Computer Class 12 GSEB Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન

Students frequently turn to Computer Class 12 GSEB Solutions and GSEB Computer Textbook Solutions Class 12 Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન for practice and self-assessment.

GSEB Computer Textbook Solutions Class 12 Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન

પ્રશ્ન 1.
શબ્દ પ્રક્રિયક સાથે લેટેક્સની સરખામણી કરી બંનેનાં સારાં અને નબળાં પાસાંની યાદી તૈયાર કરો.
ઉત્તરઃ
લેટેક્સનો ઉપયોગ (Use of LaTeX)

 • લેટેક્સ વાપરવા માટે લેટેક્સ વિતરણ સૉફ્ટવેરની જરૂર પડે, જેમાં ટેક્સ અને બીજા વધારાના સૉફ્ટવેરનો સમાવેશ થાય છે.
 • ટેક્સ લાઇવ એ પ્રમાણભૂત ઉબુન્ટુ રિપૉઝિટરીમાં ઉપલબ્ધ ખૂબ જ લોકપ્રિય લેટેક્સ વિતરણ સૉફ્ટવેર છે.
 • આઉટપુટ જોવા માટે બીજા સાદા એડિટર અને સૉફ્ટવેરની પણ જરૂર પડે છે.
 • કોઈ પણ સાદા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરીને લેટેક્સનો દસ્તાવેજ બનાવી શકાય છે.
 • લેટેક્સ દસ્તાવેજ બનાવવા માટે gedit અથવા SciTE ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી શકાય છે.
 • લેટેક્સમાં દસ્તાવેજ બનાવવા માટે તેના જુદા જુદા ભાગોને લેટેક્સના કમાન્ડ વડે ચિહ્નિત કરવામાં આવે છે, જેમાંના અમુક કમાન્ડ અને તેના ઉપયોગ નીચે દર્શાવેલ છે :
કમાન્ડ ઉપયોગ
\title દસ્તાવેજનું શીર્ષક આપવા
\author દસ્તાવેજના લેખકનું નામ લખવા
\date દસ્તાવેજના સર્જનની તારીખ આપવા
\chapter

\section

\subsection

\paragraph

દસ્તાવેજનું લૉજિકલ

માળખું બનાવવા

 • દસ્તાવેજને વ્યવસાયિક શૈલીમાં ગોઠવવા માટેના આંતરિક રસ્તાઓ લેટેક્સમાં ઉપલબ્ધ હોય છે. જ્યારે આપણે દસ્તાવેજનું લખાણ લખીએ છીએ, ત્યારે આપણને કમાન્ડ સાથેનું ગોઠવણી વગરનું લખાણ જ દેખાય છે.
 • લેટેક્સ દસ્તાવેજ બનાવ્યા બાદ તેના ઉપર પ્રક્રિયા કરીને (કમ્પાઇલ કરીને) એક આઉટપુટ ફાઈલ બનાવવામાં આવે છે.
 • ત્યારબાદ યોગ્ય સૉફ્ટવેરની મદદથી આઉટપુટ ફાઈલ જોઈ શકાય છે અથવા પ્રિન્ટર વડે પ્રિન્ટ કાઢી શકાય છે.
 • જો આપણે દસ્તાવેજના આ દેખાવથી સંતુષ્ટ ન હોઈએ, તો આપણે આંતરિક શૈલી અથવા આપણી પોતાની શૈલીનો ઉપયોગ કરીને દસ્તાવેજમાં ફેરફાર કરી શકાય છે.
 • ટેક્સ અને લેટેક્સ બંને .tex ફાઈલ અનુલંબનનો ઉપયોગ કરે છે.
 • લેટેક્સમાં હવે pdflatex કમાન્ડ પણ ઉપલબ્ધ છે, જે PDF (Portable Document Format) માળખામાં આઉટપુટ આપે છે.
 • ઉબુન્ટુના evince ડૉક્યુમેન્ટ વ્યૂઅર સૉફ્ટવેરમાં PDF દસ્તાવેજને જોઈ શકાય છે.
 • લેટેક્સ દસ્તાવેજને સંપાદિત કમ્પાઇલ અને જોવાનો ક્રમ નીચે મુજબ છે :
  1. Gedit જેવા કોઈ સાદા ટેક્સ્ટ એડિટરની મદદથી દસ્તાવેજ સંપાદિત કરો.
  2. જ્યાં ટેક્સ્ટ ફાઈલ સેવ કરી હોય, તે ડિરેક્ટરીમાં પ્રૉમ્પ્ટ ઉપર Pdflatex filename કમાન્ડ વડે દસ્તાવેજને કમ્પાઇલ કરો.
  3. GUIની મદદ વડે અથવા કમાન્ડ પ્રૉમ્પ્ટ ઉપરથી evince pdffilename કમાન્ડ આપીને બનેલી PDF ફાઈલને જુઓ.
 • લેટેક્સ ફાઈલમાં સુધારા-વધારા કરવા માટે SciTE ટેક્સ્ટ એડિટરનો પણ ઉપયોગ કરી શકાય છે.
 • Gedit કરતાં SciTEમાં એક ફાયદો એ છે કે, તેમાં જ દસ્તાવેજને કમ્પાઇલ કરીને જોઈ શકાય છે.

લેટેક્સ ભાષા (The LaTeX Language)

 • લેટેક્સ એ એક મૂળભૂત માર્ક-અપ ભાષા છે. તેમાં સાદું લખાણ તેમજ માર્ક-અપ લખાણ હોય છે, જેને કમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે.
 • લેટેક્સ પ્રોગ્રામમાં કેટલાક કમાન્ડ સ્વતંત્ર હોય છે. તે લખાણના કોઈ પણ ભાગને નિશાન કરતા નથી.
 • સ્વતંત્ર કમાન્ડ જ્યારે લેટેક્સ દસ્તાવેજની પ્રક્રિયા કરે છે, ત્યારે ઘણાં બધાં મહત્ત્વનાં કાર્ય કરતાં હોય છે. જેમ કે, લખાણ અથવા દસ્તાવેજ વિશેની માહિતી પૂરી પાડે છે. દસ્તાવેજના માળખામાં નિશાની કરેલ લખાણની ભૂમિકા દર્શાવે છે. તે સીધેસીધું ગોઠવણી માળખું આપે છે અથવા લેટેક્સને દસ્તાવેજની ચોક્કસ પ્રક્રિયા કરવાની સૂચના આપે છે.
 • ઉદાહરણ તરીકે, નિશ્ચિત પાનાંના કદનો ઉપયોગ ક૨વો, એકી નંબરના પેજ ઉપરથી જ નવું પ્રકરણ શરૂ કરવું વગેરે.
 • લેટેક્સ કમાન્ડની શરૂઆત બૅકગ્લૅશ (“\”) અક્ષર પછી કમાન્ડનું નામ એ રીતે થાય છે. લેટેક્સ કમાન્ડનું નામ ફક્ત મૂળાક્ષરો અથવા મૂળાક્ષરો સિવાયના એક અક્ષરનું બનેલું હોય છે. લેટેક્સ કમાન્ડ કેસ-સેન્સિટિવ છે.
 • લેટેક્સના કેટલાક કમાન્ડ વધારાની માહિતી પણ સ્વીકારે છે. ઉદાહરણ તરીકે, \textcolor કમાન્ડમાં લખાણ કયા રંગમાં દર્શાવવું છે, તે રંગ પણ આપવો પડે છે. આ વધારાની માહિતીને આર્ગ્યુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.
 • લેટેક્સ કમાન્ડની આર્ગ્યુમેન્ટ બે પ્રકારની હોય છે :
  1. વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ
  2. ફરજિયાત આર્ગ્યુમેન્ટ
 • વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ આપણે આપી શકીએ અથવા ન આપીએ, તોપણ ચાલે. જો આપણે આવી એક એકથી વધુ વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ આપવી હોય, તો તેને કમાન્ડ નામ પછી ચોરસ કૌંસમાં (“[ ]”) અલ્પવિરામ કરીને આપી શકાય.
 • ફરજિયાત આર્ગ્યુમેન્ટને વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ પછી છગડિયા કોંસ (“{ }”)માં આપવામાં આવે છે.
  દા. ત., \documentclass[12 pt]{article};
  અહીં,
  documentclass – લેટેક્સ કમાન્ડનું નામ છે.
  12 pt – વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ છે.
  article – ફરજિયાત આર્ગ્યુમેન્ટ છે.
 • લેટેક્સમાં બધા જ વ્હાઇટ સ્પેસ અક્ષરો (space, tab અને enter) જેમ છે તેમ જ રાખવામાં આવે છે.
 • લીટીની શરૂઆતમાં આપવામાં આવેલ વ્હાઇટ સ્પેસ અક્ષરને અવગણવામાં આવે છે અને એક કરતાં વધારે ખાલી લીટીને નવા ફકરાની શરૂઆત ગણવામાં આવે છે.
 • જો લખાણમાં નવી લીટી ઉમેરવી હોય, તો \\ (લાઇન- બ્રેક કમાન્ડ) લીટીના અંતમાં આપવો પડે છે. પરંતુ ફકરાની છેલ્લી લાઇનમાં આ કમાન્ડ આપવાની જરૂર નથી.

પ્રયોગ 1
હેતુ : સતત લખાણ અને લખાણમાં લાઇનબ્રેક ઉમેરતી લેટેક્સ ફાઈલ બનાવવી.
આકૃતિ માં સતત લખાણ તથા લખાણમાં લાઇનબ્રેક ઉમેરતું ઉદાહરણ આપવામાં આવેલું છે.

\documentclass[12pt]{article}
\title{Line handling in \LaTeX}
\date {May 2013}
\begin{document}
\maketitle
\section{Continuous Text} \textsf{
We have no wings, we cannot fly
But we have legs to sail and climb
By slow degrees and by and by
The cloudy summits of our time}
\section{Text with Seperate Lines} \textsf{
Heights by great men reached and kept \\
Were not attained by a sudden flight \\
But they, while their companions slept, \\
Were toiling upwards in the night}
\end{document}

[આકૃતિ : લીટીના સંચાલનનું ઉદાહરણ દર્શાવતી ફાઈલ]
આકૃતિ લેટેક્સ ફાઈલનું આઉટપુટ દર્શાવે છે.
Computer Class 12 GSEB Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન 1

Computer Class 12 GSEB Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન

પ્રશ્ન 2.
લેટેક્સની લોકપ્રિયતાનાં મુખ્ય કારણોની યાદી તૈયાર કરો.
ઉત્તર :
લેટેક્સના ફાયદા (Advantages of LaTeX)
લેટેક્સની લોકપ્રિયતાનાં મુખ્ય કારણો તથા ફાયદા નીચે મુજબ છે :

 1. ટેક્સને લેટેક્સમાં વિસ્તૃત કરવામાં આવેલ છે. લેટેક્સને પણ વિસ્તૃત કરી શકાય છે.
 2. લેટેક્સમાં નવાં લક્ષણો ઉમેરવા માટે અથવા વૈકલ્પિક અમલીકરણ માટે, લેટેક્સની સુવિધાઓ વધા૨વા માટે કોઈ પણ વ્યક્તિ વધારાના પૅકેજ બનાવી શકે છે.
 3. લેટેક્સ પૅકેજ નિઃશુલ્ક છે. તેને CTAN(The Comprehensive Tex Archive Network)ની વેબ સાઇટ www.ctan.org પરથી મેળવી શકાય છે.
 4. લેટેક્સ જટિલ ગાણિતિક સૂત્રોને સરસ અને યોગ્ય રીતે ગોઠવવા માટે ખૂબ જ સારું છે. તેથી લેખકો અને ગણિતશાસ્ત્રના પ્રકાશકો, ઇજનેરો વગેરેમાં લોકપ્રિય છે.
 5. તે એક ખૂબ જ વ્યવસ્થિત ઓપન સોર્સ છે અને જ્ઞાન વહેંચણીની શૈક્ષણિક ભાવના અને સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
 6. લેટેક્સમાં આપમેળે અનુક્રમ-નંબર આપવાની અને સંદર્ભ આપવાની તેમજ આપમેળે વિષયવસ્તુનું કોષ્ટક, અનુક્રમણિકા અને બીજી આવી જરૂરિયાત પૂરી પાડવાની સગવડ છે.

પ્રશ્ન 3.
લેટેક્સમાં સીધા ઉપયોગ ન કરી શકાય તેવા અક્ષરો અને અનામત અક્ષરોની યાદી તૈયાર કરો.
ઉત્તરઃ
લેટેક્સના અનામત અક્ષરો (Reserved Words of LaTeX)

 • લેટેક્સના અનામત અક્ષરો તથા તેમને દર્શાવવાની રીત નીચે દર્શાવેલ છે :
અનામત અક્ષર અક્ષર દર્શાવવાની રીત
# \#
$ \$
% \%
& \&
\-
{ \{
} \}
^ \^{ }
~ \~{ }
\ \textbackslash{ }
< \textless{ }
> \textgreater{ }
 • ‘(ગ્રેવ એસેન્ટ અથવા બૅકકોટ) અને ‘(ઍપોસ્ટ્રોફ અથવા સ્ટ્રેઇટ કોટ)નો ઉપયોગ લખાણને એક અવતરણ- ચિહ્નમાં લખવા માટે થાય છે.
  દા. ત., ‘Book Code’ લખવા ”Book Code” દર્શાવવામાં આવે છે.
 • લેટેક્સમાં જ્યારે મોટી સંખ્યામાં કમાન્ડ લાગુ પાડવા હોય (ઉદાહરણ તરીકે, ટેબલની ગોઠવણી કરવી હોય અથવા ગાણિતિક સમીકરણ લખવું હોય) અથવા લખાણના કોઈ મોટા ભાગને ઘણા બધા કમાન્ડની અસર આપવી હોય ત્યારે લેટેક્સ એક અલગ સગવડ પૂરી પાડે છે. આ સગવડને ઍન્વાયરન્મેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ઍન્વાયરન્મેન્ટ \begin{environment_name) કમાન્ડથી શરૂ થાય છે અને \end{environment_name) કમાન્ડથી પૂરું થાય છે.
 • ઍન્વાયરન્મેન્ટમાં લખેલ બધા જ લખાણ ઉપર ઍન્વાયરન્મેન્ટની બધી જ ફૉર્મેટિંગ / માળખાકીય લાક્ષણિકતા લાગુ પડે છે.
 • કેટલાક વિષયવસ્તુના પ્રકાર પ્રમાણે જુદા જુદા પ્રમાણભૂત ઍન્વાયરન્મેન્ટનાં ઉદાહરણ નીચે મુજબ છે :
  1. સમીકરણ (Equation)
  2. અવતરણ (Quotation)
  3. ટેબલ અને યાદી (List) વગેરે.
 • લેટેક્સમાં % ચિહ્નથી કૉમેન્ટ શરૂ કરી શકાય છે.
 • % પછીનું તમામ લખાણ (લીટીના અંત સુધીનું) કૉમેન્ટ તરીકે ગણાય છે.
 • કૉમેન્ટ એ એડિટરમાં રહેલ કોડને વાંચવા માટે, સમજવા માટે અને જરૂરી સુધારા-વધારા કરવા માટે ઉપયોગકર્તાને ઉપયોગી થાય છે.
 • કમ્પાઇલેશનમાં કૉમેન્ટને અવગણવામાં આવે છે, તેમજ આઉટપુટમાં કૉમેન્ટનું કોઈ સ્થાન હોતું નથી.

પ્રશ્ન 4.
લેટેક્સ દસ્તાવેજનું માળખું સમજાવો.
ઉત્તર:
લેટેક્સ દસ્તાવેજનું માળખું (The Structure of a LaTeX Document)

 • લેટેક્સ દસ્તાવેજના બે ભાગ છે :
  1. પ્રસ્તાવના અને
  2. વિષયવસ્તુ.
 • પ્રસ્તાવનામાં મેટા ડેટા એટલે કે દસ્તાવેજ વિશેની માહિતી હોય છે. (દા. ત., દસ્તાવેજનો પ્રકાર, દસ્તાવેજના લેખકની માહિતી, દસ્તાવેજ બનાવ્યા તારીખ વગેરે.)
 • પ્રસ્તાવનામાં લેટેક્સ દસ્તાવેજની પ્રક્રિયા કઈ રીતે કરશે, તેની સૂચના હોય છે. મૂળ વિષયવસ્તુ હંમેશાં ઍન્વાયરન્મેન્ટ દસ્તાવેજમાં હોય છે.

Computer Class 12 GSEB Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન

પ્રશ્ન 5.
\frac કમાન્ડ અને નેસ્ટેડ \frac કમાન્ડ ઉદાહરણ સહિત સમજાવો.
ઉત્તરઃ
ગાણિતિક પ્રક્રિયકોનો ઉપયોગ (Using Mathematical Operators)

 • લેટેક્સમાં ઘણા બધા ગાણિતિક પ્રક્રિયકોનો ઉપયોગ થાય છે. પાવર શોધવા માટેનો પ્રક્રિયક (x2) અને ઇન્ડેક્સનો પ્રક્રિયક (x1) અલગથી આપવામાં આવતો નથી. આ માટે અનુક્રમે સામાન્ય સુપરસ્ક્રિપ્ટ પ્રક્રિયક ^ (કૅરેટ અક્ષર) અને સામાન્ય સબસ્ક્રિપ્ટ પ્રક્રિયક _ (અન્ડરસ્કોર અક્ષર)નો ઉપયોગ થાય છે.
 • સંપૂર્ણ કિંમત દર્શાવવા માટે પદાવલીને બે ઊભી લીટી / વચ્ચે લખવામાં આવે છે.
 • વિધેય બનાવવા માટે frac{numerator}{denominator} કમાન્ડનો ઉપયોગ થાય છે; જ્યારે X સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે \sqrt{X} કમાન્ડનો ઉપયોગ થાય છે.
 • કોડ લિસ્ટિંગ 3માં ગાણિતિક પ્રક્રિયકોનો ઉપયોગ દર્શાવતું ઉદાહરણ આપેલ છે. તથા આકૃતિ માં તેનું આઉટપુટ દર્શાવેલ છે.

કોડ લિસ્ટિંગ 3 : ગાણિતિક પ્રક્રિયકોનું ઉદાહરણ

\documentclass[12pt]{article}
{usepackage{amsmath}
setlength{\parindent}{0pt}
\title {Introduction to \LaTeX}
\date {May 2013}
\begin{document}
\begin{math}
x^2 \\[6pt]
x_1 [6pt]
x_i[6pt]
x_i^2 \\[6pt]
x^y \\[6pt]
a^bc [6pt]
{a^b}^c \\[6pt]
a^{b^c} \\[6pt]
frac{x} {y} \\[ópt]
\sqrt {b} \\[6pt]
\frac{\frac{1}{3}+\frac{3}{2}}{\frac{2}{3}+\frac{1}{2}} \[6pt]
\frac{-b\pm\sqrt{b^2-4ac}}{2a} \\[6pt]
\frac{-b\pm\sqrt{\Delta}}{2a} \\[6pt]
\sqrt{1+\frac{1}{\sqrt{1+\frac{1}{\sqrt1+\frac{1}{2}}}}}} \\[6pt]
\sqrt{(x_1-x_2)^2+(y_1-y_2)^2} \\[6pt]
|x-y| \\[6pt]
{\frac{x_1+x_2}{2},\frac{y_1+y_2}{2})
{end{math}
\end{document}

Computer Class 12 GSEB Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન 2
Computer Class 12 GSEB Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન 3

Computer Class 12 GSEB Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન

Computer Class 12 GSEB Notes Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન

લેટેક્સ દસ્તાવેજનું માળખું (The Structure of a LaTeX Document)

પ્રસ્તાવના વિભાગ (The Preamble)

 • પ્રસ્તાવનાનું સૌથી પહેલું તત્ત્વ (એલિમેન્ટ) \documentclass{document_class_name} હોવું જ જોઈએ, જે દસ્તાવેજનો પ્રકાર જણાવે છે.
 • કેટલાક સામાન્ય દસ્તાવેજના ક્લાસ કોષ્ટક 1માં આપેલ છે. કેટલાક દસ્તાવેજ ક્લાસને વિકલ્પો પણ હોય છે. કોષ્ટક 2માં આવા સામાન્ય વિકલ્પ આપેલ છે.

કોષ્ટક 1 : કેટલાક સામાન્ય દસ્તાવેજ ક્લાસ

દસ્તાવેજ ક્લાસ ઉદ્દેશ (ઉપયોગ)
article સ્વતંત્ર લેખ લખવા માટે
book આખું પુસ્તક લખવા માટે
slides પ્રદર્શન માટેની સ્લાઇડ બનાવવા માટે, આમાં ફૉન્ટનું કદ આપોઆપ મોટું થઈ જાય છે.
letter પત્ર લખવા માટે
beamer બીમર પૅકેજનો ઉપયોગ કરીને ઑફિસસ્યૂટ જેવું જ પ્રદર્શન બનાવવા માટે

કોષ્ટક 2 : કેટલાક દસ્તાવેજ ક્લાસના કેટલાક સામાન્ય વિકલ્પ

વિકલ્પ કાર્ય
10pt, 11pt, 12pt દસ્તાવેજના મુખ્ય ફૉન્ટનું કદ 10 પૉઇન્ટ (પૂર્વનિર્ધારિત), 11 પૉઇન્ટ કે 12 પૉઇન્ટ રાખવા માટે.
a4paper, letterpaper, legalpaper પાનાંનું કદ નક્કી કરવા માટે. આ બધાં જુદાં જુદાં આંતરરાષ્ટ્રીય પાનાંનાં કદ છે. આમાંનું ઑફિસના ઉપયોગ માટેનું A4, લેટર અને લીગલ એ સામાન્ય કદ છે.
fleqn સમીકરણો અને રચનાઓને વચ્ચે રાખવાને બદલે ડાબી બાજુ (લેફ્ટ અલાઇન) દર્શાવવા માટે
landscape દસ્તાવેજને લૅન્ડસ્કેપમાં છાપવા માટે (આડા પાનાંમાં છાપવા માટે)
 • લેટેક્સ પદ્ધતિ પોતે જ કેટલીક સામાન્ય ટાઇપસેટિંગની જરૂરિયાત પૂરી પાડે છે, પરંતુ ઉપયોગકર્તાને જોઈતું જરૂરી બધું જ પૂરું પાડતી નથી. આથી વધારાની સગવડ માટે લેટેક્સ ઉપયોગકર્તાને પોતાનું પૅકેજ બનાવવાની સવલત આપે છે.
 • લેટેક્સના ઉપયોગકર્તાનો મોટો સમૂહ છે, જે આવા નવા પૅકેજ બનાવે છે અથવા અસ્તિત્વમાં હોય એવા પૅકેજમાં પોતાની જરૂરિયાત મુજબ ફેરફારો કરીને તેને કૉમ્પ્રિહેન્સિવ ટેકઆર્થિવ નેટવર્ક (CTAN) ઉપર વહેંચે છે.
 • આપણા દસ્તાવેજમાં આવા એક અથવા એકથી વધુ પૅકેજનો ઉપયોગ કરવો હોય, તો તેને પ્રસ્તાવના વિભાગમાં \usepackage{package_name} કમાન્ડ વડે જાહેર (ડિક્લેર) કરવા પડે છે.
 • એક જ લાઇનમાં એક જ \usepackage કમાન્ડ વડે એક કરતાં વધારે પૅકેજને અલ્પવિરામ આપીને જાહેર કરી શકાય છે.
 • કોષ્ટક 3માં કેટલાંક સામાન્ય ઉપયોગમાં આવતાં પૅકેજ દર્શાવેલ છે.

કોષ્ટક 3 : સામાન્ય રીતે ઉપયોગમાં આવતાં પૅકેજ

પૅકેજ વર્ણન
amsmath આ પૅકેજમાં લેટેક્સમાં ગણિત માટેના વિસ્તરણ હોય છે. મૂળભૂત રીતે અમેરિકન ગણિત સોસાયટી માટે બનાવવામાં આવેલ.
color લખાણના કલર ઉમેરવા માટે
easylist એક કરતાં વધુ સ્તરની યાદી ઉમેરવા માટે
geometry પાનાંની રચના માટે, જેમ કે પાનાનું કદ નક્કી કરવું, સ્થાપન (ઓરિએન્ટેશન) નક્કી કરવું, માર્જિન નક્કી કરવું વગેરે
listings દસ્તાવેજમાં પ્રોગ્રામિંગ કોડ ઉમેરવા માટે
setspace લીટી વચ્ચેની જગ્યા બદલવા માટે (લાઇન સ્પેસિંગ)
 • પ્રસ્તાવના વિભાગનાં કેટલાંક ઉદાહરણ નીચે દર્શાવેલ છે :
  1. \title{the_title_of_document} – દસ્તાવેજનું શીર્ષક
  2. \author{author of the document} – દસ્તાવેજના લેખક
  3. \date{date of creation/last update of the document, in any format} – દસ્તાવેજ બનાવ્યાની તારીખ

દસ્તાવેજ ઍન્વાયરન્મેન્ટ (The Document Environment)

 • લેટેક્સ જ્યારે \maketitle કમાન્ડ મેળવશે ત્યારે લેખ અને સ્લાઇડ માટેના દસ્તાવેજ ઍન્વાયરન્મેન્ટને ફક્ત દસ્તાવેજના મુખ્ય વિષયવસ્તુને અનુસરતું સ્વયંસંચાલિત રીતે શીર્ષક આપશે.
 • પુસ્તકના દસ્તાવેજ વિભાગને મુખ્ય ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય છે :
  1. આગળની વિગત,
  2. મુખ્ય વિગત અને
  3. પાછળની વિગત.
   આ માટે અનુક્રમે \frontmatter, \mainmatter અને \backmatter કમાન્ડ આપવામાં આવે છે.
 • આ વિવિધ વિભાગોમાં અલગ અલગ વસ્તુઓ હોઈ શકે, જેમ કે આગળની વિગતનું શીર્ષક, વિષયવસ્તુનું કોષ્ટક, પાછળની વિગતની ગ્રંથસૂચિ, અનુક્રમણિકા, સંદર્ભસૂચિ વગે૨ે.
 • પુસ્તકના મુખ્ય વસ્તુને સ્તરીકરણ માળખું હોય છે. જ્યાં પુસ્તકનું વિભાગોમાં, વિભાગોનું પ્રકરણમાં, પ્રકરણનું મુદ્દાઓમાં, મુદ્દાઓનું પેટા-મુદ્દાઓમાં, પેટા-મુદ્દાઓનું પેટા- પેટા મુદ્દાઓમાં, પેટા-પેટા મુદ્દાઓનું ફકરાઓમાં, ફકરાઓનું પેટા-ફકરાઓમાં વિભાજન ક૨વામાં આવે છે, જેના માટે નીચે દર્શાવ્યા મુજબ કમાન્ડ આપવામાં આવે છે :
  \part – પુસ્તકનું વિભાગોમાં વિભાજન કરવા
  \chapter – વિભાગોનું પ્રકરણમાં વિભાજન કરવા
  \section – પ્રકરણનું મુદ્દાઓમાં વિભાજન કરવા
  \subsection – મુદ્દાઓનું પેટા-મુદ્દાઓમાં વિભાજન કરવા
  \subsubsection – પેટા-મુદ્દાઓનું પેટા-પેટા મુદ્દાઓમાં વિભાજન કરવા
  \paragraph – પેટા-પેટા મુદ્દાઓનું ફકરાઓમાં વિભાજન કરવા
  \subparagraph – ફકરાઓનું પેટા-ફકરાઓમાં વિભાજન કરવા
 • દરેક કમાન્ડમાં ફરજિયાત એક આર્ગ્યુમેન્ટ આપવામાં આવે છે.
 • લેટેક્સ દ્વારા વિભાગ, પ્રકરણ અને મુદ્દાઓને સ્વયંસંચાલિત અનુક્રમ-નંબર આપવામાં આવે છે. આ માટે લેખકે ચિંતા કરવાની હોતી નથી.
 •  લેખક પ્રકરણ, મુદ્દા, પેટા-મુદ્દાઓનો ક્રમ ગમે ત્યારે ફેરવી શકે છે.
 • વિભાગોના અનુક્રમ-નંબર રોમનમાં (I, II, III વગેરે) અપાય છે.
 • પ્રકરણ, મુદ્દાઓ અને પેટા-મુદ્દાઓ વગેરેના અનુક્રમ- નંબર અરેબિકમાં (1, 2, 3 વગેરે) અપાય છે.
 • \appendix કમાન્ડ પછીનાં બધાં જ પ્રકરણો પરિશિષ્ટો તરીકે સમજવામાં આવે છે અને તેમને બધાંને અનુક્રમ- નંબર મોટા મૂળાક્ષર વડે (A, B, C વગેરે) આપવામાં આવે છે.
 • આગળના મુદ્રણનાં પાનાઓને રોમનમાં અનુક્રમ-નંબર આપવામાં આવે છે. જ્યારે મુખ્ય મુદ્રણ અને પાછળના મુદ્રણમાં અરેબિકમાં અનુક્રમ-નંબર આપવામાં આવે છે.
 • મૂળભૂત રીતે અનુક્રમ-નંબર 2 સ્તર સુધી આપી શકાય છે. એટલે કે, પેટા-મુદ્દા સુધી આપી શકાય છે.
 • પેટા-પેટા મુદ્દાઓ અને ત્યારપછીના ભાગને અનુક્રમ-નંબર આપવામાં આવતા નથી. આને બદલવા માટે લેટેક્સની પ્રસ્તાવનાના આંતરિક ગણકમાં ફેરફાર કરીને બદલી શકાય.
 • દા. ત., \setcounter{secnumdepth} {3} ઉપરનો કમાન્ડ ઘટકને 3 સ્તર સુધી અનુક્રમ-નંબર આપે છે.
 • ર્ણવિરામ (.) અને ઘટકના નંબર વડે મુખ્ય ઘટકના ઘટકોને અનુક્રમ-નંબર આપી શકાય.
 • જો એક પુસ્તકના વિભાગ IIમાં પ્રકરણ 5 અને તેમાં મુદ્દા 4ના પેટા-મુદ્દો 1 હોય, તો આ પેટા-મુદ્દાને 5.4.1 અનુક્રમ-નંબર આપવામાં આવે છે.
 • \tableofcontents કમાન્ડ આપવામાં આવે છે, ત્યારે એક સુવ્યવસ્થિત ગોઠવેલ વિષયવસ્તુનું કોષ્ટક (TOC) શીર્ષક ઘટક દ્વારા લેટેક્સમાં આપમેળે બને છે.
  નોંધ : લેટેક્સ સોર્સ ફાઈલની શરૂથી અંત સુધી ક્રમશઃ એક જ વખતમાં પ્રક્રિયા કરે છે અને ક્રમશઃ આઉટપુટ ફાઈલ પણ બનાવે છે.
 • પ્રથમ રનમાં લેટેક્સ દસ્તાવેજના માળખા વિશેની માહિતી ભેગી કરે છે અને એક પૂરક ફાઈલમાં સંગ્રહ કરે છે. આ તબક્કે આઉટપુટ ફાઈલમાં TOC ખાલી હોય છે. અથવા જૂની પૂરક ફાઈલની માહિતી દર્શાવે છે. બીજા રનમાં તે પૂરક ફાઈલમાંથી સાચી માહિતી એકઠી કરીને શરૂઆતમાં સાચું વિષયવસ્તુનું કોષ્ટક (TOC) બનાવે છે.
 • TOCની જેમ જ લેટેક્સ આકૃતિની યાદી, કોષ્ટકની યાદી, અન્યોન્ય સંબંધ, ગ્રંથસૂચિ, પારિભાષિક શબ્દકોશ અથવા અનુક્રમણિકા રાખે છે. આ બધી જ વસ્તુ લેખકનો ભાર હળવો કરે છે અને આના જ કારણે લેટેક્સ પ્રખ્યાત છે.

Computer Class 12 GSEB Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન

પ્રયોગ 2
હેતુ : લેટેક્સમાં પુસ્તકની ગોઠવણી દર્શાવતી સોર્સ ફાઈલ બનાવવી.
લેટેક્સમાં પુસ્તકની ગોઠવણી દર્શાવતી સોર્સ ફાઈલ બનાવવા SciTE ટેક્સ્ટ એડિટરમાં નીચે મુજબનાં પગલાં અનુસરો :
પગલું 1 : SciTE એડિટરમાં File → New મેનૂ વિકલ્પ પસંદ કરી, નવી ફાઈલ બનાવો.

પગલું 2 : કોડ લિસ્ટિંગ 1માં આપેલ માહિતી SciTE એડિટરમાં ટાઇપ કરો.

પગલું 3 : File → Save મેનૂ વિકલ્પ પસંદ કરી, ફાઈલને સેવ કરો. (ફાઈલનું અનુલંબન (extension) .tex રાખો.)

પગલું 4 : લેટેક્સ ફાઈલને કમ્પાઇલ કરવા માટે Tools → Build વિકલ્પ પસંદ કરો. અથવા શૉર્ટકટ કી F7 દબાવો.
આમ કરતાં આઉટપુટ વિન્ડોમાં ઘણા બધા સંદેશાઓ દેખાશે. જો આ સંદેશાઓમાં છેલ્લી લીટી (વાદળી કલરમાં) Exit code : 0 હોય, તો આપણું કમ્પાઇલેશન સફળ થયું છે. નહિ તો આપણને ભૂલસંદેશ મળશે.

પગલું 5 : જો કમ્પાઇલેશન સફળ થયું હોય, તો ડૉક્યુમેન્ટ વ્યૂઅરમાં ફાઈલ જોવા માટે Tools → Go મેનૂ વિકલ્પ પસંદ કરો. અથવા શૉર્ટકટ કી F5 દબાવો.

કોડ લિસ્ટિંગ 1 : લેટેક્સમાં પુસ્તકનો એક નમૂનો

\documentclass[12pt]{book}
\usepackage{amsmath}
\title{\huge Mathematics \\[3\backlinskip]
\Large Standard 12}
\author{Gujarat State Board of School Textbooks}
\date {2013}
\setcounter{secnumdepth} {2}
\setcounter{tocdepth} {1}
\begin{document}
\frontmatter
\maketitle
\chapter{\MakeUppercase (Fundamental Duties}}
\tableofcontents
\chapter{\MakeUppercase {About This Textbook...}}
\mainmatter
\part{Semester I}
\chapter{Set Operations}
\section{Introduction}
\section* {Exercise 1.1}
\section{Properties of the Union Operation}
\subsection {Union is a Binary Operation} 
\section{Properties of the Intersection Operation}
\subsection{Associative Law}
\chapter {Number Systems}
\section{Introduction}
\section* {Exercise 2.1}
\section{Irrational Numbers}
\chapter{Polynomials}
\chapter{Coordinate Geometry}
\chapter{Some Primary Concepts is Geometry: 1}
\chapter* {Answers}
\markboth{\MakeUppercase {Answers}} {}
\addcontentsline{toc} {chapter} {Answers}
\part{Semester II}
\chapter{Quadrilaterals}
\section{Introduction}
\section{Plane Quadrilateral}
\chapter{Areas of Parallelograms and Triangles}
\section{Introduction}
\section{Interior of a Triangle}
\chapter{Circle}
\chapter{Surface Area and Volume}
\chapter* {Answers}
\markboth{\MakeUppercase {Answers}} {}
\addcontentsline{toc} {chapter} {Answers}
\appendix
\chapter{Terminology}
\backmatter
\end{document}

લખાણ ફૉર્મેટિંગ (Text Formatting)

 • આપણે લેટેક્સ દસ્તાવેજમાં આખેઆખો ફકરો એન્ટર કી દબાવ્યા વગર લખી શકીએ છીએ. લેટેક્સ ત્યારપછી આ લખાણને ગોઠવે છે.
 • લેટેક્સમાં એક શબ્દને બે ભાગમાં વિભાજિત કરવા માટે (−) સંયોગ ચિહ્નનો ઉપયોગ થાય છે.
 • લેટેક્સમાં બહુવિધ શબ્દોને અલગ અલગ લીટીમાં વિભાજિત કરવા બે શબ્દોની વચ્ચે (~) ટાઇલ્ડ અક્ષરનો ઉપયોગ થાય છે.
 • લેટેક્સમાં ફૉન્ટને ત્રણ વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે :
  1. રોમન,
  2. સેન્સ સેરિફ અને
  3. મોનો સ્પેસ.
 • રોમન ફૉન્ટને રેખાના અંતમાં ટૂંકી આડી લીટી હોય છે.
 • સેન્સ સેરિફ ફૉન્ટને આવી ટૂંકી આડી લીટી હોતી નથી.
 • મોનો સ્પેસ ફૉન્ટમાં બધા જ અક્ષરો સમાન પહોળાઈ ધરાવે છે.
 • સામાન્ય રીતે મોનો સ્પેસ ફૉન્ટનો ઉપયોગ કમ્પ્યૂટરમાં કોડ લખવા માટે થાય છે, જ્યારે રોમન ફૉન્ટ એ મૂળભૂત ફૉન્ટ છે.
 • નીચે આ ત્રણેય ફૉન્ટનો ઉપયોગ કરવા માટેના કમાન્ડ દર્શાવ્યા છે :
ફૉન્ટ ઉપયોગ કરવા માટેનો કમાન્ડ
રોમન \textrm {text}
સેન્સ સેરિફ \textsf {text}
મોનો સ્પેસ \texttt {text}
 • નીચે આ ત્રણેય ફૉન્ટ વચ્ચેનો તફાવત તથા ઉદાહરણ દર્શાવેલ છે :

Computer Class 12 GSEB Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન 4

 • લેટેક્સમાં ફૉન્ટના કદમાં ફેરફાર કરવા માટે \tiny, \scriptsize, \footnotesize, \small, \normalsize, \large, \LARGE, \huge અને \Huge વગેરે કમાન્ડનો ઉપયોગ થાય છે.
 • આ ઉપરાંત બીજા અગત્યના કમાન્ડ અને તેમના ઉપયોગ નીચે દર્શાવેલ છે :
કમાન્ડ ઉપયોગ
\textbf લખાણને ઘાટું (Bold) કરવા.
\textif લખાણને ત્રાંસું (Italics) કરવા.
\emph લખાણને ભાર સ્વરૂપે દર્શાવવા.
\textsc લખાણને કૅપિટલ અક્ષરોમાં દર્શાવવા.
\textsuperscript લખાણને સુપરસ્ક્રિપ્ટ સ્વરૂપે દર્શાવવા.
\textsubscript લખાણને સબસ્ક્રિપ્ટ સ્વરૂપે દર્શાવવા.

ફકરાની ગોઠવણી (Paragraph Formatting)

 • લેટેક્સમાં બે લીટી વચ્ચે અંતર રાખવા માટે Setspace નામનું પૅકેજ ઉપલબ્ધ હોય છે.
 • Setspace પૅકેજમાં singlespace, onehalf- space, doublespace spacing {amount- of-spacing} ઍન્વાયરન્મેન્ટ ઉપલબ્ધ છે. મૂળભૂત ઍન્વાયરન્મેન્ટ અને તેમના ઉપયોગ નીચે દર્શાવેલ છે :
ઍન્વાયરમેન્ટ ઉપયોગ
flushleft લખાણને ડાબી તરફ ગોઠવવા
flushright લખાણને જમણી તરફ ગોઠવવા
centre લખાણને વચ્ચે ગોઠવવા
indent ફકરાની પહેલી લીટીના આરંભમાં જગ્યા છોડવા
noindent ફકરાની પહેલી લીટીના આરંભમાં જગ્યા ન છોડવા
verbatim પ્રક્રિયા કર્યા વગર આઉટપુટ જેમ છે તેમજ મેળવવા

નોંધ : લેટેક્સમાં મૂળભૂત રીતે બૉડીનું લખાણ સંપૂર્ણ ઉચિત (Justify) ગોઠવાયેલ હોય છે.

 • moreverb પૅકેજ પ્રોગ્રામ કોડ સુધીમાં લીટીને નંબર આપવા માટે એક ફરિજયાત આર્ગ્યુમેન્ટ. પહેલી લીટીનો અનુક્રમ-નંબર – સાથે એક સૂચીકરણ (લિસ્ટિંગ) ઍન્વાયરન્મેન્ટ પૂરું પાડે છે.

પૃષ્ઠ લે-આઉટ (Page Layout)

 • લેટેક્સમાં geometry પૅકેજનો ઉપયોગ કરીને પાનાંને લે-આઉટ આપી શકાય છે.
 • \use package કમાન્ડમાં પાનાંનું કદ અને માર્જિન વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરી શકાય છે.
 • ઉદાહરણ :

\usepackage
[a4paper, top=lin, bottom=2in,
left=1.5in, right=lin] {geometry}
ઉપર દર્શાવેલ કમાન્ડ geometry પૅકેજનો ઉપયોગ કરી પાનાનું લે-આઉટ નીચે મુજબ નક્કી કરશે :
પાનાનું કદ : A4
ઉપરનું માર્જિન : 1 ઇંચ
નીચેનું માર્જિન : 2 ઇંચ
ડાબી બાજુનું માર્જિન : 1.5 ઇંચ
જમણી બાજુનું માર્જિન : 1 ઇંચ

 • સામાન્ય રીતે નિયમિત વપરાતા પ્રિન્ટરમાં પાનાનું કદ A4, લેટર અથવા લીગલ હોય છે. તેને અનુક્રમે a4paper, letterpaper અને legalpaper વડે દર્શાવી શકાય છે.
 • લેટેક્સમાં portrait અને landscape વિકલ્પ વડે પાનાનું ઓરિએન્ટેશન પણ ગોઠવી શકાય છે.
 • દસ્તાવેજો એક બાજુ અથવા બે બાજુ છપાયેલા હોય છે.
 • લેખ મૂળભૂત એક બાજુ, જ્યારે પુસ્તકો બંને બાજુ છપાયેલ હોય છે.
 • બંને બાજુ છપાયેલ દસ્તાવેજને ડાબા પાના (બેકી) તથા જમણા પાના(એકી)માં અલગ અલગ માર્જિન છોડીને જુદા પાડી શકાય છે.

Computer Class 12 GSEB Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન

લેટેક્સમાં ગણિતશાસ્ત્રની સામગ્રીનું ટાઇપસેટિંગ (Typesetting Mathematical Content in LaTeX)

 • લેટેક્સમાં જટિલ ગાણિતિક સામગ્રીને આપોઆપ ગોઠવી આપવાની ક્ષમતા છે.
 • અમેરિકન મૅથેમેટિકલ સોસાયટીએ બનાવેલ amsmath, amssymb અને amsfonts ઉપયોગ કરીને ગાણિતિક સામગ્રીને ગોઠવવાનો એક સર્વસામાન્ય રસ્તો લેટેક્સમાં છે.
 • amsmath પૅકેજ ગાણિતિક સામગ્રી માટેનાં ઘણાં બધાં ઍન્વાયરન્મેન્ટ વ્યાખ્યાયિત કરે છે.
 • ટાઇપસેટિંગ માટેના બે રસ્તાઓ
  1. સૂત્ર અને
  2. સમીકરણ છે. જેને આપણે એક લીટીના ભાગમાં અથવા તો સ્વતંત્ર લીટીમાં છાપવાના હોય છે.
 • math ઍન્વાયરન્મેન્ટનો ઉપયોગ કરીને પહેલા આ સ્વરૂપ મેળવી શકાય છે, ત્યારપછી displaymath ઍન્વાયરન્મેન્ટનો ઉપયોગ કરવો પડે છે.
 • સમીકરણ (Equation) ઍન્વાયરન્મેન્ટ એ એક display ઍન્વાયરન્મેન્ટ છે, જે સમીકરણના ક્રમ આપો- આપ દર્શાવે છે.
 • લખાણમાં math ઍન્વાયરન્મેન્ટનો ઉપયોગ કરવાનો સરળ રસ્તો એ છે કે, ગાણિતિક લખાણ સામગ્રીને $ … $ વચ્ચે લખવી.
 • ગાણિતિક લખાણમાં દરેક શબ્દને ગાણિતિક ચલ તરીકે ગણવામાં આવે છે, જે ટેક્સ્ટ ઍન્વાયરન્મેન્ટ કરતાં જુદું છે.

પ્રયોગ 3
હેતુ : math ઍન્વાયરન્મેન્ટનું પ્રદર્શન કરતી લેટેક્સ ફાઈલ બનાવવી.
→ SciTE ટેક્સ્ટ એડિટરમાં math ઍન્વાયરન્મેન્ટનું પ્રદર્શન કરતી લેટેક્સ ફાઈલ બનાવવા નીચે દર્શાવેલ પગલાં અનુસરો :
પગલું 1 : SciTEમાં File → New મેનૂ વિકલ્પની મદદથી નવી ફાઈલ બનાવો.

પગલું 2 : કોડ લિસ્ટિંગ 2માં આપેલ લખાણને આ ફાઈલમાં લખો.

પગલું 3 : File → Save મેનૂ વિકલ્પનો ઉપયોગ કરીને ફાઈલને સેવ કરો. (ફાઈલનું અનુલંબન .tex રાખો)

પગલું 4 : હવે આ લેટેક્સ ફાઈલને કમ્પાઇલ કરવા માટે Tools → Build મેનૂ વિકલ્પ પસંદ કરો. અથવા શૉર્ટકટ કી F7 દબાવો.

પગલું 5 : જો કમ્પાઇલેશન સફળતાપૂર્વક થયું હોય એટલે કે Exit o મેસેજ આવે, તો મૂળભૂત ડૉક્યુમેન્ટ વ્યૂઅરમાં ફાઈલ જોવા માટે Tools → Go મેનૂ વિકલ્પ પસંદ કરો. અથવા શૉર્ટકટ કી F5 દબાવો. આકૃતિ માં આ ફાઈલનું આઉટપુટ દર્શાવેલ છે.

કોડ લિસ્ટિંગ 2 : math ઍન્વાયરન્મેન્ટનું પ્રદર્શન

documentclass[12pt]{article}
\usepackage{amsmath}
\title {Introduction to \LaTeX}
date{May 2013}
\begin{document}
{section*{math environment}
The quadratic equation, in its general form, is
\begin{math}
ax^2 + bx + c = 0
{end{math}
You learnt about them in class X.
The quadratic equation, in its general form, is $ax^2 + bx + c = 0$. You learnt about them in class X.
section*{displaymath environment}
The quadratic equation, in its general form, is
\begin{displaymath}
ax^2 + bx + c = 0
{end{displaymath}. You learnt about them in class X.
\end{document}

Computer Class 12 GSEB Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન 5

ગાણિતિક ચિહ્નો(સંજ્ઞા)નો ઉપયોગ (Using Mathematical Symbols)

 • ગણિતશાસ્ત્રમાં ઘણાં બધાં ચિહ્નોનો ઉપયોગ થાય છે.
 • ગ્રીક મૂળાક્ષરના અક્ષરને તેના કમાન્ડ છે. જેવા કે, \alpha, \beta, \gamma, \pi વગેરે. નાના અક્ષર બનાવે છે. જ્યારે આ જ કમાન્ડનો પહેલો અક્ષર મોટો અક્ષર હોય, તો તે ગ્રીક ભાષાનો મોટો અક્ષર બનાવે છે. દા. ત., \Alpha, \Beta વગેરે.
 • AMS પૅકેજનો ઉપયોગ કરીને કેટલાંક ગાણિતિક ચિહ્નો મેળવી શકાય છે. આકૃતિ અને માં કમાન્ડ અને તેનાં ગાણિતિક ચિહ્નો દર્શાવેલ છે.

Computer Class 12 GSEB Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન 6
Computer Class 12 GSEB Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન 7

સમીકરણોનો ઉપયોગ (Using Equations)

 • લેટેક્સ સમીકરણો માટે એક ખાસ સમીકરણ (Equation) ઍન્વાયરન્મેન્ટ પૂરું પાડે છે. દરેક સમીકરણને સમીકરણ ઍન્વાયરન્મેન્ટમાં લખવામાં આવે છે.
 • સમીકરણને ગણિત (Math) ઍન્વાયરન્મેન્ટમાં જોડવામાં આવતાં નથી. સમીકરણોને અનુક્રમ-નંબર આપમેળે આપવામાં આવે છે અને કેન્દ્રમાં ગોઠવવામાં આવે છે. (Center aligned)

પ્રયોગ 4
હેતુ : સમીકરણ ઍન્વાયરન્મેન્ટનું પ્રદર્શન કરતી લેટેક્સ ફાઈલ બનાવવી.
કોડ લિસ્ટિંગ 4માં સમીકરણ ઍન્વાયરન્મેન્ટનું પ્રદર્શન કરતી લેટેક્સ ફાઈલનું કોડિંગ તથા આકૃતિ માં આ ફાઈલનું આઉટપુટ દર્શાવેલ છે.
કોડ લિસ્ટિંગ 4 : સમીકરણ (Equation) ઍન્વાયરન્મેન્ટનો ઉપયોગ

\documentclass[12pt]{article}
setlength{ parindent}{0pt}
\usepackage{amsmath}
\title{Introduction to \LaTeX}
\date {May 2013}
\begin{document}
\begin{equation}
\sin^2\theta + \cos^2\theta = 1
\end{equation}
\begin{equation}
\sec^2\theta - \tan^2\theta = 1
{end{equation}
\begin{equation}
{csc^2 theta - cot^2\theta = 1
\end{equation}
\end{document}

Computer Class 12 GSEB Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન 8

Computer Class 12 GSEB Solutions Chapter 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન

SciTE અને લેટેક્સ કન્ફિગ્યુર કરવું (Configuring SciTE and LaTeX)

 1. જો SciTE પહેલેથી ખૂલેલું હોય, તો બંધ કરો.
 2. ટર્મિનલ ઓપન કરો.
 3. નીચેનો કમાન્ડ રન કરો :
  sudo gedit/usr/share/scite/tex.properties&
  આ કમાન્ડ આપવાથી gedit એડિટરમાં ફાઈલ ખૂલશે. તેમાં નીચે પ્રમાણે ફેરફાર કરો :
  • નીચેની લીટીઓ કાઢી નાખો :
  file.patterns.tex=*.tex; *.sty
  file.patterns.context=*.tex; *.tui; *.tuo; *.sty
  • ખાતરી કરો કે તમે નીચે આપેલી લીટી કાઢી નથી :
  file.patterns.latex=*.tex; *.sty; .aux; *.toc; *.idx
 4. લીટી બદલો :
  command.go.$(file.patterns.latex)=gv $ (File Name).pdfના સ્થાને
  command.go.$(file.patterns.latex)=evince $ (File Name).pdf લીટી લખો.
 5. ફાઈલને સેવ કરી gedit બંધ કરો.
 6. SciTE શરૂ કરો. યોગ્ય લેટેક્સ ફાઈલ ખોલી F7 અને F5 કી દબાવો. લેટેક્સ ફાઈલ કમ્પાઇલ થઈને એક પીડીએફ ફાઈલ ખૂલશે. SciTEમાં પરત ફરતા પૂર્વે પીડીએફ ફાઈલ અવશ્ય બંધ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *