Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 17 છબી ભીતરની Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 9 Gujarati Textbook Solutions Chapter 17 છબી ભીતરની
Class 9 Gujarati Textbook Solutions Chapter 17 છબી ભીતરની Textbook Questions and Answers
છબી ભીતરની સ્વાધ્યાય
1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1.
હૉટલવાળો લેખકને કયા કારણે ગાંધીજી માનવા લાગ્યો?
(A) લેખકનો દેખાવ ગાંધી ફિલ્મના હીરો જેવો હતો.
(B) લેખક ભારતથી આવી રહ્યા હતા.
(C) લેખક પાસે ગાંધીજીનો ફોટોગ્રાફ હતો.
(D) લેખકે ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી.
ઉત્તરઃ
(A) લેખકનો દેખાવ ગાંધી ફિલ્મના હીરો જેવો હતો.
પ્રશ્ન 2.
લેખકના ટેબલની આસપાસ પિરસણિયાઓનો મેળો શા માટે જામ્યો હતો?
(A) તે ટેબલનું બુકિંગ થઈ ગયું હતું.
(B) પિરસણિયા આપસમાં ઝઘડ્યા હતા.
(C) લેખક ગાંધીજી જેવા લાગતા હતા એટલે તેમની સેવા કરવા માટે.
(D) તે અશ્વિન મહેતાથી પરિચિત હતા.
ઉત્તરઃ
(C) લેખક ગાંધીજી જેવા લાગતા હતા એટલે તેમની સેવા કરવા માટે.
પ્રશ્ન 3.
આઠમા ઍવન્યૂના નાકા પાસે એક હબસી – અમેરિકન શું વેચી રહ્યો હતો?
(A) મુખવાસ અને પાન-મસાલા
(B) ગાંધીજીના ફોટોગ્રાફ્સ
(C) કૅમેરા-બૅગ
(D) જૂનાં અપ્રાપ્ય પુસ્તકો અને સામયિકો
ઉત્તરઃ
(D) જૂનાં અપ્રાપ્ય પુસ્તકો અને સામયિકો
પ્રશ્ન 4.
‘ગાંધી’ ફિલ્મમાં હીરોનું પાત્ર કોણે ભજવ્યું હતું?
(A) બેન કિંગ્સલેએ
(B) અશ્વિન મહેતાએ
(C) અમિતાભ બચ્ચને
(D) શાહરૂખ ખાને
ઉત્તરઃ
(A) બેન કિંગ્સલેએ
2. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ન્યૂયૉર્કમાં લેખકને એક હબસીએ શા માટે મદદ કરી?
ઉત્તર :
ન્યૂ યૉર્કમાં એક હબસી જૂનાં અપ્રાપ્ય પુસ્તકો અને સામયિકો ફૂટપાથ પર વેચતો હતો. ફોટાના સંયોજન (કંપોઝિશન) માટે એનું અમુક જગ્યાએ ઊભા રહેવું જરૂરી હતું. લેખકની મૂંઝવણ સમજીને તે હબસી તેમને મદદ કરવા તૈયાર થયો, કારણ કે તે ગાંધીજીનો પ્રશંસક હતો અને લેખક “ગાંધી’ ફિલ્મના હીરો બેન કિંગ્સલી જેવા દેખાતા હતા.
પ્રશ્ન 2.
ન્યૂયૉર્કની હૉટલના પિરસણિયાએ લેખક પાસે હસ્તાક્ષર કેમ માગ્યા?
ઉત્તર :
ન્યૂ યૉર્કની હોટલના પિરસણિયાએ લેખક પાસે હસ્તાક્ષર માગ્યા, કારણ કે તે ગાંધીજીનો પ્રશંસક હતો અને લેખક ‘ગાંધી’ ફિલ્મના હીરો બેન કિંગ્સલી જેવા દેખાતા હતા. પિરસણિયો તેમની સેવા કરવા માગતો હતો.
પ્રશ્ન 3.
યજમાન ખેડૂતની ઘરડી માએ લેખકને કેવી રીતે વિદાય આપી?
ઉત્તરઃ
યજમાન ખેડૂતની ઘરડી માએ લેખકનાં બધાં ખિસ્સાં જરદાલુથી ઠસોક્સ ભરી દીધાં, પછી કપાળે ચાંલ્લો કર્યો, ચોખા ચોડ્યા ને લમણે ટાચકા ફોડીને તેમનાં ઓવારણાં લીધાં. વળી હુકમસિંહને હું કહ્યું કે, “રાત્રે કોઈ ડાઘિયાને લેખકની પડખે સુવાડે.’ આ રીતે ઘરડી 3 માએ લેખકને વિદાય આપી.
3. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
પરદેશના લોકોનો ગાંધીજી પ્રત્યેનો પ્રેમ તમારા શબ્દોમાં લખો.
ઉત્તરઃ
ગાંધીજીએ સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવી દેશને આઝાદ કર્યો. ગાંધીજી વિશ્વમાનવ હતા. તેમના આદર્શ વિચારો અને તે પ્રમાણેના આચારોને કારણે તે વિશ્વમાં લોકપ્રિય છે. એટનબરો દ્વારા તૈયાર થયેલી હિન્દી-અંગ્રેજી ફિલ્મ ભાગ્યે જ કોઈએ જોઈ નહીં હોય. તેમાંના વિચારોની કેવી અસર છે તે આ પાઠમાં લેખકને થયેલા અનુભવોના વર્ણનમાં પ્રદર્શિત થાય છે. લેખક અશ્વિન મહેતા “ગાંધી ફિલ્મના હીરો બેન કિંગ્સલી જેવા દેખાય છે એટલે પરદેશમાં એ જ્યાં જાય છે ત્યાં એમનું સન્માન થાય છે. આ પ્રસંગોમાં જુદા જુદા દેશના લોકોનો ગાંધીપ્રેમ જોવા મળે છે.
Std 9 Gujarati Textbook Solutions Chapter 17 છબી ભીતરની Additional Important Questions and Answers
છબી ભીતરની પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખો:
પ્રશ્ન 1.
લેખકને સિડની જતાં હોટલમાં થયેલા અનુભવનું વર્ણન કરો.?
ઉત્તર :
લેખક બસ દ્વારા સિડની જઈ રહ્યા હતા. લગભગ પાંચેક? વાગ્યે ડ્રાઇવરે જાહેર કર્યું કે સિડની પહોંચતાં મોડું થશે. એણે એક ગામઠી હોટલ પાસે બસ ઊભી રાખી. ડ્રાઇવરે પ્રવાસીઓને જમવા માટે અડધો કલાક આપ્યો. બધાં ડાઇનિંગ રૂમમાં ગયાં અને પોતપોતાના ઑર્ડર નોંધાવ્યા. થોડી વારમાં બધાંએ જાતે ખાવાનું લાવી જમવા માંડ્યું. લેખકનો નંબર આવ્યો છતાં હોટલનો માલિક તેમને ખાવાનું નહોતો આપતો. લેખકે એને બે વારનો ટકોય પણ એણે સાંભળ્યું નહિ. લેખક ગુસ્સે થઈને ચાલવા માંડ્યા ત્યારે એણે એમને માણસ મોકલી પાછા તેડાવ્યા. તેણે કહ્યું કે તમે અમારા મોંઘેરા મહેમાન છો! એણે લેખકને જાતે પીરસીને જમાડ્યા અને પૈસા ન જ લીધા.
કારણ? લેખક ગાંધી’ ફિલ્મના હીરો બેન કિંગ્સલી જેવા દેખાતા હતા અને હોટલનો માલિક ગાંધીભક્ત બની ગયેલો હતો.
પ્રશ્ન 2.
લેખકને ન્યૂ યૉર્કની પંચતારક હોટલમાં થયેલો અનુભવ વર્ણવો.
ઉત્તરઃ
લેખક અને એક પ્રકાશક બાઈ સિન્થિયાની ન્યૂ યૉર્કની મોટી પંચતારક હોટલમાં લંચ મીટિંગ’ હતી. મીટિંગ અઢી કલાક ચાલી. બિલ ચૂકવીને સિન્થિયાને ઉતાવળ હોવાથી તે નીકળી ગયાં. તરત જ લેખકની આસપાસ પિરસણિયાનો મેળો જામી ગયો. લેખકે એક અશ્વેત પિરસણિયાને બોલાવી પૂછ્યું ત્યારે તેમને તેણે કહ્યું, “તમે ગાંધી જેવા લાગો છો ને એટલે તમને જોવા, તમારી સેવા કરવા બધા ભેગા થયા છે.” એકે તેમના હસ્તાક્ષર માગ્યા. લેખકે કહ્યું, ‘બાય ગૉડ, હું ગાંધી પણ નથી ને બેન કિંગ્સલી પણ નથી. છતાં તને “અશ્વિન મહેતા ચીતરી આપવામાં મને વાંધો નથી.”
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
કોઈ ડાઘિયાને લેખકની પડખે સુવાડવાનું ઘરડી માએ 3 હુકમસિંહને કેમ કહ્યું?
ઉત્તર :
કોઈ ડાઘિયાને લેખકની પડખે સુવાડવાનું ઘરડી માએ હુકમસિંહને કહ્યું, જેથી લેખકને ગરમીની ગરમી રહે ને મામો (દીપડો) લવારા લેવા આવે તો લેખક હેરાન ન થાય.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
સિડની કયા દેશમાં આવેલું છે?
ઉત્તર :
સિડની ઑસ્ટ્રેલિયામાં આવેલું છે.
પ્રશ્ન 2.
ઑબેરોય હોટલના ત્રિમાસિક તંત્રીનું નામ શું હતું?
ઉત્તર :
ઑબેરોય હોટલના ત્રિમાસિક તંત્રીનું નામ ગોરી હતું.
પ્રશ્ન 3.
પ્રકાશક બાઈ સિન્શિયા અને ફોટોગ્રાફર અશ્વિન મહેતાની મીટિંગ ક્યાં હતી?
ઉત્તર :
પ્રકાશક બાઈ સિન્થિયા અને ફોટોગ્રાફર અશ્વિન મહેતાની મીટિંગ ન્યૂ યૉર્કની પંચતારક હોટલમાં હતી.
પ્રશ્ન 4.
હિમાલયના પ્રવાસ વખતે લેખક અશ્વિન મહેતાનો સાથી, ભોમિયો, મજૂર કોણ હતો?
ઉત્તરઃ
હિમાલયના પ્રવાસ વખતે લેખક અશ્વિન મહેતાનો સાથી, ભોમિયો, મજૂર હુકમસિંહ હતો.
પ્રશ્ન 5.
માજીએ અશ્વિન મહેતાનાં ખિસ્સાં શાનાથી કસોકસ ભરી દીધાં?
ઉત્તરઃ
માજીએ અશ્વિન મહેતાનાં ખિસ્સાં જરદાલુથી કસોકસ ‘ ભરી દીધાં.
પ્રશ્ન 6.
ન્યૂ યૉર્કની હોટલમાં લેખક અશ્વિન મહેતાના હસ્તાક્ષર કોણે માગ્યા?
ઉત્તર :
ન્યૂ યૉર્કની હોટલમાં લેખક અશ્વિન મહેતાના હસ્તાક્ષર એક પિરસણિયાએ માગ્યા.
પ્રશ્ન 7.
“મારી હોટલમાં ગાંધી ક્યારે?” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર :
“મારી હોટલમાં ગાંધી ક્યારે?” આ વાક્ય હોટલનો ‘ માલિક બોલે છે.
પ્રશ્ન 8.
“બાય ગૉડ, હું ગાંધી પણ નથી કે બેન કિંગ્સલી પણ નથી.” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર:
“બાય ગૉડ, હું ગાંધી પણ નથી કે બેન કિંગ્સલી પણ નથી.’ આ વાક્ય લેખક અશ્વિન મહેતા બોલે છે.
છબી ભીતરની વ્યાકરણ (Vyakaran)
1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:
પ્રશ્ન 1.
નિમિત્ત
(અ) નિયમ
(બ) નક્કી
(ક) કારણ
ઉત્તરઃ
(ક) કારણ
પ્રશ્ન 2.
બિહામણું
(અ) ભવ્ય
(બ) ભયંકર
(ક) ભલું
ઉત્તરઃ
(બ) ભયંકર
પ્રશ્ન 3.
મોંઘેરા
(અ) ઘમંડી
(બ) કીમતી
(ક) માનનીય
ઉત્તરઃ
(ક) માનનીય
પ્રશ્ન 4.
શિરામણ
(અ) શીરો
(બ) નાસ્તો
(ક) ભોજન
ઉત્તરઃ
(બ) નાસ્તો
પ્રશ્ન 5.
ભોમિયો
(અ) વટેમાર્ગ
(બ) માર્ગદર્શક
(ક) પુસ્તક
ઉત્તરઃ
(બ) માર્ગદર્શક
પ્રશ્ન 6.
ઝમેલો
(અ) જિદી
(બ) જૂઠો
(ક) ટોળું
ઉત્તરઃ
(ક) ટોળું
2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:
પ્રશ્ન 1.
સાધારણ
(અ) સામાન્ય
(બ) અસાધારણ
(ક) વિશિષ્ટ
ઉત્તરઃ
(બ) અસાધારણ
પ્રશ્ન 2.
શ્વેત
(અ) શ્યામ
(બ) સફેદ
(ક) કુશ્વેત
ઉત્તરઃ
(અ) શ્યામ
પ્રશ્ન 3.
ફાયદો
(અ) લાભ
(બ) ગેરલાભ
(ક) ગેરફાયદો
ઉત્તરઃ
(ક) ગેરફાયદો
પ્રશ્ન 4.
ધ્યાન
(અ) બેધ્યાન
(બ) શાન
(ક) નિદ્રા
ઉત્તરઃ
(અ) બેધ્યાન
પ્રશ્ન 5.
યજમાન
(અ) બ્રાહ્મણ
(બ) સેવક
(ક) મહેમાન
ઉત્તરઃ
(ક) મહેમાન
પ્રશ્ન 6.
કુખ્યાત
(અ) પ્રખ્યાત
(બ) બદમાશ
(ક) ઝનૂની
ઉત્તરઃ
(અ) પ્રખ્યાત
3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો:
પ્રશ્ન 1.
(અ) સામયિક
(બ) ભોમીયો
(ક) ચામ
ઉત્તરઃ
(અ) સામયિક
પ્રશ્ન 2.
(અ) બલીહારી
(બ) બલિહારી
(ક) બલિહારિ
ઉત્તરઃ
(બ) બલિહારી
પ્રશ્ન 3.
(અ) નિરભ્ર
(બ) નિમીત
(ક) સંપાદક
ઉત્તરઃ
(અ) નિરભ્ર
પ્રશ્ન 4.
(અ) હસ્થાક્ષર
(બ) હસ્તાક્ષર
(ક) હસ્થક્ષર
ઉત્તરઃ
(બ) હસ્તાક્ષર
પ્રશ્ન 5.
(અ) માલિક
(બ) કુપા
(ક) ઢસોક્સ
ઉત્તરઃ
(અ) માલિક
પ્રશ્ન 6.
(અ) સીરામણ
(બ) શિરામણ
(ક) શીરામણ
ઉત્તરઃ
(બ) શિરામણ
4. લિંગ શબ્દ ઓળખાવોઃ
પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) હોટલ
(બ) માલિક
(ક) પુસ્તક
ઉત્તર :
(બ) માલિક
પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) તંત્રી
(બ) ભૂખ
(ક) સામયિક
ઉત્તર :
(બ) ભૂખ
પ્રશ્ન 3.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) અખબાર
(બ) ભોમિયો
(ક) મજૂર
ઉત્તર :
(અ) અખબાર
5. વચન બદલોઃ
પ્રશ્ન 1.
ટોળું
(અ) ટોળાં
(બ) ટોળા
(ક) ટોળુઓ
ઉત્તર :
(અ) ટોળાં
પ્રશ્ન 2.
પગ
(અ) પગો
(બ) પગ
(ક) પગી
ઉત્તર :
(બ) પગ
6. વિશેષણ શોધો:
પ્રશ્ન 1.
ઘરની ખુલ્લી પરસાળમાં અમારા ધામા હતા.
ઉત્તરઃ
ખુલ્લી
પ્રશ્ન 2.
તમે તો મારા મોંઘેરા મહેમાન છો.
ઉત્તરઃ
મોઘેરા
7. ક્રિયાવિશેષણ શોધો.
પ્રશ્ન 1.
હું ઝબકીને જાગ્યો.
ઉત્તરઃ
ઝબકીને
પ્રશ્ન 2.
મારાં બધાં ખિસ્સાં સોઠસ ભરી દીધાં.
ઉત્તરઃ
સોસ
8. નીચેનાં વાક્યોને યોગ્ય સંયોજકથી જોડો :
પ્રશ્ન 1.
મારો નંબર આવ્યો. તે મને ખાવાનું નહોતો આપતો.
ઉત્તરઃ
મારો નંબર આવ્યો છતાં તે મને ખાવાનું નહોતો આપતો.
પ્રશ્ન 2.
એણે મને જાતે પીરસીને જમાડ્યો. પૈસા ન લીધા તે ન જ લીધા.
ઉત્તરઃ
એણે મને જાતે પીરસીને જમાડ્યો ને પૈસા ન લીધા તે ન જ લીધા.
9. યોગ્ય વિરામચિહ્ન મૂકોઃ
મને કહે ગાંધી માટે કોણ શું ન કરે.
ઉત્તરઃ
મને કહે, ‘ગાંધી માટે કોણ શું ન કરે !
10. સમાસ ઓળખાવોઃ
પ્રશ્ન 1.
પ્રકાશક
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર :
(ક) ઉપપદ
પ્રશ્ન 2.
મધરાત
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર :
(બ) કર્મધારય
પ્રશ્ન 3.
દેશ-વિદેશ
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) દ્વન્દ્ર
ઉત્તર :
(ક) દ્વન્દ્ર
પ્રશ્ન 4.
ચા-કૉફી
(અ) તત્પરુષ
(બ) કર્મધારય
(ક) દ્વન્દ્ર
ઉત્તર :
(ક) દ્વન્દ્ર
11. શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ
પ્રશ્ન 1.
ભોજન પીરસનારા
(અ) પિરસણિયા
(બ) પટાવાળા
(ક) ચપરાશી
ઉત્તર :
(અ) પિરસણિયા
પ્રશ્ન 2.
અખબાર કે સામયિકનો સંપાદક
(અ) મંત્રી
(બ) તંત્રી
(ક) સંત્રી
ઉત્તર :
(ક) સંત્રી
12. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખોઃ
પ્રશ્ન 1.
કકડીને ભૂખ લાગવી
(2) વાત વણસી જવી
(3) પેંગડામાં પગ ઘાલવો
ઉત્તરઃ
(1) ખૂબ ભૂખ લાગવી
(2) વાત બગડી જવી
(3) બરોબરી કરવી
છબી ભીતરની Summary in Gujarati
છત્ન ભીતરની અશ્વિન પાઠ – પરિચય
મહેતા (જન્મ : 17 – 07 – 1981, મૃત્યુ: 28 – 07 – 2014
ગાંધી’ ફિલ્મ પ્રદર્શિત થઈ છે અને દુનિયાના મોટા ભાગના લોકોએ તે જોઈ છે. અહીંયા, લેખક અશ્વિન મહેતા પોતે ગાંધી ફિલ્મના અભિનેતા બેન કિંગ્સલી જેવા દેખાય છે. તેમના આવા દેખાવને લઈને તેમનું ઑસ્ટ્રેલિયા, સિંગાપુર અને ન્યૂ યૉર્કમાં સન્માન થાય છે તેનું આ પાઠમાં વર્ણન છે. ઑસ્ટ્રેલિયામાં હોટલના માલિક જાતે તેમને પીરસે છે અને ભોજનનું બિલ લેતો નથી. સિંગાપુરમાં પુસ્તકો અને સામયિકો વેચતો બિહામણો લાગતો ફેરિયો પોતાનો ફોટો પડાવવા તૈયાર થઈ જાય છે. ન્યૂ યૉર્કની પંચતારક હોટલમાં પિરસણિયાઓ તેમને દેખવા અને તેમની સેવા કરવા માટે ભેગા થઈ જાય છે. લેખકના આ અનુભવો દર્શાવે છે કે દુનિયાના લોકોને ગાંધી માટે કેવો પ્રેમ અને આદર છે!
[‘Gandhi’ film has been released and most of the people of the world have seen it. Here, the writer, Ashvin Mehta himself looks like Gandhi – the hero Ben Kingsley of the film. Because of his looks like Gandhi he is welcomed in Australia, Singapore and New York. It has been described in this lesson. In Australia, the owner of the hotel serves the writer himself and does not take the payment of the dinner. In Singapore, the vendor of the books and magazines who looks dangerous becomes ready to help him to take his photograph. In New York, the waiters of the Fivestar hotel cluster around him to see him and serve him. These experiences show what a great respect and love of the people of the world have for Gandhi !)
છબી ભીતરની શબ્દાર્થ (Meanings)
- નિમિત્ત – કારણ, હેતુ; cause, purpose.
- અટારી – ઝરૂખો; balcony.
- અસાધારણ – અદ્ભુત, અસામાન્ય; extraordinary. uncommon.
- શીર્ષક – મથાળું; title.
- તંત્રી – અખબાર કે સામયિકનો સંપાદક; an editor of a newspaper or a magazine.
- ગામઠી – ગામડાની; rural.
- અશ્વેત શ્યામ; black.
- ડોળ કરવો – બનાવટ કરવી; to pretend.
- મોઘેરા – માનનીય; respected.
- ઘટસ્ફોટ કરવો – રહસ્ય કે છૂપી વાત બહાર લાવવી તે; to reveal a secret.
- કુખ્યાત – ખરાબ ખ્યાતિવાળો, બદનામ; notorious, ill – famed.
- અપ્રાપ્ત – અલભ્ય; unavailable.
- આકૃતિ – ચહેરો; face, figure.
- બિહામણું – ભયંકર; frightful, terrible.
- વાત વણસી જવી – વાત બગડી જવી; to worsen the position.
- પૃષ્ઠ 86] બલિહારી – રહસ્ય, ખાસ ગુણ, ખૂબી; the secret, a peculiar quality or talent.
- પ્રકાશક – પ્રકટ કરનાર; publisher.
- કકડીને ભૂખ લાગવી – ખૂબ ભૂખ લાગવી; to be very hungry.
- પિરસણિયા – ભોજન પીરસનાર; waiters
- ઝમેલો – ટોળું; crowd.
- હસ્તાક્ષર – સહી; signature, autograph.
- ભોમિયો – માર્ગદર્શક; guide.
- પેંગડામાં પગ ઘાલવો – બરોબરી કરવી; to rivalry.
- સતુ – સાથવો, સાતવો; flour of parched corns.
- ગોધૂલિ – ગાયોના ચાલવાથી ઊડતી ધૂળ (સાંજ વેળા); dusk.
- મોંસૂઝણું – વહેલી સવાર, પ્રભાત; dawn.
- શિરામણ – નાસ્તો; breakfast,
- જરદાલુ – આલૂ; apricot.