GSEB Class 11 Biology Important Questions Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ

Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ Important Questions and Answers.

GSEB Class 11 Biology Important Questions Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
હીટેકરે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ક્યારે આપી ?
ઉત્તર:
1969.

પ્રશ્ન 2.
લીલમાં વાનસ્પતિક પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ?
ઉત્તર:
અવખંડને.

પ્રશ્ન 3.
ક્લોરોફાયસીને કયા સામાન્ય નામથી ઓળખવામાં આવે છે ?
ઉત્તર:
લીલી કે હરિત લીલ.

પ્રશ્ન 4.
ક્લોરોફાયસીમાં કયા પ્રકારના દ્રવ્યો આવેલા છે ?
ઉત્તર:
ક્લોરોફિલ-૩ અને ક્લોરોફિલ-b.

પ્રશ્ન 5.
ક્લોરોફાયસીમાં વાનસ્પતિક પ્રજનન સામાન્યતઃ કેવી રીતે થાય છે ?
ઉત્તર:
અવખંડને,

પ્રશ્ન 6.
ફીફાયસીને કયા સામાન્ય નામથી ઓળખવામાં આવે છે ?
ઉત્તર:
કથ્થાઈ કે બદામી લીલ,

GSEB Class 11 Biology Important Questions Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ

પ્રશ્ન 7.
ફીફાયસી લીલનું નિવાસસ્થાન જણાવો.
ઉત્તર:
દરિયાઈ.

પ્રશ્ન 8.
ફીફાસયીમાં વાનસ્પતિક પ્રજનન ક્રિયા કઈ પદ્ધતિથી થાય છે ?
ઉત્તર:
અવખંડન.

પ્રશ્ન 9.
રોડોફાયસીને કયા સામાન્ય નામથી ઓળખવામાં આવે છે ?
ઉત્તર:
લાલ કે રાતી લીલ,

પ્રશ્ન 10.
રોડોફાયસીમાં વાનસ્પતિક પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ?
ઉત્તર:
અવખંડન પદ્ધતિ,

પ્રશ્ન 11.
રોડીફાયસીમાં અલિંગી પ્રજનન કોના દ્વારા થાય છે ?
ઉત્તર:
અચલિત બીજાણુઓ દ્વારા

પ્રશ્ન 12.
કઈ વનસ્પતિઓ ઉભયજીવી છે ?
ઉત્તર:
દ્ધિઅંગી વનસ્પતિઓ.

પ્રશ્ન 13.
કયા વિભાગની વનસ્પતિ ખડકો કે જમીન પર વનસ્પતિ અનુક્રમણની ઘટેનામાં મહંવનો ભાગ ભજવે છે ?
ઉત્તર:
દિગી વનસ્પતિ.

પ્રશ્ન 14.
દ્ધિઅંગી વનસ્પતિમાં લિંગી અંગો એકકોષીય કે બહુકોષીય હોય છે ?
ઉત્તર:
બહુકોષીય,

પ્રશ્ન 15.
લીવરવર્ટનું ઉદાહરણ આપો.
ઉત્તર:
માર્ર્નિયા.

પ્રશ્ન 16.
મોસના જીવનની પ્રભાવી (dominant) અવસ્થા કઈ ?
ઉત્તર:
જન્યુજનક અવસ્થા.

પ્રશ્ન 17.
જજનું કે રખેવસ્થા કંઈ બે અવસ્થાને ધરાવે છે ?
ઉત્તર:

  • પ્રતંતુ,
  • પર્ણમય અવસ્થા.

પ્રશ્ન 18.
મોસ અને લીવરહર્ટે બંનેમાંથી બીજાણુજનક અવસ્થા શેમાં વધુ વિકસિત હોય છે ?
ઉત્તર:
મોસમાં.

પ્રશ્ન 19.
વાહકપેશી ધરાવતી સૌપ્રથમ સ્થળજ વનસ્પતિઓ કઈ છે ?
ઉત્તર:
ત્રિઅંગી વનસ્પતિઓ.

પ્રશ્ન 20.
ચલપુંજન્યુધાનીમાંથી શું મુક્ત થાય છે ?
ઉત્તર:
નરજન્યુઓ (ચલપુંજન્યુઓ).

પ્રશ્ન 21.
ચલપુંજન્યુઓને સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચવા માટે શાની આવશ્યકતા હોય છે ?
ઉત્તર:
પાણી.

પ્રશ્ન 22.
ત્રિઅંગીની પ્રભાવી અવસ્થા કઈ ?
ઉત્તર:
બીજાણુજનક અવસ્થા.

પ્રશ્ન 23.
વિષમબીજાણુક ત્રિઅંગી વનસ્પતિઓ કઈ ?
ઉત્તર:
સેલાજીનેલા અને સાલ્વિનીયા જેવી પ્રજાતિઓ.

પ્રશ્ન 24.
અનાવૃત બીજધારીઓ પૈકીનું એક વિરાટ વૃક્ષ કયું ?
ઉત્તર:
રેડ વૃક્ષ (giant redwood tree).

પ્રશ્ન 25.
ઊંચામાં ઊંચી વનસ્પતિ કઈ ?
ઉત્તર:
સીક્વોઈયા (sequoia).

પ્રશ્ન 26.
અનાવૃત બીજધારી વનસ્પતિમાં ફલન પછીથી વિકાસ પામતાં બીજ કેવા હોય છે ?
ઉત્તર:
નગ્ન કે ખુલ્લા.

પ્રશ્ન 27.
અનાવૃત બીજધારીમાં મૂળ કેવું હોય છે ?
ઉત્તર:
સોટીમય મૂળ.

પ્રશ્ન 28.
સાયનોબેક્ટેરિયા સાથે સહવાસી મૂળ કયા ?
ઉત્તર:
પ્રાવાર મૂળ.

પ્રશ્ન 29.
અનાવૃત બીજધારી વનસ્પતિઓ સમબીજાણુક છે કે વિષમબીજાણુક ?
ઉત્તર:
વિષમબીજાણુક.

પ્રશ્ન 30.
અનાવૃત બીજધારીમાં કયા બે પ્રકારનાં બીજાણુઓ બીજાણુધાનીમાં ઉદ્ભવે છે ?
ઉત્તર:
લઘુબીજાબ્રૂઓ અને મહાબીજાણુઓ.

GSEB Class 11 Biology Important Questions Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ

પ્રશ્ન 31.
અનાવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજનો વિકાસ ક્યાં થાય છે ?
ઉત્તર:
લઘુબીજાણુધાનીમાં.

પ્રશ્ન 32.
નર કે માદા શંકુ એક જ વૃક્ષ પર ઉદ્ભવ પામે તેવી વનસ્પતિ કઈ ?
ઉત્તર:
પાઈનસ.

પ્રશ્ન 33.
નર કે માદા શંકુ અલગ-અલગ વૃક્ષ પર ઉદ્ભવ પામે તેવી વનસ્પતિ કઈ ?
ઉત્તર:
સાયકસ.

પ્રશ્ન 34.
આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ કોના દ્વારા ઘેરાયેલા છે ?
ઉત્તર:
ફળ દ્વારા.

પ્રશ્ન 35.
એક લઘુબીજાણુ માતૃકોષમાંથી કેટલા લઘુબીજાણુ ઉત્પન્ન થાય ?
ઉત્તર:
ચારે.

પ્રશ્ન 36.
આવૃત બીજધારી વનસ્પતિઓની અજોડ ઘટના કઈ ?
ઉત્તર:
બેવડું ફલન.

પ્રશ્ન 37.
જન્યુજનક અવસ્થા રંગસૂત્રની સંખ્યાની દૃષ્ટિએ કેવી હોય છે ?
ઉત્તર:
એકકીય.

પ્રશ્ન 38.
બીજાણુજનક અવસ્થા રંગસૂત્રની દૃષ્ટિએ કેવી હોય છે ?
ઉત્તર:
દ્વિકીય.

પ્રશ્ન 39.
વનસ્પતિઓમાં જીવનચક્રની કેટલી ભાતો જોવા મળે છે ?
ઉત્તર:
ત્રણ.

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
હાલમાં કઈ વર્ગીકરણ પદ્ધતિ સ્વીકાર્ય છે ? તે શાનાં પર આધારિત છે ?
ઉત્તર:
હાલમાં જાતિવિકાસ પદ્ધતિ સ્વીકાર્ય છે. તે વિવિધ સજીવો વચ્ચે ઉવિકાસીય સંબંધો પર આધારિત છે.

પ્રશ્ન 2.
સંખ્યાકીય વર્ગીકરણવિદ્યા (numerical taxonomy) વિશે માહિતી આપો.
ઉત્તર:
સંખ્યા કીય વર્ગીકરણવિઘા કે જેમાં કમ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી રહે છે, જે અવલોકિત કરેલી બધી જ લાક્ષણિકતાઓ (observable characteristics) પર આધારિત છે, બધાં જ લક્ષણો અને સ્વીકૃત માહિતી (data)ના આંકડાની સંખ્યા અને સંકેતો (codes) નિર્દિષ્ટ છે અને તે પછી પ્રક્રિયા કરવામાં આવે છે, આ રીતે દરેક લક્ષણને એકસરખું મહત્ત્વ અપાયું છે અને એ જ સમયે ત્વરિત સેંકડો જેટલા લક્ષણો ધ્યાને લઈ શકાય છે.

પ્રશ્ન 3.
હાલના દિવસોમાં વર્ગીકરણવિદ્દી વર્ગીકરણની મૂંઝવણના નિરાકરણ માટે કંઈ વર્ગીકરણવિદ્યાનો ઉપયોગ કેવી રીતે કરે છે ?
ઉત્તર:
હાલના દિવસોમાં વર્ગીકરવિદો દ્વારા મૂંઝવણના નિરાકરણ માટે કોષ વર્ગીકરણવિદ્યા (cytotaxonormy) કે જે રંગસૂત્રની સંખ્યા, રચના, વર્તણૂંક જેવી કોષવિદ્યાકીય માહિતી અને રસાયણ વર્ગીકરણવિઘા (chemetaxonomy) કે જે વનસ્પતિઓના રાસાયણિક ઘટકો, ઉપયોગમાં લેવાય છે.

પ્રશ્ન 4.
લીલનું નિવાસસ્થાન જણાવો,
ઉત્તર:
મહદ્અંશે જલજ – મીઠા પાણી અને ખારા પાણી બંનેમાં જોવા મળે છે, તે ભેજવાળા પથ્થરો, જમીન અને લાકડાં પર, કેટલીક લીલ. ફૂગ સાથે (લાઇકેન) અને પ્રાણીઓ (પહાડોના રીંછ પર) સાથે પણ સંગતિ થાય છે.

પ્રશ્ન 5.
લીલમાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે ?
ઉત્તર:
વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા થાય છે, જે મુખ્યત્વે ચલબીજાણું હોય છે. તેઓ કશાધારી, ચલાયમાન હોય છે અને અંકુરિત થઈ નવા છોડમાં પરિણમે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ

પ્રશ્ન 6.
લીલને કયા વગમાં વહેંચવામાં આવે છે ?
ઉત્તર:
લીલને ત્રણ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે: ક્લોરોફાયસી, ફીફાયસી અને રોડફાયસી.

પ્રશ્ન 7.
ક્લોરોફાયસીની રચના કેવી હોય છે ?
ઉત્તર:
તેમનો વાનસ્પતિક દેહ એકકોષીય, વસાહતી કે તંતુમય હોઈ શકે છે.

પ્રશ્ન 8.
ક્લોરોફાયસીમાં જોવા મળતા હરિતકણો કયા ક્યા આકારનાં જોવા મળે છે ?
ઉત્તર:
બિંબ આકાર, તેની જેવા, લોકાર, કપ આકાર, કુંતલા કાર પટ્ટી આકારના જોવા મળે છે.

પ્રશ્ન 9.
શબ્દ સમજૂતી આપો : પ્રોભુજ કો,
ઉત્તર:
ક્લોરોફાયસીના ધન્નાં સભ્યો હરિતકણો ચિત (સ્થાન પામેલા) પ્રભુજકો કહેવાતા એક કે વધુ સંગ્રાહક ભાગો ધરાવે છે. પ્રભુજકો પ્રોટીન ઉપરાંત ચર્ચ ધરાવે છે, કેટલીક લીલ તૈલી બિંદુઓના સ્વરૂપમાં ખોરાકસંગ્રહ કરી શકે છે.

પ્રશ્ન 10.
ક્લોરોફાયસીની કોષદીવાલ શેની બનેલી છે ?
ઉત્તર:
ક્લોરોફાયસીની સામાન્યતઃ સખત કોષદીવાલ ધરાવે છે, જેનું અંદરનું નાવરણ સેલ્યુલોઝનું અને બહારનું આવરણ આંટીએનું બનેલું છે.

પ્રશ્ન 11.
ક્લોરોફાયસીમાં અલિંગી પ્રજનન કઈ રીતે થાય છે ?
ઉત્તર:
ક્લોરોફાયસીમાં અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુઓના નિર્માણ દ્વારા થાય છે, ચલબીજાણુધાનીમાં ઉદ્ભવતા કશાધારી એલબીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે,

પ્રશ્ન 12.
ક્લોરોફાયસીમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે ?
ઉત્તર:
ક્લોરોફાયસી એ લિંગી કોષના પ્રકાર તેમજ નિર્માણમાં નોંધપાત્ર વિવિધતા દર્શાવે છે. તે સમજવુક, વિષમજવુક કે અંડજન્સુક હોઈ શકે છે.

પ્રશ્ન 13.
ક્લોરોફાયસીના ઉદાહરણ આપો.
ઉત્તર:
ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોધીક્સ, સ્પાયરોગાયરા અને મારા જેવી કેટલીક સામાન્ય રીતે જોવા મળતી લીલ.

પ્રશ્ન 14.
ફ્રીઓફાયસી (કથ્થાઈ બદામી) લીલની બાહ્યરચના કેવા પ્રકારની હોય છે ?
ઉત્તર:
તેઓના કદ વિસ્તાર સાદા શાખિત, તંતુમય સ્વરૂપો – એ ક્રોકાર્પસથી લઈને અતિશય શાખિત સ્વરૂપો જે ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિઓ (kelp)નું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ 100 મીટર જેટલું કદ ધરાવે છે.

પ્રશ્ન 15.
ફીફાયસીમાં રંજકદ્રવ્યો કયા પ્રકારના હોય છે ?
ઉત્તર:
તેઓ ક્લોરોફિલ-a, ક્લોરોફિલ-c, કેરેટીનોઇસ અને ઝેન્ગ્રોફિક્સ જેવા રંજકદ્રવ્યો ધરાવે છે.

પ્રશ્ન 16.
ફીફાયસીની કોષદીવાલ શાની બનેલી છે ?
ઉત્તર:
ફીફાયસીના વાનસ્પતિક કોષો સેલ્યુલોઝની કોષદીવાલ ધરાવે છે, જે સામાન્યત: બહારની બાજુને આર્જિનના જીલેટીન આવરણ દ્વારા આવરિત હોય છે.

પ્રશ્ન 17.
ફ્રીઓફાયસીમાં વાનસ્પતિક દેહરચના વર્ણવો.
ઉત્તર:
ફીફાયસીની જીવરસ એ રંજકકણો ઉપરાંત મધ્યસ્થાને રસધાની અને કોષકેન્દ્ર ધરાવે છે. વનસ્પતિ દેહ સામાન્યતઃ સ્થાપક અંગ કે દંડ .દ્વારા આધાર સાથે જોડાયેલ હોય છે. તે વૃત (stalk), છત્રિકાવૃત (stige) અને પર્ણ જેવું પ્રકાશસંશ્લેષી અંગ પ્રપર્ણ (અપુષ્પપર્ણ – frond) ધરાવે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ

પ્રશ્ન 18.
ફીફાયસીમાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે ?
ઉત્તર:
અલિંગી પ્રજનન મુખ્યત્વે ફીફાયસી (બદામી લીલ)માં દિકશાધારી ચલબીજાણુઓ દ્વારા થાય છે કે જે નાસપતિ આકારના (near shaped] અને બે અસમાન પાર્વીય રીતે જોડાયેલી કેશાઓ ધરાવે છે.

પ્રશ્ન 19.
ફીફાયસીમાં લિંગી પ્રજનન સમજાવો.
ઉત્તર:
ફીફાયસીમાં. લિંગી પ્રજનન એ સમજવુકો, વિષમજવુક કે અંડજન્યુક હોઈ શકે છે. જન્યુઓનું જોડાણ પાણીમાં કે અંડધાની | (અંડજન્યુ, અતિમાં) થઈ શકે છે. જન્યુઓ નાસપતિ આકારના અને બે પાર્ષીય રીતે જોડાયેલી કથાઓ ધરાવે છે.

પ્રશ્ન 20.
ફીફાયસી (બદામી લીલ)ના ઉદાહરણો આપો.
ઉત્તર:
એક્ટો કાર્પસ, ડીક્ટીઓય, લેમિનારિયા, સરગાસમ અને ફ્લેક્સ,

પ્રશ્ન 21.
રોડોફાયસી (રાતી,લાલ) લીલનું નિવાસસ્થાન જણાવો.
ઉત્તર:
મોટાભાગે રાતી લીલ દરિયાઈ છે, જે હૂંફાળા પાણીમાં વધુ જોવા મળે છે. તેઓ પાણીની સપાટીની નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરોમાં વધુ ઊંડાઈએ જ્યાં સાપેક્ષ રીતે ખૂબ જ ઓછો પ્રકાશ પ્રવેશે તેવા વિસ્તારોમાં એમ બંને સ્થાને થાય છે.

પ્રશ્ન 22.
રોડોક્રાયસીની રચના જણાવો.
ઉત્તર:
રોડોફાયસીનું સુકાય બહુકોષીય છે. તેમાંથી કેટલીક લીલ જટિલ દૈહિક આયોજન ધરાવે છે.

પ્રશ્ન 23.
રોડોફાયસીમાં રંજકકણો કેવા હોય છે ?
ઉત્તર:
રોડોફાયસીનાં દેહમાં લાલ રંજકદ્રવ્ય -r-ફાયકોઇરીશ્રીન પ્રભાવિતા છે,

પ્રશ્ન 24.
રોડોક્રાયસીમાં લિંગી પ્રજનન સમજાવો.
ઉત્તર:
રોડફાયસીમાં લિંગી પ્રજનન એ અંડજન્યુક પ્રકારે થાય છે. તેની સાથે જટિલ પદ્મફલન વિકાસ થાય છે.

પ્રશ્ન 25.
રોડોફાયસીમાં ખોરાકનો સંગ્રહ ક્યા સ્વરૂપે થાય છે ?
ઉત્તર:
રોડફાયસીમાં ખોરાકનો સંગ્રહ ક્લોરિડીઅન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે કે જે બંધારણમાં એમાયલોપેક્ટિન અને ગ્લાયકોજનને ઘણું મળતું આવે છે.

પ્રશ્ન 26.
રોડોફાયસીના ઉદાહરણ આપો.
ઉત્તર:
પોલી સાઇફોનિયા, પોરફાયરા, ગ્રેસિવારિયા, જેલિડિયમ.

પ્રશ્ન 27.
હિઅંગી વનસ્પતિઓનું નિવાસસ્થાન જણાવો,
ઉત્તર:
દ્ધિઅંગી વનસ્પતિઓ ટેકરીઓમાં ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારોમાં સામાન્ય રીતે વિકાસ પામતી જોવા મળે છે.

પ્રશ્ન 28.
દ્વિસંગીની દેહરચના સમજાવો.
ઉત્તર:
દ્વિઅંગીનો દેહ સુકાય જેવો છે. તેનું સુકાય પથરાયેલ કે ટટ્ટાર છે. તે એકકોષીય કે બહુકોષીય મૂલાંગો દ્વારા આધાર સાથે જોડાયેલું રહે છે. તેઓ સાચાં મૂળ, પ્રકાંડ કે પર્ણો ધરાવતા નથી,

પ્રશ્ન 29.
રંગસૂત્રની દૃષ્ટિએ હિઅંગીઓમાં વનસ્પતિનો મુખ્ય દેહ કેવો હોય છે ? તે શું ઉત્પન્ન કરે છે ?
ઉત્તર:
રંગસૂત્રની દૃષ્ટિએ દ્ધિઅંગીઓમાં વનસ્પતિનો મુખ્ય હ એકકીય છે. તે જન્યુઓ ઉત્પન્ન કરે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ

પ્રશ્ન 30.
ટ્રિગીમાં જન્યુજનક સમજાવો.
ઉત્તર:
દ્ધિઅંગીઓનો મુખ્ય વનસ્પતિ દેહ એ કફીય છે, તે જન્યુઓ ઉત્પન્ન કરે છે, તેથી તેને જન્યુજનક કહે છે,

પ્રશ્ન 31.
દ્વિઅંગીમાં નર લિંગી અંગને શું કહે છે ? તે શું ઉત્પન્ન કરે છે ?
ઉત્તર:
કિજંગીમાં લિંગી અંગો બહુકોષી છે, નર લિંગી અંગને પુંજન્યુધાની કહે છે, તેઓ વિકશાધારી ચલજન્યુઓ ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 32.
દિઅંગીમાં માદા લિંગી અંગને શું કહે છે ? તે શું ઉત્પન્ન કરે છે ?
ઉત્તર:
દ્ધિઅંગીમાં માદા લિંગી અંગને સ્ત્રીજન્યુધાની કહે છે. તે શંકુ આકારની અને એક અંડકોષ ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 33.
હિઅંગીમાં બીજાણુજનક અવસ્થા વિશે માહિતી આપો.
ઉત્તર:
દ્વિઅંગીમાં બીજાણુજનક એ મુક્તજીવી નથી, પરંતુ પ્રકાશસંશ્લેષી જન્યુજનક સાથે જોડાયેલો રહે છે અને તેમાંથી તેનું પોષણ મેળવે છે. બીજીણુજનકના કેટલાક કોષો અર્ધીકરણ પામી એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે, આ બીજાણુઓ અંકુરિત થઈ જન્યુજનક ઉત્પન્ન કરે છે,

પ્રશ્ન 34.
દ્ધિઅંગી વનસ્પતિને મુખ્યત્વે કેટલા અને કયા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે ?
ઉત્તર:
દ્ધિઅંગી વનસ્પતિને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.

  • લીવરહર્ટ,
  • મોસ. છે.

પ્રશ્ન 35.
લીવરહર્ટનું નિવાસસ્થાન જણાવો,
ઉત્તર:
સામાન્ય રીતે ભેજયુક્ત, છાયાપ્રિય નિવાસસ્થાનોમાં વિકાસ પામે છે. જેવા કે પાણીના પ્રવાહો (ઝરણાં, નદી વગેરે)ના કિનારે ભેજવાળા મેદાનોમાં, ભીની જમીન પર, વૃક્ષોની છાલ પર અને લાકડાંઓના ગતમાં જોવા મળે છે,

પ્રશ્ન 36.
લીવરાટેના સુકાયની રચના કેવી હોય છે ?
ઉત્તર:
લીવરહર્ટનું સુકાય પૃષ્ઠ-વક્ષીય છે અને ગાઢ રીતે આધાર સાથે ચોંટેલું હોય છે, પત્રય સભ્યો એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળ (પંક્તિમાં પર્ણ જેવી નાની નાની સંરચનાઓ (ઉપાંગો ધરાવે છે.

પ્રશ્ન 37.
લીવરહર્ટમાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે ?
ઉત્તર:
લીવરહર્ટમાં અલિંગી પ્રજનન સુકાયના અવલંબન દ્વારા કે કુંડમલીઓ (Sitmrniie) કઈવાતી વિશિષ્ટ રચનાના નિમાણ લારી થાય છે.

પ્રશ્ન 38.
કુડમલી (gamnae) – શબ્દ સમજૂતી આપો.
ઉત્તર:
કુડલીઓ લીલી, બહુકોષીય, અલિંગી કલિકાઓ છે કે જે સુકાય ઉપર સ્થિત કુંડમલી પ્યાલાઓ (gamma cups) કહેવાતી નાની કુપધાનીઓ (receptacles) વિકસે છે. કુંડમલી પિતૃદેહથી છૂટી
પડે છે અને અંકુરિત થઈ નવા સ્વતંત્ર છોડમાં પરિણમે છે.

પ્રશ્ન 39.
લીવરહર્ટમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે ?
ઉત્તર:
લીવરહર્ટમાં લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો એક જ સુકાય પર કે અલગ સુકાય પર ઉદ્ભવે છે. બીજાણુજનક પાદ, પ્રાવરદંડ અને પાવરમાં વિભેદિત થાય છે. અર્ધીકરણ બાદ પાવરમાં બીજાત્રુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ અંકુરિત થઈ મુક્તજીવી જન્યુજનક બનાવે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ

પ્રશ્ન 40.
મોસમાં પ્રતંતુ અવસ્થા સમજાવો.
ઉત્તર:
મૌસના જીવનચક્રની જન્યુજનક અવસ્થા પ્રતંતુ અવસ્થા છે કે જે બીજણમાંથી સીધી વિકાસ પામે છે. તે વિસર્પી (ભૂપ્રસારી), લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે.

પ્રશ્ન 41.
મોસમાં પણમય અવસ્થા સમજાવો.
ઉત્તર:
મોસના જીવનચક્રની જન્યુજનક અવસ્થાની બીજી અવસ્થા પર્ણમય અવસ્થા છે કે જે પાર્ષીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે છે, તેઓ સીધા (ટદ્વારદૃ) કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે. તેઓ બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા હોય છે. આ અવસ્થા લિગી અંગો ધારણ

પ્રશ્ન 42.
મોસમાં વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થાય છે ?
ઉત્તર:
મૌસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન કે કલિકાસર્જન દ્વારા થાય છે,

પ્રશ્ન 43.
મોસમાં લિંગી પ્રજનન સમજાવો.
ઉત્તર:
મોસમાં લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુંજન્યુધાની અને ત્રીજન્યુધાની પન્નમય પ્રરોહ (માંકુર)ની ચેચે ઉદ્ભવે છે. ફલન બાદ ફલિતાંડ એક પાદ, પાવરદંડ અને પ્રાચર ધરાવતી બીજાણુજનકમાં વિકાસ પામે છે.

પ્રશ્ન 44.
મોસમ અલિની પ્રજનન સમારો
ઉત્તર:
મોસમાં બીજા જનક અવસ્થા વિકસિત હોય છે. મોસ એ બીજાણુ વિકિરણની કાર્યપદ્ધતિ ધરાવે છે. મોસના ઉદાહરણ આપો. જ, ફયુગારિયા, પોલીટ્રીકમ, સ્ટંગનમ.

GSEB Class 11 Biology Important Questions Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ

પ્રશ્ન 45.
ત્રિઅંગી વનસ્પતિઓની ઉપયોગિતા જણાવો.
ઉત્તર:
ત્રિભંગીઓ ઔષધીય હેતુઓ માટે અને ભૂમિ-બંધકો તરીકે ઉપયોગી છે. ઘણીવાર સુશોભન માટે પણ ઉછેરવામાં આવે છે.

પ્રશ્ન 46.
ત્રિઅંગીનું નિવાસસ્થાન જણાવો,
ઉત્તર:
ત્રિભંગીઓ ઠંડા, ભેજયુક્ત, છાયાપ્રિય સ્થાને જોવા મળે છે, છતાં કેટલીક ત્રિભંગી રેતાળ જમીનમાં પણ સારી રીતે ફૂલેફાલે છે.

પ્રશ્ન 47.
ત્રિઅંગી વનસ્પતિમાં પર્ણો કેવા હોય છે ?
ઉત્તર:
ત્રિઅંગી વનસ્પતિઓના પર્ણો નાના (સૂક્ષ્મપર્ણી – microphylls) – સેલાજીનેલામાં કે મોટા મહાપર્ણી – macrophylls) – હંસરાજમાં હોય છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ

પ્રશ્ન 48.
શબ્દ સમજૂતી આપો : બીજાણુપર્ણ (Sporophylls),
ઉત્તર:
ત્રિઅંગમાં બીજાણુજનકે એ બીજાગ્રુધાની ધારણ કરે છે, જે પર્ણ જેવી સંરચનાઓ પર જોડાયેલા રહે છે, જેને બીજાણુપર્ણ કહે છે.

પ્રશ્ન 49.
શબ્દ સમજૂતી આપો : પ્રશંકુશંકુ (strobitus or cone).
ઉત્તર:
કેટલાંક કિસ્સાઓમાં બીજાણુપર્ણો વિશિષ્ટ સંગઠિત રચનાઓ બનાવે છે, જેને પ્રશંકુ કે શંકુ કહે છે.

પ્રશ્ન 50.
પ્રસુકાય (Prothallus) એટલે શું ?
ઉત્તર:
બીજાણુધાનીમાં રહેલ બીજાણુ માતૃકોષોમાં અર્ધીકરન્ન દ્વારા બીજાઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ અંકુરિત થઈ નરી આંખે ન જોઈ શકાય તેવા અસ્પષ્ટ, નાના, પરંતુ બહુકોષીય, મુક્તજીવી મુખ્યત્વે પ્રકાશસંશ્લેષી સુકાયક જેવા જન્યુજનકોમાં વિકાસ પામે છે, તેને પ્રસુકાય કહે છે.

પ્રશ્ન 51.
ત્રિઅંગીમાં જન્યુજનકને વિકાસ પામવા માટે કેવું અનુકૂલન જોઈએ ?
ઉત્તર:
ત્રિઅંગીમાં જન્યુજનકને વિકાસ પામવા ઠડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાની જરૂર છે.

પ્રશ્ન 52.
ત્રિઅંગીમાં નર અને માદા લિંગી અંગો ધારણ કરતી રચનાને શું કહે છે ?
ઉત્તર:
ત્રિઅંગીમાં નર અને માદા લિંગી અંગો ધારણ કરતી રચનાને અનુક્રમે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની કહે છે.

પ્રશ્ન 53.
ત્રિઅંગીમાં ફલિતાંડનું નિર્માણ કેવી રીતે થાય છે ?
ઉત્તર:
નરજન્યુઓનું સ્ત્રીજન્યુધાનીમાં આવેલ માદાજન્યુ સાથે જોડાણ થાય છે, તેને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે.

પ્રશ્ન 54.
સમબીજાણુક વનસ્પતિઓ (homospore) એટલે શું ?
ઉત્તર:
ત્રિઅંગીમાં મહદ્અંશે બધા બીજાણુઓ એકસરખા પ્રકારના હોય છે. આવી વનસ્પતિઓને સમબીજાણુક વનસ્પતિઓ કહે છે.

પ્રશ્ન 55.
વિષમબીજાણુક વનસ્પતિઓ (heterospore) એટલે શું ?
ઉત્તર:
ત્રિઅંગીની કેટલીક પ્રજાતિઓ કે જે બે પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે. મહા (macro) અને લઘુ (micro) બીજાણુઓ, આથી તેમને વિષમબીજાક્ષુક વનસ્પતિઓ કહે છે.

પ્રશ્ન 56.
ત્રિઅંગીને કેટલા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે ? કયા કયા ? ઉદાહરણ આપો,
ઉત્તર:
ત્રિઅંગીને ચાર વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે-

  • સાઇલોસડા (સાઇલોટમ – Psilotum)
  • લાયકોપ્સીડા (સેલાજીનેલા, લાયકોપોડિયમ – Lycopodium)
  • ફીનીસીડા (ઇક્વીસટર્મ)
  • ટેરોસીડા (ડ્રાયપૅરિસ – Dryotteris, પેરિસ – Pteris, ઐડિએન્ટમ – Adiantum)

પ્રશ્ન 57.
કવમૂળ (mycorrhla) એટલે શું ? ઉદાહરણ આપો.
ઉત્તર:
અનાવૃત બીજધારીની કેટલીક પ્રજાતિઓમાં મૂળ એ ફૂગ સાથે સહવાસથી કવકમૂળ બનાવે છે. દા.ત., પાઈનસ.

પ્રશ્ન 58.
પ્રાવારમૂળ (coralloid root) એટલે શું ? ઉદાહરણ આપી.
ઉત્તર:
સાયકસમાં નાના વિશેષિત મૂળ હોય છે, જેને પ્રાવાર મૂળ કહે છે, જે નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા સાથે સહવાસી છે.

પ્રશ્ન 59.
શબ્દ સમજૂતી આપો : લઘુબીજાણુધારક કે નર શંકુ.
ઉત્તર:
લઘુબીજાણુપર્ણ અને લઘુબીજાક્ષુધાની ધારણ કરતા શંકુને લઘુબીજાણુધારક કે નરશંકુ કહે છે.

પ્રશ્ન 60.
અનાવૃત બીજધારીમાં બીજાણુઓ ક્યાં નિર્માણ પામે છે ?
ઉત્તર:
અનાવૃત બીજધારીમાં બીજાણુઓ જે શિથિલ કે સંઘટિત શંકુ સ્વરૂપમાં અક્ષ પર કુંતલાકાર રીતે ગોઠવાયેલા બીજાણુપર્ણો પર નિર્માણ પામે છે.

પ્રશ્ન 61.
અનાવૃતમાં પરાગરજનું નિર્માણ કેવી રીતે થાય છે ?
ઉત્તર:
લઘુબીજાણુઓથી નરજન્યુજનક પેઢી વિકસે છે કે જે ખૂબ જ ઘટાડો પામેલા (અવનત પામેલ) કોર્ષો પૂરતી સીમિત છે. આ કોષોની સંખ્યામાં ઘટાડો પામેલ જન્યુજનકને પરાગરજ કહે છે.

પ્રશ્ન 62.
શબ્દ સમજૂતી આપો : મહાબીજાણુધારક કે માદા શંકુ.
ઉત્તર:
અંડકો કે મહાબીજાણુધાની સાથે મહાબીજા પર્ણો ધારણ કરતા શંકુને મહાબીજાણુધારક કે માદા શંકુ કહે છે.

પ્રશ્ન 63.
અનાવૃત બીજધારીમાં અંડકનો વિકાસ કેવી રીતે થાય છે ?
ઉત્તર:
પ્રદેહના એકમાત્ર કોષમાંથી મહાબીજા માતૃકોષ વિભેદિત થાય છે, જે પ્રદેહ આવરણોથી રક્ષાયેલ છે. આવી સંયુક્ત રચનાને અંડક કહે છે.

પ્રશ્ન 64.
અનાવૃત બીજધારી વનસ્પતિમાં ફલનક્રિયા ટૂંકમાં વર્ણવો.
ઉત્તર:
લઘુબીજાણુધાનીમાંથી પરાગરજ મુક્ત થાય છે, તે પવન દ્વારા વહન પામી મહાબીજાણુપર્ણો પર પેદા થયેલા ખુલ્લા અંડકોના છિદ્રો સાથે સંપર્કમાં આવે છે. તે અંડકમાં રહેલ સ્ત્રીજન્યુધાની તરફ વિકાસ પામી પરાગનલિકા બનાવે છે, જે નરજન્યુઓનું વહન કરે છે અને સ્ત્રીજન્યુધાનીના મૂળ પાસે તેમના દ્રવ્યો (નરજન્યુઓ સહિત) મુક્ત કરે છે.

પ્રશ્ન 65.
અનાવૃત બીજધારીનું પ્રકાંડ કેવું હોય છે ?
ઉત્તર:
પ્રકાંડ અશાખિત (સાયકસ) કે શાખિત (પાઈનસ, સીડ્સ) હોય છે.

પ્રશ્ન 66.
આવૃત બીજધારી વનસ્પતિઓમાં સૌથી નાની વનસ્પતિ અને ઊંચું વૃક્ષ ક્યું ? તેમના કદ જણાવો.
ઉત્તર:
આવૃત બીજધારી વનસ્પતિમાં સૌથી નાની વનસ્પતિ વુલ્ફીયા ગ્લોબોઝા 2.2 મી.મી, કદ ધરાવે છે, જયારે નીલગીરીના ઊંચા વૃક્ષ 100
મીટરથી વધારે જોવા મળે છે.

પ્રશ્ન 67.
આવૃત બીજધારી વનસ્પતિની ઉપયોગિતા જણાવો.
ઉત્તર:
આ વનસ્પતિ આપણને ખોરાક, ઘાસચારો, બળતણ, ઔષધો અને બીજી ઘણી વ્યાવસાયિક અગત્યની પેદાશો પૂરી પાડે છે.

પ્રશ્ન 68.
આવૃત બીજધારી વનસ્પતિના વર્ગો કેટલા ? કયા કયા ?
ઉત્તર:
આવૃત બીજધારી વનસ્પતિને બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે :

  • દ્વિદળી વનસ્પતિઓ,
  • એકદળી વનસ્પતિઓ.

પ્રશ્ન 69.
દ્વિદળી વનસ્પતિઓના લક્ષણો જણાવો.
ઉત્તર:
તેમાં બીજમાં બે બીજપત્રો, પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ અને ચતુઃ અવયવી કે પંચાવવી પુષ્પો ધરાવે છે.

પ્રશ્ન 70.
એકદળી વનસ્પતિઓના લક્ષણો જણાવો.
ઉત્તર:
તેમાં બીજમાં એક જ બીજપત્ર, પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ અને ત્રિઅવયવી પુષ્પો ધરાવે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ

પ્રશ્ન 71.
આવૃત બીજધારીમાં પુંકેસર વિશે માહિતી આપો,
ઉત્તર:
આવૃત બીજધારીમાં એક પુંકેસર પાતળા તંતુ, યોજી અને ટોચના ભાગે પરાગાસનનું બનેલું છે.

પ્રશ્ન 72.
આવૃત બીજધારીમાં સ્ત્રીકેસર વિશે માહિતી આપો.
ઉત્તર:
સ્ત્રીકેસર બીજાશયથી ઘેરાયેલા એક કે વધુ અંડકો ધરાવે છે.

પ્રશ્ન 73.
ધૂણપુટ એટલે શું ?
ઉત્તર:
સ્ત્રીકેસર બીજાશયથી ઘેરાયેલા એક કે વધુ અંડકો ધરાવે છે. અંડકોની અંદર ખૂબ જ ધટાડો (અવનત) પામેલ માદાજન્યુજનક હોય છે. જેને ભૂપુટ કહે છે.

પ્રશ્ન 74.
ભ્રપુટની રચના જણાવો.
ઉત્તર:
દરેક ભૂણપુટ ત્રણ કોષીય અંડપ્રસાધન (એક અંડકોષ અને બે સહાયક કોષો), ત્રણ પ્રતિધ્રુવીય કોષો અને બે ધ્રુવીય કોષકેન્દ્રો ધરાવે છે. ધ્રુવીય કોષકેન્દ્રો જોડાઈને છેવટે દ્વિતીય દ્વિતીયક કોષકેન્દ્રનું સર્જન કરે છે.

પ્રશ્ન 75.
વ્યાખ્યા આપો : પરાગનયન.
ઉત્તર:
પરાગાશયમાંથી પરાગરજના વિકિરણ પામ્યા બાદ પવન કે વિવિધ અન્ય વાહકો દ્વારા પરાગરજને સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત કરવામાં આવે છે, જેને પરાગનયન કહે છે.

પ્રશ્ન 76.
આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણ અને ભ્રૂણપોષનો વિકાસ કેવી રીતે થાય છે ?
ઉત્તર:
ફલિતાંડનો ભ્રૂણ (એક કે બે બીજાપત્રો સાથે)માં વિકાસ થાય છે અને PEN (પ્રાથમિક ભૂગપોષ કોષકેન્દ્ર) એ ભ્રૂણપોષમાં વિકાસ પામે છે કે જે વિકાસ પામતાં ભૂશને પોષણ પૂરું પાડે છે. સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો ફલન બાદ અવનત પામે છે. આ ઘટનાઓ દરમિયાન અંડકો બીજમાં પરિણમે છે અને બીજાશય ફળમાં વિકાસ પામે છે.

પ્રશ્ન 77.
વિવિધ વનસ્પતિઓમાં એકકીય કે દ્વિકીય વાનસ્પતિક દેહનું નિર્માણ કેવી રીતે થાય છે ?
ઉત્તર:
વનસ્પતિમાં એકકીય અને દ્વિકીય એમ બંને કોષો સમવિભાજનથી વિભાજન પામી શકે છે. આ ક્ષમતાને કારણે એકકીય કે દ્વિકીય વાનસ્પતિક દેહનું નિર્માણ થાય છે.

પ્રશ્ન 78.
એકાંતરજનન એટલે શું ?
ઉત્તર:

  • એકવિધ જીવનચક્ર,
  • દ્વિવિધ જીવનચક્ર,
  • એક-દ્વિવિધ જીવનચક્ર.

પ્રશ્ન 79.
એકવિધ પ્રકારનું જીવનચક્ર જોવા મળતી વનસ્પતિઓના ઉદાહરણ આપો.
ઉત્તર:
વોલ્વોક્સ, સ્પાયરોગાયરા, ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ.

પ્રશ્ન 80.
દ્વિવિધ જીવનચક્રમાં બીજાણુજનક અવસ્થા કેવી હોય છે ?
ઉત્તર:
તેમાં દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર હોય છે.

પ્રશ્ન 81.
દ્વિવિધ જીવનચક્રમાં જન્યુજનક અવસ્થાની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
જન્યુજનક તબક્કો એટલે કે થોડાંક કોષીય એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ

પ્રશ્ન 82.
દ્વિવિધ પ્રકારનું જીવનચક્ર જોવા મળતી વનસ્પતિઓ કઈ છે ?
ઉત્તર:
બધી બીજધારી અનાવૃત કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે.

પ્રશ્ન 83.
દ્વિઅંગી વનસ્પતિમાં એક-દ્વિવિધ જીવનચક્ર દરમિયાન જન્યુજનક તબક્કાની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
પ્રભાવી, સ્વતંત્ર, પ્રકાશસંશ્લેષી, સુકાયક કે સીધો (ટટ્ટાર) તબક્કો એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે.

પ્રશ્ન 84.
દ્વિઅંગી વનસ્પતિમાં એક-દ્વિવિધ જીવનચક્ર દરમિયાન બીજાણુજનક તબક્કાની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
તેમાં પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણ કે અપૂર્ણ નિર્ભર કરતી ટૂંકજીવી, બહુકોષીય બીજાણુજનક અવસ્થા છે.

પ્રશ્ન 85.
ત્રિઅંગી વનસ્પતિમાં એક-દ્વિવિધ જીવનચક્ર દરમિયાન બીજાણુજનક તબક્કાની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
તેમાં દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, સ્વતંત્ર, પ્રકાશસંશ્લેષી, વાહકપેશીધારી વનસ્પતિ દેહ દ્વારા રજૂ થાય છે.

પ્રશ્ન 86.
ત્રિઅંગી વનસ્પતિમાં એક-દ્વિવિધ જીવનચક્ર દરમિયાન જન્યુજનક તબક્કાની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
તે બહુકોષીય, મૃતોપજીવી/સ્વયંપોષી, સ્વતંત્ર પરંતુ ટૂંકજીવી એકકીય જન્યુજનક અવસ્થા છે.

પ્રશ્ન 87.
એક-દ્વિવિધ જીવનચક્ર ધરાવતી વનસ્પતિના ઉદાહરણ આપો.
ઉત્તર:
એકટોકાર્પસ, પોલીસાયફોનિયા અને મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની વનસ્પતિઓ.

Higher Order Thinking Skills (HOTS)

પ્રશ્ન 1.
સૌપ્રથમ સાચાં મૂળ, પ્રકાંડ અને પટ્ટમાં વિભેદિત વનસ્પતિ વિભાગ ક્યો ?
ઉત્તર:
સૌપ્રથમ સાચાં મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદિત વનસ્પતિ નિગી વિભાગની છે.

પ્રશ્ન 2.
ત્રિઅંગી વનસ્પતિઓનો પ્રસાર મર્યાદિત છે અને તેઓ સંકુચિત ભૌગોલિક વિસ્તાર પૂરતી સીમિત છે. – સમજાવો.
ઉત્તર:
ત્રિઅંગી વનસ્પતિઓના જન્યુજનકને વિકાસ પામવા ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાની જરૂર છે. આ ખાસ સીમિત જરૂરિયાત અને ફલન માટે પાણીની આવશ્યકતાને કારણે જીવંત ત્રિઅંગી વનસ્પતિઓનો પ્રસાર ફેલાવો મર્યાદિત છે અને તેઓ સંકુચિત ભૌગોલિક વિસ્તાર પૂરતી સીમિત છે.

પ્રશ્ન 3.
અનાવૃત બીજધારી વનસ્પતિમાં માદાજન્યુજનકનો વિકાસ સમજાવો.
ઉત્તર:
પ્રદેહના એકમાત્ર કોષમાંથી મહાબીજારૢ માતૃકોષ વિભેદિત થાય છે, જે પ્રદેહ આવરણોથી રક્ષાયેલ છે. આવી સંયુક્ત રચનાને ખંડક કહે છે. અંડક એ મહાબીજાબ્રુપર્ણ પર ઉદ્ભવે છે કે જે ગુચ્છાદાર બની માદા શંકુ બનાવે છે. મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણથી વિભાજિત થઈ ચાર એકકીય મહાબીજાણુઓનું નિર્માણ કરે છે. મહાબીજાણુધાની (પ્રદેહ)ની અંદર મહાબીજાત્રુઓ પૈકી એક જ મહાબીજાણુઓ બહુકોષીય માદાજન્યુજનકમાં વિકાસ પામે છે કે જે બે કે વધુ સ્ત્રીજન્યુધાનીઓ કે માદા લિંગી અંગો ધારણ કરે છે. બહુકોષીય માદાજન્યુજનક પણ મહાબીજાણુધાનીની અંદર જળવાય છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ

પ્રશ્ન 4.
દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ કરતાં અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં જન્યુજનકનો વિકાસ કેવી રીતે અલગ પડે છે ?
ઉત્તર:
દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓની જેમ અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુજનક બંને સ્વતંત્ર મુક્તજીવી અસ્તિત્ત્વ ધરાવતા નથી. તેઓ એક જ જગ્યાએ ટકી રહી બીજાણુજનક પર બીજાણુધાનીની અંદર જળવાય છે.

પ્રશ્ન 5.
આવૃત બીજધારી વનસ્પતિઓમાં બેવડું ફલન અજોડ ઘટના છે.’ — સમજાવો.
ઉત્તર:
પરાગાસન પર પરાગરજનું અંકુરણ થાય છે અને તેના પરિણામ સ્વરૂપ પરાગનલિકાનો વિકાસ થાય છે.

  • પરાગાસન અને પરાગવાહિનીની પેશીઓ દ્વારા પરાગનલિકા અંડક સુધી પહોંચે છે. પરાગનલિકા ભ્રૂણપુટમાં પ્રવેશી બે નરજન્યુઓ મુક્ત કરે છે.
  • નરન્યુઓમાંનું એક નરજન્યુ અંડકોષ સાથે જોડાણ પામી ફલિતાંડનું નિર્માણ કરે છે, જ્યારે બીજો નરજન્યુ દ્વિકીય દ્વિતીયક કોષકેન્દ્ર સાથે જોડાઈ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર (PEN – Primary Endosperm Nucleus) ઉત્પન્ન કરે છે. બે જોડાણો (અંડકોષ સાથે અને વિકીય દ્વિતીયક કોષકેન્દ્ર સાથે) સંકલિત હોવાને કારણે આ ઘટનાને બેવડું ફલન કહે છે, જે આવૃત બીજધારી વનસ્પતિઓની અજોડ ઘટના છે.

પ્રશ્ન 6.
એકવિધ જીવનચક્રમાં રંગસૂત્રની સંખ્યાને આધારે કેવા પ્રકારના બીજાણુઓનું નિર્માણ થાય છે ?
ઉત્તર:
એકકીય.

પ્રશ્ન 7.
કઈ વનસ્પતિઓ જીવનચક્રની મધ્યસ્થી સ્થિતિ પ્રદર્શન કરે છે ?
ઉત્તર:
દ્ધિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ.

પ્રશ્ન 8.
એક દ્વિવિધ જીવનચક્રના બંને તબક્કાઓ કોષની સંખ્યાની દૃષ્ટિએ કેવા હોય છે ?
ઉત્તર:
બહુકોષીય.

પ્રશ્ન 9.
કઈ લીલ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે ?
ઉત્તર:
ફ્યુકસ.

 

પ્રશ્ન 10.
એકવિધ જીવનચક્રમાં કઈ અવસ્થા મુક્તજીવી છે ?
ઉત્તર:
જન્યુજનક અવસ્થા.

પ્રશ્ન 11.
લિનિયસ દ્વારા આપવામાં આવેલ વર્ગીકરણ પદ્ધતિ કૃત્રિમ હતી, જે સર્વસ્વીકૃત નથી. – સમજાવો.
ઉત્તર:
પહેલાંની વર્ગીકરણ પદ્ધતિમાં ફક્ત પ્રકૃતિ, રંગ, પર્ણોની સંખ્યા અને આકાર વગેરે જેવા બધી જ રીતે મૂલવતાં ઓછા વ્યક્ત થયેલા (superficial) બાહ્યાકાર લક્ષજ્ઞોનો ઉપયોગ થતો હતો. તેઓ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો કે પુંકેસરચક્રની રચના પર આધારિત હતી,

  • લિનિયર્સ દ્વારા આપવામાં આવેલ આ પદ્ધતિ કૃત્રિમ (artificial) હતી. કારણ કે તેઓ ખૂબ જ ઓછી લાક્ષણિકતાઓ પર આધારિત હોવાથી નજીકની સંબંધિત જાતિઓને અલગ કરેલ હતી.
  • કૃત્રિમ પદ્ધતિઓ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એકસરખું મહત્વ આપે છે. આ સર્વસ્વીકૃત (acceptable} નથી. કારણ કે ઘણી વાર વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે.

પ્રશ્ન 12.
જ્યૉર્જ બેન્જામ અને જૉસેફ ડાલ્ટન સુપર દ્વારા આપવામાં આવેલ વનસ્પતિ વર્ગીકરણ પદ્ધતિ સ્વીકૃત છે. – સમજાવો.
ઉત્તર:
નૈસર્ગિક વનસ્પતિ પદ્ધતિમાં (natural classification system) વિકાસ – પામી. જેઓ સજીવો વચ્ચે પ્રાકૃતિક કુદરતી) સંબંધો પર આધારિત છે. તેમાં માત્ર બાહ્ય લક્ષણોને જ ધ્યાનમાં નથી લેવાયા, પરંતુ તેની સાથે સાથે સૂક્ષ્મ સંરચના (ultra structure), અંતઃરચના (ianitormy), ભૂર્ણવિદ્યા (embryology) અને વનસ્પતિ રાસાયણિકવિદ્યા (phytochemistry) જેવા આંતરિક લક્ષણોને પણ ધ્યાને લેવાય છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 3 વનસ્પતિ સૃષ્ટિ

પ્રશ્ન 13.
લીલમાં લિંગી પ્રજનન વિવિધ રીતે થાય છે. – સમજાવો.
ઉત્તર:
લીલમાં લિંગી પ્રજનને બે જન્યુઓના છે. ડાણ દ્વારા થાય છે.

  • આ જન્યુઓ કશાધારી (ચલિત) અને કદમાં એકસરખા (ફ્લેમિડો મોનાસ) તેમજ કશાવિહીન (અચલિત), પરંતુ કદમાં એકસરખા (સ્પાયરોગાયરાહોઈ શકે છે.
  • આ પ્રકારના પ્રજનનને સમજવુક પ્રકારનું પ્રજનને કહે છે. ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં કદમાં અસમાન (સરખા નહિ તેવા) બે જન્યુઓનું જોડાણ થાય છે, જેને અસમજવુક (anisagainous) પ્રકારનું પ્રજનન કહે છે.
  • બે જન્યુઓ પૈકી એક મોટા, અચલિત (સ્થાયી – stastic) માદા જન્યુઓ અને નાના ચલિત (અસ્થાયી – nonstatic) નર જન્યુઓનું જોડાણ થાય છે, જેને અંડ જવુક (ongcarious) પ્રકારનું પ્રજનન કહે છે, દા. ત., વોલ્વોક્સ ને ફક્સ.

પ્રશ્ન 14.
ક્લોરોફાયસી લીલનો રંગ કેવો અને શા માટે હોય છે ?
ઉત્તર:
ક્લોરોફિલ-૩ અને ક્લોરોફિલ-b જેવા રંજકદ્રવ્યોની પ્રભાવિતાને કારણે તેઓ સામાન્યતઃ ઘાસ (તૃણ) જેવા લીલા દેખાય છે.

પ્રશ્ન 15.
ફ્રીઓફાયસી લીલના રંગમાં વિવિધતા કેમ જોવા મળે છે ?
ઉત્તર:
ફીફાયસી લીલમાં હાજર ઝેન્થોફિલ્સ કે ફયુ કોન્વીન જેવા રંજકદ્રવ્યોના પ્રમાણની માત્રાને આધારે ચમકતા લીલાથી લઈને શેડવાળા બદામી રંગની વિવિધતા ધરાવે છે.

પ્રશ્ન 16.
દ્વિઅંગી વનસ્પતિઓને દેડકાની જેમ ઉભયજીવીઓ (amphibians) પણ કહે છે. શા માટે ?
ઉત્તર:
પુખ્ત દેડકો જમીન અને પાણી એમ બંને જગ્યાએ વસવાટ કરી શકે છે, પરંતુ તેને લિંગી પ્રજનન (મૈથુન ક્રિયા માટે પાણી જરૂરી છે. માદા દેડકો અંડકોષનો પાણીમાં ત્યાગ કરે છે, જેની ઉપર ન૨ દેડકો શુક્ર કોષોનો ત્યાગ કરે છે,

  • દ્ધિઅંગી વનસ્પતિઓ જમીન પર જીવિત રહી શકે છે, પરંતુ લિંગી પ્રજનન માટે પાણી પર આધારિત છે.
  • આથી દ્ધિઅંગીને ઉભયજીવી વિભાગમાં મૂકવામાં આવે છે,

પ્રશ્ન 17.
વિસંગીમાં ફલિતાંડ (યુમનજ)નું નિર્માણ કેવી રીતે થાય છે ? સમજાવો.
ઉત્તર:
થલજન્યુઓ પાણીમાં મુક્ત કરવામાં આવે છે કે જ્યાં તેઓ સીજન્યુધાનીના સંપર્કમાં આવે છે. ચલપુંજન્યુઓ અંડકોષ સાથે જોડાઈને ફલિતાંડ (યુમેજ)નું નિર્માણ કરે છે.

 

Curiosity Questions

પ્રશ્ન 1.
ત્રિઅંગી વનસ્પતિમાં ‘બીજપ્રકૃતિ’ તરીકેનું પૂર્વચિહ્ન હોય તે ઘટના સમજાવો, જે ઉંદવિકાસમાં મહત્ત્વનો તબક્કો માનવામાં આવે છે.
ઉત્તર:
ત્રિઅંગી વનસ્પતિમાં મહાબીજાસુઓ (megaspores) અને લધુબીજાણુઓ (microspores) અંકુરિત થઈ અનુક્રમે માદા અને નરજન્યુજનકમાં વિકાસ પામે છે. આ વનસ્પતિઓમાં માદાજન્યુજનક ઓછા કે વધુ સમય માટે પિતુ બીજાણુજનક પર જળવાય છે. આ વનસ્પતિઓ માદા જન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ તણ લૂણ (young embryo)માં થાય છે, આ ઘટના બીજપ્રકૃતિ (seed habit) તરીકેનું પૂર્વાચિહ્ન છે, જે ઉદવિકાસમાં મહત્ત્વનો તબક્કો માનવામાં આવે છે.

પ્રશ્ન 2.
અનાવૃત બીજધારી વનસ્પતિમાં પર્ણની રચના પાણીનો વ્યય ઘટાડવા માટે અનુકૂલિત છે. – સમજાવો.
ઉત્તર:
અનાવૃત બીજધારી વનસ્પતિના પર્ણો સાદા કે સંયુક્ત હોઈ શકે છે. સાયકસમાં પાઁ પીંછાકાર (પક્ષવતુ થોડાંક વર્ષો સુધી (માતૃ વનસ્પતિને) વળગી રહેલા હોય છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં પર્ણો એ તાપમાન, ભેજ અને પવનની અતિશયતા સામે ટકી રહેવા સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. શંકુધારીઓ (conifers)માં સોય જેવા અન્નીવાળા પર્ણો તેમનો સપાટી વિસ્તાર ઘટાડે છે. તેમનું જાડું ક્યુટિકલ અને નિમગ્ન વાયુરંધ્રો પણ પાણીનો વ્યય ઘટાડવામાં મદદરૂપ છે.

પ્રશ્ન 3.
વિસંગીની બાધિક ઉપયોગિતા ખૂબ જ છે.- સમજાવો.
ઉત્તર:
દ્ધિઅંગી વનસ્પતિઓની આર્થિક ઉપયોગિતા નીચે મુજબ છે :
કેટલાંક મોસ તૃણાહારી સસ્તનો (herbivorous mammals), પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. હે નૂ મની કેટલીક જાતિ, મોસ વગેરે પીટ (પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલ વનસ્પતિજન્ય પદાર્થ) પૂરો પાડે છે કે જે લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે અને પાણીને રોકવાની તેમની ક્ષમતાને કારણે જીવંત પદાર્થોની જરૂરી હેરફેર માટે સામગ્રી બાંધવા તરીકે (as packing material) ની ઉપયોગિતા છે.

મોસ એ લાઈકેન્સની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે અને તેથી તેમનું પરિસ્થિતિકીય દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે. તેઓ ખડકોનું વિઘટન કરી ઉચ્ચ વનસ્પતિનોને ઊગવા માટે વિકાસ પામવા) માટેનો સાનુકૂળ આધારે બનાવે છે. મોસ જમીન પર ગહન (ગીચી સાદડી જેવું (matt) સ્તર બનાવે છે, ત્યારે તેઓ વરસતા વરસાદની અસરને ઘટાડી જમીનનું ધોવાણ થતું અટકાવે છે.

પ્રશ્ન 4.
જાતિવિકાસીય વર્ગીકરણ પદ્ધતિમાંથી પ્રાપ્ત માહિતી ખૂબ જ મહત્ત્વની છે. – સમજાવો.
ઉત્તર:
હાલમાં જાતિવિકાસય (Phylogenetic) વર્ગીકરણ પદ્ધતિઓ એ વિવિધ સંજીવો વચ્ચેના ઉદ્-વિકાસીય (evolutionary) સંબંધો પર આધારિત છે, જે સ્વીકાર્ય છે. એનાથી એક એવી ધારણા બંધાઈ કે એકસરખા વર્ગક (taxa)માં સમાવેશિત સજીવોના પૂર્વજો એક જ હતા. આપન્ને હાલમાં બીજા સ્ત્રોતમાંથી મળતી માહિતીનો ઉપયોગ કરી તેની મદદથી વર્ગીકરણમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ (restore) કરીએ છીએ, જયારે આપણી પાસે સહાયક તરીકે અશ્મિઓના પુરાવા (evidence of fossil) ન હોય ત્યારે આ માહિતી ખૂબ જ મહત્ત્વની બને છે.

પ્રશ્ન  5.
લીલ મનુષ્યને અનેકવિધ રીતે ઉપયોગી છે.
અથવા
લીલ વગર મનુષ્યજીવને કદાચ શક્ય ન બને. – સમજૂતી દશવી નોધ લખો.
ઉત્તર:
લીલ મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે,

  • પૃથ્વી પર લગભગ કુલ કાર્બનડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશસંશ્લેષી લીલ દ્વારા થાય છે,
  • પ્રકાશસંશ્લેષી સજીવો હોવાથી તેઓ તેમના આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજન (dissolve oxygen)નું પ્રમાણ વધારે છે,
  • તૈઓ સર્વશ્રેષ્ઠ મહત્ત્વના શક્તિસભર સંયોજનોના પ્રાથમિક ઉત્પાદકો છે કે જે બધા જ જલીય પ્રાણીઓના પોષણચક્રનો આધારસ્તંભ છે.
  • પોરફાયરા, લમિનારિયા અને સરગાસમ જેવી ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે,
  • કેટલીક દરિયાઈ બદામી, રાતી કે લાલ લીલ વધુ માત્રામાં હાઇડો કોલો ઈડર્સ (જલ ગ્રાહક કલિલ પદાર્થ) ઉત્પન્ન કરે છે. દા.તે, આર્જિન (બદામી કે કથ્થાઈ લીલ) અને કેરાજીન (લાલ લીલ) કે જે વ્યાવસાયિક રીતે ઉપયોગી છે.
  • અગર એ જેલિડિયમ અને એસીલારિયામાંથી મળતું એકમાત્ર વ્યાવસાયિક ઉત્પાદન છે, જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને આઇસ્ક્રીમ તથા લીની બનાવટમાં ઉપયોગી છે.
  • ક્લોરેલા અને સ્પાયરુલિના એકકોષીય, પ્રોટીનસ જજ લીલ છે અને અવકાશયાત્રીઓ પણ પૂર આહાર તરીકે તેનો ઉપયોગ કરે છે.
  • લીલની અનેકવિધ ઉપયોગિતાને આધારે કહી શકાય કે લીલ વગરે મનુષ્યજીવને કદાચ શક્ય નું બને.

પ્રશ્ન 6.
લીલ દેહરચનાની દૃષ્ટિએ વિભિન્નતા દર્શાવે છે. – ઉદાહરણ સહિત સમજાવો.
ઉત્તર:
લીલ હરિતદ્રવ્ય ધરાવતા સાદા, સુકાય ધરાવે છે, લીલના સ્વરૂપ અને કદ ખૂબ જ ભિન્નતા દર્શાવે છે.

  • ક્લેમિડોમોનાસ જેવા સૂમ એ કકોષીય સ્વરૂપમાંથી લઈ વોલ્વોક્સ જેવા વસાહતી અને યુલોધીક્સ તેમજ સ્પાયરોગાયરા જેવા તંતુમય હોઈ શકે છે.
  • થોડીક દરિયાઈ લીલના સ્વરૂપો, દરિયાઈ ઘાસ તરીકે જોવા મળે છે, જે વિરાટ વનસ્પતિ દેહ ધરાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *