GSEB Class 10 Science Notes Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ

This GSEB Class 10 Science Notes Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ covers all the important topics and concepts as mentioned in the chapter.

આનુવંશિકતા અને ઉર્વિકાસ Class 10 GSEB Notes

→ ભિન્નતા (Variation) એક જાતિના કે તેની વસતિના સજીવોમાં જોવા મળતાં લક્ષણોના તફાવતને ભિન્નતા કહે છે.

  • પ્રજનનની ક્રિયા દરમિયાન ભિન્નતાઓ સર્જાય છે. આ ભિન્નતાઓ સજીવોને તેમનું અસ્તિત્વ જાળવવામાં મદદ કરે છે.
  • ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને જુદા જુદા લાભ થઈ શકે છે.

→ આનુવંશિકતા (Heredity) સજીવોમાં પેઢી-દર-પેઢી લક્ષણોના વહનની પ્રક્રિયાને આનુવંશિકતા કહે છે. આ ક્રિયા વડે પિતૃનાં લક્ષણોનું તેમની સંતતિઓમાં વહન થાય છે.

→ લક્ષણ (Trait) વ્યક્તિની આગવી વિશિષ્ટતાને લક્ષણ કહે છે. • સરળ અર્થમાં વ્યક્તિનાં લક્ષણોની અભિવ્યક્તિ. ઉદાહરણઃ વાંકડિયા વાળ, વાદળી આંખો, જોડાયેલી કાનની બૂટ, ઊંચાઈ વગેરે.

→ કારક (Factor) આનુવંશિકતા માટે જવાબદાર કે લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરતા એકમને કારક કહે છે. લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર કારકો હંમેશાં જોડમાં હોય છે. મેન્ડલે સૂચવેલા કારકને આધુનિક જનીનવિદ્યામાં જનીન(Gene)થી ઓળખવામાં આવે છે. કારક(જનીન)ને અંગ્રેજી મૂળાક્ષરો વડે રજૂ કરવામાં આવે છે.

GSEB Class 10 Science Notes Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ

→ ગ્રેગર હૉન મેન્ડલઃ તેમણે બગીચાના વટાણા(Ptsum sativum)ના છોડ પર આનુવંશિકતાના અભ્યાસ માટે ક્રમબદ્ધ પ્રયોગો કર્યા. મેન્ડલના પ્રયોગોનાં પરિણામો આનુવંશિકતાની ક્રિયાવિધિ સમજાવે છે.

→ જનીન (Gene) DNAનો ખંડ (ન્યુક્લિઓટાઈડનો ક્રમ) જે ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટેની સૂચના પૂરી પાડે છે. તેને જનીન કહે છે.

→ પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ (Dominant and recessive trait) લિંગી પ્રજનન કરનારા સજીવોમાં એક લક્ષણના જનીનની બે પ્રતિકૃતિ (નક્લો) હોય છે. આ પ્રતિકૃતિઓ એકસમાન ન હોવાની પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય તેને પ્રભાવી લક્ષણ, જ્યારે પ્રચ્છન્ન લક્ષણ પ્રભાવીની હાજરીમાં અવ્યક્ત રહે છે.

→ લિંગનિશ્ચયન (sex determination) ફલન દ્વારા નિર્માણ – પામતા યુગ્મનજ(ફલિતાંડ)માંથી વિકસતો સજીવ નર કે માદા તરીકે વિકસે તે નક્કી થવાની ક્રિયાવિધિને લિંગનિશ્ચયન કહે છે. પ્રાણીઓમાં લિંગ નક્કી થવાની ક્રિયા માટે તાપમાન, રંગસૂત્રો, જનીનો, અંતઃસ્ત્રાવો વગેરે ભિન્ન પરિબળો જવાબદાર છે. કેટલાંક પ્રાણીઓમાં લિંગનિશ્ચયનની ક્રિયા આનુવંશિક નથી. દા. ત., સ્નેઇલ પ્રાણી પોતાનું લિંગ (Sex) બદલી શકે છે.

→ મનુષ્યના દૈહિક કોષો(બિનપ્રજનનકોષો)માં દરેક કોષ 22 જોડ દૈહિક રંગસૂત્રો અને 1 જોડ લિંગી રંગસૂત્રોની હોય છે. 23મી જોડ સ્ત્રીમાં XX અને પુરુષમાં XY હોય છે.

→ આનુવંશિક વિચલન (Genetic drift): વસતિમાં કેટલાક જનીનોની આવૃત્તિમાં ફેરફાર થતા ઉત્તરજીવિતતાના લાભ વગર ભિન્નતા સર્જાય છે. તેને આનુવંશિક વિચલન કહે છે.

→ ઉદિકાસ (Evolution): ધીમા, ક્રમિક અને પ્રગતિકારક ફેરફારોને પરિણામે સરળ સ્વરૂપના સજીવોમાંથી જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થવાની લાંબા સમયગાળાની પ્રક્રિયાને ઉદ્વિકાસ કહે છે. ચાર્લ્સ ડાર્વિને અનેક પ્રયોગોના આધારે પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ-ઉદ્વિકાસના સિદ્ધાંતની પરિકલ્પના રજૂ કરી.

→ ઉપાર્જિત લક્ષણ (Acquired trait) સજીવનાં જે લક્ષણો પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિક્સાવાયા હોય અને તે આનુવંશિક હોતા નથી. તેને ઉપાર્જિત લક્ષણો કહે છે. દા. ત., ભૂખ્યા રહી વજનમાં ઘટાડો કરવો, શરીર પર કોઈ ઈજાનું નિશાન.

→ આનુવંશિક લક્ષણો (Inherited traits) સજીવોનાં જે લક્ષણો પિતૃના પ્રજનનકોષોના DNAમાં ફેરફાર થવાને કારણે અસ્તિત્વમાં આવતા હોય તેને આનુવંશિક લક્ષણો કહે છે. દા. ત., ચામડી રંગ, આંખની કીકીનો રંગ, પુષ્યનો રંગ, છોડની ઊંચાઈ વગેરે.

→ જાતિનિર્માણ Speciation):

  • પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી વસતિના કેટલાક સભ્યોનું પ્રજનનીય અલગીકરણને કારણે નવી જાતિના નિર્માણની ક્રિયાને જાતિનિર્માણ કહે છે.
  • જાતિનિર્માણની ઘટના આનુવંશિક વિચલન, પ્રાકૃતિક પસંદગી, ભૌગોલિક અને પ્રજનનીય અલગીકરણને કારણે થાય છે.

→ જનીનપ્રવાહ (Gene flow) ચોક્કસ જાતિની આંતરપ્રજનન કરતી વસતિના સભ્યોમાં થતા જનીન સ્થળાંતરને જનીનપ્રવાહ કહે છે.

GSEB Class 10 Science Notes Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ

→ ઉદ્વિકાસના પુરાવાઓ (Evidences of evolution):

સમમૂલક અંગો (Homologous Organs) કાર્યસદશ અંગો (Analogous Organs) અમીઓ  [Fossils]
સરખી સંરચના
ધરાવતા અને
કાર્યમાં વિવિધતા
ધરાવતાં અંગો
દા. ત.,
ગરોળીનું અગ્ર-
ઉપાંગ અને
મનુષ્યનું અગ્ર
ઉપાંગ
પાયાની સંરચનામાં
વિવિધતા અને
દેખાવ તેમજ
કાર્યમાં
સમાનતા
ધરાવતાં અંગો દા. ત.,
પક્ષીની પાંખ અને ચામાચીડિયાની
પાંખ
પૃથ્વીના
પેટાળમાંથી
મળી આવતાં
સજીવ અંગો
કે તેમની છાપ
દા. ત.,
એમોનાઇટ્સ,
ટ્રાયલોબાઈટ
  • ઉદ્વિકાસનો અભ્યાસ અશ્મીઓ અને જીવંત જાતિઓની મદદથી કરવામાં આવે છે.
  • ઉદ્દિકાસીય સંબંધોને સજીવોના વર્ગીકરણમાં શોધી શકાય છે.
  • ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન, શરીરના અંગ અથવા આકાર નવાં કાર્યો માટે અનુકૂલિત થતા જાય છે. દા. ત.
    પીંછાં ધરાવતી પાંખ શરૂઆતમાં ઉષ્મા-અવરોધન માટે વિકાસ પામી હતી અને પછી ઊડવા માટે અનુકૂલિત થઈ.

→ કૃત્રિમ પસંદગી દ્વારા ઉત્ક્રાંતિ (Evolution through artificial selection) : ખેડૂતોએ કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજમાંથી કોબીજ, બ્રૉકોલી, ફલાવર, કહલરબી અને કેલે જેવી જાતિઓ મેળવી છે. આ જાતિઓ તેમના પૂર્વજ જંગલી કોબીજ કરતાં દેખાવમાં ભિન્ન છે.

→ માનવ ઉદ્વિકાસ (Human evolution): માનવ ઉદ્વિકાસના અભ્યાસ પરથી નક્કી થયું છે કે આપણે બધા એક જ જાતિ હોમો સેપિયન્સ(Homo sapiens)ના સભ્યો છીએ. આપણી આનુવંશિક છાપને કાળક્રમે આફ્રિકન મૂળમાંથી જ શોધી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *