Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય

Students frequently turn to Computer Class 11 GSEB Solutions and GSEB Computer Textbook Solutions Class 11 Chapter 10 ટેબલ સાથે કાર્ય for practice and self-assessment.

GSEB Computer Textbook Solutions Class 11 Chapter 10 ટેબલ સાથે કાર્ય

પ્રશ્ન 1.
ટેબલમાં ઇન્સર્શનનું કાર્ય આપણે કઈ રીતે કરી કીએ તે સમજાવો.
ઉત્તરઃ
ટેબલમાં ડેટા ઉમેરવો (Inserting Data in the Table)

  • ટેબલમાં રેકૉર્ડ ઉમેરવા માટે સૌપ્રથમ ટેબલ ઓપન કરવું પડે. ટેબલ ઓપન કરવા ડેટાબેઝ વિન્ડોના ટેબલ પેનમાંથી Supplier ટેબલ ઉપર ડબલ-ક્લિક કરવાથી આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે ડેટાશીટ વ્યૂ(Data Sheet View)માં તેનું સ્ટ્રક્ચર દેખાશે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 1

  • અહીં ફિલ્ડના નામવાળી લીટી ટાઇટલ લાઇન તરીકે ઓળખાય છે.
  • ટાઇટલ લાઇનની નીચે ખાલી બૉક્સથી બનેલી એક હરોળ (Row) છે. આ ખાલી બૉક્સમાં ઉચિત ડેટા ભરવાનાં કામને ડેટા એન્ટ્રી (Data Entry) કહેવામાં આવે છે.
  • આકૃતિ માં પહેલા ફિલ્ડની પાસે એક નાના બૉક્સમાં એક તીરનું ચિહ્ન (Pointing arrow sign) છે. આ બૉક્સ રેકૉર્ડ સિલેક્ટર આઇકોન’નો નિર્દેશ કરે છે.
  • કેટલાક રેકૉર્ડ સિલેક્ટર આઇકોન્સ અને તેનાં કાર્યો નીચે જણાવેલાં છે :
    1. કાળો પૉઇન્ટિંગ ઍરો આઇકોન Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 2 રેકૉર્ડ પૉઇન્ટર તરીકે ઓળખાય છે અને તે કોઈ ચોક્કસ સમયે ટેબલનો ચાલુ રેકૉર્ડ દર્શાવે છે.
    2. ફ્લૅશ સાથેનો આઇકોન Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 3 એ ટેબલના અંતનું નિશાન છે. (જેનો રંગ લીલો હોય છે.) તે ટેબલના છેલ્લા રેકૉર્ડ પછી પ્રદર્શિત થાય છે.
    3. પેન્સિલ આઇકોન Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 4 એ એડિટ આઇકોન (Edit icon) છે. જ્યારે ડેટા સુધારવા માટે કોઈ ફિલ્ડ ઉ૫૨ આપણે ક્લિક કરીએ, તો કાળો પૉઇન્ટિંગ ઍરો આઇકોન બદલાઈને પેન્સિલ જેવો આઇકોન બની જશે. આ આઇકોન પ્રદર્શિત થશે તે દર્શાવે છે કે રેકૉર્ડમાં આપણે ફેરફાર કર્યા છે પરંતુ હજી સુધી સેવ કરેલ નથી. અહીં જો આપણે કર્સર બીજા રેકૉર્ડ ઉપર લઈ જઈશું, તો સુધારા સેવ થશે અને જો Esc કી દબાવીશું, તો આપણે કરેલાં સુધારા રદ થશે અને મૂળ માહિતી પાછી મળશે.
  • આકૃતિ માં ડાબી બાજુ નીચે એક બાર દેખાય છે, જેમાં Record Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 5 દેખાય છે. આ બાર ‘નૅવિગેશન બાર’ (Navigation bar) તરીકે ઓળખાય છે. તે રેકૉર્ડ પૉઇન્ટરની વર્તમાન સ્થિતિ દર્શાવે છે.
    ‘Record 4 of 4’નો અર્થ થાય છે કે, ટેબલમાં કુલ 4 રેકૉર્ડ છે અને હાલમાં આપણું કર્સર ચોથા રેકૉર્ડ ઉપર છે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 6

  • ટેબલમાં કેટલાક રેકૉર્ડ ઉમેર્યા પછીની સ્ક્રીન આકૃતિ માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય

પ્રશ્ન 2.
બેઝમાં તમે સંબંધનો શું અર્થ સમજો છો?
ઉત્તરઃ
બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ બનાવવો (Creating Relationships between Tables in Base)

  • ટેબલ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાથી સંદર્ભિત (Referenced) ફિલ્ડમાં વપરાશકર્તાને નકામો ડેટા એન્ટર કરતા રોકી શકાય છે.
  • બેઝનો ઉપયોગ કરી ડેટાબેઝના વિવિધ ટેબલ વચ્ચે સંબંધ (Relation) નીચે મુજબ બાંધી શકાય :
    • ટૂલ મેનૂમાંથી Relationship વિકલ્પ પર ક્લિક કરો. આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે Add Tables ડાયલૉગ બૉક્સ ઍક્ટિવ ડેટાબેઝના ટેબલની યાદી દર્શાવે છે.
    • Add Tables ડાયલૉગ બૉક્સમાંથી Country ટેબલ પસંદ કરો અને Add બટન પર ક્લિક કરો. રિલેશનશિપ વિન્ડોમાં પસંદ કરેલ ટેબલના ફિલ્ડ દર્શાવાશે.
    • આ જ રીતે State ટેબલ પસંદ કરો અને ઉમેરો.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 7

    • હવે સંબંધ બનાવવા માટે માત્ર ડ્રગ અને ડ્રૉપ’ કાર્ય કરો. Country ટેબલના cid(CountryID) ફિલ્ડને ડ્રગ કરો અને State ટેબલના cid(CountryID) ફિલ્ડ પર છોડી દો.
    • આકૃતિ પ્રમાણે 1 અને n લેબલ સાથેના બંને ફિલ્ડને જોડતી લાઇન પ્રદર્શિત થશે. અહીં 1 → n ‘એકથી અનેક’ સંબંધ દર્શાવે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 8
નોંધ : અહીં લેબલ 1 પ્રાઇમરી કી બાજુએ અને લેબલ n ફોરેન કી બાજુએ પ્રદર્શિત થયેલ છે. તે જણાવે છે કે CountryID પ્રાઇમરી કી છે અને તેની કિંમતો અજોડ હોય છે. પ્રાઇમરી કીમાં સંગૃહીત દરેક અજોડ કિંમત ફોરેન કીમાં n વખત પુનરાવર્તીત થઈ શકે છે.

  • આકૃતિ માં એકથી અનેક સંબંધમાં સંગૃહીત કેટલાક નમૂનાના રેકૉર્ડ દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 9

  • બે ટેબલ વચ્ચે સંબંધ બનાવવા માટે રેફરન્સિંગ ફિલ્ડ અને રેફરન્સ્ડ ફિલ્ડની ડેટાટાઇપ એકસમાન હોવી જોઈએ. જો ડેટાટાઇપ એકસમાન નહિ હોય, તો આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે સંબંધ બનાવતા સમયે ભૂલસંદેશ આવશે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 10

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય

પ્રશ્ન 3.
સંબંધના પ્રકારો યોગ્ય ઉદાહરણ આપી મજાવો.
ઉત્તરઃ
રિલેશનશિપના પ્રકાર (Types of Relationships)
સૈદ્ધાંતિક રીતે ડેટાબેઝના ટેબલ વચ્ચે ત્રણ પ્રકારના રિલેશનશિપ સ્થાપી શકાય :

  1. એકથી એક (One to One)
  2. એકથી અનેક (One to Many)
  3. અનેકથી અનેક (Many to Many)

એકથી એક સંબંધ (One to One Relation)

  • એકથી એક સંબંધ દર્શાવે છે કે એક ચોક્કસ ટેબલના કોઈ ચોક્કસ રેકૉર્ડને ડેટાબેઝના અન્ય ટેબલમાં એક અને ફક્ત એક જ અનુલક્ષીને રેકૉર્ડ ધરાવતો હશે.
  • ઉદાહરણ :
    વ્યક્તિ અને ખુરશી
    વર્ગ અને વર્ગશિક્ષક
    ગ્રંથાલય અને વિદ્યાર્થીને આપવામાં આવતું ગ્રંથાલય કાર્ડ

એકથી અનેક સંબંધ (One to Many Relation)

  • ટેબલ વચ્ચે સૌથી સામાન્ય સંબંધ એકથી અનેક સંબંધ છે.
  • આ પ્રકારના સંબંધમાં કોઈ અમુક ટેબલનો કોઈ એક ચોક્કસ રેકૉર્ડ ડેટાબેઝના સંબંધિત ટેબલના અનેક રેકૉર્ડ સાથે સંકળાયેલાં હોઈ શકે.
  • ઉદાહરણ :
    ગ્રાહક અને તેણે ખરીદેલ વસ્તુઓ
    રાજ્ય અને તેમાંનાં શહેર
    વર્ગશિક્ષક અને વિદ્યાર્થી

અનેકથી અનેક સંબંધ (Many to Many Relation)

  • કેટલાક ખાસ રેકૉર્ડના કિસ્સામાં કે જેમાં બંને ટેબલમાં એક કરતાં વધુ વખત તેનો સંગ્રહ કરવો પડે છે, ત્યારે અનેકથી અનેક સંબંધ બને છે.
  • ઉદાહરણ : કર્મચારી અને હોદ્દા
  • આકૃતિ માં નમૂનાની અનેકથી અનેક સંબંધની પરિસ્થિતિ બતાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 11

  • આકૃતિ માં જોઈ શકાય છે કે, Employee અને Designation ટેબલ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. આનું કારણ એ છે કે ડેટાબેઝમાં અનેકથી અનેકનો સંબંધનું એક ત્રીજું ટેબલ બનાવીને બે એકથી અનેક સંબંધમાં વિભાજન કરવામાં આવે છે.

પ્રશ્ન 4.
ફોરેન કીનો ખ્યાલ યોગ્ય ઉદાહરણ આપી મજાવો.
ઉત્તરઃ
ફોરેન કી (Foreign Key)

  • એક ફિલ્ડ અથવા ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવે છે, તેને ફોરેન કી કહે છે.
  • જ્યારે તે એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોય છે, ત્યારે તે કમ્પોઝિટ ફોરેન કી (Composite Foreign Key) તરીકે ઓળખાય છે.
  • જ્યારે માસ્ટર ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય છે ત્યારે તેની સાથે સંકળાયેલાં ટેબલમાં કમ્પોઝિટ ફોરેન કી હોય છે.
  • કોષ્ટક 3માં નમૂનારૂપ ડેટાબેઝનાં અલગ અલગ ટેબલનાં વિવિધ ફિલ્ડ ઉપ૨ સેટ કરેલ પ્રાઇમરી કી અને ફોરેન કીની યાદી આપેલ છે.

કોષ્ટક 3 : નમૂનાના ડેટાબેઝ માટે ચર્ચા કરેલા દરેક ટેબલની પ્રાઇમરી કી અને ફોરેન કી

Table name Primary Key Foreign Key
Country CountryID CountryID (referencing Country table)
State StateID StateID (referencing State table)
City CityID Pincode (referencing City table)
Supplier Scode Pincode (referencing City table)
Customer Ccode Pincode (referencing City table)
Employer Ecode CategoryCode (Referencing ProductCate-gory table) Scode (Referencing Supplier table)
ProductCategory CategoryCode Foreign Key
Product Pcode CountryID (referencing Country table)
  • કોષ્ટક 4 અને 5માં Modern Electronic Store ડેટાબેઝમાં ઑર્ડર પ્રોસેસિંગ માટે જરૂરી એવા બીજા બે ટેબલ Order તથા OrderDetailનાં ફિલ્ડ દર્શાવ્યા છે. તે મુજબ ટેબલ બનાવો.

કોષ્ટક 4 : Order ટેબલ

Order
FieldName Date type
OrderID Integer
OrderDate Date
Ccode Text fix [CHAR]
Ecode Text fix [CHAR]
Pcode Text fix [CHAR]
Quantity Integer
SalesPrice Decimal

કોષ્ટક 5 : 0rderDetail ટેબલના નમૂનાના રેકૉર્ડ

OrderDetail
OrderID Pcode Quantity SalePrice
000001 P00000001 2 35000
000001 P00000002 1 20000
000002 P00000009 1 43000
  • અહીં OrderDetail ટેબલમાં OrderID અને Pcodeનું જોડાણ ચોક્કસપણે અજોડ હશે. એક જ ઑર્ડરમાં પ્રૉડક્ટ
    કોડનું પુનરાવર્તન નહીં થાય. માટે બે ફિલ્ડનાં જોડાણથી પ્રાઇમરી કી બનાવવામાં આવે છે.
  • જ્યારે એક કરતાં વધારે ફિલ્ડના જોડાણને પ્રાઇમરી કી તરીકે નક્કી કરવામાં આવે ત્યારે તેને કમ્પોઝિટ પ્રાઇમરી કી (Composite Primary Key) તરીકે ઓળખવામાં આવે છે.
  • આકૃતિ માં Order અને OrderDetail ટેબલનાં માળખાં અને સંબંધ દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 12

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય

પ્રશ્ન 5.
તમે કમ્પોઝિટ પ્રાઇમરી કીનો શું અર્થ સમજો છો?
ઉત્તરઃ
કમ્પોઝિટ પ્રાઇમરી કી (Composite Primary Key)

  • ઉપર બનાવેલ OrderDetail ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી બનાવવા માટે નીચે પ્રમાણેનાં પગલાં અનુસરો :
    1. OrderID ફિલ્ડ પસંદ કરો.
    2. CTRL કી દબાવો અને Pcode હરોળ પસંદ કરો. બંને હરોળ એકસાથે પસંદ થશે. (જુઓ આકૃતિ)
    3. પસંદ કરેલ વિસ્તાર પર રાઇટ ક્લિક કરો. આથી પ્રાઇમરી કી સાથેનું એક પોપઅપ મેનૂ ખૂલશે.
    4. અહીં Primary Keyવિકલ્પ પર ક્લિક કરો. આથી પસંદ કરેલ બંને ફિલ્ડની ડાબી બાજુ કી-ચિહ્ન આવશે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 13

  • હવે આપણે ModernElectronicStore ડેટાબેઝમાં નવા OrderShipment અને OrderPayment ટેબલ બનાવીએ. આકૃતિ માં તેમનું માળખું દર્શાવેલ છે.
OrderShipment
To record shipping address of a customer
who has placed order online
Field Name Data Type
OrderID Integer
ShippingAddress1 Text [VARCHAR_IGNORECASE]
ShippingAddress2 Text [VARCHAR_IGNORECASE]
Pincode Text fix [CHAR]
ShippingDate Date
Shipping Status Boolean
OrderShipment
To store details of payment made by customer
Field Name Data Type
OrderID Integer
PaymentID Integer
PaymentDate Date
Payment Amount Decimal
PaymentMethod Text [VARCHAR_IGNORECASE]
ChequeDDNumber Text [VARCHAR_IGNORECASE]
BankName Text [VARCHAR_IGNORECASE]
BankBranch Text [VARCHAR_IGNORECASE]

[આકૃતિ : OrderShipment અને OrderPayment ટેબલ]

  • અહીં OrderShipment ટેબલમાં સરનામાનો સમાવેશ કરેલ છે, જ્યાં માલનું વિતરણ કરવામાં આવશે.
  • ShipmentStatus ફિલ્ડનો ઉપયોગ માલ પહોંચાડવાની સ્થિતિ જાળવવા માટે થાય છે. શરૂઆતમાં તેની કિંમત ‘N’ સેટ કરવામાં આવશે. પાછળથી જ્યારે ગ્રાહક માલ મેળવે છે, ત્યારે તેને ‘Y’ વડે સેટ કરવું જરૂરી બને છે.
  • OrderPayment ટેબલ ગ્રાહક પાસેથી મેળવેલ ચુકવણીની વિગતો ધરાવશે. ગ્રાહકને હપતાથી ચુકવણીનો વિકલ્પ પણ આપી શકાય. આથી OrderPayment ટેબલમાં OrderID અને PaymentIDને કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે નક્કી કરવામાં આવે છે.

પ્રશ્ન 6.
ડેટા-નિરર્થકતા યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તરઃ
ડેટા-નિરર્થકતા નિયંત્રણ (Controlling Data Redundancy)

  • ડેટાની બિનજરૂરી દ્વિ-આવૃત્તિ (Duplicate) અથવા પુનરાવર્તનને ડેટા-નિરર્થકતા કહે છે.
  • આપણે જોયું કે, Customer ટેબલમાં City નામનું ફિલ્ડ છે. મૉડર્ન ઇલેક્ટ્રૉનિક સ્ટોરમાં ઘણા ગ્રાહકો હશે, જે એક જ શહેરના હોય. એટલે કે જો Ahmadabad શહેરના 100 ગ્રાહકો હોય, તો City નામના ફિલ્ડમાં Ahmadabad શબ્દનું 100 વખત પુનરાવર્તન થશે. આ પરિસ્થિતિને ડેટા-નિરર્થકતા કહે છે.
  • ડેટા-નિરર્થકતા સંગ્રહ માટેની જગ્યાનો બગાડ કરે છે અને અનેક કારણોસર બિનકાર્યક્ષમ છે.
  • ડેટાબેઝમાંથી નિરર્થક ડેટા નાબૂદ કરવા માટે ડેટા- બેઝ ડિઝાઇનર એક ટેનિકનો ઉપયોગ કરે છે. તેને ડેટા- નૉર્મલાઇઝેશન (Data-Normalization) કહેવામાં આવે છે.
  • નૉર્મલાઇઝેશન એક પ્રક્રિયા છે, જે એક ટેબલમાંથી બહુવિધ ટેબલ્સમાં વિઘટન સૂચવે છે અને આ રીતે પૅરેન્ટ- ચાઇલ્ડ રિલેશનશિપ (Parent-child relationship) બનાવે છે.
  • આપણા નમૂનાના ડેટાબેઝ(Modern Electronic Store)માં Customer ટેબલના કિસ્સામાં શહેરની માહિતીનો સંગ્રહ કરવા માટે નવું ટેબલ બનાવવું જોઈએ.
  • આથી આપણે હવે City નામનું નવું ટેબલ બનાવીએ.
  • આપણે જાણીએ છીએ કે, શહેરની અંદર દરેક વિસ્તાર એક અલગ જ પિનકોડ સાથે સંકળાયેલ હોય છે. શહેરની અંદર શહેર અને વિસ્તારને અજોડ રીતે ઓળખવા માટે પિનકોડનો ઉપયોગ કરી શકાય. આથી City ટેબલના દરેક રેકૉર્ડને ઓળખવા માટે પિનકોડને પ્રાઇમરી કી તરીકે વાપરી શકાય.
  • કોષ્ટક 1માં City ટેબલનું માળખું અને તેના નમૂનાના રેકૉર્ડ દર્શાવેલ છે.

કોષ્ટક 1 : City ટેબલ

City
Pincode Area CityName
380058 Bopal Ahmedabad
380006 Law Garden Ahmedabad
363421 Raska Limbdi
  • હવે આપણે Customer ટેબલમાં ફેરફાર કરવા પડશે. Customer ટેબલમાંથી City ફિલ્ડ દૂર કરો. જ્યારે Customer ટેબલમાં નવા ગ્રાહકનો ડેટા ઉમેરવામાં આવે ત્યારે ગ્રાહકના શહેર અને વિસ્તારની માહિતી મેળવવા આપણે Pincode ફિલ્ડનો ઉપયોગ કરીશું.
  • આ જ રીતે Supplier ટેબલ અને Employee ટેબલમાંથી City ફિલ્ડ દૂર કરવું જોઈએ.
  • સંપૂર્ણ ટપાલના સરનામાની માહિતી જાળવી રાખવા માટે આપણે શહેર જે રાજ્ય અને દેશનું હોય તે State અને Country ફિલ્ડ પણ ઉમેરી શકાય. આ માહિતી જાળવવાની એક રીત કોષ્ટક 2માં દર્શાવી છે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 14

  • હવે જો પિનકોડ આપણને આપવામાં આવે, તો ગ્રાહકના સ્થળને લગતી માહિતી City ટેબલમાંથી શોધી શકાય છે.
  • પરંતુ ઉપર ડિઝાઇન કરેલ City ટેબલમાં રાજ્ય અને દેશના નામનું પણ પુનરાવર્તન થાય છે. એટલે કે, આ ટેબલ પણ ડેટા-નિરર્થકતા ધરાવે છે અને તે દૂર કરવા City ટેબલને ફરી અનેક ટેબલમાં વિઘટિત કરવું પડે. StateName ફિલ્ડના સ્થાને StateID અને CountryName ફિલ્ડના સ્થાને CountryID ફિલ્ડનો સંગ્રહ કરવો જોઈએ.
  • આકૃતિ માં આ ત્રણેય નવા ટેબલનું માળખું અને તેનો સંબંધ (Relation) દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 15

  • અહીં આપણે નીચે મુજબ પ્રાઇમરી કી નક્કી કરેલ છે :
    Country ટેબલ → CountryID ફિલ્ડ
    State ટેબલ → StateID ફિલ્ડ અને
    City ટેબલ → Pincode ફિલ્ડ
  • આકૃતિ માં દર્શાવ્યા મુજબ City, State અને Country ટેબલ એકબીજા સાથે સંકળાયેલા છે.
    નોંધ : જે ટેબલમાં પ્રાઇમરી કી હોય તેને માસ્ટર ટેબલ કહેવામાં આવે છે.
  • એક કૉમન ફિલ્ડથી બે ટેબલ એકબીજા સાથે સાંકળી શકાય છે. ઉપરના ઉદાહરણમાં

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 16

  • Country ટેબલમાં CountryID ફિલ્ડ પ્રાઇમરી કી તરીકે કાર્ય કરે છે.
  • State ટેબલના CountryID ફિલ્ડ પાસેથી કિંમતો મેળવે છે.
  • State ટેબલનું CountryID ફિલ્ડ ફોરેન કી (Foreign Key) તરીકે ઓળખાય છે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય

પ્રશ્ન 7.
રેફરેન્શલ ઇન્ટિગ્રિટી યોગ્ય ઉદાહરણ આપી મજાવો.
ઉત્તરઃ
સંદર્ભ સંપૂર્ણતા (રેફરેન્શલ ઇન્ટિગ્રિટી – Referential Integrity)

  • એક વખત બે ટેબલ વચ્ચે સંબંધ બની જાય પછી સંબંધ દર્શાવતી લાઇન ઉપર ડબલ-ક્લિક કરો. આથી આકૃતિ માં દશાવ્યા પ્રમાણે Relations ડાયલૉગ બૉક્સ દેખાશે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 17

  • અહીં, Country ટેબલ અને State ટેબલ એકબીજાં સાથે જોડાયેલાં છે. તેથી વપરાશકર્તા તે જ દેશની માહિતીના ડેટા State ટેબલમાં દાખલ કરે કે, જે Country ટેબલમાં પહેલેથી દાખલ કરેલ હોય.
  • Country ટેબલના Indiaને સંબંધિત રેકૉર્ડને માસ્ટર અથવા પૅરેન્ટ રેકૉર્ડ ગણવામાં આવે છે, જ્યારે State ટેબલમાં Indiaને સંબંધિત રેકૉર્ડને ટ્રાન્ઝેક્શન અથવા ચાઇલ્ડ રેકૉર્ડ ગણવામાં આવે છે.
  • State ટેબલમાં એક પણ એન્ટ્રી એવી ન હોવી જોઈએ કે, જેને સંબંધિત રેકૉર્ડ માસ્ટર ટેબલમાં (Country ટેબલમાં) ન હોય. આ ખ્યાલને રેફરેન્શલ ઇન્ટિગ્રિટી (Referential Integrity) કહેવામાં આવે છે.
  • રેફરેન્શલ ઇન્ટિગ્રિટી સિદ્ધાંતને એ રીતે જણાવી શકાય કે કોઈ પણ મેળ ન ખાતી ફોરેન કીનું અસ્તિત્વ ડેટાબેઝમાં ન હોવું જોઈએ.
  • ડેટાબેઝ ડિઝાઇનર કંપનીના વ્યવહારની જરૂરિયાત ઉપર આધાર રાખીને આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે ચારમાંથી એક વિકલ્પ પસંદ કરીને સેટ કરે છે. આ વિકલ્પો અપડેટ (સુધારા-વધારા) અથવા ડિલીટ(રદ)કરવાના કાર્ય સમયે ડેટાબેઝમાં રેફરેન્શલ ઇન્ટિગ્રિટી જાળવવાની પરવાનગી આપે છે.
    No action : આ વિકલ્પ દર્શાવે છે કે ઉપયોગકર્તાને કોઈ રેકૉર્ડ ભૂંસવાની કે અદ્યતન બનાવવાની મંજૂરી ન આપવી જોઈએ. જો અન્ય કોઈ ટેબલમાં તેના સંબંધિત રેકૉર્ડ અસ્તિત્વમાં હોય.
  • અહીં, No action વિકલ્પ પસંદ કરી, Indiaની માહિતીવાળો રેકૉર્ડ દૂર કરવાનો પ્રયત્ન કરો. બેઝ પહેલા ખાતરી કરશે કે તમે આ રેકૉર્ડ દૂર કરવા માંગો છો કે નહીં અને આકૃતિ માં બતાવ્યા પ્રમાણે સંદેશ પ્રદર્શિત કરશે.
  • Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 18
    Update Cascade : આ વિકલ્પ દર્શાવે છે કે જો ઉપયોગકર્તા રેફરન્સ્ડ કિંમતો દૂર કરવાની કે અદ્યતન કરવાની મંજૂરી આપે, તો તેને સંબંધિત તમામ રેકૉર્ડ આપમેળે દૂર કે અદ્યતન થઈ જવા જોઈએ.
    Set null : આ વિકલ્પ દર્શાવે છે કે જો ઉપયોગકર્તા રેફરન્સ્ડ ફિલ્ડ દૂર કે અદ્યતન કરે, તો તેને સંબંધિત તમામ રેકૉર્ડના સંબંધિત ફિલ્ડની કિંમત નલવૅલ્યૂ કરવામાં આવે.
    આ જ રીતે Modern Electronic Store ડેટાબેઝમાં અન્ય ટેબલ વચ્ચે પણ રિલેશનશિપ બનાવી શકાય.
    આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે ટૂલબાર પરના Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 19 Add Tables આઇકોન પર ક્લિક કરીને અન્ય ટેબલ ઉમેરી શકાય છે.
    Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 20
  • આપણા નમૂનાના ડેટાબેઝ ModernElectronicStoreનાં બધાં ટેબલ વચ્ચે સંબંધ બનાવ્યા પછી રિલેશનશિપ વિન્ડો આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે દેખાશે.
  • સંબંધનો સંગ્રહ કરવા ટૂલબાર પરના સેવ બટન Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 21 ઉપર ક્લિક કરો.
  • Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 22

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય

પ્રશ્ન 8.
ફિલ્ડ પ્રૉપર્ટીની જરૂરિયાત શું સૂચવે છે?
ઉત્તરઃ
ફિલ્ડ પ્રૉપર્ટી (Field Property)

  • કોઈ પણ ટેબલના ફિલ્ડને વ્યાખ્યાયિત કરવા માટે નીચે જણાવેલાં પગલાં પ્રમાણે કાર્ય કરવું જોઈએ :
    1. ફિલ્ડનું નામ સ્પષ્ટ કરો
    2. ફિલ્ડ માટે યોગ્ય ડેટાટાઇપ પસંદ કરો
    3. ફિલ્ડનું વર્ણન લખો (વૈકલ્પિક)
  • ઇન્ફર્મેશન ટેક્નોલૉજીના ક્ષેત્રમાં, ડેટા એ કાચો માલ છે, જે તૈયાર માલનું ઉત્પાદન કરવામાં વપરાય છે. આ તૈયાર માલ ઇન્ફર્મેશન તરીકે ઓળખાય છે.
  • આઉટપુટની ગુણવત્તા ઇનપુટની ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જો આપણે ડેટા એન્ટ્રી સમયે સંગ્રહ કરવામાં આવતી કિંમતો ઉપર નિયંત્રણ અને પ્રતિબંધ રાખી શકીએ, તો ઇનપુટ ડેટાને નિયંત્રિત કરવાની સારી પ્રથા કહેવાય કે, જે સાચી ઇન્ફર્મેશન બનાવી શકે.
  • ડેટા દાખલ કરતી વખતે થતી ભૂલોને રોકવા માટે બેઝ ‘ફિલ્ડ વેલિડેશન’ નામની વિશિષ્ટ સગવડતા પૂરી પાડે છે. તે બીજું કઈ નહીં પણ દરેક ફિલ્ડમાં દાખલ કરવાના ડેટા માટેના અમુક શક્ય નિયમો અને ચકાસણી સ્થળ છે.
  • તે ચોક્કસ ફિલ્ડમાં અમુક કિંમતો દાખલ કરવાને પ્રતિબંધિત કરે છે.
  • ડેટા વેલિડેશન એ ડેટા પ્રોસેસિંગનું અગત્યનું પાસું છે.
  • બેઝમાં ફિલ્ડ પ્રૉપર્ટી નક્કી કરે છે કે, ફિલ્ડમાં કિંમતોનો સંગ્રહ અને પ્રદર્શિત કેવી રીતે થાય. દરેક પ્રકારના ફિલ્ડની અમુક ચોક્કસ પ્રૉપર્ટીનો સેટ હોય છે.
  • ટેબલનું માળખું (Structure) ડિઝાઇન કરતા સમયે ફિલ્ડની પ્રૉપર્ટી નક્કી કરવામાં આવે છે.
  • ટેબલ ડિઝાઇન વિન્ડોમાં ફિલ્ડ પસંદ કરો. આથી આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે બેઝ પસંદ કરેલ ડેટાટાઇપને અનુરૂપ યોગ્ય ડિફૉલ્ટ કિંમતો સાથે ફિલ્ડ પ્રૉપર્ટી બૉક્સ દેખાશે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 23

  • સ્ક્રીન ઉપર પ્રદર્શિત ફિલ્ડ પ્રૉપર્ટી પસંદ કરેલા ફિલ્ડના ડેટાટાઇપ પ્રમાણે બદલાય છે. નીચે કેટલીક સામાન્ય ફિલ્ડ પ્રૉપર્ટીની ચર્ચા કરેલ છે :

પ્રશ્ન 9.
ડેટાબેઝમાં ‘ડિફૉલ્ટ વૅલ્યૂ’ની અગત્યતા સમજાવો.
ઉત્તરઃ
ડિફૉલ્ટ વૅલ્યૂ (Default Value)

  • ઘણી વખત એવું બને છે કે, ટેબલમાં નવો રેકૉર્ડ એન્ટર કરતા સમયે આપણે કોઈ ચોક્કસ ફિલ્ડમાં કોઈ પૂર્વનિર્ધારિત કિંમત આપોઆપ સંગ્રહ કરવા ઇચ્છતા હોઈએ.
  • ધારો કે OrderDetail ટેબલમાં આપણે Quantity નામના ફિલ્ડમાં પૂર્વનિર્ધારિત રીતે ‘1’ સંગ્રહ કરવા ઇચ્છીએ છીએ, તો આકૃતિ માં દર્શાવ્યા મુજબ Quantity ફિલ્ડ પસંદ કરી Default Value સામેના ટેક્સ્ટ બૉક્સમાં ‘1′ ટાઇપ કરો. હવે જ્યારે ટેબલમાં નવો રેકૉર્ડ ઉમેરીએ છીએ ત્યારે Quantity ફિલ્ડમાં કિંમત ‘1′ આપોઆપ પ્રદર્શિત થાય છે.
  • ડેટા એન્ટ્રી સમયે ઉપયોગકર્તા ઇચ્છે, તો આ કિંમતમાં ફેરફાર કરી શકે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 24

પ્રશ્ન 10.
‘ઑટો વૅલ્યૂ’ પ્રૉપર્ટી સમજાવો.
ઉત્તરઃ
ઑટો વૅલ્યૂ (Auto Value)

  • આકૃતિ માં જોઈ શકાય છે કે, AutoValue પ્રૉપર્ટી પાછળ એક ડ્રૉપડાઉન બૉક્સ છે. આ બૉક્સ પર ક્લિક કરવાથી તેમાં ‘Yes’ અને ‘No’ એમ બે કિંમતો જોઈ શકાય છે.
  • જો ન્યૂમરિક ફિલ્ડ માટે ઑટો વૅલ્યુની કિંમત ‘Yes’ સેટ કરવામાં આવશે, તો દરેક નવા રેકૉર્ડ માટે બેઝ આપોઆપ કિંમત વધારશે.
  • આ ફિલ્ડ પ્રૉપર્ટી ખાસ કરીને ન્યૂમરિક ફિલ્ડ માટે વપરાય છે, જેને પ્રાઇમરી કી બનાવી છે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય

પ્રશ્ન 11.
‘એન્ટ્રી રિક્વાયર્ડ’ પ્રૉપર્ટીનો શું ઉપયોગ છે?
ઉત્તરઃ
એન્ટ્રી રિક્વાયર્ડ (Entry Required)

  • ડેટાબેઝના તમામ ફિલ્ડમાંથી કેટલાંક અગત્યનાં ફિલ્ડ હોઈ શકે, જે ખાલી છોડી ન શકાય.
  • ડેટા એન્ટ્રી સમયે જ જો આવા અગત્યના ફિલ્ડને ખાલી છોડી દેવાની પરવાનગી વપરાશકર્તાને ન આપવી હોય, તો એન્ટ્રી રિક્વાયર્ડ પ્રૉપર્ટીની કિંમત Yes સેટ કરવામાં આવે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 25

પ્રશ્ન 12.
‘ફૉર્મેટ’ પ્રૉપર્ટીનો શું ઉપયોગ છે?
ઉત્તરઃ
ફૉર્મેટ (Format)

  • આપણે ફિલ્ડમાં જે ડેટા એન્ટર કરીએ છીએ, તેને પ્રદર્શિત કરવા અને છાપવા માટેનું બંધારણ ફૉર્મેટ પ્રૉપર્ટી સ્પષ્ટ કરે છે.
  • વિવિધ પ્રકારની ડેટાટાઇપ્સ માટે ફૉર્મેટ-પ્રૉપર્ટી અલગ અલગ સેટિંગ્સ વાપરે છે. બેઝનંબર, ડેઇટ / ટાઇમ અને યસ / નો ડેટાટાઇપ માટે કેટલાક પૂર્વનિર્ધારિત ફૉર્મેટ્સ પૂરા પાડે છે.
  • હવે આપણે Order ટેબલમાં OrderDate ફિલ્ડનું ફૉર્મેટ બદલીએ તે માટે નીચે મુજબ પગલાં અનુસરો :
    • પ્રથમ Order ટેબલને ડિઝાઇન વ્યૂમાં ખોલો અને OrderDate ફિલ્ડ પસંદ કરો.
    • હવે Field Properties પેનમાં રહેલાં Format example લેબલના અંતમાં રહેલ બટન પર ક્લિક કરો, જેથી આકૃતિ પ્રમાણે ડાયલૉગ બૉક્સ ખૂલશે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 26

    • હવે Category શીર્ષક હેઠળની યાદીમાંથી Date વિકલ્પ પસંદ કરો.
    • Format શીર્ષક હેઠળની યાદીમાંથી Dec 31, 99 વિકલ્પ પસંદ કરો.
    • હવે OK બટન પર ક્લિક કરો.
  • હવે ટેબલ ઓપન કરો અને કોઈ માન્ય તારીખ કોઈ પણ સ્વરૂપમાં એન્ટર કરો. તમે અહીં જોઈ શકશો કે આ ફિલ્ડમાં એન્ટર કરેલ તમામ કિંમત આપોઆપ બદલીને મહિનાના પહેલા ત્રણ અક્ષર, પછી એક સ્પેસ ત્યારપછી બે આંકડામાં તારીખ અને વર્ષ કે જેને અલ્પવિરામથી જુદા કરેલ છે તેમ દર્શાવાય છે.

Computer Class 11 GSEB Notes Chapter 10 ટેબલ સાથે કાર્ય

ટેબલના રેકૉર્ડ એડિટ કરવા (Editing Records in the Table)

  • એક વખત ડેટા ઉમેર્યા પછી ટેબલના રેકૉર્ડમાં સુધારા કરવા માટેનાં બે કારણ હોઈ શકે :
    1. ડેટા એન્ટ્રી સમયે ખોટો ડેટા ઉમેર્યો હોય.
      અથવા
    2. ડેટા તો સાચો ઉમેર્યો હોય પરંતુ પાછળથી ડેટાની કિંમત બદલાઈ હોય.
  • અગાઉના ઉમેરેલા ડેટાને સુધારવાની પ્રક્રિયાને એડિટિંગ (Editing) તરીકે ઓળખવામાં આવે છે.
  • એડિટિંગનું કાર્ય કરવા પ્રથમ આપણે ટેબલ ખોલવું પડે અને ત્યારબાદ જેને સુધારવા ઇચ્છતા હોઈએ તે ફિલ્ડ ૫૨ કર્સર મૂકી અને જરૂરી સુધારા કરી શકાય.

ટેબલમાંથી રેકૉર્ડ ડિલીટ કરવા (Deleting Records from the Table)

  • આપણા ડેટાબેઝને ક્ષતિ વિનાનો અને અર્થપૂર્ણ રાખવા માટે ટેબલમાંથી બિનજરૂરી અને ખોટા રેકૉર્ડ્સને ડિલીટ કરવા ખૂબ જરૂરી છે.
  • ટેબલમાંથી કોઈ પણ રેકૉર્ડ ડિલીટ કરવા પ્રથમ જે-તે ટેબલ ખોલો અને જે રેકૉર્ડ ડિલીટ કરવાનો છે, તે રેકૉર્ડ પસંદ કરો. ત્યારબાદ નીચે જણાવેલ બે રીતે રેકૉર્ડ ડિલીટ કરી શકાય :
    1. કી-બોર્ડ પરની DEL કી દબાવી અથવા એડિટ મેનૂમાંથી ડિલીટ વિકલ્પ પસંદ કરીને.
    2. પસંદ કરેલ રેકૉર્ડ પર રાઇટ ક્લિક કરીને ખૂલતા સબ-મેનૂમાંથી ડિલીટ રેકૉર્ડ વિકલ્પ પસંદ કરીને.
  • રેકૉર્ડ ડિલીટનો આદેશ આપતા આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે ચેતવણી સાથેનું ડાયલૉગ બૉક્સ ખૂલશે.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 27

  • આ ડાયલૉગ બૉક્સમાં Yes બટન પર ક્લિક કરતા રેકૉર્ડ ટેબલમાંથી ડિલીટ થઈ જશે અને જો No બટન પર ક્લિક કરવામાં આવે, તો રેકૉર્ડ ડિલીટ નહીં થાય.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય

ટેબલમાં ડેટા સૉર્ટ કરવા (Sorting Data in the Table)

  • સરળતાથી અને ખૂબ ઝડપથી માહિતી મેળવવા માટે ટેબલનો ડેટા કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલો હોવો જોઈએ.
  • Product ટેબલમાં વિવિધ ઉત્પાદનોમાં હજારો રેકૉર્ડ હોઈ શકે. ધારો કે તમે કોઈ ચોક્કસ ઉત્પાદનની કિંમત સાથે વિગતો શોધવા માગો છો, તો આ કિસ્સામાં જો Product ટેબલ Pcode ફિલ્ડના ક્રમમાં ગોઠવવામાં આવે, તો આપણા માટે રેકૉર્ડ શોધવાનું કામ સરળ બની જાય.
  • પરંતુ જો આપણે Pcode જાણતા ન હોઈએ તો શું?
  • આ કિસ્સામાં જો આપણે Product ટેબલને Pcode અને Selling Price ફિલ્ડના ક્રમમાં ગોઠવ્યું હોય, તો રેકૉર્ડ શોધવાનું કામ સરળ બને છે.
  • ટેબલને ક્રમમાં ગોઠવવાનું કામ બે રીતે કરી શકાય :
    1. આપણે જે ફિલ્ડ ઉપર ક્રમમાં ગોઠવવા માગીએ છીએ તે પસંદ કરો અને પછી જરૂરિયાત પ્રમાણે ટૂલબાર પરથી Sort Ascending બટન Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 28 અથવા Sort Descending બટન Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 28 પર ક્લિક કરો.
    2. આના વિકલ્પરૂપે Sort બટન Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 28 ઉપર ક્લિક કરો. આથી આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે ડાયલૉગ બૉક્સ ખૂબી.

Computer Class 11 GSEB Solutions Chapter 10 ટેબલ સાથે કાર્ય 29

  • અહીં Field Name ડ્રૉપડાઉન બૉક્સની નીચે યોગ્ય ફિલ્ડનું નામ અને Order ડ્રૉપડાઉન બૉક્સની નીચે જરૂરી સૉર્ટિંગનો ક્રમ પસંદ કરો.
  • આપણા કિસ્સામાં Product ટેબલ Product Catagoryના ચડતા ક્રમમાં (Ascending order) પહેલા ક્રમમાં ગોઠવાશે અને પછી ડેટા selling price ફિલ્ડ ઉપર ફરી ક્રમમાં ગોઠવવામાં આવશે.

બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ બનાવવો (Creating Relationships between Tables in Base)
રિલેશનશિપમાં સુધારા કરવા (એડિટિંગ રિલેશનશિપ્સ – Editing Relationships)

  • આપણે કોઈ પણ બે ટેબલ વચ્ચે સ્થાપેલા સંબંધને ડિલીટ કરી શકીએ અથવા સુધારી શકીએ તે માટે રિલેશન સ્ક્રીન ખોલી (Tools → Relationshipથી) બે ટેબલ વચ્ચેની ઇચ્છિત સંબંધ રેખા પર ક્લિક કરો. જેથી લાઇન જાડી થઈ જશે.
  • હવે તેના પર રાઇટ ક્લિક કરવાથી પોપઅપ મેનૂ જોવા મળશે. તેમાંથી Edit વિકલ્પ પસંદ કરી, જરૂરિયાત પ્રમાણે સંબંધના ઍટ્રિબ્યુટ બદલી શકાય અથવા delete વિકલ્પ પસંદ કરી સંબંધ ડિલીટ કરી શકાય છે.

ફિલ્ડ પ્રૉપર્ટી (Field Property)

લેન્થ (Length)

  • જ્યારે કોઈ ચોક્કસ ફિલ્ડ માટે આપણે Text ડેટાટાઇપ પસંદ કરીએ, ત્યારે આ પ્રૉપર્ટી આપોઆપ 50 કિંમત લઈ લે છે.
  • આપણી જરૂરિયાત પ્રમાણે આપણે ફિલ્મનું કદ બદલી શકીએ.
  • બેઝ આપોઆપ વિવિધ ન્યૂમરિક, ડેઇટ / ટાઇમ, યસ / નો અને મેમો ડેટાટાઇપ્સને અગાઉથી નિર્ધારિત કિંમતો આપે છે. આથી આવા કિસ્સામાં સ્ક્રીન ઉપર આ પ્રૉપર્ટી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *