Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ

Students frequently turn to Computer Class 11 GSEB Solutions and GSEB Computer Textbook Solutions Class 11 Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ for practice and self-assessment.

GSEB Computer Textbook Solutions Class 11 Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ

પ્રશ્ન 1.
વિમ એડિટરમાં ઉપલબ્ધ વિવિધ મોડ સમજાવો.
ઉત્તરઃ
વિમ પદ્ધતિઓ (Vim Modes)
વિમ એડિટર ત્રણ જુદી જુદી પદ્ધતિઓમાં (Modeમાં) કામ કરે છે :
(1) કમાન્ડ મોડ (The command mode)
(2) ઇન્સર્ટ મોડ (The insert mode)
(3) લાસ્ટ લાઇન મોડ (The last line mode)

(1) કમાન્ડ મોડ (The command mode} : જ્યારે આપણે વિમ એડિટર વડે કોઈ ફાઈલને એડિટ કરવાનું શરૂ કરીશું, ત્યારે વિમ એડિટર કમાન્ડ મોડમાં ખૂલશે.

  • કમાન્ડ મોડમાં આપણે નીચે મુજબના કમાન્ડ આપી શકીએ :
    1. ફાઈલમાં લખાણ ઉમેરવા (ઇન્સર્ટ – Insert) માટેના
    2. અંતમાં લખાણ ઉમેરવા (અપેન્ડ – Append) માટેના • લખાણ રદ કરવા (ડિલીટ – Delete) માટેના
    3. લખાણ શોધવા (સર્ચ – Search) માટેના
    4. ફાઈલમાં ફરવા (વિગેટ – Navigate) માટેના
  • કમાન્ડ મોડ વાપરવાનું ચાલુ કરીએ કે તરત જ આપણે લખાણ લખી શકતા નથી.
  • ફાઈલમાં કોઈ લખાણ ઉમેરવા માટે ઇન્સર્ટ (1), અપેન્ડ (a) અથવા ઓપન (૦) કમાન્ડ આપવો પડે.
  • કમાન્ડ મોડનું વિસ્તરણ એ વિઝ્યુઅલ મોડ (Visual mode) છે.
  • ફાઈલના લખાણનો કોઈ ભાગ પસંદ (Select) કરવા વિઝ્યુઅલ મોડ એ એક સરળ અને સારો રસ્તો છે. કોષ્ટક 1માં અક્ષરો (કૅરેક્ટર્સ) આપેલાં છે, જે આપણને વિઝ્યુઅલ મોડમાં મદદ કરે છે.

કોષ્ટક 1 : વિઝ્યુઅલ મોડમાં વપરાતા અક્ષરો (કૅરેક્ટર્સ)

કમાન્ડ ઉપયોગ
v વિઝ્યુઅલ મોડ સક્રિય બનાવવા માટે (અક્ષરોમાં સુધારની સુવિધા આપે છે.)
V વિઝ્યુઅલ મોડ સક્રિય બનાવવા માટે (લીટીઓમાં સુધારની સુવિધા આપે છે.)
CTRL + v બ્લૉક-વિઝ્યુઅલ મોડ સક્રિય બનાવવા માટે (લખાણના લંબચોરસ વિસ્તારમાં સુધારની સુવિધા આપે છે.)

(2) ઇન્સર્ટ મોડ (The insert mode) : જ્યારે આપણે i (insert), a (append) અથવા o (open) આદેશ આપીએ છીએ, ત્યારે આપણે ઇન્સર્ટ મોડમાં આવીશું.

  • એક વખત આપણે ઇન્સર્ટ મોડમાં આવીએ, પછી આપણી ફાઈલમાં આપણે લખાણ ટાઇપ કરી શકીએ. તેમજ ફાઈલની અંદર આપણે નૅવિગેટ કરી શકીએ.
  • Esc કી દબાવીને આપણે કમાન્ડ મોડ અને ઇન્સર્ટ મોડમાં ટોગલ (એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં બદલાવ) કરી શકીએ છીએ.
  • કોષ્ટક 2માં અક્ષરો આપેલા છે, જે આપણને ઇન્સર્ટ મોડમાં મદદ કરે છે.

કોષ્ટક 2 : ઇન્સર્ટ મોડમાં વપરાતા અક્ષરો (કૅરેક્ટર્સ)

કમાન્ડ ઉપયોગ
a કર્સરના વર્તમાન સ્થાન પછી લખાણ ઉમેરવા માટે
i કર્સરના વર્તમાન સ્થાન પહેલા લખાણ ઉમેરવા માટે
A વર્તમાન લીટીના અંતમાં લખાણ ઉમેરવા માટે
I વર્તમાન લીટીની શરૂઆતમાં લખાણ ઉમેરવા માટે
O કર્સરના વર્તમાન સ્થાનની ઉપર એક નવી લીટી ઉમેરવા માટે
o કર્સરના વર્તમાન સ્થાનની નીચે એક નવી લીટી ઉમેરવા માટે

(3) લાસ્ટ લાઇન મોડ (The last line mode) : સામાન્ય રીતે લાસ્ટ લાઇન મોડનો ઉપયોગ વિમ- સેશન બંધ કરવા અથવા ફાઈલનો સંગ્રહ કરવા જેવા કાર્ય માટે થાય છે.

  • લાસ્ટ લાઇન મોડમાં જવા માટે આપણે પહેલાં કમાન્ડ મોડમાંથી કોલન કી (:) Colon key દબાવીને લાસ્ટ લાઇન મોડમાં જઈ શકીએ.
  • આ કી (:) દબાવ્યા પછી આપણે એડિટર વિન્ડોની છેલ્લી લાઇનની શરૂઆતમાં કોલન કૅરેક્ટર અને તેની પાસે બ્લિન્કિંગ કર્સર (ઝબૂકતું કર્સ૨) જોઈ શકીએ છીએ. આ
    સ્થિતિ દર્શાવે છે કે એડિટર “લાસ્ટ લાઇન કમાન્ડ” સ્વીકારવા તૈયાર છે.
  • લાસ્ટ લાઇન મોડમાંથી ફરી કમાન્ડ મોડમાં ટોગલ કરવાની ત્રણ રીત છે :
    1. બે વખત Esc કી દબાવીને.
    2. જ્યાં સુધી આપણે ટાઇપ કરેલા બધા અક્ષરો સાથે શરૂઆતનું “ : ’’ કૅરેક્ટર જતું રહે ત્યાં સુધી Back Space કી દબાવી રાખીને.
    3. ફક્ત ENTER કી દબાવીને.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ

પ્રશ્ન 2.
વિમ એડિટરમાં ઉપલબ્ધ Saveના વિવિધ વિકલ્પોની યાદી બનાવો અને સમજાવો.
ઉત્તર:
ફાઈલને સેવ કરવી (Saving the file)

  • એક વખત આપણી ફાઈલમાં માહિતી લખાઈ જાય ત્યારબાદ ફાઈલને સેવ કરવા માટે આપણે ઇન્સર્ટ મોડમાંથી લાસ્ટ લાઇન મોડમાં આવવું પડે તે માટે Esc કી દબાવો અને કોલન (:) ટાઇપ કરો. આથી સ્ક્રીનના નીચેના ભાગમાં કોલન પ્રદર્શિત થયેલું જોઈ શકશો.
  • આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે અહીં wq (write અને quit) ટાઇપ કરો, પછી એન્ટર કી દબાવો. આથી વિમ એડિટર બંધ થશે અને આપણે શેલપ્રૉમ્પ્ટ જોઈ શકીશું.
  • ફાઈલમાં રહેલી માહિતીને જોવા માટે આપણે cat આદેશનો ઉપયોગ કરી શકીએ.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ 1

  • ફાઈલનો સંગ્રહ કરવા માટે હાલની સ્થિતિ અને વપરાશ પ્રમાણે અન્ય અનેક આદેશો ઉપલબ્ધ છે. કોષ્ટક ૩માં એડિટરમાં વપરાતાં આદેશો (Commands) અને તેનો વપરાશ (Usage) દર્શાવેલ છે.

કોષ્ટક 3 : ફાઈલનો સંગ્રહ કરવા માટેના લાસ્ટ લાઇન મોડના આદેશો

કમાન્ડ ઉપયોગ
:W ફાઈલનો સંગ્રહ કરી એડિટિંગ મોડ ચાલુ રાખવા માટે
:wq ફાઈલનો સંગ્રહ કરી એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા માટે
:X ફાઈલનો સંગ્રહ કરી એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા માટે (ઉપરની જેમ જ)
:q સુધારા કર્યા ન હોય ત્યારે એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા માટે
:q! ફાઈલમાં કરેલા સુધારાનો સંગ્રહ કર્યા વગર એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા માટે
:savcas FILENAME હયાત ફાઈલને નવું નામ આપી સંગ્રહ કરવા માટે અને નવી બનેલી ફાઈલમાં એડિટિંગ ચાલુ રાખવા માટે

પ્રશ્ન 3.
તંત અને 2đત આદેશનો તફાવત સમજાવો.
ઉત્તર:
dd : આ આદેશથી શેલસ્ક્રિપ્ટમાંથી કર્સર જ્યાં હશે તે એક લાઇન દૂર (delete) થશે.
2 dd : આ આદેશથી શેલસ્ક્રિપ્ટમાંથી એકસાથે બે લાઇન દૂર (delete) થશે.

પ્રશ્ન 4.
શેલસ્ક્રિપ્ટ એટલે શું?
ઉત્તર :
શેલસ્ક્રિપ્ટ (Shell Script)

  • કમાન્ડ પ્રૉમ્પ્ટ ઉપરથી તેમજ વિમ એડિટરમાંથી એક સમયે ફક્ત એક જ આદેશનો અમલ કરવાની પરવાનગી મળે છે.
  • શેલસ્ક્રિપ્ટમાં ઘણી સારી રીતે એક કરતાં વધારે આદેશોનો અમલ કરવાની આપણને સગવડતા મળે છે.
  • શેલસ્ક્રિપ્ટ એટલે ‘‘આદેશોના સમૂહ લખેલી એક ટેક્સ્ટ ફાઈલ કે જે નીમેલું કાર્ય નિયંત્રિત રીતે કરે.’’
  • શેલસ્ક્રિપ્ટની રચના પારસ્પરિક ક્રિયા-પ્રતિક્રિયા કરી શકે તેવી (ઇન્ટરઍક્ટિવ) પણ બનાવી શકાય છે. આવી સ્ક્રિપ્ટ વપરાશકર્તા પાસેથી ઇનપુટ લે અને આપેલા ઇનપુટ પ્રમાણે અલગ અલગ કાર્યો કરે.

પ્રશ્ન 5.
શેલસ્ક્રિપ્ટના ઓછામાં ઓછા ત્રણ ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
શેલસ્ક્રિપ્ટનો ઉપયોગ (Use of Shell Scripts)

  • શેલસ્ક્રિપ્ટ લિનક્સનું અતિ સક્ષમ સાધન છે. તેમાં ઉચ્ચ સ્તરીય પ્રોગ્રામિંગ ભાષાની લગભગ તમામ શક્તિ છે.
  • સામાન્ય રીતે પુનરાવર્તિત થતાં કાર્યો શેલસ્ક્રિપ્ટ વાપરીને કરવા જોઈએ.
  • શેલસ્ક્રિપ્ટનાં કેટલાંક કાર્યો નીચે જણાવેલાં છે:
    1. અનેક આદેશોના સમૂહમાંથી એક નવો આદેશ બનાવવો.
    2. કમ્પ્યૂટર જાળવણીનાં અનેક પાસાઓને સ્વયંસંચાલિત કરવા. દા. ત., 1000 વપરાશકર્તાના ખાતા બનાવવા, જે ફાઈલનું કદ o બાઇટ હોય તે તમામ રદ કરવી, નવા સૉફ્ટવેરનું પ્રસ્થાપન કરવું વગેરે.
    3. ડેટા બૅક-અપ (Data Backup – ડેટાની નકલ કરીને રાખવી) વગેરે.
  • શેલસ્ક્રિપ્ટ વપરાશની કોઈ મર્યાદા નથી. વપરાશકર્તા પોતાની ઇચ્છા પ્રમાણે ગમે તે કાર્ય માટે શેલસ્ક્રિપ્ટ વાપરી શકે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ

Computer Class 11 GSEB Notes Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ

પરિચય (Introduction)

  • પ્રકરણ 6માં આપણે ઉબન્ટુ લિનક્સમાં કામ કરી શકાય તેવા આદેશો (કમાન્ડ્સ) શીખ્યા.
  • જેમાં એક સમયે ફક્ત એક આદેશનો અમલ કરતાં હતાં. જોકે પાઇપ્સ(Pipes)નો ઉપયોગ કરીને ઘણા બધા આદેશોનો અમલ એકસાથે કરી શકાય, પરંતુ જેમ આદેશની સંખ્યા વધે તેમ પ્રક્રિયા જટિલ બને છે.
  • આ માટે કોઈ એક ટેક્સ્ટ ફાઈલમાં ક્રમ પ્રમાણે આદેશો ટાઇપ કરી એકસાથે અમલ કરવો એ એક વધારે સારો રસ્તો છે.
  • આવી ટેક્સ્ટ ફાઈલને અમલ કરવા લિનક્સ શેલને આપવામાં આવે છે અને લિનક્સ શેલ ટેક્સ્ટ ફાઈલમાં જણાવેલા બધા આદેશોને ક્રમ પ્રમાણે અમલ કરે છે. આ ટેક્સ્ટ ફાઈલ શૈલસ્ક્રિપ્ટ (Shell script) તરીકે ઓળખાય છે.
  • શેલસ્ક્રિપ્ટ એટલે આદેશોની શ્રેણી લખેલી એક સાદી ટેક્સ્ટ ફાઈલ.

વિમ એડિટર દ્વારા કાર્ય (Working with Vim Editor)

  • Cat આદેશથી આપણે શેલસ્ક્રિપ્ટ બનાવી શકીએ; પરંતુ Nano, pico, Vi અથવા Vim વગેરે જેવા ટેક્સ્ટ એડિટર સામાન્ય રીતે ટેક્સ્ટ ફાઈલ બનાવવા માટે શ્રેષ્ઠ છે.
    GNOME ડેસ્કટૉપ વાતાવરણમાં ગ્રાફિકલ એડિટર Gedit ઉપલબ્ધ છે.
    KDE ડેસ્કટૉપ વાતાવરણમાં ગ્રાફિકલ એડિટર Kwrite ઉપલબ્ધ છે.
    Vim એક વિઝ્યુઅલ ડિસ્પ્લે એડિટર છે.
  • Vim એડિટર યુનિક્સ અને લિનક્સની લગભગ તમામ આવૃત્તિઓ સાથે ઉપલબ્ધ છે.
  • Vim એડિટર Bram Moolenaar વડે લખાયેલું છે અને તેને 1991માં જાહેરમાં મૂકવામાં આવ્યું.
    Vi એ Vimનું સુધારેલું એડિટર છે.
  • કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં અને એક અલગ વિનિયોગ તરીકે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં બંનેમાં Vim એડિટરનો ઉપયોગ કરી શકાય છે.
  • વિમ એડિટરમાં કામ કરવા એક નવી ટર્મિનલ વિન્ડો ખોલો.
  • વિમ એડિટર બે રીતે ખોલી શકાય :
    1. પ્રૉમ્પ્સ (Prompt) ઉપર vi ટાઇપ કરી એન્ટર કી દબાવીને.
    2. પ્રૉમ્પ્સ (Prompt) ઉપર vi લખ્યા પછી ફાઈલનું નામ લખ્યા બાદ એન્ટર કી દબાવીને.
  • આકૃતિ માં વિમ એડિટર ઇન્ટરફેસ દર્શાવેલ છે કે જ્યારે આપણે ફાઈલનું નામ જણાવેલ હોતું નથી.
  • $vi _first_vim_file આ આદેશ ટાઇપ કરી એન્ટર કી દબાવવાથી જે પ્રમાણે એડિટર ખૂલશે તે આકૃતિ માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ 2
Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ 3

  • આકૃતિ અને 7.2માં સ્ક્રીન ડાબી બાજુથી ~ ટિલ્ડ્સ(Tildes)થી ભરેલો છે.
  • આ ટિલ્ડ ચિહ્ન (~) સૂચવે છે કે આ લીટીઓ એડિટર દ્વારા ઉપયોગમાં હજી લેવાની બાકી છે.
  • અહીં કર્સર સ્ક્રીનની ટોચે ડાબે ખૂણે દેખાય છે અને છેલ્લી લીટી ઉપર અમુક લખાણ દેખાય છે. આ છેલ્લી લીટી કમાન્ડ લાઇન (Command line) તરીકે ઓળખાય છે.
  • Vimમાં છેલ્લી લીટી એટલે કે કમાન્ડ લાઇન ફાઈલમાં રહેલી કુલ લીટીઓ અને કૉલમની સંખ્યા સાથે ફાઈલનું નામ પ્રદર્શિત કરે છે.

વિમમાં ફાઈલ બનાવવી (Creating a file in Vim)
વિમ એડિટરનો ઉપયોગ કરી સાદી ટેક્સ્ટ ફાઈલ બનાવવા નીચે મુજબનાં પગલાં અનુસરો :
(1) એડિટર ઇન્ટરફેસને ખોલવા માટે નીચે આપેલ આદેશનો અમલ કરો :
Svi about_Gandhiji

(2) ફાઈલમાં લખાણ ઉમેરવા પ્રથમ ‘i’ અથવા ‘a’ કી દબાવી ઇન્સર્ટ મોડમાં જાઓ.
[નોંધ : પૂર્વનિર્ધારિત રીતે એડિટર કમાન્ડ મોડમાં શરૂ થાય છે.]

(3) નીચે દર્શાવેલ માહિતી ટાઇપ કરો :
Mahatma Gandhi was born on 2nd October, 1869 in Porbandar, Gujarat, His name was Mohandas Karamchand Gandhi.

ડૉક્યુમેન્ટમાં અલગ અલગ જગ્યાએ જવું (Moving around the document)

  • વિમ એડિટરમાં ઇન્સર્ટ મોડમાં આપણે શાબ્દિક માહિતી (Text) ટાઇપ કરવા સિવાય બીજું કંઈ પણ કરી શકતા નથી. અહીં ઍરો કીનો ઉપયોગ કર્સરને ખસેડવા માટે થઈ શકે નહીં.
  • જ્યારે આપણે વિમ એડિટરમાં ઇન્સર્ટ મોડમાં કામ કરતા હોઈએ, ત્યારે ડૉક્યુમેન્ટમાં અન્ય જગ્યાએ જવા માટે ખાસ કી-સ્ટ્રોકની આપણને જરૂર પડે છે. [નોંધ : એક વખત કમાન્ડ મોડમાં આવ્યા પછી ડૉક્યુમેન્ટની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે ઍરો કીનો ઉપયોગ કરી શકીએ છીએ.]
  • કોષ્ટક 4માં ડૉક્યુમેન્ટમાં નૅવિગેટ કરવા માટે વપરાતા કી-સ્ટ્રોકની યાદી આપેલી છે.

કોષ્ટક 4 : ફાઈલમાં નૅવિગેટ કરવા માટેની વિવિધ કી

કમાન્ડ ઉપયોગ
h કર્સર ડાબી તરફ ખસેડવા માટે
l કર્સર જમણી તરફ ખસેડવા માટે
j કર્સ નીચેની લીટીમાં લઈ જવા માટે
k કર્સર ઉપરની લીટીમાં લઈ જવા માટે
Spacebar કર્સરને એક જગ્યા જેટલું જમણી તરફ લઈ જવા માટે
−/+ Keys કર્સરને નીચે કે ઉપરના પ્રથમ સ્તંભમાં ખસેડવા માટે
CTRL + d અડધું પાનું નીચેની તરફ ખસેડવા (Scroll) માટે
CTRL + u અડધું પાનું ઉપરની તરફ ખસેડવા (Scroll) માટે
CTRL + f એક પાના જેટલું આગળ વધવા માટે
CTRL + b એક પાના જેટલું પાછળ જવા માટે
M કર્સરને પાનાની મધ્યમાં લઈ જવા માટે
H કર્સરને પાનાની ઉપરના ભાગમાં લઈ જવા માટે
L કર્સરને પાનાની નીચેના ભાગમાં લઈ જવા માટે
$ કર્સરને લીટીના અંતમાં લઈ જવા માટે
) કર્સરને પછીના વાક્યની શરૂઆતમાં લઈ જવા માટે
( કર્સરને વર્તમાન વાક્યની શરૂઆતમાં લઈ જવા માટે
G કર્સરને ફાઈલના અંતમાં લઈ જવા માટે
W કર્સરને પછીના શબ્દ પર લઈ જવા માટે
Nw કર્સરને શબ્દો N જેટલું આગળ લઈ જવા માટે
b કર્સરને પહેલાના શબ્દ પર લઈ જવા માટે
Nb કર્સરને શબ્દો N જેટલું પાછળ લઈ જવા માટે
e કર્સરને શબ્દના અંતમાં લઈ જવા માટે
gg કર્સરને ફાઈલની પ્રથમ લાઇનમાં લઈ જવા માટે
o કર્સરને લીટીની શરૂઆતમાં લઈ જવા માટે

ડૉક્યુમેન્ટમાં સુધારા કરવા (Editing the Document)

  • આપણે આગળ બનાવેલ ફાઈલ about_Gandhijiમાં નીચે દર્શાવેલ વિગત ઉમેરવી છે તે માટે નીચે મુજબ કાર્ય કરવું પડે :
    His mother, Putlibai, was a very religious lady and used to tell him stories from the scriptures and mythology.
    Little Gandhi grew up to be an honest and a decent student. At the age of 13 he was married to Kasturba.
  • ડૉક્યુમેન્ટમાં સુધારા કરવા Vi આદેશ આપીને ડૉક્યુમેન્ટ ઓપન કરવું પડશે.
    આથી Vi about_Gandhiji આદેશનો અમલ કરો.
  • ફાઈલમાં ડાબી બાજુએ સૌથી ઉપર પહેલા અક્ષર ૫૨ બ્લિન્કિંગ કર્સર દેખાય છે. આપણે અહીં ફાઈલના અંતમાં માહિતી ઉમેરવાની છે.
  • આથી G ટાઇપ કરો, જેથી કર્સર છેલ્લી લીટીએ ગોઠવાઈ જશે.
  • અહીં જો કર્સર નવી લાઇનમાં મૂકેલું હોય, તો Esc કી દબાવીને આપણે “i” દબાવીશું અને પછી માહિતી ટાઇપ કરવાનું શરૂ કરીશું.
  • જો કર્સર છેલ્લી લાઇનના પ્રથમ અક્ષર ૫૨ હોય, તો ‘o’ દબાવો. જેથી કર્સર નવી લાઇનમાં જશે. હવે માહિતી ટાઇપ કરવાનું શરૂ કરો.
  • એક વાર નવું લખાણ ઉમેરાઈ જાય પછી Esc કી દબાવો અને લાસ્ટ લાઇન મોડમાં જવા :wq ટાઇપ કરો. આથી ફાઈલ સેવ થશે અને વિમ-સેશન પૂરું થશે.
  • આકૃતિ માં નવી માહિતી ઉમેર્યા પછીનો એડિટરનો દેખાવ દર્શાવ્યો છે.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ 4

  • કોઈ પણ ડૉક્યુમેન્ટ ઉપર વિવિધ પ્રકારના સુધારાનાં કાર્યો માટેના આદેશો કોષ્ટક 5માં આપેલા છે.

કોષ્ટક 5 : સુધારા-વધારા કરવા માટેના આદેશો (એડિટિંગ કરવા માટેના કમાન્ડ્સ)

કમાન્ડ ઉપયોગ
u અંતિમ સુધારો રદ કરવા માટે (undo)
U લીટીમાં કરવામાં આવેલા તમામ સુધારા રદ કરવા માટે
dd એક લીટી દૂર કરવા માટે
Ndd N સંખ્યામાં લીટીઓ દૂર કરવા માટે
D કર્સર પછી આવેલું લીટીનું તમામ લખાણ દૂર કરવા માટે
C કર્સર પછી આવેલું લીટીનું તમામ લખાણ દૂર કરી નવું લખાણ ઉમેરવા માટે. લખાણ ઉમેરવાનું પૂરું કરવા ESC કી દબાવો.
dw એક શબ્દ દૂર કરવા માટે
Ndw N સંખ્યામાં શબ્દો દૂર કરવા માટે
cw શબ્દ બદલવા માટે
x કર્સરની નીચે આવેલો એક અક્ષર દૂર કરવા માટે
X કર્સરની પહેલાં આવેલો એક અક્ષર દૂર કરવા માટે (બૅક સ્પેસ)
r એક અક્ષર બદલવા માટે
R કર્સર પછી આવેલા અક્ષરો દૂર કરી નવાં લખાણ ઉમેરવા માટે (ઓવર રાઇટ)
s કર્સરની નીચે રહેલો એક અક્ષર બદલી લખાણ ઉમેરવાનું ચાલુ રાખવા માટે
S આખી લીટીને બદલી લીટીની શરૂઆતમાં લખાણ ઉમેરવા માટે
~ એક અક્ષરનો ‘કેસ’ (Case) બદલવા માટે
. છેલ્લે આપવામાં આવેલો કમાન્ડ પુનરાવર્તિત કરવા માટે
  • વિમ એડિટર આપણી ફાઈલમાંથી માહિતીની નકલ હંગામી બફરમાં અને હંગામી બફરમાંથી ફાઈલમાં કરવાની પરવાનગી આપે છે. કોષ્ટક 6માં ડેટા મેળવવા અને ડેટા જોડવા માટેના કેટલાક આદેશોની યાદી આપેલી છે.

કોષ્ટક 6 : ડેટા મેળવવા અને જોડવા માટેના આદેશો (કમાન્ડ્સ ટુ કૉપી ઍન્ડ પેસ્ટ)

કમાન્ડ ઉપયોગ
уу કર્સર ધરાવતી વર્તમાન લીટીની નકલ બફર(Buffer)માં કરવા માટે
Nyy કર્સરના વર્તમાન સ્થાનેથી N સંખ્યામાં રહેલી લીટીઓની બફરમાં નકલ કરવા માટે
p બફરમાં આવેલી લીટીઓને કર્સરના વર્તમાન સ્થાનની નીચે ઉમેરવા (Paste) માટે

માહિતી શોધવી અને બદલવી (Searching and Replacing text)

  • ડૉક્યુમેન્ટમાં માહિતી શોધવી અને તેને બદલવી એ વપરાશકર્તા દ્વારા કરવામાં આવતી એક સામાન્ય ક્રિયા છે.
  • ફાઈલમાં કોઈ શાબ્દિક માહિતી કે પદાવલિ શોધવા માટે વિમ એડિટર વિશિષ્ટ આદેશો વાપરવાની પરવાનગી આપે છે.
  • કોષ્ટક 7માં ફાઈલમાં માહિતી શોધવા અથવા શોધીને બદલવાની ક્રિયા કરવામાં ઉપયોગી વિવિધ આદેશોની યાદી આપેલી છે.

કોષ્ટક 7 : શોધવું અને બદલવું ક્રિયાઓ કરવા માટેના આદેશો

કમાન્ડ ઉપયોગ
/ આગળની દિશામાં (Forward) લખાણની શોધ કરવા માટે
? પાછળની દિશામાં (Backward) લખાણની શોધ કરવા માટે
n ફરી તે જ દિશામાં શોધ કરવા માટે
SHIFT + n ફરી વિરુદ્ધ દિશામાં શોધ કરવા માટે
f f કી દબાવી શોધ માટેનો અક્ષર ટાઇપ કરો. વર્તમાન લીટીમાં આવેલા તે અક્ષર ઉપર કર્સર ગોઠવાશે.
SHIFT + f f જેવું જ કાર્ય કરે છે, પરંતુ વિરુદ્ધ દિશામાં
t f જેવું જ કાર્ય કરે છે, પરંતુ કર્સરને શોધ માટેના અક્ષરની પહેલા ગોઠવશે.
SHIFT + t t જેવું જ કાર્ય કરે છે, પરંતુ વિરુદ્ધ દિશામાં
:s/old_string/new_string વર્તમાન લીટીમાં સૌપ્રથમ આવેલ old_stringને neo_string સાથે બદલશે.
:s/old_string/new_string/g વર્તમાન લીટીમાં તમામ old_stringને neo_string સાથે બદલશે.
:%s/old_string/new_string/g આખી ફાઈલમાં આવેલ તમામ old_stringને neuo_string સાથે બદલશે.
:%s/old_string/new_string/gc આખી ફાઈલમાં આવેલ તમામ old_stringને ne_string સાથે બદલશે, પરંતુ દરેક શબ્દ બદલતા પહેલાં પુષ્ટિ (Confirmation) માગશે.
  • ઉદાહરણ : આપણે about_Gandhiji ફાઈલમાં દરેક જગ્યાએ આવતો શબ્દ “Gandhi”ને “Gandhiji” શબ્દ વડે બદલવો છે તે નીચે પ્રમાણે પગલાં અનુસરો :
    (1) Vi about_Gandhiji આદેશ આપી ફાઈલ ખોલો.
    (2) Esc કી દબાવી લાસ્ટ લાઇન મોડમાં જાઓ.
    (3) :%s/Gandhi/Gandhiji/g આદેશનો અમલ કરો.

    • અહીં %s જણાવે છે કે આપણે કોઈ સ્ટ્રિંગ બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
    • Gandhi જૂની સ્ટ્રિંગનો નિર્દેશ કરે છે, જેને આપણે બદલવાની છે.
    • Gandhiji નવી સ્ટ્રિંગનો નિર્દેશ કરે છે.
    • છું જણાવે છે કે આખી ફાઈલમાં દરેક જગ્યાએ આવતા પદ “Gandhi”ને “Gandhiji પદ વડે બદલવાના છે.
  • આ આદેશનું આઉટપુટ આકૃતિ માં દર્શાવ્યો છે.
  • જો આપણે આ પરિવર્તન ફાઈલમાં જોઈતા હોય, તો ફાઈલનો સંગ્રહ કરવો પડશે.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ 5

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ

વિમ વડે લિનક્સ આદેશોનો અમલ (Executing Linux Commands through Vim)

  • વિમ એડિટરમાંથી જ લિનક્સના આદેશોનો અમલ કરવાનું પણ શક્ય છે.
  • કોઈ પણ લિનક્સ આદેશનો અમલ કરવા માટે આપણે આદેશ પહેલા ઉદ્ગારિચહ્ન (!) ટાઇપ કરવાની જરૂર રહે છે.
    દા. ત.,

(1) જે ડિરેક્ટરીમાં આપણે કામ કરી રહ્યા છીએ તે વર્તમાન ડિરેક્ટરી આપણે જોવા ઇચ્છીએ છીએ, તો નીચે જણાવેલાં પગલાં પ્રમાણે કાર્ય કરો :

  1. કમાન્ડ પ્રૉમ્પ્ટ ઉપર vi ટાઇપ કરી વિમ એડિટર ખોલો.
  2. ‘Esc:’ દબાવી લાસ્ટ લાઇન મોડમાં જાઓ.
  3. r! pwd ટાઇપ કરો અને એન્ટર કી દબાવો.
  • આપણે વર્તમાન ડિરેક્ટરી જોઈ શકીશું આકૃતિ (a) તથા (b)માં કરેલું કાર્ય અને તેનો આઉટપુટ દર્શાવ્યો છે.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ 6

(2) જો આપણે ફાઈલમાં કર્સર જે જગ્યાએ છે, તેની પછીની લીટીમાં આજની તારીખ ઉમેરવી હોય, તો નીચે જણાવેલાં પગલાં પ્રમાણે કાર્ય કરો :

  1. વિમ એડિટરમાં ફાઈલ ખોલો.
  2. ‘Esc:’ દબાવીને લાસ્ટ લાઇન મોડમાં જાઓ.
  3. r! date ટાઇપ કરો અને Enter કી દબાવો.

શેલસ્ક્રિપ્ટ બનાવવી અને તેનો અમલ કરવો (Creating and Executing a Shell Script)

  • આપણે કોઈ પણ ટેક્સ્ટ એડિટર વડે શેલસ્ક્રિપ્ટ બનાવી શકીએ. આપણે વિમ એડિટરમાં શેલસ્ક્રિપ્ટ બનાવીશું.
  • શેલસ્ક્રિપ્ટના કેટલાક પ્રયોગ (Practicals) હવે આપણે સમજીએ.

પ્રયોગ 1
હેતુ : ઉપયોગકર્તાનું સ્વાગત કરતો સંદેશ દર્શાવતી શેલસ્ક્રિપ્ટ તૈયાર કરવી. (script1.sh નામની ફાઈલમાં સેવ કરો.)

  • vi script1.sh કમાન્ડનો અમલ કરી વિમ એડિટર ખોલો. તેમાં script 1માં દર્શાવ્યા મુજબ સ્ક્રિપ્ટ ટાઇપ કરો અને ફાઈલ સેવ કરો.
|#Script 1: Script to welcome the user who has logged into the system
clear
echo Hello
who am i
echo Welcome to Ubuntu Linux

Script 1

  • સ્ક્રિપ્ટ વિશે સમજૂતી :
    લાઇન 1 : ‘#’ ચિહ્ન સાથે શરૂ થાય છે. તેથી તે એક કૉમેન્ટ (Comment) તરીકે ગણવામાં આવે છે. સ્ક્રિપ્ટના ભાગ તરીકેની કૉમેન્ટનો અમલ થતો નથી. તે ફક્ત એક સંદેશ છે, જે વપરાશકર્તાને સ્ક્રિપ્ટનો ઉપયોગ અને તેનો અર્થ સમજવામાં મદદ કરે છે.
    લાઇન 2 : clear એક આદેશ (કમાન્ડ) છે, જે સ્ક્રિપ્ટનો આઉટપુટ આપતા પહેલા સ્ક્રીન ઉપરની માહિતી ભૂંસી નાખે છે.
    લાઇન 3 : echo આદેશની મદદથી એક સંદેશ “Hello” પ્રદર્શિત કરે છે.
    લાઇન 4 : “who am i” આદેશનો અમલ કરે છે અને તે સમયે સિસ્ટમનો ઉપયોગ કરતાં વપરાશકર્તાનું નામ અને થોડી વધારાની વિગત જેવી કે લૉગ-ઇન સમય, તારીખ આપશે.
    લાઇન 5 : echo આદેશની મદદથી એક સંદેશ “Welcome to Ubuntu Linux” પ્રદર્શિત કરશે.
  • ઉપર બનાવેલ સ્ક્રિપ્ટનો અમલ કરવા માટે sh અથવા bash આદેશનો ઉપયોગ કરવો પડે.
    $bash script1.sh
    અથવા
    $sh script1.sh
    આ આદેશની મદદથી script1.shનો અમલ થશે.
    નોંધ : જો script1.sh પર અમલ કરવાનો હક આપેલ ન હોય, તો પહેલા chmod +xscript1.sh નો અમલ કરવો.
  • script1.shનો અમલ કરતાં આકૃતિ માં દર્શાવ્યા મુજબનું આઉટપુટ મળશે.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ 7

પ્રયોગ 2
હેતુ : ઉપયોગકર્તાનું ફક્ત નામ દર્શાવતો સ્વાગત સંદેશ દર્શાવે તેવી શેલસ્ક્રિપ્ટ તૈયાર કરવી. (Script2.sh નામની ફાઈલમાં સેવ કરો.)

  • vi script2.sh કમાન્ડનો અમલ કરી વિમ એડિટર ખોલો. તેમાં script 2માં દર્શાવ્યા મુજબ સ્ક્રિપ્ટ ટાઇપ કરો અને ફાઈલ સેવ કરો.
#Script 2: Modified script to welcome the user who has logged into
|the system
clear
echo Hello
echo "`who am i | cut -d " " ·f 1`"
echo Welcome to Ubuntu Linux

Script 2

  • અહીં તમે જોશો કે લાઇન 4માં who am i આદેશ સાથે આપણે cut ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે.
  • આપણે પાઇપ(Pipe)નો ઉપયોગ કરીને બે આદેશને જોડી દીધા છે.
  • echo આદેશ પછી ડબલ અવતરણચહ્નોમાં મૂકેલી માહિતીને એક સંદેશ તરીકે ન ગણવામાં આવે તેની ખાતરી કરવા માટે આપણે ઊલટાં અવતરણચહ્નો (“) વચ્ચે તેને સમાવી લીધી છે.
    નોંધ : ઊલટા અવતરણચહ્ન કી-બોર્ડ ઉપર ચિહ્ન સાથેની કી ઉપર પ્રિન્ટ કરેલ છે.
  • sh script2.sh આદેશની મદદથી આ સ્ક્રિપ્ટનો અમલ કરતાં મળતું આઉટપુટ આકૃતિ (a)માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ 8

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ

પ્રયોગ 3
હેતુ : ઉપયોગકર્તાનું નામ, લૉગ-ઇન તારીખ અને સમય દર્શાવતો સંદેશ દર્શાવતી શૈલસ્ક્રિપ્ટ તૈયાર કરવી. (script3.sh નામની ફાઈલમાં સેવ કરો.)

  • vi script3.sh કમાન્ડનો અમલ કરી વિમ એડિટર ખોલો. તેમાં Script 3માં દર્શાવ્યા મુજબ સ્ક્રિપ્ટ ટાઇપ કરો અને ફાઈલ સેવ કરો.
#Script 3: Script to welcome the user and display login date and time
clear
echo Hello
echo "`who am i | cut -d " " -f 1` "
echo Welcome to Ubuntu Linux
echo The current date and time is
date

Script 3

  • ઉપર દર્શાવેલ સ્ક્રિપ્ટનું આઉટપુટ આકૃતિ (b)માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ 9

શેલસ્ક્રિપ્ટના ચલ (Shell Script Variables)

  • ચલ એક ઍન્ટિટી (Entity) છે કે જેમાં આપણે કોઈ કિંમતનો સંગ્રહ કરી શકીએ અથવા તેને સુધારી શકીએ.
  • વપરાશકર્તાની જરૂરિયાત પ્રમાણે ચલમાં સંગ્રહ કરેલી કિંમતોનો ફરી વાર ઉપયોગ પણ કરી શકાય અને કિંમત પણ બદલી શકાય.
  • અન્ય પ્રોગ્રામિંગ ભાષાના ચલની જેમ શેલસ્ક્રિપ્ટના ચલ એ શેલસ્ક્રિપ્ટનું અભિન્ન અંગ છે.
  • જ્યારે ચલ વાપરવામાં આવે છે ત્યારે આપણે તેને કોઈ કિંમત આપી શકીએ છીએ અથવા વપરાશકર્તા પાસેથી તેની કિંમત મેળવી શકીએ છીએ. echo આદેશ વાપરીને આપણે તેની કિંમત પ્રદર્શિત પણ કરી શકીએ છીએ.
    ચાલો, હવે આપણે ચલના ઉપયોગ દર્શાવતા વિવિધ પ્રયોગ કરીએ.

પ્રયોગ 4
હેતુ : એક ચલનો ઉપયોગ દર્શાવતી શેલસ્ક્રિપ્ટ તૈયાર કરવી.

  • vi script4.sh કમાન્ડનો અમલ કરી વિમ એડિટર ખોલો. તેમાં Script 4માં દર્શાવ્યા મુજબ સ્ક્રિપ્ટ ટાઇપ કરો અને ફાઈલ સેવ કરો.
# Script 4: Shelt script to show use of variables
clear
subject="Computer Science"
echo #subject is easy to learn.|

Script 4

  • Script 4ની ત્રીજી લાઇનમાં આપણે એક ચલ વ્યાખ્યાયિત કરેલો છે. જેનું નામ subject છે અને એક સાદા અસાઇનમેન્ટ ઑપરેટર (Assignment operator) વડે તે ચલની કિંમત “Computer Science” બનાવી છે.
    નોંધ : સ્ટ્રિંગના બે શબ્દો વચ્ચે ખાલી જગ્યા (White space) હોવાથી આપણે તેને ડબલ અવતરણચહ્નો વચ્ચે મૂકેલી છે.
  • ચોથી લાઇન સ્ક્રીન ઉપર એક સંદેશ પ્રદર્શિત કરે છે. subject ચલ પહેલાનું ચિહ્ન ‘$” શેલને સૂચના આપે છે કે ચલમાં સંગ્રહ કરેલી કિંમત અથવા ચલને સોંપેલી કિંમત મેળવવાની (Extract કરવાની) છે.
  • આ સ્ક્રિપ્ટનો અમલ કરવાથી મળતો આઉટપુટ આકૃતિ (a)માં દર્શાવ્યો છે.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ 10

ખાસ ધ્યાન રાખવાની બાબત :
ચલને કોઈ કિંમત આપતાં સમયે બરાબરના ચિહ્ન (=)ની બંને બાજુએ કોઈ ખાલી જગ્યા (સ્પેસ) રહેવી ન જોઈએ.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ

પ્રયોગ 5
હેતુ : એક જ ચલનો બે વખત ઉપયોગ દર્શાવતી શેલસ્ક્રિપ્ટ તૈયાર કરવી.

  • vi script5.sh કમાન્ડનો અમલ કરી વિમ એડિટર ખોલો. તેમાં Script 5માં દર્શાવ્યા મુજબ સ્ક્રિપ્ટ ટાઇપ કરો અને ફાઈલ સેવ કરો.
# Script 5: Shell script to show use of variables
clear
subject="Computer Science"
echo $subject is easy to learn.
subject="Economics"
echo $subject is easy to learn.

Script 5

  • અહી આપણે એ સમજવાનું છે કે subject નામના ચલમાં પહેલા “Computer Science” કિંમત આપેલ છે. પછી ફરીથી આ જ ચલમાં “Economics” કિંમત આપેલ છે. એટલે કે આ જ ચલને ફરી વાપર્યો હોવાથી પહેલી કિંમત ભૂંસાઈ જશે. Script 5નો આઉટપુટ આકૃતિ (b)માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ 11
શેલસ્ક્રિપ્ટમાં ચલ વ્યાખ્યાયિત કરીએ ત્યારે અનુસરવાના નિયમો :

  1. કોઈ પણ ચલનું નામ મૂળાક્ષરો, અંકો અથવા અન્ડરસ્કોર (_)ના સંયોજનથી બનેલું હોવું જોઈએ.
  2. ચલના નામમાં અન્ડરસ્કોર સિવાય અન્ય કોઈ વિશિષ્ટ અક્ષર (Special character) ન હોવો જોઈએ.
  3. ચલના નામનો પ્રથમ અક્ષર કોઈ મૂળાક્ષર કે અન્ડરસ્કોર હોવા જોઈએ.

ઉદાહરણ :

માન્ય ચલનાં નામ અમાન્ય ચલનાં નામ
Subject, Subject1 Subject_2,

_total, total_marks, first_name etc.

1Subject, Subject 2, @total,

total – marks, first name etc.

વપરાશકર્તા સાથેની ક્રિયા-પ્રતિક્રિયા અને શેલસ્ક્રિપ્ટ (User Interaction and Shell Script)

  • read આદેશ વપરાશકર્તા પાસેથી સ્ટાન્ડર્ડ ઇનપુટ એકમ ઉપરથી ડેટા ટાઇપ કરવાની અપેક્ષા રાખે છે. ટાઇપ કરેલી બધી માહિતી ચલને આર્ગ્યુમેન્ટ (Argument) તરીકે સંગ્રહ કરવા આપે છે.
  • હવે આપણે વપરાશકર્તા પાસેથી તેનું નામ તથા વિષયનું નામ લેવા માટે પ્રયોગ કરીએ.

પ્રયોગ 6
હેતુ : બે ચલની કિંમત (ઉપયોગકર્તાનું નામ તથા વિષયનું નામ) ઉપયોગકર્તા પાસેથી મેળવી તેને દર્શાવતો સંદેશ દર્શાવતી શેલસ્ક્રિપ્ટ તૈયારૅ કરવી.

  • viscript6.sh આદેશનો અમલ કરી, વિમ એડિટર ખોલો. તેમાં Script 6માં દર્શાવ્યા મુજબ સ્ક્રિપ્ટ ટાઇપ કરો અને ફાઈલ સેવ કરો.
# Script 6: Shell script to accept value of variable from user
clear
echo -n "Enter your name :
read name
echo -n "Enter name of a subject :
read subject
echo Hello I am $name and I am studying #subject.

Script 6

  • જ્યારેsh script6.sh આદેશથી આ સ્ક્રિપ્ટનો અમલ કરીશું, ત્યારે પહેલા સ્ક્રીન ઉપરની માહિતી ભૂંસાઈ જશે. તે પછી સ્ક્રીન ઉપર “Enter your name:” સંદેશ પ્રદર્શિત થશે.
  • તે પછીનું વિધાન (read name) ઉપયોગકર્તા પાસેથી તેનું નામ લેવા માટે રાહ જોશે. એન્ટર કી દબાવવી એ ઇનપુટ માહિતીનો અંત સૂચવે છે. આથી નામ ટાઇપ થઈ જાય પછી જ એન્ટર કી દબાવવી.
  • એ પછીના બે વિધાન પણ એ જ કાર્ય કરે છે, સંદેશ પ્રદર્શિત કરવાનું અને વપરાશકર્તા પાસેથી વિષયનું નામ લેવા માટે રાહ જોવાનું કામ કરે છે.
  • છેલ્લું વિધાન બંને ચલની કિંમત સાથે યોગ્ય સંદેશ પ્રદર્શિત કરે છે.
    નોંધ : echo સાથે -n વિકલ્પ echo આદેશને સૂચના આપે છે કે સંદેશ પ્રદર્શિત કર્યા પછી નવી લાઇનમાં જવાનું નથી.
  • આકૃતિ માં આ સ્ક્રિપ્ટનો આઉટપુટ દર્શાવ્યો છે.

v

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ

પ્રયોગ 7
હેતુ : ઉપયોગકર્તા પાસેથી ફાઈલનું નામ મેળવી, તે ફાઈલમાં રહેલ કુલ લાઇનની સંખ્યા દર્શાવતી શેલસ્ક્રિપ્ટ તૈયાર કરવી.

  • viscript7.shનો અમલ કરી વિમ એડિટર ખોલો અને Script 7માં દર્શાવ્યા મુજબ સ્ક્રિપ્ટ ટાઇપ કરો અને ફાઈલ સેવ કરો.
# Script 7: Shell script to display total number of lines in a file
clear
echo -n "Enter a file name :
read fname
echo "There are `cat $fname / wc -l ` lines in a file $fname"

Scipt 7

  • આ સ્ક્રિપ્ટમાં cat આદેશની મદદથી ઉપયોગકર્તાએ આપેલ નામની ફાઈલ દર્શાવેલ છે. તે આઉટપુટ પાઇપ આદેશની મદદથી wc આદેશને ઇનપુટ તરીકે આપેલ છે. જે-તે ફાઈલમાં રહેલ લાઇન ગણી આઉટપુટમાં દર્શાવશે.
  • આ સ્ક્રિપ્ટનું આઉટપુટ આકૃતિ માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ 13

શેલ અંકગણિત (Shell Arithmetic)

  • આપણે ચલને આંકડાકીય કિંમત પણ એસાઇન કરી શકીએ અને સરવાળા ‘+’, બાદબાકી ‘–’, ગુણાકાર ‘*’, ભાગાકાર ‘/’ અને મૉડ્યુલર ડિવિઝન ‘%’, જેવા પ્રક્રિયક વાપરીને ગણતરી પણ કરી શકીએ.
  • જ્યારે એકસમાન અગ્રતાવાળા પ્રક્રિયક (Operator) વચ્ચે ટાઈ (Tie – સરખાપણું) પડે, ત્યારે જે પ્રક્રિયક પહેલા આવે તેને પસંદગી આપવામાં આવે છે.
  • જ્યારે કોઈ ક્રિયા અન્ય કરતાં પહેલા કરવાની ફરજ પાડવી હોય, ત્યારે આપણે તે ક્રિયાને કૌંસમાં લખીએ છીએ. દા. ત.,
    $num1\*\($num2 + $num3\) / $num4
  • ઉપરની પદાવલિમાં $num2 + $num3નું મૂલ્ય સૌથી પ્રથમ કાઢવામાં આવે છે, કારણ કે તે કૌંસમાં છે.
  • ખાસ ધ્યાન રાખો કે જ્યારે બે સંખ્યાઓનો ગુણાકાર શોધવો હોય ત્યારે આપણે ગુણાકારના ચિહ્ન (*)ના પૂર્વગ તરીકે બૅસ્લેશ (\) કૅરેક્ટર મૂકવું પડે. નહિતર શેલ (*) ચિહ્નને એક વાઇલ્ડકાર્ડ (wild card) કૅરેક્ટર તરીકે ગણતરી કરશે.

પ્રયોગ 8
હેતુ : ઉપયોગકર્તા પાસેથી બે નંબરની કિંમત મેળવવી અને તેમનો સરવાળો દર્શાવતી શેલસ્ક્રિપ્ટ તૈયાર કરવી.

  • viscript8.sh આદેશનો અમલ કરી વિમ એડિટર ઓપન કરો. તેમાં Script 8માં દર્શાવ્યા મુજબ સ્ક્રિપ્ટ ટાઇપ કરો અને ફાઈલ સેવ કરો.
# Script 8: Shell script to add two numbers
echo -n "Enter first number : "
read num1
echo -n "Enter second number : "
read num2
sum= `expr $nun1 + $num2`
echo "The addition of $num1 and $num2 is tsum|

Script 8

  • આ સ્ક્રિપ્ટમાં લાઇન 6 પર લખેલ પદ exprનો અર્થ expression થાય.
  • અહીં ખાસ નોંધ કરો કે સરવાળા ઑપરેટર (+) અને ઓપરેન્ડ (operands) (અહીં $num1 અને $num2) વચ્ચે એક ખાલી જગ્યા હોવી જોઈએ.
  • અસાઇનમેન્ટ ઑપરેટર(=)ની પહેલા અને પછી એક પણ જગ્યા (સ્પેસ) ન હોવી જોઈએ.
  • આકૃતિ માં સ્ક્રિપ્ટનો બે વખત અમલ કરીને બે જુદા જુદા આઉટપુટ બતાવેલા છે.
    નોંધ : આપણે સ્ક્રિપ્ટમાં clear આદેશ વાપરેલો ન હોવાથી એક જ સ્ક્રીનમાં જુદા જુદા આઉટપુટ જોઈ શકીએ છીએ.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ 14

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ

પ્રયોગ 9
હેતુ : ઉપયોગકર્તા પાસેથી તેના જન્મ વર્ષની કિંમત મેળવવી અને તેની હાલની ઉંમર દર્શાવતી સ્ક્રિપ્ટ તૈયાર કરવી.

  • vi script9.sh આદેશનો અમલ કરી વિમ એડિટર ઓપન કરો. તેમાં Script 9માં દર્શાવ્યા મુજબ સ્ક્રિપ્ટ ટાઇપ કરો અને ફાઈલ સેવ કરો.
# Script 9: Shell script to calculate age of user in years
echo -n "Enter your year of birth : "
read byear
cyear=`date | tr -s ' ' | cut -d " " -f 6`
age=`expr $cyear - $byear`
echo "You are $age years old as of today. "

Script 9

  • આ સ્ક્રિપ્ટમાં લાઇન 4માં date આદેશના આઉટપુટમાં તમામ બહુવિધ (multiple) ખાલી જગ્યા(સ્પેસ)ને દબાવીને (squeeze) ફક્ત એક જ ખાલી જગ્યા મેળવવાની ખાતરી કરવા માટે આપણે tr આદેશ સાથે -s વિકલ્પ વાપરેલો છે.
  • તારીખમાંથી આપણે ફક્ત વર્ષની સંખ્યા જોઈતી હોવાથી કે જે date આદેશનો અમલ કરવાથી આઉટપુટની છઠ્ઠી જગ્યાએ આવે છે, આપણે cut ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે જેનાથી છઠ્ઠા ફિલ્ડને છૂટું પાડેલ છે.
  • આકૃતિ માં સ્ક્રિપ્ટનો અમલ કરતાં મળેલ વિવિધ આઉટપુટ દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ 15

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *