GSEB Class 11 Biology Important Questions Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન Important Questions and Answers.

GSEB Class 11 Biology Important Questions Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

અત્યંત ટૂંકજવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
કોષવિભાજન દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો (DNA) જટિલ ક્રમ દ્વારા બાળકોષકેન્દ્રનું વિતરણ પામવાની ઘટનાનું નિયંત્રણ કેવી રીતે થાય છે ?
ઉત્તર:
જનીનિક નિયંત્રણ.

પ્રશ્ન 2.
યીસ્ટ કોષોમાં એક કોષચક્ર પૂર્ણ થવા માટેનો સમયગાળો કેટલો ?
ઉત્તર:
90 મિનિટ.

પ્રશ્ન 3.
કોષચક્રના મુખ્ય બે તબક્કાઓ કયા છે ?
ઉત્તર:
(a) આંતરાવસ્થા,
(b) M – તબક્કો.

પ્રશ્ન 4.
મનુષ્યમાં સરેરાશ કોષચક્રનો સમયગાળો કેટલો છે ?
ઉત્તર:
24 કલાક.

પ્રશ્ન 5.
આંતરાવસ્થાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
ઉત્તર:
વિશ્રામી અવસ્થા.

પ્રશ્ન 6.
કોષચક્રમાં આંતરાવસ્થામાં કોષ કેટલો સમય પસાર કરે છે ?
ઉત્તર:
કુલ સમયગાળાનાં 95%.

પ્રશ્ન 7.
તબક્કાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?
ઉત્તર:
વૃદ્ધિ તબક્કો. જાત,

GSEB Class 11 Biology Important Questions Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

પ્રશ્ન 8.
S અને G2 તબક્કાને અનુસરતી સમભાજનની પ્રથમ અવસ્થા કઈ ?
ઉત્તર:
પૂર્વાવસ્થા,

પ્રશ્ન 9.
રંગસૂત્રની બાધારચનાનો અભ્યાસ કંઈ અવસ્થામાં કરી શકાય ?
ઉત્તર:
ભાજનાવસ્થા,

પ્રશ્ન 10.
ત્રાકતંતુઓને જોડાવા માટેનું રંગસૂત્ર પરનું સ્થાન કર્યું?
ઉત્તર:
કાઇનેટોકોર્સ,

પ્રશ્ન 11.
સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ રંગસૂત્રિકાનું અલગીકરણ કઈ અવસ્થામાં થાય છે ?
ઉત્તર:
ભાજનોત્તરાવસ્યા.

પ્રશ્ન 12.
કોષરસવિભાજન સમયે કોષીય અંગિકારોનું વિતરણ બંને બાળકોષોમાં કેવું થાય છે?
ઉત્તર:
સમાન વિતરણ.

પ્રશ્ન 13.
બાળકોષકેન્દ્રી (Syncytium)નું ઉદાહરણ આપો.
ઉત્તર:
નાળિયેરીનો પ્રવાહી ધૂણપોષ,

પ્રશ્ન 14.
સમભાજનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
ઉત્તર:
સમસૂત્રણ કે સમસૂત્રીભાજન.

પ્રશ્ન 15.
અર્ધીકરણ-Iના તબક્કા જણાવો.
ઉત્તર:
પૂર્વાવસ્થા-, ભાજનાવસ્થા-1, ભાજનોત્તરાવસ્થા-1, ભાજનાન્તિભાવસ્થા-1.

પ્રશ્ન 16.
પૂર્વાવસ્થા-Iની ઉપઅવસ્થાઓ જણાવો.
ઉત્તર:
લેપ્રોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાયનેસીસ.

પ્રશ્ન 17.
લેપ્રોટીન અવસ્થામાં રંગસૂત્ર કેવું દેખાય છે ?
ઉત્તર:
લેપ્રોટીન અવસ્થામાં રંગસૂત્ર પાતળા તંતુ જેવું દેખાય છે.

પ્રશ્ન 18.
કિસૂત્રી રંગસૂત્રો સ્પષ્ટપણે ચતુઃસૂત્રી કઈ અવસ્થામાં જોવા મળે છે ?
ઉત્તર:
પેકિટીન.

પ્રશ્ન 19.
વ્યતિકરણ કયા ઉત્સુચક દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે ?
ઉત્તર:
રિકોમ્બીનેઝ.

પ્રશ્ન 20.
બે રંગસૂત્રો પરનાં જનીનોનું પુનઃસંયોજન કઈ ક્રિયા દ્વારા થાય છે ?
ઉત્તર:
વ્યતિકરણ (crossing over).

પ્રશ્ન 21.
પૂર્વાવસ્થા-Iની અંતિમ ઉપઅવસ્થા કઈ ?
ઉત્તર:
ડાયકાઇનેસીસ.

પ્રશ્ન 22.
અર્ધીકરણ-IIના તબક્કા જણાવો.
ઉત્તર:
પૂર્વાવસ્થા-II, ભાજનાવસ્થા-II, ભાજનોત્તરાવસ્થા-II, ભાજનાન્તિમાં વસ્થા-II.

GSEB Class 11 Biology Important Questions Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

ટૂંકજવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
M – તબક્કાની શરૂઆત અને અંત ક્યારે થાય છે ?
ઉત્તર:
M – તબક્કાની શરૂઆત કોષકેન્દ્ર વિભાજનથી થાય છે, જે બાળ રંગસૂત્રનું નિર્માણ અને કોષરસના વિભાજનથી અંત પામે છે.

પ્રશ્ન 2.
આંતરાવસ્થાનાં ઉપતબક્કાઓ જણાવો.
ઉત્તર:
G1 – તબક્કો, S – તબક્કો, G2 – તબક્કો.

પ્રશ્ન 3.
G1 – તબક્કો એટલે શું ?
ઉત્તર:
અગાઉના સમવિભાજન અને DNA સ્વયંજનનની શરૂઆત વચ્ચેના મધ્યસ્થી તબક્કાને G1 – તબક્કો કહે છે.

પ્રશ્ન 4.
G1 – તબક્કામાં થતાં ફેરફારો જણાવો.
ઉત્તર:
આ તબક્કામાં કોષ ચયાપચયિક રીતે સક્રિય હોય છે અને સતત વૃદ્ધિ કરે છે.

પ્રશ્ન 5.
S – તબક્કામાં કઈ ક્રિયા થાય છે ?
ઉત્તર:
આ તબક્કા દરમિયાન DNAનું સંશ્લેષણ તેમજ તેનું સ્વયંજનન થાય છે. DNAની માત્રા બમણી થઈ જાય છે છતાં રંગસૂત્રોની સંખ્યામાં કોઈપણ વધારો થતો નથી.

પ્રશ્ન 6.
G2 – અવસ્થામાં કઈ ક્રિયાઓ થાય છે ?
ઉત્તર:
સમભાજનની તૈયારી સ્વરૂપે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે અને કોષની વૃદ્ધિ ચાલુ રહે છે.

પ્રશ્ન 7.
કોષચક્રની શાંત અવસ્થા (G0) – શબ્દ સમજૂતી આપો.
ઉત્તર:
જે કોષો ફરીથી વિભાજન પામતાં નથી, પરંતુ G1 અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે તેને કોષચક્રની શાંત અવસ્થા (Go) કહે છે.

પ્રશ્ન 8.
સમવિભાજનની અવસ્થાઓના નામ આપો.
ઉત્તર:
પૂવવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, ભાજનાન્તિભાવસ્થા.

પ્રશ્ન 9.
પૂર્વાવસ્થાની મુખ્ય ઓળખ કઈ ?
ઉત્તર:
રંગસૂત્રીય દ્રવ્યોમાં સંકોચન એ જ પૂવોવચાની ઓળખે છે.

પ્રશ્ન 10.
પૂર્વાવસ્થાના અંતમાં કઈ કઈ અંગિકાઓ જોવા મળતી નથી ?
ઉત્તર:
ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસજાળ, કોષકેન્દ્રિા તથા કોષકેન્દ્રપટેલ બોવા મળતા નથી.

પ્રશ્ન 11.
વ્યાખ્યા આપો ? ભાજનતલ (મધ્યાવસ્થા)
ઉત્તર:
ભાજનાવસ્થા (મધ્યાવસ્થા)માં જે તલ પર રંગસૂત્રો ગોઠવાય છે તેને ભાજનતલ (મધ્યાવસ્થા પટ્ટિકા) કહે છે.

પ્રશ્ન 12.
શબ્દ સમજતી આપો : કોપી.
ઉત્તર:
કોષરસવિભાજન તબક્કા દરમિયાન નવી કોષદીવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય છે, જેને કોષપદી કહે છે,
જે બે અત્યંત નજીક રહેલા કોષોની વચ્ચેના મધ્યપટલને દશવિ છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

પ્રશ્ન 13.
બાધ કોષકેન્દ્રી (Synevtium) એટલે શું ?
ઉત્તર:
કેટલાક સજીવોના કોષકેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન થતું નથી, જેને પરિણામે એક જ કોષમાં અનેક કોષકેન્દ્રનું સર્જન થાય છે, આવાં બહુકોષકેન્દ્ર ધરાવતા કોષોને બાહ્ય કોષકેન્દ્રો કહે છે.

પ્રશ્ન 14.
સમભાજનની ક્રિયા શેમાં જોવા મળે છે ?
ઉત્તર:
સમભાજન માત્ર દ્વિતીય કોષો પૂરતું મર્યાદિત છે. ઉપરાંત કેટલીક નિમ્નકક્ષાની વનસ્પતિઓ અને કેટલાંક વસાહતી કીટકોમાં એકકીય કોષો પણ સમભાજન દ્વારા વિભાજન પામે છે.

પ્રશ્ન 15.
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કયો છે ? ઉદાહરણ આપો.
ઉત્તર:
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે. અધિચ્છદનું સૌથી બહારનું પડ, અન્નમાર્ગનું અસ્તર રચતાં કોષો અને રૂધિરકોષો સતત બદલાતા રહેવા જરૂરી છે.

પ્રશ્ન 16.
શબ્દ સમજૂતી આપો ; અર્ધીકરણ.
ઉત્તર:
લિંગી પ્રજનન દ્વારા સંતતિના નિર્માણમાં બે જન્યુઓનું સંયોજન થાય છે. દરેકમાં સંપૂર્ણતઃ એકકીય રંગસૂત્રોનું જૂથ હોય છે, વિશિષ્ટ કિકીય કોષોમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે. આ ખાસ પ્રકારના કોષવિભાજનને પરિણામે રંગસૂત્રોની સંખ્યા બાળ કોષોમાં અડધી થતાં એકકીય બાળકોષોનું નિર્માણ થાય છે. આવા પ્રકારના વિભાજનને અિધકરણ કહે છે,

પ્રશ્ન 17.
વ્યાખ્યા આપો : સ્વસ્તિક ચોકડી (પુનઃ સંયોજિત ગંઠિકા),
ઉત્તર:
સમજાત રંગસૂત્રોની અંદરની બે રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ સ્થાનને પુનઃ સંયોજિત ગંઠિકા કે સ્વસ્તિક ચોકડી કહે છે.

પ્રશ્ન 18.
ડાયકાઈનસીસના અંતમાં કઈ ક્રિયાઓ થાય છે ?
ઉત્તર:
કોષકેન્દ્રિકા લુપ્ત થાય છે. કોષકેન્દ્રપટલનું પૂર્ણ વિઘટન થાય છે.

પ્રશ્ન 19.
કોષદિક (Dyad) એટલે શું ?
ઉત્તર:
અંત્યાવસ્થા-1માં કોષકેન્દ્રપટલ તેમજ કોષકેન્દ્રિકા પુનઃ નિર્માણ પામે છે. કોષરસવિભાજનની શરૂઆત થઈ જાય છે. કોષની આ અવસ્થાને કોષદ્ધિક (Dyad) કહે છે.

પ્રશ્ન 20.
આંતર કોષવિભાજન (ઇન્ટરકાઈનેસીસ) એટલે શું ?
ઉત્તર:
બે ક્રમિક અર્ધીકરણની અવસ્થા વચ્ચેના તબક્કાને આંતર કોષવિભાજન (ઇન્ટરકાઇનેસીસ) કહે છે.

Higher Order Thinking Skills (HOTS)

પ્રશ્ન 1.
આંતરાવસ્થાનો અંતિમ તબક્કો કયો ?
ઉત્તર:
G2 – તબક્કો.

પ્રશ્ન 2.
શાંત અવસ્થા (G0)ની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
આ અવસ્થામાં કોષો ચયાપચયની દૃષ્ટિએ સક્રિય હોય છે, પરંતુ વિભાજન પામતાં નથી. તેનું વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થાય છે.

પ્રશ્ન 3.
કોષચક્રના કયા તબક્કામાં DNAનું સંશ્લેષણ થાય છે ?
ઉત્તર:
કોષચક્રના S – તબક્કા (સંશ્લેષણ તબક્કા)માં DNAનું સંશ્લેષણ કે દ્વિગુણન થાય છે.

પ્રશ્ન 4.
કોષવિભાજનના અંતે બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યાને આધારે વિભાજનના પ્રકારો જણાવો.
ઉત્તર:
માતૃકોષો અને બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા સરખી રહે તો તેને સમવિભાજન કહે છે, જયારે અન્ય ધટનામાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષ કરતાં બાળકોષોમાં અડધી જાય છે તેને અર્ધીકરણ કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

પ્રશ્ન 5.
પૂવવસ્થાથી લગભગ વિરુદ્ધ પ્રક્રિયાઓ કયા તબક્કામાં જોવા મળે છે ?
ઉત્તર:
અંત્યાવસ્થા.

પ્રશ્ન 6.
કોષકેન્દ્રિકા, ગોલ્ગીપ્રસાધનનું પુનઃનિર્માણ કરતા અને વિઘટન કરતા તબક્કા કંયા છે ?
ઉત્તર:
કોષકેન્દ્રિકા, ગોલ્ગીપ્રસાધનનું પુનઃનિમણિ અંત્યાવસ્થામાં અને વિધર્ટન પૂર્વાવસ્થામાં થાય છે.

પ્રશ્ન 7.
કોષકેન્દ્ર – કોષરસના પ્રમાણને જાળવી રાખવા માટે કયા પ્રકારનું વિભાજન જરૂરી છે ?
ઉત્તર:
સમભાજનની ક્રિયા.

પ્રશ્ન 8.
વનસ્પતિમાં જીવનપર્યત વૃદ્ધિ થવાનું કારણ શું ?
ઉત્તર:
અગ્રસ્થ અને પાર્થસ્થ એધા જેવી વર્ધનશીલ પેશીઓમાં સમભાજન દ્વારા વનસ્પતિમાં જીવનપર્યત વૃદ્ધિ થયા કરે છે.

પ્રશ્ન 9.
જનીનિક ભિન્નતા માટે કયા પ્રકારનું કોષવિભાજન જરૂરી છે ?
ઉત્તર:
જનીનિક ભિન્નતા માટે અર્ધીકરણ (અર્ધસૂત્રીભાજન) પ્રકારનું કોષવિભાજન જરૂરી છે.

પ્રશ્ન 10.
ઉદ્રિકાસ ઘટના માટે કયા પ્રકારનું કોષવિભાજન જરૂરી છે ?
ઉત્તર:
અર્ધીકરણ .

Curiosity Question

પ્રશ્ન 1.
પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષમાંથી કોષવિભાજનનો ગાળો શેમાં ઓછો હોય છે? શા માટે?
ઉત્તર:
પ્રોકેરિયોટિક કોષોમાં કોષચક્રનો સમયગાળો ટૂંકો હોય છે, કારણ કે પ્રોકેરિયોટિક કોષોની કોષીય – રચના, કાર્યની વહેંચણી સરળ હોય છે. કોષકેન્દ્ર, કોષકેન્દ્રપટલ ધરાવતા નથી.

પ્રશ્ન 2.
સમસૂત્રીભાજનની સૌથી ટૂંકી અવસ્થા કંઈ ?
ઉત્તર:
ભાનાવસ્થા,

પ્રશ્ન 3.
પૂર્વાવસ્થા અને અંત્યાવસ્થા (ભાજનાન્તિભાવસ્થા) વચ્ચેનો ભેદ સ્પષ્ટ
ઉત્તર:

પૂવાંવસ્થા અંત્યાવસ્થા (માજનાન્તિમાવસ્થા)
કોષવિભાજનમાં કોષકેન્દ્ર વિભાજનનો પ્રથમ તબક્કો કોષકેન્દ્રવિભાજનનો અંતિમ તબક્કો છે.
કોષરસની ઘનતા વધે છે. કોષરસની ઘનતા ઘટે છે
અસ્પષ્ટ અને તંતુમય DNA લાંબા રંગસૂત્રોમાં ફેરવાય છે. રંગસુત્રોના સમૂહ કોષ ‘ કેન્દ્રિકામાં ફરી તંતુમય સ્વરૂપમાં રૂપાંતર પામે છે,
રંગસૂત્રીય દ્રવ્ય અદૃશ્ય થાય છે અને રંગસૂત્ર તંતુ ટૂંકા અને જડા બને છે. રંગસૂત્રો લાંબા અને એક બીજી સાથે વીંટળાઈ રંગ સૂત્રીય દ્રવ્યમાં ફેરવાય છે.
ત્રાકતંતુઓ જોવા મળે છે. ત્રાકતંતુઓ ધ્રુવની ફરતૈથી અદશ્ય થાય છે.
કોષકેન્દ્ર સંપૂર્ણ અદૃશ્ય થાય કોષકેન્દ્રપટલ અને બે બાળકોષકેન્દ્રનું નિર્માણ ધ્રુવ પર જોવા મળે છે,
કૌષની અંગિકાઓ જેવી કે ER, ગોલ્ગીપ્રસાધન સ્પષ્ટ બનતી નથી તથા કોષરસ અને કોષકેન્દ્રરસ વચ્ચે ભેદ જોવા મળતો નથી, કૌષની અંગિકાઓ જેવી કે ER, ગોલ્ગીપ્રસાધન ફરી બને છે. કોષકેન્દ્રરસ અને રંગસૂત્રદ્રવ્યના ભાગમાં જોવા મળે છે, તે કૌષરસના બાકીના વિસ્તારથી અલગ પડે છે.

પ્રશ્ન 4.
એકકોષી અને બહુકોષી સજીવોમાં સમભાજનનું મહત્ત્વ શું છે ?
ઉત્તર:
એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનન (દ્વિભાજન) થતાં બે બાળસજીવો અસ્તિત્વમાં આવે છે. બહુકોષી સજીવમાં સમભાજન વડે એક કોષથી જીવન શરૂ કરતાં બહુકોષીય સજીવનો બહુકોષી દેહ અસ્તિત્વમાં આવે છે.

પ્રશ્ન 5.
અર્ધીકરણની પ્રક્રિયા ક્યા કયા સજીવોમાં ક્યારે ક્યારે જોવા મળે છે ?
ઉત્તર:

  • અર્ધીકરણ પ્રજનન અંગોમાં પ્રજનનકોષ (અંડકોષો અને શુકકોષો)ના સર્જન સમયે જોવા મળે છે,
  • સપુષ્પ વનસ્પતિમાં પરાગરજ અને અંડકમાં ભ્રપુટના નિર્માણ સમયે અર્ધીકરણ ક્રિયા થાય છે.
  • લીલ અને ફુગ જેવી નીચલી કક્ષાની વનસ્પતિના યુગ્મનજનું અંકુરણ થતાં પહેલાં અર્ધીકરણ જોવા મળે છે.

પ્રશ્ન 6.
કેટલાંક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોમાં ડિપ્લોટીન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. શા માટે ?

GSEB Class 11 Biology Important Questions Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

પ્રશ્ન 7.
ભેદ સ્પષ્ટ કરો ? સમભાજન (સમસૂત્રીભાજન) અને અર્ધીકરણ (અર્ધસૂત્રીભાજન).
ઉત્તર:

સમભજિન (સમસૂત્રીભાજન) અર્ધીકરણ (અર્ધસૂત્રીભાજન)
(1) સમભાજન દૈતિક કોષોમાં થાય છે. (1) અર્ધીકરણ પ્રજનનકોષો (જનનસર્જક-કોષો)માં થાય છે.
(2) માતૃકોષમાં એક પૂર્ણ વિભાજનથી બે બાળકોષો નિર્માણ પામે છે. (2) માતૃકોષનું બે વાર વિભાજન થતાં ચાર બાળકોષો નિર્માણ પામે છે.
(3) સમભાજન પામતો માતૃકોષ એકકીય કે દિકીય હોય છે. (3) અર્ધીકરણ પામતો માતૃકોષ હંમેશાં ઢિકીય હોય છે.
(4) સમભાજનમાં રંગસૂત્રની સંખ્યા દરેક કોષકેન્દ્રમાં અગાઉ જેટલી હોય છે, જ્યારે તેના માતૃકોષમાં દ્વિકીય હોય છે. (4) અર્ધીકરણને અંતે પૈદા થતાં કોષમાં રંગસૂત્રોની સંખ્યા એકકીય જ હોય છે.
(5) સમભાજન દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બનતી નથી. (5) તેની પૂર્વાવસ્થા દરમિયાન બધાં જ સમજાત રંગસૂત્રો પૂર્ણ જો ડીમાં ગોઠવાય છે.
(6) રંગસૂત્રો વચ્ચે વ્યતિકરણ થતું નથી, (6) ઓછામાં ઓછું એક વ્યતિકરણ કે જનીન-દ્રવ્યની અદલાબદલી સમન્નત રંગસૂત્ર દ્વારા થાય છે,
(7) ભજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિય૨ વિભાજિત થાય છે. (7) ભાજનોત્તરાવસ્થા-II દરમિયાન સેન્ટ્રોમિયર એગ થાય છે, પરંતુ ભાજનોત્તરાવસ્થા-1માં આવું થતું નથી,
(8) બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. (8) ઉત્પન્ન થતાં નવા કૌષમાં માતુ કોષ કરતાં જનીન-બંધારણ ભિન્ન હોય છે.
(9) સમભાજન પછી દરેક બાળકોષના DNA તંતુ સરખા જ રહે છે. (9) અર્ધીકરણ બાદ સર્જાતા દરેક બાળ કોષમાં DNAના તંતુ અડધા થઈ જાય છે.
(10) એક જ સજીવ માંથી થતી સમસૂત્રીભાજન ક્રિયાનો સમય અર્ધીકરણની ક્રિયાના સમય કરતાં ઘણો જ ટૂંકો છે. (10) અર્ધસૂત્રીભાજનની ક્રિયા જ સજીવમાં થતી સૂત્રીભાજન ક્રિયા કરતાં ઘણો લાંબો સમય લે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *