને ઑક્સિજન અણુમાં વિઘટન પામે છે. તેથી ઓઝોન અણુના નિર્માણ અને વિઘટન વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય છે. સમતાપ આવરણમાં રહેલા કેટલાક રસાયણોને કારણે ઓઝોન સુરક્ષા સ્તરનું ક્ષયન થયું છે.

પ્રશ્ન 17.
ઍન્ટાર્ક્ટિકાની ઉપર આવેલા વાતાવરણના ઓઝોન સ્તરમાં ગાબડું કેવી રીતે સર્જાયું ? તેની સમીકરણસહ રજૂઆત કરો.
ઉત્તર:

  • 1980 માં ઍન્ટાટિકામાં વાતાવરણીય અભ્યાસ કરી વૈજ્ઞાનિકોએ દક્ષિણ ધ્રુવ ઉપર ઓઝોન સ્તરનું ક્ષયન થતું હોવાની માહિતી આપી. જેને ઓઝોન ગાબડું પણ કહે છે. ઓઝોન ગાબડા માટે પરિસ્થિતિઓનો વિશેષ સમૂહ જવાબદાર છે.
  • ઉનાળામાં નાઇટ્રોજન ડાયૉક્સાઇડ અને મિથેન, ક્લોરિન મોનૉક્સાઇડ અને ક્લોરિન પરમાણુ સાથે પ્રક્રિયા કરી ક્લોરિનયુક્ત નીપજ બનાવે છે, જે ઓઝોનના ક્ષયનને વધુ હદ સુધી રોકે છે.
  • શિયાળામાં ઍન્ટાટિકા પર વિશિષ્ટ પ્રકારનું વાદળ રચાય છે જેને ધ્રુવીય સમતાપ વાદળ કહે છે. આ વાદળ એવી સપાટી પ્રદાન કરે છે જેના પર બનેલો ક્લોરિન નાઇટ્રેટ પ્રક્રિયામાં, હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પણ પ્રક્રિયા કરી ક્લોરિન અણુ બનાવે છે.

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન 2

  • વસંતઋતુમાં ઍન્ટાર્ક્ટિકા પર સૂર્યપ્રકાશ પાછો ફરે છે જે સૂર્યની ગરમીથી આ વાદળને વિખંડિત કરે છે અને પ્રક્રિયા (viii) અને (ix) માં દર્શાવ્યા મુજબ સૂર્યપ્રકાશ દ્વારા HOCl અને Cl2 નું પ્રકાશીય વિભાજન થાય છે.

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન 3

  • આમ, ક્લોરિન મુક્તમૂલક બને છે. જે ઓઝોનના ક્ષયન માટેની શૃંખલા પ્રક્રિયાનો પ્રારંભ કરે છે.

પ્રશ્ન 18.
જળ પ્રદૂષણ વિશે પ્રાથમિક માહિતી ટૂંકમાં આપો.
ઉત્તર:

  • પાણી જીવન માટે અતિઆવશ્યક છે. પાણી વિના જીવન શક્ય નથી. આપણે પાણીને શુદ્ધ માનીએ છીએ પણ આપણે તેની ગુણવત્તા પણ નક્કી કરવી પડે.
  • પાણીના પ્રદૂષણની શરૂઆત માનવીની પ્રવૃત્તિઓ દ્વારા થાય છે. આ પ્રદૂષણ ભૂપૃષ્ઠી જળ અને ભૌમજળ સુધી પહોંચે છે.
  • પ્રદૂષણના જ્ઞાતસ્રોત અથવા સ્થળોને બિંદુ સ્રોત કહેવામાં આવે છે. દા.ત., નગરપાલિકા અને ઔદ્યોગિક કચરાના નિકાલ માટેની નળીઓ.
  • પ્રદૂષણના સ્રોત સહેલાઈથી જાણી શકાતા નથી. તેઓને પ્રદૂષણના અબિંદુ સ્રોત કહે છે. દા.ત., કૃષિ કચરો, ઍસિડ વર્ષા, ઝડપી પાણી નિકાલ વ્યવસ્થા વગેરે.
  • નીચે આપેલ કોષ્ટકમાં મુખ્ય જળ પ્રદૂષકો તથા તેમના સ્રોત દર્શાવેલા છે.
પ્રદૂષક સ્રોત
સૂક્ષ્મ જીવાણુઓ ઘરેલું ગંદા પાણીની નિકાલ વ્યવસ્થા
કાર્બનિક કચરો ઘરેલું સુએજથી, પ્રાણીઓના મળમૂત્રથી, પ્રાણીઓ અને વનસ્પતિના અવશેષોના કોહવાટથી, ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતાં એકમો દ્વારા ઉત્પન્ન થતાં કચરાથી
વનસ્પતિના પોષક તત્ત્વો રાસાયણિક ખાતરોમાંથી
ઝેરી ભારે ધાતુઓ રાસાયણિક કારખાનાઓ અને ઉદ્યોગો દ્વારા
ભારે કચરો (Sediments) કૃષિ ઉદ્યોગ અને ખનિજ ઉદ્યોગથી જમીનનું ધોવાણ થવાથી
કીટનાશકો જંતુઓ, ફૂગ તેમજ નીંદામણનો નાશ કરવા વપરાતા રસાયણોથી
કિરણોત્સર્ગી પદાર્થો યુરેનિયમ ધરાવતા ખનિજના ઉત્પાદનમાંથી
ઉષ્મીય ઉદ્યોગોમાં શીતક તરીકે વપરાતા પાણીમાંથી

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 19.
પીવાના પાણીના આંતરરાષ્ટ્રીય ધોરણો વિશે ટૂંકમાં સમજૂતી આપો.
અથવા
પીવાના પાણીમાં જુદી જુદી ધાતુ તેમજ આયનોના આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી થયેલ પ્રમાણ અને તેની અસરો ટૂંકમાં જણાવો,
ઉત્તર:
પીવાના પાણી માટેના આંતરરાષ્ટ્રીય ધોરણો નીચે પ્રમાણે છે :

(i) ફ્લોરાઇડ : પીવાના પાણીમાં ફ્લોરાઇડ આયનની સાંદ્રતા જાણવી જરૂરી છે. તેની ઊણપ માનવજાત માટે નુકસાનકારક છે. જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. પીવાના પાણીમાં સામાન્ય રીતે દ્રાવ્ય ફ્લોરાઇડ ઉમેરવામાં આવે છે. જેની સાંદ્રતા 1 ppm અથવા 1 mg dm-3 હોય છે.

ફ્લોરાઇડ આયન દાંતના કઠણ આવરણ હાઇડ્રોક્સિ એપેટાઇટ [3(Ca2(PO4)2 • Ca(OH)2] ને વધુ કઠણ આવરણ ફ્લોર એપેટાઇટ [3(Ca3(PO4)2 • CaF2] માં રૂપાંતરિત કરે છે.

જો F આયનની સાંદ્રતા 2ppm કરતાં વધુ હોય તો દાંત પ૨ કથ્થાઈ રંગના ડાઘા પડે છે. જ્યારે F નું પ્રમાણ 10 ppm થી વધુ હોય તો હાડકાં અને દાંતને નુકસાન કરે છે જે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.

(ii) લૅંડ : પીવાના પાણીનું પરિવહન લૅડ પાઇપ દ્વારા કરતાં લૅડ પાણીમાં ભળે છે. પીવાના પાણીમાં લૅડના પ્રમાણની સીમા 50 ppb છે. લૅડ કિડની, યકૃત અને પ્રજનન તંત્રને નુકસાન પહોંચાડે છે.

(iii) સલ્ફેટ : પીવાના પાણીમાં સલ્ફેટનું વધુ પ્રમાણ એટલે કે (> 500 ppm) માનવીમાં વિરેચક અસર ઉત્પન્ન કરે છે. પરંતુ સલ્ફેટનું મધ્યમસર પ્રમાણ નુકસાનરહિત છે.

(iv) નાઇટ્રેટ : પીવાના પાણીમાં નાઇટ્રેટની નિર્ધારિત મહત્તમ સીમા 50 ppm છે. પીવાના પાણીમાં નાઇટ્રેટનું વધુ પ્રમાણ મિથિમૉગ્લોબીનેમિયા (બ્લુબેબી) જેવો રોગ પ્રેરે છે.

(v) અન્ય ધાતુ : પીવાના પાણીમાં અન્ય ધાતુઓની મહત્તમ નિર્ધારિત સાંદ્રતા જાળવવી જરૂરી છે. જે નીચેના કોષ્ટક દ્વારા સમજી શકાય.

ધાતુ મહત્તમ સાંદ્રતા (ppm mgdm-3)
Fe 0.2
Mn 0.05
Al 0.2
Cu 3.0
Zn 5.0
Cd 0.005

પ્રશ્ન 20.
જુદા જુદા કીટનાશકોની સજીવો પર થતી અસરો વિશે નોંધ લખો.
ઉત્તર:

  • બીજા વિશ્વયુદ્ધ પહેલાં કુદરતી રીતે મળી આવતા નિકોટીન જેવા રસાયણોનો ઉપયોગ અનેક પાકો માટે કીટકોના નિયંત્રણ માટે થતો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મૅલેરિયા અને અન્ય જંતુઓ દ્વારા જ્યારે રોગો થવા લાગ્યા ત્યારે આ રોગોના નિયંત્રણ માટે DDT ખૂબ જ ઉપયોગી રસાયણ પુરવાર થયું.
  • આમ બીજા વિશ્વયુદ્ધ પછી કૃષિમાં જંતુઓ, મૃત્તકો, નીંદામણ અને પાકોના વિભિન્ન રોગોના નિયંત્રણ માટે DDT નો ઉપયોગ થવા લાગ્યો. કીટનાશકો મૂળસ્વરૂપે સંશ્લેષિત ઝેરી રસાયણો છે.
  • એક જ પ્રકારના કીટનાશકોના વારંવાર ઉપયોગથી કીટકોમાં આ કીટનાશકો પ્રત્યે પ્રતિરોધ ક્ષમતા વધતી હોવાથી તે કીટનાશકોને બિનઅસરકારક બનાવે છે.
  • જ્યારે DDT ની પ્રતિરોધકતામાં વધારો થવા લાગ્યો ત્યારે અન્ય કાર્બનિક વિષ જેવા કે આલ્ફીન અને ડાયએલ્ડ્રીનનો કીટનાશક તરીકે ઉપયોગ થવા લાગ્યો.
  • મોટાભાગના કાર્બનિક વિષ પાણીમાં અદ્રાવ્ય અને જૈવ-અવિઘટનીય હોય છે. આવા વધુ અસરકારક કાર્બનિક વિષ આહારશૃંખલા દ્વારા નિમ્નપોષી સ્તરથી ઉચ્ચપોષી સ્તર સુધી સ્થાનાંતર પામે છે.

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન 4

  • આમ, સમય જતાં ઉચ્ચ પ્રાણીઓમાં કાર્બનિક વિષની સાંદ્રતા એટલી હદે વધી જાય છે કે તેમની ચયાપચય અને દેહધાર્મિક ક્રિયાઓમાં ખલેલ પહોંચે છે.
  • ઓર્ગેનોફૉસ્ફેટ અને કાર્બામેટ રસાયણો ગંભીર ચેતા (nerve) વિષ છે. પરિણામે આવા કીટનાશકો ખેતરમાં કામ કરનાર મજૂરના મૃત્યુ માટે જવાબદાર છે.

પ્રશ્ન 21.
નીંદામણ નાશકના ઉપયોગથી સજીવોમાં જોવા મળતી વિપરીત અસરો વિશે ટૂંકમાં જણાવો,
ઉત્તર:

  • હાલના સમયમાં કીટનાશને બદલે નીંદામણ નાશકો જેવા કે, સોડિયમ ક્લોરેટ (NaClO3), સોડિયમ આસિનાઇટ (Na3AsO3) અને બીજા અન્ય નીંદામણ નાશકોનો ઉપયોગ વધ્યો છે.
  • યાંત્રિકથી રાસાયણિક નીંદામણ નિયંત્રણ તરફના બદલાવને કારણે ઉદ્યોગોને સમૃદ્ધ બજાર પ્રાપ્ત થયું છે. પરંતુ આ પણ પર્યાવરણ માટે અનુકૂળ નથી.
  • મોટાભાગના નીંદામણ નાશકો સસ્તન વર્ગના પ્રાણીઓ માટે હાનિકારક છે. તેઓ ઓર્ગેનોક્લોરાઇડ જેવા સ્થાયી ન હોવાથી ઓછા મહિનાઓમાં વિઘટન પામે છે અને આહારજાળ પર સંકેન્દ્રિત થાય છે. કેટલાક નીંદામણ નાશકો માનવમાં જન્મજાત ખામી પેદા કરે છે.
  • મકાઈના ખેતરમાં નીંદામણ નાશકોના છંટકાવથી જંતુઓનો હુમલો અને છોડમાં થતા રોગોનું પ્રમાણ હાથથી નીંદામણ દૂર કરવામાં આવનાર ખેતર કરતાં વધુ જોવા મળે છે.
  • રાસાયણિક પ્રદૂષણમાં કીટનાશકો અને નીંદામણ નાશકો પ્રદૂષણના નાના ભાગનું જ પ્રતિનિધિત્વ કરે છે. વિભિન્ન વસ્તુઓના ઉત્પાદનથી ઔદ્યોગિક અને રાસાયણિક પ્રક્રિયાઓમાં નિયમિતપણે ઉપયોગમાં લેવાનાર અનેક સંયોજનો એક અથવા બીજા સ્વરૂપે વાતાવરણમાં ભળે છે.

પ્રશ્ન 22.
જૈવવિઘટનીય અને જૈવઅવિઘટનીય કચરો એટલે શું ?
ઉત્તર:
ઔદ્યોગિક કચરાને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે :

  1. જૈવવિઘટનીય કચરો : સુતરાઉ કાપડની મિલો, ખાદ્ય પદાર્થની બનાવટોના એકમો, કાગળ બનાવવાની મિલો અને કાપડની મિલો જૈવવિઘટનીય કચરો ઉત્પન્ન કરે છે.
  2. જૈવઅવિઘટનીય કચરો : ઉષ્મીય વિદ્યુતમથક કે જે ઊડતી રાખ ઉત્પન્ન કરે છે તથા લોખંડ અને સ્ટીલનો સંયુક્ત પ્લાન્ટ જે વાતભઠ્ઠીની સ્લૅગ અને પીગલીત સ્ટીલની સ્લૅગ ઉત્પન્ન કરે છે. આ પદાર્થો જૈવઅવિઘટનીય કચરો છે.

ઍલ્યુમિનિયમ, ઝિંક તથા કૉપરનું ઉત્પાદન કરનાર ઉદ્યોગ પંક (Mud) અને છેવટનો અવશેષ (Tailing) ઉત્પન્ન કરે છે. ખાતર ઉદ્યોગો જિપ્સમ પેદા કરે છે. ધાતુઓ, રસાયણો, દવાઓ, રંગકો, કીટનાશકો, રબર વગેરેનું ઉત્પાદન કરતા ઉદ્યોગો અતિજવલનશીલ પદાર્થો, મિશ્રિત વિસ્ફોટકો અથવા અપ્રતિક્રિયાત્મક પદાર્થો ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 23.
જૈવઅવિઘટનીય ઔધોગિક ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે ?
ઉત્તર:

  • જો જૈવઅવિઘટનીય ઔદ્યોગિક ધન કચરાનો યોગ્ય અને અનુકૂળ પદ્ધતિથી નિકાલ કરવામાં ન આવે તો તે પર્યાવરણ માટે ગંભીર ખતરો ઊભો કરે છે.
  • હાલમાં ઊડતી રાખ અને સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા સ્લૅગનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં કરવામાં આવે છે. વધુ જથ્થામાં રહેલા ઝેરી કચરાનો નિયંત્રિત ભસ્મીકરણ પદ્ધતિથી નાશ કરવામાં આવે છે, જ્યારે ઓછા જથ્થામાં હોય તો તેને ખુલ્લી જગ્યામાં બાળી નષ્ટ કરવામાં આવે છે.

પ્રશ્ન 24.
હરિત ઈંધણ એટલે શું ? કચરાના પુનઃર્ચક્રણ વિશે માહિતી આપો.
ઉત્તર:

  • પ્લાસ્ટિકના કચરામાંથી મળતા ઈંધણનો ઑન્ટેન આંક ઊંચો હોય છે. તેમાં લૅડ હોતું નથી. આથી તે ‘હરિત ઈંધણ’ તરીકે ઓળખાય છે.
  • રસાયણ અને કાપડ ઉદ્યોગમાં થયેલા આધુનિક વિકાસને કારણે હવે પુનર્રક્રિત પ્લાસ્ટિકના વસ્ત્રો બની શકે છે.
  • હાલમાં એવી ટેક્નોલૉજીનો વિકાસ કરવામાં આવ્યો છે કે જેના દ્વારા કચરામાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. જેમાં કચરામાંથી લોખંડ, પ્લાસ્ટિક, કાચ, કાગળ વગેરેને અલગ કરી બાકી રહેલા ભાગને પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. તેમાં બૅક્ટેરિયાનો કેટલોક જથ્થો ઉમેરવામાં આવે છે. જે મિથેન ઉત્પન્ન કરે છે. તેને બાયોગૅસ તરીકે ઓળખાય છે.
  • બાયોગૅસ વીજળી ઉત્પન્ન કરવામાં વપરાય છે અને તેની ઉપનીપજ ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે.

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 25.
પર્યાવરણીય પ્રદૂષણના નિયંત્રણ માટે કેવાં પગલાં લેવાં જોઈએ ?
ઉત્તર:

  • પર્યાવરણીય પ્રદૂષણ અટકાવવા નીચે પ્રમાણે પગલાં લેવાં જોઈએ.
    1. કચરાનું વ્યવસ્થાપન : ઘન કચરો માત્ર એ જ નથી કે જે કચરાપેટીમાં જોવા મળે છે. નકામી ઘરેલું ચીજવસ્તુ સિવાય પણ અનેક કચરો જોવા મળે છે. જેમ કે, ચિકિત્સકીય કચરો, કૃષિ કચરો, ઔદ્યોગિક કચરો અને ખનીજ કચરો. આ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં તથા વ્યવસ્થાપન કરવામાં આવે તો પર્યાવરણ પ્રદૂષણનું સ્તર નીચું ઊતરી શકે છે.
    2. એકત્રીકરણ અને નિકાલ : ઘરેલું કચરાને નાના પાત્રમાં એકત્ર કરી અંગત કે નગરપાલિકાના કામદાર દ્વારા નિકાલને સ્થળે પહોંચાડી તેઓને જૈવવિઘટનીય અને જૈવઅવિઘટનીય કચરા તરીકે અલગ પાડવામાં આવે છે.
  • જૈવઅવિઘટનીય કચરો જેવો કે પ્લાસ્ટિક, કાચ, ધાતુની વસ્તુઓ વગેરેને પુનર્ચક્રણ માટે મોકલવામાં આવે છે. જયારે જૈવિઘટનીય કચરાને ખુલ્લી જમીનમાં દાટી દેવામાં આવે છે. જે થોડા સમય બાદ કૉમ્પોસ્ટમાં રૂપાંતર પામે છે.
  • જો આ કચરાને એકત્ર કરવામાં ન આવે તો તે ગટરમાં જાય છે અને કેટલાક કચરાને ઢોર-ઢાંખર ખાઈ જાય છે. જૈવ- અવિઘટનીય કચરો જેવાં કે પૉલિથીન બૅગ, ધાતુની વસ્તુ વગેરે ગટરમાં અવરોધ ઊભો કરે છે અને જો ઢોર-ઢાંખર તેમને ગળી જાય તો તેઓનું મૃત્યુ પણ થઈ શકે છે.
  • તેથી સામાન્ય વ્યવહારમાં ઘરેલું કચરાને યોગ્ય રીતે એકત્રિત કર્યા બાદ નિકાલ કરવો જરૂરી છે.

પ્રશ્ન 26.
રોજિંદા જીવનમાં હરિયાળું રસાયણવિજ્ઞાનનો ઉપયોગ જણાવો.
ઉત્તર:
(i) કપડાંના ડ્રાયક્લિનિંગમાં : ટેટ્રાક્લોરોઇથિન (Cl2C = CCl2) કપડાંના પ્રાયક્લિનિંગમાં દ્રાવક તરીકે વધુ વપરાતો હોવાથી ભૌમજલને પ્રદૂષિત કરે છે અને કૅન્સરપ્રેરક છે. તેથી તેના ઉપયોગને બદલે હાલમાં પ્રવાહીકૃત કાર્બન ડાયૉક્સાઇડનો અનુકૂળ ડિટરજન્ટ સાથે ટ્રાયક્લિનિંગમાં ઉપયોગ કરાય છે.

હેલોજનયુક્ત દ્રાવકને બદલે પ્રવાહીકૃત CO2 ના ઉપયોગથી ભૌમજલ ઓછું પ્રદૂષિત થાય છે.

હાઇડ્રોજન પેરૉક્સાઇડ (H2O2) નો ઉપયોગ કપડાં ધોવામાં બ્લીચિંગ એજન્ટ તરીકે થાય છે. જેથી ઓછા પાણીની વપરાશથી સારું પરિણામ મળે છે.

(ii) કાગળના વિરંજનમાં : કાગળના વિરંજન માટે ક્લોરિન ગૅસ ઉપયોગમાં લેવાતો હતો. જ્યારે હાલ હાઇડ્રોજન પેરૉક્સાઇડનો ઉપયોગ થાય છે.

(iii) રસાયણોનું સંશ્લેષણ : ઔદ્યોગિક રીતે ઈથિનનું એક તબક્કામાં ઑક્સિડેશન આયનીય ઉદ્દીપક અને જલીય માધ્યમની હાજરીમાં કરવામાં આવે તો 90% ઈથેનાલ મળે છે.
GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન 5

હેતુલક્ષી પ્રશ્નોત્તર
ટૂંકમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
પર્યાવરણીય પ્રદૂષણ એટલે શું ?
ઉત્તર:
આપણી આસપાસ અનિચ્છનીય ફેરફારોને કારણે ઘણું પ્રદૂષણ ફેલાય છે જેને પર્યાવરણીય પ્રદૂષણ કહે છે.

પ્રશ્ન 2.
પ્રદૂષણના પ્રકારો જણાવો.
ઉત્તર:
પ્રદૂષણના પ્રકારો આ મુજબ છે :

  1. પર્યાવરણીય પ્રદૂષણ
  2. વાતાવરણીય પ્રદૂષણ
  3. જળ પ્રદૂષણ
  4. જમીન પ્રદૂષણ
  5. ઔદ્યોગિક પ્રદૂષણ

પ્રશ્ન 3.
વાતાવરણીય પ્રદૂષણના પ્રકારો જણાવો.
ઉત્તર:
વાતાવરણીય પ્રદૂષણના બે પ્રકારો છે :

  1. ક્ષોભ આવરણીય પ્રદૂષણ
  2. સમતાપ આવરણીય પ્રદૂષણ.

પ્રશ્ન 4.
ક્ષોભ-આવરણ એટલે શું ?
ઉત્તર:
દરિયાઈ સપાટીથી લગભગ 10 km સુધીનો વિસ્તાર કે જ્યાં સમગ્ર જીવસૃષ્ટિ વસે છે તેને ક્ષોભ-આવરણ કહે છે.

પ્રશ્ન 5.
ક્ષોભ-આવરણ શાનું બનેલું હોય છે ?
ઉત્તર:
ક્ષોભ-આવરણ અશાંત ધૂળના કણો તેમજ વધુ પ્રમાણમાં પાણીની બાષ્પ અને વાદળોનું બનેલું છે.

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 6.
સમતાપ આવરણમાં શું આવેલું છે ?
ઉત્તર:
સમતાપ આવરણમાં ડાયનાઇટ્રોજન, ડાયઑક્સિજન, ઓઝોન અને થોડા પ્રમાણમાં પાણીની બાષ્પ હોય છે.

પ્રશ્ન 7.
ક્ષોભ-આવરણીય પ્રદૂષણના પ્રદૂષકોના પ્રકારો જણાવો.
ઉત્તર:
ક્ષોભ-આવરણીય પ્રદૂષણના પ્રદૂષકોના બે પ્રકારો છે :

  1. વાયુમય હવા પ્રદૂષકો
  2. રજકણ સ્વરૂપના પ્રદૂષકો

પ્રશ્ન 8.
વાયુમય હવા પ્રદૂષકોમાં શેનો શેનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
વાયુમય હવા પ્રદૂષકોમાં સલ્ફર, નાઇટ્રોજન ઑક્સાઇડ, કાર્બન ઑક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, હાઇડ્રોકાર્બન, ઓઝોન અને અન્ય ઑક્સિડેશનકર્તાઓનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 9.
રજકણ સ્વરૂપના પ્રદૂષકોના ઉદાહરણ આપો.
ઉત્તર:
રજકણ સ્વરૂપના પ્રદૂષકોમાં ધૂળ, ધુમ્મસ, ધૂમ, ધુમાડો, ધૂમ્ર-ધુમ્મસ વગેરે છે.

પ્રશ્ન 10.
સલ્ફર ઑક્સાઇડ વધુ ઉત્પન્ન થવાથી થતી હાનિકારક અસરો જણાવો.
ઉત્તર:
સલ્ફર ઑક્સાઇડ વધુ ઉત્પન્ન થતાં આંખમાં બળતરા થવી, આંખો લાલ થવી તથા આંખમાંથી પાણી આવવું વગેરે. તથા વનસ્પતિમાં ફૂલની કળી કડક થઈ છોડ પરથી ખરી પડે છે.

પ્રશ્ન 11.
નાઇટ્રોજન ઑક્સાઇડ કેવી રીતે બને છે ?
ઉત્તર:
વાતાવરણમાં જ્યારે વધુ ઊંચાઈએ વીજળીનો ચમકારો થાય છે ત્યારે વાતાવરણમાંના ડાયનાઇટ્રોજન અને ડાયઑક્સિજન સંયોજનો એકબીજા સાથે જોડાઈને નાઇટ્રોજન ઑક્સાઇડ બનાવે છે.

પ્રશ્ન 12.
નાઇટ્રોજન ઓક્સાઇડનું વધુ પ્રમાણ કેવી રીતે હાનિકારક છે. જણાવો.
ઉત્તર:

  1. નાઇટ્રોજન ઑક્સાઇડના વધુ પ્રમાણથી વનસ્પતિના પર્ણોને નુકસાન પહોંચે છે. પ્રકાશસંશ્લેષણ ધીમું પડે છે.
  2. તેનાથી બાળકોમાં શ્વસનતંત્રને લગતા રોગો થાય છે.
  3. તે ધાતુ અને કાપડના રેસાઓને પણ નુકસાન પહોંચાડે છે.

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 13.
ગ્રીન હાઉસ અસર એટલે શું ?
ઉત્તર:
વાતાવરણ સૂર્યની ગરમીને જકડી રાખી જીવસૃષ્ટિ માટે યોગ્ય વાતાવરણ બનાવે છે, જેને ગ્રીન હાઉસ અસર કહે છે.

પ્રશ્ન 14.
સગર્ભા સ્ત્રીઓને ધૂમ્રપાનની કુટેવથી શું અસર થાય છે ?
ઉત્તર:
સગર્ભા સ્ત્રીને જો ધૂમ્રપાનની આદત હોય તો તેમાં COનું પ્રમાણ વધે છે જેથી કસુવાવડ, સ્વયંભૂગર્ભપાત અને બાળકમાં વિકૃતિ આવવાની શક્યતાઓ વધી જાય છે.

પ્રશ્ન 15.
ગ્રીન હાઉસ વાયુઓના નામ આપો.
ઉત્તર:
મિથેન, પાણીની બાષ્પ, નાઇટ્રસ ઑક્સાઇડ, CFCs અને ઓઝોન વગેરે ગ્રીન હાઉસ વાયુઓ છે.

પ્રશ્ન 16.
ઍસિડ વર્ષા શું છે ?
ઉત્તર:
વરસાદના પાણીની pH 5.6 કરતાં ઓછી હોય તેવા વરસાદને ઍસિડ વર્ષા કહે છે.

પ્રશ્ન 17.
ઍસિડ વર્ષા માટે જવાબદાર વાયુઓના નામ આપો.
ઉત્તર:
ઍસિડ વર્ષા માટે જવાબદાર વાયુઓમાં નાઇટ્રોજન ઑક્સાઇડ અને સલ્ફર ઑક્સાઇડનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 18.
ઍસિડ વર્ષાથી થતી બે આડઅસરો જણાવો.
ઉત્તર:

  1. પથ્થર અને ધાતુઓથી બનેલા મકાન કે બાંધકામોને નુકસાન કરે છે.
  2. તે મનુષ્ય અને પ્રાણીઓ માટે શ્વસન અવરોધ ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 19.
ઍસિડ વર્ષા અટકાવવાના બે ઉપાયો જણાવો.
ઉત્તર:

  1. અભિગત બળતણથી ચાલતા વાહનોનો ઉપયોગ ઓછો કરવો.
  2. ઉદ્યોગો તથા વિદ્યુતમથકોમાં ઓછું સલ્ફર ધરાવતો કોલસો વાપરવો અથવા કોલસા કરતા ઉત્તમ બળતણ કુદરતી વાયુનો ઉપયોગ કરવો.

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 20.
રજકણ પ્રદૂષકોના પ્રકારો તથા તેના બે ઉદાહરણ આપો.
ઉત્તર:
રજકણ પ્રદૂષકોના પ્રકારો નીચે પ્રમાણે છે :

  1. જીવ સહિત રજકણો : બૅક્ટેરિયા, ફૂગ, શેવાળ
  2. જીવરહિત રજકણો : ધૂળ, ધુમ્મસ, ધુમાડો

પ્રશ્ન 21.
જીવરહિત રકણોનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે ? તેના પ્રકારો જણાવો.
ઉત્તર:
જીવરહિત રજકણોનું વર્ગીકરણ તેમની લાક્ષણિકતા તથા કદના આધારે કરવામાં આવે છે. જે નીચે પ્રમાણે છે :

  1. ધુમાડો
  2. ધૂળ
  3. ધુમ્મસ
  4. ધૂમ
  5. ધૂમ્ર-ધુમ્મસ

પ્રશ્ન 22.
ઑક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા ધૂમ્ર-ધુમ્મસના નામ આપો.
ઉત્તર:
પારંપરિક ધૂમ્ર-ધુમ્મસ રિડક્શનકર્તા છે જ્યારે પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ ઑક્સિડેશનકર્તા છે.

પ્રશ્ન 23.
પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસના ઘટકો જણાવો.
ઉત્તર:
ઓઝોન, નાઇટ્રિક ઑક્સાઇડ, ઍક્રોલિન, ફૉર્માલ્ડિહાઇડ અને પરઑક્સિએસિટાઇલ નાઇટ્રેટ પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસના સામાન્ય ઘટકો છે.

પ્રશ્ન 24.
પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસને નિયંત્રિત કરવાના બે ઉપાયો લખો.
ઉત્તર:

  1. પીનસ, ક્વેરક્સ, પાયરસ જેવી NO2નું ચયાપચન કરે તેવી વનસ્પતિ ઉગાડવી.
  2. વાહનોમાં ઉદ્દીપકીય રૂપાંતરકોનો ઉપયોગ કરવો.

પ્રશ્ન 25.
ઓઝોન વાયુ કેવી રીતે બને છે ?
ઉત્તર:
સમતાપ આવરણમાં પારજાંબલી કિરણો જ્યારે ડાયઑક્સિજન અણુ પર પડે છે ત્યારે તેમાંથી મુક્ત ઑક્સિજન પરમાણુ બને છે. આ ઑક્સિજન પરમાણુ ડાયઑક્સિજન અણુ સાથે સંયોજાઈ ઓઝોન બનાવે છે.

પ્રશ્ન 26.
ફ્રિઓનના ઉપયોગો લખો.
ઉત્તર:

  1. ફ્રિઓનનો ઉપયોગ રેફ્રિજરેટર, ઍરકન્ડિશનર, પ્લાસ્ટિક ફૉમના ઉત્પાદનમાં થાય છે.
  2. કમ્પ્યૂટરના ભાગોની સફાઈ માટે ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગોમાં થાય છે.

પ્રશ્ન 27.
પારજાંબલી કિરણોની હાનિકારક અસરો લખો.
ઉત્તર:
પારજાંબલી કિરણોથી ચામડી જીર્ણ થવી, આંખમાં મોતિયો આવવો, ચામડીનું કૅન્સર થવું, માછલીની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવો, જલજ વનસ્પતિનો નાશ થવો વગેરે થાય છે.

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 28.
જળ પ્રદૂષણના મુખ્ય કારણો જણાવો.
ઉત્તર:
જળ પ્રદૂષણના મુખ્ય કારણોમાં

  1. રોગકારકો
  2. કાર્બનિક કચરો અને
  3. રાસાયણિક પ્રદૂષકો છે.

પ્રશ્ન 29.
જૈવ-રાસાયણિક ઑક્સિજન જરૂરિયાત એટલે શું ?
ઉત્તર:
નિશ્ચિત કદના પાણીના નમૂનામાં રહેલા કાર્બનિક પદાર્થોના વિઘટન માટે જરૂરી ઑક્સિજનના જથ્થાને જૈવ-રાસાયણિક ઑક્સિજન જરૂરિયાત કહે છે.

પ્રશ્ન 30.
રાસાયણિક પ્રદૂષકોની માનવશરીર પર અસર જણાવો.
ઉત્તર:
રાસાયણિક પ્રદૂષકો માનવના શારીરિક અંગો જેવા કે કિડની, મધ્યસ્થ ચેતાતંત્ર, યકૃત વગેરેને નુકસાન પહોંચાડે છે.

પ્રશ્ન 31.
PCBsના બે ઉપયોગો લખો.
ઉત્તર:

  1. ખાતર તરીકે
  2. સફાઈમાં ડિટરજન્ટ તરીકે.

પ્રશ્ન 32.
સુપોષણ એટલે શું ?
ઉત્તર:
જળાશયોમાં પોષક તત્ત્વોના વધુ પ્રમાણના કારણે વનસ્પતિનું પ્રમાણ વધે છે. તેથી ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે જે અન્ય જીવોનો નાશ કરે છે અને જૈવવિવિધતા ગુમાવાય છે, જેને સુપોષણ કહે છે.

પ્રશ્ન 33.
જમીન પ્રદૂષણ માટે જવાબદાર શું છે ?
ઉત્તર:
પાકના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતાં જંતુનાશકો, કીટનાશકો અને નીંદણનાશકો જમીનના પ્રદૂષણ માટે જવાબદાર છે.

પ્રશ્ન 34.
નીંદામણ નાશકોના બે નામ આપો.
ઉત્તર:
નીંદામણ નાશકોના નામ :

  1. સોડિયમ ક્લોરેટ
  2. સોડિયમ આર્સેનાઇટ.

પ્રશ્ન 35.
જૈવ-વિઘટનીય કચરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર:
સુતરાઉ કાપડની મિલો, ખાદ્ય પદાર્થની બનાવટના એકમો, કાગળ બનાવવાની મિલો અને કાપડની મિલો જૈવ-વિઘટનીય કચરો ઉત્પન્ન કરે છે.

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 36.
હરિત ઇંધણ એટલે શું ?
ઉત્તર:
પ્લાસ્ટિકના કચરામાંથી મળતા ઇંધણનો ઑક્ટેન આંક ઊંચો હોય છે તેમાં લૅડ હોતું નથી. આથી તેને હરિત ઇંધણ કહે છે.

પ્રશ્ન 37.
બાયોગેસ કેવી રીતે બને છે ?
ઉત્તર:
કચરામાંથી લોખંડ, પ્લાસ્ટિક, કાચ, કાગળ વગેરે અલગ કરી બાકી રહેલા ભાગને પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. તેમાં બૅક્ટેરિયાનો જથ્થો ઉમેરવામાં આવે છે જે મિથેન ઉત્પન્ન કરે છે. જે બાયોગૅસ તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 38.
પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રિત કરવાના પગલાં જણાવો.
ઉત્તર:

  1. કચરાનું વ્યવસ્થાપન કરવું
  2. રોજિંદા જીવનમાં પ્રદૂષણ ઘટાડે તેવી પદ્ધતિ ઉપયોગમાં લેવી.

પ્રશ્ન 39.
હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ?
ઉત્તર:
રસાયણવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનના સિદ્ધાંતો તથા વર્તમાન જ્ઞાનના ઉપયોગથી પર્યાવરણ પર થતી અવળી અસરો ઓછી કરવાના વિચારને કે રસ્તાઓને હરિયાળું રસાયણવિજ્ઞાન કહે છે.

પ્રશ્ન 40.
પાણી પ્રક્રિયાઓમાં શા માટે માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે ?
ઉત્તર:
પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા તથા નીચી બાષ્પશીલતા તથા તે સસ્તું, અપ્રજ્વલનશીલ તથા અકૅન્સરપ્રેરક હોવાથી પ્રક્રિયાઓમાં માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે.

ખાલી જગ્યા પૂરો.

(1) પદાર્થ પ્રદૂષણ ફેલાવે છે તેને ………………….. કહે છે.
ઉત્તર:
પ્રદૂષક

(2) DDTનું પૂરું નામ …………………. છે.
ઉત્તર:
ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

(3) દરિયાની સપાટીથી 10 km થી 50 km વચ્ચે આવેલા આવરણને ……………….. કહે છે.
ઉત્તર:
સમતાપ આવરણ

(4) સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોને પૃથ્વી સુધી આવતા ……………………. રોકે છે.
ઉત્તર:
ઓઝોન

(5) હાઇડ્રોકાર્બન સંયોજનો …………………. અને ………………….. ના બનેલા છે.
ઉત્તર:
હાઇડ્રોજન, કાર્બન

(6) ………………… ઑક્સિજનના પ્રવાહને રોકવાની ક્ષમતા ધરાવે છે.
ઉત્તર:
કાર્બન મોનૉક્સાઇડ

(7) કાર્બન મોનૉક્સાઇડ રુધિરમાં હીમોગ્લોબિન સાથે જોડાઈ ……………………. બનાવે છે.
ઉત્તર:
કાર્બોક્સિ હીમોગ્લોબિન સંકીર્ણ

(8) કાર્બન ડાયૉક્સાઇડ …………………… આવરણમાં જોવા મળે છે.
ઉત્તર:
ક્ષોભ-આવરણ

(9) કાર્બન ડાયૉક્સાઇડનું વધુ પ્રમાણ ……………………. માટે જવાબદાર છે.
ઉત્તર:
ગ્લોબલ વૉર્મિંગ

(10) ઍરકન્ડિશનરમાં ……………………. વાયુ વપરાય છે.
ઉત્તર:
ક્લોરોફ્લોરોકાર્બન (CFCs)

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

(11) એસિડ વર્ષાથી …………………… સ્મારકને(અજાયબી) નુકસાન પહોંચે છે.
ઉત્તર:
તાજમહેલ

(12) ધૂમ્ર-ધુમ્મસના પ્રકાર ………………… અને ………………. છે.
ઉત્તર:
પારંપરિક ધૂમ્ર-ધુમ્મસ, પ્રકાશ રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ

(13) હવામાં રહેલો ઓઝોન હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરી ………………….. અને …………………. બનાવે છે.
ઉત્તર:
ફૉર્માલ્ડિહાઇડ, ઍક્રોલિન

(14) સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોથી …………………. નામનું ચામડીનું કેન્સર થાય છે.
ઉત્તર:
મેલાનોમા

(15) ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનોને ………………….. પણ કહે છે.
ઉત્તર:
ફ્રિઓન

(16) શિયાળામાં ઍન્ટાર્ક્ટિકા ખંડ પર વિશિષ્ટ વાદળ રચાય છે. જેને ………………………. કહે છે.
ઉત્તર:
સમતાપ વાદળ

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

(17) પ્રદૂષણના જ્ઞાત સ્રોતને …………………….. કહે છે.
ઉત્તર:
બિંદુ સ્રોત

(18) પ્રદૂષણના અજ્ઞાત સ્રોતને ……………… કહે છે.
ઉત્તર:
અબિંદુ સ્રોત

(19) પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનની સાંદ્રતા …………………. અને હવામાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતા ……………. છે.
ઉત્તર:
10 ppm, 2,00,000 ppm

(20) ફ્લોરાઇડની ઊણપ …………………… માટે જવાબદાર છે.
ઉત્તર:
દાંતનું ક્ષયન

(21) પીવાના પાણીમાં લેડના પ્રમાણની સીમા ……………….. છે.
ઉત્તર:
50 ppb

(22) પીવાના પાણીમાં નાઇટ્રેટની મહત્તમ સીમા …………….. છે.
ઉત્તર:
50 ppm

(23) ……………… અને ……………… રસાયણો ચેતાતંત્ર માટે વિષ તરીકે વર્તે છે.
ઉત્તર:
ઓર્ગેનોફૉસ્ફેટ, કાર્બામેટ

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

(24) ઊડતી રાખ અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાંના સ્લેગનો ઉપયોગ કરી ………………… બનાવાય છે.
ઉત્તર:
સિમેન્ટ

(25) બાયોગૅસ ………………..ના ઉત્પાદનમાં અને તેની ઉપનીપજ ……………… તરીકે વપરાય છે.
ઉત્તર:
વીજળી, ખાતર

નીચેનાં વિધાનો સાચાં છે કે ખોટાં ?

(1) વાતાવરણનો નીચેનો વિસ્તાર કે જ્યાં માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ વસે છે તેને ક્ષોભ-આવરણ કહે છે.
ઉત્તર:
સાચું વિધાન

(2) ક્ષોભ-આવરણ દરિયાની સપાટીથી 25kmનાં અંતર સુધી વિસ્તરેલું હોય છે.
ઉત્તર:
ખોટું વિધાન (ક્ષોભ-આવરણ દરિયાની સપાટીથી 10kmની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે.)

(3) દરિયાની સપાટીથી 10 km થી 50kmની વચ્ચેનાં વિસ્તારને સમતાપ આવરણ કહે છે.
ઉત્તર:
સાચું વિધાન

(4) સજીવોનું રક્ષણ કરતું ઓઝોન સ્તર ક્ષોભ-આવરણમાં આવેલું હોય છે.
ઉત્તર:
ખોટું વિધાન (ઓઝોન સ્તર સમતાપ આવરણમાં આવેલું હોય છે.)

(5) બાળકોમાં શ્વસનતંત્રનાં ગંભીર રોગ NO2 વાયુને કારણે થાય છે.
ઉત્તર:
સાચું વિધાન

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

(6) કાર્બન મોનોક્સાઈડ રુધિરમાંના હીમોગ્લોબિન સાથે જોડાઈને કાર્બોક્સિ-હિમોગ્લોબીન સંકીર્ણ બનાવે છે.
ઉત્તર:
સાચું વિધાન

(7) કાર્બોક્સિ-હીમોગ્લોબિન સંકીર્ણ તે ઑક્સિજન-હીમોગ્લોબિન કરતાં 100 ગણું વધુ સ્થાયી છે.
ઉત્તર:
ખોટું વિધાન (300 ગણું વધુ સ્થાયી છે.)

(8) વરસાદી પાણીનો pH 5.6ની આસપાસ હોય છે.
ઉત્તર:
સાચું વિધાન

(9) ફેલાયેલા પ્રવાહીનાં કણોથી અને હવામાંની વરાળની ઠારણ પ્રક્રિયાથી ધુમ્મસ ઉત્પન્ન થાય છે.
ઉત્તર:
સાચું વિધાન

(10) 5 માઈક્રોન સુધી કદ ધરાવતા રજકણો સીધા જ ફેફસાં સુધી પહોંચે છે.
ઉત્તર:
ખોટું વિધાન (1 માઈક્રોન સુધી કદ ધરાવતા રજકણો સીધા જ ફેફસાં સુધી પહોંચે છે.)

(11) ઓઝોન અને નાઈટ્રિક ઑક્સાઈડથી નાક અને ગળામાં બળતરા પેદા થાય છે.
ઉત્તર:
સાચું વિધાન

(12) ઠંડા પાણીમાં ઑક્સિજનની સાંદ્રતા 100 ppm હોય છે.
ઉત્તર:
ખોટું વિધાન (ઠંડા પાણીમાં ઑક્સિજનની સાંદ્રતા 10ppm હોય છે.)

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

(13) પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનની સાંદ્રતા 6ppm થી ઓછી હોય તો માછલીઓનું સંવર્ધન રોકાઈ જાય.
ઉત્તર:
સાચું વિધાન

વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નો

(A) વિધાન અને કારણ બન્ને સાચાં છે અને કારણ વિધાનની યોગ્ય સમજૂતી આપે છે.
(B) વિધાન અને કારણ બન્ને સાચાં છે, પણ કારણ તે વિધાનની સાચી સમજૂતી નથી.
(C) વિધાન અને કારણ બંને ખોટાં છે.
(D) વિધાન ખોટું છે પણ કારણ સાચું છે.

પ્રશ્ન 1.
વિધાન : વરસાદી પાણીની pH 5.6ની આસપાસ હોય છે.
કારણ : પાણી વાતાવરણનાં CO2 સાથે પ્રક્રિયા કરી H+ ઉત્પન્ન કરે છે.
જવાબ
(A) વિધાન અને કારણ બન્ને સાચાં છે અને કારણ વિધાનની યોગ્ય સમજૂતી આપે છે.
– વાતાવરણનો CO2 પાણી સાથે પ્રક્રિયા કરી H2CO3 (કાર્બોનિક ઍસિડ) બનાવે છે. જેના વિઘટન દ્વારા H+ ઉત્પન્ન થાય. જેના કારણે પાણી ઍસિડિક બને છે અને તેથી તેનો pH 5.6ની આસપાસ થાય છે.

પ્રશ્ન 2.
વિધાન : ઍસિડવર્ષા ખેતીવાડી, વૃક્ષો અને છોડ માટે નુકસાનકારક છે.
કારણ : ઍસિડવર્ષા તેઓની વૃદ્ધિ માટેનાં પોષક તત્ત્વોને ઓગાળી દે છે.
જવાબ
(A) વિધાન અને કારણ બન્ને સાચાં છે અને કારણ વિધાનની યોગ્ય સમજૂતી આપે છે.
– છોડ, વૃક્ષો અને ખેતીવાડીની વૃદ્ધિ માટે જે ઘટકો તથા પોષક તત્ત્વો જરૂરી છે તે ઍસિડવર્ષાની હાજરીમાં ઓગળી જવાથી તેમની વૃદ્ધિ અટકે છે. આથી ઍસિડવર્ષા વનસ્પતિ માટે નુકસાનકર્તા છે.

પ્રશ્ન 3.
વિધાન : પીવાના પાણીમાં ફ્લોરાઇડ આયનની સાંદ્રતા જાણવી જરૂરી છે.
કારણ : F આયનનું પ્રમાણ વધવાથી દાંત અને હાડકાંની તકલીફો ઊભી થાય છે.
જવાબ
(A) વિધાન અને કારણ બન્ને સાચાં છે અને કારણ વિધાનની યોગ્ય સમજૂતી આપે છે.

  • જો Fનું પ્રમાણ 1 ppm થાય તો તે દાંતના કઠણ આવરણ હાઇડ્રોક્સિ એપેટાઇટને ફ્લોર એપેટાઇટમાં ફેરવે છે.
  • જો તેનું પ્રમાણ 2ppm કરતાં વધે તો તેનાથી દાંત પર કથ્થઈ રંગના ડાઘા પડે છે.
  • જો તેનું પ્રમાણ 10 ppm થી વધે તો તે દાંત અને હાડકાંને નુકસાન પહોંચાડે છે.

જોડકાં જોડો

પ્રશ્ન 1.
નીચે વિભાગ – I માં આપેલા રજકણ પ્રદૂષકોને, વિભાગ – IIમાં આપેલ તેના કણો સાથે જોડો.

વિભાગ – I વિભાગ – II
(A) ધુમાડો (1) રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન્ન થતી બાષ્પની ઠારણ ક્રિયાથી ઉત્પન્ન થાય છે.
(B) ધૂળ (2) બારીક ઘન કણ.
(C) ધુમ્મસ (3) ફેલાયેલ પ્રવાહીનાં કણો અને વરાળના ઠારણથી ઉત્પન્ન થાય.
(D) ધૂમ (4) કાર્બનિક પદાર્થનાં દહનથી ઉત્પન્ન થતા ઘન અને પ્રવાહી કણોનું મિશ્રણ.

ઉત્તર:
(A – 4), (B – 2), (C – 3), (D – 1)

વિભાગ – I વિભાગ – II
(A) ધુમાડો (4) કાર્બનિક પદાર્થનાં દહનથી ઉત્પન્ન થતા ઘન અને પ્રવાહી કણોનું મિશ્રણ.
(B) ધૂળ (2) બારીક ઘન કણ.
(C) ધુમ્મસ (3) ફેલાયેલ પ્રવાહીનાં કણો અને વરાળના ઠારણથી ઉત્પન્ન થાય.
(D) ધૂમ (4) કાર્બનિક પદાર્થનાં દહનથી ઉત્પન્ન થતા ઘન અને પ્રવાહી કણોનું મિશ્રણ.

GSEB Class 11 Chemistry Important Questions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 2.
નીચે વિભાગ – I માં આપેલા જળ પ્રદૂષકોને, વિભાગ – IIમાં આપેલ તેમના સ્રોત સાથે જોડો.

વિભાગ – I વિભાગ – II
(A) ઝેરી ભારે ધાતુઓ (1) કૃષિ ઉદ્યોગ અને ખનીજ ઉધોગથી જમીનનું ધોવાણ થવાથી.
(B) કીટનાશકો (2) ઘરેલું ગંદા પાણીની નિકાલ વ્યવસ્થા.
(C) ભારે કચરો (3) રાસાયણિક કારખાના અને ઉદ્યોગો દ્વારા.
(D) સૂક્ષ્મ જીવાણુઓ (4) જંતુઓ, ફૂગ અને નિંદામણનો નાશ કરવા વપરાતા પદાર્થોમાંથી,

ઉત્તર:
(A – 3), (B – 4), (C – 1), (D – 2)

વિભાગ – I વિભાગ – II
(A) ઝેરી ભારે ધાતુઓ (3) રાસાયણિક કારખાના અને ઉદ્યોગો દ્વારા.
(B) કીટનાશકો (4) જંતુઓ, ફૂગ અને નિંદામણનો નાશ કરવા વપરાતા પદાર્થોમાંથી,
(C) ભારે કચરો (1) કૃષિ ઉદ્યોગ અને ખનીજ ઉધોગથી જમીનનું ધોવાણ થવાથી.
(D) સૂક્ષ્મ જીવાણુઓ (2) ઘરેલું ગંદા પાણીની નિકાલ વ્યવસ્થા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *